SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૧] શીલવ્રત ઉપાદેય ૧૧૯ ભાવાર્થ-જે જિવેંદ્રોની અવશ્ય તે જ ભવે મુક્તિ થવાની છે, તે જિવેંદ્રો પણ શીલને આચરે છે, માટે સંસારી જીવોએ તો શીલ પાળવામાં હંમેશાં આદર કરવો.’ આ વિષે શ્રી મલ્લિપ્રભુનો સંબંધ છે તે આ પ્રમાણે શ્રી મલ્લિનાથની કથા અપર વિદેહક્ષેત્રને વિષે સલિલાવતી વિજયમાં વીતશોકા નગરીને વિષે મહાબલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને વૈશ્રમણ, ચંદ્ર, ઘરણ, પૂરણ, વસુ અને અચલ નામે છ મિત્રો હતા. અન્યદા તે બાલમિત્રોની સાથે તેણે દીક્ષા લીધી, અને તેમની સાથે માસક્ષમણ વગેરે તપસ્યા કરવા લાગ્યો; પરંતુ તેમનાથી તપમાં વધવા માટે રોગનું બહાનું કાઢી તપને અંતે તે પારણું કરતો નહીં, અને તપોવૃદ્ધિ કરતો હતો. આવી રીતે માયાથી અધિક તપ કરવા વડે પોતાના મિત્ર સાધુની વંચના કરવાથી તેણે સ્ત્રીવેદ બાંધ્યો, અને વીશ સ્થાનકની આરાધના નિમિત્તે ઉગ્ર તપ કરવાથી તીર્થંકર નામકર્મ પણ સંપાદન કર્યું. અંતે તે છ મિત્રો સાથે ચારિત્ર પાળી મૃત્યુ પામીને જયંત વિમાનમાં દેવતા થયા. મહાબલનો જીવ ત્યાંથી ચ્યવીને વિદેહ દેશની મિથિલાનગરીમાં કુંભરાજાની સ્ત્રી પ્રભાવતીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયો. જન્મ્યા પછી માતાપિતાએ તેનું મલ્લિ એવું નામ પાડ્યું. બીજા છ મિત્રો જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયા. મલ્લિકુમારી કાંઈક ઉણા સો વર્ષ થયા, એટલે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ મિત્રોની સ્થિતિ જાણી તેમને પ્રતિબોધ કરવા માટે જેની ફરતા છ ગર્ભગૃહ (અંદર દેખી શકાય તેવા ઓરડા) છે એવા એક ઘરમાં પોતાની એક સુવર્ણની પોલી પ્રતિમા કરાવીને મૂકી. તે પ્રતિમાના મસ્તક ઉપર છિદ્ર કરાવ્યું, અને તેને કમળ વડે ઢાંકી રાખ્યું. પછી પ્રતિદિન એક એક ગ્રાસ (આહારનો કવળ) મલ્લિકુંવરી તેમાં નાખવા લાગ્યા. અચળ નામના મિત્રનો જીવ સાકેતનગરને વિષે પ્રતિબુદ્ધિ નામે રાજા થયો હતો. એક વખતે તે રાજા પ્રિયા સાથે નાગદેવની યાત્રાને અર્થે ગયો. ત્યાં અતિ મોટી પુષ્પદામની આભૂષણથી ભૂષિત પોતાની પ્રિયાને જોઈ વિસ્મય પામીને રાજાએ મંત્રીને કહ્યું કે, ‘હે મંત્રી! તમે આવું પુષ્પઆભૂષણ કોઈ ઠેકાણે જોયું છે?’ મંત્રી બોલ્યો-‘હે દેવ! તેમાં શો આગ્રહ ! ત્રણ જગતમાં કુંભ રાજાની પુત્રી મલ્લિકુમારીનું સ્વરૂપ ઘણું આશ્ચર્યકારી છે, અને તેના જેવી પુષ્પાભરણની શોભા ક્યાંય પણ જોવામાં આવતી નથી.' મંત્રીનાં આવા વચન સાંભળી રાજા પ્રતિબુદ્ધિને તેના પર પ્રેમ ઉત્પન્ન થયો, તેથી મલ્લિકુમા૨ીની માગણી કરવા માટે એક દૂતને મોકલ્યો. બીજા મિત્ર ઘરણનો જીવ ચંપા નગરીમાં ચંદ્રચ્છાય નામે રાજા થયો હતો. એક વખત અર્હન્નક નામે કોઈ વહાણવટી શ્રાવકે આવી રાજાને દિવ્ય કુંડલ ભેટ કર્યાં. રાજાએ પૂછ્યું, ‘પૃથ્વી પર ફરતાં કાંઈ આશ્ચર્ય તારા જોવામાં આવ્યું છે?’ તે બોલ્યો-‘સ્વામી! હું સમુદ્રમાં વહાણ લઈને જતો હતો, ત્યાં કોઈ દેવતાએ આવી મારા વહાણને ડોલાવીને કહ્યું કે, ‘તું જૈન ધર્મ છોડીને મારો આશ્રય કર તો હું તારા વહાણને તારું.' બીજા પણ ઘણા ઉપસર્ગ કર્યા તથાપિ હું નિશ્ચળ રહ્યો. તેથી તેણે પ્રસન્ન થઈ મને ચાર કુંડલ આપ્યાં. તેમાંથી એક કુંડલની જોડી મેં કુંભરાજાને ભેટ કરી. તેણે પોતાની પુત્રી મલ્લિકુમારીના હાથમાં તે આપી. હે રાજા! એ કન્યા વિશ્વને આશ્ચર્ય કરનારી મારા જોવામાં આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy