SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ સ્તિંભ ૯ પ્રવરદેવ નામે કોઈ ગૃહસ્થ રહેતો હતો. તેનું કુળ છિન્નભિન્ન થઈ ગયું હતું અને તે નિરંતર અવિરતિપણે સર્વભક્ષી હતો. એકદા તેને અજીર્ણ થવાથી કુષ્ઠરોગ થયો. લોકોએ તેને ધિક્કારવા માંડ્યો. એક વખતે કોઈ મુનિને જોઈને તેણે પૂછ્યું, “મહારાજ! મને કુષ્ઠરોગ થવાનું શું કારણ છે? અને આ રોગ શી રીતે ઉપશમી જાય? તે કહો.” મુનિ બોલ્યા- ભદ્ર! તારો આત્મા અવિરત હોવાથી અસંતોષીપણાને લીધે તું જ્યાં જ્યાં જે તે વસ્તુ ખાતો હતો, તેથી પ્રબળ અજીર્ણ થવાને લીધે તને કુષ્ઠરોગ ઉત્પન્ન થયો છે. જો હવે વિરતિ થઈ ચતુર્વિઘ આહારનું પરિમિત ભોજન કરીશ તો તારા રોગનો ક્ષય થશે.” મુનિનાં વચનથી તેણે ત્યારથી એક અન્ન, એક વિગઈ, એક શાક અને પ્રાસુક જળ લેવાનો નિયમ કર્યો. એમ મિતભોજી થવાથી અનુક્રમે તે નીરોગી થઈ ગયો. પછી જેણે ઘર્મનું માહાસ્ય જાણ્યું છે એવો તે નિષ્પા૫ વૃત્તિથી વ્યાપાર કરતાં અનુક્રમે કોટિ પરિમિત ઘનવાળો થયો; પરંતુ પોતે ભોગપભોગથી પરામુખ થઈ નિયમિત આહારનું જ ભોજન કરનાર અને સુપાત્રને દાન આપનાર થયો. એક વખતે દુકાળના સમયમાં તે પ્રવરદેવે લાખો મહર્ષિઓને પ્રાસુક વૃતાદિકનું દાન દીધું અને લાખો સાથર્મીઓનો પ્રચ્છન્ન દાન આપીને ઉદ્ધાર કર્યો. એવી રીતે યાવજીવિત અખંડિતપણે વ્રત પાળી છેવટે મૃત્યુ પામીને તે સૌઘર્મ દેવલોકમાં શકેંદ્રનો સામાનિક દેવતા થયો. એક વખતે તે દેવ સ્વર્ગના ચૈત્યોને નમસ્કાર કરતાં પોતાના મૃત્યુને નજીક જાણીને આ પ્રમાણે વિચારવા લાગ્યો કે, “જ્ઞાન દર્શનથી શુદ્ધ એવા શ્રાવકના કુળમાં દાસ થવું તે ઉત્તમ છે પણ મિથ્યાત્વથી મોહિત બુદ્ધિવાળા ચક્રવર્તી થવું તે ઉત્તમ નથી.” આવી ભાવના ભાવતાં ત્યાંથી ચ્યવીને આ નગરમાં શુદ્ધબોઘ નામના શ્રાવકને ઘેર વિમલા નામની પત્નીના ઉદરમાં તે ઉત્પન્ન થયો. તેના જન્મથી અને શુભ ગ્રહચાર વગેરેના યોગથી જે દુષ્કાળ પડવાનો હતો તે નષ્ટ થયેલ છે.” આવું ગુરુનું વચન સાંભળી રાજા વિસ્મય પામ્યો અને રાણી વગેરે પરિવાર સહિત તે શુદ્ધબોઘ શ્રાવકને ઘેર ગયો. ત્યાં સર્વ લક્ષણસંપન્ન પુત્રને જોઈ રાજા બહુ ખુશી થયો. પછી તેને પોતાના ખોળામાં બેસાડી રાજાએ આ પ્રમાણે એક શ્લોક કહ્યો मूर्त्तिमानिव धर्मस्त्व-मित्थं दुर्भिक्षभंगकृत् । इति तस्याभिधा धर्म, इति धात्रीभृता कृता ॥१॥ ભાવાર્થ-“હે વત્સ! તું જાણે મૂર્તિમાન ઘર્મ હોય તેવો છે અને દુકાળનો ભંગ કરનાર છે, તેથી હું રાજા તારું નામ “ઘર્મ” એવું પાડું છું. - હવેથી હું તારો કોટવાળ છું અને તું ઘર્મરાજા છે.” આ પ્રમાણે કહી રાજા ઘેર ગયો. પછી તે ઘર્મકુમાર યૌવનવયમાં ઘણી રાજકન્યાઓ પરણ્યો. તે રાજાના પુણ્યથી નિરંતર સુભિક્ષ વગેરે થયા અને સર્વત્ર અદ્વૈતપણે હર્ષ પ્રવર્યો. સમતિ મૂળ બાર વ્રતનો આરાઘક તે ઘર્મરાજા અનેક ભોગ ભોગવી અનુક્રમે દીક્ષા લઈ તે જ ભવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિને પ્રાપ્ત થયો. આ પ્રમાણે તે ઘર્મરાજાના બે ભવનું વૃત્તાંત સાંભળીને જૈનધર્મમાં તત્પર એવા શ્રાવકોએ સાતમું વ્રત અંગીકાર કરવું.” For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy