SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૫ આકારે મસ્તકને ઢાંકવાનો વસ્ત્રનો બુરખો ચિરકાળ રહેશે. તારી પછવાડે પણ પરંપરાએ આ જિલ્લાનું ચિહ્ન મારી આજ્ઞાથી રાખવું, કે જેથી પૃથ્વીમાં મારી બહેનની પ્રતિજ્ઞા પૂર્ણ થયેલી વિખ્યાત થાય.” તેણે આ સર્વ અંગીકાર કર્યું. ‘બળવાનની સાથે કોણ વિરોધ કરે? પછી કુમારપાળે આનાક રાજાને કાષ્ઠના પાંજરામાં ત્રણ દિવસ સુધી પૂરી પોતાના સૈન્યમાં રાખ્યો. જે સામંતો દ્રવ્યથી ખૂટેલા હતા તે ઘણા લતિ થયા; પરંતુ ગુર્જરપતિએ ગંભીરપણાને લીધે તેમને કાંઈ પણ ઉપાલંભ આપ્યો નહીં. પછી આનાક રાજાને તેનું રાજ્ય પાછું આપી પોતાની આજ્ઞા મનાવીને કુમારપાળ રાજા પાટણમાં આવ્યા. ત્યારથી “મારી' એવા અક્ષરો પણ કોઈ બોલતું નહોતું. એક સમયે કોઈ બ્રાહ્મણ હેમચંદ્રસૂરિની કીર્તિને સહન ન કરવાથી તેમને આવતા દેખી આ પ્રમાણે નિંદા કરવા લાગ્યો કે-“અરે! આ હેમડ સેવડો કે જેના કાંબળામાં લાખો જૂઓની શ્રેણી ચાલી જાય છે, દાંતના મળથી મુખમાં દુર્ગધ છૂટે છે, નાકમાં છિદ્રોનો રોઘ થવાથી ભણવામાં ગણગણાટ કરે છે તે લપલપાટ કરતો ભરવાડની જેમ આવે છે.” આ પ્રમાણે નિંદા સાંભળી સૂરિ બોલ્યા–“અરે પંડિત! “વિશેષi પૂર્વ આ સૂત્ર શું તું નથી ભણ્યો કે જેથી આ શ્લોકમાં “હેમડ સેવડ' બોલ્યો? ત્યાં તો “સેવડ હેડ” એમ બોલવું જોઈએ.” કુમારપાળે આ ખબર સાંભળી તે બ્રાહ્મણની આજીવિકા છેદી નાખી, જેથી તેનો અસ્ત્ર વગર વઘ કર્યો. ત્યારથી તે બ્રાહ્મણ દુઃખે જીવવા લાગ્યો. એક વખતે કોઈ કવિ દેવ જેવું કૃત્રિમ રૂપ કરી હાથમાં લેખપત્ર લઈ કુમારપાળની સભામાં આવ્યો. કોઈએ તેને ઓળખ્યો નહીં. રાજાએ પૂછ્યું, “તું કોણ છે? અને ક્યાંથી આવે છે?” તે બોલ્યો-“રાજન્! મને ઇંદ્ર આ લેખ આપી મોકલ્યો છે.” રાજાએ લેખ ફોડીને વાંચ્યો. તેમાં આ પ્રમાણે લખ્યું હતું–“સ્વસ્તિશ્રી પાટણ નગરમાં રાજગુરુ શ્રી હેમચંદ્રસૂરિને હર્ષથી નમી ઇંદ્ર વિજ્ઞપ્તિ કરે છે કે, “હે ભગવન્! ચંદ્રનું ચિહ્ન મૃગ, યમરાજનું વાહન મહિષ (પાડો), વરુણનું વાહન જલજંતુ અને વિષ્ણુના અવતાર મત્સ્ય, કચ્છપ અને વરાહ તેમના કુલમાં તમે અભયદાન અપાવ્યું તે બહુ સારું કર્યું. પૂર્વે શ્રી વિરપ્રભુ જેવા ઘર્મવક્તા અને બુદ્ધિમાન અભયકુમાર જેવો મંત્રી છતાં પણ શ્રેણિકરાજા જે કરી શક્યા નહીં તેવી જીવરક્ષા જેના અમૃતરસ જેવાં વચન સાંભળી કુમારપાળ રાજાએ કરી છે, તે હેમચંદ્રગુરુને ઘન્ય છે.” આ પ્રમાણેનો લેખ વાંચ્યા પછી તે કવિને ઓળખીને ઘર્મનું માહાસ્ય સાંભળવાથી સંતુષ્ટ થયેલા પરમાર્હત્ કુમારપાળે તે કવિ બ્રાહ્મણની આજીવિકા બમણી કરી આપી. એક વખત કુમારપાળ ઘેબર જમતો હતો, ત્યારે તેને કાંઈક મળતાપણાથી પૂર્વે કરેલું માંસભક્ષણ યાદ આવી ગયું. એટલે તત્કાળ ખાવું બંઘ કરી સૂરિ પાસે જઈને પૂછ્યું કે “સ્વામી! અમારે ઘેબરનો આહાર કરવો ઘટે કે નહીં?” ગુરુ બોલ્યા–“તે વણિક અને બ્રાહ્મણને ઘટે, પણ અભક્ષ્યનો નિયમ રાખનારા ક્ષત્રિયને ઘટે નહીં, કારણ કે તે ખાવાથી પૂર્વે કરેલા નિષિદ્ધ (માંસ) આહારનું સ્મરણ થઈ આવે છે.” ગુરુની કહેલી આ વાત કુમારપાળે સ્વીકારી પરંતુ પૂર્વે કરેલા માંસભક્ષણનું સ્મરણ કરતાં બત્રીશ ગ્રાસ ભર્યા હતા તેના પ્રાયશ્ચિત્તમાં એક સાથે ઘેબરના વર્ણ સદ્ગશ બત્રીશ વિહારો કરાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy