SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૭ અંતઃપુરની સ્ત્રીઓ પાછળ પાછળ ચાલતી તે યક્ષોના ગુણ ગાવા લાગી. આવી રીતે તેમને દરબારમાં લાવીને એક પવિત્ર સ્થાનકે રાખ્યા; અને સવારને માટે રસોઈ તૈયાર કરવાની રસોઈઆને ના પાડવામાં આવી. પ્રભાતકાળ થતાં ભોજન વખતે પવિત્રપણે તેમની પૂજા કરી રાજએ વિજ્ઞપ્તિ કરી કે, “સ્વામી! પક્વાન્ન તથા દાળ ભાત આપો અને જાતજાતના શાક અને ભોજ્ય પદાર્થ આપો.' એટલે તે ચારે જણે “મવતુ' એમ કહ્યું, પણ કાંઈ થયું નહીં. એટલે રાજાએ કંડીઓ ઉઘાડ્યા. ત્યાં તો તેમાં ચાર પિશાચના જેવા મનુષ્યો જોવામાં આવ્યા. દાઢી, મૂછ અને માથાના કેશ વધ્યા હતા, ડાચાં મળી ગયા હતા, સુઘાથી કૃશ થઈ ગયા હતા અને નેત્ર ઊંડા ઊતરી ગયા હતા. રાજાએ તેઓને માંડ માંડ ઓળખ્યા, એટલે તે હાસ્યમંત્રીઓ કાગડાની જેમ ઉપહાસને પાત્ર થયા. રાજાએ હકીક્ત પૂછી એટલે તેમણે સર્વ વૃત્તાંત જણાવ્યો. તેથી રાજા આશ્ચર્ય પામી મસ્તક ધુણાવવા લાગ્યો, અને શીલવતીનું શીલ, તેની બુદ્ધિને પ્રકાશ અને પુષ્પમાળા ગ્લાનિ ન પામી તેનું કારણ રાજાના જાણવામાં આવ્યું. આથી લોકમાં શીલવતીની મોટી પ્રતિષ્ઠા થઈ. પછી તે દંપતી અનુક્રમે દીક્ષા લઈ પાંચમે દેવલોકે ગયા અને અનુક્રમે મોક્ષને પણ પ્રાપ્ત થશે. આ પ્રમાણે નિર્મલ શીલને ઘારણ કરી તે દંપતી ચિરકાળ ચારિત્રની ઘરાનું વહન કરી પાંચમા દેવલોકમાં ગયા અને ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે.” - - વ્યાખ્યાન ૯૮ શીલનો અચિંત્ય મહિમા શીલવ્રતના મહિમાથી છેદાયેલા અંગો પણ પાછા પ્રગટ થાય છે તે કહે છે छेदात्पुनः प्ररोहंति, ये साधारणशाखीनां । तद्वच्छीन्नानि चांगानि, प्रादुर्योति सुशीलतः॥४॥ ભાવાર્થજેમ અનંતકાય વનસ્પતિને છેદવાથી તે પાછી ફરીને ઊગે છે, તેમ છેદાયેલા અંગો પણ ઉત્તમ શીલથી પાછા ઉત્પન્ન થાય છે. તે ઉપર કલાવતીનો સંબંઘ છે, તે આ પ્રમાણે– કલાવતીની કથા શંખપુર નગરમાં શંખ નામે રાજા હતો. તે એક વખતે સભા ભરીને બેઠો હતો, તેવામાં દત્ત નામે શ્રેષ્ઠી મુસાફરી કરીને ત્યાં આવ્યો. રાજાની પાસે ભેટ ઘરી આગળ બેઠો. એટલે રાજાએ દેશાંતરનું સ્વરૂપ પૂછ્યું, તેણે દેશાંતરનું સ્વરૂપ કહીને એક ચિત્રપટ બતાવ્યું. રાજા તે જોઈને આશ્ચર્ય પામ્યો. પછી પૂછ્યું કે, “આ કોનું ચિત્ર છે?” દત્તે કહ્યું કે, “સ્વામી! વિશાળપુરના સ્વામી વિજયસેન રાજાની પુત્રી કલાવતીનું છે. તે બાળાએ પ્રતિજ્ઞા કરી છે કે, જે પુરુષ મારા ચાર પ્રશ્નોનો ઉત્તર આપી નિર્ણય કરશે તેને હું વરીશ.” તે સાંભળી રાજાએ સરસ્વતી દેવીની આરાઘના કરી અને તેમને પ્રસન્ન કર્યા. શારદા પ્રત્યક્ષ થઈને બોલ્યા કે, “હે વત્સ! તારા કરસ્પર્શથી કાષ્ઠની પૂતળી પણ તને પૂછેલા પ્રશ્નોનો નિર્ણય કરશે.” પછી કૃતાર્થ થયેલો રાજા વિશાળપુર નગરે જઈ સ્વયંવર મંડપમાં બેઠો; એટલે કલાવતી રાજકન્યા જાણે લક્ષ્મીદેવી હોય તેમ સખીઓથી પરવરેલી ત્યાં આવી. પછી કન્યાની આજ્ઞાથી સર્વ રાજાઓના સાંભળતાં પ્રતિહારીએ ઊંચે સ્વરે કહ્યું કે, “હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy