SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૮૭] ચોથા અણુવ્રતના પાંચ અતિચારો ૮૧ એવી બુદ્ધિ કરવી કે, “આ સ્ત્રી કાંઈ પરસ્ત્રી ન ગણાય.” પણ તે ઘારણામાં અજ્ઞાનતા હોવાથી અતિચાર લાગે છે. આ બે માત્ર પરસ્ત્રીત્યાગરૂપ વ્રતવાળાને અતિચાર છે, પણ જેને સ્વદારસંતોષ વ્રત હોય તેને તો અનાચાર જ છે, અર્થાત્ તેમ કરવાથી તેના વ્રતનો ભંગ થાય છે. (૩) પરવિવાહકરણ-ત્રીજા અતિચારમાં બીજાની સંતતિનો કન્યાદાનના ફળની ઇચ્છાથી અથવા સંબંઘ વગેરે કારણથી જે વિવાહ કરાવી આપવો તે અતિચાર જાણવો. શ્રાવકે તો પોતાની સંતતિને વિષે પણ સંખ્યા પરિમાણ કરવારૂપ અભિગ્રહ કરવો. એમ સંભળાય છે કે, “કૃષ્ણ અને ચેટકરાજાને પોતાની સંતતિનો પણ વિવાહસંબંઘ કરવાનો નિયમ હતો.' આ પણ વ્રત પ્રત્યે અંતરસર્ભાવપણું હોવાથી અતિચાર કહેવાય છે. બાકી બ્રહ્મચર્યના મહત્ત્વને જાણનારા અબ્રહ્મ અને સંસારપોષક વ્યવહારથી દૂર જ રહે છે. (૪) તીવ્ર અનુરાગ–કામભોગને વિષે જે તીવ્ર અનુરાગ તે ચોથો અતિચાર છે. (૫) અનંગક્રીડા–પાંચમો અતિચાર અનંગ ક્રીડા-કામપ્રઘાન ક્રીડા. તે પરસ્ત્રીને અઘરચુંબન, આલિંગન વગેરે કરવું તે; અથવા સ્વસ્ત્રીના સંબંઘમાં વાત્સ્યાયનમુનિએ રચેલા કામશાસ્ત્રમાં બતાવેલા ચોરાશી આસન વગેરે સેવવા તે. આ પ્રમાણે ચોથા બ્રહ્મચર્યવ્રતમાં એ પાંચ અતિચાર ત્યાગ કરવા યોગ્ય છે. આ વ્રતને વિષે રોહિણીનું ઉદાહરણ છે તે આ પ્રમાણે - રોહિણીની કથા પાટલીપુરમાં નંદરાજા રાજ્ય કરતા હતા, તે વખતે તે નગરમાં ઘનાવહ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને રોહિણી નામે શીલવતી પ્રિયા હતી. અન્યદા ઘનાવહ શ્રેષ્ઠી સમુદ્રયાત્રા કરવા ગયો હતો અને ઘેર રોહિણી એકલી હતી. તેવામાં એક વખત એવું બન્યું કે રાજાએ રોહિણીને તેના ગોખમાં બેઠેલી જોઈ. તેને જોઈ રાજા કામાતુર થયો; તેથી તત્કાળ દાસીને રોહિણીની પાસે મોકલી. દાસીએ ત્યાં જઈને કહ્યું કે, “હે રોહિણી! તમારું પુણ્ય મોટું લાગે છે કે જેથી નંદરાજા તમારું આલિંગન કરવાના અભિલાષી થયા છે. આ સાંભળી રોહિણીએ ચિંતવ્યું કે, “અહો! મૂઢ લોકો પોતાના કુળઘર્મને પણ ત્યજી દેતાં શરમાતા નથી. તેથી આ રાજા ઉન્મત્ત હસ્તીની જેમ મારા શીલરૂપ વૃક્ષને ઉખેડી નાખશે, માટે કોઈ ઉપાયથી તેને સમજાવવો યોગ્ય છે.” આમ વિચારી તેણે દાસીને કહ્યું કે, “હે ભદ્ર! આજ રાત્રે તું રાજાને મારે ત્યાં મોકલજે.' દાસીનાં વચનથી રાજા હર્ષ પામીને રાત્રે તેને ઘેર આવ્યો. રોહિણીએ ભૂમિ તરફ દ્રષ્ટિ રાખી તેનો યોગ્ય સત્કાર કર્યો. પછી ભોજનને માટે પોતાના ગૃહમાંથી જુદા જુદા વેષ ઘરનારી સ્ત્રીઓ પાસે સુવર્ણના, રૂપાના અને કાંસા વગેરેના નવી નવી જાતના પાત્રો મુકાવ્યા અને તેમાં તે દાસીઓએ ખાવામાં એક જ રસ આપે એવા પણ જુદા જુદા વર્ણના ભોજ્ય પદાર્થો જુદા જુદા અનેક ઓરડામાંથી લાવી લાવીને મૂક્યા. રાજાએ જુદા જુદા પાત્રોમાંથી રસનો સ્વાદ લેવા માંડ્યો. તથાપિ બઘા પાત્રમાંથી એક જ સ્વાદવાળો રસ આવવાથી તે વિસ્મય પામ્યો. જેથી તેણે રોહિણીને પૂછ્યું કે, “મુશ્કે! આ જુદા જુદા પાત્ર છતાં અને તેમાં જુદા જુદા વર્ણવાળી વસ્તુ છતાં તેનો રસ એક જ પ્રકારનો આવે છે, તેનું શું કારણ ? Jain Educati (M4124 25 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy