________________
૩૮
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨
[સ્તંભ ૫ લાગ્યો. આ પ્રમાણે સોળ વર્ષ સુધી કરી રૌદ્રધ્યાનવડે મૃત્યુ પામીને તે સાતમી નરકે ગયો. કહ્યું છે કે-“વડગુંદાને બ્રાહ્મણના નેત્રની બુદ્ધિએ ચોળતો છેલ્લો બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી અનુબંઘ હિંસાના યોગથી સાતમી નરકે ગયો.”
વ્યાખ્યાન ૭૨
હિંસકની હિંસા પણ વર્ચ હવે કેટલાક માણસો બીજા જીવોની હિંસા કરનારા હિંસક જીવોને મારી નાખવામાં ઘર્મ માને છે તેઓને માટે શિક્ષા કહે છે–
केचिद्वदंति हंतव्याः, प्राणिनः प्राणिघातिनः ।।
हिंस्त्रस्यैकस्य घाते स्याद्रक्षणं भूयसां किल ॥१॥ ભાવાર્થ-કેટલાક કહે છે કે, જે બીજા પ્રાણીઓની હિંસા કરનારા પ્રાણીઓ હોય, તેમને મારી નાખવા; કારણ કે તેવા એક હિંસક પ્રાણીના ઘાતથી બીજા અનેક જીવોનું રક્ષણ થાય છે. અર્થાત્ જે સર્પ માર્જર વગેરે હિંસક પ્રાણીઓ છે તેમને મારવામાં દોષ નથી.
. પણ આ તેમનો વિચાર અયુક્ત છે, કારણ કે તેવો વિચાર કરીશું તો આ આર્યક્ષેત્રમાં પણ અહિંસક પ્રાણીઓ ઘણા થોડાં મળી શકશે, તેથી તેવા નિર્ધ્વસ પરિણામનો ત્યાગ કરવો.
વળી કોઈ કહે છે કે, “નિર્વાહ માટે મત્સ્ય તથા ઘાન્ય વગેરેના ઘણા જીવોને શા માટે હણવા? એક મોટા હાથીને મારવો કે જેથી ઘણા કાળ સુધી નિર્વાહ ચાલે.” આ પ્રમાણે માનનારાને આદ્રકુમારના પ્રબંઘ દ્વારા શિખામણ દે છે.
આર્ટિકમારની કથા મગઘદેશમાં શ્રેણિક નામે રાજા હતો. તેણે એક વખતે પૂર્વજની પ્રીતિ વધારવા માટે પોતાના મંત્રીની સાથે આÁકરાજાને કેટલીક ભેટ મોકલી. મંત્રીએ આ દેશમાં જઈ ત્યાંના રાજાની આગળ ભેટ મૂકી. પછી પરસ્પર કુશલવાર્તા પૂછી. તે વખતે આÁકરાજાના પુત્ર આર્દ્રકુમારે શ્રેણિકરાજાના મંત્રીને પૂછ્યું કે, “તમારા રાજાના કુમારનું નામ શું છે?” મંત્રીએ કહ્યું કે, તેમનું નામ અભયકુમાર છે. તે મહા ઘર્મજ્ઞ છે, અને પાંચસો મંત્રીઓના અધિપતિ છે. શું તેમનું નામ તમારા સાંભળવામાં પણ નથી આવ્યું?” મંત્રીના આ પ્રમાણેનાં વચનો સાંભળી આર્દ્રકુમારે અભયકુમારને માટે મોતી વગેરે ભેટ મોકલાવ્યા. અનુક્રમે મંત્રી રાજ્યગૃહી નગરીમાં આવ્યો અને ત્યાંથી આપેલી ભેટ શ્રેણિક રાજાને અને અભયકુમારને આપી. પછી અભયકુમારને કહ્યું કે, “આર્દ્રકુમાર તમારી સાથે મૈત્રી કરવા ઇચ્છે છે.” તે સાંભળી અભયકુમારે વિચાર્યું કે, “એ કોઈ ભવ્ય જીવ વ્રતની વિરાધના કરવાથી અનાર્ય દેશમાં જન્મેલો લાગે છે, કારણ કે, અભવ્ય કે દૂરભવ્ય તો મારી સાથે મૈત્રી કરવાને ઇચ્છતા જ નથી. પ્રાયઃ સમાન ઘર્મીઓને જ પરસ્પર પ્રીતિ થાય છે.” હવે હું તેની ઉપર આહંતુ બિંબ મોકલાવું કે જેને જોઈને તે જરૂર પ્રતિબોધ પામશે.” આવું વિચારી અભયકુમારે એક પેટીમાં રત્નમય આહંતુ પ્રતિમા મૂકીને તે તેને ભેટ તરીકે મોકલાવી. મંત્રીએ તે પેટી લઈ જઈ આર્દ્રકુમારને એકાંતમાં આપી અને પ્રણામ કરીને સ્વસ્થાને ગયો. આદ્રકુમારે પેટી ઉઘાડી એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org