Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री प्रियदर्शन
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવીય પ્રેમની ઉત્કૃષ્ટ અનુભૂતિ
લેખક શ્રી પ્રિયદર્શન
પ્રકાશક
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા, તા. જિ. ગાંધીનગર - ૩૮૨૦૦૭
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનઃ સંપાદન
જ્ઞાનતીર્થ - કોબા
બીજી આવૃત્તિ ચૈત્ર વદ-૯, વિ.સં. ૨૦૦૫, ૧૯ એપ્રિલ ૨૦૦૯
મૂલ્ય
ડીલક્સ : રૂ. ૧૫.૦૦ જનરલ : રૂ. ૭૦.૦૦
આથિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર
પ્રકાશક શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર
કોબા, તા.જિ.ગાંધીનગ૨ - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨૫૨
email: gyanmandir@kobatirth.org
website : www.kobatirth.org
© શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા
મુદ્રક
નવપ્રભાત પ્રિન્ટર્સ, અમદાવાદ ફોન નં. ૯૮૨૫૫૯૮૮૫૫
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया.जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए.
For Private And Personal use only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરન્ત જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતુ લોકપ્રિય સાહિત્ય છે.
પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કંઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણા પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાત પૂજય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પધસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો.
વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુનઃપ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા.
તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કે સંસ્થાના શ્રતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું.
શ્રી પ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુનઃપ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત શ્રી તુલસા ગ્રંથનું પુન:પ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આ સાહિત્ય સર્વ-સુલભ બને એ માટે જ્ઞાનસારના પ્રકાશનથી વધુ કીમતવાળી ડીલક્સ આવૃત્તિ કે જે પાકા પૂંઠાની અને ઊંચા જાતના કાગળ પર છપાએલ હોય છે, અને ઓછી કીમતવાળી સાદી-જનરલ આવૃત્તિ કે જે કાચા પૂંઠાવાળી અને સામાન્ય કાગળ ઉપર છપાએલી હોય છે, એમ બે
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારની આવૃત્તિઓ છાપવાનું ચાલુ કર્યું છે.
શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહ્યોગ મળતો રહેશે.
આ આવૃત્તિનું પ્રફરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ શાહ તથા ફાઈનલ પ્રફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જૈન, શ્રી આશિષભાઈ શાહનો અને આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કપ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ તથા શ્રી સંજયભાઈ ગુર્જર તેમજ શ્રી મુયરભાઈ શાહનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.
આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સા ની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદા બાપને લાભદાયક થશે.
અન્ત, નવા કલેવર તથા સજ્જા સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ.
પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી.
ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાથન
સુલસા એટલે માનવીય મર્યાદિત પ્રેમનો પરમ ચૈતન્ય પ્રત્યેના પ્રેમમાં થયેલો વિસ્તાર, ભગવાન મહાવીર પ્રત્યેનો માનવસહજ પ્રેમમાંથી વિકસેલા પરમ ચૈતન્યસ્વરૂપ મહાવીર પ્રત્યેનો પ્રેમ એ સુલસાનો - મનુષ્યચેતનાનો વિકાસ-
વિસ્તાર છે. ગÉ થી કર્ણ સુધીનો, 'તમે મારા છો', 'હું તમારી છું' સુધીની ભાવયાત્રા! સર્વસમર્પણ-ભાવનો પ્રાદુર્ભાવ. સુલસાના મહાવીર સાથેના, અને એ દ્વારા માનવમાત્ર માટે શક્ય એવા આત્મા-પરમાત્માના સંબંધના રહસ્યને ઉઘાડી આપે છે.
મહાવીર મનુષ્યદેહે લૌકિક છતાં અલૌકિક હતા. એમની સાથેનો સુલતાનો સંબંધ નામ પૂરતો જ ન હતો. મહાવીર સુલતાના પાર્થિવ અને ભાવમય જગતમાં સંપૂર્ણપણે વ્યાપ્ત હતી. સુલસાએ ઘણીવાર પ્રભુ વીર રાજગૃહીના પરિસરમાં હોય ત્યારે એમનાં ચૈિતન્ય-સ્પંદનો અનુભવેલાં હતાં.
સુલસા જિનશાસનનું, ભારતીય સંસ્કૃતિનું વિરલ વ્યક્તિત્વ છે. આ સુલસાની ગણના સતી સાધ્વી સ્ત્રીમાં થઈ છે. એ મહાવીરને પ્રેમ કરે છે. એ વીરમય બની છે. એની વિચક્ષણતા, ચારિત્ર્યશીલતા અને શ્રદ્ધાની કસોટીમાંથી એ હેમખેમ પાર ઊતરી છે.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના, ૨૫૦૦ વર્ષ પૂર્વેના, સુવર્ણકાળમાં મેં મારા સાધુજીવનનાં ૪૭ વર્ષના ગાળામાં અનેકવાર પરિભ્રમણ કર્યું છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં લખાયેલાં પ્રભુ મહાવીરનાં જીવનચરિત્રોનું અવગાહન કરવાનો, એક પ્રવચનકાર તરીકે, એક ધર્મકથા કરનાર તરીકે વારંવાર અવસર મળ્યો છે. પ્રભુ મહાવીરના ૧૪ હજાર શિષ્યો-સાધુઓ હતા, ૩૬ હજાર શિષ્યાઓ-સાધ્વીઓ હતાં અને લાખોની સંખ્યામાં એમના અનુયાયી શ્રાવક-શ્રાવિકાઓ હતાં. એમાં મને ખૂબ આકર્ષનારા સાધુ હતા સિંહ અણગાર. પ્રભુ પ્રત્યેનો તેમનો પ્રેમ કેવો હતો... એ તમને આ વાર્તામાં વાંચવા મળશે. જ્યારે ગોશાલકે પ્રભુ વીર પર “તેજલેશ્યા' મૂકી. એનાથી પ્રભુને દેહ ઝંખવાયો, લોહીના ઝાડા થયા... ત્યારે જંગલમાં રહીને તપ.. ધ્યાન આદિમાં લીન રહેનારા એ સિંહ અણગાર પોકે પોકે રડવા લાગ્યા હતા,
ભગવાન મહાવીર દેવે જ્ઞાનના પ્રકાશમાં રુદન કરતા સિંહ અણગારને જોયા, અને બે સાધુઓને એમની પાસે મોકલીને બોલાવી લીધા પોતાની પાસે!
એવી રીતે ૩૬ હજાર સાધ્વીઓમાં અને વધુમાં વધુ આકર્ષણ રહ્યું છે સાધ્વી ચંદનબાળાનું લાખો શ્રાવકોમાં મારું મન મોહે છે આનંદ શ્રાવક! અને લાખો
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવિકાઓમાં ચિત્તને હરી લેનારાં છે સુલતા!
એમના પ્રેમયોગે એમને પરમની સમીપે પહોંચાડ્યાં હતાં. એને ભક્તિયોગ કહો અથવા હૃદયયોગ કહો! એમના હૃદયમાં... એમના સમગ્ર અસ્તિત્વમાં પ્રભુ વીર વણાયેલા હતા. એથીય વિશેષ પ્રભુ વીરની ચેતનામાં સુલતાની ચેતના ઓતપ્રોત હતી, એ વાત મને ખૂબ સ્પર્શી ગઈ છે. એમની પરમાત્મા પ્રત્યેની નિષ્ઠા, શ્રદ્ધા, ભકિત અને પ્રેમ... આ બધાંની પરીક્ષા દેવરાજ ઇન્દ્ર લીધી હતી!
આચાર્યશ્રી જયતિલકસૂરિજી સમ્યક્ત-સંભવ” કાવ્યમાં લખે છે : सत्वेन तस्याः सुरनायकेन चक्रे प्रशंसाऽवधिना विलोक्य! शश्वद्गुणग्राहपरा भवंति, स्वयं हि सन्तः सुकृतैकचित्ताः ।।४४।। सर्गः २
ઇન્દ્ર પોતાના સેનાપતિ હરિણનૈગમેથી દેવને પરીક્ષા કરવા મોકલે છે. અને સુલાસા સો ટકા ગુણાંકથી ઉત્તીર્ણ થાય છે!
તે પછી પ્રભુ મહાવીરના “ધર્મલાભના આશીર્વાદ કહેવા તત્કાલીન મહાન યોગી આકાશગામી અંબડ પરિવ્રાજક રાજગૃહી નગરીમાં જઈને સુલસાના પ્રભુપ્રેમની કસોટી કરે છે. એ કસોટીમાં એ તસુભાર પણ ખોટાં ઊતરતાં નથી... - સુલતાનો પ્રભુપ્રેમ, સુલસાનું જ્ઞાન, સુલસાની સુવિશુદ્ધ ચારિત્રશીલતા, સુલસાનું ઔચિત્યપાલન, સુલતાનો પ્રભુ મહાવીરના ધર્મતીર્થ પ્રત્યેનો અથાગ સ્નેહ... આ બધું મને ખૂબ ગમ્યું છે અને મેં આ પુસ્તકમાં શબ્દદેહ આપવાનો પ્રયત્ન કર્યો છે. હશે ક્ષતિઓ, ભાષાદોષો અને કાવ્યોની રચનાઓમાં ભૂલો! પરંતુ સુજ્ઞ વાચકો મને ક્ષમા આપશે.. અને મારા હૃદયની ઊર્મિઓ તરફ જોશે.
મેં ભગવાન મહાવીર દેવની સાથે સંકળાયેલી ઘણી ઘટનાઓને આ વાર્તામાં વણી લેવા પ્રયત્ન કર્યો છે. ભગવાન મહાવીર જેમ વીતરાગ હતા તેમ પ્રેમના મહાસાગર હતા! પ્રભુનો પ્રેમ એમની વીતરાગતામાં બાધક નથી બન્યો.
હું એક જૈન સાધુ છું. હું મારી કેટલી દૃઢ મર્યાદાઓ જાણું છું. છતાં આ પ્રયત્ન ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” આ આર્ષ-વચનને અનુસરીને મેં કર્યો છે! ભલે કંઠ સૂરીલો નથી, વાજિંત્રો ભાંગ્યાં-તૂટ્યાં છે. છતાં ગાયું છે.. ન ગમે તો સાંભળવા તમે બંધાયેલા નથી.
મેં “સુલસા' લખવામાં મુખ્ય નીચેના ગ્રંથોનો આધાર લીધો છે : ૦ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર (કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ કૃત) સંસ્કૃત ૦ “સમ્યક્ત-સંભવ” કાવ્ય (આચાર્ય જયતિલકસૂરિ કૃત) સંસ્કૃત ૦ મૂળશુદ્ધિ (આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ વિરચિત) પ્રાકૃત ૦ તીર્થંકર મહાવીર : ભાગ ૧-૨ (આચાર્ય વિજયેન્દ્રસૂરિ કૃત) હિન્દી
તદુપરાંત જે જે આગમ ગ્રંથોમાં “સુલતા” માટે લખાયેલું છે, ભગવાન મહાવીર દેવના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ સાથેના સંબંધો, વાર્તાલાપો વગેરે લખાયેલું છે,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનો પણ આધાર લીધો છે.
છતાં, જેવું શાસ્ત્રોમાં છે તેવું જ અહીં નથી લખી નાખ્યું. એ કથનો ઉપર વર્ષોથી ચિંતન-મનન અને અવગાહન કરેલું છે. અનુપ્રેક્ષા કરેલી છે... અને એ બધું આત્મસાત્ કરી આ લખવાનો પ્રયત્ન કર્યો છે. સુલસા અને ભગવાન મહાવીરના દિવ્ય... દિવ્યાતિદિવ્ય પ્રેમની અભિવ્યક્તિ કરવા પાછળ એક આશય એ પણ છે કે “આવો પ્રેમ પ્રત્યેક મનુષ્ય કરી શકે છે! જો એને પ્રભુ ગમતા હોય ને પ્રભુને પામવા હોય!' પ્રેમમાં તર્કને-બુદ્ધિને ઝાઝું સ્થાન નથી હોતું. તર્ક તો પ્રેમમાં બાધક હોય છે. પ્રેમ તર્કથી ઘણી ઉપરની વાત છે. એ અનુભવનું તત્ત્વ છે. તર્કના ગજથી પ્રેમના પવિત્ર વસ્ત્રને માપવાનો બાલિશ પ્રયત્ન કરાય જ નહીં.
આ લખતાં લખતાં. મેં મારા ભાવલોકમાં પ્રભુ મહાવીરનું તાદાભ્ય અનુભવ્યું છે. મારી રોમરાજી વિકસ્વર થઈ છે. સુલતાને નિકટથી જોયાં છે... એમના અંતરતમના ભાવો મને સ્પર્યા છે... એમને ભગવાનમાં તન્મય થતાં, ભગવાનમાં મનભાવન ગીત ગાતાં... ભગવાનના સમવસરણમાં સંભ્રમપૂર્વક દોડી જતાં... પ્રભુને અનિમેષ નયને નિહાળ્યા કરતાં... પ્રભુની દિવ્ય વાણી સાંભળીને ગદ્ગદ્ થતાં.. પ્રભુના ગુણો-પ્રભાવોને ગાતાં. આ બધાં સ્વરૂપે મેં જોયાં છે! સુલસાના આ પ્રભુપ્રેમનો રણકાર એટલો બુલંદ, શુદ્ધ, સૂરીલો અને મનભાવન, પ્રાણપ્રિય તથા હૃદયસ્પર્શી છે કે તે આપણા શ્રદ્ધાદીપને પ્રજ્વલિત કરી આપણને પ્રભુપરાયણ રાખી શકે છે.
બત્રીસ પુત્રોના એકસાથે થયેલા અવસાનથી ઘોર આક્રંદ કરતાં પણ જોયાં છે. એમના દ્વારે મગધસમ્રાટ શ્રેણિકને ને બુદ્ધિાનિધાન અભયકુમારને આવેલા જોયા છે! રાજપરિવાર સાથેના એમના સંબંધોને પણ આ પુસ્તકમાં આલેખ્યા છે. રાજપરિવારની સુલસા પ્રત્યેની આદરભાવના અને પૂજ્યતાની લાગણી પણ વર્ણવી છે.
ભગવાન મહાવીરે રાજગૃહીમાં જ સૌથી વધારે ચાતુર્માસ વિતાવ્યા હતા. અને સુલસા રાજગૃહીમાં રહેતાં હતાં. ચાતુર્માસ સિવાયના કાળમાં પણ પ્રભુ અનેકવાર રાજગૃહીના “ગુણશીલ ચૈત્યમાં પધારતા હતા, તેથી સુલતાનો પ્રેમ નિરંતર વર્ધમાન બન્યો હતો.
નવા વાચકો કદાચ દેવોના આગમનની વાતને અતિશયોક્તિ માને, પરંતુ તે અતિશયોક્તિ નથી, યથાર્થતા છે. એ કાળે, તીર્થકર ભગવાન મહાવીરના વિશિષ્ટ પ્રભાવથી આકર્ષાઈને એક કરોડ દેવો પ્રભુની આસપાસ-અવકાશમાં રહેતા હતા. ત્યારની પ્રજા દેવ-દેવીનાં દર્શન કરી શકતી હતી. આ વાતને શ્રદ્ધાથી સ્વીકારવી જ રહી.
લગભગ ૨૫૦ પાનામાં પથરાયેલી આ વાર્તા લખાઈ છે મારી માંદગીના બિછાનેથી! એનો યશ મારે મારા બે અંતેવાસીઓને આપવો છે. મુનિ પદ્મરત્ન અને મુનિ ભદ્રબાહુ! મુનિ પવારન મારી બાહ્ય સેવા ખડેપગે કરી રહ્યા છે, જ્યારે ભદ્રબાહુ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદૈવ મારી ચેતનાને ઢંઢોળતો રહ્યો છે. મારી અને એનો પણ પ્રેમયોગ ભક્તિયોગ રચાયા છે! એ કહે છે, 'તમે મારા હૃદયમાં છો.' હું કહું છું, 'તું મારા અસ્તિત્વમાં ભળી ગયો છે!' સતત મારા તનની શુશ્રુષા સાથે મારી લેખનપ્રવૃત્તિમાં તે સહયોગી અને સહયાત્રી બન્યો છે. આ બંને મારા અંતેવાસી મુનિઓને હું આ પ્રસંગે મારા અંતરના આશીર્વાદ તો આપે જ છું; સાથે સાથે મારું ઉપાર્જિત પુણ્ય પણ આપી દઉં છું, જે પુણ્ય એમને ઊર્ધ્વગામી બનાવે!
સાથે સાથે દોઢ-દોઢ વર્ષથી જેમના પૂર્ણ સુવિધાવાળા મકાનમાં અમને રાખી, અમારી બધી જ કાળજી રાખનારાં અશોકભાઈ કાપડિયા-દેવીબહેન કાપડિયા અને એમના પરિવારને ક્યારેય ભુલાય નહીં. તેઓ રોજ આવે છે ને રોજ પૂછે છે : 'સુલતા કેટલું લખાયું? કેટલાં પાનાં લખાયાં?' હું લખું છું, તેઓ ખૂબ રાજી થાય છે! આ પુસ્તક છપાઈને તેમના હાથમાં જશે ત્યારે તેમના આનંદની સીમા નહીં હોય!
હવે એક વાત કહેવાની ભૂલી ન જાઉં.
આ પુસ્તકમાં જે કાવ્યો છે, સુલસાના મુખે ગવાયાં છે, અંબડ પરિવ્રાજકના મુખ ગવાયાં છે, એ કાવ્યોની રચના મેં કરી છે... પરંતુ તેને કાવ્યો કહેવાં કે કેમ - તેનો નિર્ણય તમે કરજો. હું કોઈ કવિ નથી.... નાનો ભક્ત છું. છંદ અને લયનું લક્ષ્ય રહ્યું નથી. જે મનમાં ફૂર્યું તે લખી નાખ્યું છે. અલબત્ત આ કાવ્યો ઉપર ત્રણ મોટા ગજાના કવિઓની અસર છે. એક છે રવીન્દ્રનાથ ટાગોર, તેઓ હયાત નથી. બીજા કવિ છે શ્રી મકરંદભાઈ દવે કે જેઓ જીવનના કવિ.. અધ્યાત્મના કવિ ને અલખના કવિ છે. ત્રીજા છે પ્રસિદ્ધ કવિ સુરેશભાઈ દલાલ! એમની કવિતાનો હું વર્ષો સુધી ગ્રાહક હતો, અત્યારે ચાહક છું! આ બધાને કૃતજ્ઞભાવે અહીં મારે યાદ કરવા જ જોઈએ.
સુજ્ઞ મહાસતીજી પધાબાઈએ “સુલતાનાં મૂફોનું વાચન કાળજીપૂર્વક કર્યું છે.. એમને હાર્દિક ધન્યવાદ!
પ્રભુ વીરને, અનેક જૈન મહામુનિઓએ, ઉપાધ્યાયોએ અને આચાર્યોએ ગાયા છે, એમની સાથે પ્રેમ કર્યો છે... “થાનું પ્રેમ બન્યો છે રાજ!' આવી આવી રચનાઓ થઈ છે. આનંદઘનજી જેવા મહાયોગીએ ગાયું છે : “ઋષભ જીનેશ્વર પ્રીતમ માહર! ઔર ન ચાહું કત!” આવાં તો સેંકડો-હજારો ગીતો-સ્તવનો-રાસાઓ રચાયાં છે!
અંતે મારે આટલું જ કહેવું છે કે વિષય-કષાયો પર વિજય મેળવવા પ્રભુ સાથે પરિશુદ્ધ પ્રેમ કરીએ. તુલસા જેમ પ્રેમદીવાનાં બન્યાં હતાં, તેમ આપણે પણ પ્રેમપાગલ બની પૂર્ણતા તરફ ગતિ કરનારા બનીએ.
મેહુલ
Chદગુપ્તભ્ર,
૬૫-૬૬ બી, શ્યામલ-૩/એ, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે તમને જે કથા-વાર્તા કહેવી છે, તે મગધ દેશની છે. આજથી પચ્ચીસસો વર્ષ પૂર્વે ભારતમાં એ સુપ્રસિદ્ધ પ્રદેશ હતો. વિવિધ વર્ણ અને જાતિઓની પ્રજા ત્યાં વસેલી હતી. એ પ્રદેશ ધન-ધાન્યથી ભરપૂર હતો. ગામો, નગર અને હજારો ગોકુલોથી એ પ્રદેશ સુરમ્ય હતો. સર્વત્ર વિવિધ જાતનાં નાનાં-મોટાં વૃક્ષોથી પૃથ્વીભાગ છવાયેલો હતો. એ દેશમાં ઘણી જાતના ધમના મઠો, વિહારો, જિનાલયો અને વિશાળ ઉદ્યાનો આવેલાં હતાં.
પ્રજા નિર્ભય હતી, સુખી હતી. આનંદ-પ્રમોદ માટે અનેક કીડાથાનો હતાં મગધની ધરતી અનેક તીર્થકરો, કેવલજ્ઞાનીઓ અને ગણધરોના ચરણસ્પર્શથી પવિત્ર બનેલી હતી,
મગધ દેશની રાજધાની હતી “રાજગૃહી' નગરી. દેવનગરી જેવી એ રમણીય નગરી હતી. સ્થળે સ્થળે કુવા, સરોવર અને વાવડીઓ રહેલી હતી. નગરની ચારે બાજુ સોહામણાં વનખંડો, ઉદ્યાનો, ઉપવનો આવેલાં હતાં. રાજગૃહીનો કિલ્લો સોના-રૂપાની ઈટોથી બનેલો હતો. સૂર્યના તાપમાં એ ઝગમગતો રહેતો હતો. વિશાળ રાજમાર્ગોની બંને બાજુ એકસરખી દુકાન હતી. વચ્ચે વચ્ચે પાણીની પરબો હતી. વિશાળ સભાગૃહો હતાં અને ચાર માર્ગો જ્યાં ભેગા થતા ત્યાં ચાર દિશામાં સુંદર કલાત્મક પાષાણનાં તારણો બનેલાં હતાં.
રાજગૃહીની પાસે જ “વૈભારગિરિ નામની વિશાળ પર્વત આવેલો છે. તે પર્વતની પાસે બીજા પણ ચાર નાના પહાડો આવેલા છે. તે પહાડોમાંથી નિરંતર ઝરણાં વહ્યા કરે છે. ઝરણાંઓના કિનારે હજારો હંસો નિનાદ કરતા રહે છે.
પ્રજા પરોપકારપરાયણ હતી. સ્ત્રીઓ રૂપવતી અને ગુણવતી હતી. એ નગરમાં ન કોઈ દુર્જનો હતા, ન કોઈ ખલ હતા કે ન કોઈ ક્રૂર કે દુરાચારી હતા. સદાચારી, મેધાવી અને દક્ષ પુરુષો ત્યાં ધર્મધુરાને વહન કરતા હતા. મહાજનો સત્ત્વશીલ, ઉદાર અને ગંભીર હૃદયવાળા હતા.
સુલાસા
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં શ્રેષ્ઠ ચિત્રકારો હતા. ઉત્તમ ગાયકો હતા. પ્રવીણ નર્તકો હતા. રાજગૃહી કલાઓનું પવિત્ર તીર્થધામ હતું. એવી રીતે મંદિરોનું પણ ભવ્ય ઘામ હતું. પ્રતિદિન મંદિરો ભક્તિ-મહોત્સવોથી ઊભરાતા રહેતા હતાં.
ઋજુવાલુકા નદીના કિનારે શ્રમણ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. પ્રભુ ત્યાંથી મહસેન વનમાં પધાર્યા હતા. દેવોએ સમવસરણની રચના કરી હતી. પ્રભુએ ત્યાં ધર્મતીર્થની સ્થાપના કરી. સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાનો ચતુર્વિધ સંઘ સ્થાપિત કર્યો.
ત્યાંથી વિહાર કરી, પરિવાર સાથે પ્રભુ રાજગૃહી પધાર્યા. રાજગૃહીના બાહ્ય પ્રદેશમાં આવેલા ગુણશીલ ચૈત્ય' ના વિશાળ પરિસરમાં તેઓ બિરાજિત થયા. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી. રાજગૃહીમાં પ્રભુપધાર્યાના શુભ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા.
મગધસમ્રાટ શ્રેણિક આ સમાચાર સાંભળીને આનંદિત થઈ ગયો. શ્રેણિક પ્રજાપ્રિય રાજા હતો. તે વીર હતો, પરાક્રમી હતો. તેની આંખોમાંથી પ્રજા પ્રત્યે વાત્સલ્ય નીતરતું હતું, તો શત્રુઓ પ્રત્યે આગ વરસતી હતી, તેનામાં જેમ બાહુબળ હતું તેમ બુદ્ધિબળ પણ હતું. બંને બળોનો એનામાં સમન્વય હતો. એની સેવામાં ઝંઝાવાતી વાયુને શરમાવે તેવો રથ હતો. અને એ રથનો સમર્થ સારથિ હતો નાગ! રથસંચાલનમાં અતિ કુશળ અને મહારાજાને પૂર્ણ વફાદાર!
રાજગૃહીમાં ગગનચુંબી ભવ્ય અને ભોગવિલાસયુક્ત પ્રાસાદ હતો. તેમાં સદૈવ રાજાને પ્રિય એવાં બત્રીસ જાતનાં ભોજન-વ્યંજન તૈયાર રહેતાં. મનોરંજન માટે રાજસભામાં અપ્સરાઓથી પણ ખૂબસૂરત, લાવણ્યવતી નર્તિકાઓ, ગણિકાઓ અને ગાયિકાઓ ઉપસ્થિત રહેતી. કુશળ અને બુદ્ધિમાન અભયકુમાર જેવા સ્વજનને સલાહ દેવા પાસે રાખ્યો હતો. રાજાનો પ્રત્યેક આદેશ ઝીલે તેવા મંત્રીઓની પૂરી એક શંખલા તૈયાર રહેતી હતી. પિતા પ્રસેનજિતના મૃત્યુ પછી સમગ્ર મગધ સામ્રાજ્યની ધુરા શ્રેણિકના હાથમાં હતી.
શ્રેણિક પોતાની રાણીઓ નંદા, ધારિણી વગેરે સાથે રથમાં આરૂઢ થયો. બીજા રથોમાં અભયકુમાર વગેરે મંત્રીઓ બેઠા. શણગારેલા હાથી-ઘોડાઓ ચાલ્યા. પાયદળ સેના ચાલી. પ્રજાજનો પણ હર્ષોલ્લાસથી નાચતા... પ્રભુ મહાવીરને વંદન કરવા ચાલ્યા. રાજગૃહીના રાજમાર્ગો પર હર્ષ હિલોળે
સુલસા
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચઢયો. હજારો સ્ત્રીઓ પણ ગુણશીલ ચૈત્ય તરફ ઝડપથી ચાલી રહી હતી. તે સ્ત્રીઓમાં એક અતિ રૂપવતી સ્ત્રી હતી સુલતા. રાજા શ્રેણિકના રથના સારથિ નાગની એ પ્રાણપ્રિયા હતી,
સુલસા આજે સર્વપ્રથમ તીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામીનું સમવસરણ જોતી હતી. તેને બધું દિવ્ય, ભવ્ય અને અલૌકિક લાગ્યું. તેણે ભગવાન મહાવીરને જોયા. તેની રોમરાજી વિકસ્વર થઈ ગઈ... તેની નીલપા જેવી ઉજ્વલ ચમકતી મનમોહક આંખો મહાવીર પર સ્થિર થઈ ગઈ... પૂર્ણ યૌવનભારથી તેનું અંગઅંગ ઝળહળી રહ્યું હતું. સમવસરણમાં બેઠેલા જિતેન્દ્રિય યુવાન શ્રમણ પણ સુલતાના અવિરલ રૂપ પર મુગ્ધ બની, પોતાની દૃષ્ટિ ધરતી પર સ્થિર કરતા હતા. સુલતાના મનમાં ગીત સ્ફયું :
દેવદુંદુભિ ગગને ગાજે, ફૂલની વરસે ધાર, ગાન મધુરાં તાન અનેરાં, કિન્નરીના ટહુકાર.
પ્રભુ તારી ભોમકા એવી રે
હવે મને નિંદર કેવી રે? રત્ન રૂપા ને સોના કેરા ગઢની ઝાકઝમાળ! ભામંડલ તુજ પાછળ ચમકે તેજ તણો અંબાર!
મણિભર્યું સિંહાસન રાજે રે
દેવો, ચામર ઢાળે રે.. શીતળ છાયા અશોક તરુની, છત્ર ત્રણે સોહાય, રાજ રાજેસર પાય નમે ને દુખો સહુ ભુલાય,
પ્રભો! તારી બલિહારી રે
સેવા તારી મેં સ્વીકારી રે, વિષય-તાપ શમાવા કાજે વાણી તુજ મલ્હાર, અજ્ઞ તણાં અંધારાં હરવા દીપકનો લલકાર.
તારે ઉર હેત વસ્યાં રે
જીવતર તે કેવાં કસ્યાં રે... ભવના રોગ મિટાવા કાજે ધવંતરી તું નાથ! પરમ સ્થાને પહોંચવા માટે તું છે એક જ સાથ!
મારું બસ દિલડું ધોજે રે.
મને તારું દર્શન દેજે રે...” સુલાસા
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુલસાએ પોતાની પાસે ઊભેલી સખી વસંતસેનાને આ ગીત બહુ ધીમા અવાજે સંભળાવ્યું! અને ત્યાં જ પ્રભુનો ઉપદેશ શરૂ થયો.
મહાવીર
અદ્ભુત અદ્વિતીય રૂપ!
રોમહર્ષક લાવણ્ય!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલકોશ રાગમાં ધર્મોપદેશ! ધીરગંભીર ધ્વનિ! કર્ણમધુર! દેવ-મનુષ્યપશુ-પક્ષી સહુ પોતપોતાની ભાષામાં એ વાણીને સાંભળે અને સમજે! પ્રભુનાં વચનની એ અદ્વિતીય વિશિષ્ટતા હતી.
પ્રભુની વાણી સાથે દિવ્ય ધ્વનિ ભળ્યો હતો. વાંસળીના સૂરો વહેવા લાગ્યા હતા. સહુ જીવો પ્રભુવાણી સાંભળવા તત્પર બન્યા હતા. વાણીનો પ્રારંભ થયો.
‘મહાનુભાવો, આ સંસાર સમુદ્ર છે. તે અનંત છે, તે સમુદ્રમાં નિરંતર જન્મ-જરા-મૃત્યુના તરંગો ઊછળ્યા જ કરે છે, આ સંસારમાં શ્રેષ્ઠ છતાં દુર્લભ એક માત્ર મનુષ્યનો જન્મ છે. જેવી રીતે બધાં ધાન્યમાં ધઉં શ્રેષ્ઠ છે, બધાં પાણીમાં મેઘનું પાણી શ્રેષ્ઠ છે, બધી જાતનાં લાકડાંમાં સાગનું લાકડું શ્રેષ્ઠ છે અને સર્વ ધાતુઓમાં સુવર્ણ શ્રેષ્ઠ છે, તેવી રીતે અસંખ્ય ભવોમાં આ મનુષ્યભવ જ શ્રેષ્ઠ છે. માનવભવ પામીને જ જીવાત્મા મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ કરી શકે છે. તેમાંય આર્યદેશ, આર્યકુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગી કાયા, આ બધું પુણ્યકર્મથી પ્રાપ્ત થાય તો જ મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ
થઈ શકે.
૪
પુણ્યના ઉદયથી મળતી સામગ્રી સાથે કર્મોનો ક્ષયોપશમ પણ થવો જોઈએ. મિથ્યાત્વ-કર્મનો ક્ષયોપશમ થાય, મિથ્યાત્વનો અંધકાર દૂર થાય અને સમ્યક્ત્વનો દીપક પ્રગટે તો સન્માર્ગ દેખાય. જ્યાં સુધી મિથ્યાત્વના અંધકારથી અંધ બનેલા જીવો સંસારના ભીષણ જંગલમાં ભટકે છે, કુદેવકુગુરુ અને કુધર્મની આરાધના કરે છે ત્યાં સુધી સંસારમાં જન્મ-મરણ પામ્યા કરે છે. માટે રાગ-દ્વેષનો નાશ કરનારાને પરમાત્મા માનો, વીતરાગ માનો. પંચમહાવ્રતધારી નિગ્રંથોને સાધુ માનો અને જીવદયાને શ્રેષ્ઠ ધર્મ માનો. આનું નામ સમ્યક્ત્વ.
શુદ્ધ-અશુદ્ધનું ભાન થવું જોઈએ. શુદ્ધ સમ્યક્ત્વરૂપ દીપકથી, અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી, સતુ-અસત્ત્ના ભેદને જાણનાર વિવેકી
સુલસા
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરુષો જ મોક્ષમાર્ગ પામી શકે છે.
સમ્યક્ત ધર્મ-કલ્પવૃક્ષનું મૂળ છે. મોક્ષનગરનું દ્વાર છે. સંસાર-સાગરમાં વહાણ છે. સર્વે ગુણોનો ભંડાર છે. સર્વ સંપત્તિઓનો આકર છે અને તીર્થકર નામકર્મનું સર્વોત્તમ કારણ સમ્યત્ત્વ જ છે. માટે જે મહાનુભાવો સમ્યક્તને ગ્રહણ કરી, પાલન કરે છે તે ખરેખર આ દુનિયામાં ધન્ય છે! ધર્મનો પાયો છે સત્ત્વ, ધર્મનું મૂળ છે સમકિત. માટે સમ્યક્ત ધર્મની જ આરાધના કરવા ઉજમાળ બનો.
હજારો જીવોએ પ્રભુનો ઉપદેશ સાંભળ્યો. સહુને સાકર અને શેરડીથી પણ વધુ મીઠો લાગ્યો. ઘણા મનુષ્યોએ પોતપોતાના હૃદયમાં સમ્પર્વને સ્થાપિત કર્યું. તેમાં મુખ્ય હતા મહારાજા શ્રેણિક, મહામંત્રી અભયકુમાર અને નાગ સારથિની પત્ની સુલસા.
સુલસા સમવસરણમાં ઊભી ઊભી પ્રભુનાં એક-એક અંગ-ઉપાંગના સૌન્દર્ય નું રસપાન કરી રહી હતી. સાથે સાથે ભગવાનના એક એક અમૃત વચનને તે શરબતની જેમ પી રહી હતી.
એ વિચારવા લાગી : લોકો મને કહે છે “સુલસા અતીવ સુંદર છે! અદ્ભુત છે! નીલકમલની પાંખડીઓ જેવી મારી કાન્તિ છે! સાગરની લહેરો જેવા ગાઢા વાળ અને નીલ પક્ષી જેવી ઉજ્વલ ચમકતી મનમોહક આંખો છે! વિશ્વના શ્રેષ્ઠ શિલ્પકારના હાથે ઘડાયેલી પ્રતિમા જેવી મારી સુંદર મુખશોભા છે! યોગ્ય અંગસૌષ્ઠવ, દીર્ધ દેહ, ઉન્નત સ્પષ્ટ વક્ષ, પાતળી કટિ, રંભાતરુ જેવા સુગોળ ઘન ઉરુ, ચંપાકણી જેવી હાથ-પગની આંગળીઓ, લાલ શતદલપદ્મ જેવી હથેળી, પગનાં તળિયાં, મુક્તાવલી જેવી દંતપંક્તિ, વિદ્યતને પણ શરમાવે તેવી હાસરેખા, ચન્દ્ર જેવા નખ, શરીરની કમળ જેવી ભીની ભીની મહેકથી ભ્રમરને પણ મતિભ્રમ થઈ જાય, મારા વાળને વાંકડિયા સૌન્દર્યમાં પવન પણ બંધાઈને સ્થિર થઈ જાય...”
પણ આજે મારા વીર પ્રભુનું અદ્વિતીય રૂપ સૌન્દર્ય જોયા પછી મારું રૂપ સૌન્દર્ય મને તુચ્છ લાગ્યું છે! મારા રૂપનું વર્ણન હું નથી કરતી, પણ પતિદેવની પાસે આવતા કવિઓ કહેતા : નાગ! એના રૂપનું વર્ણન ગમે તેટલું કરો, ઘણું બધું બાકી રહી જાય છે. જીવનભર કાવ્ય લખવા છતાંય આ અનુપમ સૌન્દર્યને યોગ્ય ઉપમા નહીં મળે! તુલસા પોતે જ પોતાની ઉપમા છે!' પરંતુ આજે પ્રભુના દર્શને મારું રૂપ, મારું લાવણ્ય, બધું જ
સુલતા
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુચ્છ લાગ્યું!
હું અને સખી વસંતસેના, કૃષ્ણાતમાલના લતાકુંજમાં બેઠાં હતાં. નીલ આકાશનો રંગ આથમતા સૂર્યના રંગમાં રંગાઈ રહ્યો હતો. મારા પગ પર અલતાની ધારની જેમ ખીલી રહ્યો હતો. સ્વચ્છ જળથી ભરી ભરી તળાવડીમાં નીલ કુમુદિનીની પાંખડીઓ ખીલી હતી. સાંજના આકાશમાં કેટલાંક વાદળો ચાંદનીનો રસ્તો રોકીને નીલ કમુદિની સાથે રમત કરતાં હતાં. આ તરફ આકાશમાં વાદળીને જોઈને મારો પાળેલો મોર પીંછાં ફેલાવીને નાચવાની તૈયારી કરતો હતો. મારી સખી મારા પ્રભુનાં ગુણગાન કરતી હતી. મયૂર-ચન્દ્રિકા સાથે મારું હૃદય પણ તાલ મિલાવી રહ્યું હતું.
હું વિચાર્યા કરતી હતી – મહાવીર કેવા છે! કદાચ રક્ત કમલ જેવા.. નીલ કુમુદિની જેવી એમની આંખો... દૃષ્ટિ! અગત્ય ફૂલ જેવા તેમના બંકિમ હોઠ! કમલની દાંડી જેવા હાથપગ! સ્વર્ણાકાશ જેવું વિશાળ વક્ષસ્થળ! વસંતની કુહુ તાન જેવા ચંદ્ર-મધુર સ્વર એમના! મેંદીના ફૂલ જેવી દેહગંધ અને ચંપાના વૃક્ષ જેવી રક્તકોમલ કાયા!
ખરેખર હું વીર પ્રભુના પ્રેમમાં ખોવાયેલી રહી. નશામાં ઝૂમતી હોઉં તેમ હું વસંતસેનાના ખોળામાં ઢળી પડી. એણે મને લતાકુંજમાં સુવાડી દીધી. અલબત્ત હું બેભાન ન હતી. પણ કોઈ સ્વપ્નલોકમાં વિચરી રહી હતી. જ્યાં જોઉં ત્યાં વીર... મહાવીર.... વર્ધમાન... સર્વ વિશ્વ વીરમય.. પ્રેમમય... મધુમય બની ગયું.
મેંદીનાં ફૂલોની મહેંકથી આખું ઉપવન મઘમઘતું હતું. હવાની એક લહરી એવી આવી, તમાલનાં કેટલાંય પુષ્પો એકસાથે મારી ઉપર ઝરી પડ્યાં. એ જ લહરીમાં એક મયૂર-શિશુ આવીને મારી પાસે બેસી ગયું. મારા રોમાંચની કોઈ સીમા ન રહી. મારી સખીઐ મયૂર-શિશને મારા શયનકક્ષમાં મૂકી દીધું અને કહ્યું, હવે રાતભર તારા પ્રભુનાં કાવ્યો રચ્યા કરજે!
દરેક મનુષ્યના મનમાં કવિતા હોય છે! કોઈ એને લખે છે, કોઈ નથી લખતું. હું લખી નાખું છું. જ્યારે જે મનમાં આવે તે કવિતા બની જાય! ગુરુ અને પિતા કહેતા – હું વિદુષી છું. જ્ઞાનપિપાસુ છું. શાસ્ત્રોમાં પારંગત છું. ગણિત, સંગીત, ચિત્રકલા, પાકશાસ્ત્ર, પુષ્પસજ્જા, અતિથિસકાર વગેરે કેટલીય વિદ્યાઓમાં નિપુણ થઈ ગઈ. પણ કવિતા લખવાની ધૂન હતી એટલે એ સ્વયં શીખતી ગઈ.
સુલાસા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમાંય આજે તો મારું મન પ્રભુમય બની ગયું છે. મહાવીરમય બની ગયું છે. એમની સાથે જાણે ભવોભવની પ્રીત જાગી ગઈ છે. એટલે એક પછી એક કાવ્ય મનમાં ઊઠતું જ જાય છે! મેં વસન્તાને કહ્યું : “મારું આ કાવ્ય સાંભળ'
એ ઉરના પટ પર આવ્યો!
ને અજબ-ગજબનું લાવ્યો... અજબ કોઈ તેજનું, કોઈ મજનું મોજું મોટું આવ્યું... મોજું આતમના ઓવારે ભારે પડઘા મીઠા ભાવ્યું... પડઘા
સૂર શાનો આ સંભળાવ્યો?
એ અજબ-ગજબનું લાવ્યો! છોડ મોહને, છોડ માનને, તોડ રાગની ફાંસી તોડહાકલ આ ક્યાંથી પોકારી? કોણ કરે છે હાંસી? કોણ
મારા ચેતનને ચેતાવ્યો!
એ ઉરના પટ પર આવ્યો! પાપ-પાપનાં તોફાનોમાં પુણ્ય તણા ફુવારા... પુણ્ય૦ ભય ભરેલા જીવનપથ પર, રક્ષાના ભણકારા... રક્ષાના
કોને પરમારથ આ ભાવ્યો?
એ અજબગજબનું લાવ્યો! ભવકાનનમાં ભમે આતમાં, ભાન નહીં પોતાનું... ભાન વૈરાગે છલકાતું ગાણું, લલકારે કો છાનું? લલકારે૦
કોણે દીવો આ સળગાવ્યો?
એ ઉરના પટ પર આવ્યો. ગયું તિમિર ને થયું અજવાળું પ્રેમપૂંજ પથરાયા.. પ્રેમપૂજ0 ભૂલી દેહને, ઝૂલી ચેતને... પ્રેમભાવ પ્રગટાયા... પ્રેમભાવ
એ તો મહાવીર મારો આવ્યો! ને અજબ-ગજબનું લાવ્યો!... મને કોઈ અજાણી ધ્રુજારીથી રોમાંચ થયો. અંગ અંગ પુલકિત થઈ ગયું. આર્યાવર્તના શ્રેષ્ઠ પુરુષ! શ્રેષ્ઠ ધર્મસ્થાપક! કોને એ ન ગમે? હું તો એમને સમર્પિત છું! સ્વર્ગીય, પવિત્ર, મધુર પ્રેમધારામાં મારું હૃદય આદ્ર થઈ ગયું.
આંખો આંસુભીની...પણ હું નહોતી જાણતી કોણ છે આ પરમ પુરુષ મહાવીર!
સુલાસા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસત્તા મારી પ્રિય સખી છે. એક દિવસે ઉપવનમાં સાંજનો પવન માણી રહી હતી. એકાંતમાં એને પૂછ્યું :
મહાવીર કોણ છે?' વસંતાએ મને ત્રાંસી આંખે જોઈ. હોઠ આમળીને હસી પડી, ‘સુલતાને મહાવીરનું શું કામ છે?'
મેં કહ્યું : “સાંભળ્યું છે કે કોઈ ખાસ પ્રયોજનથી મહાવીર ધરતી પર અવતર્યા છે! એમના જન્મનું કોઈ અસાધારણ કારણ છે?” વસંતાએ મારા ગાલે ચૂંટી ખણીને કહ્યું : “મારી સખી, મહાવીરને ભૂલી જા!' ગભરાઈને મેં પૂછ્યું : “કેમ?'
હા, મારું કહ્યું માન. એ સાચું છે કે એ કેવળજ્ઞાની છે, વીતરાગી છે. અનંત શક્તિવાળા છે. એ ખીલેલા કમળ જેવા સુંદર છે, નિર્મળ છે... દુઃખીજનોનાં દુઃખ દૂર કરે છે. પ્રેમ આપે છે. એક હાથે લે છે, તો સહસ્ત્ર હાથે આપે છે. એમનું હૃદય કરુણાનું સરોવર છે... તેઓ અદ્વિતીય છે, પરમપુરુષ છે, પણ...”
પણ?’ મેં ચોંકીને પૂછયું.
એમનું આકર્ષણ ગજબ છે. હજારો કન્યાઓ, સ્ત્રીઓ પોતાના પતિ, પુત્ર, દુનિયા બધું છોડી, એમની મોહક વાણી સાંભળી... એમનાં ચરણોમાં સમર્પિત થઈ જાય છે!
વસંતાની વાત સાંભળી મને વિચાર આવ્યો - જે બધા જ ગુણના અધિકારી છે. એમના માટે પતિ અને સંસાર છોડી પાગલ થવું સ્વાભાવિક છે. હજારો નારીઓ, આ પરમપુરુષ ઉપર ન્યોચ્છાવર થાય તો એમનો શો દોષ? કેવા એ મહાપુરુષ છે! કેવું એમનું અવર્ણનીય રૂપ છે! મારું મન પણ એમના પ્રત્યે પ્રેમપાગલ બની જ ગયું છે ને? એક જ દિવસમાં!
સમવસરણમાં મેં જોયું ને! દેવો, દેવેન્દ્રો. રાજાઓ, રાણીઓ.. દેવીઓ, નર અને નારીઓ હજારોની સંખ્યામાં મારા પ્રભુને એક દૃષ્ટિએ જોઈ રહ્યાં હતાં અને ઉપદેશામૃતનું રસપાન કરી રહ્યાં હતાં. અરે, મુગ્ધ એવાં પશુપક્ષીઓ પણ પ્રભુને પ્રેમ કરી રહ્યાં હતાં! મહાવીર સાક્ષાત્ પ્રેમાવતાર છે! મહાવીર કરુણાના મહાસાગર છે! હું ધન્ય બની ગઈ એમને પામીને! હું કૃતાર્થ બની ગઈ... એમનાં દર્શન પામીને, વચન પામીને...!
સુલતા
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
આ
_KJ8
ફૂલ ઉપવનમાં ખીલે છે કે મનના આંગણામાં? સુવાસ ફૂલની પાંખડીમાં હોય છે કે મનની પાંખડીમાં? કુહુતાન કોકિલના સ્વરમાં હોય છે કે મનતંત્રમાં બજે છે? વસંત વાસ્તવમાં હોય છે કે ભાવનામાં ચિત્રિત થાય છે?
મારા પ્રભુ રાજગૃહીમાં વર્ષાવાસ કરવાના છે.” આ ઘોષણા સાંભળ્યા પછી મનના આંગણામાં ગુલમહોર ખીલી ઊઠ્યાં. મનતંત્રી બજી ઊઠી અને વસંતનું હૃદયમાં આગમન થઈ ગયું! પ્રભુને હું ઊગતા સૂર્યની આભામાં, આથમતા સૂર્યની કોમળ લલિત વિદાયમાં, ચાંદનીના પ્રકાશમાં, વર્ષાના સંગીતમાં...અને રાત્રે સપનામાં...પ્રભુ જ પ્રભુ દેખાય છે. “પ્રભુ, હવે તમને હું નહીં છોડું. મારે તમારી પાસેથી ધન-દોલત નથી જોઈતી. બસ, તમે મારા હૃદયમાં રહો. આપના વિના જીવનનો આટલો ભાગ વીતી ગયો... બાકી કેટલો બચ્યો હશે આપણા આ સીમિત જીવનનો સમય?
મારી વિચારધારા તૂટી. મારા પતિએ મારા ખંડમાં આવીને મારા ખભે હાથ મૂક્યો. હું ચમકી! એમણે પૂછયું : “દેવી, કોના વિચારોમાં લીન હતાં?' તેમના મુખ પર સ્મિત હતું.
મેં કહ્યું : “મારા પ્રભુ વીરના!” “અદૂભુત છે મહાવીર! અમૃતધારા છે એમની વાણી! કલ્પવૃક્ષ જેવું છે એમનું વ્યક્તિત્વ!'
નાગ સારથિ રાજગૃહીનો ધનાઢ્ય નાગરિક હતો. રાજપરિવાર સાથે વર્ષો જૂનો એનો સંબંધ હતો. પહેલાં એ મહારાજા પ્રસેનજિતનો પ્રિય રથ-સારથિ હતો. તે પછી તેમના રાજસિંહાસને આરૂઢ થયેલા મહારાજા શ્રેણિકનો એ અતિપ્રિય ને વિશ્વાસપાત્ર સારથિ હતો. તે પરમાર્થી હતો. તે જિનવચનો ઉપર શ્રદ્ધાવાન હતો, ચારિત્રશીલ હતો અને જ્ઞાનવાન હતો. જિનભક્તિ હતો, શ્રમણભક્ત હતો. વિશાળ સ્વજનવર્ગનો પાલક હતો. તેનામાં ન હતો
સુલાસા
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોભ કે ન હતો અહંકાર, પરસ્ત્રી-સહોદર હતો. રૂપ-લાવણ્ય અને યૌવનનો એનામાં સુભગ સમન્વય થયેલો હતો. બધું જ હતું! ખોટ કહો કે ખામી કહો... કર્મદોષ કહો કે દુર્ભાગ્ય કહી... એ નિઃસંતાન હતો. એ વાતનું એના મનમાં ઘણું દુઃખ હતું. પ્રસંગે પ્રસંગે એ પોતાની પત્ની સુલસાની આગળ પોતાનું દુ:ખ કહી દેતો. એની આંખો ભીની થઈ જતી.
આજે પણ એ મનોવેદના લઈને સુલસાના ખંડમાં આવ્યો હતો. તે સુલસાની પાસે બેઠો. એના મુખ ઉપર ગ્લાનિ ઊભરાઈ આવી.
સુલસાએ પતિનો હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું : “નાથ, આજે આપ ચિંતાતુર લાગો છો. શત્રઓથી ઘેરાયેલા કાયર પુરુષના જેવો વિષાદ શા માટે? નીચી નમી ગયેલી જૂઈના પુષ્પની જેમ આપનું વદન કેમ નીચું નમી ગયું છે? યુદ્ધના મેદાનમાં જેમ યોદ્ધા પાસે શસ્ત્રો ખૂટી જાય, અને તે રઘવાયો બને, તેવા તમે કેમ દેખાઓ છો? તોફાની સમુદ્રમાં જહાજ ભાંગી જાય અને વ્યાપારીઓ વિલખા બની જાય તેમ તમે વિલખા કેમ પડી ગયા છો? એવી કઈ ચિંતા આપના જેવા સમર્થ જ્ઞાનીપુરુષને સતાવી રહી છે?
શું રાજાએ તમારું અપમાન કર્યું? અથવા કોઈ ધૂર્તે તમને છેતરી લીધા? અથવા મહાજન શું તમારું વિરોધી થયું? શું નિધાન કોલસા બની ગયું? શું મરણ નજીક આવ્યું લાગે છે? હે પ્રિયતમ, જો અતિ ગુપ્ત વાત ન હોય તો મને કહો...” નાગ સારથિના મુખ પર ઇષતું હાસ્ય આવી ગયું. તેણે કહ્યું :
હે પ્રિયે, મારી એવી કોઈ જ ગુપ્ત વાત નથી કે જે તને ના કહેવાય. તું જાણે છે - હું પુત્ર વિના ઝૂરી રહ્યો છું. હૃદયમાં આ એક જ ખટકો રહે
સુલતાએ ખૂબ કોમળ સ્વરમાં કહ્યું : “મારા પતિદેવ! તમે તો જિનવચન સાંભળ્યાં છે, માન્યાં છે, સમજ્યા છો! તમને ખેદ ન જ હોવો જોઈએ, શા માટે પુત્ર જોઈએ છે? શું પુત્ર સ્વર્ગ કે મોક્ષ આપી શકે છે? ભલે પુત્ર ગુણવાન અને રૂપવાન હોય, પરંતુ એ માતા-પિતાના કે પોતાના રોગવિકારોને દૂર કરી શકે છે? નરકમાં જતાં માતા-પિતાને એ રોકી શકે છે? ના! મારા નાથ, પુત્ર તો સંસાર પરંપરાનું કારણ છે, એમ પ્રભુ મહાવીર કહે છે!' નાગે કહ્યું : “હે પ્રિયતમા, આ બધું તત્ત્વજ્ઞાન શું હું નથી જાણતો? જાણુ
૧૦
સુલાસા
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છું પરંતુ તને ખબર છે ને કે અપુત્રીયાનું ધન રાજા લઈ લે છે... અને પુત્રનું સુખ મેળવવા મારું મન અત્યંત આતુર છે.”
થોડી ક્ષણ મૌન રહી સુલસા બોલી : “નાથ, પુત્ર આપવાની મારી યોગ્યતા મને લાગતી નથી. આપ બીજી કન્યા સાથે સુખેથી લગ્ન કરી લો, જેથી તમારી પુત્રચ્છા પૂર્ણ થાય.'
‘એ તું શું બોલી? મને કોઈ રાજ્ય સાથે કન્યા આપે, તો પણ મારે ના જોઈએ. તું પુત્રવતી થાય, એ મારી ઇચ્છા છે. તારા સિવાય બીજી કોઈ પત્ની મારે ન જોઈએ. હું ઇચ્છું છું કે તારાથી પુત્ર થાય તો મારા મનને શાન્તિ મળશે, સમાધિ મળશે. જોકે આકાશને નથી ક્યાંય આદિ અને નથી ક્યાંય અંત. સાગરનો નથી ક્ષય થતો, નથી એની વૃદ્ધિ થતી, એમ મનોકામનાઓની નથી પૂર્ણતા થતી, નથી રિક્તતા. આપણા સંબંધની પણ એ જ રીતે ન કોઈ સંજ્ઞા છે અને ન કોઈ અંતિમ પરિણતિ. વિશેષ શું કહું ? જાણું છું દેવી, કામ, ક્રોધ, લોભ નરકનાં દ્વાર છે. હે પ્રભો! અંતે શું નરકાવાસ છે?..”
નાગની આંખો ભીની થઈ ગઈ. સુલસાએ સાડીના પાલવથી આંખો સાફ કરી અને કહ્યું : “મારા નાથ! તમે તો મનમાં પણ પરસ્ત્રીની ઇચ્છા નથી કરી...તમે મન-વચન-કાયાથી જિનેશ્વરોની ભક્તિ કરી છે...તમારે માટે નરકાવાસ ન જ હોય, સ્વર્ગવાસ હોય...તમે હતાશ ન થાઓ. હું મારા પ્રભુની આરાધના કરીશ..એ જ મારા સર્વસ્વ છે...અંતર્યામી છે. મારી બધી ઇચ્છાઓ એ જ પૂરી કરશે. તમે નિશ્ચિત રહો નાથ! તમારી ઇચ્છા પૂર્ણ થશે...થશે ને થશે...' સુલસા! નાગ!
યુવાની! ધબકતી ધમનીઓનું અવિરત સ્પંદન! માનવીને કર્મો દ્વારા પ્રાપ્ત થયેલું આ સર્વશ્રેષ્ઠ વરદાન! જીવનનગરનો આ એક માત્ર રાજમાર્ગ! નિસર્ગ સામ્રાજ્યની વસંત! મનનો કળાયેલ મર! વિકસિત દેહ! નાગની ડોલતી સુંદર ફણા! ભાવનાના ઉદ્યાનનો સુગંધિત કેવડો! વિશ્વકર્માના અવિરત દોડતા રથનો સૌથી રૂઆબદાર અશ્વ! ગર્વથી ઉન્નત શિરે ચાલવાનો આ સમય! કંઈક કમાણી કરી લેવાનો કાળ! શક્તિ અને સ્કૂર્તિનો કાળ! કશુંક કરવું જ છે,” એવી ખરેખરા અર્થમાં જાગતી હોંશનો સમય:
શૈશવનાં સ્વપ્નો લીલાં હોય છે. યૌવનાવસ્થાનાં સ્વપ્નો ગુલાબી અને
સુલતા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કેસરિયાં હોય છે. ક્ષિતિજને આંબતી આકાશની પેલે પાર યૌવનની દૃષ્ટિની ઉડાન જાય છે. ગતિમાન અને પ્રકાશમાન વસ્તુ પ્રત્યે એને અદમ્ય આકર્ષણ હોય છે, અશક્યને શક્ય કરવાની ધૂન એના મનમાં લાગી હોય છે.
નાગ-પતિની પુત્રેચ્છાને પૂર્ણ કરવાની સુલસાને ધૂન લાગી ગઈ. એ વિદુષી છે. એને પૂર્વકાળની એવી રોમાંચક ઘટનાઓનું જ્ઞાન છે! એના મનમાં એક આશ્ચર્ય જરૂર પ્રગટ્યું કે પુત્રેચ્છા પ્રાયઃ સ્ત્રીને પ્રબળ હોય છે...જ્યારે અહીં પત્ની નહીં, પતિના મનમાં પુત્રેચ્છા પ્રબળ હતી. એ જાણતી હતી કે શ્રીકૃષ્ણની માતા દેવકીને પુત્રપ્રાપ્તિની ઇચ્છા જાગી હતી...કે જે પુત્રને એ પોતાના ખોળામાં રમાડી શકે, વહાલ કરી શકે અને ઉછેરીને મોટો કરી શકે! એ ઇચ્છા શ્રીકૃષ્ણે દેવના આરાધનથી પૂર્ણ કરી હતી. દેવની કૃપાથી પુત્રપ્રાપ્તિ થઈ શકે છે. પણ એ માટે ઉગ્ર ધર્મારાધના કરવી જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે મારા સદાચારી પતિની મનોકામના પૂર્ણ કરવી જ જોઈએ. કેવા એ ઉત્તમ પુરુષ છે! મેં બીજું લગ્ન કરવાની વાત કરી, તેમણે ન માની. એમનો મારા ઉપર અગાધ પ્રેમ છે...એ પ્રેમનો પ્રત્યુત્તર આપવાનો આ ખરેખરો સમય આવ્યો છે.
૧૨
મને ધર્મની શક્તિ પર, મારા પ્રભુની અચિંત્ય કૃપા પર પૂર્ણ વિશ્વાસ છે. ભક્તિભાવથી અને વિધિસહિત કરેલી ધર્મારાધના, ઇષ્ટ ફળને આપે જ છે. પરંતુ મૂર્ખ મનુષ્યો કલ્પવૃક્ષસમાન ધર્મની કેમ ઉપેક્ષા કરતા હશે? ધર્મની આરાધના કેમ નહીં કરતા હોય? ધર્મથી ક્યા સુખની પ્રાપ્તિ નથી થતી? શ્રેષ્ઠ કુળમાં જન્મ મળે છે. પરસ્પર પ્રેમ મળે છે. દીર્ઘ આયુષ્ય અને શરીરની નીરોગિતા મળે છે. ઇષ્ટ સંયોગ, સુપુત્રની પ્રાપ્તિ અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. ઘરમાં લક્ષ્મી, મુખમાં સરસ્વતી, બાહુમાં શૌર્ય અને હાથમાં દાનલબ્ધિ પ્રાપ્ત થાય છે. સૌભાગ્ય, સત્બુદ્ધિ અને સુરૂપની પ્રાપ્તિ થાય છે. દિગંતવ્યાપી યશકીર્તિ પ્રાપ્ત થાય છે. જગતમાં એવી કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી કે જે ધર્મ વિના મળી શકે! માટે હે આત્મનુ, તું ખેદ ન કર. તારે પુત્ર જોઈએ છે ને? તું ધર્મને સમર્પિત થઈ જા! તને બધું જ મળશે!
ઘણો ઘણો પુરુષાર્થ કરવા છતાં પણ જે કાર્યની સિદ્ધિ નથી થતી, તેવાં અતિ દુષ્કર કાર્યો પણ તપધર્મના પ્રભાવથી સરળતાપૂર્વક સંપન્ન થઈ જાય છે.
ધન્વંતરી જેવા શ્રેષ્ઠ વૈઘો પણ જે રોગોને મિટાવી શકતા નથી, તેવા
સુલસા
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસાધ્ય રોગોને પણ તપધર્મ ક્ષણ માત્રમાં નાબૂદ કરી શકે છે. શ્રેષ્ઠિપુત્રમુનિને ભાવધર્મના પ્રભાવે ભયંકર દાહવર ક્ષણ માત્રમાં શાંત થઈ ગયો હતો ને?
પાપકર્મના ઉદયથી પતિવિયોગ થયો, અને દુસહ દુઃખો આવ્યાં છતાં મહાસતી અંજનાના શીલધર્મના પ્રભાવથી દુ:ખો કેવાં નાશ પામી ગયાં હતો!
નાગપાશથી બંધાયેલા પાંડવોનાં બંધન, કુંતી અને દ્રૌપદીના કાયોત્સર્ગધર્મથી ક્ષણ માત્રમાં તૂટી ગયાં હતાં. તેવી રીતે દેવકૃત અને મનુષ્યકૃત વિદનો, કાયોત્સર્ગ ધર્મના પ્રભાવથી નાશ પામે છે.
દુનિયામાં ઘણાં દૃષ્ટાંતો છે કે ધર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિ થઈ છે. ધર્માનુરાગિણી માતા કુંતીએ ધર્મના પ્રભાવથી યુધિષ્ઠિર નામના પુત્રને જન્મ આપ્યો હતો.
મને પૂર્ણ શ્રદ્ધા છે કે ધર્મના પ્રભાવથી જ મને પુત્રપ્રાપ્તિ થશે અને તેથી મારા પતિને શાન્તિ-સમાધિ અને પ્રસન્નતા પ્રાપ્ત થશે. એમણે મારી પ્રત્યેક ઇચ્છા પૂર્ણ કરી છે...તો એમની આ એક ઇચ્છા પૂરી કરવી, એ મારું પરમ કર્તવ્ય છે.
સુલસાએ સોળ શણગાર સજ્યા. થાળમાં પુષ્પ, ફળ, શ્રીફળ આદિ તથા, સખી વસંતસેના, અમે ગુણશીલ ચૈત્ય તરફ ચાલ્યાં. ત્યાં મારા પ્રભુનું સમવસરણ મંડાયેલું હતું. દૂર દૂર સુધી દિવ્ય ધ્વનિ અને દુભિનાદ સંભળાતો હતો. ત્રણ ગઢનાં રત્નો ઝગારા મારી રહ્યાં હતાં. દેવોના મુગટોમાંથી રત્નપ્રકાશ રેલાતો હતો. અમે સમવસરણમાં પહોંચ્યાં. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી અને પુષ્પ-ફળાદિનું સમર્પણ કરી, અમે અમારી જગાએ જઈને ઊભાં રહ્યાં.
પ્રભુએ ધર્મદેશના આપી. ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, ધર્મનો પ્રભાવ સમજાવ્યો.. સાંભળતાં સાંભળતાં મારાં રોમેરોમ વિકસ્વર થયાં. આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં.દૃષ્ટિ, પ્રભુની દૃષ્ટિ ઉપર સ્થિર થઈ. અંતર્યામી પ્રભુએ મારા મનને વાંચી લીધું. મને દિવ્ય પ્રેરણા મળી. મારે જે આરાધના ધર્મની કરવાની હતી, તેનું મને સંવેદન થયું. “તું મહાવીરમાં સમાઈ જા. તારી કુંડળીના ગ્રહો પણ પ્રભુમાં સમાઈ જશે. પ્રભુનું તેજ તારા તેજમાં ઉમેરાશે.'
સુલસી
૧૩
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસાના પ્રભુપ્રેમને દુનિયા તો પછી જાણી શકી, પરંતુ દેવલોકના દેવેન્દ્ર જાણી ગયા! તેમણે દેવસભામાં સુલસાની પ્રશંસા કરી. ઇન્દ્રના મુખે સુલસાની પ્રશંસા સાંભળી, ઇન્દ્રનો સેનાપતિ હરિણગમૈષી દેવ તુલસાની પરીક્ષા કરવા, મનુષ્ય શરીર બનાવી દેવલોકમાંથી રવાના થયો. સુલતાએ દિવ્ય પ્રેરણા મુજબ
વિશેષ પ્રકારે જિનપૂજા કરવા માંડી. * ગુરુજનોને સુપાત્ર દાન આપવા માંડ્યું.
ચતુર્વિધ સંઘની ભક્તિ કરવા માંડી. આ ભૂમિશયન કરવા માંડ્યું. ક બ્રહ્મચર્યનું પાલન કરવા માંડ્યું, અને જ આયંબિલનું તપ સમતાભાવે કરવા માંડયું. સુલસી યુવતી હતી. ભરયૌવનમાં હતી. એનામાં ધર્મની સાથોસાથ સામર્થ્ય હતું. નિર્ભયતા હતી, ઔદાર્ય હતું, સ્વાભિમાન હતું ને મહત્ત્વાકાંક્ષા હતી. સામર્થ્ય જ યુવાની છે! શક્તિશાળી યુવાવ્યક્તિ પોતાનું અને બીજાનું કામ સિદ્ધ કરી શકે. મહત્ત્વાકાંક્ષા તો યુવાનીનો સ્થાયીભાવ છે. ‘હું પુત્રવતી થઈશ! પરિસ્થિતિ પર પગ મૂકીને પરિસ્થિતિને ઝુકાવીશ.' તેણે દૃઢતાપૂર્વક ધર્મ-આરાધના શરૂ કરી.
થોડા જ સમયમાં હરિણગમૈષી દવે, રાજગૃહી પાસે આવી સાધુનું રૂપ કર્યું, અને નાગ સારથિની સમૃદ્ધિશાળી હવેલીના દરવાજા પાસે આવ્યા.
નાગ સારથિની હવેલી એક મહેલથી કમ ન હતી. કલાત્મક વિશાળ દ્વાર પર ચિત્ર-વિચિત્ર તોરણ બાંધેલાં હતાં. દ્વાર પર રક્ષકો ઊભા હતા. સંધ્યાનો ભ્રમ પેદા કરે તેવા સુંદર ચંદરવા બાંધેલા હતાં. ધૂપદાનીઓમાંથી ધૂમ્રસેરો નીકળતી હતી અને આંગણાને સુગંધિત બનાવતી હતી. આંગણું કસ્તૂરીના લીંપણથી લિંપાયેલું હતું. મોતીના સાથિયા પુરાયેલા હતા, પીંપળનાં પાનની માલાઓ બાંધેલી હતી. માંગલિક તોરણ બાંધેલા હતાં. નૃત્ય કરતી પૂતળીઓ અને સુગંધી જલના ફુવારાથી હવેલીનો અગ્રભાગ સુંદર હતો. મુનિનું રૂપ કરી, હરિણગમૈષી દેવે આંગણામાં પ્રવેશ કર્યો.
અચાનક પોતાની હવેલીના આંગણામાં આવીને ઊભેલા તેજસ્વી મુનિને જોઈને સુલસા વિસ્મય પામી. હર્ષથી રોમાંચિત થઈ ગઈ. તેના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. પોતાની જાતને કૃતાર્થ માનતી સુલતાએ મુનિરાજ
૧૪
સુલાસા
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામે આવીને બે હાથ જોડ્યા, મસ્તક નમાવી કહે છે :
હે મુનિશ્રેષ્ઠ! આપ જંગમતીર્થ સ્વરૂપ છે. નિષ્પાપ છો. આપે મારા દ્વારે પધારી મને પવિત્ર કરી. હે મુનિરાજ! મારા ઉપર પ્રસન્ન થાઓ, અનુગ્રહ કરો, અને મારા યોગ્ય કામસેવા ફરમાવો.”
હે સુશીલા, અમારા એક સાધુ વ્યાધિગ્રસ્ત છે. વૈદરાજે તેમના માટે લક્ષપાક તેલનું માલિશ કરવાનું કહ્યું છે. જો તમારી પાસે લક્ષપાક તેલ હોય તો મારે જરૂર છે.'
છે ગુરુદેવ! મુનિરાજની સેવામાં એ તેલ ઉપયોગી થશે.. એ માટે મહાન સદભાગ્ય! હમણાં જ લાવું છું.”
આનંદવિભોર બનેલી સુલસા સ્વયં લક્ષપાક તેલનો માટીનો ઘડો ઉપાડીને લાવી...પરંતુ મુનિરાજને આપવા જતાં જ જમીન ઉપર પછડાઈ ગયો. ફૂટી ગયો. તેલ જમીન પર ઢોળાઈ ગયું.
મુનિરાજ બોલી ઊઠ્યા – “અરે અરે શ્રાવિકા, આ તો બહુ મોટું નુકસાન થયું.. ભલે, હું બીજેથી તેલ મેળવી લઈશ. તમે દુઃખી ના થશો.
સુલતાએ કહ્યું : “હે મુનિભગવંત! આપ ચિંતા ન કરો. હું તેલનો બીજો ઘડો લઈ આવું છું! છે મારી પાસે બીજું તેલ.” તે દોડતી ઘરના ઓરડામાં ગઈ અને લક્ષપાક તેલનો બીજો ઘડો લઈ આવી. પરંતુ મુનિરાજની સામે આવતાં જ ઘડો જમીન પર પડી ગયો. ફૂટી ગયો...
મુનિરાજની આંખો પહોળી થઈ ગઈ. તે બોલ્યા : “દેવી, આ તો મોટો અનર્થ થયો. લક્ષપાક તેલ ઘણું કિંમતી હોય છે. બીજો ઘડો પણ ફૂટી ગયો. ખેર, તમને ખૂબ દુ:ખ લાગશે...પણ બનવાકાળ બની જાય છે. હું જાઉં છું...'
“ના, ના, મુનિરાજ! તમે ચિંતા ના કરો. મારી પાસે ત્રીજો ઘડો પણ ભરેલો છે. એ લઈ આવું છું! મુનિરાજની સેવામાં તેલની કોઈ કિંમત નથી. મને રુણ સાધુની સેવાનો લાભ મળવો જ જોઈએ.
મુનિરાજ સુલસાના આંતરિક વૃદ્ધિગત ભક્તિભાવ જઈ રહ્યા હતા! અવધિજ્ઞાની હતા ને!
સુલસા તેલથી ભરેલો ત્રીજો ઘડો લઈ આવી. ખૂબ સાચવીને જમીન પર મૂકવા ગઈ...પરંતુ હાથમાંથી ઘડો છટકી ગયો. ફૂટી ગયો...એમ ત્રીજો ઘડો પણ નષ્ટ થઈ ગયો! હવે સુલસા સ્તબ્ધ બની ગઈ.. એને લક્ષપાક તેલના
૧૫
સુલતા
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ ઘડા ફૂટી ગયા, એ વાતનું દુઃખ ન થયું, પરંતુ મુનિરાજની સેવામાં, એમના ઔષધમાં કામ ન આવ્યું, તે વાતનું ભારે દુઃખ થયું.
‘ગુરુદેવ! હું કેવી કમનસીબ...અભાગી...' તેની આંખો ભીંજાઈ. ત્યાં તરત જ હરિણગમણી દેવે પોતાનું મૂળ રૂપે પ્રગટ કર્યું!
શરીર પર દિવ્ય વસ્ત્રો! કટી ભાગ પર રણઝણ કરતી ઘૂઘરીઓવાળો કંદોરો! મસ્તક ઉપર દેદીપ્યમાન મુગટ! કાનમાં રત્નજડિત કુંડળો! કંઠમાં મુક્તાવલીનો સુંદર હાર! બંને હાથ પર સ્વર્ણમય બાજુબંધ! બંને હાથનાં કાંડા ઉપર સુવર્ણ-રત્નજડિત કડાઓ! સુગંધી પુષ્પોથી ગૂંથેલો વેણીબંધ! સૂર્યમંડલને પણ ઝાખું પાડી દે તેવી શરીર-કાન્તિ!
સુલસાની આંખો અંજાઈ ગઈ. બે હાથ જોડી મસ્તક નમાવી તે ઊભી રહી. ત્યાં હરિણગમૈષી દેવે સ્મિત ફરકાવતાં કહ્યું :
હે મહાન શ્રાવિકા! દેવરાજ ઇન્દ્ર આજે દેવસભામાં તારી શ્રદ્ધાની, વીર પ્રભુ પ્રત્યેના તારા પ્રેમની પ્રશંસા કરી.તારા સત્ત્વની પ્રશંસા કરી. એટલે તારી પરીક્ષા કરવા હું - દેવરાજ ઇન્દ્રનો સેનાપતિ હરિણગમણી દેવ, અહીં મુનિનું રૂપ કરીને આવ્યો. લક્ષપાક તેલના ત્રણેય ઘડા મેં જ મારી દિવ્ય શક્તિથી ફોડી નાખ્યા...તારા મનના ભાવોને જોતો રહ્યો! તારા મનમાં ઘડા ફૂટ્યાનો જરાય ક્ષોભ ન જાગ્યો. ધન્ય છે તને! તું મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે. તે ગુણોની ગરિમાવાળી છે. ઉદાત્ત ચિત્તવાળી છે. હે દેવી! તારા અપૂર્વ સત્ત્વથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું મારી પાસે કંઈ પણ વરદાન માંગ!
વિનય અને નમ્રતા સાથે સુલતાએ કહ્યું : “હે દેવેન્દ્રના સેનાપતિ, તમે અવધિજ્ઞાની છો. જ્ઞાનથી તમે મારા મનોરથ જાણો જ છો.
જાણું છું દેવી, આ બત્રીસ ગોળી હું આપું છું. ક્રમશઃ એક-એક ગોળી ખાવાથી તને બત્રીસ પુત્રોની પ્રાપ્તિ થશે. હે સુલતા, જ્યારે તને જરૂર લાગે ત્યારે મને યાદ કરજે, હું તારી સામે પ્રગટ થઈશ.” દેવ અદૃશ્ય થયો. આકાશમાર્ગે દેવલોકમાં ચાલ્યો ગયો.
પતિની તીવ્ર પુત્રેચ્છા પૂર્ણ થવાનું દેવી વરદાન મળી ગયું હતું. પોતાના સૌભાગ્યશાળી પતિનો પ્રેમ પામવામાં કોઈ કચાશ સલસાએ રાખી ન હતી. બંને પતિ-પત્ની સ્નેહભાવથી બંધાયેલાં હતાં. સમાન વિચારવાળાં હતાં. ધર્મકાર્યમાં અનુરક્ત હતાં. બંનેનાં શરીર જુદાં હતાં, પણ મનની એકતા
૧૩
સુલાસા
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. હર્ષ-શોક, સુખ-દુઃખ, નિદ્રા-જાગૃતિ...બધી ક્રિયા સમાન હતી. બંનેનો
સ્નેહ અકૃત્રિમ હતો, સહજ-સ્વાભાવિક હતો, બસ, પુત્રપ્રાપ્તિની વાતના વિષયમાં બંનેના વિચારો જુદા હતા. નાગ સારથિ માનતો હતો કે,
જેમ વાણીનું ફળ કવિત્વ અને વકતૃત્વ છે તેમ મનુષ્ય-સ્ત્રીનું ફળ પુત્રપ્રાપ્તિ છે.
* બાંધવ વિના જેમ દિશાશૂન્યતા ભાસે છે, જડ માણસોનું ચિત્ત જેમ વિચારશુન્ય બને છે, નિર્ધન માણસોને જેમ જ ગત શૂન્ય ભાસે છે તેમ પુત્રો વિનાનાં ઘર પણ શૂન્ય લાગે છે.
છે જે ઘરોમાં ક્યારેય સ્વજનોનું આવાગમન નથી હોતું અને જે ઘરોમાં ગુણવાનોના ગુણોનું સન્માન નથી થતું તે ઘર જેમ તુચ્છ હોય છે તેમ જ ઘરોમાં નાનાં-નાનાં બાળકોનો કલરવ નથી હોતો તે ઘર મનોહર હોવા છતાં તુચ્છ લાગે છે.
પ્રિય પત્ની, વિનયી પુત્ર અને સંતપુરુષોની સંગતિ - આ ત્રણ તત્ત્વો ગૃહસ્થાશ્રમમાં રહેલા પુરુષોની વિશ્રામભૂમિ હોય છે!
જેમ રાત્રિમાં ચંદ્રથી અને દિવસમાં સૂર્યથી પદાર્થો પ્રત્યક્ષ દેખાય છે તેમ પત્રરૂપ દીપકથી પૂર્વજો પ્રગટ થાય છે. અર્થાત્ વંશપરંપરા અખંડિત રહે છે. જેમ ચંદનની સુવાસથી સમગ્ર વન સુવાસિત થાય છે તેમ એક જ સૌભાગ્યશાળી પુત્રથી વંશપરંપરા નિર્મળ બને છે!
છે જેમ સગર ચક્રવર્તીની કીર્તિ એના પુત્રોએ સમુદ્રપર્યત વિસ્તારી હતી તેમ આ લોકમાં માતા-પિતાનો ઉત્કર્ષ પુત્રોથી જોવા મળે છે.
મદના પ્રવાહથી જેમ ગજરાજ, વિકસિત કમળોથી જેમ સરોવર, કલરવ કરતાં હંસયુગલોથી જેમ નદીતટ, શ્રેષ્ઠ પંડિતોથી જેમ વિદ્યાસભા, પૂર્ણ ચન્દ્રથી જેમ રાત્રિ, શીલગુણથી યુક્ત જેમ સન્નારી, વેગમાં-ગતિમાં જેમ જાતવંત અશ્વ, દાનથી જેમ દાતાનો હાથ, લક્ષણ અને અલંકારથી જેમ કવિઓની વાણી, ધર્મથી જેમ માનવભવ, અને વસંતઋતુથી જેમ વન શોભે છે, તેમ હે પ્રિયે! સુપુત્રથી કુળ શોભે છે!
સુલાસા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલતાના વિચારો આ હતા ?
હે પ્રાણશ! પાપકર્મના કારણે નરકમાં જતા પોતાના પિતાનું રક્ષણ શું પુત્ર કરી શકે?
સ્વામિનુ ગુણવાન અને બલવાન પુત્ર હોવા છતાં વ્યાધિઓથી પીડાતા પિતાને વ્યાધિઓથી મુક્ત કરી શકે છે?
આપ જાણો છો કે હજારો પુત્ર હોવા છતાં, સનતકુમાર ચક્રવર્તી ક્ષણમાત્રમાં રોગોથી કેવા ઘેરાઈ ગયા હતા?
ઘણા પુત્રોથી પરિવરેલો બ્રહ્મદત્ત ચક્રવર્તી કર્મવશ કેવી અંધદશા પામ્યો હતો?
* દ્વારિકા સળગી ત્યારે કૃષ્ણ અને બલદેવ જેવા સમર્થ પુત્રો, એમનાં માતા-પિતાને બચાવી શક્યા હતા ખરા?
* શ્રીકૃષ્ણને પરાક્રમી પુત્રો ન હતા? છતાં કૃષ્ણને નરકમાં જતાં બચાવી શક્યા હતા?
શું આપ નથી જાણતા - ધૃતરાષ્ટ્રના કુરુવંશનું નિકંદન કાઢવામાં એમના કુપુત્રો જ નિમિત્ત બન્યા હતા ને? - પુલસ્ય જેવા પવિત્ર રાજાના રાક્ષસવંશને કુપુત્રોએ જ કલંકિત કર્યો હતો ને?
ભલે ઘણા પુત્રો હોય, છતાં પોતાની ધર્મકરણી વિના સ્વર્ગ કે અપવર્ગની પ્રાપ્તિ નથી થતી.
પુત્રો પ્રત્યેના મમત્વભાવથી સંસારસમુદ્રમાં ભટકવું પડે છે, માટે મારા નાથ! મારા સ્વામી! આપ બુદ્ધિમાન છો, આપ પુત્રપ્રાપ્તિની ચિંતાથી શીધ્ર મુક્ત થાઓ!
પુત્રપ્રાપ્તિના વિષયમાં બંનેની વિચારધારા જુદી હતી, છતાં સુલસાએ પતિના ચિત્તની શાન્તિ માટે, સમાધિ માટે...પુત્રપ્રાપ્તિ માટે પરમાત્મભક્તિનો સહારો લીધો. તપશ્ચર્યા કરી. દેવી કૃપા પ્રાપ્ત કરી...
હરિણગમથી દેવનું સાંનિધ્ય પામ્યાના શુભ સમાચાર નાગ સારથિને આપ્યા. નાગ સારથિ આનંદવિભોર થઈ ગયો. સુલસા ઉપર એનો પ્રેમ ખૂબ વૃદ્ધિ પામ્યો
,,
5
૧૮
સુલાસા
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री पूज्यपूजादिपुरस्सराणि।
ह्यारंभकार्याणि फलन्ति लोके ।। દેવ-ગુરુ આદિ પૂજ્યોની પૂજાથી પ્રારંભ કરેલાં કાર્યો શીઘ્રતાથી ફળ આપે છે.'
સુલસી તો આમેય' પરમાત્માની પરમ ઉપાસિકા હતી, પરંતુ દેવનું વરદાન મળ્યા પછી પરમાત્મભક્તિમાં ભરતી આવી. પરમાત્માની ત્રિકાળ પૂજા-અર્ચના-સ્તવના કરવા લાગી. ભગવાન મહાવીર પ્રત્યે એના હૃદયમાંથી અપૂર્વ ભક્તિનું ધસમસતું ઝરણું વહેવા લાગ્યું. તેના કંઠમાંથી એક સ્તવના વહેવા માંડી -
જ્યારે જ્યારે જોઉં ઓલ્ય પંકજ પાંગરેલું, ત્યારે યાદ આવે વીરનાં લોચનનું જોડલું લોચનનું નીતરતી આંખોમાંથી કરુણાની ધારા, છલકાય ત્યારે મારા હૃદયના ક્યારા... જ્યારે જ્યારે જોઉ પેલા ચાંદલાનું માંડલું, ત્યારે યાદ આવે વીરના લોચનનું જોડલું લોચનનુંo સંગમે જ્યારે કાળો કેર વરતાવ્યો, આંસુના બે છંદથી સમજાવ્યો. જ્યારે જ્યારે જોઉં પેલું તારલાનું આભલું, ત્યારે યાદ આવે વીરના લોચનનું જોડલું લોચનનું ગોશાળાએ ગાળોની વર્ષા વરસાવી, સાગરશા પેટમાં સહુ તે સમાવી. જ્યારે જ્યારે આવે મને નિંદરમાં સોણલું,
ત્યારે વરતાયે વીરનાં લોચનનું જોડલું લોચનનું તે ભાવવિભોર બની ગઈ. દક્ષિણ દિશાની બારી પાસે ઊભી રહી ગુણશીલ ચૈત્ય તરફ બે હાથ જોડી, મસ્તક નમાવી “નમો મહાવીરાય
સુલાસા
૧૯
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલી, તેણે ત્રણ વાર પ્રભુને વંદના કરી.
પ્રભો! દેવનું વરદાન એ આપનું જ વરદાન છે. આપની જ પરમ કૃપાનું ફળ છે. મારા નાથ! આપ સદેવ મારા હૃદયમાં રહો!'
ઋતુકાળના દિવસો આવ્યા. સુલતા વિચારે છે : “દેવે મને ૩૨ પુત્રોનું વરદાન આપ્યું છે, એ સત્ય છે, પરંતુ બત્રીસ પુત્રોનો કાફલો મારા આત્મકલ્યાણના માર્ગમાં, મારા પ્રભુભક્તિના માર્ગમાં વિષ્ણભૂત બનશે. મારે બત્રીસ પુત્રો નથી જોઈતામારે તો બત્રીસ લક્ષણવાળો એક જ પુત્ર હોય તો બસ! પુત્ર ગુણવાન, પરાક્રમી અને સ્વજનપ્રિય જોઈએ. મારે તો મહાન પિતૃભક્ત પુત્ર જોઈએ છે.
ગગનમાં એક ચંદ્ર જ અંધકારનો નાશ કરે છે. સર્વ દિશાઓને પ્રકાશિત કરે છે. જ્યારે તારાઓ ભલે નવ લાખ હોય, તે દિશાઓને પ્રકાશિત કરી શકતા નથી.
સદૈવ ઇચ્છિત દાન આપનારી શ્રેષ્ઠ એક જ કામધેનુ સારી, પરંતુ ઘાસ ખાનારી વૃદ્ધ અને વસૂકી ગયેલી હજારો ગાયોને શું કરવાની?'
ચિંતિત કાર્યો કરનાર તેજ:પુંજ ચિંતામણિ રત્ન ભલે એક જ હોય, તે શ્રેષ્ઠ છે. જ્યારે કાચના ઊજળા ટુકડાઓના હારને શું કરવાનો?
સંકલ્પોને સિદ્ધ કરનાર એક જ કલ્પવૃક્ષને આંગણામાં રોપવું સારું! તાડ, લીમડો...ધતૂરો વગેરે ઘણાં વૃક્ષો શા કામનાં?
લક્ષણવંતો ચાર દાંતવાળો ઐરાવત હાથી હોય પછી લક્ષણરહિત નીચ કુલોત્પન્ન અને નિર્માલ્ય એવા અનેક હાથી શું કરવાના?
ઇન્દ્રના અશ્વસમાન જાતવંત શ્રેષ્ઠ વેગવાળો અને યશ ફેલાવનારો એક જ અશ્વ બસ છે! લક્ષણહીન, ઘાસ ખાનાર અને સંધ્યા સમયે ઘૂ..ઘૂ..ઘૂ અવાજ કરનારા ઘણા ઘોડા શા કામના?
ઘણા હાથીઓના ટોળાનો નાશ કરનાર સમર્થ શક્તિશાળી એવો એક જ સિંહ સારો! પરંતુ શિયાળિયા જેવા નિર્બળ અને કુતરાથી પણ ડરનારા એવા પુત્રોને શું કરવાના?
બધાં ભોગસુખ અને અંતે મુક્તિસુખ આપનારા એક જ જિનેશ્વર વીર પ્રભુની આરાધના કરવી ફળવતી છે. ઘણા-ઘણા પ્રયાસોથી સંતોષ પામતા રાગ-દ્વેષી દેવો શા કામના?
૨૦
સુલાસા
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘મારે એક જ શ્રેષ્ઠ પુત્ર જોઈએ. માટે ૩૨ ગોળીઓ એક સાથે જ ખાઈ જાઉં!' તે ખાઈ ગઈ...અને એના પેટમાં બત્રીસ ગર્ભ ઉત્પન્ન થયા!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણસના હાથમાં આમ તો કંઈ નથી. આપણો જન્મ કર્મદત્ત છે ને જીવન પણ કર્મદત્ત છે! સુલસાનું ધાર્યું ન થયું. દેવદત્તના વરદાન મુજબ એના પેટમાં ૩૨ ગર્ભ ઉત્પન્ન થયા. દિન-પ્રતિદિન ગર્ભોની વૃદ્ધિ થતી રહી. ગર્ભ મોટા થતા ગયા. સુલસાની પીડા વધવા લાગી. એક પેટમાં ૩૨ ગર્ભ! અસહ્ય પીડા ઉપડી ત્યારે તેણે હરિણગમૈષી દૈવને યાદ કર્યા : ‘હે દેવેન્દ્રના સેનાપતિ, તમે વિના વિલંબે આવો અને મારી પીડા દૂર કરો.' સુલસા કાયોત્સર્ગ-ધ્યાનમાં સ્થિર બનીને ઊભી રહી. કાયોત્સર્ગના પ્રભાવથી દેવ તરત જ પ્રત્યક્ષ થયા. પૂછ્યું: ‘હે શ્રેષ્ઠ શ્રાવિકા! મને શા માટે યાદ કર્યો?
‘પ્રભો! મેં ભૂલ કરી. આપના કહ્યા મુજબ ક્રમશઃ ગુટિકા ન ગળી, એકસાથે બત્રીસે ગુટિકા ગળી ગઈ...'
‘અરે ભોળી શ્રાવિકા! તેં આ શું કર્યું? અવિચારી કામ કર્યું. ખેર, તને બત્રીસ પુત્રો તો થશે જ, પરંતુ તે સહુનું આયુષ્ય સમાન હશે. એકનું મૃત્યુ એટલે બધાનું મૃત્યું! જો તેં મારા કહ્યા મુજબ ક્રમશઃ ગોળીઓ લીધી હોત તો તને ભિન્ન-ભિન્ન પ્રકારના આયુષ્યવાળા, પરાક્રમી અને વિદ્વાન પુત્રો થાત!'
સુલસાએ દેવની વાણી શાન્તિથી સાંભળી અને કહ્યું :
‘હે દેવરાજ! જીવે સ્વયં જેવા પ્રકારનું કર્મ બાંધ્યું હોય, તેને તેવા પ્રકારે જ ભોગવવું પડે છે, એમ પ્રભુ વીરે કહ્યું છે. સંસારી જીવ, મગના સૂક્ષ્મ દાણામાં છૂપાઈ જાય તો પણ કરેલાં કર્મોથી છુટકારો થતો નથી.
સુલસા
જો એમ ન હોત તો સરોવરના મધ્યભાગમાં રહેલા એક સ્તંભવાળા મહેલમાં રહેલા પરીક્ષિત રાજાનું મૃત્યુ ન થાત! જે વાત બનવાની હોય છે તે બનીને જ રહે છે. મનુષ્યોની જેવી ભવિતવ્યતા હોય છે, તેને તેવી જ બુદ્ધિ સૂઝે છે...અને તેવા પ્રકારની સહાય આદિ મળે છે. હે દેવ! જો એમ ન માનીએ તો ધર્મરાજ યુધિષ્ઠિરને દ્યુત રમવાનું ક્યાંથી સૂઝત
For Private And Personal Use Only
૨૧
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨
સંપૂર્ણપણે રાજ્યાભિષેકને યોગ્ય હોવા છતાં પુરુષોત્તમ શ્રીરામને વનવાસમાં કેમ જવું પડ્યું?
અનેક રાણીઓ હોવા છતાં લંકાપતિ રાવણને સીતાજીનું અપહરણ કરવાનું કેમ સૂઝ્યું? હે દેવરાજ, આ બધા કર્મના ખેલ છે. હું શોક કરતી નથી, અને વિસ્મય પણ પામતી નથી. મને કોઈ હર્ષ-શોક નથી. મારી તો આપને એટલી જ વિનંતી છે કે મારી પેટપીડા જલદી દૂર કરો. મારાં કર્મ હું પોતે જ ભોગવીશ.' હરિણગમૈષી દેવે સુલસાની શરીર-પીડા દૂર કરી અને તેઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા.
ધન, ઐશ્વર્ય, ક્ષમતા, યશ, આત્મીયજનો, સ્વજનો, પતિ, પુત્ર, કન્યા બધાંમાં માણસનો કોઈ એક તો સાથ આપનારો મિત્ર હોય તે જરૂરી છે. જે સુખમાં સુખ મેળવીને આનંદ સો ગણો કરી દે! દુઃખમાં ભાગ પાડીને વ્યથા ઓછી કરી દે. સાચે જ પ્રભુ વીર એક એવા મારા પ્રિય સખા છે. સખા પાસે મન ખોલવાથી હૃદય, આકાશ જેવું મુક્ત, ઉદાર અને પ્રકાશમય થઈ જાય છે. પણ પ્રભુ વીર તો મનના એવા પારખું છે કે એમની પાસે મન ખોલીને કાંઈ કહેવાની જરૂર જ નથી પડતી. એમને જોતાં જ સવા૨ના સૂર્યના સ્પર્શથી ફૂલની બધી પાંખડીઓ ખૂલી જાય એમ મન ખૂલી જાય છે. હૃદયમાં કાંઈ છૂપું નથી રહેતું. એમની દૃષ્ટિ સૂરજના પ્રકાશ જેવી હોય છે અને મન જાણે ખીલતું ફૂલ!
તેથી મનમાં વેદના જ્યારે અસહ્ય થાય છે ત્યારે મહાવીરનાં દર્શનની ઇચ્છા જાગે છે. એમના વિના મનની આટલી બધી વેદના બીજા કોઈ પાસે રજૂ કરી શકાય નહીં. સંસારની બધી વાતો ગમે તે કોઈની પાસે તો ૨જૂ કરી શકાય નહીં. પ્રભુ પાસે બધી ગોપનીયતા, બધી રુધામણ, કોણ જાણે કેમ, બધા અંતરાય દૂર થઈ જાય છે. એટલે એમને હું ખૂબ ચાહું છું.
મારા પ્રભો, હું કાંઈ ન જાણું. મૌનપણે તમને બસ, ચાહ્યા કરું... પ્રેમપયોધી! તમે કેવા પાવન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસો. તમે જાણે અષાઢી ઘન નખિશખ નીતરી નીતીને નહાયા કરું... સ્નેહસખા તમે સદા સુહાગી
For Private And Personal Use Only
સુલસા
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમને પામીને બની હું બડભાગી બંધ હોઠે ને અકબંધ હૈયે હું ગાયા કરું..
હું તો પલપલ ચાહી રહી! ક્યારેક હું મારી સખી વસંતસેનાને હસતાં હસતાં કહું છું : બ્રાહ્મણે તો જોષ જોઈને કહ્યું છે કે મહાવીર સાથે મારી કુંડળી મળે છે. તો મહાવીર મને ફળતા કેમ નથી?' વસંતસેનાએ કહ્યું : “બે કાગળના ટુકડા પરના આંકડા મળે એથી શું થયું? તું મહાવીરમાં સમાઈ જા! તારી કુંડળીના ગ્રહો પણ મહાવીરમાં સમાઈ જશે. મહાવીરનું તેજ તારા તેજમાં ઉમેરાશે!”
- જિન આંખન મેં તવ રૂપ બચ્યો
તિન આંખન સે અબ દેખિયે ક્યા? પ્રભો! જે આંખમાં તારું રૂપ વસે, એ આંખથી બીજું કંઈ કઈ રીતે જોવાય? જે નેત્રમાં મહાવીરનાં દર્શન અંજાયાં, એ નેત્રથી બીજું કંઈ જોઈ ન શકાય. મહાવીર મારા પ્રિયતમ પ્રભુ છે. ક્ષણે ક્ષણે હું એમનું જીવનસાંનિધ્ય અનુભવું છું.”
સુલતાના ઉદ્દગારમાં એના હૃદયની આરજૂ, વિરહનો તલસાટ, મિલનની તૃપ્તિ, આસક્તિમય ભક્તિ, મહાવીર વિનાની લાચારી, મહાવીર સાથેની ખુમારી...અને પ્રેમનો છડેચોક એકરાર! એ એકરાર ન કરે ત્યાં સુધી કરાર ન વળે. મહાવીર એટલે નર્યો પ્રેમ, માધુર્ય અને અદ્વિતીય સૌન્દર્યનું સ્વરૂપ! પ્રેમ એટલે પ્રારંભમાં વૈત અને અંતમાં અદ્વૈત.
મહાવીરે ગોશાલક, ગોવાળ, પૂતના-રાક્ષસી અને સંગમદેવને પણ સમતાથી સહ્યા, સાથે સાથે ચંદના, મૃગાવતી... અને દુર્ગધાને પણ સ્વીકારી. જીવનનાં બધાં ફૂલ અને બધા કાંટા મહાવીરે અનાસક્ત ભાવે સ્વીકાર્યા.
સુલસાના મનમાં વારેવારે તલસાટ જાગે છે કે મહાવીર મારા ઘરે આવે! તે પ્રભુને કહે છે -
હળવે હળવે હળવે વીરજી
મારે મંદિર આવો રે...
સુલસા
૨૩
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોટે મોટે મોટે હું તો
મોતીડે વધાવું રે... કીધું કીધું કીધું મુજને
કાંઈક કામણ કીધું રે.. લીધું લીધું લીધું મારું
ચિતડું ચોરી લીધું રે... એક દિવસ સમવસરણમાં, શ્રેણિકની રાણીઓ ધારિણી અને નંદા, સુલતાને ભેગી થઈ ગઈ. ધારિણીએ ભાવથી છલકતા હૃદયે વાત કરી - “સુલસા, હું અને નંદા આ રાજગૃહીમાં પ્રભુ વીરની સેવામાં કોઈ કચાશ નથી રાખતાં. એમની એક એક પળને પ્રસન્નતાથી ભરી દેવામાં જ અમને જીવવાનો સ્વાદ સાંપડે છે. અમારા અન્તઃપુરમાં “મહાવીર' સિવાયના બીજા બધા શબ્દો ફિક્કા લાગે છે. અહીં બધું વીરમય છે! પ્રભુમય છે! મધુમય છે! છતાં મહાવીરના કાને ક્યાંકથી “સુલતા' શબ્દ પડે ત્યાં તો અમારા નાથ મૌન-ઉદાસીમાં સરી પડે છે. તું તો મહાવીરની પ્રિય શ્રાવિકા છો. મને તારી અદેખાઈ નથી આવતી, મારા પ્રભુને પ્રિય હોય તે મને પણ પ્રિય જ હોય હું તો તારી પાસે વીરપ્રેમનું રહસ્ય જાણવા માગું છું. જેથી અમે સૌ મળીને એમને વધારે પ્રસન્ન કરી શકીએ! તારા સમર્પણનું એવું તે કેવું તત્ત્વ છે, જે અમારામાં ખૂટે છે? બહેન, તારા મહાવીરને વધારે સુખી કરવા માટે આ પૂછી રહી છું!”
આ સાંભળીને તુલસા મૌનમાં સરકી પડી. એની આંખોમાં આંસુ ઊભરાયાં. મહાપ્રયત્ન એણે ધારિણીને કહ્યું : “બહેન મારી! આ સવાલનો જવાબ હું શું આપું? તું મારા મહાવીરને જ પૂછી જોજે.'
મહાવીરની શ્વાસની લિપિ પોતાના શ્વાસ દ્વારા પામે તે સુલસા! મહાવીરના ધબકારાની ભાષા પોતાના ધબકારામાં પામે તે સુલતા! અને મહાવીરથી દૂર રહ્યા છતાં જે અદ્વૈત સાધી શકે તે સુલતા!
માનવસંબંધોનું જે છીછરાપણું છે તેને પરિણામે માણસને ધરવસંતોષ નથી થતો. એના જીવનમાં જે અધુરપ રહી જાય છે તે ઝીણાં શૂળ ઊભાં કરે છે. આજના માણસની પીડા એ મારી દૃષ્ટિએ છીછરા માણસની પીડા છે. ક્યાંક સંબંધનું ઊંડાણ પામવાનું ચૂકી જવાય છે.
૨૪
સુલાસા
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી ભૂમિકા સાથે એમ કહું છું કે મહાવીરના જીવનકાળમાં ચંદના, સુલસા, રેવતી, ગૌતમસ્વામી, સિંહ અણગાર, સુક્ષત્રમુનિ, સર્વાનુભૂતિ મુનિ સાથેના અપ્રદૂષિત માનવસંબંધોમાં ગૌરી-શંકરની ઊંચાઈ જોવા મળે છે.
નાગ સારથિને જેમ મહારાજા શ્રેણિક સાથે, મહામંત્રી અભયકુમાર સાથે ઘનિષ્ઠ સંબંધ હતા, તેમ સુલતાને મહારાણી ધારિણી અને નંદા સાથે નિકટના સંબંધ હતા. બંને રાણીઓએ સલમાને - એ ગર્ભવતી થઈ - તેનાં અભિનંદન આપ્યાં. પ્રસન્નતા વ્યક્ત કરી. સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી સહુ વિસર્જિત થયાં. જતાં જતાં ધારિણીએ સુલતાને મહેલે મળવા આવવાનું આમંત્રણ આપ્યું.
વસ્ત્ર-આભૂષણોનો શણગાર સજી, રથમાં બેસી સુલસા રાજમહેલમાં પહોંચી. એ સીધી રાણીવાસમાં પહોંચી ગઈ. રાણી ધારિણીએ સુલતાના હાથ પકડી, પ્રસન્નતાપૂર્વક ભદ્રાસન પર બેસાડી. દાસી સુવર્ણના પ્યાલામાં પાણી મૂકી ગઈ. પાણી પીને સુલસાએ પૂછ્યું : કેમ છો મહારાણી? તન-મન નિરાકુલ છે ને?”
ધારિણીએ બાજુના આસન પર બેસતાં જ ડૂસકું ભર્યું. બે હાથે મોટું ઢાંકી દીધું. સુલસાએ ઊભા થઈ ધારિણીના માથે હાથ ફેરવ્યો.
દેવી! આપની આંખોમાં આંસુ?' મૌન, કોઈ કારણ હશે ને?' તે કહેવા જ તને બોલાવી છે!' કહો, મન ખોલીને કહો.”
મારો પુત્ર મેઘકુમાર...હઠ લઈને બેઠો છે કે મારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવી છે...'
ઓહો! મેઘકુમાર સાંભળીને વૈરાગી થઈ ગયો પ્રભની વાણી?'
ના, વૈરાગી નથી થયો, એ મહાવીરને મોહી પડ્યો છે! મહાવીરના રૂપ ઉપર પતંગિયાની જેમ નાચે છે. મહાવીરની વાણી સાંભળતાં ડોલી ઊઠે છે! બહેન, મહાવીરે એના ઉપર કામણ કર્યું છે! હવે શું કરે? મારો એકનો એક કુમાર. હું એના વિના કેવી રીતે જીવી શકીશ?”
સુલાસા
૨૫
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલતાં બોલતાં ધારિણી રડી પડી. સુલસા આશ્વાસન આપતાં બોલી : “મહારાણી, રડો નહીં. તમારો પુત્ર માતૃભક્ત છે, પિતૃભક્ત છે. તમારા બન્નેની અનુમતિ લીધા વિના એ દીક્ષા નહીં લે!”
“અરે આજ સવારે જ એ અહીં આવ્યો હતો. મહારાજા પણ અહીં જ હતા. તેણે અમને બંનેને ભક્તિથી અંજલિ જોડી, મધુર વચનોથી વિજ્ઞપ્તિ કરી : “હે માતા-પિતા, તમે ચિરકાળપર્યત મારું લાલન-પાલન કર્યું છે. હું કેવળ તમને શ્રમ આપનારો થયો છું. હવે હું પ્રભુ વીરનાં વચનો સાંભળીને આ દુ:ખદાયી સંસારથી વિરક્ત થયો છું. સંસારસાગરના તારક શ્રી વીર પ્રભુ સ્વયમેવ અહીં પધાર્યા છે. તો, જો તમે મને આજ્ઞા આપો તો હું વીર પ્રભુનાં ચરણોમાં દીક્ષા લઉં!”
મેઘકુમારની આ વાત સાંભળીને મહારાજે કહ્યું : “વત્સ, આ વ્રત પાળવું સહેલું નથી. અરે તારું શરીર તો કોમળ છે, મુલાયમ છે. તે સંયમજીવનનાં કષ્ટ કેવી રીતે સહન કરી શકીશ?'
હે પૂજ્ય, હું સુકુમાર છું, છતાં સંસારથી ભયભીત થયેલો હોવાથી, તે દુષ્કર વ્રતને ધારણ કરી શકીશ. માટે મારા ઉપર કૃપા કરો, મને અનુમતિ આપો. હે માતા, હે પિતા, જે મૃત્યુ માતા-પિતાના ઉત્કંગમાંથી પુત્ર-પુત્રીને ઉપાડી જાય છે, તે મૃત્યુ પર હું વિજય મેળવીશ. પ્રભુની આજ્ઞાને અનુસરવાથી મૃત્યુ જ મરી જાય છે!
મહારાજાએ કહ્યું : “વત્સ, જે કે તું સંસારથી વિરક્ત થયો છે, તો પણ મારી એક ઇચ્છા પૂર્ણ કર.'
આજ્ઞા કરો પિતાજી!'
એક વાર રાજસિંહાસન પર તારો રાજ્યાભિષેક કરવાની મારી તીવ્ર ઇચ્છા છે. મારે તને મગધાધિપતિના રૂપે જોવો છે! મારી આંખો ઠરશે. મારું હૈયું ઠરશે!'
આપની આજ્ઞા શિરોધાર્ય છે. પિતાજી, પણ પછી બીજા જ દિવસે હું પ્રભુ વીરનાં ચરણોમાં દીક્ષા લઈશ...
મહારાજાએ અને મારે અનુમતિ આપવી પડી. હવે હું શું કરું? આવતી કાલે જ મહારાજા, મેઘકુમારનો ભવ્ય રાજ્યાભિષેક મહોત્સવ આયોજિત કરવાના છે. અભયકુમારને મહોત્સવ-આયોજનની આજ્ઞા
સુલાસા
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કરી દીધી છે! હવે શું કરવું કંઈ સમજાતું નથી. મન માનતું નથી. સુલસા, મને તું કોઈ રસ્તો દેખાડ...મારે એને દીક્ષા લેવા દેવી નથી...'
સૂલસા ઊંડા વિચારમાં પડી ગઈ. થોડી ક્ષણ વિચાર કરીને કહ્યું : “મહારાણી! તમે મેઘકુમારને ચાહો છો ને? એને પ્રેમ કરો છો ને?' “હા.' રાણી, એટલે તમે એને તમારી પાસે રાખવા ઇચ્છો છો. બરાબર ને?'
“હા.'
તો, તમારો લાડકવાયો હવે પ્રભુ વરને ચાહે છે! પ્રભુ વીરની સાથે પ્રેમની ગાંઠ બાંધી બેઠો છે. એને જો તમે રોકશો તો રોકાશે, પણ એ પ્રભુના વિરહને સહન નહીં કરી શકે. એને ખાવાનું પીવાનું...હરવા-ફરવાનું કંઈ જ નહીં ગમે...એનું મન દુ:ખી દુ:ખી થઈ જશે. તમે માતા છો. તમે એનો તરફડાટ...વેદના..આંસુ જોઈ શકશો? નહીં જોઈ શકો..માટે હું તો એમ કહું છું કે પુત્રના સુખમાં, પુત્રના આનંદમાં આપણે આનંદ મેળવવાનો.
‘દેવી, આમેય મહારાજાએ રાજ્યાભિષેક પછી દીક્ષા લેવાની અનુમતિ આપી જ છે! તમે પતિપરાયણ પત્ની છો, તમે મહારાજાની આજ્ઞાથી વિપરીત નથી જ જવાનાં. માટે પુત્રમોહને તોડો. એ જે મોક્ષમાર્ગે જાય છે, એનો આનંદ મનાવો. એ પ્રભુ વીરનો લાડકવાયો તરુણ શિષ્ય બનશે. પરમાત્માની એના પર પરમ કરુણા વરસતી રહેશે. અને એક ખાનગી વાત પૂછું?'
પૂછો!” ધારિણીના મુખ પર સ્મિત આવી ગયું.
કહો, રાણી, તમને, તમારા હૃદયમાં પ્રભુ વીરના પ્રત્યે પ્રેમ જાગ્યો છે કે નહીં? તમને મહાવીર ગમ્યા છે ને? એ પણ એક રાજ્યના રાજકુમાર હતા...
આપણી પ્રિય વ્યક્તિ પાસે આપણો સ્વજન જાય અને રહે - તેમાં આનંદ જ પામવાનો છે! દેવી! મહાવીર, મહારાજા પાસે રાજ્ય માંગે ને તો એક ક્ષણમાં એમના ચરણે રાજ ધરી દે! જુઓ છો ને મહારાજાને ભગવાન પ્રત્યે કેવો અનન્ય ને અગાધ પ્રેમ છે! પ્રેમીને સર્વસ્વ ન્યોચ્છાવર કરી શકાય...'
સુલાસા
૨૭
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધારિણીનું મન કંઈક શાન્ત થયું. તેણે કહ્યું :
‘જ્યારે મેઘકુમાર મુનિ બનશે ત્યારે મહારાજા સમ્યગ્દર્શન ગ્રહણ કરશે. અભયકુમાર બાર વ્રત ગ્રહણ કરી શ્રાવક બનશે!’
‘એમ! તો હું પણ કાલે બાર વ્રત ગ્રહણ કરી પ્રભુનીશ્રાવિકા બનીશ...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજમહેલેથી સુલસા પોતાની હવેલીએ આવી. રથમાં એના મન ઉપર મેઘકુમાર છવાયેલો રહ્યો! હજુ તો માત્ર ૧૬ વર્ષનો તરુણ કુમાર છે...આસપાસ સુખ પથરાયેલું છે. આનંદ-પ્રમોદનાં સાધનો છે...મગધસમ્રાટના રાજકુમારને ક્યા સુખની કઈ કમી હોય? સુખોનો ત્યાગ કરવો, દુઃખમય જીવન સ્વીકારવું-એ નાના ગજાના માણસનું કામ નથી. આ માર્ગ તો શૂરવીર અને પરાક્રમી સ્ત્રી-પુરુષોનો છે! હસતે મોઢે દુઃખોની સામે જઈ દુઃખોને આહ્વાન આપવાનું જીવન છે!
૨૮
મારા પ્રભુ ખરેખર મેઘકુમારને મળ્યા, મેધકુમારે પ્રભુને મેળવ્યા! પ્રભુના સંગમાં જીવન જીવવાની અનેક ઉદ્દીપ્ત ભાવનાઓ એનામાં જાગી ગઈ! એ પ્રભુનું પૂર્ણ નૈકચ પ્રાપ્ત કરશે!
એનો દીક્ષામહોત્સવ જોવાનો લહાવો જરૂ૨ મળશે!
35
For Private And Personal Use Only
સુલસા
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ
એક સ્ત્રીનું જીવન, એ પતિના ચરણોમાં શ્રદ્ધાથી અને ભક્તિભાવથી સમર્પણ કરેલું એક કમલપુષ્પ છે. પતિનું સુખ એ પોતાનું સુખ. પતિની અર્ધાગના બની રહેવાના પવિત્ર સોગંદ તેણે સપ્તપદીના મંગલ અવસરે અગ્નિદેવની સાક્ષીએ લીધેલા હોય છે. આથી એને અર્ધાગના કહે છે. હું મારા પતિને સુખના શિખર ઉપર રાખવાનો સતત પ્રયત્ન કરું છું. હું ખૂબ ભાગ્યશાળી છું. ભલભલી સ્ત્રીને ઈર્ષ્યા થાય એવું મારા પતિનું રૂપ-સૌન્દર્ય છે, અને એથીય અધિક એ હૃદયના વિશાળ છે. જોકે તેઓને રૂપનું સહેજે અભિમાન નથી. તેઓ મહારાજા પ્રસેનજિતના પ્રિય સ્નેહી અને સારથિ હોવા છતાં તેમને માતા-પિતાની સેવા કરતા જોઈને મારું હૃદય ગર્વ અનુભવતું હતું. સુંદર અને સદ્ગુણી પતિ માટે કઈ સ્ત્રીને ગર્વ ન હોય! વિશાળ વટવૃક્ષ પર ઊગેલી વેલીનું જીવન નચિંત, નિર્ભય અને સુખી હોય છે, તેવું જ મારું જીવન મારા પતિના સહવાસમાં છે.
મહારાજા પ્રસેનજિતના સ્વર્ગવાસ પછી, મારા પતિ, મહારાજા શ્રેણિકના પણ એટલા જ પ્રીતિપાત્ર સારથિ રહ્યા છે. મહારાજાએ એમને માત્ર સારથિ જ નથી માન્યા, સ્વજન માન્યા છે. એટલે એમના રાજમહેલમાં મારી બેરોકટોક અવર-જવર રહે છે. મહારાણી નંદા અને ધારિણીની તો હું ગાઢ સખી છું. મારા પતિના મહારાજા સાથે, અભયકુમાર સાથે અને બીજા રાજપુરુષો સાથે ખૂબ સારા સંબંધો છે. છતાં મારા પ્રત્યેના પ્રેમમાં સહેજ પણ ઊણપ આવવા દેતા નથી. આવા પતિ મેળવીને હું ખૂબ ભાગ્યશાળી થઈ છું. મારા જનમોજનમનાં પુણ્ય ફળ્યાં છે. રાજમહેલમાં પણ મારા ઉપર રાણીઓએ અને કન્યાઓએ મને પ્રેમમાં તરબોળ કરી દીધી છે. આ બધું કેવળ મારા પતિના કારણે હતું. આથી જ, મારા પતિની તીવ્ર પુત્રેચ્છા પૂર્ણ કરવા મેં દેવ-આરાધના કરી. દૈવીકૃપા થઈ...અને ૩૨ ગર્ભને ધારણ કરનારી માતા બની! હું મારા પતિને નિરંતર સુખી કરવા તત્પર રહું છું. સ્ત્રીઓએ અંગત દુઃખો સહન કરીને, બીજાનાં દુ:ખો હળવાં કરવાનાં હોય
સુલાસા
૨૯
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. કોઈ પણ સુજ્ઞ સ્ત્રીને એ શીખવવું નથી પડતું કે એના પતિનું દુઃખ એણે કેવી રીતે નિવારવું?
રાજમહેલમાં જ્યારે રાણી ધારિણી પાસે મેઘ કુમારની વાત નીકળી ત્યારે મારી આંખોમાં આંખ પરોવતાં એમના ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. એમની નીલવર્ણી આંખોમાંથી ટપકી પડેલાં બે અશ્રુબિંદુ રક્તવર્ણા ગાલ પર થઈ મારા પગ પર સરી પડ્યાં હતાં. એ બળબળતા અંગારા સમાં હતાં. મોં ફેરવી લઈ, ઉત્તરીયથી આંસુ લૂછતાં તેમણે કહ્યું હતું : “મેઘકુમાર અમને છોડી ચાલ્યો જશે...'
ઘરે આવ્યા પછી મારા મનમાં વિચારોની આંધી ચઢી આવી હતી. મન ઉદાસ અને ગંભીર ગઈ ગયું હતું. ધારિણીનો કેળના દંડ સમો પહેલા ખોળાનો પુત્ર મેઘકુમાર, માતા-પિતાનો ત્યાગ કરી મોક્ષમાર્ગે જઈ રહ્યો હતો. પુત્રવિરહની વેદના તો પુત્રવત્સલ માતા જ સમજી શકે! મેં ધારિણીને મીઠી મીઠી શિખામણ આપી. “એ વીર પ્રભુનાં ચરણે જાય છે. માટે જવા દો!'
બીજી બાજુ હું પુત્રની લાલસામાં તરફડું છું! કૂખમાં બત્રીસ-બત્રીસ ગર્ભોને ધારણ કરી રહી છું. પુત્રજન્મની અને પુત્રોના પ્રેમની કલ્પનામાં ગાંડીઘેલી બની જાઉં છું! ધારિણીને આશ્વાસન આપતાં મને એ વિચાર ના આવ્યો કે “મારા બત્રીસ પુત્રો જો આ રીતે મારો ત્યાગ કરી જશે તો એ પુત્રવિરહની વેદના હું સહન કરી શકીશ?' મારો આ વિચાર મને ધ્રુજાવી ગયો. ધારિણી પ્રત્યે સહાનુભૂતિનો ધોધ વહેવા લાગ્યો...
ત્યાં અચાનક મારા પતિ આવી ચડ્યા. તેમને જોઈને હું કૃત્રિમપણે હસી. પણ તેઓ સમજી ગયા અને બોલ્યા : “કેટલાક માણસો જૂઠું નથી બોલતા પણ જૂઠું હસી શકે છે, તેની મને આજે ખબર પડી!'
કોણ જૂઠું હસે છે? તમને જોઈને કોઈ જૂઠું હસી શકે ખરા?” “હા, તું! આજે તું જૂઠું હસી રહી છે. તું મારાથી કંઈક છુપાવે છે!' “શું છૂપાવું છું?” તું જ કહે!” હું ઉદાસ થઈ ગઈ. મારી આંખો ભીની થઈ ગઈ.
૩૦
સુલાસા
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેઘકુમાર પ્રભુ વીર પાસે દીક્ષા લેવાનો છે...” બોલતાં બોલતાં મારો સ્વર ભરાઈ ગયો. પણ હું પૂછું છું કે એમાં તારે આટલું બધું વ્યથિત થવાનું શા માટે ?'
નાથ, એ સમજવા માટે વિશેષ કરીને માતા બનવું પડે! એ સિવાય પુત્રવિરહની વેદનાની ખબર ન પડે...”
“તારી વાત સાચી છે સુલસા.' હંમેશની જેમ અટારીએથી દૂર ક્ષિતિજ તરફ જોતાં તેઓ બોલ્યા. ‘તને એક પ્રશ્ન પૂછું? સાચેસાચું કહેજે.' ‘તમારી પાસે કદી હું જૂઠું બોલી છું? બોલવાની પણ નથી! આપ મારા પરમેશ્વર છો..'
મેઘકુમાર વીર પ્રભુના ચરણે રહે, એ તને ગમે છે ને?' “ગમે છે! ખૂબ ગમે છે. પણ ધારિણી રાણીના હૃદયનો વિચાર મને વ્યથિત કરી દે છે...અલબત્ત, હું સમજું છું કે એ એક પ્રકારનો મોહ છે. પુત્રમોહ છે. પરંતુ એ મોહ તો મને પણ ક્યાં નથી? પુત્રપ્રાપ્તિ માટે મેં પણ દેવારાધન કર્યું ને?' ‘એ મારી પુત્રેચ્છા પૂર્ણ કરવા માટે! તને તો ક્યાં પુત્રેચ્છા હતી?'
ઓ મારા નાથ, જે તમારી ઇચ્છા, તે મારી ઇચ્છા નહીં? દેવે આપણા પર પરમ કૃપા કરી. માગ્યો હતો એક પુત્ર, દેવે આપ્યા બત્રીસ પુત્ર! તમે બત્રીસ પુત્રીના પિતા બનવાના!
પણ, પુત્રની પ્રાપ્તિ થયા પછી, પત્નીના પતિપ્રેમમાં ઓટ આવે છે, એમ કહેવાય છે!”
નાથ, તમારી યાદ માત્ર એક જ બનાવથી દૂર થાય અને તે મારા મૃત્યુથી!”
સુલસા, ખરેખર તું મારા માટે સ્વર્ગીય આનંદની બક્ષિસ લઈને આવી છો!”
એમની પાણીદાર આંખો મારા હૃદયસરોવરમાં ડૂબકી મારતી હતી.
દિવસો પર દિવસો જતા હતા. મને ઊઠવા-બેસવામાં તકલીફ પડતી હતી. પલંગ પર આડા પડતાં જ મારી આંખ સામે આખું જીવન ખડું થઈ જતું હતું. બાળપણમાં પિતા મૃત્યુ પામ્યા પછી માતાએ મને પ્રેમથી ઉછેરી
સુલતા
૩૧
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. અમે રાજગૃહીમાં આવ્યાં અને તે જ દિવસે માએ જીવન સંકેલી લીધું હતું. રાજગૃહીના વૈભારગિરિ પર મારું અને નાગ સારથિનું પ્રથમ મિલન થયું હતું. મને જાણે કે જનમજનમનો સાથી મળી ગયો હતો. પરાક્રમી, સ્વરૂપવાન, નિરહંકારી અને પ્રેમાળ! એમના સહવાસથી મારા જીવનમાં વસંત મહોરી હતી. માતૃત્વ એ સ્ત્રીને નિસર્ગે દીધેલું સર્વશ્રેષ્ઠ વરદાન છે! પરાક્રમનું માતૃત્વ પુરુષો પાસે હોય છે, પરંતુ માતૃત્વનું પરાક્રમ ફક્ત સ્ત્રી જ કરી જાણે છે. માતૃત્વ એ સ્ત્રીની સૌથી શ્રેષ્ઠ અને સુંદર સાધના છે. માતૃત્વનો આનંદ સહજસાધ્ય નથી, એ માટે સ્ત્રીને મૃત્યુ જેવી પ્રસવવેદના સહેવી પડે છે! પ્રસવવેદનાની ભઠ્ઠીમાં તપીને બહાર આવે છે માતૃત્વનું સોનું
હું મારા શયનગૃહમાં એકલી જ પલંગ પર પડી હતી, ત્યાં મારી સખી વસંતસેના આવી પહોંચી. મારા પલંગ પાસે પડેલા ભદ્રાસન પર બેસીને, એ મારા તરફ ટગર-ટગર જોવા લાગી. એની આંખોમાં તોફાન હતું. તેના મુખ પર મલકાટ હતો. મેં એને પૂછયું :
આજે તું ખૂબ આનંદમાં કેમ છે?' તને જોઈને!' એવું શું જોયું મારામાં? મને તો તું રોજ જુએ છે!'
પણ આજે મને તારું રૂપ અભુત લાગે છે! બત્રીસ-બત્રીસ ગર્ભસ્થ શિશુઓનો પુણ્યપ્રભાવ તારા શરીરના એક-એક અંગ ઉપાંગમાં મને દૃષ્ટિગોચર થાય છે. તેને સંભળાવું? સાંભળ!
મોટા ચામર જેવા ભરાવદાર કેશપાશમાં જે ચિત્રવિચિત્ર પુષ્પોની રચના થઈ છે, તેની આગળ મોરનાં પીંછાં તુચ્છ લાગે છે!
સુલતા! તું ખરેખર કામદેવની રાજધાની જેવી શોભે છે! તારી નાસિકા દંડ છે, તિલક કુંભ છે, ભ્રકુટિ ઝાલર છે અને લલાટ છત્ર છે!
તારા કાને જે કમલાકાર કુંડળો લટકે છે, તે કાનની શોભાથી લજ્જિત થઈને આસો માસના હિંડોળા જુદાજુદા વનનાં વૃક્ષોની ડાળીઓ ઉપર બંધાઈ રહ્યા છે!
તારાં નેત્રોની શોભાથી પરાભવ પામીને બિચારી હરણીને વનવાસમાં જવું પડ્યું છે અને નીલકમલને બિચારાને કાળું મુખ કરી જ લાશયનો આશ્રય લેવો પડ્યો છે!
૩૨.
સુલતા
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારી નાસિકા સાથે પોતાની સરખામણી કરતું તિલપુષ્પ, હસીને વિકસ્વર થઈને ખરી પડ્યું! તારી નાસિકાની ઈર્ષ્યા કરીને એટલે ખરી પડ્યું! તિલપુષ્પ જેવી તારી સરળ અને સુંદર નાસિકા છે!
તારા હોઠ કેવા સુંદર, લાલ અને કોમળ છે! પ્રવાલ લાલ હોય પણ કઠિન હોય છે. બિંબફળ કોમળ હોય છે પણ કાંતિમાન-સુંદર નથી હોતાં. એટલે પ્રવાલ સાથે કે બિંબફળ સાથે તારા હોઠને સરખાવી ન શકાય.
સુલતા! મારી પ્રિય સખી! તારા મુખની સરખામણી હું ચન્દ્ર સાથે ન કરું! કારણ કે ચન્દ્ર કલંકિત છે. વળી તેની આકૃતિ કાયમ એકસરખી નથી રહેતી. પક્ષ અનુસાર વધઘટ થાય છે ને દિવસે તો તેની કાંતિ સાવ ઝાંખી થઈ જાય છે! જ્યારે તારું મુખ તો સદૈવ નિર્મળ, નિષ્કલંક, ગોળાકાર અને ઉજ્જવલ છે!
તારો કંઠપ્રદેશ કેવો ત્રણ રેખાથી અલંકૃત છે! મનોહર અને મધુર સ્વરવાળો છે! તેથી જ કદાચ પેલો શંખ, દુર્જનની જેમ બહારથી ઊજળ અને અંદરથી વાંકો થઈ ગયો છે!
સુલતા! તારી બંને હથેળીઓ, પદ્મરાગમણિથી પણ વધારે લાલાશવાળી છે! રક્તકમલ તો તારા હાથનાં તળિયાંની સામે તુચ્છ છે...એ પડ્યું જલાશયમાં!
અને મારી સખી! એક ખાનગી વાત કહું? તારા બે કઠિન, પુષ્ટ અને ગોળ સ્તનોની સાથે વિવાદ કરવા આવેલા માટીના ઘડાઓ બિચારા હારી ગયા...કોધથી લાલ-લાલ થઈ ગયા.છતાં હજુ તેમને નિરંતર પાણી ભરવું
કેવી તારી પતલી કમર છે! તારી પતલી કમર સામે સિંહ, વેદિકા અને વજની કૃશતા કોઈ વિસાતમાં નથી. તે એ ત્રણેય ઉપર વિજય મેળવ્યો છે એટલે તારા પેટ ઉપર ત્રણ રેખાઓ શોભે છે!
તારો નિતંબ ભાગ કેવો વિશાળ છે! તારી સાથળ કેવી સુઘન અને કોમળ છે! તારી ચાલ ગજગામિની છે, હંસગામિની છે! તારાં ચરણ કેવાં કોમળ અને સુંદર છે.
દેવી! મારી સખી! હું માનું છું કે જગતમાં જે સારભૂત શ્રેષ્ઠ તત્ત્વો છે તે લઈને વિધાતાએ તારા શરીરનાં અંગોપાંગોનું ઘડતર કરેલું છે! માટે તું રૂપલાવણ્યથી સર્વાગ સુંદર છે!
સુલતા
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી વાત ગમી ને? સાચી છે ને?' વસંતસેના ખડખડાટ હસી પડી, સુલસાને ભેટી પડી. સલસા આનંદથી નાચી ઊઠી.
આજે રાજસભામાં મેઘકુમારનો રાજ્યાભિષેક થવાનો છે. એ મહોત્સવ જોવા મારું મન તલસી રહ્યું છે. જોકે ગર્ભાવસ્થામાં, ત્યાં રાજસભામાં જઈને બેસવું... મારા માટે મુશ્કેલ હતું. છતાં મેં વસંતસેના સાથે રાજસભામાં જવાનો નિર્ણય કર્યો. મહારાણી ધારિણીને સમાચાર પણ કહેવરાવી દીધા!
હું સગર્ભા થઈ ત્યારે મહારાણી ધારિણીએ મને ભેટ આપેલી લીલી અતલસની સાડી મેં જતનથી જાળવી હતી તે કાઢીને પહેરી, વસંતસેનાએ મને શણગારી. મારા પતિ રથને અશ્વો જોડીને ઊભા જ હતા. હું અને વસંતસેના ધીરેથી રથમાં ચઢ્યાં...એમણે ચઢવામાં મને સહાય કરી, અને રથને રાજમહેલ તરફ હંકારી મૂક્યો.
રાજમહેલમાં નગારાં વાગ્યાં. રાષ્ટ્રધ્વજ શ્વેત રાજમહેલના શિખર પર ગર્વથી ફરકતો હતો. સભાગૃહનો કક્ષ આમંત્રિતોથી અને સન્માન્ય વ્યક્તિઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. હું અને વસંતસેના અંતેપુરમાં પહોંચ્યાં. મને જોઈને રાણી નંદાદેવી અને રાણી ધારિણી ખૂબ રાજી થયાં. એ બંનેએ મારા બે હાથ પકડ્યા અને ધીરે ધીરે રાજસભામાં, જ્યાં રાણીઓને બેસવાનું હતું ત્યાં લઈ ગયાં. મને રાણીઓએ પાસે બેસાડી. વસંતસેના મારી પાછળ ઊભી રહી ગઈ.
સભાગૃહના મધ્યભાગમાં પૂર્વ દિશાભિમુખ નવ હાથ ઊંચું ભવ્ય રાજસિંહાસન મસ્ત હાથીની જેમ શોભતું હતું. કેટલું પ્રાચીન! એ સિંહાસન પર કોણ બેસનાર હતું? આ સિંહાસન પર બેસનાર સૌપ્રથમ પરાક્રમી રાજા કોણ હશે? સંપૂર્ણ સુવર્ણથી મઢેલા આ સિંહાસનને શોભાવનારા અનેક શક્તિશાળી રાજાઓ કાળના ઉદરમાં સમાઈ ગયા હતા, તો પણ આ સિંહાસન પર પ્રત્યેક રાજાના કાર્યની ઊંડી અને સ્પષ્ટ છાપ અંકિત થયેલી હતી. એના ઉન્નત શૌર્યના જીવંત સાક્ષી સમું આ સિંહાસન હતું. સિહાસનના હાથા પર ખુલ્લું મોં કરીને બેઠેલા સિંહની આકૃતિ કંડારેલી હતી. પાછળની બેઠક ખાસ્સી છ-સાત હાથ જેટલી ઊંચી હતી. આખા સિંહાસન પર જાસવંતી ફૂલની કેસરી દાંડી જેવું સુંદર મરોડદાર નકશીકામ કોતરેલું હતું.
સુલતા
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાગૃહ એટલે જાણે વસંતનો વૈભવ! અને કેમ ન હોય? વૈભવ શ્રેણિક જેવા શુરવીર રાજાનો સેવક બનીને એને અનુસરી રહ્યો હતો. સિંહાસનની પાછળ પૂર્વાભિમુખે સૂર્યદેવની, નીલરંગની ભીંત પર થાળી જેવડી ગોળાકાર સુવર્ણપ્રતિમા હતી. નીલરંગી ભીંતના પૃષ્ઠ ભાગ પર જુદી તરી આવતી સોનેરી પટ્ટી હતી. સાક્ષાત્ સૂર્યદેવ જ આકાશમાંથી ઊતરીને સિંહાસનને ટેકો દેવા જાણે ભીંત પર સ્થિર થઈ ગયા હોય તેવો ભાસ ચકચકિત પ્રતિમાને જોઈને થતો હતો. સિંહાસનની બે બાજુ અને સામે બીજાં આસનો હતાં. રાજગુરુ, અમાત્યો, સેનાપતિ, પુરોહિત, આમંત્રિત રાજાઓ અને રાજગૃહીના યોદ્ધાઓ એ આસન પર બિરાજ્યા હતા.
સભાગૃહના આરસના થાંભલા પર નકશીદાર વેલબુટ્ટા તેમજ વિવિધ ભાવમુદ્રાઓ કંડારવામાં આવી હતી. શ્વેત આરસની ફરસ પર ગાંધાર અને કંબોજ દેશના સુંવાળા રેશમી ગાલીચા પાથરવામાં આવ્યા હતા. પવનની અવરજવર માટે સામસામે ભવ્ય ગવાક્ષો હતા. રાજારાણીઓને બેસવા માટે એક સ્વતંત્ર અટારી બનાવવામાં આવી હતી. હંમેશની જેમ ઝગમગતા જરિયાન પડદાની આડશથી અટારી શોભતી હતી. ભલભલો અહંકારી માણસ પણ સભાગૃહના આ વિસ્મયકારી રાજસિહાસનને જોઈ ઝૂકી જતો.
સભાગૃહ ભરાઈ ગયું. મહારાજા શ્રેણિક, અભયકુમાર તથા મેઘકુમાર સાથે સભાગૃહમાં પ્રવેશ્યા, પાછળ નંદીષેણ વગેરે રાજકુમારો પણ પ્રવેશ્યા. ચારેય ખૂણામાં સળગતી અગરબત્તીની સુગંધી લહેરે વાતાવરણને તરબતર કરી મૂક્યું હતું.
મને (સુલસાને) આ સભાગૃહમાં બે વસ્તુ વધુ આકર્ષક લાગી! એક મેઘકુમારની સ્વચ્છ પ્રફુલ્લ મુખમુદ્રા અને બીજી સૂર્યદેવની ચળકતી પ્રતિમા હું એ પ્રતિમાનું એકટીસે દર્શનપાન કરી રહી હતી. જમણા હાથની કોણી મેં આસન પર ટેકવી હતી. હથેળી પર દાઢી ટેકવી એ મોહક દૃશ્યને હું આંખો ભરીને પીતી હતી. વળી મારી દૃષ્ટિ મેપકુમાર ઉપર જતી હતી. હું ભાવવિભોર બનીને કુમારને જોતી રહી. એની દેહકાન્તિ ઉવલ સુવર્ણ રંગથી ચમકતી હતી. આવું સુરમ્ય દશ્ય મેં ક્યારેય જોયું ન હતું. કેવો રમ્ય સ્વપ્નપ્રદેશ! હું ચકિત થઈ ગઈ. એવામાં પાછળ ઊભેલી વસંતસેનાએ મને કોણી મારી. હું ભાવસમાધિમાંથી જાગી. મેં ચમકીને એની સામે જોયું. એણે અભયકુમાર સામે ઇશારો કર્યો.
સુલસા
૩૫
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભયકુમાર ઊભા થયા, અને સભાની શરૂઆત થઈ. વંદનીય મગધાધિપ મહારાજા, મહારાણી, આદરણીય ગુરુજનો, મંત્રીમંડળના મંત્રીજન, આમંત્રિત મહારાજાઓ, યુવરાજ અને નગરજનો! આજે આપણે અહીં શા માટે ભેગા થયા છીએ, એ આપ સૌ જાણો છો. રાજકુમાર મેઘ, મહારાણી ધારિણી દેવીનો લાડકવાયો, ભગવાન શ્રી મહાવીરની વાણી સાંભળી સંસાર પ્રત્યે વિરક્ત થયો છે. એ પ્રભુના ચરણે જીવન સમર્પણ કરવા ચાહે છે...પરંતુ મહારાજની ઇચ્છા છે કે એક વાર મેઘકુમારનો રાજ્યાભિષેક કરી, એમને મગધના મહારાજા ઘોષિત કરવા. પછી ભલે એ દીક્ષા લે. ભગવાન મહાવીર અત્યારે આપણી રાજગૃહીમાં વર્ષાકાળ વ્યતીત કરી રહ્યા છે. તેમનો ધર્મોપદેશ આપણે સહુ સાંભળીએ છીએ. તેમનાં દર્શન-વંદન પણ કરીએ છીએ.
મહાનુભાવો! વીર પ્રભુ એટલે સહસ્ત્ર પાંખડીનું શાંતરંગી કમલપુષ્પ છે. એની ગમે તે પાંખડી લો! એનો મૃદુ સ્પર્શ અને શાંત રંગ આપણું મન હરી લે છે. પ્રભુના જન્મથી લઈને અનેક સ્વરૂપો મારી આંખ સામે તરવરી રહ્યાં છે! મેં અનેકવાર એમને જોયા છે, સાંભળ્યા છે. એમના જીવનમાં બનેલી ઘટનાઓ અનેકના મુખે સાંભળી છે!
મહાનુભાવો! વીર પ્રભુને આપણે આપણી સીમિત બુદ્ધિથી તોલવાનો પ્રયત્ન કરીશું તો ખરેખર, આપણે નિષ્ફળ જવાના. એમને મૂલવવા વિશાળ અનંત આકાશ તરફ દષ્ટિ કરવાની જરૂર છે. સમય જતાં આકાશ પણ વામણું લાગશે.
સંસાર એમના માટે શું ધારે છે એની જરાય પરવા કર્યા વિના, હું મારી જાતને મહાવીરનો વિનમ્ર ભક્ત ગણું છું. ભક્ત પોતાના ઇષ્ટદેવ વિશે શું કહે? ભક્ત પોતાના મનમંદિરમાં એમને શ્રદ્ધાથી પૂજતો રહે છે! ભક્તને પોતાની ભાવના વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે છે. બસ, આટલું કહીને હવે મેઘકુમારનો રાજ્યાભિષેક કરવાની મંગલક્રિયા શરૂ કરવામાં આવે છે.
મહારાજા શ્રેણિક ઊભા થયા. તેમની સામે મેઘકુમારને ઊભો રાખ્યો. તેના મસ્તકે સુવર્ણજડિત મુગટ મૂકવામાં આવ્યો. રૂપેરી મૂકવાળી તલવાર કમરે બાંધવામાં આવી અને જરિયાન સુંદર વસ્ત્ર ઓઢાડવામાં આવ્યું. રાજપુરોહિતે ઘોષણા કરી : “મગધનરેશ મહારાજા મેઘકુમારનો જય હો!” આખી સભાએ જયજયકાર કર્યો. મેઘકુમારને રાજસિંહાસન પર આરૂઢ
૩૬
સુલાસા
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં આવ્યો. રાજરાણી ધારિણી, નંદા વગેરેએ ક્રમશઃ આવી નૂતન રાજાનાં ઓવારણાં લીધાં. મેઘકુમાર ખીલેલા પારિજાત વૃક્ષ જેવા શાંત અને પ્રસન્ન હતા. ધારિણીએ કુમારને માથે રાજતિલક કર્યું... રાજ્યાભિષેક મહોત્સવ પૂર્ણ થયો. સૌ વિખરાયાં.
મેઘકુમારની દીક્ષાયાત્રામાં હું ન જઈ શકી, એની દીક્ષા-ક્રિયા સમયે સમવસરણમાં પણ ન જઈ શકી. મારું પેટ ભારે હતું અને વૃદ્ધ સ્ત્રીઓ હવે ઘરની બહાર જવાની મનાઈ કરતી હતી. પરંતુ મારી સખી વસંતસેના દીક્ષાયાત્રામાંય ગઈ અને સમવસરણમાં જઈને મેઘકુમારની દીક્ષાની ક્રિયા પણ જોઈ આવી. હું એના મુખે બધું જ સાંભળવા ઉત્સુક હતી. એ મને સંભળાવવા આતુર હતી! તેણે વાતનો પ્રારંભ કર્યો :
દેવી! રાજગૃહીના રાજમાર્ગો ઉપર કુંકુમજલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. માર્ગ પર સર્વત્ર સુગંધી પુષ્પો પાથરવામાં આવ્યાં હતાં. સ્થાને સ્થાને સુવર્ણના સ્તંભો ઊભા કરીને મણિ-રત્નોનાં તોરણો બાંધવામાં આવ્યાં હતાં. સુગંધથી ભરપૂર પુષ્પમાળાઓ માર્ગની બંને બાજુએ સુંદર સ્તંભો સાથે લટકાવી દીધી હતી. સ્થાને સ્થાને અગરૂ-કપૂરની ધૂપદાનીઓ મૂકેલી હતી. તે ધૂપઘટાઓથી મંડપો મઘમઘાયમાન થયા હતા. રાજમહેલથી શરૂ કરીને ગુણશીલ ચૈત્ય સુધીનો માર્ગ સ્વર્ગખંડ જેવો સુશોભિત કરવામાં આવ્યો હતો.
મેઘકુમારને સ્નાન કરાવી, દિવ્ય અંગરાગ કરી, સર્વ અંગે શુદ્ધ શ્રેષ્ઠ વસ્ત્ર અને મૂલ્યવાન અલંકારો પહેરાવવામાં આવ્યાં. મહારાણી નંદાએ એના ગળામાં સુગંધી પુષ્પોની માળા પહેરાવી. રાણી ધારિણીએ એના ભવ્ય લલાટમાં તિલક કર્યું.
કુમારને શ્રેષ્ઠ ગજેન્દ્ર ઉપર આરૂઢ કરવામાં આવ્યો. મસ્તક પર શ્વેત છત્ર અને બે બાજુ બે ચામર વીંઝાવા લાગ્યા. મેઘકુમાર જાણે દેવરાજ ઇન્દ્ર હોય તેવો સોહામણો લાગતો હતો. વાજિંત્રો વાગવા લાગ્યાં. હર્ષનાદો થવા લાગ્યા...મેઘકુમારના ગજેની પાછળ હજારો સામંત રાજાઓ ચાલવા લાગ્યા. તેમની પાછળ રથોમાં રાણીઓ બેસીને જઈ રહી હતી. માર્ગમાં બંદીજનો કુમારની સ્તુતિ કરતા હતા. ગાયકો ગીત ગાતા હતા અને માર્ગને શણગારનારા પોતાનું કૌશલ્ય બતાવતા હતા.
સુલાસા
૩૭
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સહુ સમવસરણ પાસે આવ્યા. મેઘકુમારને હાથી ઉપરથી નીચે ઉતાર્યો. મહારાજા શ્રેણિક અને અભયકુમાર, મેઘકુમારની બે બાજુ ચાલતા સમવસરણનાં પગથિયાં ચઢી, ભગવાન મહાવીરની સમક્ષ જઈને ઊભા ‘નો નિગાળ’ કહીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી. પછી મુગટ વગેરે બધાં આભૂષણ ઉતારી નાખ્યાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા શ્રેણિકે પ્રભુને કહ્યું : ‘હે જગદાધાર, આ મારો પુત્ર મેઘકુમાર આપની વાણી સાંભળી વૈરાગી થયો છે. તેને ચારિત્રધર્મ આપી, આપના શરણમાં લેવા કૃપા કરો.'
* વીર પ્રભુએ મેઘકુમારને દીક્ષા આપી.
* તે પછી ધર્મોપદેશ આપ્યો.
૩૮
* મહામંત્રી અભયકુમારે શ્રાવકજીવનનાં બાર વ્રત લીધાં. સમવસરણ પૂર્ણ થયું. મેષકુમાર મુનિ પ્રભુના શિષ્ય બની શ્રમણસંધમાં ભળી ગયા.
For Private And Personal Use Only
સુલસા
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુ
લગ્નજીવનની પરિપૂર્ણતા પુત્રસુખમાં સમાયેલી છે. પુત્રનું મોં જોતાં પિતાને પોતાનું જીવન ધન્ય લાગે છે. એક અવર્ણનીય આનંદાનુભૂતિ એને પ્રાપ્ત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભવતી સુલસા અનેક દુર્લભ ફળોની અને વિચિત્ર વસ્તુઓની માગણી કરતી. નાગ સારથિ એની દરેક ઇચ્છા પૂર્ણ કરતા. એની બધી ઇચ્છાઓ પૂરી કરવા હવેલીની બધી દાસીઓ ખડે પગે ઊભી રહેતી. અને સખીઓ એની પાસે જ વીંટળાયેલી રહેતી. સુલસા હિત-મિત અને પથ્ય ભોજનથી સુખપૂર્વક ૩૨ ગર્ભોનું પોષણ કરતી હતી.
નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થયા. સુલસા શુભ ભાવનાઓમાં રમતી હતી. નાગ સારથિ વગેરે સમગ્ર પરિવાર હવેલીમાં ઉપસ્થિત હતો. શુભ મુહૂર્તે સુલસાએ બત્રીસ પુત્રોને જન્મ આપ્યો. કોઈ કષ્ટ વિના, સમાધિપૂર્વક જન્મ આપ્યો.
બત્રીસ પુત્રો જાણે વ્યંતરનિકાયના બત્રીસ ઇન્દ્રો ન હોય! તેવા તેજસ્વી લાગતા હતા. બત્રીસ લક્ષણોથી યુક્ત જાણે ૩૨ અધિષ્ઠાયક દેવો ન હોય! તેવા પ્રભાવશાળી લાગતા હતા. દેવલોકનાં બત્રીસ વિમાનોના તેજસ્વી વૈમાનિક દેવો ન હોય! તેવા ભવ્ય લાગતા હતા. જાણે કે નાગ સારથિની હવેલીમાં બત્રીસ તેજસ્વી તારલા પ્રગટ થયા હતા!
સુલસા
પ્રિયંકા દાસીએ નાગ સારથિ પાસે જઈ પુત્રજન્મની વધામણી આપી. નાગ સારથિએ દાસીને સુવર્ણ અને ૨ર્જાથી ભરી દીધી!
નાગ સારથિએ પુત્રજન્મનો મહોત્સવ આયોજિત કર્યો.
ભેરી, ભૂંગળ, મૃદંગ અને શંખના નાદથી દિશા-વિદિશાઓને ભરી દીધી. હવેલીની આગળ વારાંગનાઓ નૃત્ય કરવા લાગી. નવા નવા વેષ ધારણ કરી વિદૂષકો પ્રજાજનોનાં મન પ્રસન્ન કરવા લાગ્યા. સૌભાગ્યવતી સ્ત્રીઓ માંગલિક ગીત-ગાન કરવા લાગી.
નાગ સારથિએ પ્રેમથી-હર્ષથી છૂટા હાથે દાન દેવા માંડ્યું. મંદિરોમાં
For Private And Personal Use Only
૩૯
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવપૂજાઓ રચાઈ રહી હતી. સ્થાને સ્થાને રમણીય મંડપો બાંધવામાં આવ્યા હતા. મંડપોમાં સાધર્મિક ભાઈ-બહેનોની ભક્તિ પૂજા કરવામાં આવી રહી હતી.
રાજગૃહીના દરેક ઘરમાં ગોળ-ધાણા-ઘી અને અક્ષત વહેંચીને પુત્રજન્મનું વપન કરવામાં આવ્યું. પુત્રજન્મનો આનંદ મનાવવા આવેલા સ્વજનોને મિષ્ટાન્ન ભોજન આપી, તેમનું સન્માન કરવામાં આવ્યું. પૂર્વે રિસાયેલા સ્વજનોને આમંત્રિત કરી તેમને પહેરામણી આપીને તેમની સાથે મીઠા સંબંધ બાંધ્યા. શત્રુઓની શત્રુતા દૂર કરી તેમની સાથે મૈત્રીસંબંધ સ્થાપિત કર્યો.
આ રીતે વૈભવથી ભરપૂર અને માણસોથી ભરપૂર વધામણા-મહોત્સવ કરવામાં આવ્યો. અનુક્રમે બારમા દિવસે ગોત્રના વૃદ્ધ પુરુષોને જમાડી, તેમનું સન્માન કરી, માતા-પિતાએ પુત્રોનું નામકરણ કર્યું.
ઘૂઘરાઓનો ઘૂર દૂર અવાજ કરતા અને પા-પા પગલી ભરતા પુત્રો માતા-પિતાને હર્ષિત કરતા હતા. પુત્રોની, વીણા અને કોયલથી પણ અધિક મીઠી કાલીઘેલી ભાષાથી માતા-પિતા અત્યંત ખુશ થતાં હતાં, ૩૨ પુત્રોના ઉછેર માટે ધાવમાતાઓ રાખવામાં આવી હતી. એ રીતે લાલનપાલન કરાતા પુત્રો દિવસે દિવસે મોટા થવા લાગ્યા.
મહારાજા શ્રેણિક રાજપરિવાર સાથે નાગ સારથિની હવેલીએ આવ્યા. સુલસાના ૩૨ પુત્રોને રમાડવા આવ્યા હતા. એ પુત્રોને ઉત્તમ ભેટો આપવા આવ્યા હતા. રાણી નંદા અને રાણી ધારિણી, દાસીઓની સાથે સુલસાના શયનખંડમાં ચાલી ગઈ. મહારાજા શ્રેણિક, અભયકુમાર અને બીજા રાજપુરુષો નાગ સારથિની પાસે દીવાનખંડમાં બેઠા. બત્રીસે પુત્રોને મહારાજા શ્રેણિકની પાસે લાવવામાં આવ્યા. શ્રેણિકે દરેક પુત્રની આંગળીમાં સુવર્ણમુદ્રિકા પહેરાવી, પ્રેમથી થપથપાવ્યા. ધાવમાતાઓ પુત્રોને પાછા સુલસાના ખંડમાં લઈ ગઈ. રાણીઓએ સુંદર વસ્ત્રો અને અલંકારો ભેટ આપ્યાં. સુલસાને કહ્યું : ‘દેવીં તારા આ બત્રીસે પુત્રો રૂપ-લાવણ્યના ભંડાર છે. સર્વાંગસુંદર છે. તેમનું દેહલાલિત્ય અદ્ભુત છે! ખરેખર, સુલસા તું પુણ્યશાલિની છે. પરમાત્મા મહાવીર પ્રભુની તારા પર પરમ કૃપા વરસી છે. તું ધન્ય બની છો.'
૪૦
For Private And Personal Use Only
સુલસા
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા શ્રેણિકે નાગ સારથિને કહ્યું : “તમે તો મારા વડીલ છો. તમને હું વિશેષ શું કહ્યું? આ ૩૨ પુત્રો ૩૨ રત્નોથી વિશેષ છે! નાગ, આ તમારા પુત્રો ભવિષ્યના મારા મિત્રો બનશે! મારા અંગરક્ષકો બનશે! માટે એમની દીક્ષા-શિક્ષા ખૂબ સારી રીતે થવી જોઈએ.'
મહારાજ, આપના માર્ગદર્શન મુજબ જ બધું થશે!” નહીં, માર્ગદર્શન મારું નહીં, અભયકુમારનું લેજો!' મહારાજાએ અભયકુમાર તરફ નિર્દેશ કર્યો.
મારું પરમ સૌભાગ્ય કે મહામંત્રી મારાં બાળકોના જીવનવિકાસમાં માર્ગદર્શક બનશે! સુલતાને પણ આ વાત જાણી ઘણો આનંદ થશે.'
અભયકુમારે કહ્યું : “મહારાજાની આજ્ઞા મારે શિરોધાર્ય છે, નાગ! આપણે બાળકોને બધા જ પ્રકારનું શિક્ષણ આપીશું. આ અંગે તમે, હું અને દેવી સુસા - ત્રણેય સાથે વિચારણા કરીશું “આપને જ્યારે સમય અનુકૂળ હોય ત્યારે અહીં પધારો.” નાગે કહ્યું. તમે દેવી સુલતાને પૂછીને મને કહેવરાવજો. હું આવી જઈશ.
સંધ્યા સમયે અભયકુમાર આવવાના હતા. તેઓ મગધ સામ્રાજ્યના મહામંત્રી હતા. એટલું જ નહીં, તેઓ મહારાજા શ્રેણિકના જ્યેષ્ઠ પુત્ર હતા. વિચક્ષણ હતા. બુદ્ધિનિધાન હતા. તેઓ મારા પતિને પૂજ્ય માનતા હતા.
એ રીતે મારા તરફ પણ એમના નિર્મળ પ્રેમભાવ હતો. વિશેષ સંબંધ તો પ્રભુ વીરના માધ્યમથી હતો. તેઓ પ્રભુના પરમ ભક્ત શ્રાવક અને હતા. બાર વ્રતો લીધેલાં હતાં. હું પણ બાર વ્રતધારી શ્રાવિકા છું! આજે એ મારા પ્રભુના પરમ શ્રાવક મારા ઘરે આવે છે. મેં બગીચામાંથી સારાં સારાં ફૂલો ચૂંટીને માળા બનાવી.
તેઓ આવ્યા. મેં ફૂલોની માળા આપીને પ્રણામ કર્યા...તેમણે તો ઝૂકીને મારાં ચરણોમાં પ્રણામ કર્યા! હું શરમાઈ ગઈ. ત્યાં મારા પતિ આવી ગયા. અમે મંત્રણાખંડમાં જઈને બેઠાં. બાળકો પાસે ધાવમાતાઓ હતી એટલે હું નિશ્ચિત હતી. વાતનો પ્રારંભ મેં જ કર્યો.
મહામંત્રી, હું સમજુ છું કે મારા આ બત્રીસે પુત્રો મહારાજાને ખૂબ ગમ્યા છે. ભવિષ્યમાં તેઓ મહારાજા પાસે જ રહેવાના છે. એ દૃષ્ટિએ એમને શિક્ષણ આપવાનું છે. પરંતુ મૂળભૂત શિક્ષણ તો ધર્મકળાનું આપવું
સુલસી
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ. તેઓ જિનેશ્વરના ભક્ત બને. ગુરુજનોના ભક્ત બને, દાનેશ્વરી બને, પરોપકારરસિક બને, પવિત્ર વિચારોવાળા બને!”
દેવી, આપની વાત સાવ સાચી છે, ઉચિત છે. ધર્મને કેન્દ્રમાં રાખીને એમને શસ્ત્રકલા અને શાસ્ત્રકલાનું અધ્યયન કરાવીશું. એમને યુદ્ધકળામાં પ્રવીણ બનાવવા છે તેવી રીતે ગણિત, સંગીત, ચિત્રકલા..આદિ કળાઓમાં પણ નિષ્ણાત બનાવીશું.'
મહામંત્રી, મારા માટે પણ મારી માતાએ ભણવાની વ્યવસ્થા કરી હતી. મારા ગુરુ મને કહેતા : હું વિદુષી છું. જ્ઞાનપિપાસુ છું. બહુ જલદી અનેક શાસ્ત્રોમાં પારંગત થઈ ગઈ. કેટલીય વિદ્યાઓમાં નિપુણ થઈ ગઈ.'
દેવી, તમારી વાત એક નારીની છે. તમે તમારી રીતે કલાઓ પ્રાપ્ત કરી, શાસ્ત્રાધ્યયન કર્યું. એ વાત બરાબર છે. આપણે તમારા પુત્રોને હેતુલક્ષી શિક્ષણ આપવાનું છે. આ બત્રીસે બત્રીસ પુત્રો મહારાજાની આંખોમાં વસી ગયા છે. તેઓ મહારાજાની પાસે રહેવાના એટલે એમને અશ્વવિદ્યાનું હસ્તીવિદ્યાનું, ધનુર્વિદ્યાનું.. શસ્ત્રવિદ્યાનું વિશેષ રૂપે શિક્ષણ આપવું પડશે. બાકી, આઠ વર્ષની ઉંમર સુધીમાં એમને જે આત્મા, કર્મ, પુણ્ય-પાપ, સંસાર-મોક્ષ...આદિ તત્ત્વોનું જ્ઞાન આપવાનું કામ તમારું. બાકી, આ બાળકોમાં પ્રજ્ઞા વિકાસ પામશે. શર્યની છોળો ઊછળશે. તેઓ દૂરદર્શી અને શક્તિશાળી બનશે. આ ખીલેલા કમળ જેવા સુંદર છે, નિર્મળ છે. મોટા થઈને દુઃખી જીવોની આકાંક્ષા પૂરી કરશે. પ્રેમ કરશે, એક હાથે લેશે, સહસ્ત્ર હાથે આપશે! આપણે એમનું હૃદય વિશાળ અને મહાન બનાવવાનું
બાળપણ એટલે ગોળ મોહક ચગડોળ! બાળપણ એટલે ઊંચા ઊંચા તરંગો! બાળપણ એટલે સ્ફટિક જેવો શુભ્ર શ્વેત રંગ! એને જૂઠી પ્રતિષ્ઠાનો મુખવટો નથી હોતો. ત્યાં એકમેક પ્રત્યે ઈર્ષાની ભાવના નથી હોતી. ભાવિ જીવનના ખારા રણમાં બાળપણ એ મીઠી વીરડી સમાન છે. પરંતુ દેવી, સંસાર એક સ્પર્ધા છે! મનને મેદાન પર આકાંક્ષાથી સજાવેલા રથ સાથે હજારો વર્ષોથી માનવ આ સ્પર્ધામાં ભાગ લેતો આવ્યો છે. પરંતુ કાળના તટસ્થ પંચે એને કદી વિજયી ઘોષિત કર્યો નથી.’ અભયકુમારના અવાજમાં મોરલીથી ય વધુ મોહકતા હતી. ‘અને એ સ્પર્ધામાંથી આપણે કોઈ હટી શકીએ એમ નથી. કેમ કે
૪૨
સુલાસા
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમના અટલ નિયમો પાસે કોઈનું કંઈ ચાલતું નથી. મનના અત્યંત પુરાતન ગર્ભદ્વારમાંથી આવતા ઇષ્ટ કે અનિષ્ટ આદેશ પાળનાર કેવળ એક આજ્ઞાપાલક સેવક છે!”
નાગ સારથિ બોલ્યા : “મહામાત્ય, તમે જે મનની વાત કરો છો તેના તાણાવાણા કેટલા છે? એ સમજાવો.”
“હે પૂજ્ય, તમારા મસ્તક પર રહેલા કેશ કેટલા છે તે તમે ગણી શકશો? મનના તાણાવાણા પણ એટલા જ અગણિત અને ગૂંચવાયેલા છે. કેટલાક કહે છે કે “જીવન આવા જ અભુત સુંદર તાણાવાણાથી વણાયેલું વસ્ત્ર છે, પરંતુ તે સંપૂર્ણ સત્ય નથી.' “તો કેવું છે?' સુલતાએ પૂછ્યું :
જીવન એ મનના અસંખ્ય તાણાવાણાથી વણાયેલું એક વસ્ત્ર નથી, પરંતુ આવાં વસ્ત્રોની ન ઉકેલી શકાય તેવી ગાંઠ છે! અને તે દરેકે અંતરની આંખ ઉઘાડી રાખીને જાતે જ ઉકેલવાની છે.”
“તો પછી સંસારમાં સત્ય શું છે? તમે કહો છો તેમ જીવનની ગાંઠ જ ને?” નાગ સારથિએ પૂછયું.
નહીં, સત્ય શાશ્વત અને નિત્ય છે. અને તે આત્માના અસંખ્ય-અનંત જ્ઞાનકિરણો! અનાદિકાળથી તે કિરણો પૃથ્વીને કેવું જીવનદાન આપી રહ્યાં છે! એનું દિવ્ય સ્વરૂપ ક્યારેય બદલાયું છે ખરું? જાઓ ને જુઓ શ્રમણ ભગવાન વર્ધમાન મહાવીરને! એમના અનંતજ્ઞાનની સરવાણી નિરંતર વહેતી રહે છે. આપણે એમાંથી જ પ્રેરણાઓ પ્રાપ્ત કરી, આપણા અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવાનું છે. તે લક્ષ્ય છે મુક્તિ સર્વજ્ઞ વીતરાગની વાણીથી જ મનની ગાંઠો ઉકેલી શકાશે.'
આઠ વર્ષની ઉંમર સુધીમાં સુલતાએ બાળકોના જીવનઘડતરનું કામ કરવાનું અને પછી અભયકુમારને પુત્રો સોંપી દેવાના. અભયકુમાર એમની દૃષ્ટિથી તેમને શસ્ત્રકળાઓ, યુદ્ધકળાઓ અને જીવનોપયોગી કળાઓનું અંગત દેખરેખ નીચે શિક્ષણ આપશે.
અભયકુમારનો સત્કાર કરી તેમને વિદાય આપી.
વર્ષાકાળ પૂરો થયો હતો. ભગવાન મહાવીરને રાજગૃહીથી વિહાર કરવો હર્તા, પરંતુ રાજમહેલમાં એક વિરલ ઘટના બની!
સુલાસા
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રૂપવાન, પરાક્રમી અને સેચનક હાથીનો પ્રિય સાથી નંદીષેણ વૈરાગી બની ગયો! એણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવાની હઠ પકડી. મહારાજા શ્રેણિક તો ના પાડતા જ નહોતા! ‘મારા પ્રભુ પાસે જઈને જે જીવન સમર્પણ કરે, તેને હું નહીં રોકું!'
જ્યારે નંદીષેણ મહેલમાંથી દીક્ષા લેવા પ્રભુ પાસે જવા નીકળ્યો ત્યારે અંતરિક્ષમાં દેવવાણી થઈ : ‘વત્સ નંદિષણ! તું દીક્ષા લેવા કેમ તત્પર થાય છે? હજુ તારા ચારિત્રનું આવા૨ક કર્મ કે જે ભોગફળ આપે છે, તે બાકી છે! તે કર્મનો ક્ષય થાય ત્યાં સુધી તું થોડોક સમય ઘરમાં રહે. તે કર્મનો ક્ષય થાય પછી તું દીક્ષા લેજે. અત્યારે જો તું દીક્ષા લઈશ તો સફળ નહીં થાય. આ મારી દેવવાણી છે!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જેનું નામ નંદીષેણ, એ માને ખરો? હું એને ઓળખું છું. જ્યારે જ્યારે રાજમહેલમાં હું જાઉં ત્યારે લગભગ એ મને મળે! 'કેમ છો માસી?' કહીને બોલાવે. હમેશાં એ ગર્વથી ઉન્નત શિરે ચાલે, શક્તિ અને સ્ફૂર્તિથી ભરેલો! અશક્યને શક્ય કરવાની હમેશાં એને ધૂન રહેતી. સેચનક હાથીને મહારાજા પોતે કે બીજા વશ ન કરી શક્યા, નંદીષેણે એને પલવારમાં વશ કરી લીધો હતો. એનો સ્વભાવ હતો સાહસિક અને પડકારભર્યાં કાર્યો કરવાનો!
નંદીષેણ ભગવાન મહાવીરની દિવ્ય વાણીથી પ્રભાવિત થાય અને દીક્ષા લેવા તત્પર બને એ વાત રાજમહેલમાં જ નહીં, રાજગૃહીમાં સૌને આશ્ચર્યચકિત કરનારી હતી. મહાવીર પ્રત્યે એના મનમાં અદમ્ય આકર્ષણ જાગ્યું હતું. દેવવાણીએ એને દીક્ષા લેવાની ઉતાવળ કરવાની ના પાડી, પણ નંદીષેણનું પ્રચંડ સામર્થ્ય અને અખંડ નિર્ભયતા, એને રોકી શકે ખરી?
મહારાજા શ્રેણિકે અને નગરજનોએ રાજમહેલથી ગુણશીલ ચૈત્ય સુધીનો માર્ગ શણગાર્યો હતો. સૂર્યોદયનાં સર્વસ્પર્શી કોમળ કિ૨ણો રાજગૃહીમાં પથરાઈ ગયાં હતા. અસંખ્ય વાદ્યોના અવાજ રાજમહેલથી ગુણશીલ ચૈત્ય સુધી સંભળાતા હતાં. સાત શ્વેત અશ્વોના સુવર્ણમંડિત રથમાં નંદીષેણ આરૂઢ થયો હતો. એક બાજુ મહારાજા શ્રેણિક બેઠા હતા, બીજી બાજુ અભયકુમાર. નંદીષણનો સ્વર્ણવર્ણ દેહ તેજમાં ઝળહળી રહ્યો હતો.
૪૪
નગરજનો ભક્તિભાવે સુગંધી પુષ્પો અને અબીલ-ગુલાલ વરસાવવા લાગ્યા. હાથ જોડી સ્મિતવદને નંદીષેણ સૌને પ્રેમથી આવકારતો હતો.
For Private And Personal Use Only
સુલસા
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારથિનાં વસ્ત્રો રંગાઈ ગયાં હતાં અને રથ હાંકવો મુશ્કેલ થઈ પડ્યો, કારણ અશ્વોની આંખોમાં ગુલાલની ગરદી ભરાઈ હતી. નગરજનો કુમારને પ્રણામ કરતા હતા. અશ્વોના પગ પાસે સોહાગણ સ્ત્રીઓએ જળનો
અભિષેક કર્યો. આખું રાજગૃહી નંદીષણના જયજયકારથી ગાજી ઊર્યું. શ્વેત અશ્વો ગુલાલથી લાલમલાલ થઈ ગયા હતા. આખા રાજમાર્ગ પર ફૂલોના ઢગલા થયા હતા. રાજગૃહીમાં ચૈતન્યમય હર્ષોન્માદ પ્રગટ્યો હતો. સન્નારીઓ, વારાંગનાઓ અને નૃત્યાંગનાઓ હર્ષવિભોર બની નૃત્ય કરતી હતી.
રથયાત્રા ગુણશીલ ચૈત્યના પરિસરમાં સમાપ્ત થઈ. રથમાંથી મહારાજા તથા અભયકુમાર સાથે નંદીષેણ નીચે ઊતર્યો. સમવસરણાનાં પગથિયાં ચઢવા માંડ્યો. પ્રભુ ત્રીજા ગઢ ઉપર મણિમઢેલા સિંહાસન પર બિરાજિત હતા. નંદીષેણે પ્રભુને વંદના કરી. ત્રણ પ્રદક્ષિણા દીધી અને પ્રભુને વિનંતી કરી. “હે ભવોદધિતારક! મને ચારિત્રધર્મ આપી, આ ભવસાગરથી તારો.”
ભગવંતે કહ્યું : “કુમાર, હજું તારું ભોગ ભોગવવાનું કર્મ બાકી છે. સંસારનાં વૈષયિક સુખો ભોગવવાનું પુણ્ય શેષ છે. માટે ચારિત્રધર્મ લેવાની ઉતાવળ ન કર.”
નંદીષણને દેવવાણી યાદ આવી. તેનું મોં કડવું થઈ ગયું. તેણે બે હાથ જોડી વિનમ્રભાવે કહ્યું : “હે કરુણાનિધિ! આપે જ કહ્યું છે કે જીવનનું અંતિમ ધ્યેય વિષયભોગ નથી. જીવનનું અંતિમ ધ્યેય છે આત્માનો પૂર્ણ પ્રકાશ! જ્ઞાનનો, દર્શનનો, ચારિત્રનો પ્રકાશ! પ્રભો, આપનું મારા પર ૨ક્ષાકવચ હશે તો એ ભોગસુખો પેદા કરનારા કર્મો સામે હું ભયાનક યુદ્ધ પેટાવીશ. એ કમને શક્તિહીન કરી મસળી નાંખીશ. એ યુદ્ધમાં વાસનાઓ, વિકારો, અહંકાર, કપટ, ક્રૂરતા, વેર જેવાં રાક્ષસી તત્ત્વોને ભસ્મીભૂત કરી દઈશ. ઘોર તપથી, ઉગ્ર સાધનાથી અને દૃઢ મનોબળથી આપના બતાવેલા મોક્ષમાર્ગ પર અભય બનીને ચાલતો રહીશ!'
સૌ અવાક થઈ ગયા. હું ધ્રૂજી ઊઠી. મારી આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાવા લાગી.. મારા મુખેથી શબ્દો સરી પડયા - “ધન્ય નંદીષેણ!” મહારાજા શ્રેણિક, ભગવાન મહાવીર તરફ તીવ્ર જિજ્ઞાસાથી જોઈ રહ્યા. અભયકુમાર નતમસ્તકે ગંભીર વિચારમાં ડૂબી ગયા હતા.
સુલતા
૪૫
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘હે પ્રભો! હવે આ જીવન નશ્વરતાના મહાસાગર સમું લાગે છે. અર્થશૂન્ય કલહના અનંત અર્ણવ સમું ભાસે છે...હૃદયમાં આકાશ જેટલો શૂન્યાવકાશ પથરાઈ ગયો છે...' નંદીષેણની આંખોના બંધ તોડીને વૈરાગ્યનું મહાપૂર અશ્રુરૂપે વહેવા લાગ્યું.
શ્રેણિક નંદીષેણ પાસે આવ્યા : ‘વત્સ! ચારિત્રના માર્ગે બેધડક જા! પ્રભુના શરણે નિઃસંકોચપણે જા!'
પ્રભુએ નંદીષેણને દીક્ષા આપી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંતાનોના સહવાસમાં અમારા ઘરમાં સ્વર્ગ ઊભું થઈ ગયું હતું. મારો, સારથિનો અને વસંતસેનાનો પૂરો સમય બાળકો સાથે ૨મવામાં અને એમની કાલીઘેલી બોલી સાંભળવામાં તેમજ તેમની સાથે વાતો કરવામાં પસાર થતો હતો. બાળકો નાનાં હતાં પણ સમજદાર હતાં! દેવનાં દીધેલાં હતાં ને!
બત્રીસે બત્રીસ પુત્રો, ગાયોનું દૂધ અને ફળો ખાઈને મોટા થતા હતા. હું એમના પથ્ય આહારનો પૂરો ખ્યાલ રાખતી હતી. હવેલીની અગાસીમાં સનનન અવાજ સાથે વહેતો પવન જાણે ઘૂઘરા વગાડીને એમને રમાડતો હતો. ધાત્રીઓના નીરસ વૃદ્ધ જીવનમાં પણ પ્રેમની કૂંપળો ફૂટી હતી. એ કુમારો સાથે રમતી. ઉપર નીલગગન અને નીચે હરિયાળું ઉઘાન! મને મારા જ ભાગ્યની ઈર્ષ્યા થવા લાગી. સૌન્દર્ય, સંપત્તિ, કીર્તિ કરતાં ય સ્ત્રીને પોતાનાં સંતાન અધિક પ્રિય હોય છે. બે સુંવાળા હોઠથી બાળક સ્તનપાન કરે છે, ત્યારે સ્ત્રીને જીવન ધન્ય લાગે છે. માતૃત્વ એ જ સ્ત્રીની તૃપ્તિ હોય છે.
૪૭
હું સુખના શિખર પર છું. જીવન એ સુખ-દુઃખના તડકા-છાંયડાની રમત છે. અમારી ગોદમાં રમતાં બાળકોને જોઈ સારથિ પોતાને પરમ સુખી માને છે.
બાળકો મોટાં થવા લાગ્યાં. વનમાં નિર્ભયપણે ફરવા લાગ્યાં. ગમે ત્યાં તેઓ ચાલ્યાં જાય. એમને રમવા માટે વૈભારગિરિ નાનો પડવા લાગ્યો. મનુષ્યનું જીવન એની આસપાસની પરિસ્થિતિ પર અવલંબે છે. જેવી સોબત મળે એવું એનું જીવન ઘડાય. નાનું બાળક અનુક૨ણશીલ હોય છે. માતા-પિતાના સંસ્કાર ઉપરાંત એમનું સંસ્કારઘડતર વિશેષ મહત્ત્વનું હોય છે.
For Private And Personal Use Only
સુલસા
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જોતજોતામાં બાળકો આઠ વર્ષનાં થઈ ગયાં.
અરણ્યની નદીઓએ એમને એ પાઠ શીખવ્યો કે માનવીનું જીવન સતત વહેતું હોવું જોઈએ. સ્વાર્થી અને સંકુચિત જીવનનો તેમને સ્પર્શ પણ થયો ન હતો. રાજગૃહીના પાંચ પહાડોનાં ઊંચાં ઊંચાં શિખરો એમને ઊંચા બનવાનું શીખવતાં હતાં. ઉપર નીલગગન એમને નિર્મળ હૃદયવાળા થવાની શિખામણ દેતું હતું. જાતજાતનાં પ્રાણીઓ અને છાંયડો દેતાં વૃક્ષો એમને જનતા માટે મરી મીટવાનો સંદેશો આપતાં હતાં. પક્ષીઓનું ઉન્નત ઉડ્ડયન એમને સાહસિક બનવા પ્રોત્સાહિત કરતું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પુત્રો સ્વેચ્છાથી વનોમાં વિહરતા હતા. વાવડીઓમાં નહાવા પડતા હતા. નદીમાં તરણ-સ્પર્ધા કરતા હતા.
-
મારા પહેલા પાંચ પુત્રો - અગ્નિજિત, વાયુજિત, પૃથ્વીજિત, ઇન્દ્રજિત અને શત્રુજિત રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યા. એમના વિદ્યાગુરુના માર્ગદર્શન નીચે તેઓ પ્રગતિ કરવા લાગ્યા. તે પછીના પાંચ પુત્રો દેવદત્ત, ઇન્દ્રદત્ત, પ્રભુદત્ત, પુષ્પદંત અને કમલદંત, અશ્વારોહણમાં અને ગદાયુદ્ધમાં શિક્ષણ લેવા લાગ્યા. તે પછીના પાંચ પુત્રો કમલ, વિમલ, અતુલ, અનંત અને અક્ષય તલવારબાજી અને ભાલાફેંકનો અભ્યાસ કરવા લાગ્યા.
તે પછીના પાંચ પુત્રો - સુધર્મા, સુરુચિ, સંયમ, સાગર અને સુનિધિ ધર્મશાસ્ત્રોના અધ્યયનમાં વિશેષ રુચિ લેવા લાગ્યા. મેં એમને નવ તત્ત્વો સમજાવા માંડ્યાં. વિશ્વ વ્યવસ્થા બતાવવા માંડી...તેઓ મનની એકાગ્રતાથી સમજાવવાનો પ્રયત્ન કરતા હતા.
તે પછીના પાંચ પુત્રો - કુલીન, અકલંક, માણેક, રત્નાંશુ અને સુરમ્ય કાવ્યરચના, નાટક, કથા વગેરે કળાઓ શીખવા લાગ્યા. સાથે સાથે શસ્ત્રકળાતો એમને મળતી જ હતી,
તે પછીના પાંચ પુત્રો - વિશ્વબંધુ, વિશ્વમિત્ર, વિશ્વાનંદ, વિશ્વરત્ન અને વિશ્વાસ હાથીઓ ઉપર સવારી કરી, શત્રુદળ ઉપર કેવી રીતે આક્રમણ કરવું તેની તાલીમ લેવા લાગ્યા, જેથી ભવિષ્યમાં તેઓ હસ્તીદળના સેનાપતિ બની શકે.
છેલ્લા બે પુત્રો અનલ અને આદિત્ય ભીમ જેવા પરાક્રમી હતા. તેમને ગદાયુદ્ધમાં અને શરીરબળમાં સજ્જ કરવામાં આવતા હતા.
સુલસા
For Private And Personal Use Only
૪૭
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજગૃહીમાં અને રાજગૃહીની આસપાસના પ્રદેશમાં નાગ સારથિના બત્રીસે બત્રીસ પુત્રો લોકપ્રિય બની ગયા હતા. કારણ કે તેઓ નિરુપદ્રવી હતા. સૌમ્ય પ્રકૃતિના હતા અને પરોપરકારપરાયણ હતા.
પરમાત્મા, સદ્ગુરુ અને સદુધર્મ, એ બત્રીસે બત્રીસ પુત્રોના હૃદયમાં રહેલા હતા. બત્રીસે બત્રીસ ભાઈઓ પરસ્પર પ્રીતિવાળા હતા. માતૃભક્ત અને પિતૃભક્ત હતા. સુખ, આનંદ અને વૈભવમાં એમનો શૈશવકાળ પસાર થઈ રહ્યો હતો.
४८
સુલતા
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
6
હે શરણાગત વત્સલ પ્રભો! તમે ખરેખર જીવનરથના સારથિ છો! મારા પતિ તો રાજરથના સારથિ છે, જ્યારે આપ આપના શરણે આવેલા સહુના જીવનના સારથિ છો! આપ જીવનરથને ઉન્માર્ગે જવા દેતા નથી. ઉન્માર્ગે જતા જીવનરથને સન્માર્ગે વાળી દો છો!
મેઘકુમાર મુનિ જેવા વૈરાગી મુનિની આંખોમાં આંસુ છે. એ બેચન છે. વ્યગ્ર છે, વ્યાકુળ છે. એની દૃષ્ટિ પર વિષાદને કારણે આંસુઓનો પડદો પડ્યો છે. કંઈક વિચિત્ર લાગે એવી મેઘમનિની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ ક્ષત્રિય વીર મુનિ માટે સ્વાભાવિક નથી. ક્ષત્રિય તો રણમાં શૂરો પૂરો હોય, પણ ઓચિંતું આ શું થઈ ગયું? મેઘમુનિ વિચારે છે પણ વ્યગ્રતાથી વિચારે છે. એમના વિચારોમાં કોઈ વ્યવસ્થા નથી. ભીતરથી તેઓ છિન્નભિન્ન થઈ ગયા છે.
ભગવાન! તમે જોયું કે દીક્ષા જીવનની પહેલી જ રાતમાં મેઘમુનિ ભીતરથી ભાંગી ગયા છે અને જે માણસ ભીતરથી ભાંગી ગયો હોય એને ફરી પાછો બેઠો કરવો એ જેવું તેવું કામ નથી. પરંતુ પ્રભો! આપે કરી બતાવ્યું, કારણ કે મેઘમુનિ અંદરથી વલોવાતા હતા, કારણ કે તેઓ સંવેદનશીલ હતા.
મેઘકુમાર મુનિ પ્રભાતે આપની પાસે આવ્યા, આપ તો પૂર્ણ જ્ઞાની! આપે એમનો વલોપાત જાણી લીધો હતો. એને કંઈ બોલવું જ ન પડ્યું. એ તો નતમસ્તકે વિષાદભરી આંખે આપની સામે ઊભા રહ્યા. આપે જે અમૃત જેવી મધુર વાણીમાં કહ્યું : “મેઘ! રાત્રિમાં ઊંઘ ન આવી ને? તમારા સંથારા ઉપર સાધુઓના પગની રજ પડતી રહી, તમને ખૂંચતી રહી. અને તમારું મન નબળા વિચારો કરવા લાગ્યું. “મારાથી આ સંયમજીવન નહીં જીવી શકાય. હું તો પ્રભાતે પ્રભુની આજ્ઞા લઈ ગૃહવાસમાં ચાલ્યો જઈશ!'
“સાચી વાત છે ભગવંત..” ધીમા સ્વરે મેઘમુનિ બોલ્યા, “હું વિષાદના અરણ્યમાં ફસાઈ ગયો છું. મનમાં વ્યાપેલો વિષાદ મને શોષે છે. મારા ચૈતન્યને હરી લીધું છે. નર્યો બેચેન છું...”
સુલતા
૪૯
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંતે ધીર ગંભીર મધુર વાણીમાં કહ્યું : “મુનિ! તમે અસહાય નથી. હું તમારા ધર્મરથનો સારથિ છું. તમારા જીવનરથને ઉન્માર્ગે નહીં જવા દઉં! સાંભળો -
આ ભવથી ત્રીજા ભવમાં તમે વૈતાઢ્ય પર્વત ઉપર મેરુપ્રભ' નામના હાથી હતા. એક સમયે વનમાં દાવાનળ લાગવાથી તમે તૃષાર્ત થઈ ગયેલા. તમે સરોવરમાં પાણી પીવા ગયા ત્યાં તમે કાદવમાં ખેંચી ગયા, તમે નિર્બળ થઈ ગયા. ત્યાં તમારા શત્રુ હાથીએ આવીને, દંતપ્રહાર કર્યા. તમે ખૂબ વેદના પામ્યા. સાતમે દિવસે તમારું મૃત્યુ થયું અને વિંધ્યાચલ પર તમે પુનઃ હાથી થયા.
ત્યાં પણ એક વખત વનમાં દાવાનલ લાગ્યો. તમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તમેં બીજા હાથીઓ વગેરે પશુઓની રક્ષા માટે નદીકિનારેથી વૃક્ષો, ઘાસ વગેરે તોડી નાખી જમીન સાફ કરી... તમે એવી ત્રણ જગ્યાઓ ઘાસ વિનાની કરી દીધી. ફરીથી જ્યારે દાવાનળ લાગ્યો ત્યારે જંગલના પશુઓ એ ઘાસ વિનાનાં મેદાનોમાં ભરાઈ ગયાં. તમે મેદાનના કિનારે થોડી જગા હતી ત્યાં ઊભા રહ્યા. તમારા શરીરને ખંજવાળ આવવાથી તમે એક પગ ઊંચો કર્યો. ત્યાં એ પગની જગામાં એક સસલો આવીને ઊભો રહી ગયો. તમે જો પગ મૂકો તો સસલો મરી જાય. તમે પગ ન મૂક્યો, દયાભાવથી તમે અઢી દિવસ સુધી પગ ઊંચો રાખ્યો. ત્રણ પગે ઊભા રહ્યા. દાવાનળ બુઝાઈ ગયો. તમે ભૂખ અને તરસથી વ્યાકુળ બન્યા હતા. તમે દોડવા ગયા પણ જમીન પર પડી ગયા. સુધા અને તૃષાના દુઃખથી ત્રીજા દિવસે તમે મૃત્યુ પામ્યા.
મેઘમુનિએ હાથી મરીને રાજગૃહીના રાજમહેલમાં રાણી ધારિણીની કૂખે રાજકુમાર રૂપે જન્મ્યો! એ તમે છો મુનિરાજ! એક સસલાની રક્ષા કરવા માટે તમે કેટલું બધું કષ્ટ સહન કર્યું હતું? એક જીવને અભયદાન આપવાથી તમને રાજ કુમારનો મનુષ્યભવ મળ્યો તો સર્વ જીવોને અભયદાન આપનારા મુનિપણાના પાલનના ફળની તો વાત જ શી કરવી? માટે બધો વિષાદ, વ્યગ્રતા, વલોપાત છોડી, તમે જે મહાવ્રતો લીધાં છે તેનું સારી રીતે પાલન કરી ભવસાગરને તરી જાવ! કારણ કે ભવસાગરને તરી શકાય એવું મનુષ્યજીવન પુનઃ પ્રામવું દુર્લભ છે.' મેઘમુનિનું મન શાન્ત થયું. તેમણે પરમ શીતલતાનો અનુભવ કર્યો.
પ0
સુલાસા
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પ્રભા! હવે હું આપના શરણે જ છું. નિશ્ચિત છું. નિર્ભય છું. મારામાં જન્મેલા મનોવિકારનો હું પશ્ચાત્તાપ કરું છું. હવે હું સંયમમાર્ગમાં અચળઅવિચળ રહીશ. હવે મને શરીરનો મોહ નથી. શરીર તો ક્ષણભંગુર છે. આત્માની શાશ્વતતાનો હવે મને અનુભવ થયો.
હે વીર સ્વામી આપે કેવો હૃદયસ્પર્શી ઉપદેશ આપ્યો!
શરીર એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોની સાથે વિષયો સંકળાયેલા છે. વિષયોની સાથે સુખ-દુઃખ છે. આ સુખ અને દુઃખનો સ્વભાવ જ એવો છે. એ આવે અને જાય, જાય અને આવે! એટલે કે એ અનિત્ય છે, સ્થાયી નથી. અજ્ઞાની મનુષ્ય જે અસ્થાયી છે એનો વિચાર કરે છે અને એ ખોટા વિચાર કરી પ્રમાદને પંપાળે છે. માણસે કોઈપણ પરિસ્થિતિને સહી લેવી જોઈએ. સુખથી છલકાઈ જવું ન જોઈએ. દુઃખથી સંકોચાઈ જવું ન જોઈએ. જે પુરુષોમાં ઉત્તમ હોય છે એમના મનની સ્થિતિ આ બંનેમાં સમતોલ અને સમાન હોય છે. એને કોઈનું મમત્વ પણ નથી હોતું. એને કોઈનું મહત્ત્વ પણ નથી હોતું. જે ધૈર્યવાન છે એ વાતવાતમાં આકુળવ્યાકુળ થતા નથી. એ પીડાતા નથી. એ પિલાતા નથી. એમના માટે સુખ-દુઃખનો કોઈ અર્થ નથી. એટલે એ ભીતરથી સમર્થ હોય છે. અને જે સમર્થ હોય તે જ મોક્ષ પામે છે!'
કેવો અદ્દભુત ઉપદેશ છે પ્રભુ આપની! પ્રભો! ક્યારેક આ મન ઢીલું પડી જાય, એના પર મોહનું આવરણ આવી જાય. જીવનરથ ઉન્માર્ગે ચઢી જાય તો મારા નાથ! તમે સારથિ બનીને આવજો. મારા જીવનરથને સન્માર્ગે વાળ. મારા ઉપર આટલી કપા તો કરશોને નાથ! હું તમારી છું. શરણાગત છું. હે જિનરાજ! જ્યારથી તમને જોયા છે, સાંભળ્યા છે ત્યારથી મારા મનને તમારો જે રંગ લાગ્યો છે. આપ મારા હૃદયમાં વસ્યા . જેમ કુસુમમાં સુવાસ વસે છે તેમ! હે નાથ, તમે મને શ્વાસે શ્વાસે સાંભરો છો...યાદ આવો છો. એક ક્ષણ પણ મારું મન તમારાથી જુદું રહી શકતું નથી. પ્રભો! મારા શરીરની સાતેય ધાતુઓમાં તમારો જ રંગ ભળ્યો છે! જેમ માલતીપુષ્પને મધુકર ચાહે છે અને ચન્દ્રને ચકોર પક્ષી ચાહે છે તેમ મારા મનમાં તમારી જ જોરદાર લગની લાગી છે...હે વિભો! ભલે નદી બે કાંઠે વહેતી હોય ને સરોવર છલોછલ ભરાયાં હોય, છતાં ચાતક પક્ષી તો મેહુલાને જ ચાહે છે. તેમ આ જગતમાં તમારા
સુલાસા
પ૧
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિવાય કોઈપણ દેવ મારા મનમાં નથી આવ્યો.. માટે પ્રભો! એકાદ વાર તો મારી સામે જુઓ! એકાદ વાર તો ચરણસેવાનો અવસર આપો.. મારી અંતરની આરજૂ સાંભળો મારા નાથ...
વીર! મારો આ ખાલી હાથ! એમાં તમે જોઈ ઘો જોષ અને કહો કે મળશે ક્યારે? રાહુ ચન્દ્રને ગળી જાય તો તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને,” એવું વચન તો આપો... સૂર્ય, ગુરુ કે કેતુ મંગળ અમને કંઈ સમજ નહીં. “ગ્રહો વિરહના ટળશે” એવું આશ્વાસન તો આપો! એક એક નગરે મૂકો માલકોશના સૂર અને બલવાન શુક્રને કરો. ધર્મચક્રધારી મહાવીર દર્શન દેશો ક્યારે ? વીર! તમે પણ સાચું કહેજો તમને પણ અમને મળવાનું મન કદીયે થાય ખરું કે નહીં? અમે તમારી આગળ-પાછળ આમતેમ બસ, ભટક્યા કરીએ તમને પણ ક્યાંક ઊભા રહીને આંખોમાં આંખો રોપીને માન-મલાજ મર્યાદાને લોપી દઈને સુલતાના લોચન-જલમાં ડૂબવાનું મન કદીયે થાય ખરું કે નહીં? વીર! તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે. ને ક્યા જનમમાં સગપણ ફળશે
પર
સુલતા
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રે, ક્યાં લગી આ જીવ ટળવળશે.
- મને કં કહેશો? ક્યારે ? રાજગૃહીથી પ્રભુ મહાવીરે વિહાર કર્યો હતો. મુનિ પરિવાર સાથે ભગવાન વિહાર કરતાં કરતાં બ્રાહ્મણકુંડ ગામે પહોંચ્યા. ગામની બહાર બહુશાલ-ચૈત્ય” છે. ભગવાન એ ચૈત્યમાં ઊતર્યા. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી.
મારી સખી વસંતસેના કાર્યવશ બ્રાહ્મણકુંડ ગામે ગઈ હતી. તેણે પાછા રાજગૃહી આવીને, જરા ય વિલંબ કર્યા વિના, મારી પાસે આવીને કહ્યું:
દેવી, સમવસરણમાં પ્રભુ પૂર્વાભિમુખ બિરાજ્યા હતા. ગણધરો, દેવો પોતપોતાના સ્થાને બેઠા હતા. સર્વજ્ઞ પરમાત્માને બહુશાલ ચૈત્યમાં આવેલા જાણી ઘણા નગરજનો સમવસરણમાં આવ્યા. નગરજનોની સાથે ઋષભદત્ત અને દેવાનંદા પણ આવ્યાં. તેઓએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી, પ્રભુને વંદના કરી અને યોગ્ય સ્થાને બેઠાં. દેવાનંદા ઋષભદત્તની પાછળ પ્રફુલ્લિત વદને બેઠી હતી.
એ વખતે પ્રભુને જોતાં જ દેવાનંદાનાં બંને સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી અને શરીર રોમાંચિત થઈ ગયું. એની દષ્ટિ પ્રભુની સામે અપલક...નિર્નિમેષ થઈ ગઈ! પ્રભુના પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે આ દૃશ્ય જોયું. તેમને આશ્ચર્ય થયું. તરતજ પ્રભુને પૂછ્યું :
“હે ભગવનું, દેવાનંદા રોમાંચિત કેમ થઈ ગઈ? અને એનાં સ્તનમાંથી દૂધની ધારા કેમ વહેવા લાગી?”
ભગવાને કહ્યું : “હે ગૌતમ, દેવાનંદા મારી માતા છે. પુત્રસ્નેહના કારણે તે રોમાંચિત થઈ છે!”
પ્રભો! દેવાનંદા આપની માતા છે?'
હા ગૌતમ, હું વ્યાશી દિવસ એના પેટમાં રહ્યો હતો! ગૌતમ, કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા જાલંધરગોત્રની છે. અષાઢ સુદ ઉના દિવસે ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં ચન્દ્રનો યોગ હતો ત્યારે હું દેવલોકમાંથી દેવાનંદાની કુક્ષિમાં ગર્ભરૂપે અવતરિત થયો હતો. એ સમયે મને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન - આ ત્રણેય જ્ઞાન હતાં.” | ઋષભદત્ત, દેવાનંદા અને સમગ્ર પર્ષદા પ્રભુના મુખે આ વાતો સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. હું પણ આ વાતો પહેલી જ વાર સાંભળતી હતી.
સુલાસા
પ૩
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજગૃહીમાં પ્રભુએ આ વાતો ક્યારેય સમવસરણમાં કહી ન હતી.
પ્રભુએ કહ્યું : “હે ગૌતમ, જ્યારે હું દેવાનંદાની કુખે ગર્ભરૂપે આવ્યો ત્યારે તે અલ્પનિદ્રામાં હતી. ગાઢ નિદ્રા ન હતી, જાગતી પણ ન હતી. ત્યારે એણે ક્રમશઃ ચૌદ મહાસ્વપ્નો જોયાં હતાં! હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, માલા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકુંભ, પદ્મસરોવર, સમુદ્ર, વિમાન, રત્નરાશિ અને નિર્ધમ અગ્નિ. આ ચૌદ સ્વપ્ન જોઈને દેવાનંદા જાગી જાય છે. જોયેલાં સ્વપ્નોને ક્રમશઃ યાદ કરી લે છે. ધર્મધ્યાન કરે છે. પ્રભાતે ઋષભદત્તની. પાસે જઈને વિનયપૂર્વક ચૌદ સ્વપ્નો કહી સંભળાવે છે.
સ્વપ્નો સાંભળીને ઋષભદત્ત દેવાનંદાને કહે છે : “હે દેવાનુપ્રિય, તેં ઉદાર સ્વપ્નો જોયાં છે. કલ્યાણરૂપ અને મંગલમય સ્વપ્નો જોયાં છે. ધન્ય અને શિવરૂપ સ્વપ્નો જોયાં છે. આ સ્વપ્નો આરોગ્યદાયક અને કલ્યાણકારી છે. હે દેવાનુપ્રિય! આ સ્વપ્નોનું વિશેષ ફળ સાંભળ. આપણને લક્ષ્મીની પ્રાપ્તિ થશે. ભોગસુખની અને પુત્રસુખની પ્રાપ્તિ થશે. નવ મહિના અને સાડા સાત દિન-રાત વ્યતીત થશે ત્યારે તે પુત્રને જન્મ આપીશ.
એ પુત્રના હાથ-પગ સકુમાર હશે. શરીર અને પાંચેય ઇન્દ્રિયો સંપૂર્ણ હશે. શરીર શ્રેષ્ઠ લક્ષણોવાળું હશે. સર્વાંગસુંદર અંગોવાળો પુત્ર હશે. ચન્દ્ર સમાન સૌમ્ય હશે, અને સર્વજનપ્રિય હશે.
જ્યારે આપણો પુત્ર યૌવનમાં પ્રવેશ કરશે ત્યારે તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં પારંગત બનશે. સર્વ શાસ્ત્રોનું સાંગોપાંગ જ્ઞાન પ્રાપ્ત કરશે. શાસ્ત્રોના રહસ્યને જાણશે. કાપિલીય શાસ્ત્રમાં, સાંખ્યશાસ્ત્રમાં, ગણિતશાસ્ત્રમાં, આચારગ્રંથોમાં, વ્યાકરણશાસ્ત્રમાં, જ્યોતિષશાસ્ત્રમાં અને બીજાં બ્રાહ્મણશાસ્ત્રોમાં પંડિત થશે.
વસંતસેના આ વૃત્તાન્ત સંભળાવતાં હર્ષવિભોર બની. હું પણ હર્ષ અને આશ્ચર્યના ભાવોમાં ડૂબકીઓ મારવા લાગી. વસંતસેનાએ કહ્યું : “માતા દેવાનંદા હર્ષાતિરેકથી આંસુ વહાવી રહ્યાં હતાં.” આ પ્રભુ મારી કૂખમાં ખ્યાશી દિવસ રહ્યા હતા, આ વાત દેવાનંદાના સંવેદનતંત્રને હચમચાવી રહી હતી...
ભગવંતે કહ્યું : “ગૌતમ! આ માતાના ઉદરમાં રહે મને ૮૨ દિવસ પૂરા થયા ત્યારે સૌધર્મ દેવલોકમાં દેવેન્દ્રનું સિંહાસન હલી ઊઠ્યું. તરત જ અવધિજ્ઞાનથી ઇન્દ્ર અને દેવાનંદાની કુક્ષિમાં જોયો. તેણે વિચાર્યું.
૫૪
સલસા
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકરનો આત્મા તો પુરુષસિંહ હોય. તે ઇક્ષ્વાકુ વગેરે ઉચ્ચ ક્ષત્રિય વંશમાં જ ઉત્પન્ન થાય! પ્રભુ કેમ બ્રાહ્મણકુળમાં આવ્યા? બરાબર, તેઓએ પૂર્વ રિચિના ભવમાં કુળમદ કરેલો, તેનું આ પરિણામ છે.
ભલે પ્રભુ દેવાનંદા બ્રાહ્મણીની કૂખે આવ્યા, પરંતુ પ્રભુનો જન્મ તો દેવાનંદાની યોનિથી નહીં થવા દઉં. હું ગર્ભપરિવર્તન કરાવીશ.
મને કયા કુળ-વંશમાં મૂકવો, એ માટે દેવેન્દ્રે અવધિજ્ઞાનથી આ ભરતક્ષેત્રમાં ઉપયોગ મૂક્યો...તેને ક્ષત્રિયકુંડ નગર દેખાયું. મહીમંડલના મંડનરૂપ એ નગર છે. એ મારા દેવલોક જેવું સુંદર છે. તે નગરમાં વિવિધ ચૈત્યો રહેલાં છે. લોકોમાં ધર્મભાવના છે. સાધુઓથી પવિત્ર થયેલું નગર છે.
આ નગરમાં કોઈ મદ્યપાન કરતું નથી કે કોઈ પ્રાણીઓનો શિકાર કરતું નથી. પ્રજા વ્યસનોથી મુક્ત છે. આ નગર જીવોને પવિત્ર કરનારા તીર્થસમાન છે.
આ નગરમાં ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલો સિદ્ધાર્થ નામનો પ્રસિદ્ધ રાજા છે, એ રાજા ધર્મથી જ પોતાના આત્માને સદા સિદ્ધાર્થ માને છે. એ જીવઅજીવ આદિ નવ તત્ત્વોનો જ્ઞાતા છે. ન્યાયમાર્ગે ચાલનારો છે. પ્રજાને સન્માર્ગે દોરનારો છે. પિતૃવત્ એ પ્રજાનો હિતસ્વી છે. દીન-અનાથ લોકોનો ઉદ્ધારક છે. શરણાગતવત્સલ છે. ક્ષત્રિયોમાં શિરોમણિ છે.
તે સિદ્ધાર્થ રાજાની ત્રિશલા નામે રાણી છે. સતીઓમાં શ્રેષ્ઠ છે. ગુણોની નિધાન છે. પ્રશાન્ત મુદ્રાવાળી છે. પ્રકૃષ્ટ પુણ્યની ઉદયવાળી છે. નિર્મળ સ્વભાવવાળી છે. ગંગાની જેમ ત્રિશલા આ પૃથ્વીને પવિત્ર કરે છે, એનામાં સ્ત્રીસુલભ માયા નથી કે ઈર્ષ્યા નથી. સ્વભાવે સરલ છે...આ ત્રિશલા પણ દૈવયોગે ગર્ભવતી છે...હું દેવાનંદાના ઉદરમાં રહેલા પ્રભુને ત્રિશલાના ઉંદરમાં મુકાવું અને ત્રિશલાના ઉદરમાં રહેલા ગર્ભને દેવાનંદાના ઉદરમાં મુકાવું!'
પ્રભુએ કહ્યું : દેવેન્દ્ર તરત જ પોતાના સેનાપતિ હરિણગમૈષી દેવને બોલાવીને, ગર્ભપરિવર્તન કરવાની આજ્ઞા કરી. કરણગમૈષી દેવે ઇન્દ્રની આજ્ઞા મુજબ ગર્ભને અદલબદલ કર્યા. આસો માસની કૃષ્ણા ત્રયોદશી હતી. ચન્દ્ર હસ્તોત્તરા નક્ષત્રમાં હતો ત્યારે દેવે મને ત્રિશલાની કૂખમાં મૂક્યો.
હે ગૌતમ! એ વખતે આ મારી મા દેવાનંદાએ પૂર્વે જોયેલાં ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાંથી બહાર નીકળતાં જોયાં...તે તરત જ બેઠી
સુલસા
For Private And Personal Use Only
૫૫
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ ગઈ, વ્યાકુળ થઈ ગઈ. હાંફળી-ફાંફળી થઈ ગઈ. તેની આંખોમાંથી બોરબોર જેવડાં આસું પડવા લાગ્યાં. એ છાતી કૂટતી પોકારો કરવા લાગી.. “અરે, કોઈએ મારો ગર્ભ હરી લીધો. હું લૂંટાઈ ગઈ..”
મારી આ માતા દેવાનંદાના હૃદયના ટુકડેટુકડા થઈ ગયા. એનું શરીર તાવથી ધખવા લાગ્યું. એનું શરીર ધ્રુજવા લાગ્યું. “હું જ્ઞાનથી માની વેદના જાણતો હતો, પરંતુ એ વેદના નિવારવાની મારી પાસે કોઈ ઉપાય ન હતો. ઋષભદત્ત પણ દેવાનંદાનું કરુણ કંદન અને ઊંડા નિસાસા સાંભળીને હતપ્રભ થઈ ગયા હતા...'
પ્રભુ બે ક્ષણ અટક્યા, ત્યાં ગૌતમસ્વામીએ વિનયથી પ્રશ્ન કર્યો : ભગવંત, જેમ મરિચિના ભવમાં “દો મે ઉત્તમ નમ' કુળમદ કરવાથી આપને દેવાનંદાના ઉદરમાં અવતરવું પડ્યું અને ૮૨ દિવસ રહેવું પડ્યું, તેવી રીતે આ ગર્ભાપહરણની પાછળ પણ દેવાનંદાનું પૂર્વજન્મનું કોઈ કર્મ કારણભૂત છે?'
હા ગૌતમ! કારણ વિના કાર્ય બનતું નથી. પૂર્વજન્મમાં દેવાનંદા અને ત્રિશલા દેરાણી-જેઠાણી હતાં. ત્રિશલા દેરાણી હતી. દેવાનંદા જેઠાણી હતી. દેવાનંદા-જેઠાણીના મનમાં લોભ અને કપટનો પ્રવેશ થયો. તેણે દેરાણીની રત્નપેટીમાંથી રત્નોની ચોરી કરી હતી. ત્યાં એણે આ કર્મ બાંધ્યું હતું. આ ભવમાં એના ગર્ભનું અપહરણ થયું!”
વસંતસેનાએ મને કહ્યું : “સુલસા, ભગવંતે તે પછી જે ધર્મદેશના આપી, મને જેટલી યાદ રહી, તે તને સંભળાવું છું.
ક્યારેક આપણે આપણને પૂછવા જેવો પ્રશ્ન આ છે : “ક્યાં સુધી આમ ને આમ વહી જશે જિદગી? ક્યાં સુધી કર્મોના દોર પર નાચતા નટ અમે, આ બધાનો ક્યાંક તો અંત આવવો જોઈએ ને? અહિંસા, ઋજુતા, ક્ષમા, શુચિતા, ગુરુસેવા, સ્થિરતા, આત્મસંયમ અને સંસારના કોઈપણ વિષયનો રાગ નહીં પણ નર્યો વૈરાગ, એ જ મહત્ત્વની વસ્તુ છે. માણસનો સાચો પુરુષાર્થ અને ત્યાગી બનાવે છે. પણ ત્યાગની દીક્ષા આત્માને એમ ને એમ પ્રાપ્ત નથી થતી. જન્મ-મૃત્યુ, જરા-વ્યાધિના દુઃખના ચકરાવામાંથી મુક્ત થવું હોય અને મોક્ષ મેળવવો હોય તો કપાયોથી મુક્ત બનવું પડે અને વિષયો પ્રત્યે અનાસક્ત બનવું પડે.
પડ
સુલાસા
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે બધું જ પામી જાય છે તે જીવ ઇષ્ટ કે અનિષ્ટ હોય, સાનુકૂળ કે પ્રતિકૂળ હોય, પણ એ સમત્વ ધારણ કરે છે. ચિત્તની આ ભૂમિકા વિરલ હોય છે. એ વિરલ ભૂમિકા પામવા ચારિત્રજીવન જ શ્રેષ્ઠ જીવન છે.'
એ સમયે ષભદત્ત ઊભા થયા. પ્રભુને નમન કરીને કહ્યું : “હે સ્વામી! અમે બંને આ સંસારવાસથી વિરક્ત થયા છીએ. માટે કલ્પવૃક્ષ! અમને સંસારતારિણી દીક્ષા આપો.” પ્રભુએ કહ્યું : “તથાસ્તુ!' દેવાનંદા સાથે ઋષભદત્ત ઈશાન દિશામાં ગયા. આભૂષણ વગેરેનો ત્યાગ કર્યો. સંવેગથી પાંચ મુષ્ટિ વડે કેશનો લોચ કર્યો. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદના કરીને બોલ્યા : “હે સ્વામી! અમે જન્મ-જરા-મૃત્યુથી ભય પામી તમારે શરણે આવ્યાં છીએ, માટે આપ સ્વયં અમને દીક્ષા આપવા પ્રસન્ન મને અનુગ્રહ કરો.” પ્રભુએ પોતાનાં માતા-પિતાને દીક્ષા આપી. દેવાનંદા સાધ્વીને ચંદના સાધ્વીજીને સુપરત કરી. ઋષભદત્ત મુનિને સ્થવિર મુનિઓને સોંપ્યા.. સમવસરણ પૂર્ણ થયું. લોકો વિખરાયા. આખા બ્રાહ્મણકુંડ ગ્રામમાં ભગવાન મહાવીર દેવાનંદા-ઋષભદત્તના પુત્ર હતા!” આ વાત દિવસો સુધી થતી રહી.
હે જિનેશ્વર! આપની કેવી અપૂર્વ માતૃભક્તિ અને પિતૃભક્તિ! આપ સામે ચાલીને બ્રાહ્મણકુંડ ગામ ગયા! આપે દેવાનંદાને કહ્યું : “મા, હું તારો પુત્ર છું! તું મારી મા છે!” અહો, એ વખતે એ દેવાનંદાના ઉરનો કેવો અપૂર્વ આનંદ હશે! એના હૃદયમાં પુત્રસ્નેહની ભરતી આવી ગઈ હશે! પ્રભો! એ માતા કદાચ તમને ભેટી પડવા. તમને ચૂમીઓથી નવડાવી દેવા તલપાપડ થઈ ગઈ હશે...' મારા લાલ! મારા વીર! મારા વત્સ...' આવાં આવાં સંબોધનોથી તમને બોલાવવા તરફડી હશે. પણ ત્યાં દેવ-દેવીઓ અને હજારો સ્ત્રી-પુરુષોની વચ્ચે એને પોતાની માતૃભાવનાઓને ઘબી દેવી પડી હશે!
તમે તમારાં એ મૂળભૂત માતા-પિતાને મોક્ષમાર્ગ આપીને, એમના ઉપકારનો બદલો વાળી દીધો! “ત્તિવ માતાપિતો!
સુલતા
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NR.
Reટર
વસંત ઋતુ વસંત એટલે વર્ષાઋતુના અંતિમ ઇન્દ્રધનુષ્યનું પૃથ્વી પર પડેલું પ્રતિબિંબ! વસંત એટલે અનેક પ્રકારનાં પક્ષીઓ સપ્તસ્વરના પાવા લઈને જાણે પૃથ્વી પર અવતરેલા સપ્તર્ષિઓ! વસંત એટલે નટખટ વર્ષાઋતુએ પોતાની ધારાની અસંખ્ય આંગળીઓથી કરેલી ગુદગુદી જેવી પૃથ્વીરૂપી બાળકના ગાલમાં પડેલા ખંજન! યૌવનમાં પદાર્પણ કરતા તરુણ હૈયાને વસંતનું સદાય આકર્ષણ હોય છે...
હું હવેલીની અટારીએ ઊભી હતી. મંદમંદ પવનની લહર, મને સરયુનું કલકલ સંગીત સંભળાવતી હતી. આખું નગર ધીરે ધીરે આળસ મરડી રહ્યું હતું. ગાયોની કોટે બાંધેલી ઘંટડીઓનો મધુર રણકાર સંભળાતો હતો. પક્ષીઓ કિલકિલાટ કરતાં હતાં. એટલામાં પૂર્વદિશા ઝળહળી ઊઠી. સૂર્યદેવ પૂર્વની ક્ષિતિજે હળવે હળવે આગમન કરતા હતા. એમના સ્પર્શ માત્રથી તમામ વસ્તુઓમાં ચેતનાનો સંચાર થયો. મારા દેહમાં પણ એક મીઠી ધ્રુજારી ફરી વળી...મારી સ્મૃતિમાં પ્રભુ વીર ઊભરાઈ આવ્યા.
મને ખબર ન હતી કે મારી પાછળ આવીને સારથિ ઊભા રહી ગયા હતા! મેં આંખો મીંચી. ક્ષણભર પ્રભુની સ્મૃતિ કરી, સ્મરણ કર્યું. હું હાથ જોડી મનોમન પ્રભુની સ્તુતિ કરવા લાગી. પૂર્વ દિશાથી જાણે એક કાંતિમાન, તેજસ્વી, દેદીપ્યમાન પુરુષ પધારી રહ્યા હતા! તેમની આંખોમાં કરુણાની ઝળહળતી લહેર લહેરાતી હતી. એમના તેજસ્વી રૂપની આભા ચોતરફ પ્રસરેલી હતી. જાણે મારી શરીરરૂપી જ્યોતિનો એ દેદીપ્યમાન પુરુષે સ્પર્શ કર્યો.જ્યોત થરથરી. એ દિવ્ય પુરુષ જ્યોતિને ભેદીને સામે પાર નીકળી ગયા..
મારાં રોમેરોમ ઝણહણતાં હતાં. ધીમે ધીમે હું ચેતન ગતમાં પાછી આવી રહી હતી. આંખ સામે તેનાં વલયો ઘૂમતાં હતાં. હું નીચે બેસી ગઈ. મારી પીઠ પર કોઈએ હાથ મૂક્યો. મેં પાછળ જોયું તો મારા પતિ
પ૮
સલસા
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા! તેઓ વિસ્ફારિત આંખે મને જોઈ રહ્યા હતા. તેમના મુખ પર સ્મિત ઊભરાયું. તેઓ બોલ્યા : “સવારે સવારે પ્રભુનું ધ્યાન લાગી ગયું!' “હા નાથ! પ્રભુ મારા હૃદયમાં પધાર્યા!” શુભ...પરમ શુભ...” નાથ, મારી એક ઇચ્છા છે.' “કહો.'
આપણે આપણા બત્રીસે બત્રીસ પુત્રોને લઈ પ્રભુ મહાવીર પાસે જઈએ. પ્રભુનાં દર્શન-વંદન કરીએ. પુત્રો પણ પ્રભુનાં દર્શન-વંદન કરે, પ્રભુની અમૃતમયી દેશના સાંભળે!'
પ્રભુ અત્યારે ક્યાં વિચરે છે, એ હું મહારાજા પાસેથી જાણી લઉં. કારણ કે રોજ દૂત, પ્રભુ ક્યાં વિચરે છે, એના સમાચાર મહારાજાને આપે છે અને મહારાજા સિંહાસન ઉપરથી નીચે ઊતરી, એ દિશામાં સાત પગલાં ભરી ભાવપૂર્વક વંદના કરે છે...'
તો તો પાકા સમાચાર મળી જશે. જોકે થોડા દિવસો પૂર્વે ભગવંત બ્રાહ્મણકુંડ ગ્રામમાં હતા. વસંતસેના ત્યાં ગયેલી અને પ્રભુનાં દર્શન કરી આવેલી.”
સમાચાર મળી ગયા કે ભગવાન મહાવીર ક્ષત્રિયકુંડ ગામમાં પધારેલા છે. નાગ સારથિ, સુલસા અને બત્રીસ પુત્રો સાથે રથોમાં આરૂઢ થયા અને ક્ષત્રિયકુંડ તરફ પ્રયાણ કર્યું.
દેવોએ સમવસરણની રચના કરી હતી. પ્રભુ મુનિ પરિવાર સાથે સમવસરણમાં બિરાજ્યા હતા. વીર પ્રભુને પધારેલા જાણી રાજા નંદિવર્ધન પરિવાર સાથે ધામધૂમથી વંદન કરવા આવ્યા. અમે જ્યારે ક્ષત્રિયકુંડ પહોંચ્યા ત્યારે ભગવંતની ધર્મદેશનાનો પ્રારંભ થયો હતો. અમે વંદન કરી યોગ્ય સ્થાને બેઠાં.
એ વખતે એક યુગલ સમવસરણમાં આવ્યું. યુવાન સુંદર હતો. રાજ કુમાર જેવો સોહામણો હતો. તેની સાથેની યુવતી જાણે પૃથ્વી પર અવતરેલી સાક્ષાત્ પાર્વતીની પ્રતિકૃતિ હતી. સર્વશ્રેષ્ઠ ચિત્રકૃતિ જ જોઈ લો! બંને પ્રભુના ઉપદેશ સાંભળવામાં લીન થઈ ગયાં.
સુલતા
પહ
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળપુરુષ જેવો મનમોજી તરંગી આ સંસારમાં બીજું કોઈ નહીં હોય. કેટલી ઝડપથી એ સંસારના રંગો બદલે છે! ઘડી બે ઘડીમાં એ હતું ન હતું કરી નાંખે છે. પૃથ્વીની પીઠ પર આનંદથી નાચતી નગરીને ઘડીક વારમાં એ અજગરની જેમ ગળી જાય છે. નાનાં બાળકોએ સમુદ્રકાંઠે બાંધેલા રેતીના કિલ્લાને જેમ એક જ મોજું આવીને ધરાશાયી કરી દે છે તેમ આ કાળપુરુષ, માનવીએ હજારો વર્ષો સુધી જહેમત લઈને ઊભી કરેલી સંસ્કૃતિને ક્ષણવારમાં નામશેષ કરી દે છે. આ સંસાર ખરેખર અસાર છે, અરાજ ક છે. સંસારમાં નથી સુસંગતતા કે નથી એકસુત્રતા. કોણ આ ઘટનાઓના પાસા ફેંકે છે? કોણ આ બધાં રમકડાં નચાવે છે? માનવીનું જીવન આ વિશાળ વિશ્વમાં કેટલું તુચ્છ છે? વિશ્વની પ્રકૃતિમાં આમૂલ પરિવર્તન લાવનાર આ કાળને માનવજીવન બુદ્ધ સમાન લાગે છે. જ્યારે ઇચ્છે ત્યારે શમાવી દે તેવું બબુદુ. આ બધુના નિર્માણની કે નાશની આ બ્રહ્માંડ પર કોઈ જ અસર નથી થતી. એ સ્થિતપ્રજ્ઞ રહે છે!
આ સંસારની વાસ્તવિકતા સમજો. ચારે બાજુથી ફેલાયેલી આગમાં ફસાઈ પડેલા પક્ષીની જેમ મનુષ્ય આ સંસાર દાવાનલમાં અસહાયપણે તરફડી રહ્યો છે. તમે એમાંથી બહાર નીકળી જાઓ. સંસાર દાવાનલ તો બુઝાવાનો જ નથી, એ તો અનાદિ-અનંત છે.'
પ્રભુનો ઉપદેશ પૂર્ણ થયા પછી, પેલું પાછળથી આવેલું યુગલ ઊભું થયું. યુવાને પ્રભુને મસ્તક નમાવી નમન કર્યું અને બોલ્યો : “હે ભગવંત! આપનો આવો હૃદયસ્પર્શી ઉપદેશ પહેલીવાર જ સાંભળ્યો. આપે સાચું જ કહ્યું કે કાળ ઉપર વિશ્વાસ ન કરાય. સંસાર સાચે જ દાવાનળ છે. આપનો ઉપદેશ સાંભળી મારું હૃદય સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. હું આપના શરણે રહેવા ચાહું છું. હું મારાં માતા-પિતાની અનુજ્ઞા લઈને આવું છું. મારા ક્ષત્રિય મિત્રોને પણ મારો આ વિચાર જણાવીશ.'
આ જમાલિ હતો. ભગવાન મહાવીરનો જમાઈ! જમાલિની સાથે જ એની પત્ની હતી તે પ્રિયદર્શના હતી, ભગવાનની પુત્રી! - પ્રિયદર્શનાએ પણ પ્રભુને નમન-વંદન કરીને કહ્યું : “હે ભગવંત! હું પણ સંસાર પ્રત્યે વિરક્ત થઈ છું. મારા પુણ્યોદયથી જ આપ અહીં પધાર્યા છો. આ ભવસાગરથી પ્રભો! મારો ઉદ્ધાર કરો.'
o
સુલાસા
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિયદર્શનાના ફાટફાટ કરતા યૌવન પર વૈરાગનો શ્વેત રંગ પથરાઈ ગયો હતો. એણે માનવજીવનને ઝાકળબિંદુ જેવું જાણી લીધું! ઝાકળબિંદુ ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે, એની કોને ખબર છે? માનવીનું પણ તેમ જ છે. એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ કોણ જાણે છે?
આ ઝાકળબિંદુ કોઈનો પ્રકાશ લઈને ચમકે છે ત્યારે એવું લાગે છે કે જાણે પ્રત્યેક ઝાકળબિંદુ એક નાનકડો સ્વતંત્ર સૂર્ય છે! આ ચમકતાં ઝાકળબિંદુ પવનની જેમ મંદમંદ ડોલે છે. એની પાસે રહેલાં પ્રકાશકિરણો પોતાનામાંથી બહાર ફેંકે છે. આ દ્રશ્ય જોનારને આનંદનો અનુભવ થાય છે. પરંતુ પવન સહેજ જોરમાં વાય છે કે આ પ્રસન્ન ઝાકળબિંદુ અસંખ્ય ટુકડા બનીને નીચે માટીમાં વિખરાઈ જાય છે, ચૂપચાપ! આક્રોશ કર્યા વિના! માનવીનું પણ આવું જ છે ને! માનવીનાં અસંખ્ય રૂપ છે. એ સૌ પોતાનાં જીવન જીવે છે. સુખની ક્ષણે આનંદથી ડોલી ઊઠે છે...અને મૃત્યુનો પગરવ સંભળાય કે તરત ચૂપચાપ તેને આધીન થઈ જાય છે. અનંતકાળથી આમ ચાલ્યા કરે છે. જન્મ અને મૃત્યુ વચ્ચે જે જીવન છે તે પ્રભુને સમર્પણ કરી દે તો જન્મ-મૃત્યુ મટી જાય! ખરેખર, પ્રિયદર્શના અને જમાલિએ શ્રેષ્ઠ નિર્ણય લીધો.
જમાલિ! આત્મતેજથી ચમકતો જમાલિ! સૌને મહી લેનારો જમાલિ! પોતાના વાસ્તવિક સ્વરૂપને સારી રીતે ઓળખી જનારો જમાલિ! જ્યારે માતા-પિતાની આજ્ઞા લઈને આવ્યો ત્યારે એની સાથે એના પાંચસો ક્ષત્રિય મિત્રો હતા! “જો જમાલિ ત્યાગી-વૈરાગી બને તો અમારે પણ ત્યાગી-વૈરાગી જ બનવાનું! એ સંસાર ત્યાગે તો અમારે પણ સંસારનો ત્યાગ કરવાનો! આવા હતા જમાલિના મિત્રો! જમાલિની આંખો અત્યંત શાંત અને નિશ્ચલ હતી. કોઈ અજ્ઞાત અને અપૂર્વ તેજ એના ગૌર ચહેરા પર અવિરત વરસી રહ્યું હતું. એની વાણી કોઈ ગૂઢ અને શાશ્વત સત્યની પ્રતીતિ કરાવતી હતી.
પાંચસો ક્ષત્રિય મિત્રો સાથે એ પ્રભુની સામે દીક્ષા લેવા ઉપસ્થિત થયો. એ વખતે પ્રિયદર્શન પણ એક હજાર ક્ષત્રિય કન્યાઓ સાથે સમવસરણમાં આવી પહોંચી! પ્રિયદર્શનાની સાથે એ હજાર કન્યાઓ દીક્ષા લેવા તત્પર બની હતી. મહારાજ નંદિવર્ધને જમાલિ અને પ્રિયદર્શનાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં. મારા બત્રીસે બત્રીસ પુત્રો વિસ્મિત નેત્રોથી અને એકાગ્ર ચિત્તથી આ
સુલાસા
૬૧
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધું દિવ્ય દૃશ્ય જોઈ રહ્યા હતા. ક્યારેક તેઓ પ્રભુ સામે જોતા તો ક્યારેક જમાલિ અને પ્રિયદર્શના સામે જોતા! તેમના મનમાં પ્રશ્ન ઊઠ્યો જ હશે કે આવાં સુંદર, સુખી અને યુવાન સ્ત્રી-પુરુષો કેમ સાધુ-સાધ્વી બનતાં હશે?' મારે પાછા ઘેર જઈને એમના મનનું સમાધાન કરવું પડશે. તેમના માટે આ સમવસરણની સૃષ્ટિ નવી નવી હતી. આ ત્યાગ... વૈરાગ્ય... દીક્ષા... વગેરે વાતો અજાણી હતી, છતાં આ બધી વાતો જાણવી, સમજવી એમના માટે આવશ્યક હતી.
જમાલિ અને પ્રિયદર્શનાની દીક્ષાઓ થઈ ગઈ. અમે ભગવંતને વંદના કરી, સ્તવના કરી અને પાછા રાજગૃહી જવાની અનુજ્ઞા માગી.
અમારો રાજગૃહીનો માર્ગ “પ્રિયદર્શનાના વિચારોમાં જ પૂરો થયો. સાથે સાથે દેવી યશોદાનો પણ વિચાર આવ્યો.. પરંતુ એ વિચારમાં આગળ અંધારું હતું. પ્રિયદના મન પર, ચિત્ત પર છવાયેલી રહીં. મને મારી જાત ખૂબ નિર્બળ લાગી. ચારિત્ર લેવા માટે જે વિર્ય ઉલ્લસિત થવું જોઈએ. તે થતું ન હતું. અનેકવાર આ માટે મેં માનસિક વેદના અનુભવી છે...પરંતુ મારા રાગ -દ્વેષનાં બંધનો તૂટતાં નથી. સંસારને અસાર, ક્ષણભંગુર, કારાવાસ અને દાવાનલ સમજવા છતાં એમાંથી મુક્ત થવાનો ઉલ્લાસ હૃદયમાં ઊલસતો નથી. આ વાતનું મેં ભારે દુઃખ અનુભવ્યું છે.
અમે રાજગૃહી આવી ગયાં.
એક દિવસ મારા બત્રીસે બત્રીસ પુત્રોએ, નગરનાં બીજાં બાળકોને ભેગાં કરીને નગરની બહાર મેદાનમાં રાજસભાની રમત રમવાનું આયોજન કર્યું. તુક્કો સૂઝયો હતો મારા જ્યેષ્ઠ પુત્ર અગ્નિજિતને! ખરેખર બાળક એ પ્રતિસૃષ્ટિનું નિર્માણ કરનાર બાળક નથી શું? તે દિવસે બધાંએ ભેગાં મળીને રાજસભાનું દશ્ય ઊભું કર્યું હતું. હૃષ્ટપુષ્ટ બાળકોએ રાજસભામાં કોશપાલ, અશ્વપાલ, અમાત્ય, સચિવ વગેરે પ્રતિષ્ઠિત પાત્રો ભજવવાનું પસંદ કર્યું હતું. રાજસભાની જાણકારી તેમણે ક્યાંથી મેળવી હશે?
મેદાનમાં એક ખાસ્સો મોટો પથ્થર હતો. એને રાજસિંહાસન બનાવ્યું હતું. મારો પુત્ર અગ્નિજિત એમાં સેનાપતિ હતો. તે મેદાનમાં આવ્યો કે બધાંએ જોરશોરથી કોલાહલ મચાવી દીધો. અગ્નિજિતને બોલાવો,
૯૨
સુલાસા
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિજિતને બોલાવો!” અગ્નિજિત ઝટપટ પહોંચી ગયો.
અમે બધાંએ રાજસભા ગોઠવી, ફક્ત અમને રાજા મળતા નથી.” અગ્નિજિતે ત્યાં આવી પહોંચેલા અભયકુમારને કહ્યું : “અમે તમને રાજા બનાવવાનું નક્કી કર્યું છે!' વિદ્યાર્થીઓના ગુરુ બ્રહ્મદત્તે વાતને સમર્થન આપ્યું. સૌ બાળકોએ તાલીઓના ગડગડાટથી પ્રસ્તાવને ટેકો આપ્યો.
અભયકુમારે કહ્યું : “હું તો ઈન્દ્રજિતને લેવા આવ્યો છું!' “ના રે, ઇન્દ્રજિત તો અશ્વપાલ છે. એને બોલાવવા મગધના મહામંત્રી આવે નહીં! એ તો સેવકને આજ્ઞા કરે!” અભયકુમાર હા-ના કરતા રહ્યા અને બાળકોએ અભયકુમારને પેલા કાળા પથ્થરના સિંહાસન પર બેસાડી દીધા! અત્યંત આદરથી ઝૂકીને બ્રહ્મદત્ત બોલ્યો : “રાજગૃહીના અધિપતિ અભયકુમાર મહારાજાનો...” સૌએ હર્ષોલ્લાસથી પ્રતિસાદ દીધો “જય હો! સૌ નીચે બેસી ગયા. અભયકુમાર રાજાની અદબથી બોલ્યો : “અમાત્ય! સભાનું કામકાજ શરૂ કરવાની અનુજ્ઞા આપવામાં આવે છે!'
અમારી આ રમત બરાબર જામી હતી. એટલામાં બાજુમાં ચરતાં પશુઓમાંથી એક માતેલો આખલો જયજયકારના અવાજથી ભડક્યો! એણે એની જાડી પૂંછડી ઊંચી ટટ્ટાર કરી અવાજની દિશા તરફ કાન માંડ્યા. નસકોરાં લાવતો, અને શિગડા ભરાવતો, કાનને ઊંચા કરતો - સીધો એ અમારી તરફ ધસ્યો. એનું વિકરાળ રૂપ જોઈ બ્રહ્મદત્ત ભાગ્યો. એ હાથ ઊંચા કરીને મોટેથી બોલ્યો: “સેનાપતિ, મહારાજ, ભાગો રાજ પર સંકટ..”
વરસાદનું પાણી જમીન પર પડતાં જ ચારેબાજુ ફેલાઈ જાય એમ ચારે બાજુ સમાચાર ફેલાઈ ગયા. અગ્નિજિત અભયકુમારનો હાથ પકડી ખેંચવા લાગ્યો. પરંતુ ત્યાં જ અનલ અને આદિત્ય - સુલસાના છેલ્લા બે પુત્રો ધસી આવ્યા. તેઓએ અભયકુમારને કાળા પથ્થરથી પાછળ ઉતારી, તે બંને એ પથ્થર પર ઊભા રહ્યા. ઝંઝાવાત સમો એ આખલો ઘસ્યો. એની આંખોમાં અંગારા ઝરતા હતા. અડફેટમાં આવે એને લાત મારી એનાં ચીંથરેચીંથરાં ઉડાડી નાખવા એના મગજની નસો તણાતી હતી. એના મોમાંથી લાળ ટપકતી હતી. તે પથ્થર પાસે આવીને સહેજ વાર ઊભો રહ્યો. આગળના પગની ખરીથી ખરર માટી ખોદી અને શિંગડાં ઊંચાં કરી ધારદાર બાણની જેમ એકાએક ઊછળ્યો. અનલે અને આદિત્યે ક્ષણવાર
સુલાસા
૬૩
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાશ તરફ મીટ માંડી. બીજી જ ક્ષણે અનલે પોતાના હાથની મજબૂત પકડમાં આખલાનાં શિંગડાં જ કડી લીધાં! અનલને મારવા જેમ જેમ એ પહેલવાન આખલો જોરદાર ઝીંક મારતો હતો તેમ અનલના બંને હાથની પકડ એનાં શિંગડાને જોરદાર ભીંસમાં લેતી હતી,
થોડીવાર પહેલાં લાલઘૂમ ડોળા ફાડીને ઊછળતો આખલો થાકીને હાંફતો હતો. છોકરાઓ અનલનો જયજયકાર બોલાવવા લાગ્યા. ત્યાં બાજુમાં ઊભેલા ગોવાળના હાથમાં એની રાશ પકડાવી દીધી. ગોવાળે અનલની સામે ડોળા તગતગાવ્યા ને પોતાના આખલાને લઈને ચાલ્યો ગયો. રાજસભા વિખરાઈ ગઈ. અભયકુમારને વીર યોદ્ધો મળી ગયો, અનલ!
એક દિવસ ચંપાનગરીથી એક યોદ્ધો રાજગૃહીમાં આવ્યો. એનું નામ હતું મહોદર. એણે રાજગૃહીની રાજ સભામાં પડકાર ફેંક્યો : છે કોઈ યોદ્ધા કે જે મારી સાથે ઉત્ત્વ યુદ્ધ કરી શકે? યાદ રાખે કે અજગર હરણને મરડી નાખે તેમ તેને ચપટીમાં ચોળી નાંખીશ!'
એ સમયે બ્રહ્મદત્તની સાથે મારા બત્રીસે બત્રીસ પુત્રો રાજસભામાં હાજર હતા. મારો એક પુત્ર આદિત્ય, કે જે ભીમ જેવી કાયાવાળો અને બળવાળો હતો, તેણે મહોદરના પડકારને ઝીલી લીધો! કે આદિત્ય નાનો હતો, તરુણ હતો, પરંતુ એની શરીરસંપત્તિ એવી હતી કે તે યુવાન દેખાતો હતો. તેણે પોતાનું ઉત્તરીય વસ્ત્ર કમર ઉપર કચકચાવીને બાંધ્યું. એનું શરીર ભરતીના સમુદ્રની જેમ ફૂલવા લાગ્યું.
બંને વચ્ચે નું યુદ્ધ શરૂ થયું. રાજસભા દ્વન્દુ યુદ્ધના અખાડામાં ફેરવાઈ ગઈ. મને અગ્નિજિત ઘરે બોલાવવા આવેલો. હું અને સારથિ બંને રાજસભામાં પહોંચી ગયેલાં. મહોદરે દાંત કચકચાવીને ભૂખ્યા વરુની જેમ આદિત્ય પર છલાંગ મારી, પણ વિશાળ સમુદ્ર પર ચડવાનો પ્રયત્ન કરતી નાવડીને એક મોજું પાછળ ફેંકી દે. તેમ આદિત્યે તેને સહેજ વારમાં ફેંકી દીધો. એણે પેતરો બદલ્યો. એ આદિત્યની આસપાસ ઘૂમવા લાગ્યો. એને ઉશ્કેરવા માટે તાલ દેવા લાગ્યો. પણ થોડીવારમાં જ મહોદરને આદિત્ય પોતાની જાંધ વચ્ચે દબાવી દીધો. પોતાના સશક્ત હાથનો ફાંસો બનાવી એમાં મહોદરના ગળાને ઘૂંટાવી દેવાની શરૂઆત કરી. શ્વાસ રુંધાતાં મહોદર આંખો ચડાવવા લાગ્યો. એ “બાહુકંટક દાવ' હતો. આ પકડમાં
૬૪
સુલસી
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહદરનો અંત નિશ્ચિત હતો. મહોદરે હાથ ઊંચા કરી મદદની અરજ કરી. તેણે હાર કબૂલ કરી. આદિત્યે તેને જીવતદાન દીધું!
મહારાજા શ્રેણિક ઊભા થઈ આદિત્યને ભેટી પડ્યા. એને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. મારી આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાઈ ગઈ. મહારાજાએ મારી સામે જોઈને કહ્યું : “સુલતા! તારા આ પુત્રે આજે રંગ રાખ્યો! મારી રાજસભાની શાન વધારી!' તેમણે પોતાના ગળામાંથી હાર કાઢી આદિત્યને પહેરાવી દીધો અને કહ્યું : “સુલસા, તારા બત્રીસે બત્રીસ પુત્રોનો અભ્યાસ પૂર્ણ થશે પછી હું એમને મારા મિત્રોરૂપે મારા અંગરક્ષક બનાવીશ!”
મેં કહ્યું : “હે કૃપાવંત! અમે આપની ઇચ્છાને આધીન છીએ. આપને જે ઉચિત લાગે તે કરી શકો છો.' રાજસભાનું વિસર્જન થયું.
એક દિવસ મારા પુત્રોને ધનુર્વિદ્યા શીખવવા માટે રાજગૃહીથી ચાર કોશ દૂર જવાનું હતું. મારા બત્રીસ પુત્રો, મહારાજા શ્રેણિક અને ધનુર્વિદ્યાના ગુરુ વામદેવ-સહુ ઘોડેસવાર બની નીકળ્યા. બળબળતો તાપ માથે લઈ ભરબપોરે બે વાગે તેઓ નીકળ્યા. હણહણતા શ્વેત અશ્વો નગરના માર્ગ પર દોડવા લાગ્યા. વૈશાખી તાપથી વ્યાકુળ નગરજનો અડધો દરવાજો બંધ કરી પોતપોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા. વિશાળ રાજમાર્ગ પર એક-બે માણસો સિવાય કોઈ હરતું ફરતું દેખાતું ન હતું.
એક ભોમિયો ઘોડેસવાર આગળ દોડી રહ્યો હતો. બીજા સહુ લગામ ખેંચીને એની પાછળ અંતર રાખીને દોડતા હતા.
આદિત્યે પાછા આવ્યા પછી મને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો : “જે વનમાં અમારે જવાનું હતું તેની સીમામાં પ્રવેશતાં જ ઘોડેસવારો અગાઉ નક્કી કર્યા મુજબ ચારેય દિશામાં વહેંચાઈ ગયા. હવે અમે હાથમાં રહેલા ભાલા તેજીથી ચલાવતા હોકારા-પડકારા કરતા આખાય વનને ઘેરી લઈ દેકારો મચાવી દીધો. કોલાહલથી ગભરાઈને હરણાં ઊંચી છલાંગો મારતાં નાસભાગ કરવા લાગ્યાં.
નિશાન લેવા માટે અમે ઘાસ-આચ્છાદિત ટેકરી પરની જગ્યા પસંદ કરી. સામે સુંદર હરિયાળું મેદાન હતું. બધું ઠીકઠાક થતાં જ એક-એક
સુલાસા
૬૫
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બાણ ધનુષ્ય પર ચઢાવી વીરાસન વાળી, મેં ચાર દિશામાં બાણ છોડ્યાં. સૂઉઉઉ...અવાજ સાથે તેઓ ચાર દિશામાં આમતેમ સરકવા લાગ્યાં. ધોડેસવારોને સંકેત મળ્યો. શોરબકોર કરતા, હોંકારા પડકારા કરતા તેઓએ વનમાં રહેલાં તમામ પ્રાણીઓને તેમનાં શાંત-શીતલ નિવાસસ્થાન છોડવા માટે એમનો પીછો પકડ્યો. આખું વન રુગ્ણ માણસની જેમ દર્દભરી ચીસો પાડવા લાગ્યું, ચિત્રવિચિત્ર અવાજ એકમેકમાં ભળી ગયા.
સારંગ, ચિત્રરથ, ક્રોંચ, કપોત, કોકિલ, પત્રરથ વગેરે પક્ષીઓનાં ઝુંડ ચિચિયારી કરતાં વનમાંથી ઊડી જતાં અમે ટેકરી પરથી જોયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોડીવારમાં ગીચ ઝાડીમાંથી ચાલીસ-પચાસ હરણાંનું ટોળું ઊંચેથી વહેતાં ઝરણાંના પાણીનાં ફોરાંની જેમ લયબદ્ધ છલાંગો મારતું મેદાનમાં દોડી રહ્યું હતું. મહારાજ સાથે અમે સહુ ધનુષ્ય ચડાવેલા અમારા હાથ એમના મર્મસ્થાનનું લક્ષ્ય લેવા એમની દોડ સાથે ગતિ કરવા લાગ્યા.
ધનુષ્યોમાંથી સૂ...સ્... કરતી સતત બાણવર્ષા થઈ. પવનની થાપટથી ઉદુંબર વૃક્ષ પરથી પાકાં ફળ ટપોટપ પડવા લાગે તેમ હરણાંઓના હૃદયમાં બાણ વાગતાં એક પછી એક હરણ મેદાનમાં ટપોટપ ઢળવા લાગ્યાં. બીજાં હરણ બીકના માર્યાં પોતાનાં સાથીઓની સામે જોવા ન રહેતાં છલાંગો મારતાં મેદાન વટાવી ભાગી છૂટ્યાં. શિકારનો, લક્ષ્યવેધનો અભ્યાસ પૂરો થયો. અમે સંતોષનો શ્વાસ લીધો.
૧૭
ત્યાં અચાનક મહારાજા શ્રેણિકની ચીસ સંભળાઈ...‘વામદેવ.' શ્રેણિક જોરથી મેદાન પર પછડાયા. જાણે પર્વત પરથી મોટી શિલા ધસી પડી! હમણાં શિકારની રસપ્રદ વાતો કરતા હતા, ત્યાં તેમને ઘડીકમાં શું થઈ ગયું? વામદેવ ગભરાઈ ગયો. અમે બત્રીસ ભાઈઓ તો શિકાર પછી થોડા દૂર ચાલ્યા ગયા હતા. અશ્વોને ખેલાવતા હતા. વામદેવે મહારાજા સામે જોયું ને એનું હૃદય ધબકવા લાગ્યું! શિકારમાં મગ્ન શ્રેણિક વીરાસન વાળીને બેઠા હતા ત્યાં ઘૂંટણ પાસેના ડાબા પગના પાછળના ભાગમાં ઘાસમાં છુપાઈને બેઠેલો એક લાંબોલચક વિશાળ અજગર, શ્રેણિકને ઘૂંટણ સુધી વળગી ગયો હતો. પગમાં ચામડાના જોડાનાં કારણે એના જડબાના સ્પર્શની જાણ એમને થઈ નહીં. વીરાસન છોડીને ઊભા થવા જતાં જ એમનો પગ હલ્યો. શિકાર હાથમાંથી છટકી ન જાય એ વિચારે અજગરે પોતાની પૂંછડીના છેડાને તત્ક્ષણ ઉપર લઈ મહારાજાને પોતાની ચૂડમાં
સુલસા
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીડી લીધા. સમ્રાટને એક અજગરે સસલાના બચ્ચાની જેમ પોતાના અંકમાં દબાવી દીધો હતો. માથા પરથી મુગટ સરીને મેદાનની ધૂળમાં ગબડી પડ્યો હતો. જલ વિના માછલી તરફડે તેમ સમ્રાટ એની પકડમાંથી છૂટવા તરફડતા હતા. પરંતુ જેમ જેમ એ છૂટવાના પ્રયત્ન કરતા હતા તેમ તેમ અજગર પોતાની ભીંસ વધારતો જતો હતો. બંને ઘાસમાં ગડથોલિયાં ખાતા હતા. મૃત્યુના ભયથી મહારાજા “બચાવો...બચાવો..'ની ચીસ પાડતા હતા. દાંત કરડતા હતા. પોતાના હાથમાં રહેલા બાણની ધારદાર અણી અજગરના દેહમાં સપસપ ઘોંચતા હતા. મૃત્યુના પાશમાંથી છૂટવા સમ્રાટ પગ પછાડતા બરાડા પાડતા હતા.
આટલા મહાન શક્તિશાળી સમ્રાટને આ અજગરે જોતજોતામાં લાકડીની ભારીની જેમ પોતાના પાશમાં જકડી લીધો હતો. જીવનની આશા છોડી દઈ શ્રેણિક ગગનભેદી હૃદયવિદારક આખરી ચીસો પાડી ઊઠ્યા, અંતે થાકીને મૂર્ણા ખાઈને ઢળી પડ્યા. હું વામદેવ...
દિમૂઢ બની મેં અજગર તરફ જોયું. ત્યાં કેવળ ચંચળતા હતી, ભક્ષ્ય માટે તડપતી! મારી પાસે બાકી રહેલાં બાણ સિવાય કોઈ શસ્ત્ર ન હતું. હું બેબાકળો બની ગયો. હાથમાં માથું પકડી વિચાર કરતો એક શિલા પર બેસી પડ્યો. સંધ્યા નમતી હતી. એક એક પળ મહત્ત્વની હતી. મને શસ્ત્રકલામાં ગુરુ માનનારા મારા પ્રિય સમ્રાટ આજે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા હતા.
હું સફાળો ઊભો થયો. હાથમાંથી ધનુષ્ય ફેંકી દઈ, મેં અજગર સહિત મહારાજાને ઊંચકીને મારે ખભે મૂક્યા. આ પાણીદાર અજગરનો સ્પર્શ એટલે સાક્ષાત્ મૃત્યુ મૃત્યુ કેવા અવનવાં રૂપ ધારણ કરી જીવન પાછળ આદુ ખાઈને પડે છે! એ જન્મ-મરણનું ૯૬ ખભે ઊંચકીને, અસ્ત પામતાં કિરણોમાં ટેકરી પરથી, જાતને જાળવતો નીચે ઊતરવા લાગ્યો. અડગપણે મેદાનમાં ચાલતો ચાલતો હું આગળ જઈ રહ્યો હતો. ઘોડેસવારો દૂરથી દેખાતા હતા. ગમે તેમ કરીને એમના સુધી પહોંચવું જરૂરી હતું.
હું ખભે કંઈક ઊંચકીને આવું છું એ જોઈને કોઈ મોટો શિકાર હશે.” એમ સમજીને મેદાનમાં એકત્રિત થયેલા બધા ઘોડેસવારો હાથ ઊંચા કરી આનંદથી કિકિયારી કરતા નાચી ઊઠ્યા. પરંતુ હું એમની નજીક પહોંચ્યો ત્યારે તેઓ આંખ ફાડીને મને જોઈ જ રહ્યા! તેઓ ઘોડાઓ ઉપરથી ઊતરી
સુલાસા
૬૭
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગયા. મેં, સૌની નજીક પહોંચી ઘૂંટણ ટેકાવી હળવેકથી મહારાજને અજગર સાથે નીચે ઉતાર્યા. મેં ઉત્તરીયથી કપાળ પરનો પરસેવો લૂછતાં બત્રીસે બત્રીસ કુમારો સામે જોયું. મહારાજનું માત્ર મસ્તક અજગરની ભીંસમાંથી છૂટું પડ્યું હતું. કાષ્ટની જેમ તેઓ નિશ્ચેતન પડ્યા હતા. આંખોં કાઢીને મેં કુમારોને (સુલસાના ૩૨ પુત્રોને) મોટેથી કહ્યું :
‘કાયરની જેમ આમ શું જોઈ રહ્યા છો?' મગધના રાજાને અજગર ગળી ગયો છે એ સાંભળીને રાજમહેલના સૌ જનો તમારા મોં પર થૂંકશે. માથે મુંડન કરાવી ગધેડે બેસાડી ઢોલ પીટીને તમારી આખા નગરમાં સવારી કાઢશે. પકડો આ હિંસક પ્રાણીને અને ભરડામાં લીધેલા સમ્રાટને મુક્ત કરો.'
ડ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌએ પ્રબળ પુરુષાર્થ કરી અજગરના ભરડામાંથી મહારાજાને મુક્ત કર્યા. મેં સૌને કહ્યું : ‘મહારાજાને ઘોડા પર મૂકો.' સૌએ મહારાજાને એક સશક્ત ઘોડા પર ઊંધા સુવાડી દીધા.
વન છોડતાં પહેલાં એક ઝરણા પાસે સહેજવાર થોભ્યા. મોં પર શીતળ પાણીનો છંટકાવ કરતાં જ મહારાજા શુદ્ધિમાં આવ્યા.
વનની સીમા પાર કરતી વખતે વામદેવે સહુને કડક શબ્દોમાં સૂચના આપી કે ‘વનમાં બનેલી એક પણ વાતની મહેલમાં જાણ થવી નહીં જોઈએ.'
For Private And Personal Use Only
સુલસા
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ કુમાર નંદીએણે પ્રભુ વર પાસે દીક્ષા લીધી હતી. દેવલોકના દેવે એને દીક્ષા લેવા ના પાડી હતી. પછી સ્વયં ભગવાને પણ એને દીક્ષા લેવાની ઉતાવળ કરવાની ના પાડી હતી. પરંતુ નંદીષેણે પોતાના દઢ મનોબળ અને પ્રકૃષ્ટ શ્રદ્ધાબળના સહારે દીક્ષા લીધી હતી.
દેવે એને કહેલું - “નંદીષેણ, તારાં ભોગ્ય કર્મો ભોગવવાનો બાકી છે. તારી કામવાસના ઉત્તેજિત થશે. તારે વૈષયિક સુખ, નહીં ઇચ્છવા છતાં ભોગવવા પડશે. માટે તું હમણાં દીક્ષા ન લે.”
“શું એ કામવાસનાને નાથવાનો કોઈ માર્ગ નથી? અવશ્ય છે! હે દેવ! તમે માછીમારની જાળ જોઈ છે? એમાં કેટલા તાણાવાણા હોય છે? પરંતુ એ જાળમાં સ્વેચ્છાએ ફરતા માછીમારને તમે કદી ફસાયેલો જોયો છે? શરીરની ભીતરમાં મનના અસંખ્ય તાણાવાણામાં કદી ન ફસાનાર આવો એક માછીમાર મારામાં, તમારામાં અને સમસ્ત જીવસૃષ્ટિમાં રહેલો છે!' “કોણ છે એ?'
આત્મા! આ આત્માનો સ્વભાવ છે પ્રકાશ! ચૈતન્ય તત્ત્વ! કદી કોઈના બંધનમાં ફસાય નહીં તેવું ચૈતન્ય! આ ચૈતન્યને જાણવાની હૃદયમાં તીવ્ર તમન્ના જોઈએ. એ માટે જીવન પર અતૂટ શ્રદ્ધા જોઈએ.” - દેવે કહ્યું : “કોઈએ આવી શ્રદ્ધા જીવનમાં ધારી હોય, પરંતુ એવી શ્રદ્ધાને ભાંગી નાખનારું સત્ય સામે આવીને ઊભું રહે ત્યારે એની શ્રદ્ધા ડગમગી જાય, એ ઇચ્છે નહીં તોય તે શ્રદ્ધાહીન બની જાય! એમાં એનો દોષ નથી હોતો. દોષ હોય છે એણે બાંધેલાં કર્મોનો, નિકાચિત કર્મોનો.
ના દેવરાજ, એમ ના કહેવાય. શ્રદ્ધાને તમે સાચા અર્થમાં સમજ્યા નથી. મૃત્યુની છેલ્લી ઘડી સુધી શ્રદ્ધા ન ડગે તે સાચી શ્રદ્ધા! ખરો શ્રદ્ધાવાના ક્યારેય અશ્રદ્ધાળુ બનતો નથી અને કર્મો પર દોષ ઢોળતો નથી.”
નંદીષણ મુનિની આંખોમાંથી તેજના ફુવારા છૂટતા હતા. મુખ બ્રહ્મતેજથી ચમકતું હતું.
સુલતા
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે દેવેશ, શ્રદ્ધા એટલે કાંટાળા જીવનની હરિયાળી! દરેકને પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. જેને પોતાના દિવ્ય સ્વરૂપ પર શ્રદ્ધા નથી એ પોતાનું કે જગતનું શું ભલું કરી શકવાનો?'
ઠીક છે મુનિવર, હું જાણું છું કે તમે કામવાસનાને નાથવા માટે, કામવિજેતા બનવા માટે ઘોર, ઉગ્ર અને વીર તપશ્ચર્યા કરવાના છો. કરો
કોઈ ગિરિકંદરાના જળસ્રોતની જેમ કાળસ્રોતનો પ્રવાહ પણ વેગે વહી જતો હતો. મુનિ બનેલા નંદીષણ આજે ન ઓળખાય એવા વેશમાં, સ્વાધ્યાયમાં રત બની ગયા હતા. હવે એ ઊર્મિઓનાં તોફાન ન હતાં. એ જૂનાપુરાણાં મનોમંથનો ન હતાં, નિત્ય રાગ-દ્વેષ અને નવી નવી લાલસાઓની ફેરફુદરડીઓ ન હતી. સુકોમળ અને શુષ્ક, સારું અને નરસું, પ્રિય અને અપ્રિય, ઇષ્ટ અને અનિષ્ટ આ બધી દુવિધાની દુનિયામાંથી તેઓ બહાર નીકળી ગયા હતા.
તપ, સ્વાધ્યાય, સંયમ અને ગુરુજનોની સેવાને જ એમણે જીવનનું ધ્રુવ બનાવી લીધું હતું. સંયમની નવ વાડો અને સાધુતાના દશ ગુણો એમણે મેળવી લીધા હતા. મનથી માયાને પૂરેપૂરી અળગી કરી દીધી હતી, કાયાના કુંભને ઉગ્ર તપન નિભાડામાં પકવીને નિર્મળ બનાવી હતી. આકાંક્ષા અને ઉત્સુકતાના સ્થાને શાન્તિ અને સંયમનો આનંદ વરસી રહ્યો હતો.
કામનું ઔષધ કામ છે”, આ ગુરુવાણી સાંભળીને નંદીષેણ મુનિ, એક ક્ષણ પણ મન અને તનને નવરાં પડવા દેતા ન હતા. નિત્ય ક્રિયાઓ, ગુરુજન સેવા, તપ, સ્વાધ્યાય અને તત્ત્વચિંતનમાં અહર્નિશ મસ્ત રહેતા. એમના મુખ પર અહર્નિશ સંતોષની છાયા ઝળહળતી રહેતી. મનની સિતાર અલૌકિક સૂરે ગુંજ્યા કરતી.
કામવાસનાના વાવંટોળથી તેઓ દૂર દૂર ચાલ્યા જતા. રંગ, રસ ને રૂપભરી દુનિયામાં તેઓ શાન્ત અને સ્થિર હતા. મહામેની ઝડીઓ અને વાયુદેવના તાંડવની વચ્ચે હિમગિરિ જેમ શાન્ત ને સ્વસ્થ ઊભો રહે તેમ મુનિ શાન્ત અને સ્વસ્થ હતા. પણ એ શાન્તિનો નાશ કરવાનો મહાનિર્ણય જાણે વિધિએ કર્યો હોય તેમ તેમના શરીરમાં કામવાસનાની નાગણ ફણા ઊંચી કરી. તેમના દેહમાં, કામાગ્નિ પ્રગટ્યો..અને મુનિરાજે ઘોર તપશ્ચર્યા શરૂ કરી. બે-બે ઉપવાસ, ત્રણ-ત્રણ ઉપવાસ, ચાર-ચાર ઉપવાસ. આઠ
૭૦
સુલાસા
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ ઉપવાસ કરવા લાગ્યા અને ભગવાન મહાવીર સાથે ગામે-ગામ, નગર-નગર વિહાર કરવા લાગ્યા. મન વિષયવિચારોમાં ન જાય તે માટે સૂત્રોનું પારાયણ અને અર્થોનું ચિંતન કરવા લાગ્યા.
ભોગેચ્છાનો, ઇન્દ્રિયવિકારોનો પરાભવ કરવા તેઓ કૃતનિશ્ચયી હતા. તેમણે મહિના-મહિનાના ઉપવાસ કર્યા. ઉપવાસોમાં તેઓ રાત્રિના સમયે ક્યારેક સ્મશાનમાં જઈ કાયોત્સર્ગ ધ્યાન કરતા, ક્યારેક કોઈ ખંડિયેરમાં કે શૂન્ય ઘરમાં જઈ ધ્યાનસ્થ દશામાં ઊભા રહેતા. ભૂખ અને તરસ સહન કરતા. વન્યજંતુઓ એમના હાથે, પગે કરડતા, તેઓ સમતા ભાવે સહન કરતા. માન-અપમાનથી તેઓ અલિપ્ત હતા. તેમને તો ભીતરની વેદમોહનીય કર્મમાંથી ઉત્પન્ન થતી કામવાસના સામે ઝઝૂમવું હતું. એ વાસના પર વિજય મેળવવો હતો.
જ્યારે તપથી, ધ્યાનથી, સ્વાધ્યાયથી...વાસનાઓ શાન્ત ન થઈ, ત્યારે મુનિરાજે, ભગવાનથી અલગ થઈ જુદો વિહાર કરવા માંડ્યો. હવે તેમને જીવસટોસટની લડાઈ કરવી હતી. એમનો જીવ ક્ષણે ક્ષણે ઘુંટાતો હતો. હૃદય કામવાસનાથી ભર્યું હતું. સામે કાળોમેશ અંધકાર હતો. વાસના અને અંધકાર! ચારે બાજુ વાસનાનાં તમરાં જોરજોરથી ત્રમત્રમ કરી રહ્યાં હતાં. એમનું મન બોલી ઊઠ્યું, “અરે, ક્યાં જાઉં? શું કરું? આ હૃદયને બાળનારી વ્યથા કોને કહું? ડગલે ને પગલે વાસનાનું ભૂત!' એમનું હૃદય વ્યાકુળ બની ગયું. હૃદયમાં સૂનકાર વ્યાપી ગયો. એકેય દિશા જડતી ન હતી. પાછળ ફરીને જોવાનું મન થતું નહોતું. એમનું હૃદય સળગતું હતું. એમના બળતા હૃદયમાંથી અનેક ઉત્તેજિત વિચારોની વાળા ઊડતી હતી. ખરેખર! જીવન એ સમરાંગણ છે.” જીવન એક દાવાનળ છે. કોઈને પણ દઝાડનારો એ દાવાનળ આજે સળગી રહ્યો છે...
અસ્વસ્થ મનના નગારા પર તડાતડ અવાજ કરનારી દાંડી ક્ષણે ક્ષણે નંદીષેણને વિષુબ્ધ કરતી હતી વિચારોના અવિરત મંથનમાંથી કેવળ એક જ નિર્ણય થયો - આત્મહત્યા!
અને એ એક અરણયમાં પહોંચ્યા. તેમણે એક વૃક્ષ નીચે ઊભા રહી, પોતાના ઉત્તરીય વસ્ત્રને ફાડી, તેનો ગાળિયો બનાવી પોતાના ગળામાં નાંખ્યો, અને બે હાથે તેણે એ ગળાને ભીંસવા માંડ્યું. તેમની આંખો ઉપર ચઢી ગઈ...ત્યાં “નંદીષેણ ઊભો રહે! નંદીષણ ઊભો રહે!” અવાજ આવ્યો
સુલાસા
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને તેની સાથે જ ગળા પરનો ગાળિયો તૂટીને જમીન પર પડી ગયો.. સામે જ એક જ્યોત પ્રગટ થઈ! જ્યોતમાંથી એ જ દેવ પ્રગટ થયા!
નંદીષણ, હું તને મરવા નહીં દઉં...તારે વૈષયિક સુખો ભોગવવાનાં જ છે.'
દેવના આ શબ્દોએ, શબ્દઘાતે મારા આશાવાદી મનનાં ચીંથરાં ઉડાડ્યાં. કોઈએ તલવારના એક ઝાટકે મારું મસ્તક ધડથી જુદું કરી દીધું હોત તો મને આટલું દુઃખ ન થયું હોત. આટલી અસહ્ય વેદના મને ના થાત. સહનશીલતા એ સદ્દગુણ છે, પણ વિવશ સ્તબ્ધતા એ દુર્ગણ નથી? મારા તપ્ત મસ્તકની નસો તણાવા લાગી. આંખમાં યજ્ઞકુંડ પ્રવળી ઊઠ્યો. તમામ શક્તિ એકઠી કરીને હું જોરથી બરાડ્યો - હે દેવ! તમે મને કેમ રોકો છો? જન્મ દેવો એ કર્મોના હાથમાં છે પણ પુરુષાર્થ મારા હાથમાં છે. હું કામવાસનાને પરવશ થવા કરતાં મોતને વધારે પસંદ કરું છું!'
દેવે હસતાં હસતાં કહ્યું : “નંદીષેણ, હું તને મરવા નહીં દઉં! હજુ તને કહું છું. મરવાનો એક પણ ઉપાય સફળ નહીં થવા દઉં!”
નંદીષણે ઉગ્ર અવાજે કહ્યું : “ભલે, તમે દેવ છો, જે કરવું હોય તે કરજો.’ દેવ જ્યોતિમાં ભળી અદૃશ્ય થઈ ગયા. નંદીષેણ મુનિ મનોમન બોલ્યા : “હવે મને કાઈનો ઉપદેશ જોઈતો નથી.' તેઓ વૈભારગિરિ તરફ ચાલ્યા. સૂર્યાસ્તનાં દીર્ઘ સોનેરી કિરણોમાં મુનિ વૈભારગિરિનાં ઊંચાં ચડાણ ચડવા લાગ્યા. કિંશુક, પુન્નાગ, તમાલ, સાંતવાણું, કંકણી વગેરે વૃક્ષો પર બાંધેલા માળામાં પહોંચવા માટે ચિત્તર, સારંગ, લાક, ચંડોળ, ચક્રવાત આદિ પક્ષીનાં ઝુંડ પાંખો ફફડાવતાં, કિકિયારી કરતાં પાછાં ફરી રહ્યાં હતાં. ઢોળાવ પર પશુઓને ચરાવીને ગોવાળો ગાયોની ઘંટડીના નાદના તાલે વાંસળીના સૂર છેડતા હતા. એક માત્ર નંદીષેણ મુનિ સિવાય સમસ્ત સૃષ્ટિ વિશ્રામ લેવા આતુર હતી!
નંદીષેણ મુનિ પર્વતની એક પર્ણકૂટીમાં આવ્યા. પર્ણકૂટી એક શિખરની ધાર ઉપર હતી. નીચે ઊંડી ખીણ હતી. નંદીષેણે વહેલી સવારે ભગવાનનું સ્મરણ કરી ખીણમાં ઝંપાપાત કરવાનો નિર્ણય કર્યો. રાત્રિ વલોપાતમાં પસાર કરી. પ્રભાતે ભગવાન મહાવીરનું સ્મરણ કરી ઝપાપાત કર્યો. પરંતુ એ રસ્તામાં જ કોમળ હાથોમાં ઝિલાઈ ગયો...પળવારમાં પર્ણકૂટીમાં આવી ગયો. એક ખડખડાટ હાસ્ય સંભળાયું. દિવ્ય જ્યોત પ્રગટી...દેવ
૭ર
સુલાસા
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગટ થયા!
‘અરે, તમે જ પાછા આવ્યા?'
‘હા મુનિરાજ! મેં કહ્યું છે ને હું તમને મરવા નહીં દઉં!'
મન ઉદ્વિગ્ન થઈ ગયું. મેં અરણ્ય તરફ પગ ઉપાડ્યા. બે પ્રહર વીતી ગયા હતા. દૂર ક્યાંક આગ લાગી હતી. એના ધુમાડાના ગોટેગોટા મને વૈભારગિર પરથી સ્પષ્ટ દેખાતા હતા. મને વિચાર આવ્યો કે એ આગમાં કૂદી પડીને જીવનને સમાપ્ત કરું. હું આગની પાસે ગયો, જેવો આગમાં ઝંપાપાત કરવા છલાંગ મારી, કે કોઈ તત્ત્વે મને પોતાના બે હાથમાં ઝીલી લીધો અને મને દૂર એક વૃક્ષ નીચે લઈને ઊભો કરી દીધો!
દેવ પ્રગટ થયા. એ હસતા હતા.
મારા મનમાં એક જ વિચાર દૃઢ હતો, મૃત્યુ! વાસનાથી તરફડતા જીવને સદાયના માટે શાંત કરવા એક મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ મને સૂઝતો ન હતો. મૃત્યુ! મરણમય માનસિક વેદનાનો અંત લાવનાર મૃત્યુ! સંસારનાં સઘળાં કાળાં દૃશ્યોને પોતાની શ્યામ જીભથી પચાવી જનાર મૃત્યુ! મનની આવી વ્યગ્ર દશામાં મૃત્યુ સિવાય બીજો કર્યો આરોવારો છે?
દેવ મારા વિચારો વાંચતો હતો. અવધિજ્ઞાની હતો ને! તેણે ધીરેથી મારી પીઠ પસવારીને કહ્યું : ‘નંદીષેણ, તું એક ક્ષત્રિય રાજકુમાર છે, એ તું ભૂલતો નહીં.'
‘એટલે જ કહું છું મારા દેવ, તમે મને હમણાં ને હમણાં સંસારનું સૌથી હળાહળ ઝેર લાવી આપો. મારા માટે એ જ માર્ગ છે!’
‘મુનિ, મારે તો તમને જિવાડવા છે, મારવા નથી! ઝેર હું શા માટે લાવું?’
‘ભલે, તો તમે જઈ શકો છો!'
દેવ જ્યોતિસ્વરૂપ બની અદૃશ્ય થઈ ગયા.
હું પહાડ ઊતરી ગયો. રાજગૃહીનો બાહ્ય પ્રદેશ મારો જાણીતો હતો. હું એવા એક ઉદ્યાનમાં ગયો ત્યાં રાજકુમારો શસ્ત્રો ખેલવા આવતા હતા. તેઓ શસ્ત્રો ખેલીને જતા હતા, ત્યાં એક તલવાર જમીન પર પડી રહી. કુમારો જતા રહ્યા. મેદાન ખાલી થયું હતું. મેં તલવાર ઉપાડી મારે કેટલાય ઉપવાસ થઈ ગયા હતા. મને વેદનાથી અંધારાં આવતાં હતાં. ભયથી મારું શરીર ધ્રૂજી ઊઠ્યું. મેં તલવારની ધાર તપાસી ચારે બાજુ નિઃશબ્દ શાંતિ
સુલસા
For Private And Personal Use Only
૭૩
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. હું પણ શાન્ત પડી જવાનો હતો. મારી વાસનાની ભૂતાવળ પણ શાન્ત પડી જવાની હતી. મેં આસપાસ જોઈને તલવાર મારા ગળા પર મૂકી, તેની સાથે જ તલવારની ધાર બુઠ્ઠી થઈ ગઈ. કુંઠિત થઈ ગઈ અને દેવ પ્રગટ થયા.
નંદીષણ! તમે હઠાગ્રહી છો. તમે મારું કહ્યું માનતા નથી. એ બરાબર નથી. તીર્થંકર પણ ભોગ્ય કર્મનાં ફળને ભોગવ્યા વિના ચારિત્ર નથી લેતા. તો તમે શા માટે પ્રતિદિન આવા અપમૃત્યુથી મરવાના વૃથા પ્રયત્નો કરો છો?'
મહામુનિ નંદીષેણે આંખોની કીકીને સતેજ કરી આકાશ તરફ જોયું. પેલાં નિર્દય વાદળોનું આવરણ હજી હર્યું ન હતું. પાંખો તૂટેલા અસહાય પંખીની જેમ તેમનું મન તરફડવા લાગ્યું. મન રડી પડ્યું. “હે વીર પ્રભો! એકવાર તો દર્શન આપો! પ્રાણના ભોગે વાસનાઓને જીતવાનો આ એક જ દિવસ છે. માત્ર એકવાર આપના આ પ્રિય શિષ્ય તરફ આપની કરુણામયી આંખોથી જોઈ કૃપાદૃષ્ટિ કરો...માત્ર એકવાર.. જોકે આપ પણ આ દેવની જેમ મને ભોગ્ય કર્મો ભોગવવાના બાકી છે, માટે દીક્ષા લેવાની ઉતાવળ કરવાની ના પાડી હતી! છતાં આપ તો નિયતિને, ભવિતવ્યતાને જાણનારા! મારા દૃઢ આગ્રહના કારણે આપે મને દીક્ષા આપી! પ્રભો! આપ સર્વશક્તિમાન છો, અનંત કરુણાના સાગર છો. સર્વજીવ હિતકારી છો. ભગવંત! મને મારી વાસનાઓને બાળીને ભસ્મ કરી દેવાની શક્તિ આપ...ક્યાંક મારા પુરુષાર્થનો અંત ન આવી જાય. મને બસ, એક જ આ ભય સતાવે છે. મને મૃત્યુનો ભય નથી. મને કામવાસનાનો ભય છે. મારે એ વાસનાને પરવશ થવું નથી. ભલે મરી જવું પડે! પરંતુ પેલો દેવ મને મરવા ય ક્યાં દે છે? એ મારી પાછળ પડી ગયો છે! શા માટે? હું જાણતો નથી. હું મરી જાઉં, એમાં એ દેવને શી લેવાદેવા? એ મારો કોઈ સગો તો નથી જ. છતાં એ મને મરવા દેતો નથી...કેવાં મારાં ભારે કર્મો છે? મારી ઇચ્છાથી હું મરી પણ શકતો નથી! વાસનાઓ ઉપર વિજય પણ મેળવી શકતો નથી...કેવું મારું ઘોર દુર્ભાગ્ય?
વૈભારગિરિની ગુફાના દ્વારે રોજની જેમ શિલા પર બેઠો. પાસે રહેલા ઘટાદાર કદંબ વૃક્ષ પર એક મોટું પક્ષી ક્યારેક પાંખ ફફડાવતું મર્મભેદી ચિત્કાર કરતું હતું. પરંતુ બીજી જ ક્ષણે એનો અવાજ ગુફાના નીરવ,
સુલાસા
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિઃશબ્દ શાંત વાતાવરણમાં ઘૂમીને ક્યાંક ખોવાઈ જતો હતો. આકાશનું નીલરંગી પારિજાત વૃક્ષ નાનાં નાનાં તારકપુષ્પોથી ગીચોગીચ ભરેલું હતું. ઘણીવાર સુધી એ શિલા પર બેસી રહ્યો, પરંતુ મનનો કોલાહલ અને ભ્રમણ ક્યારે શમી જશે, એનો એક પણ પ્રત્યુત્તર જડતો ન હતો. છેવટે ખિન્ન મને ગુફામાં પ્રવેશ્યો. વિચારોથી તરફડતો કોણ જાણે ક્યારે નિદ્રાવ થઈ ગયો! નિદ્રા જ સૌથી વધુ ઉદારહૃદયી માતા છે! પ્રત્યેક વ્યક્તિનાં વિભિન્ન દુઃખોને તે સમભાવે મમતાથી ભલે થોડા સમય માટે પણ નિશ્ચિતપણે પોતાના હૃદયમાં સમાવી લે છે!
ma
બે દિવસથી નંદીષેણ મુનિને ઉપવાસ હતા. આજે પારણું કરવાનું હતું. મધ્યાહ્નકાળે તેઓ ભિક્ષા લેવા નગરમાં ગયા. તેમને જાણ ન હતી કે ‘આ વેશ્યાનું ગૃહ છે,' તેઓ એ ઘરમાં પ્રવેશ્યા. ‘ધર્મલાભ!' નો આશીર્વાદ આપ્યો. ત્યાં આંખોને નચાવતી હસતી હસતી વેશ્યા બોલી : ‘મુનિરાજ! મારે ધર્મના લાભની જરૂર નથી. મારે તો કેવળ અર્થલાભ જોઈએ!'
નંદીબેણ મુનિએ વિચાર્યું : ‘આ રાંક સ્ત્રી મને શું સમજે છે? હું ધારું તો આકાશમાંથી રત્નોનો વરસાદ વરસાવી દઉં!' અને એમણે પાસે પડેલું એક તણખલું હાથમાં લઈ આકાશમાં ઉછાળ્યું! તરત જ રત્નોનો ઢગલો થઈ ગયો! લબ્ધિ પ્રગટી હતી મુનિરાજના આત્મામાં! ઘોર અને ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવે લબ્ધિ પ્રગટે છે.
સુલસા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘આ લે અર્થલાભ! બસ? તું શું મને નિર્ધન સમજે છે?' એમ કહીને મુનિ ઘરની બહાર નીકળવા જાય છે, ત્યાં વેશ્યા આડી ઊભી રહે છે, ‘તમે મારા પ્રાણનાથ છો. આ દુષ્કર વ્રત છોડી દો. આવો, મારી સાથે ભોગ ભોગવો...નહીંતર હું પ્રાણત્યાગ કરીશ...’
નંદીષેણે દીર્ઘ નિઃશ્વાસ મૂક્યો. તેણે વેશ્યાની વાત સ્વીકારી, પણ એક શરત કરી : ‘હું પ્રતિદિન અહીં આવનારા પુરુષોમાંથી દશ કે તેથી વધારે પુરુષોને પ્રતિબોધ પમાડી ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવા મોકલીશ. પછી જ ભોજન કરીશ. જે દિવસે માત્ર નવ પુરુષો જ પ્રતિબોધ પામશે તે દિવસે દશમો હું ફરીથી દીક્ષા લઈશ.'
તેમણે મુનિવેશનો ત્યાગ કર્યો.
વેશ્યા કામલતા નંદીષણને પોતાની ચિત્રશાળામાં લઈ આવી, નંદીષેણે
For Private And Personal Use Only
૭૫
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કામલતા સામે જોયું. તે અતિ સુંદર લાગતી હતી. તાજા સ્નાનની ભીનાશ એના ગૌર અને માંસલ દેહ પર ચમકતી હતી. તેમાંથી ઉત્પન્ન થતી મીઠી સ્નિગ્ધતા જોનારનાં નેત્રોને લોભાવી દેતી હતી. દીપકમાંથી વેરાતો રંગબેરંગી છાયાપ્રકાશ એને સ્વર્ગની પરી બનાવતો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામલતાએ કમર પર બેદરકારીથી એક રેશમી વસ્ત્ર પહેર્યું હતું. એણે વક્ષસ્થળને સુવર્ણના તારોથી ગુંફિત એક નાનકડા વસ્ત્રપટથી બાંધ્યું હતું. એનો ઘનશ્યામ લાંબો કેશકલાપ કલામય રીતે ગૂંથેલો હતો. એમાં પારિજાતની વેણી પહેરી હતી. એના ગૌર અને ઉન્નત વક્ષસ્થળ ઉપર એક મહામૂલ્ય હાર પડ્યો હતો. કમર પર લાંબી ટિમેખલા પહેરેલી હતી.
એણે પોતાનાં અણિયાળાં નેત્રોમાં કાજળ આંજ્યું હતું. રાતા ફૂલ જેવા બે કર્ણ ૫૨ લાંબા રત્નજડિત કુંડળો લટકતાં હતાં. લાંબા સેંથામાં સિંદૂર તરબતર હતું. કેસરની મોટી આડ કપાળે શોભતી હતી. નખ, હાથ અને છાતી પર સુંદર ચિતરામણ કરેલું હતું.
તાંબૂલનાં બીડાં એના ઓષ્ઠની લાલાશને ભડકે જગાવી રહ્યાં હતાં. મીઠી મુગ્ધ કરનારી અત્તરની સુવાસ આખા દેહમાંથી ભભક જગાવતી હતી.
નંદીષેણનું ભોગાવિલ-કર્મ ઉદયમાં આવ્યું. એ સૂધબૂધ વીસરી ગયો. કામલતાએ નંદીષેણનો હાથ પકડ્યો. તેને વિરામાસન પર બેસાડ્યો. એના ખભા સાથે પોતાના ખભા અડાડી કામલતા બેઠી. નંદીષેણ આ રૂપના જાદુ પાસે બાહ્ય દુનિયા વીસરી ગયો. તેણે કહ્યું :
‘કામલતા, શું આ સાક્ષાત્ સ્વર્ગ છે અને તું સ્વર્ગની સાચેસાચ અપ્સરા છે?
‘હા, યુવાન! તું સાચું કહે છે!' કામલતાએ એક ભંગ રચતાં નંદીષેણના ખોળામાં માથું મૂકી શરીર ઢાળી દીધું. મુખના તાંબૂલની અને કેશમાં મઘમઘી રહેલાં તેલ-અત્તરની સુગંધ નંદીષેણના નાકમાં ભભકી ઊઠી.
વેશ્યાના સ્પર્શથી નંદીષેણના દિલમાં, એના રોમરોમમાં કદી ન અનુભવેલી એક કંપારી જન્મી. એનું હૃદય ધડક ધડક થવા લાગ્યું. અનંગનો અશ્રાવ્ય ધોષ રગેરગમાં વહેવા લાગ્યો. વેશ્યા નંદીષેણના આજાનબાહુને પોતાના કોમળ કિસલય જેવા હસ્તસંપુટમાં દબાવી રહી હતી.
58
મગધસમ્રાટનો પુત્ર, ભગવાન મહાવીરનો શિષ્ય સાન, ભાન ને આન ભૂલ્યો. સરિતાની સેર તૂટી, સાગરનો બંધ તૂટ્યો...
For Private And Personal Use Only
સુલસા
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પ્રાણાધાર.. પ્રિય સખા..” બોલતી વેશ્યા દેહસમર્પણ કરતી રહી. તેણે યોગીને ભ્રષ્ટ કર્યો.
દીપકો હજીય બળી રહ્યા હતા. કોકિલાનો ટહુકાર હજીય ઉન્મત્ત હતો. ચંદ્રનાં અમીકિરણો ચિત્રશાળાને હજુય માદક રીતે અજવાળી રહ્યાં હતાં.
નંદીષેણ અને કામલતા શ્રમિત થઈ પાછલી રાતની મીઠી નિદ્રા માણી રહ્યાં હતાં.
વેશ્યાના નિવાસમાં નંદીષેણની રસોત્સવભરી અનેક દિવસ-રાત્રિઓ વહી રહી હતી. નિતનિત નવાનવા રંગરાગ ને નવનવા ભોગવિલાસ...પળેપળ, ક્ષણેક્ષણ દિવસે દિવસે એક દીર્ઘ ઉલ્લાસનો અંત વગરનો સૂત્રપાશ એને વીટાયે જતો હતો.
રોજ રાત પડતી, અને અતૃપ્તિની છાયા સાથે લેતી આવતી. નંદીષણ ક્યારેક મૂંઝાઈ જતો. “રસ-વિલાસના સાગરો પેટ ભરીને ભરીને પીધા છતાં, આટઆટલી અનંત તૃષા કેમ? શું વિલાસ એ કોઈ અનંતકાલીન ભૂખ્યું ભિક્ષાપાત્ર છે?'
સંતોષ, સાંત્વન કે પ્રસન્નતાનું આ સુંદર સ્વર્ગસમી દુનિયામાં નામોનિશાન ન હતું. દરેક પ્રભાત નવી પ્રેમપિપાસા લઈને ઊગતું. પ્રત્યેક રાત્રિ અનેરી ભોગાકાંક્ષા સાથે ઝળહળી રહેતી. છતાં નંદીષણ પોતાની પ્રતિજ્ઞા ભૂલ્યો ન હતો. વેશ્યાના ઘરે આવનારા ભોગી ભ્રમરોને એ ત્યાગ અને વૈરાગ્યનો ઉપદેશ આપતો! એની પાસે “વચન-લબ્ધિ” હતી! રોજ દશ-દશ પુરુષોને ત્યાગ-વૈરાગ્યના રંગે રંગી, ભગવાન મહાવીર પાસે મોકલતો. તે દર્શદશ પુરુષો દીક્ષા લેતા હતા!
સંસારની વિચિત્ર ઘટમાળ જેવું નંદીષણનું જીવન હતું! એને દેવલોકના પેલા દેવનાં વચનો યાદ આવતાં હતાં. ભગવાન મહાવીર પણ યાદ આવતા હતા..એને લાગતું હતું કે “હું ખોટા માર્ગ છું.” પણ આ જીવન છોડાતું ન હતું. પ્રાતઃકાળે બુઝાયેલો દીપક સાંજે નવા તેજથી ઝળહળી ઊઠે એમ પ્રભાતે શ્રમિત લાગતી લાલસા, સાયં કાલ થતાં ફરીથી ઝબકીને જાગતી હતી.
કામલતાની અણબૂઝ અનંત તૃષા એક અનંત સૂત્રપાશ બની નંદીષણને વીંટળાઈ વળી હતી, નંદીષણે એને બધા પુરુષોને ભુલાવી દીધા હતા.
સુલાસા
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદીષેણ એને સંસારના બધા નીરખતાં ન થાકે તો કામલતા નાચતાં નહોતી થાકતી! ક્યારેક નંદીષેણ પોતાના જીવનના જૂના ચોપડા ઉખેળવા બેસતો ત્યારે વેશ્યા વ્યગ્ર થઈ જતી. એ ઉન્મત્ત બની જતી. રખે, નંદીષણ મોહપાશમાંથી મુક્ત થઈ જાય! રૂપવતી દાસીઓને નાચવાની આજ્ઞા કરતી, પોતે નાચતી નવી નવી શૃંગારચેષ્ટાઓ કરતી.
કામલતાને નંદીષણની પુરાણી સ્મૃતિઓ પર વિસ્મૃતિનો પટ બિછાવેલો રાખવો હતો. એ માટે તેણે ધીરે ધીરે આખો આવાસ પલટાવી નાંખ્યો. સંપત્તિની કોઈ સીમા રહી ન હતી. નંદીષેણે સોના-રૂપા ને રત્નોના ઢગલા કરી દીધા હતા.
એણે પુષ્પવાટિકાઓ, લતામંડપો, દ્રાક્ષ કુંજો, નિઝરગ્રહો રચાવ્યાં. પક્ષી અને ભ્રમરથી ગુંજારવ કરતાં સરોવર બનાવ્યાં. આવાસની પાછળ કલરવ કરતી કૃત્રિમ નદી વહાવી દીધી! સુંદર વૃક્ષો, નાની નાની ટેકરીઓ, એમાં નાની નાની સુંદર ગુફાઓ, હર્યાભર્યા શિખરો અને એના કિનારે મણિનિર્મિત પરિવૃન્દોની રચના કરી.
સોનાની ધૂપદાનીઓમાં સુગંધી ધૂપ ગૂંચળા વળતો દિશાઓને મહેકાવતો હતો. સુવર્ણપિંજરમાં કિલ્લોલ કરી રહેલાં પક્ષીઓ આખો દિવસ વિનોદ કરતાં હતાં. પરિચારકો, ગાયકો, કવિઓ, વાદકો અને સુંદર સેવિકાઓ હરપળે સેવામાં હાજર રહેતી.
28ઋતુના વિહારો યોજાતા. વસંતમાં વૃક્ષવૃક્ષે નવપલ્લવતા પાંગરતી, અને બંને સુંદર ઝરણાંઓના તીરે મંદ સમીરની લહરીઓમાં હિંડોળે ઝૂલતાં. રતિ અને કામદેવની કથા કરતાં. વસંત તો કામદેવનો મિત્ર! કોઈ વાર બંને સરિતાસ્નાન કરવા જતાં, પારિજાતકનાં વનોમાં વિહાર કરતાં. ચંદન-કપૂરનો પરસ્પર લેપ કરતાં.
વર્ષ-વેળામાં વિયોગિની મુગ્ધાના હૃદયની પીડા જેવી આકાશમાં પણ વાદળાંઓની પીડા જામતી. ત્યારે વીજળીના ગર્જારવમાં વૃષ્ટિના મુશળધાર રેલામાં કામલતાને મજા આવતી. બંને એકબીજાનાં કાવ્ય રચતાં. વચ્ચે ભયંકર ગર્જના થતી. ગર્જનાથી છળી મરી હોય તેમ ડરીને કામલતા નંદીષણને વેલીની જેમ વળગી પડતી. ઠંડી ઠંડી હવાના સપાટાઓથી નિરાધાર કબૂતરીની જેમ ધ્રુજતી ધ્રુજતી કામલતા નંદીષણના પડખામાં સંતાઈ જતી.
સુલાસા
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરદ અને શિશિરની રાત્રિઓ પણ આ રીતે મીઠી બની જતી. સુંદર અંગીઠીની આસપાસ ઉત્તમ, મધુર ને સ્નિગ્ધ ભોજન લેતાં લેતાં કામલતા પોતાની કળાઓનું પ્રદર્શન કરતી. સોળ-સોળ શૃંગાર સજતી!
પ્રભાતનો સમય હતો. સૂર્ય બે ઘડીથી આકાશમાં ઊંચે ચઢતો હતો. નંદીષેણની ધર્મોપદેશની અવિરત ધારામાં ભીંજાઈને એક પછી એક, એમ નવ પુરુષો વિરક્ત બન્યા, બોધ પામ્યા, ભગવાન મહાવીરનાં ચરણોમાં દીક્ષા લેવા રવાના થઈ ગયા.
પછી દશમો પુરુષ એક સોની આવ્યો. નંદીષેણે એને પ્રતિબોધ પમાડવા અખંડ ઉપદેશધારા વહાવી. સૂર્યોદય થયે ચાર કલાક થઈ ગયા હતા. હજુ નંદીષેણે મોઢામાં પાણીનું ટીપું પણ નાંખ્યું ન હતું. કામલતા બે વખત બોલાવવા આવી ગઈ. નંદીષેણે કહ્યું : ‘હજુ દશમા પુરુષને પ્રતિબોધવાનો બાકી છે...'
‘પરંતુ રસોઈ ઠંડી થઈ જાય છે...’
ભલે, ફરીથી રસોઈ બનાવજે... પણ દશમાને પ્રતિબોધ પમાડીને પછી જ ભોજન કરીશ.'
વેશ્યા નારાજ થઈને ચાલી ગઈ.
નંદીષેણે પેલા સોનીને ઉપદેશ આપવો ચાલુ રાખ્યો...મધ્યાહ્નનો સમય થઈ ગયો. પણ પેલો સોની બૂઝતો નથી. વિરક્ત બનતો નથી...ત્યાં કામલતા જરા ગુસ્સામાં આવી...બોલી :
‘હવે તો ભોજન ફરી લો નાથ!'
‘ના, આ દશમાને પ્રતિબોધ પમાડ્યા પછી જ ભોજન...'
‘પણ આ નહીં પ્રતિબોધ પામે...તો ?'
'તો તો પછી?'
‘તો દશમા તમે!'
‘હું?'
હા, એમાં વાંધો શું છે?' કામલતાએ હસતાં હસતાં કહી દીધું! નંદીષણનો અંતરાત્મા પોકારી ઊઠ્યો : ‘ઊઠ, ઊભો થા, તારું ભોગ્યકર્મ પૂરું થઈ ગયું છે. પહોંચી જા પરમગુરુના ચરણે અને ધારણ કરી લે સાધુતા! હવે તારો મોક્ષમાર્ગ નિરાબાધ છે! તારી શ્રામણ્યની સાધના અખંડ
સુલસા
For Private And Personal Use Only
૭.
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેશે. ઊભો થઈ જા!
સાપ જેમ કાંચળી ઉતારી નાખે તેમ પલવારમાં નંદીષેણે ભોગસુખોનો. ત્યાગ કરી દીધો. વેશ્યાના ઘરમાંથી બહાર નીકળી ગયા. પાછળ વેશ્યા રોતી-કકળતી દોડતી આવી..પણ પાછા ફરીને એની સામે પણ ન જોયું! એનું સત્ત્વ, એનું વીરત્વ, એનો તીવ્ર વૈરાગ્ય પ્રગટી ગયો હતો!
નંદીષેણ ભગવાન મહાવીર પાસે પહોંચી ગયા. ફરીથી દીક્ષા લીધી. પ્રભુએ દીક્ષા આપી. પેલા દેવ પ્રગટ થયા. તેમના મુખ પર હાસ્ય હતું “ત્ય વંવાર્ષિ તેમણે નંદીષેણને વંદના કરીને કહ્યું ;
મહામુનિ! હવે તમે નિર્વિકાર રહેશો. તમે ઇન્દ્રિયવિજેતા બન્યા છો! તમારો મોક્ષમાર્ગ નિષ્કટક હો!'
0
સુલતા
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પરમ પ્રિયતમ શ્રમણ ભગવાન વર્ધમાન મહાવીર!
આપનાં પાવન ચરણકમલોમાં કૌશામ્બીથી શ્રાવિકા જયંતીનાં અનંત વંદન!
આપ અંતર્યામી છો. આપ શું નથી જાણતા? તો પણ મોટું ખોલીને કંઈ કહ્યા વગર તમારા સુધી મારો અંતરનાદ પહોંચતો નથી. તેથી આપની સામે મારું હૃદય ખોલી રહી છું. આપ જ્ઞાતા છો, દ્રષ્ટા છો...છતાં મારી વાતો લખીને હું હળવી થવા ચાહું છું. તમારા માટે શું અગોચર છે? તો પણ લખી રહી છુંમારા મનની વાતો. હૃદય ખોલીને કહેવાથી દુઃખ ઘટે છે. હૃદય ખોલી રહી છું ત્યારે બધું જ, મારા દોષ, દુર્બળતા..ભ્રમ બધું જ બહાર આવશે. ભૂલો કરતી રહી, ભૂલોથી ઉપર ઊઠી શકી નહીં. એટલે કદાચ મારે માટે મોક્ષપથ બંધ થઈ ગયો?
આટલા દિવસોની સંચિત મનોવેદના આજે આપનાં ચરણોમાં અર્થ બનીને વહી જવા દો! દુનિયા ભલે જાણી લે. હે મહાવીર! મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી મારા ભાવ અને ચિંતનને જડ કરશો નહીં, મારી સ્મરણશક્તિ નષ્ટ કરશો નહીં, કે મને મૃત્યુના હાથમાં અર્પિત કરશો નહીં.
લોકો મને કહે છે : “જયંતી! તું અતી સુંદર છે! અદ્ભુત છે! તેઓ મારા દેહની પ્રશંસા કરે છે. ગુરુકૃપાથી જાણું છું કે દેહ એ હું નથી. હું તો અનામી અરૂપી આત્મા છું...સત્-
ચિઆનંદ સ્વરૂપ છું. એટલે લોકો પ્રશંસા કરે છે ત્યારે હું મૌન રહું છું! પ્રભો! હું કૌશામ્બીના રાજા શતાનિકની બહેન છું. મારા ભાઈનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું. મારી રંભાઉર્વશી જેવી ભાભી મૃગાવતી વિધવા બની ગઈ...મારો સંસાર પ્રત્યેનો રાગ ઓસરી ગયો. મેં લગ્ન કરવાની ના પાડી. મેં મૃગાવતીને ખૂબ આશ્વાસન આપ્યું. જીવનની ચંચળતા પ્રત્યક્ષ દેખાઈ. સુખોનું વિસર્જન પ્રત્યક્ષ જોવા
મળ્યું.
સુલાસા
૮૧
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનેશ્વર! મેં આપના માટે ઘણું સાંભળ્યું છે. આપે ધર્મતીર્થની સ્થાપના કરી છે. આપ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનું યોગક્ષેમ કરી રહ્યા છો. દેવો કરતાંય આપનું રૂપ અનંતગણું ચઢિયાતું છે! આપની વાણી સાકર-દ્રાક્ષ અને મધુ કરતાં વધુ મધુર છે.. આપ માલકૌંસ' રાગમાં ધર્મદેશના આપો છો. દરેક જીવાત્મા પોતપોતાની ભાષામાં આપનો ઉપદેશ સમજે છે! આપ પાપીમાં પાપી જીવોને પણ શરણ આપો છો...એટલે મારું મન આપના તરફ આકર્ષાયું છે.
હે પરમેશ્વર! ચંપાપતિ રાજા દધિવાહનની પુત્રી ચંદનાને આપે આપના શરણમાં લીધી! તો શું મને આપના શરણમાં નહીં લો? મારામાં દોષો છે, દુર્ગુણો છે...પરંતુ આપનું શરણ પ્રાપ્ત થતાં એ દોષો અવશ્ય નાશ પામશે..પ્રભો! ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સાધુપુરુષો પાસેથી મેં આપના પ્રભાવો જાણ્યા છે. આપની મહાનતા જાણી...મને આપનાં પ્રત્યક્ષ દર્શન કરવાની તીવ્ર ઇચ્છા જાગી છે! હે ગુણનિધિ, મારા મનમાં ઘણા પ્રશ્નો છે...મારે એ પ્રશ્નોનાં સમાધાન પામવા છે...
આપ વત્સદેશમાં પધારો નાથ! અમારી કૌશામ્બી નગરીને પાવન કરો. મને પાવન કરો...મને મોક્ષમાર્ગ આપો.. જીવનનો ઉદ્દેશ્ય તો જ પૂરો થશે. સાચે જ વર્ધમાન! આપ જ મારા સાચા સખા છો. સખા પાસે મન ખોલવાથી હૃદય આકાશ જેવું મુક્ત, ઉદાર ને પ્રકાશમય થઈ જાય છે. જે કે વર્ધમાન એવા જ્ઞાતા દ્રષ્ટા છે કે એમની પાસે મન ખોલીને કાંઈ કહેવાની જરૂર જ નથી પડતી. એમને જોતાં જ સવારના સૂર્યના સ્પર્શથી ફૂલની બધી પાંખડીઓ ખૂલી જાય, એમ મન ખૂલી જાય છે! હૃદયમાં ક્યાંય કંઈ છૂપું રહેતું નથી. વર્ધમાન પાસે બધી ગોપનીયતા, બધી રુંધામણ કોણ જાણે કેમ બધા અંતરાય દૂર થઈ જાય છે. માટે હે આત્મસખા! વત્સદેશમાં આવો ને આપની આ જયંતીનો સંસાર દાવાનળમાંથી ઉદ્ધાર કરો.
લિ. આપની શ્રાવિકા
જયંતી જાણે કે જયંતીનો પત્ર વાંચીને ભગવાને વૈશાલીથી વત્સદેશ તરફ વિહાર કર્યો! પ્રભુ રાજધાની કૌશામ્બીમાં પહોંચ્યા. ત્યાં નગરની બહાર “ચન્દ્રાવત રણ” ચૈત્યમાં સ્થિરતા કરી. દેવોએ સમવસરણની રચના કરી.
૮ર
સુલસી
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના આગમનના સમાચાર જાણી રાણી મૃગાવતી પોતાના પુત્ર રાજા ઉદયન અને નણંદ જયંતી સાથે, પ્રભુને વંદન કરવા સમવસરણમાં આવી. પ્રભુની ધર્મદેશના શરૂ થઈ.
રાજગૃહીના રાજમહેલમાં, મુનિ નંદીપેણના પતન અને ઉત્થાનના સમાચાર પહોંચી ગયા હતા. રાજપરિવાર વ્યથિત હતો. સૌની ઇચ્છા મેઘમુનિ તથા નંદીષેણ મુનિનાં દર્શન-વંદન કરવાની જાગી હતી. સમાચાર મળી ગયા હતા કે પ્રભુ વત્સદેશમાં કૌશામ્બી પહોંચી ગયા છે.
મહારાજા શ્રેણિકે અભયકુમારને આજ્ઞા કરી, નંદા, ધારિણી અને બીજી રાણીઓને લઈ તે કૌશામ્બી જાય. રથોમાં જવાનું હતું. એટલે નાગ સારથિ જવાના જ હતા. સુલસાએ પણ રાણીઓની સાથે જવાનું નક્કી કર્યું. પ્રભુનાં દર્શન કર્યું ઘણો સમય થઈ ગયો હતો અને નંદીષેણના બધા સમાચારો જાણીને એનું હૃદય વ્યથિત હતું.
રાજગૃહીના રાજપરિવારે અને સુલસાએ વત્સદેશ તરફ પ્રયાણ કર્યું. પંથ લાંબો હતો, પરંતુ અભયકુમારની ધર્મચર્ચામાં સમય સારી રીતે પસાર થઈ જતો હતો.
અમે જ્યારે કૌશામ્બી પહોંચ્યાં ત્યારે સમવસરણમાં ભગવંતની ધર્મદેશના શરૂ થઈ ગઈ હતી. અમે સહુ દૂરથી પ્રભુને વંદના કરી યોગ્ય જગાએ બેસી ગયાં. દેશના સાંભળતાં સાંભળતાં હૃદય સંવેદનશીલ બની ગયું. હું જ મને કહેવા લાગી - “સુલસા, તને ખબર છે ને જીવન-નાટકનો પડદો એક દિવસ પડવાનો છે, અને આ પૃથ્વીનું દર્શન બંધ થવાનું છે. નીરવ એકાંતમાં જીવ, પોતાની નવી મુસાફરી શરૂ કરશે, અને આ આંખોને જોવાનાં દશ્યો ઉપર છેલ્લો પડદો પડી જશે.
અને છતાં નીલ નિરભ્ર આકાશમાંથી રજનીને નિહાળવા તારાઓ જેમ આવતા હતા તેમ આવ્યા કરશે! પ્રભાતની મનોહારી રંગલીલા પ્રગટતી હતી તેમ પ્રગટશે, અને આનંદસાગરના અને વેદનાના સાગરના સંખ્યાતીત તરંગોથી ધરતી જેમ રેલાતી હતી તેમ રેલાયા કરશે.
મારા ક્ષણિક જીવનને જ્યારે હું આ અનંતના આરે ઊભેલું જોઉં છું ત્યારે મારી જીવનક્ષણિકતાને વળગેલી તમામ મર્યાદાઓ અદૃશ્ય થઈ જાય છે અને મૃત્યુદીપના પ્રકાશમાં તારી હે પ્રભો! અનંત સૃષ્ટિમાં રહેલ અનંત
સુલાસા
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈભવને નિહાળીને હું મુગ્ધ બની રહું છું. તારી એ અનંત વૈભવી સૃષ્ટિનું જીવન મારું અંતિમ જીવન હો! એ કેટલું ભવ્ય, ઉન્નત અને વિરલ છે! હવે એ જીવન પામવાની મારી અદમ્ય ઇચ્છા છે. પ્રભુની ધર્મદેશના પૂર્ણ થઈ.
શ્રમણોપાસિકા જયંતી ઊભી થઈ. તેણે પ્રભુને વંદના કરી અને કહ્યું : પ્રભો! મારા માટે આજે જીવનનું નવું પ્રભાત પ્રગટ્યું છે. મારા આત્મસખા, તમે મારી મોહનિદ્રામાંથી મને જગાડવા જ અહીં આવ્યા છો. તમે જ નાથ, આ ભવારણ્યમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવજો.
હે પ્રાણેશ્વર! દુનિયા આખી પોતાનાં નીચાં નેણ તારે ચરણે ઢાળતી, તારી ભવ્યતા પાસે જાણે સ્તબ્ધ બનીને ઊભી છે! અને નિઃશબ્દ તારાઓની દુનિયા પણ, તારા ચરણે ભક્તિભાવે વિનમ્ર બનીને શાન્ત ઊભી છે. તારી આ મહાન ભવ્યતાનો તો મને કોઈ દિવસ ખ્યાલ જ આવ્યો નહીં! હે મારા જીવનેશ્વર! હવે આ દૃશ્ય જોવા મળ્યું...હવે આ સંસારની રમત પૂરી થઈ જશે!
હે જિનેશ્વર! મારી પ્રાર્થનાને જાણીને, સાંભળીને જ આપ અહીં પધાર્યા છો. પ્રભો, મારા મનમાં કેટલાક પ્રશ્નો અનુત્તર પડેલા છે, આપની આજ્ઞા હોય તો પૂછું.'
જયંતી, તું તારા પ્રશનો પૂછી શકે છે.' “ભગવંત, જીવ ભારેપણું કેવી રીતે પ્રાપ્ત કરે છે?
હે જયંતી, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ કલહ, દોષારોપણ, ચાડી-ચૂગલી, રતિ અને અરતિ, નિંદા, કપટપૂર્વક મિથ્યાભાષણ અને મિથ્યાદર્શન-આ અઢાર દોષ છે. આ દોષો આચરવાથી જીવ ભારેપણું પ્રાપ્ત કરે છે, અને ચાર ગતિમાં ભટકે
જયંતીએ બીજો પ્રશ્ન કર્યો : “હે પ્રભો, આત્મા હલકો-ફોરો કેવી રીતે બને?'
હે જ યંતી, આ અઢાર દોષો દૂર કરવાથી જીવ હલકો-ફોરો બને છે. આ અઢાર દોષ દૂર થવાથી જીવ સંસારપરિભ્રમણ ઘટાડે છે, હળવો બને છે, સંસારકાળ ઓછો કરે છે અને સંસારને ઉલ્લંઘી જાય છે.”
८४
સુલાસા
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે જિનેશ્વર દેવ! મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા જીવને સ્વભાવથી પ્રાપ્ત થાય છે, કે આત્માનાં પરિણામોથી?'
જયંતી, મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા સ્વભાવથી હોય છે, પરિણામથી નહીં.'
પ્રભો, શું બધા જ ભવસિદ્ધક જીવો મોક્ષગામી છે?” જયંતી, જે ભવસિદ્ધક હોય છે તે બધા મોક્ષગામી હોય છે.' “તો પછી ભગવંત, જો બધા ભવસિદ્ધક જીવોની મુક્તિ થઈ જશે તો આ સંસાર ભવસિદ્ધક જીવોથી ખાલી નહીં થઈ જાય?”
હે જયંતી, તું આવું કેમ બોલે છે? જેમ સર્વાકાશની શ્રેણી હોય, તે આદિ અનંત હોય, બે બાજુથી પરિમિત હોય અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત હોય, એમાંથી સમયે-સમયે એક-એક પુદ્ગલ કાઢતાં કાઢતાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી પસાર થઈ જાય, છતાં એ શ્રેણી ખાલી નથી થતી, તેવી રીતે હે જયંતી, ભવસિદ્ધક જીવો સિદ્ધ થતા જાય, છતાં સંસાર ભવસિદ્ધક જીવોથી ખાલી ન થાય.'
ભગવંત! સમાધાન થયું. એક નવો પ્રશ્ન પૂછું છું. હે જિનેશ્વર, જીવો સૂતેલા સારા કે જાગતા સારા?' ‘કેટલાક જીવો સૂતેલા સારા, કેટલાક જીવો જાગતા સારા.' પ્રભો, એ કેવી રીતે?
હે જયંતી, જે જીવ અધાર્મિક છે, અધર્મના માર્ગે ચાલે છે, અધર્મ જેને ગમે છે, અધર્મની વાતો કરે છે, અધર્મને જુએ છે, અધર્મમાં આસક્ત છે, અધર્માચરણ કરે છે - આવા જીવો સૂતેલા રહે તે સારા! એ સૂતેલા રહે, તેથી ઘણાં પ્રાણીઓને, ભૂતોને, આવોને અને સત્ત્વોને શોક-પરિતાપનું કારણ નથી બનતા. એ સૂતેલા રહે તેથી એમની અને બીજાઓની અધાર્મિક સંયોજના નથી થતી. માટે અધાર્મિક જીવો સૂતેલા સારા.
અને હું જયંતી, જે જીવો ધાર્મિક છે, ધર્માનુસારી છે, ધર્મયુક્ત આચરણવાળા છે, તે જીવો જાગતા રહે તે સારા! આવા ધાર્મિક જીવો જાગતા રહે તો ઘણાં પ્રાણીઓને-જીવોને સુખ-શાન્તિ આપવાનું કાર્ય કરે છે. આવા ધાર્મિક જીવો, બીજા જીવોને પણ ધર્મના માર્ગે જોડે છે. એટલા માટે આવા જીવો જાગતા રહે તે સારા.
સુલતા
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે જયંતી, એટલા માટે હું કહું છું કે કેટલાક જીવો સૂતેલા સારા અને કેટલાક જીવો જાગતા સારા.
“હે ભગવંત! આપે જે સમાધાન કર્યું તે સત્ય છે. ભગવન્! જીવોની દુર્બળતા સારી કે સબળતા સારી?”
જયંતી, કેટલાક જીવોની સબળતા સારી અને કેટલાક જીવોની દુર્બળતા સારી.”
હે ભગવન્, આપ આ રીતે કેમ કહો છો?”
જયંતી, જે જીવો અધાર્મિક છે અને અધર્મથી આજીવિકા ઉપાર્જન કરે છે, તે જીવો માટે દુર્બળતા સારી છે. આવા જીવો દુર્બળ હોય તો દુઃખી નથી થતા અને જે જીવો ધાર્મિક છે, તેઓ બળવાન હોય તો સારા. તેઓ સ્વયં સુખી થાય છે અને બીજાઓને સુખી કરે છે. એટલા માટે હું કહું છું કે કેટલાક જીવોની દુર્બળતા સારી, કેટલાક જીવોની સબળતા સારી.”
ભગવનું, જીવો કુશળ-દક્ષ અને ઉદ્યમી હોય તે સારા કે આળસુ સારા?’ જયંતી, કેટલાક જીવો ઉદ્યમી સારા, કેટલા આળસુ સારા!' એ કેવી રીતે ભગવંત?' .
જે જીવો અધાર્મિક છે, અધર્મનું આચરણ કરે છે, તેઓ આળસુ હોય તો સારું! અને જે જીવો ધર્માચરણ કરે છે, તેઓ ઉદ્યમશીલ હોય તો સારું! ધર્મપરાયણ જીવ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, નૂતન મુનિ, ગણ, સંઘ અને સાધર્મિકની સેવા-શણૂષા કરે છે.'
હે ભગવન, શ્રોત્રેન્દ્રિય પરવશ જીવ કેવાં કર્મ બાંધે છે?'
હે જયંતી, શ્રોત્રેન્દ્રિય પરવશ જીવ, ચક્ષુરિન્દ્રિય પરવશ જીવ...પાંચેય ઇન્દ્રિયોને પરવશ જીવ સંસારમાં પરિભ્રમણ કરાવનારાં પાપકર્મ બાંધે છે.'
હે કરુણાનિધાન! હે પરમેશ્વર! હે સર્વજ્ઞ-સર્વદર્શી! આપે આજે મારા પ્રશ્નોના સાચા ઉત્તરો આપી સંતુષ્ટ કરી છે. કૃતાર્થ કરી છે.
જીવનના હે અંતિમ ધ્યેય! હે જિનદેવ! તમે અહીં આવ્યા, તમારા પ્રેમભર્યા મૃદુ શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા છે. દિવસોના દિવસો સુધી મેં તમારા તરફ નજર રાખી છે. તમને મળવા માટે જ જીવનની ક્ષણો અને વેદનાઓ વહી છે.
અંતઃકરણના ગૂઢમાં ગૂઢ ખૂણેથી હે પ્રિય પ્રભો! તમારી તરફ મારો પ્રેમ વહ્યો છે. મારી પાસે જે કાંઈ છે, જે કાંઈ હું છું. જે કાંઈ મારી
સુલાસા
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશાઓમાં દેખા દે છે અને જે કાંઈ મારી પ્રેમસરિતામાં વહે છે તે બધું જ હે સ્નેહસિધુ! તમારા ચરણે ધરવા માટે છે.
પ્રભો! તમારી કરુણાસભર એક દષ્ટિ મારા ઉપર પડી છે. મારું જીવન તમારા ચરણે સમર્પિત છે. પુષ્પની માળા મેં ગૂંથી રાખી છે. આત્મા અને વિરતિના લગ્નમહોત્સવને વધાવવા બધી તૈયારી રાખી છે. રાત્રિના નિરવ એકાંતમાં મારા પ્રિયતમને મળવા હું નવવધૂની જેમ ક્યારની પ્રતીક્ષા કરી રહી છું. હે જીવનના સ્વામી! હું આજે મારું ઘર છોડી દઉં છું અને આપના શરણે આવું છું..પ્રભો! મને સર્વવિરતિ આપી, મને આપની શિષ્યા બનાવી દો!” જયંતી શ્રાવિકાએ દીક્ષા લીધી.
સમવસરણ પૂરું થયું.
અભયકુમાર સાથે અમે સહુ ભગવાન પાસે ગયાં. વંદના કરી, સુખશાતા પૂછી અને મેઘમુનિ તથા નંદીષણ મુનિને વંદન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ભગવંતે અનુમતિ આપી. અમે મેઘમુનિને વંદન કરી, એમની સુખશાતા પૂછી, નંદીષેણ મુનિ પાસે ગયા. તેમને વંદના કરી એમની પાસે બેઠાં.
નંદીષેણ, જયંતી શ્રાવિકાની દીક્ષાથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમણે કહ્યું : “તમે જયંતીના વ્યક્તિત્વને નહીં જાણતા હો.. એ ખરેખર સાચી શ્રમણોપાસિકા હતી, હવે એ શ્રેષ્ઠ સાધ્વી બની! ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેશી ગણધર અને એમનાં સાધુ-સાધ્વીઓના પરિચયથી જયંતી ધર્મશાસ્ત્રોમાં, તત્ત્વજ્ઞાનમાં, તત્ત્વચિંતનમાં રચીપચી રહેતી હતી. રાજમહેલમાં રહેવા છતાં એનામાં કોઈ ગર્વ નહોતો, કોઈ અભિમાન ન હતું. એ આ નગરમાં એટલી જ આદરપાત્ર હતી, જેટલી આદરપાત્ર રાણી મૃગાવતી છે! મહારાજા શતાનિકના મૃત્યુ પછી રાણી મૃગાવતીએ જેમ જયંતીને સાચવી હતી તેવી રીતે જયંતીએ મૃગાવતીને વૈધવ્યનું દુઃખ સાલવા દીધું ન હતું. બંને નણંદ-ભોજાઈ ગુણિયલ! તમે સહુ ભાગ્યશાળી કે આવા વિરલ પ્રસંગે તમે અહીં આવી ગયાં!” અભયકુમારે કહ્યું : “મુનિરાજ! હવે તો આપ સ્વસ્થ અને પ્રસન્ન છો ને?'
હા, મહામંત્રી! દુષ્કર્મનું એક પ્રચંડ વાવાઝોડું આવવાનું જ હતું! દેવવાણી થયેલી અને સ્વયં પરમ ગુરુદેવે પણ મને સાવધાન કરેલો પણ
સુલતા
૮૭
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ તો બાલ્યકાળથી મારો જિદ્દી સ્વભાવ જાણો છો તોફાનોની સામે જવામાં મને મઝા આવે છે! સંકટોનો પ્રાણના ભોગે મુકાબલો કરવાનો મને ગમે છે! આંતરશત્રુઓ સામે ઘણું ઝઝૂમ્યો! પ્રાણ હોડમાં મૂક્યા. પરંતુ ભવિતવ્યતાને કોઈ મિથ્યા નથી કરી શકતું અને એક દિવસ મારું પતન થયું..”
હે મહામુનિ! એ પતનમાં પણ આપ રોજ ૧૦૧૦ મનુષ્યોનું ધાર્મિક ઉત્થાન કરતા હતા ને! રોજ ૧૦૧૦.મનુષ્યોને ભગવાન પાસે મોકલતા હતા, ને તેઓ દીક્ષા લેતા હતા! મુનિરાજ, આપનો આત્મા તો ત્યાં પતનના કૂવામાં ય જાગ્રત હતો! નહીંતર આવો ભવ્ય પુરુષાર્થ થઈ જ ન શકે ને? છેવટે વિજય તો આપનો જ થયો!'
મહામંત્રી! હું ત્યાં વેશ્યાગૃહમાં રાહ જોતો હતો...રાહ જોવાનો પણ મારો આનંદ હતો! જ્યારે હું ૧૦ પુરુષોને, કામી-વિકારી પુરુષોને પ્રતિબોધ કરતો ત્યારે મારું અંતઃકરણ આનંદ આનંદ અનુભવતું હતું. વહી જતી પવનની લહેરખીઓમાંથી મધુરતા પ્રગટતી હતી. પ્રભાતના અજવાળાથી. હું ત્યાં દ્વાર પાસે બેસતો. હું જાણતો હતો કે કોઈ સુખદ પળે, અચાનક જ હું કંઈક કરી લઈશ! મને મારા ઉજ્વળ ભવિષ્યના પડઘા સંભળાતા હતા. પરમ ગુરુદેવ ભગવાન મહાવીર મારા સ્મૃતિપટ પર હતા! તેઓએ જ કદાચ પેલા દશમા પુરુષ સોનીને પ્રતિબોધ પામવા નહીં દીધો હોય.. જેથી દશમ હું જ પુનઃ ગુરુદેવના ચરણે પહોંચી જાઉં!” સુલસા બોલી ઊઠી :
હે મારા સ્વામી! હે વીર પ્રભુ! હું તમારું ક્યું સ્વરૂપ સંભારું ને કહ્યું ન સંભારું? જ્યારે મારું હૃદય કઠોર અને શૂન્ય બને છે ત્યારે તમે દયાના દેવરૂપે પ્રગટો છો! જેવી રીતે મહામુનિ નંદીષેણની સામે પ્રગટ્યા! આપ તો સોનીનું રૂપ કરીને નહોતા ગયા ને?
જ્યારે જ્યારે જીવનમાંથી હું રસ ખોઈ બેસું છું ત્યારે તમે કોઈ મધુર ગીતાવલિના સરોદરૂપે મારા અંતરને ભીંજવી જાઓ છો. જ્યારે કામની અસંખ્ય ધમાલોથી હું આકુળ-વ્યાકુળ બની જાઉં છું ત્યારે તમે મારા નાથ! મારી પાંપણ પર બેસી જરાક નિદ્રાઘેનની મોહિની બંસી છેડી મને આરામ આપી જાઓ છો. કોઈ વખત મારું ભીરુ કંગાળ હૃદય કોઈ એક અંધારખૂણામાં રાંકની
૮૮
સુલતા
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ સાવ નિર્માલ્ય બનીને ટૂંટિયું વાળી બેસી જાય છે ત્યારે તમે હે મારા રાજા! કોઈ મહાન નૃપતિની અદાથી એકદમ બારણું ખોલીને પ્રવેશો છો અને મારી પેલી રાંકડી ક્ષુદ્રતા કોણ જાણે ક્યાં ભાગી જાય છે!
અને જ્યારે અદમ્ય વાસનાનો ઘેરો અંધકાર મારા મન-આકાશને વીંટળાઈ વળે છે ત્યારે તે પવિત્રતમ! તમે વીજળી લઈને મારી પાસે આવો છો. હું તો તમને કયા સ્વરૂપે પિછાણું મારા નાથ!'
દેવી સુલતા! તમારા હૃદયકમલમાં તો પ્રભુ વીર સદૈવ બિરાજમાન છે!' ‘ભલે મહામુનિ, તમારી વાત સત્ય હો. પરંતુ આપ તો પ્રભુના હૃદયકમળમાં બિરાજમાન છો! એ આપનું શ્રેષ્ઠ પુણ્ય છે! આપ તો ભવસાગર તરી જ જવાના!”
રાણીઓએ નંદીષેણ મુનિને સુખશાતા પૂછી. તેમના સંયમજીવનની અનુમોદના કરી.
અમારે પાછા રાજગૃહી જવાનું હતું. પરંતુ મહારાણી મૃગાવતી અને રાજા ઉદયન બહાર અમારી રાહ જોઈને જ ઊભા હતા. જેવા અમે બહાર આવ્યા કે ઉદયને અભયકુમારનો હાથ પકડ્યો. મૃગાવતીએ નંદા અને ધારિણીને પકડ્યા.
ચાલો રાજમહેલમાં, સાધર્મિક ભક્તિનો લાભ આપીને પછી પધારો...' ઘણી આનાકાની કર્યા પછી, મૃગાવતીનો આગ્રહ જીતી ગયો. અમે રાજમહેલમાં ગયાં. અમારી ખૂબ સારી રીતે આગતા-સ્વાગતા કરવામાં આવી. રાણી મૃગાવતીએ અભયકુમારને કહ્યું : મહામંત્રી, આપ તો મગધના સર્વેસર્વા છો! મહારાજાના પુત્ર છો એટલે આપની બધી વાતો મહારાજા માને! હું ઇચ્છું છું કે વત્સદેશ અને મગધની વચ્ચે પાકી મૈત્રી બની રહે...”
મહારાણી! આપની એવી ઇચ્છા છે તો હું મહારાજાને વિનંતી કરીશ અને આપણી મૈત્રી દૃઢ બનશે...” (ઉદયન હજુ નાનો છે...' ચિંતા ના કરો...અમે, મગધપતિ ઉદયનના પડખે છીએ.” બહુ મોટી કૃપા!” “તો પછી રાજગૃહી પધારજો!'
સુલતા
૮૯
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
‘જ્યારે પ્રભુ પધારશે ત્યારે આવવાનું મન થશે! અમારાં જયંતી સાધ્વીજીને વંદન કરવા પણ આવીશું!'
અવશ્ય પધારજો અને મગધસમ્રાટના અતિથિ બનશે. તો અમને ખૂબ આનંદ થશે.'
* અમારા રથ રાજગૃહીના માર્ગે દોડવા લાગ્યા. *ભગવાન સ્વપરિવાર સાથે શ્રાવસ્તિ પધાર્યા,
ત્યાંથી વાણિજ્યગ્રામ પધાર્યા. ત્યાં આનંદ શ્રાવકે પ્રભુ પાસે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો.
* ભગવાને પોતાનું ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં વ્યતીત કર્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સુલસા
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
]
૧
જ0
અમારા બત્રીસે બત્રીસ પુત્રોનાં લગ્નની તૈયારી પૂરા વેગથી થવા માંડી હતી. પુત્રો માટે રૂપમાં રંભા અને ઉર્વશી સમાન, સમાન વયવાળી, કુલીન અને ગુણિયલ કન્યાઓ પસંદ કરવામાં આવી હતી. કન્યાઓ પસંદ કરતી વખતે પુત્રોને વગદાર શ્વસુરપક્ષ મળે એની પૂરી સાવચેતી રાખવામાં આવી હતી. કુળ, ગોત્ર, ખાનદાની અને કન્યાઓ - આ બધું નિશ્ચિત થયા પછી લગ્નોત્સવ કેવી રીતે ઊજવવો એની ચર્ચા ચાલી રહી હતી. કોને કોને નિમંત્રણ પાઠવવાં, કેટલા અને કેવા કેવા અતિથિઓ આવશે, તેની પણ ચર્ચા થતી હતી. તેઓના યોગ્ય સ્વાગત-સન્માનની પણ વિચારણા ચાલતી હતી.
મહારાજા શ્રેણિકની પધરામણી અમારી હવેલીમાં કરાવવાની હતી. મગધેશ્વર આંગણે પધારે ત્યારે તેમને યોગ્ય ભેટ-નજરાણું ધરવું જ રહ્યું! અમે પતિ-પત્નીએ ખૂબ ખૂબ વિચારી જોયું. પણ મન માન્યું નહીં. અમે મહામંત્રી અભયકુમારની સલાહ લેવાનું નક્કી કરી, એમના મહેલે ગયાં. એમને લગ્ન પ્રસંગે પધારવાનું આમંત્રણ આપીને પછી મહારાજાને શું નજરાણું ધરવું તે પૂછયું. તેઓએ કહ્યું : “સારથિ! મહારાજાને સુંદર સિહાસન, છત્ર, ચામર અને વિવિધ પ્રકારનાં શસ્ત્રો ભેટ આપો.'
મહામાત્યનો આ વિચાર અમને ગમ્યો. અમારા મિત્રવર્ગને પણ ગમ્યો. અમે તરત શ્રાવસ્તિ, કૌશામ્બી વગેરે નગરોથી કુશળ કારીગરોને તેડાવ્યા. તેમને હવેલીનો એક વિભાગ આપી દીધો. તે માગે તે સામાન આપવા માટે એક કુશળ મિત્રને નિયુક્ત કરી દીધો.
કારીગરો કામ પર બેસી ગયા. દુર્ગથી દૂર રહ્યું રહ્યું આખો દુર્ગ અગ્નિથી, તીરોથી, પાણીથી વ્યાપ્ત કરી શકાય તેવાં વજોની રચના થવા લાગી.
કમરપટાની જેમ વીંટાળી શકાય તેવી તલવારો અને કદમાં નાનાં પણ હાથીનાં ગંડસ્થળને ચીરી નાંખે તેવાં શસ્ત્રોની રચના શરૂ થઈ. કાકિણીરત્ન, ગોમૂત્રિકા, મણિરત્ન વગેરે જૂના સમયનાં અસ્ત્રો પણ નવીન રીતે યોજાવા
સુલાસા
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગ્યાં. એવાં એવાં શસ્ત્ર બની રહ્યાં હતાં, જે જોઈને, એનાં નામ સાંભળીને પણ મગધના શત્રુઓ સ્તબ્ધ થઈ જાય!
એકવાર સારથિ સુખાસન પર વિશ્રામ કરતા બેઠા હતા, ત્યારે મેં પ્રશ્ન કર્યો: “નાથ, આ શસ્ત્રોનો ઉપયોગ જીવહિંસામાં થવાનો ને?' તેમણે સહેજ હસીને મને કહ્યું : સુલસા, આ સામગ્રીનો ભવિષ્યમાં હિંસક ઉપયોગ થાય, એ શક્ય છે. પરંતુ તારો આ પતિ, કેવળ એ માટે જ યોજના કરી રહ્યો છે કે લગ્ન પ્રસંગે આવેલા દેશ-દેશના રાજ અતિથિઓ મગધને એશઆરામમાં ડૂબેલો ન જુએ. એની રંગશાળા, રાજગૃહીનાં રસિક સ્ત્રી-પુરુષો, અમર્યાદ યોજાતી સાહિત્યસભાઓ જોઈ તેમનાં મનમાં મગધ પર ચડાઈ કરવાની હિંમત ભૂલેચૂકે પણ ન કરે, તેઓ એટલું જાણતા જાય કે શાસ્ત્રથી કે શસ્ત્રથી મગધ અવિજેય છે. યુદ્ધનાં આહ્વાનો માટે હજુ પણ મગધ એટલો જ સુસજ્જ છે! શસ્ત્રભંડાર પરિપૂર્ણ છે. આ રીતે કોઈ દુશ્મનની લાલસા ઊગતી દબાઈ જાય. શસ્ત્રભેટ પાછળનો મારો અને મહામાત્યનો આ આશય છે!”
મારા મનનું સમાધાન થયું. એનું બીજું કારણ હતા અભયકુમાર. તેમની સલાહથી અમે આ કાર્ય કરી રહ્યાં હતાં. અમને મહામાત્ય ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેઓ હમેશાં સાચી સલાહ જ આપે.
વિવાહ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત રાજાઓ અને નગરજનો ઉપસ્થિત હતા. એક સારથિ-પુત્રીના લગ્નમાં ક્ષત્રિયકુળના રાજાઓ હાજર હોય, એ ઘટના જ વિરલ હતી. મહારાજા શ્રેણિકે જ વિશેષ નિમંત્રણ પાઠવ્યાં હતાં. સાચે જ મગધેશ્વરનો પ્રેમ અસીમ છે. તેમણે અમને હમેશાં પોતાનાં ગયાં છે. એની પ્રતીતિ મને એમના પ્રત્યેક કાર્યમાં થતી હતી. મારા પુત્રોના લગ્નપ્રસંગે અન્ય રાજ્યોમાંથી જે રાજગૃહી આવ્યા હશે તેમને રાજપુત્રોનાં જ લગ્નની પ્રતીતિ થઈ હશે! ખરેખર અમે ભાગ્યશાળી હતાં.
આટલો ધામધૂમથી વિવાહ સમારંભ પૂરો થશે, એની અમને કલ્પના ન હતી. સાચે જ અમારું જીવન દેવદારના વૃક્ષ જેવું સુખી હતું. દિવસે દિવસે સુખ વિસ્તરતું જતું હતું. પુત્રોને સુયોગ્ય કન્યાઓ મળી હતી. હું સાસુ બની હતી. ક્યારેક સુખ માણસને અનેક પાંખોથી વીંઝણો વીંઝે છે, ક્યારેક એટલું બધું સુખ મળે કે માણસ ગૂંગળાઈ જાય. પછી એનું મન જ કહેવા લાગે કે “બસ, હવે બહુ થયું.”
સુલાસા
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંધ્યા સમયના ગોરજ મુહૂર્ત લગ્ન થયાં. કન્યાઓએ મારા બત્રીસે બત્રીસ પુત્રોના ગળામાં શ્વેત કમલની મોટી વરમાળાઓ આરોપી દીધી. નગારાં અને શરણાઈના સૂરોથી આખું રાજગૃહી ગુંજી ઊ. ચંદનજળ અને રજનીગંધાના અત્તરથી વાતાવરણ મઘમઘી ઊઠ્યું. પશ્ચિમ ક્ષિતિજેથી સૂર્યદેવે નવદંપતીઓને આશીર્વાદ આપ્યા.
લગ્નપ્રસંગે અનેક ભેટ-સોગાદો આવી. એમાં અનેક અલંકારો હતા. રેશમી વસ્ત્રો હતાં. સોનેરી અને રૂપેરી અણિયાળી તલવારો હતી. વૈદુર્ય, માણેક, મોતી અને પન્ના પણ હતાં. મહારાણી નંદાએ નીલા રંગનું રેશમી સેલું મોકલ્યું હતું. જ્યારે ધારિણીએ ગરોળી આકારની અંગૂઠી મોકલી હતી! સેલામાં સોનેરી બુટ્ટા હતા, તે બહુ કીમતી અને સુંદર હતું.
બત્રીસ પુત્રો અને પુત્રવધૂઓએ મહારાજા શ્રેણિકને પગે લાગી આશીર્વાદ લીધા. એ વખતે અમે લગ્નમંડપમાં જ શસ્ત્રો અને અસ્ત્રોનો ભંડાર ભેટ ઘર્યો! મહારાજાએ પુત્રોને ને પુત્રવધૂઓને આશીર્વાદ આપ્યા - “જુગજુગ જીવો! હૃદય ગદ્ગદ્ થઈ ગયું.
જીવનમાં આવા અનેક પ્રસંગ બને છે. પરંતુ કેટલાક પ્રસંગો ભૂલવા મથીએ તો પણ ભુલાતા નથી. પાણીમાં મગરે પકડેલો શિકાર, એ ક્યારેય છોડવા તૈયાર હોતો નથી, તેમ મન પણ એવા અસાધારણ પ્રસંગોને ભૂલવા તૈયાર હોતું નથી! મનની મંજૂષામાં આવા પ્રસંગોના અનેક મુલાયમ, રેશમી તેમજ જાડાંમોટાં વસ્ત્રો હોય છે.
એ રાત્રે તો હું થાકી-પાકી પલંગમાં પડતાં જ ઊંઘી ગઈ. પ્રભાતે પૂર્વ દિશા તરફના હવેલીના ઝરૂખામાં હું જઈને ઊભી રહી. પૂર્વ દિશા આછી લાલાશ પકડતી હતી. થોડીવારમાં તો નીલવણી સામ્રાજ્યના સોનેરી સમ્રાટ પોતાના રથનાં કિરણોરૂપી હજારો અશ્વ દોડાવતા પૂર્વ દિશાની ક્ષિતિજ આવીને ઊભા રહ્યા. પક્ષીઓએ કલરવ દ્વારા સ્વાગત કર્યું. ઘાસ-પાંદડાં પર ઝાકળનાં રૂપરી બિંદુ ચમકવા લાગ્યાં. ગોચર ભૂમિમાં ગાયોનાં સુંદર વાછરડાં ડોક ઊંચી કરીને આળસ મરડીને ઊછળવા લાગ્યાં. મંદિરોના કળશ સોનેરી રંગોમાં ઝળહળી ઊઠ્યા. સમસ્ત સૃષ્ટિ ચૈતન્યથી સ્પંદિત થઈ ઊઠી. વિસ્ફારિત આંખે એકીટસે હું એ જગતને ઉજાળનાર અક્ષયદીપને જોઈ રહી.
અને એ વખતે મને દેવેન્દ્રના સેનાપતિ હરિણગમૈષી દેવનાં દર્શન થયાં!
સુલાસા
૯૩
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમનાં તેજવલયોને હું અનિમેષ નયને જોઈ રહી. શું આ મારી કાલ્પનિક મૂર્તિ હતી? ના, ના, એ બત્રીસ પુત્રોની ભેટ આપનારા મારા પ્રિયતમ દેવ જ હતા! જાણે કહેવા આવ્યા હતા : પુત્રોને પરણાવી દીધા ને? જીવનનો લહાવો લઈ લીધો ને?” આ અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે સ્ત્રી-પુરુષના વિવાહની સંસ્કૃતિ સ્થાપિત કરી હતી.
સાચે જ, વિશ્વમાં વિવાહનું તત્ત્વ ન હોત તો માણસનું જીવન કેવું હોત? આ વિશ્વ કેવળ મભૂમિ હોત! નદી, ઝરણાં, પશુ-પક્ષી, વિવિધ રંગી સુંદર ફૂલોથી આચ્છાદિત હોવા છતાં પૃથ્વી મભૂમિ જેવી હોત! પ્રેમની તરસ છિપાવવા માણસ મરભૂમિમાં વન-વન ભટક્યો હોત અને અંતે વ્યાકુળ બનીને વૃક્ષવેલીને આલિંગન કર્યું હોત. એના તરફડતા જીવને આત્મહત્યા સિવાય શાંતિ મળત નહીં. સ્ત્રીમાં, પુરુષના સંતપ્ત મનને શાંત કરવાની પ્રચંડ શક્તિ હોય છે. સ્ત્રીના પ્રેમાળ સંગાથમાં માણસ સંસારની કૂરતાને પણ ભૂલી શકે છે. અપમાનના કડવા ઘૂંટ પણ ધીરજથી પચાવી શકે છે, અવનવાં પરાક્રમોના પર્વત ઊભા કરી શકે છે. જીવનયાત્રામાં વિવાહનું સ્થાન અતિ મહત્ત્વનું છે! યુવાનોનું મન એના તરફ હમેશાં આકર્ષાયેલું રહે છે.
પુત્રોને પરણાવી દીધા. પિતાને ખૂબ સંતોષ થયો, ખૂબ આનંદ થયો. એમની પુત્રઝંખના હરિણગમૈષી દેવે પૂર્ણ કરી. પુત્રોને પરણાવવાની મોટી જવાબદારી મહારાજા શ્રેણિકે ઉઠાવી! વૈવાહિક જીવન એ બે પૈડાનો રથ છે. પતિ-પત્ની એ બે પૈડાં. આ બે પૈડાં સમતોલ હોય તો જ રથ બરોબર ચાલે! નહિતર છેવટે ધરતીમાં ખૂંપી જાય
મારી ક્યાં પુત્રેચ્છા જ હતી? સારથિની તીવ્ર પુત્રેચ્છા હતી! મેં તો એમને બીજી કન્યા સાથે લગ્ન કરી લેવા માટે સમજાવ્યા હતા, પરંતુ તેઓ માન્યા ન હતા. કારણ કે પુત્રેચ્છા કરતાંય વિશેષ પ્રેમ એમને મારા ઉપર હતો. પ્રેમ તો હતો જ, અને શ્રદ્ધા પણ વિશેષ હતી...મારે જીવનરથને સમતોલ રાખવો હતો, એટલે એમની પુત્રેચ્છા પૂર્ણ કરવા મેં તપશ્ચર્યા દ્વારા, બ્રહ્મચર્ય દ્વારા અને દેવધ્યાન દ્વારા એમની ઇચ્છા પૂર્ણ કરી! એક પુત્ર જ નહીં, બત્રીસ પુત્રો આપ્યા! સુંદર સંસ્કારી અને પરાક્રમી!
જોકે મારા મનની મથામણ તો જુદી જ છે. દુન્યવી વ્યવહારોની ભૂમિકા નિભાવવી એક વાત છે, આત્મકલ્યાણની આરાધના બીજી વાત છે. એ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશવા સર્વપ્રથમ સંસાર પ્રત્યે વૈરાગ્ય જોઈએ! મેં મારા
૯૪
સુલાસા
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર પ્રભુના મુખે સાંભળેલું છે. વૈરાગ્ય વિના ધર્મ નહીં, વૈરાગ્ય વિના આત્મકલ્યાણ નહીં.
આમેય, જ્યારથી પ્રભુ વીર મળ્યા છે, તેમને જોયા છે, તેમને સાંભળ્યા છે તે પછી મારું મન આ સંસારના સુખભોગોમાં આસક્ત નથી રહ્યું. ઇન્દ્રિયોના ઉન્માદ નથી રહ્યા...વૈષયિક સુખોનું આકર્ષણ પણ નથી રહ્યું. છતાં મારે પતિને અને પુત્રોને પ્રેમ આપવો પડે છે. એમને વાત્સલ્ય આપવું પડે છે. એમના ગમા-અણગમાનો ખ્યાલ રાખવો પડે છે. એમની ઇચ્છાઓ પૂર્ણ કરવી પડે છે. કરું છું...પણ સાંજે ..રાત્રે જ્યારે એકાંત મળે છે ત્યારે વિચારું છું : “આજનું નાટક પૂરું થયું!”
હું પત્ની તરીકેનો અભિનય કરું છું! હું માતા તરીકેનો અભિનય કરું છું. હવે હું સાસુનો અભિનય કરીશ. માત્ર અભિનય! સાચું કાંઈ નથી. હું નથી પત્ની કે માતા નથી સાસુ નથી કે નથી વેવાણ! હું તો શુદ્ધ આત્મદ્રવ્ય છું! અનંતજ્ઞાન. અનંતદર્શન મારા ગુણો છે. હું વીતરાગી છું. અરૂપી અને અનામી છું! પરંતુ અનાદિકાલીન કર્મોથી આત્મા લેપાયેલો છે, આવૃત્ત છે. એ કમ આ સંસારમાં જાત-જાતને અભિનય કરાવે છે...હસાવે છે ને રડાવે છે! દીન-હીન બનાવે છે ને ઉન્મત્ત-ઉદંડ બનાવે છે.રક બનાવે છે ને રાજા બનાવે છે...
મારા પ્રભુએ કહેલું મને યાદ છે. સંસારના બધા જ સંબંધો ક્ષણિક છે. ક્ષણભંગુર છે. બોદા છે. જીવન પાણીના પરપોટા જેવું..વીજળીના ચમકારા જેવું અને હાથીના કાન જેવું ક્ષણિક છે. એવા મનુષ્યજીવનમાં આત્માને જાણવો, આત્માને શુદ્ધ કરવો ને પાપોથી આત્માને બચાવી લેવો, એ સુજ્ઞ મનુષ્યનું લક્ષ્ય હોય.
હે મારા પ્રભુ! જીવનની વિદાયવેળાએ જો હું આટલું બોલી શકું, કે સંખ્યાતીત આકારો અને નામોથી ભરેલી આ રંગભૂમિમાં મેં પણ મારું નાટક ભજવ્યું છે. એમાં કેટલીક પળોમાં, જે નિરાકાર છે, જે અનામી છે, એની મને ઝાંખી મળી ગઈ છે!' તો મારા માટે બસ છે!
મારા તારણહાર! તમે સ્પર્શાતીત છો! પરંતુ કોઈ પળે ભાવાત્મક સ્પર્શથી મારું ચૈતન્ય થનગની ઊંડ્યું છે!' આટલું જો હું વિદાયવેળાએ કહી શકું...તો ભલે આ પળ જ મારી વિદાયવેળા બની જાઓ!”
સુલાસા
૯૫
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભગવાન મહાવીર કૌશામ્બીથી વિહાર કરી, અનેક ગામ-નગરોને પાવન કરતા વાણિજ્યગ્રામ પધાર્યા હતા. વાણિજ્યગ્રામમાં “જિતશત્રુ” નામના રાજા હતા. તેઓ શ્રાવક હતા. એ ગામમાં ‘આનંદ’ નામનો મોટો શ્રીમંત રહેતો હતો. તેણે ભગવાનનો ઉપદેશ સાંભળી શ્રાવકજીવનમાં બાર વ્રત ગ્રહણ કર્યા હતાં. એ વ્રતગ્રહણનો વૃત્તાંત લઈને મહારાજા શ્રેણિકનો દૂત રાજસભામાં આવ્યો હતો. ભગવાન જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં મહારાજા શ્રેણિકના દૂતો ભગવાનની સુખશાતા પૂછવા પહોંચી જતા હતા. વાણિજ્યગ્રામથી આવેલા દૂત મહારાજાને પ્રણામ કરીને વૃત્તાંત સંભળાવવો શરૂ કર્યો ત્યારે પડદા પાછળ રાણીઓની સાથે હું પણ બેઠી હતી.
મહારાજા, પ્રભુ વાણિજ્યગ્રામ પધાર્યા. “દૂતિપલાશ' નામના ચૈત્યમાં બિરાજમાન થયા. ત્યાં દેવોએ સમવસરણની રચના કરી. ભગવંતનું આગમન જાણી રાજા જિતશત્રુ પરિવાર સાથે મોટા આડંબર સહિત ભગવંતને વંદન કરવા આવ્યા. તેવી રીતે આનંદને ખબર પડતાં એણે પણ પ્રભુ પાસે જવાની તૈયારી કરી, તેણે સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્રો પહેર્યા. સુંદર આભૂષણ પહેર્યા, અને અનેક સ્વજન-પરિજનો સાથે ચાલતો એ સમવસરણમાં આવ્યો. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈ, વંદના કરી ઉચિત સ્થાને બેઠો.
ભગવંતે માલકોશ રાગમાં વૈરાગ્યભરી ધર્મદેશના આપી. ઉપદેશ સાંભળી રાજા અને પ્રજા નગરમાં ચાલ્યાં ગયાં. આનંદે ભગવંતને વંદના કરી કહ્યું : “હે ભગવન્! આપનો ધર્મોપદેશ સાંભળી મારું મન પ્રસન્ન થયું, સંતુષ્ટ થયું. ભગવંત, હું આપના નિગ્રંથ પ્રવચનમાં વિશ્વાસ કરું છું. નિગ્રંથ પ્રવચનથી હું સંતુષ્ટ છું. નિગ્રંથ પ્રવચન જ સત્ય છે. પરંતુ હે વીતરાગી! હું શ્રમણ બનવા શક્તિમાન નથી, પરંતુ ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત સ્વીકારવાની મારી શક્તિ છે, મારી ભાવના છે.'
ભગવાને કહ્યું : “મહાનુભાવ! આવા શુભ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ.”
દૂતે કહ્યું : “મહારાજા, બાર વ્રતો તો આપ જાણો છો, પરંતુ પાંચમું પરિગ્રહ પરિમાણ નામનું અણુવ્રત એ આનંદે જે પ્રમાણે લીધું તે સાંભળો.
ચાર ક્રોડ સોનામહોરો મારા ભંડારમાં રહેશે. ચાર ક્રોડ સોનામહોરો વ્યાજમાં રહેશે અને ચાર ક્રોડ સોનામહોરો ધન-ધાન્ય આદિ વ્યાપારમાં
સુલાસા
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોકાશે. એ સિવાયના સોના-રૂપાનો હું ત્યાગ કરું છું.”
મારી પાસે ગાયોના ચાર વ્રજ છે. દરેકમાં દશ હજાર ગાયો છે. આ ચાર વ્રજ સિવાય હું પશુઓનો સંગ્રહ નહીં કરું.’
દેશાત્તરમાં જવા યોગ્ય પ૦૦ વાહનો અને બીજાં પ૦૦ વાહનો રાખીશ. એથી વધારે વાહનો નહીં રાખું.”
એ પછી એ શ્રાવકે ભોગ-ઉપભોગની વસ્તુઓનો ઘણો ત્યાગ સ્વીકાર્યો. ચાર પ્રકારના અનર્થદંડનો પણ ત્યાગ કર્યો.
વ્રતો ધારણ કર્યા પછી, ભગવંતે આનંદને કહ્યું : “હે આનંદ! જે જીવઅજીવ આદિ તત્ત્વોને જાણે છે અને જે પોતાની મર્યાદામાં રહેનારો શ્રમણોપાસક છે, એણે વ્રતોના અતિચારો જાણવા જોઈએ અને એ અતિચારદોષો નહીં સેવવા જોઈએ.'
ભગવંતે વ્રતોના અતિચાર સમજાવ્યા. ત્યાર પછી આનંદે કહ્યું : “હે ભગવંત, રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, ગુરુનિગ્રહ અને વૃત્તિકાંતારયોગ, આ છ પ્રસંગોને છોડીને, હું આજથી અન્ય તીર્થિકોને, અન્ય ધાર્મિકોના દેવોને, અન્ય ધાર્મિકોએ ગ્રહણ કરેલી અરિહંત-પ્રતિમાને વંદન-નમન નહીં કરું.'
ત્યાર પછી આનંદે ભગવંતને પ્રશ્નો પૂછયા. ભગવંતે ઉત્તરો આપ્યા. પછી આનંદે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દીધી અને વંદન કરી દૂતિપલાશ ચૈત્યની બહાર આવી નગરમાં પોતાના ઘેર ગયો.
ઘેર જઈને એણે પોતાની પત્ની શિવાનંદાને હર્ષથી ઉલ્લસિત બનીને કહ્યું : હે દેવાનુપ્રિયે, આજે મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મનું શ્રવણ કર્યું, અને એ ધર્મ મને ગમ્યો. મને ખૂબ રચ્યો છે. દેવાનુપ્રિયે, માટે તમે પણ ભગવાન મહાવીર પાસે જાઓ. એમને વંદના કરો. એમની પર્યાપાસના કરો અને ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત ગ્રહણ કરો.”
આનંદ શ્રાવકની વાત સાંભળી શિવાનંદા હર્ષિત થઈ, પુલકિત થઈ. તેણે સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્ર પહેર્યા. થોડા પણ અતિમૂલ્યવાન અલંકારોથી શરીરને શણગાર્યું. દાસીઓની સાથે એ સુંદર રથમાં આરૂઢ થઈ. વાણિજ્યગ્રામની વચ્ચેથી પસાર થઈ એ દૂતિપલાશ ચૈત્યમાં પહોંચી. એ પહોંચી ત્યારે પણ સમવસરણમાં પર્ષદા બેઠેલી જ હતી. ભગવંતે ધર્મદેશના આપી. શિવાનંદાએ પણ ભગવાન પાસે ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત માંગ્યાં. પ્રભુએ એક-એક વ્રત
સુલાસા
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજાવીને, વ્રતોના અતિચાર સમજાવીને પ્રત્યાખ્યાન આપ્યું. શિવાનંદા આનંદવિભોર થઈ ગઈ. તેણે ભગવંતને વંદન કરીને કહ્યું : “હે ત્રિભુવનનાથ! મને ધર્મનું ઉત્તમ દાન આપીને આ સંસારસાગરથી મારો ઉદ્ધાર કર્યો...' શિવાનંદા હૃદયમાં આનંદ-ઉલ્લાસ ભરીને ચાલી ગઈ.
મહારાજા શ્રેણિક, અભયકુમાર, મંત્રીગણ, અંતેપુર, નગરશ્રેષ્ઠીઓ સહુ દૂતના મુખે વૃત્તાંત સાંભળવામાં લીન હતા...સહુનાં હૃદયમાં જુદાં જુદાં સંવેદનો જાગી રહ્યાં હતાં. દૂતે વાતને આગળ વધારતાં કહ્યું :
શિવાનંદાના ગયા પછી, ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું : “હે ભગવનું, શું આનંદ શ્રાવક આપની પાસે શ્રમણ બનવા સમર્થ છે?'
હે ગૌતમ! આનંદ શ્રાવક ઘણાં વર્ષો સુધી શ્રાવકધર્મનું પાલન કરશે. એની પત્ની શિવાનંદા પણ વર્ષો સુધી શ્રાવકધર્મનું પાલન કરશે. એ બંને દંપતી જીવ-અજીવ આદિ તત્ત્વોનું ચિંતન-મનન કરતાં રહેશે. દાન દેતાં રહેશે. શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિ ધર્મઆરાધનાથી પોતાના આત્માને ભાવિત કરતાં રહેશે. એમ કરતાં ચૌદ વર્ષ પસાર થઈ જશે. પંદરમું વર્ષ ચાલતું હશે. એક સમયે રાત્રિના પાછલા પ્રહરમાં ધર્માનુષ્ઠાન કરતાં કરતાં આનંદ શ્રાવકના મનમાં એક પવિત્ર સંકલ્પ ઉત્પન્ન થશે. એ વિચારશે. “વાણિજ્યગ્રામમાં હું ઘણા લોકોને આધાર આપું છું. રાજા અને પ્રજા પ્રત્યેનાં કર્તવ્યના પાલનમાં મારું મન વ્યગ્ર રહે છે. માટે હું શ્રમણ ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મની યથાર્થ આરાધના નથી કરી શકતો. માટે મને એમ ઉચિત લાગે છે કે “પ્રભાતે સર્વે સ્વજનોને ઘરે બોલાવી, તેમને મિષ્ટાન્ન ભોજન કરાવી, મારા મોટા પુત્રને મારા ઘરની અને વ્યાપારની બધી જ જવાબદારી સોંપી દઉં અને પછી પુત્ર-મિત્રો વગેરેને જાણ કરીને “કોલ્લાસન્નિવેશમાં જે જ્ઞાતકુલની પૌષધશાળા છે, તેમાં જઈને રહું અને ભગવાન મહાવીરના નિર્દેશલા ઉચ્ચ કોટિના શ્રાવકધર્મની આરાધના
પ્રભાતે સ્વજન-પરિજનોને આનંદ બોલાવશે. તેમને મિષ્ટાન્ન-ભોજન કરાવશે. પછી પુષ્પોના હાર પહેરાવી સહુને સુંદર વસ્ત્રો, અલંકારો અર્પણ કરી સત્કાર-સન્માન કરશે. તે પછી જ્યેષ્ઠ પુત્રને બોલાવી કહેશે : “હે વત્સ! હવે કુટુંબ પરિવારનો ભાર તને સોંપીને હું કોલ્લાગસન્નિવેશની
૯૮
સુલાસા
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૌષધશાળામાં જઈને રહીશ અને શ્રમણ ભગવાન મહાવીરે બતાવેલી આત્મકલ્યાણની આરાધના કરીશ. ભવિષ્યમાં મને ઘરના વિષયમાં, વ્યાપારના વિષયમાં કે વ્યવહારના વિષયમાં કંઈ પૂછવું નહીં.'
ત્યારબાદ તે સહુની આજ્ઞા લઈ ઘરેથી નીકળી કોલ્લાગસન્નિવેશમાં જશે. ત્યાં રહેલી પૌષધશાળાને તે સ્વયં સાફ કરશે. જયણાપૂર્વક શુદ્ધ કરી, ઉચ્ચાર-પ્રસ્ત્રવણ ભૂમિ (પેશાબ કરવાની જગા અને શૌચ જવાની જગા)નું અવલોકન કરશે. પછી પૌષધશાળામાં દર્ભના સૂકા ઘાસનો સંથારો બિછાવી એના પર બેસી, શ્રાવકની ૧૧ પ્રતિમાઓ (વિશિષ્ટ સાધના) વહન કરવાનો નિર્ણય કરશે. અગિયાર પ્રતિમાઓની સમ્યગ રૂપે આરાધના કરશે. અતિચારોનો ત્યાગ કરશે. ઉગ્ર તપશ્ચર્યા કરવાથી આનંદ શ્રાવકનું શરીર સુકાઈ જશે. શરીરની એકએક નસ દેખાવા લાગશે.
એક દિવસ ધર્મજાગરણ કરતાં કરતાં એને ઉત્તમ વિચાર આવશે -- “આ અગિયાર પ્રતિમાઓની આરાધનાથી હવે આ શરીર માત્ર હાડકાંનો માળો રહી ગયો છે. તે છતાં હજુ મારામાં બળ, વીર્ય, પરાક્રમ, પુરુષાર્થ, શ્રદ્ધા, ધૈર્ય અને ઉત્સાહ ટકેલાં છે. હું મારાં કાર્યો સ્વયં કરી શકું છું. તો જ્યાં સુધી મારામાં બળ, વીર્ય આદિ છે, હું મારણાન્તિક સંખના - અનશન કરી લઉં. આહાર-પાણીનાં પચ્ચખાણ કરી લઉં! મૃત્યુની આકાંક્ષા રાખ્યા વિના અસંગભાવે રહેવું - એ જ મારા માટે શ્રેયસ્કર છે.'
આવા આવા શુભ અધ્યવસાર્યો દ્વારા, શુભ પરિણામો દ્વારા અને વિશુદ્ધ થતી વેશ્યાઓ દ્વારા એ મહાનુભાવ આનંદને “અવધિજ્ઞાન પ્રગટ થશે!
અંતે, આનંદ શ્રાવક ઘણા શીલ-વ્રત આદિથી આત્માને ભાવિત કરશે વીસ વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કરી, શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વિશુદ્ધ આરાધન કરી, એક મહિનાનું અનશન કરી, આલોચના-પ્રાયશ્ચિત્તથી સમતા-સમાધિ પ્રાપ્ત કરી કાળધર્મ પામશે.
પહેલા દેવલોકસૌધર્માવલંસક મહાવિમાનમાં, ઈશાન ખૂણાનાં અરૂણ વિમાનમાં તે દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને એ જ ભવમાં સર્વે કર્મોનો ક્ષય કરી સિદ્ધ બુદ્ધ ને મુક્ત બની જશે.” દૂતના મુખે આનંદ શ્રાવકનો રોમાંચક હર્ષોત્પાદક વૃત્તાંત સાંભળી સહુ
સુલતા
૯૯
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રોતાઓ આનંદવિભોર થઈ ગયા. શ્રોતાઓની આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાવા લાગી... ધન્ય ભગવાન મહાવીર! ધન્ય શ્રમણોપાસક આનંદ! ધન્ય સુશ્રાવિકા શિવાનંદા!
મહારાજા શ્રેણિક સિંહાસન પરથી નીચે ઊતરી, વાણિજ્યગ્રામની દિશામાં નવ પગલાં ચાલ્યા. મસ્તક નમાવી, બે હાથ જોડી “નમો ફેવધિવેવાય! નમો મહાવીરવાય!” બોલી ત્રણ ખમાસમણ આપ્યાં.
૧૦૦
સુલસા
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સને
વૈશાલી!
મહાપરાક્રમી મહારાજા ચેટકની સમર્થ અને સંપન્નનગરી! લાખો કુશળ યોદ્ધાઓની નગરી! અનેકવિધ કલાકારોની નગરી! એ નગરીના પ્રાસાદો અને મંદિરના કળશો આકાશને આંબતા હતા. નગરને પોતાના રૂપેરી પાણીથી આલિંગન દેતી સરયૂ મંદ મંદ વહેતી હતી. આજુબાજુ ત્રણ-ત્રણ યોજન સુધી પથરાયેલા ઊંચા ઊંચા પ્રાસાદો, ગોશાળા, અશ્વશાળા, હસ્તીશાળા, મંદિરો અને વ્યાયામશાળાથી આ નગરી ઊભરાતી હતી.
મહારાજા ચેટકનો સંપૂર્ણ રાજમહેલ શ્વેત સંગેમરમરના આરસથી બાંધેલો હતો. એની સીમાને શ્યામ પાષાણથી જડી દીધી હતી. શ્યામ સીમાની વચ્ચે આ શ્વેત રાજમહેલ કેવો લાગતો હતો! જાણે કાળી માટીની ગોળીમાં ઠસોઠસ ભરેલો માખણનો પિંડો! આ મહેલને અનેક ખંડ હતા. વચમાં ગોળાકાર પાણીનું તળાવ હતું. એમાં અસ્ત થતા સૂર્યદેવનાં અસંખ્ય કિરણો સ્વેચ્છાએ વિહાર કરતાં હતાં. રંગીન માછલીઓ અને શ્વેત તથા ઉન્નત ગ્રીવાવાળા રાજહંસો કિલ્લોલ કરી રહ્યા હતા. શ્વેત અને નીલકમલો વાયુની લહરીથી અહીંતહીં ડોલતાં હતાં. તળાવને ચારે ખૂણે શ્વેત પાષાણમાંથી કોતરેલી સિંહની આકૃતિઓ હતી. સામે રાજમહેલમાં જવા માટે ચડવાનાં કુલ એકસો ને આઠ પગથિયાં હતાં.
વિશાળ રાજમંદિર અનેક મહેલોથી શોભતું હતું. મહેલના પ્રત્યેક થાંભલા પર સુંદર નકશીકામ કોતરવામાં આવ્યું હતું. પ્રત્યેક થાંભલો અખંડ પથ્થરથી ઘડાયેલો હતો. મહેલની ભીંતો ઉપર મહારાજા ચેટકના પૂર્વજોના જીવનપ્રસંગોનાં અનેક સુંદર ચિત્રો આલેખવામાં આવ્યાં હતાં. અનેક સ્થળે યોદ્ધાઓનાં સુંદર શિલ્પો વિભિન્ન મુદ્રામાં કંડારેલાં હતાં. ઠેકઠેકાણે કાષ્ઠનાં પિંજરામાં મયૂર, કોયલ, કપોત, ભારદ્વાજ આદિ પક્ષીઓ જાતજાતનાં અવાજ કરતાં હતાં.
સુલતા
૧૦૧
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા ચેટક!
એક સુવર્ણજડિત ઊંચા નકશીદાર સિંહાસન પર મહારાજા બેઠા હતા. એમના મસ્તક ઉપર મૂલ્યવાન રત્નજડિત મુગટ હતો. અંગ ઉપર ઝગમગતાં રાજવસ્ત્રો હતાં, ગળામાં માણેક, મોતી, વૈર્યરત્નની માળાઓ ઝૂલતી હતી. એમાંથી ફેંકાતાં પ્રકાશનાં વલયો એમની ભરાવદાર ગરદનની આસપાસ ફેલાયેલાં હતાં. તેઓ સૌમ્ય છતાં તેજસ્વી ચહેરાવાળા હતા. શ્વેત ઉત્તરીયનો એક છેડો એમણે ડાબા ખભાની પાછળ રાખ્યો હતો. એને લીધે ખુલ્લો દેખાતો ગૌર પુષ્ટ હાથ કેળના વૃક્ષના સ્તંભ જેવો ચમકદાર લાગતો હતો. ચહેરો ગોળમટોળ હતો. આંખો શાંત અને ગંભીર હતી.
તેમની પાસે ભદ્રાસન પર મહારાણી પ્રથા બેઠાં હતાં. પૃથા પ્રજ્ઞાવતી તો હતાં જ, સાથે સાથે તેમનામાં રૂપ અને લાવણ્યનો સુભગ સંયોગ થયેલો હતો. મહારાજા ચેટક શ્રાવકધર્મનું પાલન કરતા હતા. તેમને સાત પુત્રીઓ હતી, પરંતુ મહારાજાને કોઈના ય વિવાહ નહીં કરવાની પ્રતિજ્ઞા હતી. એટલે પુત્રીઓના વિવાહ અંગે તેઓ ઉદાસીન ભાવ ધારણ કરતા હતા. પરંતુ મહારાણી પૃથા, આડકતરી રીતે મહારાજાની અનુજ્ઞા લઈ એક-એક પુત્રીને પરણાવતા ગયા.
પહેલી પુત્રી પ્રભાવતીને, વીતભયનગરના રાજા ઉદયન સાથે પરણાવી.
બીજી પુત્રી પદ્માવતીને, ચંપાપતિના રાજા દધિવાહન સાથે પરણાવી. ત્રીજી પુત્રી મૃગાવતીને, કૌશામ્બીના રાજા શતાનિક સાથે પરણાવી. ચોથી પુત્રી શિવાને, ઉજ્જૈનીના રાજ ચંડપ્રદ્યોત સાથે પરણાવી. પાંચમી પુત્રી જ્યેષ્ઠાને, કુડપુરના યુવરાજ નંદીવર્ધન સાથે પરણાવી.
બે પુત્રીઓ સુજ્યેષ્ઠા અને ચેલ્લણા-કુંવારી હતી. બંને રાજ કુમારી એકબીજાથી રૂપ-લાવણ્યમાં ચડિયાતી હતી. બંને બહેનો જાણે દેવી સરસ્વતીનો અવતાર હોય તેવી વિદુષી હતી. સર્વકળાઓમાં કુશળ હતી. બંને બહેનો વચ્ચે પ્રગાઢ પ્રેમ હતો. સાથે જ દેવપૂજા કરતી અને સાથે જ ધર્મશ્રવણ કરતી, સાથે જ ભોજન કરતી ને સાથે જ વિદ્યાવિનોદ કરતી.
એક દિવસ એક અણધારી ઘટના બની ગઈ.
૧૦૨
સલસા
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક તાપસી! ભગવા રંગનાં વસ્ત્રો! માથે જટા! કપાળમાં મોટો લાલ ચાંલ્લો! હાથમાં કમંડલ અને નાનો દંડ! વર્ણ થોડો શ્યામ અને આંખો માંજરી'
રાજકુમારી સુજ્યેષ્ઠા અને ચેલ્લણાના ખંડમાં તાપસી ધસી આવી. બંને રાજકુમા૨ી ઊભી થઈ. તાપસીની સામે ગઈ. વિનયથી પૂછ્યું : ‘આપ અહીં શા માટે આવ્યાં છો?'
‘સાચો ધર્મ સમજાવવા!' સુજ્યેષ્ઠા-ચેલ્લણા સામે જોઈને હસી. ‘કહો, તમે કયા ધર્મને સાચો કહો છો?'
‘શૌચમૂળ ધર્મ જ સાચો છે. એ ધર્મ પાપોનો નાશ કરે છે.' તાપસી જરા ગર્વથી ગાલ ફુલાવીને બોલી.
સુજ્યેષ્ઠાએ કહ્યું : અરે, શૌચ જ સ્વયં અશુભ આશ્રવરૂપ છે! અશુભ આશ્રવ પાપોનો હેતુ છે. એ પાપોનો નાશ કેવી રીતે કરી શકે? માટે શૌચમૂળ ધર્મ સાચો નથી. અહિંસામૂલક જિનભાષિત ધર્મ સાચો છે...'
સુજ્યેષ્ઠાએ અનેક તર્ક અને દૃષ્ટાંતોથી તાપસીને ચૂપ કરી દીધી. ત્યાં અંતેપુરની ઘણી દાસીઓ ભેગી થઈ ગઈ હતી. તાપસી ચૂપ થઈ ગઈ, સુજ્યેષ્ઠા ચર્ચામાં જીતી ગઈ, તેથી દાસીઓ તાપી તરફ મુખ મરડીને હસવા લાગી. તાપસી ગુસ્સે થઈ ગઈ. તો દાસીઓએ એનું ગળું પકડીને, ઢસડીને મહેલની બહાર કાઢી મૂકી.
લેવા આવી હતી માન, લઈને ગઈ ઘોર અપમાન!
પરંતુ એ દ્વેષીલી હતી. સુજ્યેષ્ઠા પ્રત્યે એણે વેરની ગાંઠ બાંધી. તેણે એક વૃક્ષ નીચે બેસી ‘પિંડસ્થ ધ્યાન' દ્વારા સુજ્યેષ્ઠાની દેહાકૃતિ પોતાના મનમાં ધારી લીધી અને પછી એનું સુંદર ચિત્ર આલેખી દીધું. ચિત્રકળામાં તાપસી અતિકુશળ હતી. ચિત્ર અતિ મોહક અને આકર્ષક બનાવ્યું હતું.
ચિત્ર લઈને એ રાજગૃહી આવી.
રાજસભામાં ઉપસ્થિત થઈ. મહારાજા શ્રેણિકે તાપસીને માન આપ્યું. બેસવા આસન આપ્યું. તાપસીએ વસ્ત્રમાં આવૃત્ત સુજ્યેષ્ઠાનું ચિત્ર મહારાજા શ્રેણિકની સામે મૂક્યું. શ્રેણિક ચિત્ર જોતાં જ ચિત્રની સુંદરી પ્રત્યે અનુરાગી બની બોલવા લાગ્યા :
‘અહો! આ કન્યાનું રૂપ કેવું મનોહર છે! આના કેશપાશ આગળ
સુલસા
For Private And Personal Use Only
૧૦૩
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મયૂરનો કેશકલાપ તો માત્ર સાવરણી છે! કમલમાં જેમ ભ્રમર લીન હોય તેમ આનું મુખ પણ કાજળધેરાં નયનોવાળું છે. શ્વેત શંખના જેવો આનો કંઠપ્રદેશ છે. સરોવરમાં જેમ પક્ષીઓ ક્રીડા કરતાં હોય તેમ આના વક્ષસ્થળ પર સુંદર સ્તન શોભી રહ્યાં છે. એના નિતંબ પણ કેવા વિશાળ છે! કામદેવને ખેલવાની જાણે ભૂમિ જોઈ લો! વર્તુળાકાર સાથળ, હાથીના વિલાસની હાંસી કરનારા છે! કમળના જેવી સરળ અને કોમળ આની જંઘા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘અરે! આ મૃગાક્ષીનું અદ્વૈત સૌન્દર્ય, ઉજ્વલ લાવણ્ય અને કમનીય રૂપરંગ...બધું જ રમ્ય છે, સુરમ્ય છે!'
શ્રેણિકે ચિત્ર ઉપરથી ર્દિષ્ટ ઊંચી કરી તાપસી સામે જોયું અને પૂછ્યું: ‘હે મહાભાગ, શ્રેષ્ઠ સ્ત્રીનું આ ચિત્ર તમે તમારી કલ્પનાથી બનાવ્યું છે કે વાસ્તવમાં આવી કોઈ અપ્સરા આ પૃથ્વી પર છે?'
‘મહારાજા, જેવું રૂપ મેં જોયું તેવું જ મેં આલેખેલું છે.'
શ્રેણિકે ચિત્રને હાથમાં લઈ, જાણે ચિત્રસ્થ સુંદરીને ચુંબન કરતો હોય, તેવી ચેષ્ટા કરવા માંડી. તેણે પૂછ્યું :
‘હે ભદ્ર! મુક્તાવલીની' જેમ આ સુંદરી કોના વંશમાં ઉત્પન્ન થઈ છે? ચંદ્રલેખાની જેમ તે હાલ કઈ નગરીને શોભાવે છે? ક્ષીર સાગરમાં જેમ લક્ષી છે તેમ એ કયા ધન્ય પુરુષની પુત્રી છે? એના નામમાં ક્યા પવિત્ર અક્ષરો આવેલા છે? સરસ્વતીએ કેટકેટલી કળાઓથી તેના પર અનુગ્રહ કરેલો છે? અને કોઈ પુરુષના હાથે એના હાથને ચુંબિત કર્યો છે કે નહીં?
તાપસીએ ઠાવકાઈથી કહ્યું :
‘હે મગધેશ્વર! વૈશાલીના અધિપતિ હૈહયવંશના મહારાજા ચેટકની આ પુત્રી છે. સુજ્યેષ્ઠા એનું નામ છે. સર્વ કળાઓમાં પારંગત છે. ગુણ અને રૂપનો એનામાં સુભગ સમન્વય થયેલો છે. આપ જ એને વરવા માટે યોગ્ય છો, છતાં બીજો કોઈ એનો પતિ થશે તો તમે કામ-પુરુષાર્થમાં છેતરાશો!’
૧૦૪
શ્રેણિકે તાપસીને વિદાય આપી.
સુજ્યેષ્ઠાનું ચિત્ર પોતાની પાસે રાખ્યું.
સુજ્યેષ્ઠાને વરવાનો મનોમન સંકલ્પ કર્યો. શ્રેણિકે પોતાના બુદ્ધિશાળી પ્રબુદ્ધ દૂતને પોતાનો સંદેશો આપીને વૈશાલી રવાના કર્યો. વૈશાલી
સુલસા
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહોંચીને તે સીધો જ મહારાજા ચેટકના મહેલે ગયો. મહારાજાની આજ્ઞા મેળવીને એ ચેટકની સામે ઉપસ્થિત થયો. નમ્રતાથી પ્રણામ કરીને તેણે નિવેદન કર્યું : “હે વિશાલાધિપતિ, હું રાજગૃહીથી આવું છું. મહારાજા શ્રેણિકનો સંદેશો લઈને આવ્યો છું :
કહે દૂત, શ્રેણિકે શું કહ્યું છે?' તેઓની ઇચ્છા, આપની પુત્રી સુયેષ્ઠા સાથે વિવાહ કરવાની છે.'
એ વાત સંભવ નથી. તાર સ્વામી વાહીકુળનો છે, હું હૈહયવંશનો છું. વિવાહ સમાન કુળ સાથે થાય. હું શ્રેણિકને મારી કન્યા નહીં આપું. તું ચાલ્યો જા અહીંથી.'
દૂત વૈશાલીથી નીકળીને ત્વરિત ગતિએ રાજગૃહી પહોંચ્યો. તેણે મહારાજા શ્રેણિકને ચેટક રાજાનો પ્રત્યુત્તર કહી સંભળાવ્યો.. શ્રેણિક ગુસ્સાથી બરાડી ઊઠ્યો : “એ પોતાના વંશને ઊંચો માને છે...મારા કુળને નીચું માને છે.. ખેર, હું પણ જોઈ લઈશ...'
સુજ્યેષ્ઠાના પાણિગ્રહણ માટે લંબાયેલા મારા પુષ્ટ હાથ પર કઠોર નિયતિએ ધગધગતો સળગતો અંગારો મૂક્યો. મારી મતિ મૂંઝાઈ જાય છે. મહારાજા ચેટકે મારી આકાંક્ષા કચડી નાંખી હતી. મને ભયંકર આઘાત આપ્યો હતો. હું અસહ્ય પીડા વેઠી રહ્યો...' શ્રેણિક ઘડીમાં નિરાશા...ઘડીમાં આશા.. ઘડીમાં આવેલ. ઘડીમાં ઉદાસી...વિવિધ દ્વિધાઓમાં ફસાયા હતા.
ત્યાં એમના સહારે અભયકુમાર જઈ ચડ્યા. અભયકુમાર મહારાજા શ્રેણિકના પુત્ર હતા! રાણી નંદાની કુખે જન્મેલા હતા. બુદ્ધિનિધાન હતા. અભયકુમાર શ્રેણિકના ખંડમાં ગયા. પરિચારકો બહાર નીકળી ગયા. અભયકુમારે ભદ્રાસન પર બેસી શ્રેણિકને કહ્યું : પિતાજી! ચિંતા ના કરો, કે ન યુદ્ધનો વિચાર કરો! ‘અભય! વત્સ! માનવ પુરુષાર્થનાં ગમે તેટલાં નગારાં વગાડે...પોતાના હાથમાં વિજયની ધજા લઈને ગમે તેટલો નાચે, તો પણ વિશાળ અને અનંત આકાશની સરખામણીમાં એ વામણો અને અપૂર્ણ જ રહેવાનો. અપૂર્ણતા એ જ જીવનનો સ્થાયીભાવ છે ને! એનો આજે અનુભવ થયો. મહારાજા ચેટકે, સુજ્યેષ્ઠાની મારી માંગણી ઠુકરાવી દીધી, દૂતને અપમાનિત કરીને કાઢી મૂક્યો...'
સુલાસા
૧૦૫
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પિતાજી! કોઈ કાર્ય સરળતાથી, ન્યાય-નીતિથી થાય છે, તો કોઈ કામ બુદ્ધિપૂર્વક, કપટથી એટલે કે મુત્સદ્દીગીરીથી થાય. મહારાજા ચેટક આમેય અત્યારે સર્વશ્રેષ્ઠ બળવાન રાજા છે. એમને એમના વંશનું મોટું અભિમાન છે. એટલી સીધી રીતે તો એમની પુત્રી નહીં જ આપે. પરંતુ આપને સુયેષ્ઠા મળશે જરૂર! હું એ માટે પ્રયત્ન કરીશ. આપની ઇચ્છા અવશ્ય પૂર્ણ થશે.” અભયની વાત સાંભળી મિષ્ટ પકવાનો ખાધાનો શ્રેણિકને આનંદ
થયો.
અભયકુમાર પોતાના મહેલમાં ગયો. ખૂબ ગંભીરતાથી વિચારો કર્યા. વૈશાલીના ચેટક મહારાજાને તે સારી રીતે જાણતો હતો. ત્યાં બલપ્રયોગ નહીં, છલપ્રયોગ જ કરવો ઉચિત લાગ્યો. તેણે રાજગૃહના શ્રેષ્ઠ ચિત્રકારને બોલાવી મહારાજા શ્રેણિકનું અતિ રમણીય ચિત્ર બનાવરાવ્યું. કાષ્ઠફલક ઉપરનું એ ચિત્ર અને આવશ્યક દ્રવ્ય, વસ્ત્રાદિ લઈ તેણે વૈશાલી તરફ પ્રયાણ કર્યું. પરંતુ તે પૂર્વે તે વિપુલ પર્વત ઉપર ગયો. વિપુલ પર્વતની એક ગુફામાં એ પ્રવેશ્યો. એક જટાધારી તેજસ્વી યોગીપુરુષ ત્યાં ધ્યાનસ્થ બેઠા હતા, અભય ચૂપચાપ તેમને નમન કરી જમીન પર બેસી ગયો. યોગીપુરુષે ધ્યાન પૂર્ણ કર્યું. અભયની સામે જોયું. “વત્સ, અત્યારે અહીં આવવાનું કોઈ પ્રયોજન?' “પિતાજીની ઇચ્છા પૂર્ણ કરવા વૈશાલી જવું છે. ત્યાં ઓળખાઈ જવું નથી. એવી ગુટિકા આપો કે જેના પ્રભાવે શરીરનો વર્ણ, કદ અને સ્વર બદલી શકાય!'
યોગીએ પોતાના થેલામાંથી એક ગુટિકા કાઢીને અભયકુમારને આપી અને કહ્યું : “વત્સ, જા, તારા કાર્યમાં તને સફળતા મળશે!! અભયકુમારે યોગીનાં ચરણોમાં પ્રણામ કર્યા અને ગુફામાંથી બહાર નીકળી ગયો. પોતાના પાણીદાર અશ્વ ઉપર આરૂઢ થઈ તેણે વૈશાલી તરફ પ્રયાણ કર્યું.
માર્ગમાં વિચારનો ધોધ મારા મનમાં વહેવા લાગ્યો. “મારા પિતા અને મગધના સમ્રાટ! ભગવાન મહાવીરના પરમ ચાહક..! છતાં એમની વૈષયિક વૃત્તિઓ કેટલી પ્રબળ છે! નંદા, ધારિણી વગેરે અનેક રાણીઓ
૧૦૬
સુલાસા
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતેપુરને શોભાવે છે, પિતાજીને તૃપ્તિ આપે છે...છતાં એમનું મન નવા નવા રૂપ ને આકાર તરફ આકર્ષાય છે! મોહનીય કર્મનો કેવો તીવ્ર ઉદય વર્તે છે એમને? ભગવાન મહાવીરના શ્રીમુખે શું એમણે આત્માનું તત્વજ્ઞાન નથી સાંભળ્યું? પરંતુ તત્ત્વજ્ઞાન સાંભળવું ભલે એક લહાવો હોય, પણ સંસારમાં કેટલા લોકો તત્ત્વજ્ઞાનના આધારે જીવે છે?
હું સમજું છું કે જીવનસંઘર્ષમાં કોઈ સાથે વેર બાંધવું નહીં, પરંતુ મારે ચેટક મહારાજા સાથે વેર બંધાવાનું! મારા પિતા એમને કટ્ટર શત્રુ લાગવાના! ખેર, પિતા પ્રત્યેનું મારું કર્તવ્ય મારે અદા કરવાનું છે...બાકી છલ-પ્રપંચ મને જરાય પસંદ નથી.'
વૈશાલીના પાદરમાં એક શૈવ મંદિર હતું. અભયકુમારે એ નિર્જન મંદિરમાં જઈ ગુટિકા-પ્રયોગ કર્યો. એક વ્યાપારીનો વેશ ધારણ કર્યો. રૂપ બદલી નાંખ્યું. ઊંચાઈ ઓછી કરી અને સ્વર જાડો કરી દીધો. એણે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રભાતની વેળા હતી. મંદિરો ખૂલી ગયાં હતાં. ઘંટારવ સંભળાતો હતો. અભયે એક જિનમંદિરની બહાર અશ્વને ઊભો રાખ્યો. પોતે મંદિરમાં પ્રવેશ્યો. પરમાત્માની સ્તુતિ-પ્રાર્થના કરી. બીજો કોઈ દર્શનાર્થે આવે, એની રાહ જોતો એ મંદિરમાં ધ્યાનસ્થ મુદ્રામાં બેઠો.
થોડીવારમાં જ એક વૃદ્ધ પુરુષ એક નાના બાળક સાથે મંદિરમાં આવ્યા. વિધિપૂર્વક તેમણે દર્શન-પૂજન કર્યું. ભાવ-ભક્તિ કરી તેઓ મંદિરમાંથી બહાર નીકળ્યા, કે તેમની પાછળ જ અભયકુમાર બહાર આવ્યો.
પિતાતુલ્ય મહાનુભાવ! જય જિનેન્દ્ર!” “જય જિનેન્દ્ર ભાઈ! ક્યાંથી આવો છો? અહીંના નથી લાગતા.' “હા જી, હું રાજગૃહીથી આવું છું. વેપાર માટે જ આવ્યો છું.'
તો ચાલો મારા ઘરે, મારા સાધર્મિક છો. મને ભક્તિનો લાભ આપો.'
‘આપની કૃપા! હું નગરીમાં અજાણ્યો છું. આપનું માર્ગદર્શન મને ઉપયોગી બનશે.'
ભાઈ તમારું નામ?' “મને લોકો કુશળકુમાર કહે છે.”
લસા
૧૦૭
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શેઠે ઘરે લઈ જઈ અભયકુમારની આગતા-સ્વાગતા કરી અને રાજમહેલની સામે જ એક દુકાન ભાડે અપાવી દીધી! અભયકુમારનું કામ થઈ ગયું! એણે દુકાનમાં, અંતેપુરની રાણીઓ માટે આવશ્યક એવી બધી જ સામગ્રી રાખી. દુકાન સારી રીતે સજાવી. આકર્ષક બનાવી. પેલા શેઠે પોતાના ધરે રહેવા માટે અભયકુમારને ઘણો આગ્રહ કર્યો, પણ અભયે બીજું જ મકાન ભાડે લઈ લીધું.
દુકાનમાં જ્યાં એની બેસવાની જગા હતી, તેની સામે જ ભીંત ઉપર મહારાજા શ્રેણિકનું ચિત્ર ગોઠવી દીધું. રાજમહેલની દાસીઓ ધીરે ધીરે અભયકુમારની દુકાને માલ-સામાન લેવા આવવા લાગી. બજાર કરતાં ઓછા ભાવે અભય દાસીઓને માલ આપવા લાગ્યો.
દાસીઓને દુકાન તરફ આવતી જોતો ત્યારે એ શ્રેણિકના ચિત્રની પૂજા ક૨વા લાગતો. દાસીઓ પૂછવા લાગી : ‘તમે જેની પૂજા કરો છો તે કોનું ચિત્ર છે?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભયકુમાર કહેતો ‘આ શ્રેણિક મહારાજાનું ચિત્ર છે. હું એમને મારા આરાધ્યદેવ માનું છું!'
રાજકુમારી સુજ્યેષ્ઠાની દાસી પણ દુકાને આવતી હતી. એણે સુજ્યેષ્ઠાને શ્રેણિક રાજાના દિવ્ય ચિત્રની વાત કરી.
‘તો તો મારે એ ચિત્ર જોવું જ પડશે.' તેણે પોતાની અંગત સખી સમાન દાસી સુમંગલાને કહ્યું : ‘મારી સખી! મને એ વેપારી પાસેથી મહારાજા શ્રેણિકનું ચિત્ર લાવી આપ. મારે તે જોવું છે.
રાજમહેલમાં પ્રવેશવાના માર્ગ ઉપર બંને બાજુ અશોક અને આધ્રનાં ઘટાદાર વૃક્ષોની શીળી છાયા પથરાયેલી હતી. વસંતના આગમન સાથે તેઓ પણ મહોરી ઊઠ્યાં હતાં. એની ખટમધુરી સુગંધ ચારેબાજુ મહેંકતી હતી. એથી પુલકિત બનેલી કોયલ સપ્ત સ્વરે ગાન કરી રહી હતી. અત્યારે એના જ દિવસો હતા ને! નાચવા-કૂદવાના! ઊડવાના! ગાવાના!
૧૦૮
દાસી સુમંગલા એકલી જ, અભયકુમારની દુકાને આવી. અભયકુમારની નજીક બેસી એના કાનમાં કહ્યું : ‘હે મહાનુભાવ, તમે જે રાજા શ્રેણિકને દેવ માની પૂજા કરો છો, એ શ્રેણિકનું ચિત્ર જોવા મારી સખી રાજકુમારી સુજ્યેષ્ઠા ઉતાવળી થઈ છે. જો મને એ ચિત્ર આપો તો રાજકુમારીને એ ચિત્ર બતાવી હું પાછું તમને આપી જઈશ!'
For Private And Personal Use Only
સુલસા
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભયે ગંભીર બનવાનો ઢોંગ કર્યો અને કહ્યું : “આ તો રાજમહેલની વાત છે. હું તો સામાન્ય વેપારી છું...જો આ વાતની ખબર મહારાજા ચેટ કને પડી જાય તો મારે શૂળી ઉપર જ ચઢવું પડે ને?'
ના, ના તમે જરાય ચિંતા ના કરો. મારા પર વિશ્વાસ રાખો. આ વાત તદ્દન ગુપ્ત રહેશે...'
પણ મારું મન...' ‘નથી માનતું ને? મનાવી લો. રાજકુમારીની પ્રબળ ઇચ્છા છે, તે પૂર્ણ કરવી જ પડશે. શૂળી પર ચઢવાનું આવશે તો તમારા બદલે હું ચઢીશ, બસ? મને ચિત્ર આપો...'
અભયકુમારે પુનઃ ચિત્રની પૂજા કરી, ધૂપ કરી, સુંદર વસ્ત્રમાં લપેટી દાસીને આપ્યું. દાસી આનંદથી નાચી ઊઠી. ચિત્ર લઈને એ સુજ્યેષ્ઠા પાસે પહોંચી ગઈ.'
સુજ્યેષ્ઠા!
મહારાજા શ્રેણિકનું નયનરમ્ય ચિત્ર જોઈ તે ચિત્રમાં લીન થઈ ગઈ! જાણે એ યોગિની હોય ને સામે શિવ ભગવાન હોય! ભલભલી સ્ત્રીને ઈર્ષ્યા થાય એવું શ્રેણિકનું રૂપસૌન્દર્ય હતું. તેણે વિચાર્યું : “મારે આવો સુંદર અને સદ્દગુણી પતિ જોઈએ. આ સુંદર કાયામાં એમનું મન પણ કેવું વિશાળ અને ઉદાર હશે! આ વૃતિઃ શાંતિ મુI! એમની ભવ્ય આકૃતિ જ એમના ગુણ બોલે છે! જો મને આ શ્રેણિક પતિરૂપે મળે તો મારાં જનમોજનમનાં પુણ્ય ફળે!”
એણે પોતાની વિશ્વસનીય દાસીને બોલાવીને કહ્યું : “સખી, હું મારું જીવન આ ઉત્તમ પુરુષના ચરણોમાં ભક્તિભાવથી અને શ્રદ્ધાથી સમર્પિત કરવા ચાહું છું. મેં એમની અર્ધાગના બનવાનો પવિત્ર સંકલ્પ કર્યો છે. હવે તું જ માર્ગ બતાવ કે કેવી રીતે આ પુરુષ સાથે મારા લગ્ન થાય!”
હે દેવી, જે વેપારી આ ચિત્રને દેવની જેમ પૂજે છે, એને જ ઉપાય પૂછવો પડે. મને વિશ્વાસ છે કે એ વ્યાપારી જરૂર કોઈ સારો ને સચોટ માર્ગ બતાવશે.”
તો પછી તું વિલંબ ના કર. જલદી એની પાસે જા. મારી વાત કર. મારા વતી વિનંતી કર. એ આપણને સારો માર્ગ બતાવે.''
સુલાસા
૧૦૯
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૦
દાસી અભયકુમાર પાસે આવી. સુજ્યેષ્ઠાનો સંદેશો આપ્યો અને એના મનની સ્થિતિનું વર્ણન કર્યું. અભયકુમારે કહ્યું :
‘રાજકુમારીનો વિચાર બદલાશે તો નહીં ને? કારણ કે મહારાજા ચેટક સીધી રીતે તો શ્રેણિક સાથે એની પુત્રીનાં લગ્ન નહીં જ કરે! એટલે મહારાજા શ્રેણિક એનું અપહરણ કરીને લઈ જાય, એ જ એક માર્ગ છે. તું રાજકુમારીને પૂછીને મને જવાબ આપ. અને આ વાત જરાય ત્રીજા માણસ પાસે ન જાય, એની તકેદારી રાખવાની.'
દાસી સુજ્યેષ્ઠાને પૂછીને, બધી વાત કરીને પાછી આવી. એણે કહ્યું : ‘મહારાજા શ્રેણિક ગુપ્ત માર્ગે આવીને અપહરણ કરી જાય, તે વાતમાં હું સહમત છું.’
તો હું રાજમહેલના પરિસર સુધી ભૂમિમાં ગુપ્ત રીતે સુરંગ ખોદાવીશ. એ સુરંગ ક્યાં ખૂલશે, એની તમને જાણ થશે. ત્યાં તમારે તૈયાર થઈને ઊભા રહેવાનું. સુરંગના માર્ગે મહારાજા પોતે, પોતાના અંગરક્ષકો સાથે આવશે...તરત જ રાજકુમારીને રથમાં બેસાડી, પવનવેગે ચાલ્યા જશે! સ્થાન...સમય...વગેરેની જાણ તમને થઈ જશે!'
દાસી ચાલી ગઈ.
અભયકુમારે દુકાનનું વિસર્જન કરી દીધું.
પોતાનું ધારેલું કામ, ધારણા મુજબ પાર પડ્યાનો આનંદ લઈને અભય રાજગૃહીના માર્ગે મારતે ઘોડે ૨વાના થયો.
రాజు
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સુલસા
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-- **
]
s
0
સુજ્યેષ્ઠા! રાત્રે તેને નિદ્રા નથી આવતી. તેને વિચાર આવ્યો. અતિસુખ તે સારું નથી. નાનું બાળક ખૂબ દેખાવડું હોય તો તરત મા એના ગાલ પર કાળું ટપકું કરે છે. સુખની બાબતમાં પણ આવું જ છે! સુખમાં પણ કોઈને ભાગીદાર બનાવવા જોઈએ, જેથી કોઈની નજર ના લાગે. મેં મારી બહેન ચેલણાથી હજુ વાત છૂપાવી છે. મારા પર એને અગાધ પ્રેમ છે. પૂર્ણ શ્રદ્ધા છે. એ મારા વિના રહી નહીં શકે. હું પણ શું એના વિના રહી શકું? ના, ના, હું એને વાત કરું અને અમે બંને બહેનો રાજગૃહીના રાજમહેલની રાણીઓ બનીએ! મહારાણી તરીકે ચેલણા અરધી ફરજ સંભાળશે. મારા કરતાં એ વધુ સુંદર છે તેથી મહારાજા પણ એને પ્રસન્ન રાખશે. આમેય મને ચેલણા પ્રત્યે ક્યારેય ઈર્ષ્યા થઈ નથી કે એને મારા પ્રત્યે ઈર્ષ્યા થઈ નથી. અમે અહીં પણ એકબીજા સાથે પ્રેમથી રહીએ છીએ. ત્યાં પણ પ્રેમથી સાથે રહીશું. કેમ કે પ્રેમ એ જ માનવહૃદયનો એવો આવિષ્કાર છે, જે સૌને હળવાશ આપે છે. અમે સમજદારીપૂર્વક જીવન જીવીશ. સુખ-દુઃખની વાતો કરવા એક સારી સહિયર મળશે ચેલણા! જોકે મહારાજા શ્રેણિકને નંદા, ધારિણી વગેરે ગુણવતી રાણીઓ તો છે જ.
જીવન માણસ સાથે ક્યારેક સુખની રંગપંચમી રમે છે. ક્યારેક સુખનો ગુલાલ એટલો ઉછાળે છે કે જીવ ઘુંટાવા લાગે, હાથ ઊંચા કરીને કહેવાનું મન થાય કે બસ કરો આ સુખની છોળ! ચલણાની સાથે અહીં પણ હું એવું સુખ અનુભવું છું. મોરલીના સ્વર જેવો એનો અવાજ કેવો મધુર છે! એનું વાક્યાતુર્ય પણ કેવું અદ્ભુત છે! એ મહારાજાના હૃદયને જીતી લેશે!”
તે વિચારોમાં ગરકાવ હતી, ત્યાં હળવેકથી નજીક આવી ચલણાએ તેના ખભા પર હાથ મૂક્યો અને હસીને બોલી : “મોટીબહેન! ક્યાં દેશ-વિદેશમાં ઊડી રહ્યાં છો?
મગધ દેશમાં!”
સુલાસા
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ક્યા નગરમાં?' ‘રાજગૃહીમાં..” કોની આસપાસ?’
મહારાજા શ્રેણિકની!' ખૂબ ધીમેથી કાનમાં કહ્યું. અને પછી અથથી ઇતિ સુધીની બધી વાત કહી દીધી.
હું પણ તારી સાથે જ આવીશ.” ચેલણાએ મક્કમતાથી, પણ ખૂબ ધીમા સ્વરે કહ્યું.
તું સાથે આવે એમાં હું રાજી છું! તારા વિના મને ગમે નહીં...' બંને બહેનોએ બધી ગુપ્ત તૈયારીઓ કરી લીધી. સંદેશાની રાહ જોવાની હતી.
રાજગૃહીના રાજમહેલના ગુપ્ત મંત્રણાખંડમાં પિતા-પુત્ર ગંભીર વાતો કરી રહ્યા હતા. મગધની સીમા જ્યાં પૂરી થતી હતી ત્યાંથી વૈશાલી સુધી ભૂમિમાર્ગ ખૂબ જ ગુપ્ત રીતે તૈયાર થતો હતો. એ સુરંગ વૈશાલીના રાજમહેલની ઉત્તર દિશા તરફના ઉજ્જડ ભૂમિભાગમાં ખૂલવાની હતી. અભયકુમારે મહારાજાને સમગ્ર વાત સારી રીતે સમજાવી. સાથે સુલતાના બત્રીસ પુત્રોને અંગરક્ષક તરીકે લઈ જવાનું નક્કી કર્યું. સુલસા-પુત્રો યુવાન, બલિષ્ઠ, બુદ્ધિશાળી, યુદ્ધકુશળ, સાહસિક અને મહારાજા પ્રત્યે અગાધ પ્રેમ ધરાવનારા હતા.
નક્કી એ રીતે કરવામાં આવ્યું કે જતી વખતે સુલતા-પુત્રોના ૩૨ રથ એક પાછળ એક દોડે. છેલ્લો રથ મહારાજાનો ચાલે. વળતી વખતે પહેલો રથ મહારાજાનો રહે અને ૩૨ રથ ક્રમશ: એની પાછળ દોડે. પ્રયાણ રાત્રિના અંધકારમાં કરવાનું. સવારે સૂર્યોદય પૂર્વે વૈશાલી પહોંચી જવાનું. ત્યાં સુજ્યેષ્ઠા નિશ્ચિત જગા પર તૈયાર રહે. જતાંની સાથે જ મહારાજાના રથમાં બેસાડી રથને સુરંગમાં ભગાડવાનો! બધું જ આયોજન અભયકુમારે કર્યું. મગધની સીમા પર એક હજાર ચુનંદા ઘોડેસ્વાર સૈનિકોને ગોઠવવાના. પાછળથી વૈશાલીની સેના આવે તો સીમા પર યુદ્ધ આપી શકાય. મહારાજા સુજ્યેષ્ઠાને લઈ સુખરૂપ રાજગૃહીના રાજમહેલમાં પહોંચી જાય.
થોડા દિવસોમાં તો ભૂગર્ભ રસ્તો તૈયાર થઈ ગયો. એવો રસ્તો કે જેમાંથી રથ પસાર થઈ શકે. રસ્તો તૈયાર થયા પછી અભયકુમાર વૈશાલી સુધી રસ્તો જોઈ આવ્યા. પ્રયાણનો દિવસ નક્કી થયો. સુજ્યેષ્ઠાને આવશ્યક
૧૧૨
સુલાસા
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સૂચનાઓ મોકલી દેવામાં આવી. સુજ્યેષ્ઠાએ ચેલણાને વાત કરી. બંને બહેનો એ શુભ દિવસની રાહ જોતી અધીરતાથી સમય પસાર કરવા લાગી. ભવિષ્યનાં સપનાં ઘણાં મીઠાં હોય છે! પણ સપનું એટલે સપનું!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસા!
બત્રીસ પુત્રો મારી પાસે આવ્યા. તેમણે મહારાજાના અંગરક્ષક તરીકે વૈશાલી જવાની વાત કરી. વૈશાલી-અભિયાનનું કારણ બતાવ્યું...
કારણ મને ન ગમ્યું...રાજકુમારીનું અપહરણ કરવું...ભલે રાજકુમારીની સંમતિ હોય, છતાં અપહરણ એટલે પાપ! શા માટે મહારાજા આવું કામ કરતા હશે? અંતેપુરમાં આટલી તો રાણીઓ છે...છતાં તૃપ્તિ નથી? હા, ભગવાન મહાવીર કહે છે : જેમ જેમ વિષયભોગ કરતા જશો તેમ તેમ ઇચ્છા પ્રબળ થતી જશે. આગમાં ઘી હોમવાથી આગ બુઝાતી નથી, પરંતુ વધુ જ્વાળાઓ પ્રગટે છે...વૈયિક સુખો ભોગવવા જેવાં નથી...' ઘણું કહે છે ભગવાન...પણ જીવનાં પોતાનાં એવાં પાપકર્મો પ્રબળ હોય ત્યાં ઉપદેશ અસર નથી કરતો. ઠીક છે, મારા પુત્રો ઉપર મહારાજાને ખૂબ પ્રેમ છે, વિશ્વાસ છે એટલે એમણે પુત્રોને અંગરક્ષક બનાવ્યા છે. યુદ્ધકુશળ બનાવ્યા છે. પુત્ર કરતાંય વધારે સ્નેહ આ બત્રીસને આપ્યો છે. એટલે ભલે એ મહારાજાની આજ્ઞાનું પાલન કરે, એમની ઇચ્છાને પૂર્ણ કરવા પુરુષાર્થ કરે...બાકી, મારું મન માનતું નથી...મને તો આમાં અશુભના ભણકારા સંભળાય છે...’
-
પુત્રોના પિતા બહાર ગયા હતા, તેઓ આવ્યા. બત્રીસે બત્રીસ પુત્રોએ પિતાના ચરણે પ્રણામ કર્યા. તેઓ તો કંઈ જાણતા જ ન હતા. મેં એમને બધી વાત કરી. તેઓ અતિ પુત્રવત્સલ હતા. તેઓ પહેલી જ વાર મહારાજાની સાથે જવાના હતા. સબળ શત્રુના ગઢમાં જવાના હતા. જરૂર પડે તો મરણિયો જંગ ખેલવાના હતા. મહારાજા સારું કરે છે કે ખોટું કરે છે. આ વિચાર એમને કરવાનો ન હતો. એમને તો મહારાજાની રક્ષાનો ભાર વહન કરવાનો હતો. એમનું દુષ્કર કાર્ય પાર પાડવાનું હતું. મહારાજાએ એમનામાં જે અચળ વિશ્વાસ મૂકેલો છે, તે વિશ્વાસને પ્રાણના ભોગે નિભાવવાનો છે.
મેં સારથિના ઢીલા થઈ ગયેલા, મ્લાન થઈ ગયેલા મુખ સામે જોઈને
સુલસા
For Private And Personal Use Only
૧૧૩
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૪
કહ્યું : ‘સ્વામીનાથ! ખૂબ ઉલ્લાસથી પુત્રોને વિદાય આપો..મનને જરાય ઢીલું ન પડવા દો. કર્તવ્યના માર્ગે જતા પુત્રોને પ્રોત્સાહિત કરો.’
નાગ સારથિની આંખો ભીની થઈ. બત્રીસ પુત્રવધૂઓ પણ ત્યાં આવી ગઈ હતી. તે બધી પણ સ્તબ્ધ બનીને ઊભી હતી. મેં એ બત્રીસે બત્રીસ પૂત્રવધૂઓને પ્રેમથી કહ્યું : ‘તમે મારા વીર પરાક્રમી અને પુણ્યશાળી પુત્રોની પત્નીઓ છો! તમારા પતિ મહારાજાના અંગરક્ષકો નિયુક્ત થયા છે અને એક અતિ મહત્ત્વના ગુપ્ત અભિયાન માટે બીજા દેશમાં જઈ રહ્યા છે. તમે એમને તમારા અંતઃકરણની શુભ કામનાઓ આપો. એમના ગળે વરમાળા આર્રાપિત કરો...‘તમારી યાત્રા સફળ બનો...તમે યશસ્વી બનીને પાછા આવો...' આવી શુભ વાણી ઉચ્ચારો...'
મેં, સારથિએ અને પુત્રવધૂઓએ પુત્રોને રડતી આંખે પણ હસતાં મુખે વિદાય આપી. મમતાથી પ્રેમાસક્ત બે અશ્રુબિંદુ મારી આંખોમાં ઊભરાયાં. પરંતુ ક્ષણ પૂરતાં જ, તરત જ મેં એને લૂછી નાખ્યાં. કારણ આંસુ એ દુર્બળ મનનું પ્રતીક છે. હું જાણું કે છું જગતમાં દુ:ખની એકેય આગ આંખનાં આંસુઓથી બુઝાવાની નથી અને આંખમાંથી બે આંસુની અંજલિ આપવાથી મારું હૃદય હળવું થઈ જશે, એવું પણ હું માનતી નથી. છતાં હું અત્યારે મારા એ વહાલા પુત્રોને અશ્રુની અંજલિ સિવાય બીજું શું આપી શકું? કે જે અશ્રુથી અધિક મૂલ્યવાન હોય! વળી પુત્રો પ્રત્યેના પ્રેમના પ્રતીક રૂપે આંસુથી અન્ય એકેય ચીજ મૂલ્યવાન લાગી નથી. મેં પુત્રોને નિર્મળ પ્રેમ આપ્યો છે. પુત્રોએ પણ અમને નિર્વ્યાજ પ્રેમ જ આપ્યો છે. મમતાનાં ફક્ત બે પ્રેમાસક્ત આંસુ ઊભરાઈ આવ્યાં,
મધ્યરાત્રિના સમયે ધૂળના ગોટા ઉડાડતા, અનેક વળાંકો લેતા તેત્રીસ રથ વૈશાલી તરફ દોડવા લાગ્યા. આગળ સુલસા-પુત્રોના ૨થ હતા, સહુથી છેલ્લો મહારાજા શ્રેણિકનો રથ હતો, ચેટક રાજાએ કરેલા અપમાનનો જખમ શ્રેણિકના મન પર એવો ને એવો તાજો જ હતો. અપમાનનો જખમ જલદી રૂઝાતો નથી અને રૂઝાય તો પણ એના ડાધ તો રહી જ જાય છે. શ્રેણિકના સુદૃઢ ભવ્ય વ્યક્તિત્વને, ચેટક રાજાએ કેવા ક્ષુલ્લક શબ્દોથી આંક્યું હતું? એક પરાક્રમી રાજા માટે આથી ભયાનક મૃત્યુ કયું હોઈ શકે? વીર ને સાહસિક રાજા અપમાન અને અવહેલનાના પ્રસંગ કદી ભૂલી શકતા નથી. ચેટક રાજાના શબ્દોએ શ્રેણિકના અંતઃકરણને વીંધી નાંખ્યું હતું. એનું
સુલસા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયસરોવર ડહોળાઈ ગયું હતું અને એ એનો બદલો લેવા થનગની રહ્યો હતો! “ચેટકરાજા! તારી વૈશાલીમાં આવીને તારી પુત્રીનું અપહરણ કરી જઈશ! પાછળ આવજે લેવા તારી પુત્રીને!
વહેલી સવારે ૩૩ રથ કોઈપણ જાતના અવરોધ વિના વૈશાલીમાં નક્કી કરેલા સુરંગના નાકે પહોંચી ગયા. જ્યાં સુરંગનું દ્વાર ખૂલતું હતું ત્યાં મોટું મેદાન હતું. મેદાનમાં તેત્રીસ રથ ગોઠવાઈ ગયા. સુરંગના નાકે પહેલો રથ રાજા શ્રેણિકનો ઊભો રહ્યો.
સુજ્યેષ્ઠા અને ચલણા - બંને બહેનો ત્યાં તૈયાર જ ઊભી હતી. ત્યાં પહેલાં ચેલણાને રથમાં બેસાડી, સુજ્યેષ્ઠા રથમાં ચઢવા જાય છે, ત્યાં એને પોતાનાં રત્નાભરણોનો ડબ્બો યાદ આવ્યો. એને ખૂબ પ્રિય અલંકારો લાવવાનું એ ભૂલી ગઈ હતી. એણે શ્રેણિકને કહ્યું : “થોડીવાર થોભો. હું મારા રત્નાલંકારોનો ડબ્બો લઈને જલદી આવું છું.' એ દોડતી રાજ મહેલ તરફ ગઈ.
આ બાજુ તુલસા-પુત્રો કે જેઓ શસ્ત્રસજ્જ અંગરક્ષકો હતા, તેમને ચિંતા થઈ. “વિલંબ થાય છે તે ખોટું છે...' તેમણે મહારાજાને કહ્યું : “મહારાજા, શત્રુના ઘરમાં વધુ રહેવું હિતાવહ નથી. આપણે તો અહીંથી પ્રયાણ કરી દેવું જોઈએ.'
શ્રેણિક સમજ્યા કે રથમાં સુજ્યેષ્ઠા બેસી ગઈ છે, એની બહેન રત્નોનો ડબ્બો લેવા ગઈ છે...ભલે ગઈ...' તેમણે રથને સહુથી આગળ હંકારી મૂક્યો. પવનવેગ શ્વેત અશ્વો પવનની તુલના કરતા દોડવા લાગ્યા. એમની પાછળ બત્રીસ રથ દોડવા લાગ્યા. પાંચ-દસ ક્ષણોમાં તો મેદાન સાવ ખાલી થઈ ગયું. બધા રથ સુરંગના માર્ગે ભાગી રહ્યા હતા.
દોડતી દોડતી સુજ્યેષ્ઠા આવી! પણ ત્યાં તો ખાલી મેદાન હતું! એ સ્તબ્ધ થઈ ગઈ. “અરે હું રહી ગઈ અને ચલણા ચાલી ગઈ...?' પહેલાં તો એ રડી પડી. ભાંગી પડી. તેણે રાજમહેલ તરફ પાગલની જેમ દોડવા માંડ્યું...અને જોરજોરથી પોકારો પાડવા લાગી. “અરે, દોડો દોડો...મારી બહેન ચેલણાનું અપહરણ થઈ ગયું...'
મહારાજા ચેટક દોડી આવ્યા. સુજ્યેષ્ઠા પિતાને વળગી પડી. પ્રૂસકે ધ્રુસકે રડવા લાગી. “પિતાજી, ચેલણાનું અપહરણ થઈ ગયું...”
બેટી, તું ચિંતા ન કર. હું હમણાં જ પાછળ જાઉં છું ને ચેલણાને પાછી
સુલસા
૧૧૫
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઈ આવું છું...” મહારાજા પોતાના રથમાં આરૂઢ થયા, ધનુષ્ય-બાણ લીધાં. ત્યાં જ સેનાપતિ “વીરાંગક” આવી લાગ્યો તેણે કહ્યું : “મહારાજા, આપને જવાની જરૂર નથી. હું જ જાઉં છું. રાજકુમારીને શત્રુ પાસેથી મુક્ત કરાવીને લઈ આવું છું.' મહારાજા ચેટકને વીરાંગક ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એ વૈશાલીની અજોડ સેનાનો બાહોશ સેનાપતિ હતો. તેણે સુરંગ તરફ રથ હંકારી મૂક્યો.
સુજ્યેષ્ઠા!
આનંદના અણસારની, સુખના સુમનની, આશાના અનુગુંજનની અને પ્રેમના પરિતોષની સૌને તલાશ હોય છે, ઝંખના હોય છે, જરૂરિયાત હોય છે, પરંતુ જીવન એ કોઈ યંત્ર નથી કે હમેશાં સારા દિવસોની સોગાદ આપે. લાચાર બની ગયેલી સુજ્યેષ્ઠા વૈશાલીના રાજમહેલની દીવાલો પર માથું પટકી રહી હતી. પોતાની વાત એ કોઈને કરી શકે એમ ન હતી, અને હૃદયમાં શૂળની જેમ કોચતી હતી. વિધાતા કેવી નિષ્ઠુર છે?' અગ્નિના તણખાથી જેમ આગ ભભૂકી ઊઠે તેમ સુજ્યેષ્ઠાના મનમાં આગ ભભૂકી ઊઠી.
વીજળીના એક જ કડાકે વિશાળ વૃક્ષ પર નિશ્ચિતપણે જીવતી વેલ કેવી તુટી પડે છે? કર કર્મોએ મારી સ્થિતિ આવી જ કરી મૂકી. મનુષ્યના જીવનમાં વિધિની રમત એટલે ઉંદર સાથે ક્રૂર રીતે આદરેલી બિલ્લીની રમત.
દોષ શ્રેણિકનો નથી કે ચેલણાનો નથી. હું એમના પર દોષારોપણ નથી કરતી. દોષ મારાં જ પાપકર્મોનો છે. મારાં જ પાપકમોંએ મારી આશાઓઅરમાનો પર પાણી ફેરવી દીધું. ખેર, ભવિતવ્યતાને કોઈ મિથ્યા નથી કરી શકતું...” એમ ભગવાન મહાવીર કહે છે. હું પારમાર્થિક તત્ત્વોને જાણું છું. મારાથી રુદન ન કરાય કે રોષ પણ ન કરાય. પરંતુ હવે આ રાજમહેલના. વૈિભવી ભોગવિલાસમાં નિરંતર ઝૂર્યા કરવું. બળ્યાજળ્યા કરવું એના કરતાં સંયમજીવન શું ખોટું? વૈભવ માનવીને વિલાસી બનાવે છે. “સંપત્તિ, કીર્તિ. પ્રતિષ્ઠા વગેરેની સાથે માનવી એકવાર જુગાર ખેલી શકે, પરંતુ જિંદગી સાથે કદી જુગાર ખેલાય નહીં. આ માનવજીવનને વ્યર્થ ગુમાવી દેવાય નહીં...'
હું ચાર દિવસ રાહ જોઉં. સેનાપતિ શું કરીને આવે છે. ચેલણાને લઈને આવે છે કે ખાલી હાથે આવે છે? પછી હું મારા જીવન અંગે નિર્ણય કરીશ.
૧૧
સુલાસા
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પણ એક વાત નક્કી છે કે હવે હું બીજા કોઈની સાથે લગ્ન તો નહીં જ કરું.'
સેનાપતિ વીરાંગક નિરાશ-હતાશ વદને પાછો આવ્યો. મહારાજા ચેટક સિંહાસન પર ગંભીર છતાં ઉગ્ર મુદ્રામાં બેઠા હતા. વીરાંગકને જોતાં જ ચેટક બોલી ઊઠ્યા :
બેટી ચેલણાને લઈને આવ્યો?’
‘ના, મહારાજા...હું મોડો પડ્યો. રાજા શ્રેણિક ચેલણાને લઈને સુરંગમાં સહુથી આગળ નીકળી ગયા હતા. પાછળ એના બત્રીસ અંગરક્ષકો હતા. મેં છેલ્લા રથમાં રહેલા અંગરક્ષકને એક જ તીરથી વીંધી નાંખ્યો...એની સાથે બત્રીસે બત્રીસ અંગરક્ષકો ઢળી પડ્યા, અને મૃત્યુ પામ્યા.
આગળ વધવા માટે મારે એ ૩૨ ૨ોને બાજુ પર ખસેડતાં-ખસેડતાં આગળ વધવું પડ્યું. તેમાં ઘણો સમય ચાલ્યો ગયો ને શ્રેણિક મગધની સીમામાં પ્રવેશી ગયો. સીમા ઉપર મગધનું શસ્ત્રસજ્જ અશ્વસૈન્ય ઊભેલું જ હતું. એટલે હું પાછો વળી ગયો...'
એટલે શ્રેણિક ચેલણાને લઈ ગયો અને એના ૩૨ અંગરક્ષકો મરાયા...એમ ને?'
‘હા જી...'
સુજ્યેષ્ઠા મહારાજાની પાસે જ બેઠી હતી. તેણે કહ્યું : ‘પિતાજી, હવે હર્ષ શોક ન કરો, આમેય ચેલણાને પરણાવવાની તો હતી જ! એ એની ઇચ્છાથી શ્રેણિકને વરી છે...તો ભલે, એ મગધની મહારાણી બનશે, સુખી થશે...'
સુલસા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તારી વાત સાચી છે બેટી, પણ મારી પુત્રીનું અપહરણ થાય, એ વાતનું મારા જેવા પરાક્રમી રાજા માટે શરમજનક તો છે જ. છતાં એના બત્રીસે બત્રીસ 'અંગરક્ષકો મોતને ભેટ્યા, એનો મને આનંદ છે...'
‘પિતાજી! કોઈના ય મૃત્યુ ઉપર રાજી થવું, એ સુજ્ઞ પુરુષને શોભતું નથી. ભલે શત્રુ હોય! એનાં પણ માતા-પિતા હશે...પત્ની હશે...પરિવાર હશે...એ બધાં કેટલા દુ:ખી થશે? પિતાજી, આ સંસારમાં વૈયિક સુખોની વાસના જ મનુષ્ય પાસે પાપ કરાવે છે. એટલે ભગવાન મહાવીર વિષયસુખોને વિષ જેવાં કહે છે ને! વિષે તો મનુષ્યને એકવાર મારે, વૈષિયક સુખ જનમોજનમ મારે છે...માટે હે પિતાજી, હવે મારે તો લગ્ન કરવાં જ નથી.
For Private And Personal Use Only
૧૧૭
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ભગવાન મહાવીર પાસે સાધ્વી બનીશ. આર્યા ચંદનાની શિષ્યા બનીશ. મને આજ્ઞા આપો...” સુજ્યેષ્ઠાએ વિદાય લીધી. રાણીઓ, સખીઓ, નગરજનો વિલાપ કરતાં વીનવતાં હતાં. રાજ કુમારી, અમને છોડીને ન જાઓ.. ન જાઓ..'
પણ હું દૃઢનિશ્ચયી હતી. મેં શ્વેત વસ્ત્રો ધારણ કરી લીધાં. બધા અલંકારો ઉતારીને માતાની સામે મૂકી દીધા. હવે હું હતી બહારથી અને અંદરથી, નિશ્ચિત હવે મારા પગ પ્રભુ વીરની તરફ ઊપડવાના હતા. રથ તૈયાર હતો. બીજા રથમાં માતા અને પિતા પણ આરૂઢ થયાં હતાં. અમારે મગધમાં જ જવાનું હતું. ભગવાન મહાવીર વાણિજ્યગ્રામથી રાજગૃહી તરફ વિહાર કરી રહ્યા હતાં.
માર્ગમાં મને પિતાજીએ કહ્યું : “બેટી, તે વૈરાગ્યના વ્યાઘચર્મને આસન બનાવ્યું છે એ કેવળ તારા દુર્ભાગ્યને લીધે છે, એમ મને લાગે છે. તે છતાં ભગવાન મહાવીરનું શરણ તને શાંતિ અને સંયમ આપશે. તું મન પર સંયમ જાળવજે. જીવની જેમ સાધ્વીજીવનનું જતન કરજે.'
હું હવે શ્રેણિકને ચેલણાને...અને માતા-પિતા સહુને ભૂલવા માગતી હતી. રાગ-દ્વેષનાં દ્વન્દ્રોમાંથી મુક્ત થવા ઇચ્છતી હતી. સુજ્યેષ્ઠાએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. આર્યા ચંદનાની શિષ્યા બની, મોક્ષમાર્ગની આરાધનામાં લીન બની.
હે ભગવંત, કર્મજાળની રસ્સીઓ ઘણી જ સખત છે, પણ એને તોડવાનો પ્રયત્ન કરવા આપના શરણે આવી છું. મારે મુક્તિ જોઈએ છે. એ જ મારી મોટામાં મોટી આકાંક્ષા છે પણ એની વાત કરતાં હું શરમાઉં છું!'
મને એક વાતની ખાતરી છે. અનંત સંપત્તિનો સમુદ્ર આપનામાં લહેરાઈ રહ્યો છે. તમે જ મારા સાચા સખા, મિત્ર અને સ્વજન છો.
હે નાથ, “મારી પરાજયકથા ઘણી મોટી છે. મારી શરમવાત અત્યંત ગુપ્ત અને હૃદયમાં પડેલા પથ્થર જેવી ભારે છે, છતાં જ્યારે હું મારા આત્મકલ્યાણની તમારી પાસે યાચના કરી રહી છું, ત્યારે મારા હૃદયમાં કોઈ અજ્ઞાત આનંદની ઝણઝણાટી આવી જાય છે.”
ભગવાન મહાવીરના ચરણે સુજ્યેષ્ઠાની આ આંતરપ્રાર્થના હતી, આંતરનિવેદન હતું
૧૧૮
સિલસા
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ
O
‘દેવી સુજ્યેષ્ઠા રથમાંથી નીચે ઊતરો.”
“મહારાજા, હું સુજ્યેષ્ઠા નથી. મારું નામ ચેલણા છે. હું સુજ્યેષ્ઠાની નાની બહેન છું...”
“એમ તો સુજ્યેષ્ઠાનું શું થયું?' “મહારાજા, એ મને રથમાં બેસાડી, પોતાનાં રત્નાભરણોનો દાબડો લેવા મહેલમાં ગઈ હતી, એ આવે એ પહેલાં આપણે ત્યાંથી નીકળી ગયાં...એટલે મોટી બહેન ત્યાં જ રહી ગઈ..'
ભલે, મારે મન તો તું જ સુજ્યેષ્ઠા છે ને તું જ ચલણા છે!' શ્રેણિકે અભયકુમારને કહ્યું : “અભય, ચેલણાને રાણીવાસમાં મૂકીને જલદી પાછો આવ.' શ્રેણિકના મુખ પર અકળામણ હતી. કારણ કે સુલતા-પુત્રોના રથ હજુ રાજગૃહીમાં પહોંચ્યા ન હતા.
અભયકુમારના આવતાં જ શ્રેણિકે કહ્યું : “વત્સ, હજુ સુલસા-પુત્રોના રથ આવ્યા નથી. તેઓ મારી પાછળ હતા. શું ચેટક મહારાજાના સૈનિકો સાથે યુદ્ધ કરતા હશે? કે સુરંગના દ્વારને બંધ કરવા રોકાયા હશે? અભય, તું તરત જ ઘોડા ઉપર જઈને પાકી તપાસ કરી આવ.'
શ્રેણિક રાજા મહેલમાં ગયા, પણ એક ક્ષણ એમને ચેન ન હતું. મારા પ્રિય ૩૨ સુલસા-પુત્રોનું અમંગલ તો નહીં થયું હોય ને?” મહારાજાની છાતી ધડકતી હતી. તેઓ મહેલના મંત્રણાખંડમાં આંટાફેરા મારવા લાગ્યા. અશુભની આશંકા મનુષ્યને ચંચળ, ભયાકુલ અને બાવરો બનાવી દે છે.
મારતે ઘોડે અભયકુમાર અને અશ્વસેનાના સેનાપતિ અશ્વસેન રાજમહેલના પ્રાંગણમાં પ્રવેશ્યા. દોડતા તેઓ મહેલમાં મહારાજા પાસે પહોંચ્યા. અભયકુમારનો શ્વાસ ભરાઈ ગયો હતો.. આંખોં ભીની હતી અને હોઠ ધ્રુજતા હતા...મહારાજાએ અભયના બે ખભા પકડીને પૂછ્યું : “શું સમાચાર છે અભય?'
મહારાજા...'
સુલાસા
૧૧૯
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું થયું જલદી બોલ...” બત્રીસે બત્રીસ સુલસા-પુત્રો મૃત્યુ પામ્યા છે...'
અશ્વસેને કહ્યું : “મહારાજ, આપનો રથ સુરંગમાંથી બહાર આવીને રાજગૃહી તરફ દોડવા લાગ્યો, ત્યારે અમે સહુ ઘોડેસવાર સૈનિકો સાવધ થઈ ગયા હતા. અમે ધારતા હતા કે આપની પાછળ જ બત્રીસ અંગરક્ષકોના રથ હમણાં જ આવશે. પણ એક ઘડી સુધી ન આવ્યા એટલે મને ચિંતા થઈ. હું એક ઘોડેસવાર સૈનિકને લઈ સુરંગમાં પ્રવેશ્યો. ધનુષ્ય ઉપર તીર ચઢાવેલું જ હતું. સુરંગના મધ્યભાગમાં પહોંચ્યા ત્યાં એક રથને ઊભેલો જોયો. હું ઘોડા ઉપરથી ઊતરી રથ પાસે ગયો. ત્યાં જોયું તો એક સુલતા-પુત્રનો મૃતદેહ પડ્યો હતો. મેં મારી સાથેના ઘોડેસ્વારને કહ્યું : ‘તારા ઘોડાને પાછો રવાના કર. તું રથને હંકારીને સુરંગની બહાર નીકળી જા. પછી બીજા બે ઘોડેસવારોને મોકલ.”
હું આગળ વધ્યો. બીજા રથને જોયો. એ રથમાં પણ સુલસા પુત્રનો મૃતદેહ પડેલો હતો, આવનાર ઘોડેસવારને બીજા રથ બહાર લઈ જવાની આજ્ઞા કરી હું આગળ વધ્યો. ત્રીજા રથમાં પણ સુલતા-પુત્રનો મૃતદેહ પડેલો હતો...
મને લાગ્યું કે બત્રીસે બત્રીસ અંગરક્ષકો માર્યા ગયા છે. એટલે એક પછી એક એમ બધા જ રથ અમે સુરંગમાંથી બહાર કાઢ્યા અને સુરંગનું દ્વાર પથ્થરોથી બંધ કરી દીધું. ત્યાં જ મહામંત્રી આવ્યા...એમની સાથે હું આપની પાસે આવ્યો છું.'
શ્રેણિક જમીન પર બેસી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...અભયકુમાર પણ પોક મૂકીને રોવા લાગ્યા. રાણીઓને ખબર પડી. રાણીઓ ત્યાં આવી. તે પણ હૈયાફાટ રુદન કરવા લાગી. તુલસા-પુત્રો આખા રાજમહેલમાં સહુને પ્રિય હતા, મનગમતા હતા. કોણ કોને સાંત્વન આપે? ચેલણાને પણ જ્યારે આ સમાચાર મળ્યા..તે કલ્પાંત કરવા લાગી.
મહારાજાએ કહ્યું : “મારા આ અતિપ્રિય સુલસા પુત્રોના મૃત્યુનો અપરાધી હું છું. હું રાજકુમારીના મોહમાં અંધ બન્યો...કોઈપણ રીતે એને મેળવવાની મારી નિર્લજ્જ પ્રવૃત્તિએ એ યુવાન પુત્રોના પ્રાણ લીધા...શું કરું? ગંભીર-અક્ષમ્ય અપરાધ મારાથી થઈ ગયો છે. કદાચ હું વૈશાલી પર
૧૨0
સુલાસા
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આક્રમણ કરી વેરનો બદલો લઉં, તો પણ આ યુવાનો પાછા તો આવવાના નથી...હું સુલસાને નાગ સારથિને મારું મોઢું કેવી રીતે દેખાડીશ? એમને સમાચાર કેવી રીતે આપીશ? શું એ દંપતી અને ૩૨ પુત્રવધૂઓ આઘાત સહન કરી શકશે? હે ભગવાન...તું મને સાચો માર્ગ બતાવ. શું કરું? ક્યાં જાઉં?...' શ્રેણિક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
છેવટે અભયકુમાર મન મારીને સ્વસ્થ થયા. તેમણે શ્રેણિકના બે હાથ પકડી, સિંહાસન પર બેસાડ્યા. નંદારાણી પાણી લઈ આવી. શ્રેણિકે બે ઘૂંટડા પાણી પીધું...અભયકુમારે કહ્યું :
પિતાજી, બે કામ મહત્ત્વનાં છે. બત્રીસ મૃતદેહોને નાગ સારથિની હવેલીમાં લઈ જવાના અને નાગ તથા સુલસાને, આઘાત ન લાગે તે રીતે સમાચાર આપવાના.'
‘અભય, તારે અને મારે જ જવું પડશે. એમને સમાચાર આપ્યા પછી એમના કરુણ કલ્પાંતને સાંભળવો પડશે...એમના હૃદયને સાત્ત્વના આપવી પડશે, આઘાતને જીરવવાની શક્તિ હજુ દેવી સુલસામાં હશે, પણ નાગ સારિથ ભાંગી જ પડશે...'
રથને દૂર ઊભો રાખી, મહારાજા અને અભયકુમાર નાગ સારથિની હવેલીનાં પગથિયાં ચઢવા લાગ્યા. બહાર કામ કરતી દાસીએ બંનેને જોયા, એ હવેલીમાં દોડતી સુલસા પાસે ગઈ... ‘મા, મહારાજા અને મહામંત્રી હવેલીનાં પગથિયાં ચઢી રહ્યા છે!'
'હેં?' સુલસા જેવી બેઠી હતી, ઊભી થઈને સામે દોડી. હવેલીના પ્રવેશદ્વારમાં જ સુલસાએ રાજા-મંત્રીને પ્રણામ કર્યા. રાજા-મંત્રીએ સુલસાના ચરણોને સ્પર્શ કર્યો. સુલસા એક પગલું પાછું હટી ગઈ. કંઈ પણ બોલ્યાચાલ્યા વિના રાજા-મંત્રી સુલસાની હવેલીના મધ્ય બેઠકખંડમાં
આવ્યા.
‘નાગ સારથિ ક્યાં છે?’
‘આવે છે...’ સુલસાએ જિજ્ઞાસાભરી આંખે મહારાજા સામે જોયું. મહારાજાની આંખો નીચી હતી, બિડાયેલી હતી. અભયકુમાર પણ ગંભીર અને નતમસ્તક હતા.
‘આ સારથિ આવી ગયા...' સુલસા બોલી. નાગ સારથિનો હાથ પકડી
સુલસા
For Private And Personal Use Only
૧૨૧
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેણિકે પોતાની પાસે બેસાડ્યા. કોઈ બોલતું નથી. ત્યાં શ્રેણિકે કહ્યું :
હે નાગ! વૈશાલીથી પાછા ફરતાં, દુમનોએ તમારા બત્રીસ પુત્રોને હણી નાખ્યા છે. જોકે તીર તો એક જ પુત્રને વાગ્યું છે, મૃત્યુ બત્રીસે બત્રીસ પામ્યા છે.'
હવેલીના બાહ્ય ભાગમાં બત્રીસ પુત્રોના મૃતદેહ શ્વેત વસ્ત્રોથી આવૃત્ત ગોઠવાયેલા હતાં. નાગ સારથિ અને સુલસા પુત્રોના મૃતદેહો પાસે દોડતા ગયા. ત્યાંનું દૃશ્ય જોઈને શરીરનું લોહી થીજી ગયું. બંને મછિત થઈને ભૂમિ પર ઢળી પડ્યાં. જીવનના સુખ-દુઃખના એક માત્ર સાથીદાર બત્રીસે બત્રીસ પુત્રો અચેતન પડ્યા હતા. એમનાં ગૌરવર્ણા શરીર, પાકીને ખરી પડેલાં ગુલાબનાં ફૂલ જેવાં પડ્યાં હતાં.
જેમ તેમ કરીને, હવા નાંખીને, પાણી છાંટીને નાગ અને સુલતાને ભાનમાં લાવ્યા. તેમણે નીચે બેસીને એક-એક પુત્રનું મસ્તક ખોળામાં લીધું. અશ્રુની ધારા આંખમાંથી વહેવા લાગી.
મારી ૩૨ પુત્રવધૂઓનો સૌભાગ્યનો ચાંલ્લો ભૂસવા હું ક્યાંથી ધીરજ લાવીશ? કોની સાથે જીવનનાં સુખ-દુ:ખોની વાત કરીશ? હવે હું કોને વત્સ! બેટા...! પુત્ર...કહીશ? આજે અમે એકલાં પડી ગયાં.. જીવન નશ્વરતાના મહાસાગર જેવું લાગ્યું...અર્થશૂન્ય કલહના અનંત અર્ણવ સમું ભાસવા લાગ્યું..હૃદયમાં આકાશ જેટલો શૂન્યાવકાશ પથરાઈ ગયો. જીવનનું મહાપૂર અશ્રુરૂપે આંખોનાં બંધ તોડીને વહેતું હતું.
મારા પુત્રોની અર્ધબીડેલી આંખોને મેં આંગળીથી સદા માટે બંધ કરી દીધી. આપણું અશુભ, અમંગલ. અસમર્થતા ન જુએ એ માટે, બહારથી સુંદર દેખાતું આ ક્રૂર જગત ફરી એમની દૃષ્ટિમાં ન પડે તે માટે! નિસ્તેજ પડી જતી, કાળી પડી જતી એમની ભાવપૂર્ણ વિશાળ આંખો મેં બંધ કરી દીધી.”
નાગ સ્તબ્ધ બની અપલક દૃષ્ટિએ જોઈ રહ્યા હતા. તે મૂક થઈ ગયા હતા. જ્યારે સુલતાના અંગઅંગમાં વિષ વ્યાપી ગયું. હૃદય સંતાપથી થરથરતું હતું...એની જાણે એક-એક નસ તૂટતી હતી. એ પુત્રોના ઢાંકેલા વસ્ત્ર ઉપર માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી...એનું ઘોર આક્રંદ સહુને રડાવી રહ્યું હતું.
સુલતાની અનુજ્ઞા લઈ અભયકુમારે બત્રીસ મૃતદેહનો અગ્નિસંસ્કાર
૧૨૨
સુલાસા
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાનો આદેશ આપ્યો, અને સ્વયં રાજા અને મંત્રી નાગદંપતી પાસે બેઠા. બત્રીસ પુત્રવધૂઓનો વિલાપ હૃદયવિદારક હતો...એક ક્ષણ તો બુદ્ધિનિધાન અભયકુમાર કિંકર્તવ્યમૂઢ બની ગયા... “દુઃખી અને ઘવાયેલાં હૃદયોને શબ્દો સાંત્વના આપી શકશે? હા, ભગવાન મહાવીરની વાણીના શબ્દો અવશ્ય સંતપ્ત હૃદયને શાન્તિના જલથી શીતલ કરે છે. હું આ બધા શોકસંતપ્ત આત્માઓને વીરનાં વચનોથી શાન્તિ આપવા પ્રયત્ન કરું.”
જોકે નાગ સારથિ તો જાણે નિદ્રાવશ થયા હોય, જાણે ખંભિત થઈ ગયા હોય...અને જાણે શૂન્ય થઈ ગયા હોય તેમ નિ:સ્પદ નેત્રવાળા થઈ ગયા હતા. જ્યારે ક મૂછિત થઈ જતા, ક્યારેક જાગતા...પરંતુ તેઓ બોલવા કે સાંભળવાની સ્થિતિમાં ન હતા. એટલે અભયકુમારે વિષાદગ્રસ્ત સુલતાને સંબોધીને કહ્યું :
‘તમે મારાં મોટાં બહેન સમાન છો. તમે ભગવાન મહાવીરનાં વચનો સાંભળેલાં છે. તમે તત્ત્વજ્ઞ છો, શ્રદ્ધાવાન છો...દેવી! પ્રત્યેક જીવાત્મા, ભલે યશવંત હોય, ગુણવંત હોય કે ધનવંત હોય, આખરે નાશવંત છે. મૃત્યુ દુરતિક્રમ્ય છે. મૃત્યુ પિશુનની જેમ નુકસાનકારી છે, અગ્નિની જેમ સર્વભક્ષી છે, અને પાણીની જેમ સર્વભેદી છે. શું કોઈના ય ઘરમાં કોઈપણ પૂર્વજ મૃત્યુ ન પામ્યા હોય, તેવું બને ખરું? તમારા બત્રીસ પત્રો મૃત્યુ પામ્યા, તે મહાકાળની વક્રગતિમાં સ્વાભાવિક છે. બાળક હોય કે વૃદ્ધ હોય, દરિદ્ર હોય કે શ્રીમંત હોય, મૃત્યુ સહુના માટે નિશ્ચિત જ છે. સંસારનો એવો સ્વભાવ જ છે! નદીમાં પાણીના તરંગોની જેમ, અને આકાશમાં શરદઋતુનાં વાદળોની જેમ કોઈ સ્થિર રહેતું નથી.
વળી, હે ભગિની! આ સંસારમાં માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રવધૂ વગેરે સંબંધો પરમાર્થિક નથી, સાચા નથી. જેમ ધર્મશાળામાં મુસાફરો જુદી જુદી દિશાઓમાંથી આવીને ભેગા થાય છે અને પછી પોતપોતાના ગંતવ્ય તરફ ચાલ્યા જાય છે, તેમ જેને આપણે “ઘર” કહીએ છીએ તેમાં જુદી જુદી ગતિમાંથી જીવો આવીને ભેગા થાય છે, પોતપોતાનાં કર્મો અનુસાર પાછા તેઓ બીજી-બીજી ગતિમાં ચાલ્યા જાય છે! તેમાં શોક કેમ કરાય? કોઈ પહેલાં જાય, કોઈ પછી જાય....તમે શોક-સંતાપ ન કરો. તમે સાત્ત્વિક છો, વીર પ્રભુની શ્રાવિકા છો...શોક તો મોહનું પ્રતીક છે...તમે વિવેકી બનો.' આંસુઝરતી આંખે.. ડૂસકાં ભરતી સુલસા બોલી : “મહામંત્રી! હું
સુલાસા
૧૨૩
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવસ્વરૂપ જાણું છું. પણ પુત્રોના થયેલા વિરહથી હું શોકાકુલ બની છું. તેથી તત્ત્વજ્ઞાન ભુલાઈ જાય છે. જ્યાં સુધી ઇષ્ટવિયોગ, પ્રિયવિયોગ થતો નથી ત્યાં સુધી જ મનુષ્યને ધીરજ રહે છે. હે અભયકુમાર, તમે અરિહંતના ઉપદેશનું અમૃતપાન કરીને તમારું ચિત્ત નિર્મળ કરેલું છે. તમારા જેવા વૈર્યવાળા, વિવેકી પુરુષો વિરલ જ હોય છે.' બોલતી બોલતી સુલસા આકંદ, કરવા લાગી. એની સાથે બત્રીસ પુત્રવધૂઓ પણ અંજલિથી મુખ ઢાંકીને મોટા સ્વરે રુદન કરવા લાગી. દાસ-દાસીઓ પણ પૃથ્વી પર આળોટી, પડી વિલાપ કરવા લાગ્યાં.
પુત્રવધૂઓનાં નેત્રોમાંથી નીકળતાં આંસુઓ સાથે કાજળ પણ વહેતું હતું. કાજળથી એમનાં વસ્ત્રો મલિન થતાં હતાં. એમના વાળના મોટા અંબોડા ખૂલી ગયા હતા. વાળથી એમનાં મુખ ઢંકાઈ ગયાં હતાં. બધી સ્ત્રીઓ છાતી ફૂટતી હતી. તેથી તેમના ગળામાં રહેલા રત્નહાર તૂટીને જમીન પર વેરાઈ ગયા હતા. શોકાગ્નિના ધુમાડા જેવા દીર્ઘ નિશ્વાસ છોડવાથી તેમના કિંઠ અને ઓષ્ઠ સુકાઈ ગયા હતા. ન રહ્યું ધૈર્ય, ન રહી લજ્જા કે ન રહ્યો વિવેકા
સુલસા રડતા રડતા બોલવા લાગી : “હે વત્સો, તમારું આવું લજ્જાકારી મૃત્યુ કેમ થયું? હે પુત્રો, અરણ્યમાં ઊગેલાં વૃક્ષોના દોહદ પૂરા ન થાય તેમ તમારી સ્વેચ્છાવિહારની ઇચ્છાઓ હજુ પૂરી થઈ ન હતી. ઉદય માટે થયેલો પૂર્ણચન્દ્ર દેવયોગે રાહુથી ગ્રસ્ત થયો. ફલિભૂત થયેલું વૃક્ષ હાથીએ ભાંગી નાંખ્યું. કાંઠે આવેલું વહાણ તટના કિનારે રહેલા પર્વતે તોડી નાંખ્યું. ચડી આવેલાં નવાં વાદળોને દુષ્ટ પવને વેરવિખેર કરી નાંખ્યાં. પાકેલી ડાંગરનું વન દાવાનળથી બળી ગયું.. તેવી રીતે ધર્મ, અર્થ અને કામને યોગ્ય બન્યા અને તમે હણાઈ ગયા. તમે ચાલ્યા ગયા...હવે મારે આ ધન-સંપત્તિની...આ હાટ-હવેલીની...આ હાથી-ઘોડાઓની શી જરૂર છે? પ્રાણથી પણ પ્યારા પુત્રો વિનાનું જીવન નિસાર છે...”
અભયકુમારે ખૂબ મધુર શબ્દોમાં કહ્યું : “દેવી તુલસા! જગતની મોહનિદ્રાનો નાશ કરવા સૂર્ય સમાન શ્રી મહાવીર પ્રભુ તમારા પરમ ગુરુ છે.. એવા તમને મારે શું બોધ આપવાનો હોય? શું આ લજ્જાસ્પદ નથી? “આ સંસાર અસાર છે,” આ જિનવચન સામાન્ય માણસોને સમજાય છે. તો તમે તો વર્ષોથી સર્વજ્ઞનાં રાગી છો, ભક્ત છો, એટલે તમારે તો સંસારની અસારતા વિચારવી જ જોઈએ.
૧૨૪
સુલાસા
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે બહેન, પિતા, માતા, પત્ની, પુત્ર, મિત્ર - આ બધું જ સંસારના સ્વપ્ન જેવું છે. જે સવારે દેખાય છે, તે મધ્યાન્ને નથી દેખાતું. અને જે મધ્યાહુએને દેખાય છે તે રાત્રિમાં નથી દેખાતું. આ રીતે સંસારમાં સર્વ પદાર્થો અનિત્ય છે.
‘દેવી, તમે પોતે જ તત્ત્વવેત્તા છો. માટે ધર્મ ધારણ કરો. કારણ કે વિશ્વને સૂર્ય પ્રકાશિત કરે છે, પણ સૂર્યને પ્રકાશિત કરનાર કોઈ હોતું નથી. હે ભગિની, ક્યારેક સમુદ્ર પોતાની મર્યાદા છોડી દે, ક્યારેક પર્વતો કંપાયમાન થાય, ક્યારેક પૃથ્વીમાં પ્રકંપ આવે, પરંતુ તમારા જેવી સુજ્ઞ શ્રાવિકા, ભગવાન મહાવીરની શ્રાવિકાને મોટું દુઃખ આવે તો પણ જરાય વિચલિત કે વિકલ થાય નહીં, આ સંસારમાં ક્ષણ પૂર્વે દેખાતા અને ક્ષણ પછી નાશ પામતા એવા સર્વ સંબંધો જાણીને, વિવેકી એવી તું મહાશ્રાવિકા તારે મહાક્રાન્ત ન બનવું જોઈએ.
હે સુજ્ઞ શ્રાવિકા! શું તમે ભગવાન મહાવીરની વાણીમાં નથી સાંભળ્યું કે સંસાર એક ઇન્દ્રજાળ છે! આ સંસારમાં સર્વ પદાર્થો પ્રગટ થઈને નાશ પામનારા છે? કહો, આ સંસાર સાથે શું પ્રીતિ કરવી?
આ સંસારમાં જોવામાં આવતી વસ્તુઓ પાણીના પરપોટા જેવી છે. જોતજોતામાં નાશ પામનારી છે!'
આ સંસાર એક માયા-પ્રયોગ છે...પરદ્રવ્યોનું નાટક માત્ર છે. તેમાં તમે શોકગ્રસ્ત ન થાઓ. તમારા પોતાના આત્મકલ્યાણની સિદ્ધિ માટે પ્રયત્ન કરો.”
સુલસા કંઈક સ્વસ્થ બની. તેનો વિલાપ બંધ થયો, આંખોમાં આંસુ સુકાઈ ગયાં. અભયકુમારનાં વચનોને જાણે મનમાં વાગોળતી હોય તેમ આંખો બંધ કરી ઊંડા વિચારમાં સરી પડી. મહારાજા અને અભયકુમાર શાન્તિથી બેઠા હતા...સુલતાએ આંખો ખોલીને અભયકુમાર સામે જોઈને કહ્યું : “કુમાર, તમે મને બહુ સારી વાતો કહી. જીવાત્માઓ પોતપોતાનાં કર્મ પ્રમાણે જ જીવે છે અને મરે છે. બાળ, યુવાન કે વૃદ્ધ એવું ઉમરનું કોઈ પ્રમાણ હોતું નથી. સ્વજનોનો સંગમ સ્વપ્ન જેવો હોય છે. લક્ષ્મી, હાથીના કાના જેવી ચંચળ હોય છે. યૌવન, પર્વતમાંથી નીકળતી નદીના જેવું વહી જનારું છે. જીવન, દર્ભના અગ્રભાગ ઉપર રહેલા જલબિંદુ સમાન છે. જ્યાં સુધી યૌવન ગયું નથી, રાક્ષસીની જેમ આયુષ્યનો અંત કરનારી વૃદ્ધાવસ્થા જ્યાં સુધી આવી નથી, સંનિપાતની જેમ ઇન્દ્રિયોની વિકળતા જ્યાં સુધી થઈ
સુલાસા
૧૨૫
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નથી અને વેશ્યાની જેમ જ્યાં સુધી સર્વસ્વ ગ્રહણ કરનારી લક્ષ્મી વિરામ પામી નથી, ત્યાં સુધી આ ઘર-બાર, ધન-સંપત્તિ, સ્વજન-પરિજન સર્વનો ત્યાગ કરી આત્મકલ્યાણ સાધી લેવું જોઈએ. જે પુરુષ આ અસાર શરીરથી મોક્ષ મેળવે છે, તે પુરુષ કાચના ટુકડાથી રત્ન મેળવે છે! કાળો કાગડો આપીને સુંદર મોર મેળવે છે! કમળની માળા આપીને રત્નહાર પામે છે. તુચ્છ ધાન્ય આપીને ઉત્કૃષ્ટ દૂધપાક મેળવે છે. ગર્દભ આપીને અશ્વ મેળવે છે! હે મારા વીરા! તેં મારા ઉપર મોટો ઉપકાર કર્યો. મને શોકસાગરથી પાર ઉતારી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેણિકને સંબોધીને સુલસાએ કહ્યું : ‘મહારાજા, આપ જરાય ઉદ્વેગ ન પામશો. એકસાથે મારા બત્રીસે બત્રીસ પુત્રોના મૃત્યુમાં ખરેખર તો હું જ કારણભૂત છું...'
‘એ કેવી રીતે બહેન?' અભયે આશ્ચર્યથી પૂછ્યું.
૧૨૬
‘તમને ખબર છે કે આ પુત્રો દેવના દીધેલા હતા. દેવરાજ ઇન્દ્રના સેનાપતિ હરિણગમૈષી દેવે મને ૩૨ ગુટિકાઓ આપીને કહેલું કે, ‘આ ગુટિકા ક્રમશઃ ગળી જવાની છે. તેથી તને ૩૨ પુત્રો થશે!' મેં ત્યારે વિચારેલું કે મારે બત્રીસ પુત્રોની જંજાળ નથી જોઈતી...ભલે, એક પુત્ર હોય, પણ બત્રીસ લક્ષણવાળો હોય તો સારું! એમ સમજીને હું એકસાથે બત્રીસ ગુટિકાઓ ગળી ગઈ...
મારા પેટમાં ૩૨ ગર્ભ રહ્યા. ધીરે ધીરે મારી પેટ-પીડા વધવા લાગી. મેં હરિણગમૈષી દેવને યાદ કર્યાં. તેમનું ધ્યાન કર્યું. તેઓ આવ્યા. મેં મારી વાત કરી. તેઓ નારાજ થઈને બોલ્યા : ‘સુલસા, તેં ભારે ભૂલ કરી. આ ૩૨ પુત્રો એકસાથે જનમશે, જીવશે એકસરખું...એકનું મૃત્યુ થશે એટલે બત્રીસેય મોતને પામશે...બત્રીસે બત્રીસ પુત્રોનું આયુષ્ય એકસરખું રહેશે.' મહારાજા! આ વાત મેં આપને નહોતી કરી. મહામંત્રીને પણ નહોતી કરી. દેવ તો મારી ગર્ભપીડા દૂર કરીને ચાલ્યા ગયા હતા...તેમની વાત સાચી પડી! તીર એક પુત્રને વાગ્યું...એ મરાયો એની સાથે બીજા ૩૧ પણ મરાયા. એટલે હે રાજેશ્વર! તમે ખેદ ના પામશો. એમની ભવિતવ્યતા જ એવી હતી. ભવિતવ્યતાને કોણ મિથ્યા કરી શકે? હે રાજેશ્વર! હું ચારિત્ર તો નહીં લઈ શકું. મારે સારથિને સાચવવા પડશે. એમને સમતા-સમાધિ અને સ્વસ્થતા આપવી પડશે. પરંતુ હું બાર
For Private And Personal Use Only
સુલસા
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ્રતમય ગૃહસ્થધર્મના પાલનમાં તત્પર રહીશ.'
અભયકુમારે કહ્યું : ‘મોટી બહેન, હમણાં આઠ-દશ દિવસ રોજ તમારી પાસે આવીશ. આપણે વીર પ્રભુનાં વચનો ૫૨ ચિંતન-મનન કરીશું. એથી ચિત્ત સમત્વ ધારણ કરશે અને આત્મા જિનવચનોથી ભાવિત થશે.' ‘તમે આવશો કુમાર, તેથી મને ઘણો સહારો મળશે, હૂંફ મળશે અને જીવનમાં સાચું માર્ગદર્શન મળશે.'
સુલસા
મહારાજા શ્રેણિકે અને અભયકુમારે વિદાય લીધી.
સુલસા પોતાની બત્રીસ પુત્રવધૂઓ પાસે આવીને બેઠી. તેણે કહ્યું :
‘હવે તમે જ મારા પુત્રો છો અને તમે જ પુત્રવધૂઓ છો. હું તમારામાં મારા પુત્રોનાં દર્શન કરીશ. ધીરે ધીરે શોક-ઉદ્વેગ અને સંતાપનાં ઘનઘોર વાદળો વિખરાતાં જશે. જ્ઞાનનો સૂર્ય પ્રકાશતો જશે.
મારી પુત્રીઓ! આપણું એક પ૨મ સૌભાગ્ય છે કે પ્રાણોથી પણ અધિક પ્યારા ભગવાન મહાવીર રાજગૃહીમાં પધારી રહ્યા છે! જાણે કે આપણાં શોક સંતપ્ત હૃદયો ઉપર શીતલ ચંદનનું વિલેપન કરવા જ આવી રહ્યા છે. તેઓ સર્વજ્ઞ છે. તેઓ બધું જાણે છે. સુલસાના બત્રીસ પુત્રો મૃત્યુ પામ્યા છે, બત્રીસ પુત્રવધૂઓ વિધવા બની ગઈ છે, સારથિ શૂન્યમનસ્ક થઈ ગયા છે...મારા કૃપાસિન્ધુ પરમ ગુરુ આ બધું જ જાણે છે. એ આપણા માટે જ આવે છે! હે ગુણવંતી પુત્રીઓ, તમે સ્વસ્થ થાઓ. શોક દૂર કરો...સ્નાનાદિ કરી શુદ્ધ શ્વેત વસ્ત્રો ધારણ કરો.
તમારા વહાલા પ્રીતમનો તમને વિયોગ થયો છે...પરંતુ પરમ પ્રિયતમ પ્રભુ મહાવીરનો સંયોગ થવાનો છે. એ સંયોગ શાશ્વત છે. એ સંયોગ જનમોજનમનો છે...એ સંયોગ પરમ સુખમય મુક્તિ તરફ લઈ જનારો છે.
હું સમજું છું, મને જેમ મારા પુત્રોની સ્મૃતિ ખળભળાવતી રહેશે તેમ તમને પણ એમની સ્મૃતિ વ્યથિત કરતી રહેશે. છતાં એ વ્યથા-કથા આપણા પરમેશ્વર સાંભળશે...જરૂ૨ સાંભળશે અને રમ્ય કથા કહીને આપણાં હૃદયને નિરાકુલ, સ્વસ્થ અને સમતા-સમાધિયુક્ત બનાવી દેશે.
બત્રીસે બત્રીસ પુત્રવધૂઓ સાસુ-સુલસાનાં ચરણોમાં પ્રણામ કરી પોતપોતાના કક્ષમાં ચાલી ગઈ.
35
Acharya Shri Kailassagarsuri Gyanmandir
98
For Private And Personal Use Only
૧૨૭
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
થઈ
6
વ્યથા ભીતરમાં હોય છે. વેદના મનની અંદર હોય છે. વ્યથા અને વેદના બહારનાં નથી, આપણાં પોતાનાં છે. જે આપણું છે એનો સ્વીકાર કરવો જ રહ્યો. આપણી વ્યથા, વેદના, આપત્તિ, અસંતોષ અને મોહ કોઈકનાથી છે, એવું માનવું-મનાવવું આત્મવંચના છે. હદથી વધારે વ્યથા-વેદનાથી થાકીએ ત્યારે એમાંથી જ કોઈ રસ્તો સૂઝે.
આનંદ તો ભીતરમાં ભરપૂર છે અને એકવાર આવા આનંદનું અમૃત મળે તો પછી સર્વત્ર આનંદની રેલમછેલ હોય છે. આમ જોઈએ તો સહુ કોઈના જીવનમાં પરાવર્તન આવતું હોય છે. જ્યારે કોઈ અપ્રિય અનિષ્ટ આવી પડે છે ત્યારે મનુષ્ય અસહ્ય વેદના અનુભવે છે. એ વખતે એને પક્ષીનો કલરવ, મોજાઓના ઘૂઘવાટ, વૃક્ષોનો પમરાટ, ભ્રમરનો ગુંજારવ, સૂર્યનો ઉદય કે પ્રભાતે છડી પોકારતો કૂકડાનો અવાજ એને ગમતો નથી. આ બધા અસ્તિત્વના ઉત્સવને તે માણી શકતો નથી.
જે સુજ્ઞ મનુષ્ય વ્યથા-વેદનામાંથી બહાર નીકળવાની કેડી શોધી કાઢે છે, પોતાની પ્રવૃત્તિનું સુકાન બદલે છે. સુકાન બદલી શકનારા નસીબદાર હોય છે. તુલસા એવી નસીબદાર હતી. એને ભાઈ કરતાંય સવાયો ભાઈ અભયકુમાર મળી ગયો! અભયકુમાર એટલે હીરની, ખમીરની અને અમીરીની સંપદા! એની વાણીની સાથે સ્મિત, આંસુ અને ઉષ્મા હતી. એટલે જ સુલતાની વ્યથા-વેદનાને ઉપશાંત કરતાં સુલતાના હૃદયમાં વસંત વ્હોરી ઊઠી
હતી.
પરંતુ હજુ બત્રીસ પુત્રવધૂઓને પતિ મૃત્યુથી ઊપજેલો વિષાદ વિરમ્યો ન હતો. ઉઘસી દૂર થઈ ન હતી. અભયકુમાર જાણતા હતા. એ ઇચ્છતા હતા કે બત્રીસે બત્રીસ સ્ત્રીઓ, શરીરે ચોંટેલી દરિયાની રેતીની જેમ ઉદાસીને ખંખેરી નાંખે. એમને નવી દિશા મળે અને મનોદશા સુધરે. તેઓ જીવતી લાશો બનીને ન જીવવી જોઈએ. તે શબવત્ બની ન રહે. તેમની આંતરચેતના જાગ્રત થવી જોઈએ અને ભવસાગરને તરવા સમર્થ બનવી જોઈએ.
L૧૨૮
સુલાસા
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભયકુમારે બીજા દિવસે તુલસાની હવેલીમાં જઈ, ખાસ સુલસાની બત્રીસ પુત્રવધૂઓને, કે જે હજુ યૌવનના આંગણે ઊભી હતી અને એમનું સૌભાગ્ય લૂંટાઈ ગયું હતું, તેમને સમજાવવાનો સંકલ્પ કરીને ગયા.
સુલાસાએ અભયકુમારનું સ્વાગત કર્યું. આવકાર આપ્યો. ભદ્રાસન પર બેસાડી, પોતે અને બત્રીસ પુત્રવધૂઓ સામે બેઠી.
અભયકુમારે કહ્યું : “હું તમને શ્રીકૃષ્ણના મૃત્યુ સમયની ઘટના સંભળાવું છું. શ્રીકૃષ્ણના મૃત્યુ પછી, તેમના મોટા ભાઈ બલરામ, કૃષ્ણના મૃતદેહને પોતાના ખભા ઉપર ઉપાડીને છ મહિના સુધી ફરતા રહ્યા. તેઓ રોજ કૃષ્ણના દેહનું પુષ્પ-ચંદનથી પૂજન-અર્ચન કરતા. બળદેવ-વાસુદેવનો પ્રેમ અદ્વિતીય...અગાધ હતો.
બળદેવ પ્રત્યે પ્રેમ ધરાવનાર એક દેવ, તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે ભ્રાતૃવત્સલ બલરામ, કૃષ્ણના મૃતદેહને લઈને પરિભ્રમણ કરે છે. તો હું તેમની પાસે જઈને બોધ આપું. કેમ કે બલરામે મારી પાસે વચન માંગેલું કે જો તું દેવ થાય તો, મને વિપત્તિમાં બોધ આપવા આવજે.”
તે દેવે મનુષ્યનું રૂપ કર્યું. તેણે એક પાષાણનો રથ બનાવ્યો. પર્વત ઉપરથી એ રથ ઊતરી રહ્યો છે. દેવે એ રથને ભાંગી નાંખ્યો. પછી એ ભાંગેલા રથને સાંધવાની મહેનત કરવા લાગ્યો. બળદેવે આ દૃશ્ય જોયું. તેમણે કહ્યું : “અરે મૂર્ખ, ગિરિ ઉપરથી ઊતરતાં જે રથના ટુકડેટુકડા થઈ ગયા છે, એવા આ પાષાણના રથને સાંધવાનો વ્યર્થ પ્રયત્ન કેમ કરે છે?”
મનુષ્યરૂપે દેવે કહ્યું : “હે મહાનુભાવ! હજારો યુદ્ધોમાં નહીં હણાયેલો યોદ્ધો, યુદ્ધ વિના મરી જાય અને તે જો પાછો જીવી શકે, તો મારો આ રથ પણ કેમ ન સંધાય?' બલરામ મૌન રહ્યા,
દેવે આગળ જઈને પાષાણ ઉપર કમળ રોપવા માંડ્યાં. બળદેવે પૂછ્યું : શું પાષાણભૂમિ ઉપર કમળવન ઊગે કે?” દેવે (મનુષ્યરૂપે) કહ્યું : “હે મહાબલી! જો આ તમારો અનુજ બંધુ પાછો જીવશે તો પાષાણ ઉપર પણ કમળ ઊગશે!' બળદેવ મૌન રહ્યા.
દેવે આગળ જઈને એક બળી ગયેલા વૃક્ષ ઉપર પાણી સીંચવા માંડ્યું. બળદેવ સાથે જ આવતા હતા. તેમણે કહ્યું : “રે મનુષ્ય, તું મૂર્ખ છે. શું બળી ગયેલું વૃક્ષ, પાણી સીંચવાથી નવપલ્લવિત થાય ખરું? દેવે કહ્યું : 'હે મહામનસ્વી, જો તમારા ખભા ઉપર રહેલું આ મૃત શરીર
સુલસા
૧૨૯
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવશે તો આ બળી ગયેલું વૃક્ષ પણ નવપલ્લવિત થશે!” બળદેવ મૌન!
દેવ આગળ વધ્યો. તેણે ગોવાળનું રૂપ કર્યું. મરી ગયેલી ગાયોના મુખમાં દુર્વા ઘાસ નાંખવા લાગ્યો. બળદેવે કહ્યું : “અરે મૂઢ! આ અસ્થિપિંજર બની ગયેલી ગાયો, દુર્વા ઘાસ ખાશે ખરી?”
દેવે કહ્યું : “હે મહાપુરુષ, જો તમારો આ અનુજ બંધુ જીવશે તો આ મરી ગયેલી ગાયો ઘાસ ખાશે!”
બલરામ ગંભીર વિચારમાં પડી ગયા. “શું આ મારો અનુજ બંધુ ખરેખર મૃત્યુ પામ્યો છે? આ બધા જુદા જુદા માણસો મને એકસરખો જ જવાબ આપે છે.
દેવે તરત જ પોતાનું દેવ-સ્વરૂપે પ્રગટ કર્યું અને કહ્યું : “હું તમારો સારથિ સિદ્ધાર્થ છું. દીક્ષા લઈ, મૃત્યુ પામી હું દેવ થયો છું. તમે એ વખતે મને કહેલું કે “તું દેવ થાય તો મને બોધ આપવા આવજે. માટે હું આવ્યો છું.'
બળદેવે કહ્યું : “હે સિદ્ધાર્થ, તમે અહીં આવીને મને જાગ્રત કર્યો, મારી મોહદશા દૂર કરી...તેં બહું સારું કર્યું. પણ મારા લઘુ ભ્રાતાના મૃત્યુથી હું અત્યંત વ્યથિત છું.. સંતપ્ત છું. હું હવે શું કરું? ક્યાં જાઉં?'
સિદ્ધાર્થે કહ્યું : “તમે તો શ્રી નેમિનાથ પ્રભુના વિવેકી ભ્રાતા છો. તમે પ્રભુનાં ચરણે જાઓ. એમનું શરણ સ્વીકારી આત્મકલ્યાણ સાધો.'
હે સિદ્ધાર્થ, તે મને સાચો માર્ગ સુઝાડ્યો.' દેવની સાથે બળદેવ, સિંધુ અને સમુદ્રના સંગમસ્થાને ગયા. ત્યાં કૃષ્ણના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો.
ભગવાન નેમનાથે પોતાના અનંત જ્ઞાનમાં જાણ્યું કે બળદેવ દીક્ષા લેવા તત્પર થયા છે. તેમણે એક આકાશગામી વિદ્યાધર મુનિને બલરામ પાસે મોકલ્યા. બલરામે એમની પાસે દીક્ષા લીધી.
સુલતાની બત્રીસ પુત્રવધૂઓને ઉદ્દેશીને અભયકુમારે કહ્યું : “હે બહેનો, તમારા પતિદેવો, મહારાજા શ્રેણિકની સેવા કરતાં હણાઈ ગયા, તમને વૈધવ્ય આવ્યું, એનું મને ઘણું જ દુઃખ છે. હૃદયમાં વેદના છે. તમારા હૃદયમાં તો પતિ-વિરહનો દાવાનલ સળગી રહ્યો હશે. પરંતુ તમે ઉત્તમ ઘરોમાંથી, સંસ્કારી પરિવારોમાંથી આવેલી સમજદાર પુત્રીઓ છો. ગયેલું કોઈ પાછું આવતું નથી...હવે તો આપણા મનનું તાવિક રીતે સમાધાન કરી લેવાનું છે. એ તમારા ગુણવાન બલવાન અને ધીમાન પતિદેવોની માત્ર સ્મૃતિ જ રહી
૧૩૦
સુલાસા
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. એ હવે પાછા આવવાના જ નથી. પોતપોતાનાં કર્મોના અનુસારે તેઓ તે તે ગતિમાં જન્મ પામ્યા હશે. હવે તમે કલ્પાંત ન કરો. આ સંસારને એક ઇન્દ્રજાળ જ સમજો.
હું તમને ભગવાન અજિતનાથના સમયની - એક વાર્તા કહું છું. અજિતનાથના ભાઈ હતા સગર ચક્રવર્તી. સગર ચક્રવર્તીના ૬૦ હજાર
પુત્રો, અષ્ટાપદ તીર્થની રક્ષા કરવા જતાં અગ્નિકુમાર દેવની પ્રચંડ ક્રોધઆગમાં હોમાઈ ગયા. ૬૦ હજાર પુત્રો મૃત્યુ પામ્યા. આ સમાચાર સાંભળી સગર ચક્રવર્તી કેવા વિહ્વળ, શોકાકુલ અને વિષાદગ્રસ્ત બની ગયા હશે - એની કલ્પના કરો. એમને સ્વસ્થ કરવા માટે મોટા મોટા બુદ્ધિમાન મંત્રીઓએ વિવિધ ઉપાયો કર્યા હતા.
‘આ
સુબુદ્ધિ નામના એક મહામંત્રીએ ચક્રવર્તીને કહ્યું : ‘હે રાજેશ્વર, સંસાર એક ઇન્દ્રજાળ છે,' એમ સમજો. હું આપને એક કથા કહું છું. આપ શાન્તિથી સાંભળો. વિલાપ ન કરો.
આ ભરતક્ષેત્રમાં એક માયાનગરી હતી. એમાં વિદ્યાપતિ રાજા હતો. તે જિનેશ્વરોનો અનુયાયી હતો. સદાચારી હતો. પ્રજાવત્સલ હતો. મર્યાદાશીલ હતો. દયાળુ અને શીલવાન હતો. તેની કીર્તિ ચારેય દિશાઓમાં ફેલાયેલી હતી.
એક દિવસની વાત છે. રાજા રાજસભામાં રાજસિંહાસન પર બેઠા હતા, ત્યાં દ્વારપાલે રાજા પાસે આવીને, નમન કરીને વિનયપૂર્વક કહ્યું : ‘હે રાજેશ્વર કોઈ પુરુષ હાથમાં પુષ્પમાળા લઈને આવ્યા છે. એ આપનાં દર્શન કરવા ઇચ્છે છે. એને આવવા દઉં?' રાજાએ આવવાની આજ્ઞા આપી.
એક પ્રતાપી પુરુષ રાજસભામાં પ્રવેશ્યો. જાણે બુધ સૂર્યમંડલમાં પ્રવેશ કરે, તેમ તેણે રાજસભામાં પ્રવેશ કર્યો. તેણે પુષ્પમાળા રાજાને અર્પણ કરી. યોગ્ય આસને તે બેઠો. રાજાએ જરા ભ્રકુટી ઊંચી કરી, હાસ્યથી હોઠ ફૂલાવી પ્રેમથી પૂછ્યું : ‘હૈ દ્વિજશ્રેષ્ઠ, તમારો પરિચય આપશો?'
બ્રાહ્મણે નમસ્કાર કરી વિનયથી પ્રત્યુત્તર આપ્યો. ‘હે રાજેશ્વર, જળનો આધાર જેમ સમુદ્ર હોય છે, ને તેજનો આધાર સૂર્ય હોય છે, તેમ સર્વે મનુષ્યોના તમે આધાર છો. આપે મારો પરિચય પૂછ્યો, માટે નમ્રપણે કહું છું કે હું ચારેય વેદોને જાણું છું. ધનુર્વિદ્યા વગેરેમાં ગુરુઓનો પણ ગુરુ છું. સર્વ પ્રકારની કારીગરીમાં પ્રત્યક્ષ વિશ્વકર્મા સમાન છું. ગાન-જ્ઞાન-નૃત્ય આદિ કળાઓમાં સાક્ષાત્ દેવી સરસ્વતીતુલ્ય છું! રત્ન-મણિ-માણેકના
સુલસા
For Private And Personal Use Only
૧૩૧
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહારમાં મોટા મોટા વેપારીઓના પિતાના સ્થાને છું! વાણીવિલાસમાં મોટામોટા ભાટ-ચારણોનો હું ઉપાધ્યાય છું! બાકી તરણસ્પર્ધા વગેરે કળાઓમાં મારી કુશળતા અદ્વિતીય છે, પરંતુ અત્યારે તો હું એક માત્ર ઇન્દ્રજાળના પ્રયોગ માટે આપની પાસે આવ્યો છું.
ઇન્દ્રજાળમાં હું આપને અહીં બેઠાં બેઠાં અતિ સુંદર ઉદ્યાનો બતાવી શકું છું. વસંત, ગ્રીષ્મ, શિશિર આદિ ઋતુઓનું પરિવર્તન કરીને બતાવી શકું છું. આકાશમાં ગંધર્વોનાં ગીત-સંગીત પ્રગટ કરી શકું છું. ક્ષણમાત્રમાં હું અદશ્ય થઈ, પુનઃ દૃશ્યમાન થઈ શકું છું. ખેરના સળગતા અંગારા મીઠાઈની જેમ ખાઈ શકું છું. તપેલા લોઢાના ટુકડા સોપારીની જેમ ચાવી જઈ શકું છું. તમે કહો તે જલચર, સ્થલચર કે ખેચર જીવોનાં રૂપ કરી શકું છું. હું દૂરથી પણ ઇચ્છિત વસ્તુ અહીં લાવી શકું છું. પદાર્થોનાં વર્ણ-રૂપ તત્કાલ બદલી શકું છું! આવા બીજા અનેક આશ્ચર્યકારી જાદુ-પ્રયોગો બતાવી શકું છું. તમે મારો કલા-વૈભવ જોઈને જીવન સફળ કરો, અને મને કૃતાર્થ કરો!'
રાજાએ જરા નફરતભર્યા સ્વરે કહ્યું : “હ કલાકાર! પરમાર્થને પામવાની યોગ્યતાવાળા તારા આત્માને તેં આવી ક્ષુલ્લક કળાઓ પ્રાપ્ત કરવામાં કદર્શિત કર્યો છે. તારી આ તુચ્છ વિદ્યાઓ-જાદુઓ જોનાર પુરુષોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય! આ તો, જેમ ઉંદર પકડવા કોઈ મૂળમાંથી પહાડ ખોદે, માછલાં પકડવા કોઈ આખું સરોવર સૂકવી નાંખે, લાકડું મેળવવા જેમ કોઈ આમ્રવન છેદી નાંખે, ચૂનો મેળવવા જેમ કોઈ ચંદ્રકાન્ત મણિને બાળી નાંખે. શરીર પર પડેલા ઘા ઉપર પાટો બાંધવા જેમ કોઈ દેવદુષ્યને ફાડી નાખે, એક ખીલી કાઢવા માટે કોઈ મોટું દેવાલય તોડી નાંખે, તેમ શુદ્ધ ફટિક જેવા આત્માને પામવાના બદલે તું ઇન્દ્રજાળ રચી લોકોનું મનોરંજન કરવા નીકળ્યો છે? ઠીક છે, તમે બ્રાહ્મણ છો, યાચક છો, તમારે જોઈએ તેટલું ધન આપું...મારી પાસે આવેલો યાચક ખાલી હાથે પાછો જતો નથી.'
પેલો કલાકાર, રાજાના શબ્દો સાંભળી ભીતરમાં સમસમી ઉઠશો, છતાં શાન્ત સ્વરે તેણે કહ્યું : “હું આંધળો, લૂલો લંગડો કે નપુંસક નથી. હું દયાપાત્ર નથી. તમે દાન આપવામાં કલ્પવૃક્ષ સમાન છો, પણ હું મારી કળા બતાવ્યા વિના દાન લઈશ નહીં. આપને મારા નમસ્કાર!' એમ કહીને એ ઇન્દ્રજાલિક રાજસભામાંથી બહાર નીકળી ગયો. થોડા દિવસો વીત્યા. એ જ ઇજાલિક બ્રાહ્મણનો વેશ કરીને હાથમાં
૧૩૨
સુલાસા
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભેટ લઈને એ જ રાજાની રાજસભાના દ્વારે આવીને ઊભો. રાજાની આજ્ઞાથી દ્વારપાલે તેને રાજસભામાં પ્રવેશવાની સંમતિ આપી.
રાજાની સામે ઊભા રહી, બંને હાથ ઊંચા કરી આશીર્વાદના વેદમંત્રો બોલ્યો. રાજાએ એની સામે કૃપાદૃષ્ટિથી જોયું. તે આસન પર બેઠો. રાજાએ પૂછયું : “તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો?”
બ્રાહ્મણે મસ્તકે અંજલિ જોડીને કહ્યું : “હે મહારાજા, હું નૈમિત્તિક છું. મૂર્તિમંત જ્ઞાનસમાન સદ્ગુરુની ઉપાસનાથી હું આઠ અધિકરણીના ગ્રંથ, ફળાદેશના ગ્રંથ, જાતક અને ગણિતના ગ્રંથો જાણું છું. આ બધા ગ્રંથો મને કંઠસ્થ છે. હે રાજન, તપ સિદ્ધ યોગીની જેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન અર્થને હું સારી રીતે કહી આપું છું.”
રાજા વિદ્યાપતિએ કહ્યું : “હે દ્વિજ શ્રેષ્ઠ, વર્તમાન સમયમાં તરત જ જે કાંઈ નવીન થવાનું હોય તે કહો. કારણ કે તો જ તમારા જ્ઞાનની અમને પ્રતીતિ થાય.'
મહારાજા, આજથી સાતમે દિવસે સમુદ્ર પૃથ્વીનો પ્રલય કરશે. સમગ્ર જગત સમુદ્રમાં ગરકાવ થઈ જશે.”
રાજા આ કથન સાંભળીને ક્ષોભ પામ્યો. વિસ્મય પામ્યો. રાજાએ પોતાની રાજસભામાં બેઠેલા નૈમિત્તિકો સામે પ્રશ્નાર્થ દૃષ્ટિએ જોયું. નૈમિત્તિકો પેલા નવાગજુક બ્રાહ્મણ નૈમિત્તિકની સામે ઉપહાસ કરતાં બોલ્યા : “હે સ્વામી, આ કોઈ નવો જોષી થયેલો લાગે છે! અથવા એના જ્યોતિષશાસ્ત્રો નવાં લખાયા લાગે છે! તેથી જ એ “જગતનો પ્રલય થશે” એવું અશ્રાવ્ય વચન બોલે છે. જે જ્યોતિષશાસ્ત્રો છે તે બધાં જ તીર્થકરોના શિષ્ય ગણધરોએ રચેલી દ્વાદશાંગીના આધારે જ બનેલાં છે. તે પ્રમાણે વિચારતાં આવું પ્રલયનું અનુમાન થતું નથી. સૂર્ય, મંગળ આદિ ગ્રહોના આધારે પણ અમે પ્રલયની વાત માની શકતા નથી. જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર ક્યારે પણ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. હા, આકાશમાંથી કોઈ નવો સમુદ્ર ઊતરી આવે કે પૃથ્વીમાંથી નવો સમુદ્ર પ્રગટ થાય અને પ્રલય થાય તો ભલે!
મહારાજા, આ નવાગંતુક નૈમિત્તિક બહુ સાહસિક લાગે છે અથવા પિશાચાધિષ્ઠિત હોવો જોઈએ. મત્ત કે ઉન્મત્ત લાગે છે...સ્વભાવથી વાચાળ લાગે છે અથવા એ અકાળે જ્યોતિષશાસ્ત્ર ભણ્યો હશે! કેવો ઉછૂખલ છે, કેવું ઢંગધડા વિનાનું બોલે છે? મહારાજા, આપ તો મેરુપર્વત જેવા સ્થિર
સુલતા
૧૩૩
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છો, અને પૃથ્વીની જેમ સર્વ સહન કરનારા છો! તેથી આવા મૂર્ખ માણસો આપની સમક્ષ સ્વછંદતાથી આવું બોલી શકે છે. આવા દુઃશ્રાવ્ય વચન સામાન્ય માણસ સામે પણ ન બોલાય, તો પછી આપના જેવા સર્વસત્તાધીશ અને શક્તિનિધાન રાજા સામે કેમ જ બોલાય?
મહારાજા, કદાપિ પર્વતો ઊડવા માંડે, આકાશમાં પુષ્પો ઊગે, અગ્નિ શીતળતા આપે, વંધ્યા સ્ત્રીને પુત્ર જન્મ, ગધેડાને શીંગડા ઊગે, પાષાણ પાણી ઉપર તરે, અને નારકીના જીવોને વેદના ન હોય, તો પણ આ નૈમિત્તિકની વાણી પ્રમાણભૂત નથી જ.'
મહારાજાએ બ્રાહ્મણ નૈમિત્તિકની સામે જોયું. નૈમિત્તિકે સ્વસ્થ શબ્દોમાં કહ્યું: “હે રાજન, આપની સભામાં આ નૈમિત્તિકો માત્ર મશ્કરી કરી જાણે છે. વસંતઋતુમાં વિનોદ કરાવનારા ભવૈયાઓ છે! હે રાજેશ્વર, આપની સભામાં જો આવા સભાસદ હોય તો બિચારી ચતુરાઈ ક્યાં જશે? આવા મૂઢ-મૂર્ખ લોકો સાથે આપથી ગોષ્ઠી કરાય જ નહીં. આ લોકો જ્યોતિષશાસ્ત્રના રહસ્યને જાણતા જ નથી, પણ પોપટની જેમ પાઠ ભણીને ગર્વિષ્ઠ થયેલા છે. ગાલને ફુલાવનારા અને ગધાપૂછ પકડી રાખનારા મૂર્ખ માણસો છે. આ માણસોને મારા જ્ઞાન ઉપર શ્રદ્ધા ન થતી હોય તો મારા જ્ઞાનની ખાતરી કરનારા સાત દિવસો ક્યાં દૂર છે? હે રાજનું, તમારા પુરુષોના કબજામાં હું સાત દિવસ રહીશ. મારું વચન જો સાતમે દિવસે સિદ્ધ ન થાય તો મને ચંડાળને સોંપી મારો વધ કરાવજો.”
રાજાએ બ્રાહ્મણને પોતાના અંગરક્ષકોને સોંપી દીધો. સભા વિસર્જન કરી. રાજાએ છ દિવસ છ વર્ષની જેમ પસાર કર્યા. સાતમા દિવસે રાજા એ બ્રાહ્મણ પાસે ગયો. તેને કહ્યું : “હે બ્રાહ્મણ, આજે તારા વચનનો સાતમો દિવસ છે! જો તારું વચન ખોટું પડશે તો તારો વધ થશે! માટે હજુ તને કહું છું કે તું ચાલ્યો જા! તને હણવાથી મને શો લાભ થવાનો છે! હું માનીશ કે ઉન્મત્ત મનોદશામાં તું બોલ્યો હતો...'
રાજનું, હવે મારું વચન પૂર્ણ થવામાં થોડી જ વાર છે! થોડી ધીરજ રાખો. અહીં જ બેઠાં બેઠાં યમરાજના અગ્રસૈનિકો જેવા ઊછળતા સમુદ્રનાં કલ્લોલ જુઓ! તમારી રાજસભાના પેલા નૈમિત્તિકોને પણ અહીં બોલાવો. કારણ કે ક્ષણ પછી હું, તમે કે તેઓ કોઈ રહેવાના નથી! બ્રાહ્મણ મૌન થઈ ગયો..પછી બૂમ પાડીને બોલ્યો : સાંભળો સમુદ્રનો ભયંકર ખળભળાટ..
૧૩૪
સુલાસા
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુની ગર્જના જેવો કોઈ અવ્યક્ત ધ્વનિ સંભળાવા લાગ્યો..રાજાને અને સહુને પીડાકારી ધ્વનિ સાંભળીને ભય લાગ્યો. તેમના કાન ઊંચા થઈ ગયા. બ્રાહ્મણે કહ્યું : “રાજનું, આકાશ અને પૃથ્વીને થરથરાવતો સાગરનો ધ્વનિ સાંભળો. એ ધ્વનિ પ્રયાણ સૂચક ભંભાના ધ્વનિ જેવો છે. પુષ્પરાવર્ત વગેરે મેધો સમગ્ર પૃથ્વીને ડુબાવી દે છે. તે સમુદ્ર પોતે મર્યાદા છોડીને આ પૃથ્વીને ડુબાવતો આવે છે. જુઓ, આ સમુદ્ર ખાડાઓ ભરી દે છે, વૃક્ષોને ઉખેડી નાખે છે, પર્વતો ઉપર ફરી વળે છે.'
જોતજોતામાં મૃગતૃષ્ણાના જળની જેમ દૂરથી ચારેય તરફ વ્યાપ્ત થતું પાણી પ્રગટ થયું. અહો! જુઓ, અંધકારની જેમ સમુદ્રના જળથી શિખરપર્યત પર્વતો ઢંકાઈ જાય છે. આ બધાં વન જાણે પાણીએ ઉખેડી નાખ્યાં હોય તેવાં દેખાય છે. સર્વ વૃક્ષો પાણીમાં વિવિધ પ્રકારનાં મત્સ્ય જેવાં લાગે છે. હમણાં જ આ સમુદ્ર પોતાના પાણીથી ગામ, નગર, ખાણ વગેરેને ડુબાડી દેશે. અહો! ભવિતવ્યતાને ધિક્કાર હો..પિશુન પુરુષો જેમ સગુણોને ઢાંકી દે તેમ ઉછંખલ સમુદ્રના પાણીએ નગરનાં બાહ્ય ઉદ્યાનો ભરી દીધાં, હે રાજનું, સમુદ્રનું જલ હવે ઊંચું ઊછળી ઊછળીને કિલ્લાને અથડાવા લાગ્યું છે. હવે એ કિલ્લાનું ઉલ્લંઘન કરી તે નગરમાં પ્રવેશ કરે છે. જુઓ, જુઓ, સમુદ્રના પ્રચંડ જલથી બધાં મંદિરો અને મહેલો ભરાવા લાગ્યાં છે. હવે તે રાજનું, એ પાણી તમારા ગૃહદ્વારમાં આવે છે. તે પૃથ્વીપતિ, જળમાં ડૂબી ગયેલા નગરનો જાણે અવશેષ ભાગ હોય તેવો આ તમારો મહેલ બેટ જેવો દેખાય છે!
હવે પાણી મહેલના દાદર ઉપર ચઢે છે. પહેલો માળ પાણીથી ભરાઈ ગયો. બીજો માળ ભરાઈ રહ્યો છે...અને ત્રીજા માળ પર ઘૂઘવાતાં પાણી ચઢી ગયાં છે. અરે! ક્ષણવારમાં ચોથો, પાંચમો અને છઠ્ઠો માળ પાણીથી ભરાઈ ગયો...ચોતરફથી આ મહેલની આસપાસ પાણીનું દબાણ વધ્યું છે. હવે માત્ર અગાસી બાકી છે.. હે રાજન! આ પ્રલય થયો! ક્યાં છે તમારા પેલા વાયડા જ્યોતિષીઓ?
રાજા અતિ આકુળ-વ્યાકુળ થઈ ગયો. તેણે પાણીમાં પડી પ્રાણ ત્યાગવાનો નિર્ણય કર્યો. તેણે અગાસીમાંથી અગાધ જલરાશિમાં ઝંપાપાત કર્યો!
પરંતુ બીજી જ ક્ષણે તેણે પોતાને સિંહાસન પર બેઠેલો જોયો! ક્ષણવારમાં સમુદ્રનું પાણી ક્યાંક ચાલ્યું ગયું! રાજા વિસ્મયના સાગરમાં તરવા લાગ્યો.
સુલાસા
૧૩૫
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનાં લોચન વિકસિત થઈ ગયાં. તેણે વૃક્ષો, પર્વતો, કિલ્લો અને સમગ્ર વિશ્વ જેવું હતું તેવું જોયું!
પેલો ઇન્દ્રજાલિક પોતાની કમરે ઢોલકી બાંધી, પોતાના હાથે જોરજોરથી હર્ષિત થઈને વગાડવા લાગ્યો. બોલવા લાગ્યો :
આ હતી એક ઇન્દ્રજાળ! સંસારની માયાજાળ!
કળા બતાવી સંવરેન્દ્ર, વંદન કરું ભાવપૂર્ણ હૈયે.. રાજા પૂછે છે : “આ બધું શું?'
બ્રાહ્મણે કહ્યું : “સર્વ કળાઓના જાણકારની કદર રાજા કરે છે,' એમ સમજીને હું પહેલાં તમારી પાસે આવ્યો હતો. તે વખતે તમે કહેલું - ઇન્દ્રજાળ મતિને ભ્રષ્ટ કરે છે.' એમ કહી મારો તિરસ્કાર કરેલો. તમે મને ધન આપવા માંડેલું પણ તે લીધા વિના ચાલ્યો ગયો હતો. રાજન, ઘણું ધન મળે તો પણ ગુણવાનનો ગુણ મેળવવાનો શ્રમ સાર્થક થતો નથી, પણ તેનો ગુણ જાણવાથી તે સાર્થક થાય છે. માટે, કપટથી નૈમિત્તિક બનીને પણ મેં તમને મારી ઇન્દ્રજાળ બતાવી! તમે પ્રસન્ન થાઓ! મેં તમારા સભાસદોનો જે તિરસ્કાર કર્યો અને ઘણીવાર સુધી તમને ભ્રમણામાં રાખ્યા, તે કૃપા કરી મને માફ કરજો.”
પરમાર્થીને જાણનાર રાજા વિદ્યાપતિએ અમૃતવાણીમાં કહ્યું : “હે વિપ્ર, રાજાનો અને રાજાના સભાસદોનો તે તિરસ્કાર કર્યો છે, એવો તારા મનમાં ભય રાખીશ નહીં. હે મહાનુભાવ! આ ઇન્દ્રજાળ બતાવીને તેં મને સંસારનું સ્વરૂપ સમજાવ્યું છે...' “આ સંસાર ઇન્દ્રજાળ જેવો અસાર છે. જેમ તેં સમુદ્રનું જળ પ્રગટ કર્યું હતું અને તે જોતજોતામાં નાશ પામ્યું, તેવી રીતે સંસારના સર્વે પદાર્થો પ્રગટ થાય છે અને નાશ પામે છે. અહો, આવા ઇન્દ્રજાળ સમા સંસારમાં શું પ્રીતિ કરવી?'
“રાજાએ બ્રાહ્મણનો ધનધાન્યથી સત્કાર કર્યો. વિવિધ પ્રકારે સંસારની નિર્ગુણતા વિચારી અને રાજાએ દીક્ષા લીધી.”
વાત થઇ પૂરી. સુલસા અને બત્રીસ પુત્રવધૂઓ સંસાર પ્રત્યે વિરક્ત બની. સંસારની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો.
અભયકુમાર પોતાના મહેલે ગયા.
૧૩૬
સુલાસા
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
૧પ
ક
સલા ! સુલસા સ્વભાવે ઋજુ, પ્રેમાળ અને સંવેદનશીલ નારી હતી. વિષાદ જડ માણસોને ન આવે! સંવેદનશીલ માણસોને આવે. સુલસા અભયકુમારને સાંભળે છે. અભયકુમારને પ્રતીતિ કરાવે છે. જીવનમાં મિત્ર બીજું કશું નથી આપી શકતો પણ મિત્રના મનમાં જે કોઈ સાચીખોટી વાત હોય, ઊગે અને આથમે, એ બધી ધ્યાનપૂર્વક સાંભળી લે છે. વિવેકબુદ્ધિથી સમજી લે છે, તો જ. એને સાચું માર્ગદર્શન આપી શકે. તુલસા સભાનપણે નથી પોતાને છેતરતી કે નથી અભયકુમાર જેવા મિત્રને છેતરતી, પણ માણસનું મન એને પોતાને પણ ખબર ન પડે એવું પ્રપંચી હોય છે. કારણ કે મનની સાથે બુદ્ધિ જોડાયેલી હોય છે. તર્ક એ બુદ્ધિની વિષકન્યા છે. બુદ્ધિ અને તર્ક ભેગાં મળીને સાચાને ખોટું અને ખોટાને સાચું ઠરાવી શકે છે.
અભયકુમારને સુલસાની બુદ્ધિપૂર્વકની દલીલોને નિર્મળ કરવામાં અને નિર્મળ કરવામાં રસ છે. આમ તો તુલસી બધી સારી સારી વાતો કરે છે. મને હવે પુત્રોમાં રસ નથી, પુત્રવિરહનું દુઃખ નથી. હાટહવેલીનો મોહ નથી.' છતાં એના મનમાં શોક અને સંતાપ હતો. પણ અભયકુમાર એવો અંતર્યામી હતો કે જે શબ્દોની દીવાલ ભેદીને આરપાર જોઈ શકે. સુલતાનું મૂળ પાન તો લીલુંછમ છે, પણ શોકસંતાપને લીધે કાળું પડી ગયું છે. આ કાળા પાનને લીલુંછમ કેમ કરવું એ અભયકુમાર વિચારે છે.
પત્રોના મૃત્યુથી ઉત્પન્ન થયેલો વિષાદ ઊછળીને શમી જાય છે, શમીને પાછો ઊછળે છે. એની ભીતરના આકાશમાં સમકિતનો સૂર્ય છે, એને વિષાદનાં વાદળોથી ઢાંકી દીધો છે. અભયકુમાર એ વાદળને વિખેરવા પ્રયત્ન કરે છે. અભયકુમાર અનેક દ્વન્દ્રોની વચ્ચે સમતુલા જાળવે છે. એ પોતાના પિતાને ભગવાન મહાવીરના સમવસરણમાં લઈ જાય છે,
સુલતા
૧૩૭
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમ વૈશાલીની રાજ કન્યાનું અપહરણ કરવાનું આયોજન કરી, પિતાની વિષયતૃષ્ણાને પણ પોષે છે! એ રાજસભામાં બેસી રાજ્યના પ્રશ્નો રાજનીતિથી ઉકેલે છે, તો ઉપાશ્રયમાં પૌષધ લઈને આત્માના પ્રશ્નોનું પણ સમાધાન શોધે છે. એ નિખાલસ છે, અને મુત્સદ્દી પણ છે! એ કોમળ છે અને વજ જેવો કઠિન પણ છે.
ખરેખર, અભયકુમાર કામવૃત્તિ વિનાનો પ્રણયી, યુયુત્સા વિનાનો વીર, કુટિલતા વિનાનો મુત્સદ્દી, વેદિયાવેડા વિનાનો આદર્શવાદી, ઘમંડ વિનાનો બંડખોર, કોઈપણ જાતના સ્વાર્થ વિનાનો સૌમ્ય રાજસેવક, પિતૃભક્ત, અને જગતના શત્રુઓનો નાશ કરવાનો અવસર આવે ત્યારે મત્સર, ઈર્ષ્યા કે દ્વેષ વિનાનો દંડવિધાયક કેવો હોય, તેનો કંઈક ચિતાર આપણને અભયકુમારના જીવનમાંથી મળી રહે છે.
સુલતાનું પરમ સૌભાગ્ય હતું કે એને આવો અભયકુમાર સખારૂપે, મિત્રરૂપે મળી ગયો હતો. અભયકુમાર મિત્ર છે, જ્ઞાની છે, માર્ગદર્શક છે, પણ સુલસા કોઈપણ રીતે ઓશિયાળાપણું ન અનુભવે તેની તકેદારી અભયે મિત્ર તરીકે સતત રાખી છે.
એ સુલતાને જિનવચનો, મહાવીરનાં વચનો સંભળાવે છે. એ વચનો જીવન જીવવાની કળાનું જ્ઞાન આપે છે. આ સંસારમાં રહેવા છતાંય કઈ રીતે અલિપ્ત રહેવું અને જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે એ પરિસ્થિતિનો કઈ રીતે મુકાબલો કરવો, એની સમજણ આપે છે.
જન્મથી તે ચિતા સુધી પહોંચીએ ત્યારે વચ્ચેની અવસ્થામાં આ જિનવચનોને થોડાં પણ આચરણમાં મૂકી શકીએ તો જીવનવ્યાપક શોકમાંથી કાયમ માટે ઊગરી જઈએ! બારાત હોય કે મૈયત હોય, છલકાઈ પણ ન જવું જોઈએ કે સંકોચાઈ પણ ન જવું જોઈએ. અંજાઈ પણ ન જવું જોઈએ અને હેબતાઈ પણ ન જવું જોઈએ. જિનવચનો મનુષ્યજીવનની આચારસંહિતા છે. જીવનની બારાખડી જો જિનવચનના એકાદ શ્લોકમાં ઘૂંટાય તો એ શબ્દો આકાશમાં તારક-ધ્રુવતારક થઈને પ્રગટી ઊઠે.
હકીકતમાં જ્યારે કોરી અને નકરી વાસ્તવિકતા આપણને ભીંસમાં લે ત્યારે મનની વાસ્તવિક અવસ્થા કેવી હોવી જોઈએ, એ વાત સુલસાને અભયકુમારે સમજાવી.
૧૩૮
સુલાસા
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(લસા જેવી જ્ઞાની, સમ્યગ્દષ્ટિ અને સૌમ્ય નારીની આંખોમાં આંસુ છે. એ બેચેન છે, વ્યગ્ર છે, વ્યાકુળ છે. આ પરિસ્થિતિ સમક્તિ માટે સ્વાભાવિક ન કહેવાય. સમકિતી તો સદૈવ સમતારસમાં રમતો હોય. પણ પુત્ર મૃત્યુનું ઓચિંતું કારણ ઊભું થઈ ગયું. એણે સુલતાને ભીતરથી છિન્ન-ભિન્ન કરી મૂકી. અભયકુમારથી એ છિન્નભિન્નતા સહેવાતી નથી. સુલસા ભીતરમાં વલોવાય છે. તે ભાંગી પડી છે. એને ફરી પાછી બેઠી કરવી, એ જેવું તેવું કામ નથી. પણ એ કામ અભયકુમાર માટે અશક્ય નથી.
અભયકુમારે સુલતાને કહ્યું : “મારી વહાલી બહેન, તું જાણે છે કે મૃત્યુ એટલે શરીરનું પરિવર્તન! આપણું શરીર બદલાતું હોય છે. આત્માને કશું થતું નથી. શરીરને વિકારો હોય છે. આત્મા અવિકારી છે. આત્મા શરીરમાં રહે છે અને છતાંય અલિપ્ત છે! સંસારમાં રહીને, એનો સંગ રાખીને પણ અ-સંગ રીતે કઈ રીતે જીવવું, એ કળા ધારે તો મનુષ્ય પામી શકે. શરીરના વિકારો મોહ, અહંકાર અને આસક્તિના કારણે છે. જેને મોહ ન હોય એને કદી કોઈ ભય ન હોય. જે આત્મામાં મગ્ન હોય એની કામનાઓ અને વાસનાઓ આપમેળે શમી જતી હોય છે. જેની વાસનાઓ આપમેળે શમે છે એને સુખ-દુઃખનો મુકાબલો નથી કરવો પડતો. જે આ જ્ઞાન પામી જાય છે એ ચોરાશી લાખ યોનિના ચક્કરમાંથી છૂટી જાય છે. એ પરમ ધામમાં પહોંચી જાય છે. પછી એને અહીં આ સંસારમાં પાછા આવવાપણું રહેતું નથી. આવો જીવ સ્વયં પ્રકાશિત હોય છે. સૂર્ય, ચન્દ્ર કે અગ્નિ એને ઉજાળી શકતા નથી.
દેવી સુલતા! પુત્રોના વિરહની વેદનામાંથી તમારે સર્વપ્રથમ મુક્ત થવું પડશે. તે માટે આત્માના એકત્વનું ખૂબ ચિંતન કરવું પડશે. પછી અન્યત્વ ભાવનાની પણ અનુપ્રેક્ષા કરવી પડશે. “હું એકલી છું. મારું કોઈ નથી!' આ બે વિચારોને વાગોળવા પડશે. પછી, તમારી પાસે ભક્તિયોગ તો છે જ! પ્રભુ વીરના પ્રેમમાં તમે બધું જ ભૂલી શકો છો!
વળી, નાગ સારથિને પણ તમારે સ્વસ્થ કરવાના છે ને? એમની મનોવેદના ઘેરી છે. એ વેદના તમે જ દૂર કરી શકશો, પણ તમે સ્વસ્થ હશો તો કરી શકશો. માટે તમે સંસારમાં રહેવા છતાં સંસાર
સુલસા
૧૩૯
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રત્યે ઉદાસીન રહો, કશાથી ચો નહીં તેવાં અવિચળ રહો. વાતવાતમાં તમારાથી વ્યાકુળ કે વિહ્વળ થવાય નહીં. સુખ અને દુ:ખ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવાની છે. સ્તુતિ અને નિંદાને સમાન ગણવાની છે. કોઈ પ્રિય નહીં, કંઈ અપ્રિય નહીં! માન-અપમાનને ગણકારવાનાં નથી. મિત્ર અને શત્રુ પ્રત્યે સમ-ભાવ રાખવાનો છે. સુખ-દુઃખની વિકારી દશાથી સાવ અલગ થઈને આનંદ-સમાધિમાં જ ડૂબેલા રહેવાનું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી બહેન! પરમાત્મા સાથેના તારા અવિચલ પ્રેમથી. તું પરમાત્મસ્વરૂપ પામી શકે તેમ છે. તારી ભક્તિના સાતત્યથી તારો સંબંધ શાશ્વત સાથે બંધાશે.
બસ, તને વધારે ઉપદેશ આપવાનો ન હોય. ‘તું સ્વયં પ્રાજ્ઞ છે!' નાગ સાથે!
બત્રીસે બત્રીસ પુત્રોનાં એકસાથે થયેલાં મૃત્યુથી તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમને જીવવું અકારું લાગ્યું. આપઘાત કરીને મરી જવાનો વિચાર આવી ગયો. તેમણે ઝેરની શીશી મેળવી લીધી. સાચવીને પોતાના શયનખંડમાં મૂકી દીધી. ‘મારી મરણતોલ યાતનાનો અંત આશીશીમાં છે.'
તે રાત્રિએ ચોતરફ નીરવ શાંતિ હતી. તે ધીમેથી પલંગમાંથી ઊઠ્યા. ખૂણામાં મૂકેલી ઝેરની શીશી હાથમાં લીધી. ભગવાન મહાવીરને યાદ કરી એમને મનોમન વંદન કર્યાં. આંખો બંધ કરી તેઓ બોલ્યા : હે મારા પ્રભુ, હવે હું પુત્રવિરહ સહન કરી શકું એમ નથી. હું પ્રાણત્યાગ કરું છું...મને ક્ષમા આપો...મારો અપરાધ માફ કરો.'
એક પળ એમણે આંખ ખોલી. ચારે બાજુ નિઃશબ્દ શાંતિ હતી. થોડીવારમાં નાગ પણ શાંત પડી જવાના હતા. ‘આ નિર્દય સંસાર મને ફરી જોવા મળવાનો નથી.' આ વિચારથી એમનું હૃદય ભરાઈ આવ્યું. તે થથરી ઊઠ્યા. પાછા મક્કમ થઈ ગયા. આંખ બંધ કરી તેઓ ઝેર ગટગટાવી ગયા અને પલંગમાં પડ્યા. સવારે ઊઠીને તે વિચારે છે :
૧૪૦
‘મેં ઝેર પીધું, પણ એની કોઈ જ અસર મારા પર થઈ નહીં. મૃત્યુ પણ પોતાની કૃપાદિષ્ટ માણસ ઇચ્છે એ રીતે એના પર કરવા તૈયાર નથી હોતું! મને હતું કે મારા પેટમાં અગ્નિની ભયંકર જ્વાળાઓ
For Private And Personal Use Only
સુલસા
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊઠશે, પરંતુ કેવળ ગળામાં થોડા દાહ સિવાય કંઈ જ થયું નહીં. અડધો કલાક પલંગ પર પડ્યો રહ્યો. અત્યંત માનસિક વેદનાનાં અંધારાં આવતાં હતાં. હું સફાળો બેઠો થઈ ગયો. ભયથી મારું શરીર ધ્રુજી ઊઠ્યું. હું કોણ? ઝેરથી પણ ન મરનારો! મન શંકાશીલ બની ગયું. જીવવું અસહ્ય થઈ પડ્યું હતું. મૃત્યુને ને મારે લાખ ગાઉનું છેટું પડી ગયું! ઝેરની મારા શરીર પર કોઈ અસર ન થઈ. હું મારા શયનખંડમાંથી બહાર નીકળી તુલસાના શયનખંડમાં ગયો. મેં તેને જગાડી. મને જોઈને એ ચોંકી ગઈ. એનો હાથ પકડીને એ જ સ્થિતિમાં હું એને મારા કક્ષમાં લઈ આવ્યો. મને કોઈનો સધિયારો જોઈતો હતો. મેં એને મારા પલંગ પર બેસાડીને એને વીતેલી ઘટના સંભળાવી એના ખભા હલબલાવીને મેં પૂછ્યું : “દેવી, તું જ કહે, હવે હું ક્યાં જાઉં? શું કરું? હું મરી શકવાનો નથી અને આ સ્થિતિમાં જીવવાની મારી ઇચ્છા પણ નથી.”
સુલસા પોતાનો રેશમી હાથ નાગને વાંસે પ્રેમથી ફેરવવા લાગી અને કહ્યું: “મારા નાથ! મારા વિના આપે આ ભવનમાંથી બહાર જવાનું નથી.”
સુલતા! “મારું મન વ્યવહાર અને પ્રેમ, કર્તવ્ય અને ભાવના, વાસ્તવિકતા અને મમતાનાં દુન્દ્રોમાં ગૂંચવાઈ ગયું. શું કરું? સારથિને-મારા પતિને લઈ એકલી ક્યાંક દૂર દૂર ચાલી જાઉં? પણ હું ક્યાં જઈ શકવાની હતી? મને કોણ આશરો આપે? એક અસ્વસ્થ-અસ્થિર પતિને લઈને શું વન વન ભટકું? ત્યાં શું હું સુરક્ષિત રહી શકું? વળી, મારે તો મારી બત્રીસ પુત્રવધૂઓને પણ સંભાળવાની છે. એમનાં તન-મનની સાર-સંભાળ રાખવાની છે. મારે હિંમત ન હારવી જોઈએ. જેમ ઝેરની શીશી બદલીને બીજી મીઠી દવા ભરી દઈ, એમને એકવાર બચાવી લીધા, તેમ હવે મારે ખૂબ સાવધ રહીને એમને સંભાળવા પડશે. હા, થોડા દિવસોમાં જ મારા પ્રભુ રાજગૃહી પધારવાના છે. પછી તો બધી જવાબદારી તેમની!
પ્રભુનો વિચાર આવતાં જ મારું દુઃખ હળવું થઈ ગયું. આજ સુધીમાં બનેલી તમામ ઘટનામાં આ એક જ વિચારે મને ધીરજ બાંધી આપી. હું કંઈક સ્વસ્થ બની.
સુલાસા
૧૪૧
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસની વાત છે. હું સારથિને લઈને ગુણશીલ ચૈત્યના ઉદ્યાનમાં ગઈ. અમે ત્યાં એક લતાકુંજમાં બેઠાં હતાં ત્યાં એક મૃગનું નવજાત બચ્યું એમના પગમાં અટવાયું. બચ્યું એની ખરબચડી જીભથી એમના પગ ચાટવા લાગ્યું. મને હતું કે તેઓ એને હળવેકથી દૂર કરશે. પણ એમણે તો નીચે બેસીને એની પીઠ પર મમતાથી હાથ ફેરવ્યો. એને પોતાની ગોદમાં લઈ વારંવાર ચૂમવા લાગ્યા, અને નાના બાળકની જેમ ડૂસકાં ભરીને રડવા લાગ્યા. મારા મનમાં એક ભયંકર વિચાર ઝબકી ગયો... તેઓ માનસિક પરિતાપથી વિક્ષુબ્ધ થઈ ગયા હશે?” મેં ગભરાતાં પૂછ્યું : આમ કેમ કરો છો?' મારી સામે ન જોતાં બચ્ચાના દેહને પોતાના ગાલ સાથે ઘસતાં તેઓ બોલ્યા : “સુલતા! શું કહું તને? નિર્વશી પુરુષનું આ જગતમાં સ્થાન નથી, પછી સ્વર્ગલોકમાં ક્યાંથી હોય? મૃત્યુ પછી આપણને સૌ ભૂલી જવાના. હું મહારાજા શ્રેણિકનો સારથિ નથી, હું તો વિધાતાના રાજ્યનો એક ભિખારી માત્ર છું. મારી સાથે મારું નામ પણ વિલીન થઈ જવાનું!”
ક્ષણભર મારી આંખો પણ ભીની થઈ ગઈ, પરંતુ ઉત્તરીયથી લૂછીને એમના બે હાથ મારા હાથમાં લઈને મૃદુ શબ્દોમાં મેં કહ્યું : “મારા નાથ! નામ ફોનું શાશ્વત રહે છે? તીર્થકરોનાં નામ પણ કાળક્રમે ભુલાઈ જાય છે. ચક્રવર્તીઓ, વાસુદેવો અને બળદેવોનાં નામ પણ ભૂંસાઈ જાય છે! હે મારા સ્વામી! યાદ કરો ભગવાનની વાણી.”
આપણો આત્મા અનામી છે! આપણો આત્મા અરૂપી છે!
હે નાથ, નામ અને રૂપ તો પુદ્ગલનાં હોય છે. ચૈતન્યસ્વરૂપ આત્માનાં નથી હોતાં નામ કે નથી હોતાં રૂપ! એટલે નામ અને રૂપનો મોહ વ્યર્થ છે. એ મોહ જ જીવને સંતાપે છે, ક્લેશ આપે છે. ગયેલા પુત્રો હવે પાછા આવવાના નથી. પછી મનનો વલોપાત શા માટે? આત્મા તરફ વળો, આત્મજ્ઞાનની તેજરેખા રેલાશે ત્યારે મનનું કમળ ખીલી ઊઠશે.
વીતી ગયેલી વાતને યાદ કરીને દુઃખી થયા કરવાનું? ના, દૂધ ઢોળાઈ ગયા પછી હાથમાં નથી આવતું. હાથમાંથી છૂટેલું તીર પાછું નથી વળતું.
૧૪૨
સુલતા
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલેલો શબ્દ ગળી નથી શકાતો...તેમ મૃત્યુ પામેલા પુત્રો પાછા નથી આવવાના. માટે એ કડવો ભૂતકાળ વાગોળવાનો કોઈ અર્થ નથી. તે વાતને યાદ કરી કરીને સોરાયા કરાય નહીં. આપણે સહજતાથી, સરળતાથી અને સાહજિકતાથી જીવવાનું છે. ‘લાગણીઓ તો ઝરણાંની જેમ ફૂટતી હોય છે અને નદીના પ્રવાહની જેમ વહેતી હોય છે. એને વહી જવા દો. એના પૃથક્કરણની જંજાળમાં નથી પડવાનું.’
અમે રથમાં બેસીને હવેલીમાં પાછાં આવ્યાં. મને લાગ્યું કે તેમનું મન કંઈક હળવું થયું છે. તેમનો માનસિક ભાર ઓછો થયો છે. મારી વિધવા બત્રીસ પુત્રવધૂઓ!
હું એમને જોઉં છું, એમનો વિચાર કરું છું ત્યારે એક અપરાધભાવના મનમાં આવે છે. ‘જો મેં મહારાજા શ્રેણિકને અથવા
અભયકુમારને, દેવે કહેલી વાત કહી હોત.' આ બત્રીસે બત્રીસ પુત્રોનું આયુષ્ય સરખું રહેશે. એકનું મૃત્યુ બધાંનું મૃત્યુ બનશે...તો કદાચ મહારાજા મારા પુત્રોને યુદ્ધની શિક્ષા, શસ્ત્રવિદ્યા ન શીખવાડત. તેમને યોદ્ધા ન બનાવત. પોતાના અંગરક્ષક ન બનાવત. તેમને વૈશાલી સાથે ન લઈ જાત...પરંતુ મેં વાત કરી નહીં. એ વાત ગુપ્ત રાખી...પરિણામે સુરંગમાં જ બત્રીસ પુત્રો એકસાથે મૃત્યુ પામ્યા.
શું ભવિતવ્યતાએ મને ભુલાવી? મારા પ્રભુએ કહેલું જ છે કે પ્રત્યેક જીવાત્માની પોતપોતાની ભવિતવ્યતા નિશ્ચિત હોય છે. એને બદલી શકાતી નથી.
કારણ વગર કાર્ય બનતું નથી. જેટલાં કાર્યો દેખાય છે, એ બધાંનાં કારણો હોય છે. જ્ઞાની પુરુષોંએ વિશ્વમાં એવાં પાંચ કારણ જોયેલાં છે. સંસારનાં કોઈપણ કાર્યની પાછળ આ પાંચ કારણ હોય જ. એક મુખ્ય કારણ હોય, ચાર ગૌણ કારણ હોય. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. મેં પ્રભુ વીરની દેશનામાં આ વાત સાંભળેલી છે. મારા પુત્રોનું મૃત્યુ શું નિશ્ચિત જ હતું? હા, પૂર્ણ જ્ઞાનીના જ્ઞાનમાં નિશ્ચિત જ જોવાયેલું હશે. એમાં પરિવર્તનની કોઈ શક્યતા હોતી નથી.
છતાં, મારું મન ડંખે છે...મને મારી ભૂલ સમજાય છે...મેં દેવે કહેલી વાત મહારાજાને ના કરી, મહામાત્યને પણ ન કરી...આ ભૂલનો મારે સ્વીકાર કરવો જ રહ્યો. ભૂલ સ્વીકાર્યા પછી મારા મનનું સમાધાન
સુલસા
For Private And Personal Use Only
૧૪૩
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય, પણ એ બત્રીસ મુગ્ધાઓના ભવિષ્યનું શું? એમનું ભરપુર યૌવન છે, અનુપમ રૂપ-લાવણય છે.. ભીતરમાં અનેક વૈષયિક ઇચ્છાઓ પડી હશે. એ ઇચ્છાઓનો નિગ્રહ કરવા શું એ સમર્થ બની શકશે? હા, પ્રભુ વીરનો ઉપદેશ એમનાં હૃદયને સ્પર્શે, એ કરુણાવંતની કરુણતાભરી દૃષ્ટિ એમના પર પડે...અને એ મારી પુત્રવધૂઓ ચારિત્ર લેવા તત્પર બની જાય, તો એમનું વૈધવ્ય એમના માટે આશીર્વાદરૂપ બની જાય. મારે પ્રભુની પ્રતીક્ષા કરવી રહી.
એક દિવસ રાજમહેલમાંથી મહારાણી ચલણાનો સંદેશો આવ્યો : ‘દેવી, મારી તીવ્ર ઇચ્છા તમને મળવાની છે. તમે જો અહીં ના આવી શકો તો હું તમારી પાસે આવું!' જોકે આ સંદેશો અનપેક્ષિત હતો, છતાં મને નવાઈ ન લાગી. મહારાજાએ મારા બત્રીસ પુત્રોના મૃત્યુની વાત નવી રાણીને કરી જ હશે. અને એ કોમળ હૃદયની રાણી કકળી ઊઠી હશે. એ મને આશ્વાસન આપવા ઇચ્છતી હશે મેં વિચાર્યું કે જો ચેલણા અહીં આવે તો મારી પુત્રવધૂઓ સાથે પણ વાર્તાલાપ કરી, એમને શાંતિ આપી શકે. એટલે હું રાણીને અહીં જ બોલાવું.” મે સંદેશો મોકલ્યો કે અત્યારે શોકનું વાતાવરણ હોવાથી હું ત્યાં નહીં આવી શકું. આપ મારી હવેલીને પાવન કરો.”
થોડી જ વારમાં રાજમહેલનો રથ મારી હવેલીના દ્વારે આવીને ઊભો. મેં રાણીનું આદરપૂર્વક સ્વાગત કર્યું. રાણીને હું મારી સાથે હવેલીના મધ્યખંડમાં લઈ આવી. એક સુંદર આસન પર બેસાડ્યાં.
આપને અહીં આવવા માટે તસ્દી આપવી પડી, તેનો મને ખેદ છે, પણ હું લાચાર હતી...”
દેવી, તમારી લાચારી હું જાણું છું. મહારાજાએ પોતે મને બધી વાત કરી. તેઓ ખૂબ દુઃખી છે. પોતાના બત્રીસ મિત્રોને યાદ કરીને આંસુ પાડે છે...એમના ગુણો અને પરાક્રમો ગાતાં ધરાતા નથી. તેઓ તીવ્ર ગ્લાનિ સાથે કહે છે : “મારી વિષયતૃષ્ણાના પાપે મારા રાજ કુમાર જેવા બત્રીસ મિત્રો, અંગરક્ષકો રણમાં રોળાઈ ગયા. મારા ઉલ્લાસભર્યા મનનાં ચીંથરાં ઊડી ગયાં. કોઈએ તલવારના એક ઝાટકે મારું મસ્તક ધડથી જુદું કરી દીધું હોત તો મને એનું આટલું દુઃખ ન થાત. આટલી
૧૪૪
સુલાસા
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસહ્ય વેદના ન થાત.' ચેલાએ કહ્યું:
મને લાગ્યું કે તેમના મસ્તકની નસો તણાવા લાગી હતી. આંખોમાં અગ્નિકુંડ પ્રજ્વળી ઊઠ્યો હતો. તમામ શક્તિ એકઠી કરીને તેઓ જોરથી બરાડી ઊઠ્યા: ‘રાજા ચેટક...હું આનો બદલો લઈશ...હું તને છોડીશ નહીં...” જ્યારે મારી સાથે મહારાજાનો આ વાર્તાલાપ ચાલતો હતો ત્યારે અભયકુમાર ખંડની બહાર ક્યારના આવીને ઊભા હતા. અમારો હૃદયભેદક વાર્તાલાપ એમના કાને પડ્યો હશે. મહારાજા ખંડનું દ્વાર ખોલીને બહાર નીકળતા હતા...અભયકુમારે જોરથી બૂમ પાડી - “પિતાજી!' મહારાજાએ અભયકુમાર સામે જોયું...તેનો હાથ પકડી લીધો. અને તેઓ ચાલવા લાગ્યા.
અભય, મારો જીવ ક્ષણે ક્ષણે ઘૂંટાય છે. મારું હૃદય, સુલસા પુત્રોના મૃત્યુથી કાળાએશ અંધકારથી ભરાઈ ગયું છે. મને મારા જીવનમાં કોઈ રસ રહ્યો નથી...હૃદય વ્યાકુળ છે, હૃદયમાં સૂનકાર છે. એકેય દિશા જડતી નથી. મારું મન સળગી રહ્યું છે...અભય, બેટા, મેં મારી વિષયેચ્છા પૂર્ણ કરવા બત્રીસ-બત્રીસ યુવાનોનો ભોગ લીધો. એમની બત્રીસ વધૂઓને હું શું મો બતાવું? મેં એમને વિધવા બનાવી...વિધિએ કેવા અવળા પાસા ફેંક્યા? મારા હાથે મોટું પાપ થઈ ગયું છે...”
અભયકુમાર મૌનપણે સાંભળી રહ્યા હતા. હું એમની પાછળ પાછળ ચાલતી હતી. હું પણ મૌન હતી.
દેવી! મને એ વખતે તમારો વિચાર આવ્યો. તમે બત્રીસ પુત્રોની માતા! માતા એટલે માંગલ્યનું મહાન મંદિર! માતૃત્વનો મૃદુ મહિમા! મહાકવિએ અને ઋષિ-મુનિઓએ વર્ણવેલ પવિત્ર પૂજાસ્થાન! સિદ્ધ, સાધક, ગાંધર્વ, ચારણ, દેવ વગેરેએ મસ્તક નમાવેલ મુક્તિસ્થાન! તમારી માનસિક સ્થિતિ કેવી થઈ ગઈ હશે એની કલ્પના કરતાં હું ધ્રૂજી ઊઠી અને તમને સંદેશ મોકલ્યો...
વાત સાંભળતાં સાંભળતાં સુલસા, પોતાનું શ્રાન્ત માઁ ચેલણાની હથેળીમાં છુપાવી દઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આખર તો એ એક માતા હતી ને? જો કે એ જાણતી હતી કે દાઝેલા હૃદયની જ્વાળા આંસુઓથી બુઝાવાની નથી. “આ તપ્ત મભૂમિ જેવું બની ગયેલું જીવન, શી ખબર શાનાથી શાન્ત થશે?” અને એને પ્રભુ મહાવીર યાદ આવ્યા. તેણે બે
સુલાસા
૧૪૫
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંખો બંધ કરી. લલાટે બે હાથ જોડ્યા...અને એના મુખમાંથી એક ગીત સરી પડ્યું:
ભમતી ભમતી આ સંસારે આવી રે જિનવરીયા, જિનજી! જિનજી! રટતાં રટતાં શોધું રે શિવવરીયા... દુર્ગો ને પહાડો આવે કાંટા ભવના રાનમાં મુક્તિનગરનો પંથ બતાવો લાવો આતમ ભાનમાં પલપલ સમરું હૈયે ઊછળે ભક્તિના સાગરીયા...ભમતી મસ્યો ભયંકર જોઉં રોઉં, ભીમ ભવના સાગરે તોફાની વાયુ સુસવાતો બોલે સહુ કોબાપ રે.' સુકાની છો સ્વામી! મારા ઉગારો સોહનીયા.. ભમતી ગોપાલક છો જીવોના, નિર્ભયતાને પાથરો, પશુ શિકારી ડરતા ભાગે હસતા જીવો ડગ ભરો...
સુલતાની ઊછળે આજે આંસુની ગગરીયાં...ભમતી. ચેલણા બત્રીસ પુત્રવધૂઓને મળી. ખૂબ વાત્સલ્યભાવથી કહ્યું : “જરૂર મારી પાસે ગમે ત્યારે આવજો! આપણે ઘણી ઘણી વાતો કરીશું. મને તમારી બહેનપણી માનજો. માનશો ને?'
બત્રીસે બત્રીસ સ્ત્રીઓએ ચેલણાને હાથ જોડી પ્રણામ કર્યા અને બોલી : “ફરીવાર આવજો!”
૧૪૬
સુલાસા
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજગુહીના ગુણશીલ ચૈત્યમાં દેવ-દેવેન્દ્રો સ્વર્ગમાંથી ઊતરી આવ્યા છે. શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન થવાના છે. તેમના માટે સમવસરણની રચના કરવાની છે. વાયુકુમાર દેવોએ સમવસરણ માટે એક યોજન પૃથ્વીનું પ્રમાર્જન કર્યું. મેઘકુમાર દેવોએ એ પૃથ્વીભાગ પર સુગંધી જળનું સિંચન કર્યું.
વ્યંતરદેવોએ ઉજ્વલ સુવર્ણ, માણિજ્ય અને રત્નોના પાષાણોથી ઊંચું ભૂમિતલ બાંધ્યું. તેના ઉપર પંચરંગી અને સુગંધી પુષ્પો પાથર્યા. ચારેય દિશાઓમાં રત્ન-માણિક્ય અને સુવર્ણનાં તોરણો બાંધી દીધાં. તે તે જગાએ સુંદર શિલ્પો ગોઠવી દીધાં. શ્વેત છત્રો અને ધજાઓ ફરકાવી દીધી. તોરણની નીચે સ્વસ્તિક વગેરે અષ્ટ માંગલિકનાં શ્રેષ્ઠ ચિહુનો મૂક્યાં.
સમવસરણનો પ્રથમ ગઢ વૈમાનિક દેવોએ રત્નમય બનાવ્યો હતો. તે ગઢ ઉપર જાતજાતના કાંગરાઓ બનાવ્યા.
જ્યોતિષ દેવોએ સુવર્ણનો બીજો ગઢ બનાવ્યો. તે ગઢ ઉપર રત્નમય કાંગરાઓ કર્યા હતા. તે કાંગરા જાણે દેવીઓ-અપ્સરાઓને પોતાના મુખ જોવા જાણે રત્નમય દર્પણ રાખ્યાં હોય, તેવા દેખાતા હતા.
ભવનપતિ દેવોએ રૂપાનો ત્રીજો ગઢ રચ્યો. તે ગઢની ઉપર સુવર્ણના વિશાળ કાંગરા બનાવ્યા. જાણે દેવોની વાવડીઓના જળમાં સુવર્ણનાં કમળો હોય, તેવા એ કાંગરા દેખાતા હતા.
તે દરેક ગઢને ચાર-ચાર દરવાજા હતા. દરેક ધારે વ્યંતરદેવોએ મૂકેલાં ધૂપપાત્રો ઇન્દ્રનીલમણિના સ્તંભ જેવી ધૂમ્રસેરો છોડતાં હતાં. ચારેય દ્વાર પાસે ચાર-ચાર ધારવાળી અને સુવર્ણકમલોથી શોભતી વાવડીઓ રચી હતી.
બીજા ગઢમાં ઈશાન ખૂણામાં પ્રભુને વિશ્રામ કરવા માટે “દેવછંદ બનાવ્યો હતો. પહેલા ગઢના પૂર્વદ્યારે સુવર્ણવર્ણા બે વૈમાનિક દેવો દ્વારપાલ બનીને ઊભા રહ્યા. દક્ષિણદ્વારે ઉજ્જવલ વર્ણવાળા વ્યંતરદેવો દ્વારપાલ બનીને ઊભા રહ્યા. પશ્ચિમધારે રક્તવર્ણીય બે જ્યોતિષ દેવો દ્વારપાલ
સુલાસા
૧૪૭
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનીને ઊભા રહ્યા અને ઉત્તરદ્વારે કૃષ્ણવર્ણય બે ભુવનપતિ દેવો દ્વારપાલ બનીને ઊભા રહ્યા.
બીજા ગઢના ચારેય વારે ચારેય નિકાયની દેવીઓ જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની બે બે દેવીઓ, અનુક્રમે હાથમાં અભય, પાશ, અંકુશ અને મુદ્ગર લઈને, પ્રતિહારી બનીને ઊભી હતી. તેમની દેહકાન્તિ શ્વેતામણિ, શોણમણિ, સ્વર્ણમણિ અને નીલમણિ જેવી હતી!
છેલ્લા ત્રીજા ગઢના ચાર ધારે તુંબરુ, ખવાંગધારી, મનુષ્યમસ્તકમાલાધારી અને જટામુગટ મડિત-આ નામના ચાર દેવો દ્વારપાલ બનીને ઊભા રહ્યા.
સમવસરણની મધ્યમાં વ્યંતરદેવોએ ત્રણ કોશ ઊંચે ચૈત્યવક્ષ (અશોકવૃક્ષ) ર. તે વૃક્ષની નીચે વિવિધ રત્નોથી એક પીઠ રચી હતી. તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક છંદ રચ્યો અને છંદની વચ્ચે પૂર્વ દિશા તરફ પાદપીઠ સહિત રત્નસિંહાસન રચ્યું. તેની ઉપર ત્રણ ઉદ્દલ છત્રો રચ્યાં હતાં. સિંહાસનની બે બાજુ બે યક્ષ-દેવો ભક્તિથી પ્રેરાઈને ઊજળાં ચામર લઈને ઊભા હતા.
ચારેય વારોની ઉપર અદ્ભુત શોભાવાળું એક એક ધર્મચક્ર સુવર્ણકમલમાં રાખ્યું હતું.
પ્રાતઃકાળે કરોડો દેવોથી, હજારો સાધુ-સાધ્વીથી વીંટળાયેલા પ્રભુ સમવસરણમાં પ્રવેશ કરવા ચાલ્યા, ત્યારે દેવો નવસહસ્ત્રદલ સ્વર્ણકમળોની રચના કરી, આગળ આગળ મૂકવા લાગ્યા. બે બે કમળ ઉપર પ્રભુ પાદન્યાસ કરી ચાલતા હતા. પ્રભુએ સમવસરણના પૂર્વારેથી પ્રવેશ કર્યો. ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી. તીર્થને નમસ્કાર કર્યો, અને પ્રભુ રત્નસિંહાસન પર બેઠા. વ્યંતરદેવોએ બીજી ત્રણ દિશાઓમાં રત્નમય સિંહાસનો રચી, તેના ઉપર ભગવંતની ત્રણ પ્રતિમાઓ સ્થાપિત કરી. પ્રભુના મસ્તકની પાછળ પ્રકાશનું વર્તુળ (ભામંડલ) પ્રગટ થયું. આકાશમાં ગંભીર નાદવાળી દુંદુભિ વાગવા લાગી. પ્રભુની પાસે જ એક ઊંચો ધ્વજ ફરકી રહ્યો હતો.
ક વૈમાનિક દેવોની દેવીઓ પૂર્વદ્વારેથી પ્રવેશી, પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ, તીર્થ અને નીર્થકરને નમસ્કાર કરી અગ્નિખૂણામાં ઊભી રહી.
ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતરોની દેવીઓ દક્ષિણ-દ્વારથી પ્રવેશીને પ્રદક્ષિણા-વંદન આદિ વિધિ કરીને નૈઋત્ય ખૂણામાં ઊભી રહી.
૧૪૮
સુલતા
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતરદેવો પશ્ચિમ દ્વારેથી પ્રવેશીને પ્રદક્ષિણા વંદન આદિ વિધિ કરીને વાયવ્ય દિશામાં બેઠા.
વૈમાનિક દેવો, મનુષ્યો અને મનુષ્ય-સ્ત્રીઓ ઉત્તર દ્વારેથી પ્રવેશી, પ્રદક્ષિણા આદિ વિધિ કરીને ઈશાન દિશામાં બેઠાં
સમવસરણમાં જે કોઈ આવે તેઓ પોતાના પહેલાં આવેલા મહાનુભાવોને નમન કરીને પોતાને સ્થાને બેસતા.
પ્રભુના સમવસરણમાં કોઈ પણ આવી શકે! ત્યાં કોઈ વિકથા કરે નહીં! પરસ્પર વિરોધવાળા જીવો ત્યાં નિર્વિરોધ બની જતા! પરસ્પર વૈર રહે નહીં. કોઈને કોઈનો ભય નહીં, સહુ નિર્ભય!
બીજા ગઢ ાં પશુ-પક્ષી આદિ તિર્યંચ જીવો આવીને બેઠા. ત્રીજા ગઢની મધ્યમાં વાહનો મૂકવામાં આવ્યાં. કે ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાક તિર્યંચો, મનુષ્યો અને દેવો જતા-આવતા દેખાતા હતા. આ
આ પછી, સૌધર્મેન્દ્ર જગત્પતિને નમસ્કાર કરી, રોમાંચિત થઈ સ્તુતિ કરે છે : “હે ભગવન્! હું તો બુદ્ધિનો દરિદ્ર છું. આપ ગુણોના પર્વત છો! હું ક્યા શબ્દોમાં આપની સ્તુતિ કરું? પ્રભો! આપની ભક્તિથી મારું મન વાચાળ બની ગયું છે એટલે હું આપની સ્તવના કરું છું.
હે જગત્પતિ! રત્નોથી જેમ રત્નાક શોભે છે તેમ આપ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અપાર આનંદથી શોભો છો! હે નાથ, આપના મહાભ્યની કોઈ અવધિ નથી, હે પરમપિતા! અનુત્તર વિમાનમાં રહેલા દેવોના મનનાં સમાધાન આપ અહીં બેઠાં બેઠાં કરો છો!
હે પરમપુરુષ! સ્વર્ગ એ તમારી ભક્તિનું ફળ છે! આપની ભક્તિ વિના કરેલાં મોટા તપ-ત્યાગ પણ વ્યર્થ છે. માત્ર દેહદમન છે. હે વીતરાગ! આપને મન સ્તુતિ કરનાર અને દ્વેષ કરનાર બંને સમાન હોય છે! ન રાગ, ન દ્રષ! હે પ્રભો, “મને સ્વર્ગનાં સુખ નથી જોઈતાં, મને તો આપના પ્રત્યે અક્ષય-અપાર ભક્તિ મળી, બસ, એટલું જ માગું છું.'
આ પ્રમાણે સ્તુતિ કરીને, સૌધર્મેન્દ્ર સમવસરણમાં સહુને નમસ્કાર કરી, અગ્રસ્થાને વિનયથી બેઠો. ભગવાન મહાવીરે દેશના શરૂ કરી :
છે “આ સંસાર ભડભડતી આગ જેવો છે. તે આગમાંથી આધિ-વ્યાધિ, જરા અને મૃત્યુની જ્વાળાઓ ઊઠી રહી છે. આવા સંસારમાં પ્રાજ્ઞ પુરુષોએ
સુલાસા
૧૪૯
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરાય પ્રમાદ કરવા જેવો નથી. આ આગમાંથી જલદી બહાર નીકળી જવું જોઈએ.
જ આ સંસાર સમુદ્ર જેવો છે. ચોર્યાશી લાખ જીવયોનિરૂપ આવર્તાથી આ સમુદ્ર આકુળ છે. આવા ભવસાગરમાં ભ્રમણ કરતા જીવોને મનુષ્યજન્મ પ્રાપ્ત થવી ઘણો જ દુર્લભ છે. જેમ સાગરમાંથી રત્નો મળવા દુર્લભ હોય છે તેમ. માટે દુર્લભ માનવજીવનને સફળ કરવા, પરલોકનું હિત સાધી લેવું જોઈએ. પાંચ ઇન્દ્રિયોના વિષયો કે જે પ્રારંભમાં મધુર હોય છે અને પરિણામે અત્યંત દારુણ હોય છે, તે વિષય પ્રત્યે વિરક્ત બનવું જોઈએ. આ પ્રિય વિષયોનો સંયોગ અંતે વિયોગમાં પરિણમે છે.
હે મહાનુભાવો! તમને મળેલા આયુષ્ય, ધન અને યૌવન નાશવંત છે. આ ત્રણેય ગમે ત્યારે જઈ શકે છે. માટે તેના પર ભરોસો ન રખાય.
સંસારની ચારેય ગતિમાં સુખ નથી! શાન્તિ નથી! નરકગતિમાં પરમાધામી દેવો નારકીના જીવોને ઘોર દુઃખ આપે છે. ત્યાં તીવ્ર શીત, તીવ્ર તાપ, તીવ્ર સુધા, તીવ્ર તૃષા અને વધ, બંધન આદિ અપાર વેદનાઓ ભોગવવાની હોય છે. ત્યાં સુખ ક્યાંથી હોય? એવી રીતે તિર્યંચો-પશુપક્ષીઓને પણ વધ-બંધન-ભય-સુધા-તૃષા આદિના ભારે દુઃખ હોય છે. તેમને સુખ કેટલું મળે?
ત્યારે શું દેવો સુખી હોય છે? ના, પરસ્પર ઈર્ષ્યા, અમર્ષ, કલહ, મૃત્યુભય આદિ દુઃખો તેમને હોય જ છે.
મનુષ્યોને ગર્ભાવાસ, વૃદ્ધાવસ્થા, દરિદ્રતા, વ્યાધિઓ અને મૃત્યુપર્યંતનાં દુઃખો હોય છે,
માટે હે ભવ્યાત્માઓ! અજ્ઞાની જીવો અજ્ઞાનના કારણે વારંવાર સંસારના જ માર્ગે ચાલ્યા કરે છે અને દુઃખી થાય છે. આવા જીવો જેમ સર્પને દૂધ પાઈને એનું પોષણ કરવામાં આવે તેમ મનુષ્યજન્મથી સંસારનું પોષણ કરે છે! હે વિવેકી જનો! તમે સંસારની દુઃખમયતાનો વિચાર કરી, આત્માને કર્મોથી મુક્ત કરવાનો વિચાર કરો. કર્મનાં બંધનો તોડવાનો ભવ્ય પુરુષાર્થ કરો. મુક્તિ પામો, મોક્ષ પામો.
હે ભવ્ય જીવો! મોક્ષમાં નથી ગર્ભાવાસનું દુઃખ કે નથી નારકીના જીવોનું કુંભીમાંથી પ્રસવ પામવાનું ઘોર દુઃખ. ત્યાં નથી આધિ-વ્યાધિ કે ઉપાધિનાં દુ:ખ! ત્યાં નથી જન્મ, નથી મૃત્યુ ત્યાં આત્મા અજર ને અમર રહે છે.
૧પ૦
સુલતા
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં અદ્ભુત અને અવ્યય સુખ હોય છે. ત્યાં શાશ્વત અવસ્થાન હોય છે. કેવલજ્ઞાનની અખંડ જ્યોતિ પ્રકાશિત રહે છે.'
સમવસરણ પૂર્ણ થયું. લોકો પોતપોતાના સ્થાને ગયા. મહારાજા શ્રેણિક, અભયકુમાર, નાગ સારથિ, સુલસા અને સુલસાની બત્રીસ પુત્રવધૂઓ ત્યાં બેઠી રહી. ભગવંતે નાગ સારથિને સંબોધીને કહ્યું : હે ભદ્ર! દેવ હોય, દાનવ હોય, દેવેન્દ્ર હોય કે રાજેન્દ્ર હોય, સૌને અંતે મરણને શરણ થવું જ પડે છે. જેનો જન્મ થાય છે, એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે. એટલા માટે હે સુશીલ! જે સત્કાર્ય કરવા હોય, જે આત્મકલ્યાણ સાધવું હોય તે આજે જ સાધી લે. આવતીકાલના ભરોસે ન રહીશ. મૃત્યુને કરુણા નથી હોતી, દયા નથી હોતી! તીર્થંકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો અને બલદેવો મૃત્યુના શિકાર બની ગયા છે. ધીરપુરુષ પણ મરે છે ને કાયર મનુષ્ય પણ મરે છે...તો પછી મૃત્યુનો ભય શા માટે રાખવાનો? તારા પુત્રોનું મૃત્યુ થઈ ગયું...એ વાતનું તમને સહુને દુઃખ છે ને? પણ કોના પુત્ર અને કોનાં મા-બાપ? આ સંસારના બધા જ સંબંધો સ્વપ્ન જેવા છે. તમે ભૂલી જાઓ કે એ બત્રીસ તમારા પુત્રો હતા...તમે એમનાં માતા-પિતા અને પત્નીઓ છો! આ તો ભવબજારમાં ભજવાતું નાટક માત્ર છે. આવા સંબંધો જીવે સંસારમાં એકવાર નહીં, અનંતવાર કરેલા છે, તૂટેલા છે...અને એ સંબંધોના લીધે આર્તધ્યાન રૌદ્રધ્યાન કરી તીવ્ર પાપકર્મો બાંધ્યાં છે.
મહાનુભાવો! એવી કોઈ કળા નથી, એવું કોઈ ઔષધ નથી કે એવું કોઈ વિજ્ઞાન નથી કે જે મૃત્યુના કાળસર્પના ડંખથી બચાવી શકે! માટે તમે ધર્મનું શરણ સ્વીકારો. મૃત્યુથી બચાવનાર એક માત્ર ધર્મ છે! ધર્માત્મા મરતો નથી. એનો દેહ મરે છે. આત્મા એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે છે! આત્મા મરતો નથી. એ આત્માની યાત્રા મોક્ષ સુધી નિરાબાધપણે ચાલતી રહે, તે માટે ધર્મની આરાધના કરવી જોઈએ. સ્વજનો, પરિજનો, વૈભવો અને શરીરનું મમત્વ તોડીને ચારિત્ર ધર્મ અંગીકાર કરવો જોઈએ. ચારિત્ર ધર્મની આરાધનાથી જ પરમાનન્દમય મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાં તો પછી સર્વકાળ પૂર્ણાનન્દની જ રમણતા રહે છે. સ્વગુણોની રમણતા જ પૂર્ણાનન્દ આપે છે. અનંત કાળપર્યંત ત્યાં પરમસુખ...પરમાનન્દને માણવાનો છે. માટે સંસારનાં તુચ્છ સુખો પ્રત્યે વિરક્ત બની, સંયમમાર્ગે
સુલસા
For Private And Personal Use Only
૧૫૧
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ.”
સલસાની બત્રીસ પુત્રવધૂઓ ઊભી થઈ ગઈ. પ્રભુને નમન કરી, મસ્તકે અંજલિ જોડી, પ્રથમ પુત્રવધૂ બોલી :
“હે પ્રભો! અમારું હૃદય અરણ્ય જેવું સૂકું થઈ ગયું છે. એના ઉપર કૃપા કરી એકાદ ઝાપટું વરસાવી દો પ્રભુ! ક્ષિતિજમાં દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી બધું કોરુંધાકોર દેખાય છે.
આપ પધાર્યા. આખી સરખી વાદળી વરસી ગઈ. એક ઠંડું ઝાપટું વરસી ગયું. અમારા નાથ! આ વ્યાપક જેવી મૂંગી આગને કોઈ રીતે તમે બુઝાવી દો. આ તીવ્ર આગ હૃદયને ભયંકર નિરાશાથી બાળી રહી છે, પ્રભો! તમારો પ્રેમ-સમુદ્ર અમારા ઉપર વહાવી દો. અમને તમારામાં સમાવી લો.”
સુલસા અને નાગ સારથિની અનુજ્ઞા પામી, બત્રીસે બત્રીસ પુત્રવધૂઓએ ભગવાન મહાવીરના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. તેઓ આર્યા બની ગઈ. ભગવાને એ બત્રીસને, આર્યા ચંદનાને સોંપી એમનું યોગક્ષેમ કરવાનો ઉપદેશ આપ્યો.
સુવાસા મુગ્ધ થઈ ગઈ. એને કલ્પના પણ ન હતી કે એની બત્રીસ પુત્રવધૂઓ દીક્ષા લઈ લેશે.. “આ બધી મારા પ્રભુની લીલા છે...એમનો જાદુ છે..' સુલતાએ ઊભા થઈ, પ્રભુને નમન કરી કહ્યું : “હે મારા પરમ પ્રિય પ્રભુ! આજથી હું બધા જ અલંકારોનો ત્યાગ કરું છું.'
એક પછી એક અળગા કીધા સઘળા શૃંગાર, તનડા મારાને શા શૃંગાર? શા શણગાર? ઉરની ભાવનાની આડે આવે, અલંકારો કેમ એ ફાવે? જાય રે ડૂબી આતમની વાત, એનો રણકાર, તનડા મારાને શા શૃંગાર? શા શણગાર ? પીગળી ગઈ પલમાં મારી, સમકિતીની ખુમારી ! વીર પ્રભુ! તવ ચરણોમાં બંધનનો નહીં ભાર, તનડા મારાને શા શૃંગાર? શા શણગાર? સરળ સીધું તવ ધ્વનિ જેવું, જીવવું મારે જીવન એવું
૧૫૨
સુલતા
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધુર મધુર સૂરથી તમે ભુલાવી દો સંસાર!
તનડા મારાને શા શૃંગાર? શા શણગાર? જીવન, મોક્ષમાર્ગ અને મોક્ષને જાણવાના પ્રયાસમાં જ શું મારું આયખું પૂરું થઈ જશે? શું મારામાં સતુ-અસતુનો વિવેક નથી પ્રગટ્યો? આત્મા અને શરીરનું ભેદજ્ઞાન નથી થયું? છતાં મને ચારિત્રજીવન-સંયમમય જીવન જીવવાની પ્રબળ ઇચ્છા કેમ નથી થતી? હું જાણું છું કે ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને અધૂરપને જીવનની મધૂરપ સાથે બહુ ન બને, સાધ્ય અને સાધન તાલ મિલાવતાં નથી એટલે ત્રિતાલ બની જવાય છે. તાલમેલિયા. બની જવાય છે. હજુ મારા મનમાં માંગણીઓ છે? ઇચ્છાઓ છે? અપેક્ષાઓ છે? હું શું વિષાદ અનુભવું છું?
દરેક જીવમાં સારી અને નરસી વૃત્તિઓ એકીસાથે વસેલી હોય છે. આ વૃત્તિઓનું ઘમસાણ અવિરત ચાલ્યા કરે છે. ચિત્ત આ વિવિધ પ્રકારની વૃત્તિઓથી વિક્ષુબ્ધ થતું રહે છે. મારા મનમાં વિકલ્પોનાં કેટલાં બધાં હેન્દ્રો પડેલાં છે? શુભ-અશુભ, સદ્અસદ્, પ્રવૃત્તિ-નિવૃત્તિ, દોસ્તી-દુશમની, રાગવિરાગ, દ્વેષ-કરુણા. આવા કેટલાય વિરોધાભાસી પ્રવાહો ભીતરમાં વહી રહ્યા છે. એક અંશ શાપિત અને અભાગિયો લાગે છે, જ્યારે બીજો અંશ વરદાન મળ્યું હોય એમ સંતોષી અને સભાગી લાગે છે. ક્યારેક એક અંશનું પ્રભુત્વ લાગે છે, ક્યારેક બીજા અંશનું પ્રભુત્વ લાગે છે!
બત્રીસ પુત્રવધૂઓએ પ્રભુ વીરનું શરણ લઈ લીધું. તેઓ શ્રમણી બની ગઈ. એટલે હવે મારા માથે એમના જીવનની ચિંતાનો ભાર ન રહ્યો. પરંતુ આમ તો જિંદગી એટલે ઘટનાઓની પરંપરા જ ને! આપણને મનગમતું બને અને અણગમતું ય બને! મનુષ્યસ્વભાવ એવો છે કે એ વાતવાતમાં રાજી થઈ જાય છે અને વાતવાતમાં નારાજ થઈ જાય છે! કોઈ પરિસ્થિતિ કાયમ નથી રહેતી, સુખ-દુ:ખ આવે છે ને જાય છે. માણસ સુખ ટકાવી રાખવા અને દુઃખ દૂર કરવા મથામણ કરતો રહે છે.
જોકે મારો બહુ મોટો પ્રશ્ન ઉકલી ગયો. આપોઆપ ઉકેલાઈ ગયો. પરંતુ મને એનું પોરસ ન ચઢવું જોઈએ. મારે એમ ન માની લેવું જોઈએ કે હવે જિદગી રેશમની દોરી છે! ના, એ ભ્રમણા હશે. એ રેશમની દોરી ક્યારે કાથીનું રાંઢવું થશે તેની ખબર નથી. જીવનની ઘટમાળમાં ચડતી-પડતી ચાલ્યા કરે છે. મુશ્કેલીથી મુક્ત કોઈની પણ જિંદગી ક્યારેય
સુલાસા
૧૫૩
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે ખરી? જ્યારે બત્રીસ પુત્રીનો જન્મ થયો. એ નાના બાળકોના કિલકિલાટથી જ્યારે હવેલી ગુંજતી હતી, અમે પતિ-પત્ની આનંદવિભોર હતાં, ત્યારે શું અમને કલ્પના પણ હતી કે યુવાનીના આંગણે પગલાં પાડીને...એ પુત્રો એકસાથે મૃત્યુ પામી જશે? ખરેખર, જિંદગી એ સારાનરસા અનુભવોનું વિચિત્ર મિશ્રણ છે. એમાં આભાસી વિજય અને પરાજયો છે. વિજયની પાછળ પરાજય પગ દબાવીને આવતો હોય છે.
ખેર, હવે મારે તો ગૃહસ્થ ધર્મના વ્રતો-નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરવું જ રહ્યું અને સારથિના તન-મનને સાચવવાનાં રહ્યાં. હવે મને આ સંસારનાં કાલ્પનિક-મિથ્યા સુખોનું કોઈ આકર્ષણ રહ્યું નથી. હવે તો મારે આ ભવ અને પરભવને ઉજ્જવલ કરવાનો જ પુરુષાર્થ કરવો છે.
સુલસાના મુખ પર સ્મિતનાં સૂરજમુખી ઝળહળવા લાગ્યાં. એના હૈયામાં સળગતો જ્ઞાનનો દીવો વિશેષ પ્રજ્વલિત થયો.
ભગવંતને વંદના કરી. કુશલપૃચ્છા કરી નાગ સારથિ સાથે સુલસા ઘેર આવી.
સંબંધનો પાયો શ્રદ્ધામાં હોય છે. શ્રદ્ધામાં શંકાને સ્થાન નથી હોતું. પ્લાસ્ટિકનાં ફૂલ બહારથી રૂપાળાં હોય છે, પણ હુંફાળા નથી હોતાં. બે વાસણ સાથે હોય તો ખખડે, એમ પતિ-પત્ની વચ્ચે છમકલાં થાય, પણ સમરાંગણ ન થાય! એકમેકનો ભરોસો હોય તો કશું વેરવિખેર નથી થતું, પણ હેમખેમ રહે છે. સંજોગવશાત્ માણસ આકળો થઈને ઊકળી ઊઠે એ સ્વાભાવિક છે પણ એ ઉકળાટમાં લાગણીની ઉષ્મા હશે તો ભડકો નહીં થાય. સંબંધો મહત્ત્વના હોય છે. જીભાજોડી નહીં. જે વ્યક્તિને પોતાના સાથે મેળ ન હોય એનો મનમેળ બીજે થવો શક્ય નથી.
તર્કના તરાપા પર તરવાનો પ્રયત્ન કરનારે સંબંધોના સઢ પર ભરોસો રાખવો જોઈએ. “વહાણ વિશ્વાસે ચાલે છે.” એ કહેવત સાચી પાડવી હોય તો આપણો શ્વાસ પણ વિશ્વાસ પર ચાલવો જોઈએ! નાગ સારથિને સુલસા પર એવો વિશ્વાસ હતો. સુલતાને નાગ સારથિ પર પૂર્ણ ભરોસો હતો.
જ્યારે લગ્ન પછી કેટલાંક વર્ષો સુધી પુત્રપ્રાપ્તિ ન થઈ, નાગની પુત્રેચ્છા પ્રબળ હતી ત્યારે સુલતાએ નાગને બીજી કન્યા સાથે લગ્ન કરી લેવા કહ્યું હતું. પરંતુ નાગે ઘસીને ના પાડી હતી. “મારે પુત્ર જોઈએ છે, પણ તારાથી
૧૫૪
સુલાસા
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ જોઈએ છે. બીજી સ્ત્રી નથી જોઈતી!' આનાથી વધીને શ્રદ્ધા.. પ્રેમ... ભરોસો બીજો કયો હોઈ શકે? અને સુલસા પણ પતિની ઇચ્છાપૂર્ણ કરવા કેટલું ઝઝૂમી હતી. તપ-ત્યાગ, જાપ-ધ્યાન-ઉપાસના...બધું કરીને દેવને પ્રસન્ન કર્યા હતા! અને દેવીકૃપા પ્રાપ્ત કરી. બત્રીસ પુત્રોને જન્મ આપી, પતિના મનને આનંદ-ઉલ્લાસથી ભરી દીધું હતું.
કોઈ માણસ એક ક્ષણે આપણને ન ગમે પણ બીજી ક્ષણે વિચાર કરતાં એના સારા ગુણો યાદ આવી શકે છે. દરેક માણસમાં બધું ગમવા જેવું નથી હોતું અને બધા માણસની દરેક ખાસિયત ધિક્કારવા જેવી પણ નથી હોતી. માણસના ગમા-અણગમાની સતત ચાલતી વારાફેરીનો સ્વીકાર કરી લઈએ તો બધા લોકો સાથે મનમેળ રહી શકે.
અણબનાવનું મૂળ અણગમામાં હોય છે. સુલતાને નાગ સારથિ પ્રત્યે અણગમો ન હતો. નાગ સારથિને સુલસા પ્રત્યે અણગમો ન હતો. પછી અણબનાવને અવકાશ જ ક્યાં રહે છે?
જોકે માણસે દરેકને કાયમ પ્રેમ કરવો જ જોઈએ એવી વાત માની શકાય નહીં. એવી વાત માનવી એ જાતને છેતરવા જેવી છે. પ્રેમ પરાણે કરાતો નથી. ચાહત કે સ્નેહ કાયમી હોય તો એની કિંમત પણ રહેતી નથી! પ્રેમીના ગમા અને અણગમાં બંને પ્રત્યે માન જોઈએ! હૃદયની આદત છે પ્રેમ કરવાની પ્રેમનું અમીરસ બનીને વહેવું એટલે જ હૃદય! આવા હૃદયમાં વિલસે છે આનંદ!
આપણા મનને, મિજાજને, ઇચ્છાને, અણગમાને સાંભળવા થોભવું પડે, પણ એના ઈશારે નાચી શકાય નહીં. સૂર્યના ઉદય વખતે જે ક્ષણ છે, તે અસ્ત ભણી દોરી જાય છે. દરેક ક્ષણ સાંજ છે! આમ છતાં સૂર્ય પ્રેમરૂપી પ્રકાશ આપે છે, એમ આપણે આથમવાની ક્ષણ આવે તે પહેલાં પ્રત્યેક પળે પ્રેમની આભા પ્રગટાવીએ! લાગણીથી પ્રેમ શોભે છે એવી જ રીતે પ્રેમથી લાગણી શોભે છે. પાણીથી કમળ અને કમળથી પાણી શોભે છે.
સુલસાથી નાગ સારથિ સંતુષ્ટ છે. નાગ સારથિથી સુલસા પરિતૃપ્ત છે!
સુલાસા
૧૫૫
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત
,
૧
.
૪
૭.
પ્રભુ વીરનાં પાવન પગલાં રાજગૃહીમાં પડે છે અને રાજગૃહીના રાજમાર્ગો અને ગલી-ગલી ત્યાગ અને વૈરાગ્યનાં તોરણોથી શોભી ઊઠે છે. જ્ઞાન અને ધ્યાનના મધુર સૂરો ગુંજી ઊઠે છે.
પોતાના પુત્ર શાલિભદ્રને ભણાવી-ગણાવી, ખાનદાન અને શ્રીમંત ઘરોની અપ્સરા જેવી બત્રીસ કન્યાઓ પરણાવીને, ગોભદ્ર શેઠ, ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે. આવા તો અનેક શ્રીમંત, ધીમંત અને બલવંત પુરુષ ભગવાનનાં ચરણે ચારિત્રધર્મ સ્વીકારતા હતા, આત્મકલ્યાણ સાધી સ્વર્ગમાં કે મોક્ષમાં જતા હતા. આ સામાન્ય વાત હતી. પરંતુ ગોભદ્ર મુનિ વિધિપૂર્વક અનશન કરી દેવલોકમાં દેવ થયા. દેવ થયા પછી અવધિજ્ઞાનથી તેમણે જોયું: ‘હું ક્યાંથી આવ્યો?' તેમણે જ્ઞાનના આલોકમાં રાજગૃહી જઈ. પોતાની પત્ની ભદ્રાને જોઈ, પુત્ર શાલિભદ્રને જોયો, શાલિભદ્રની બત્રીસ પત્નીઓને જોઈ! જોઈને મમત્વ ઊભરાયું. પ્રેમ છલકાયો. વાત્સલ્ય પ્રગટ્યું. તેઓ રોજ પુત્ર માટે ને પુત્રવધૂઓ માટે દેવલોકમાંથી દિવ્ય વસ્ત્રો, અલંકાર અને પક્વાનો મોકલવા લાગ્યા. રોજેરોજ નવાં નવાં વસ્ત્રો! નવાં નવાં અલંકારો અને નવાં નવાં ભોજન!
શાલિભદ્ર બત્રીસ પત્નીઓ સાથે દેવલોકના ઇન્દ્રની જેમ સુખ ભોગવતો હતો. દુનિયાનો બધો વ્યવહાર માતા ભદ્રા સંભાળતી હતી! રાજ ગૃહમાં આવો એક પરિવાર વસે છે, એની જાણ રાજા શ્રેણિકને ખૂબ મોડી થઈ.
નેપાલથી એક વેપારી બત્રીસ રત્નકંબલો વેચવા માટે રાજગૃહીમાં આવ્યો હતો. રત્નકંબલો મોંધી હતી. તે રાજા શ્રેણિકની પાસે ગયો.
મહારાજા, હું નેપાલથી આવ્યો છું. રત્નકંબલનો વેપારી છું. બત્રીસ રત્નકંબલો છે.”
મૂલ્ય કેટલું? મહિમા શું?’ ગરમીમાં ઠંડક આપે, ટાઢમાં તાપ આપે - આ એનો મહિમા છે.
૧૫૬
સુલાસા
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહારાજા! મૂલ્ય છે એક કંબલનું સવા લાખ રૂપિયા!'
ના ભાઈ, આટલી મોંઘી રત્નકંબલ મારે ખરીદવી નથી!' .
વેપારી નિરાશ થઈ ગયો. ‘જે દેશનો રાજા મારી રત્નકંબલ નથી ખરીદી શકર્તા, તો પછી એ દેશની પ્રજા તો ખરીદે જ શાની?’
પરંતુ રાજમાર્ગ પરથી નિરાશ વદને ચાલ્યા જતા ૫રદેશીને શાલિભદ્રની માતા ભદ્રાએ જોઈ લીધો. દાસી દ્વારા તેને બોલાવ્યો. તેની બત્રીસે બત્રીસ રત્નકંબલો ખરીદી લીધી. મૂલ્ય આપી દીધું. વેપારી ધર્મશાળામાં ચાલ્યો ગયો.
રાજમહેલમાં રાણી ચેલણાએ રત્નકંબલની માંગણી કરી. રાજાએ વેપારીને શોધી, બોલાવી લાવવા સેવકોને મોકલ્યા. વેપારી આવ્યો. રાજાએ કહ્યું : ‘ભાઈ, મને એક રત્નકંબલ આપ...'
‘મહારાજા, મારી બધી જ રત્નકંબલો ભદ્રા શેઠાણીએ ખરીદી લીધી છે!' મહારાજાએ પોતાના એક અંગત અનુચરને સવા લાખ રૂપિયા આપી ભદ્રા શેઠાણી પાસે મોકલ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદ્રાએ કહ્યું : ‘એ રત્નકંબલો તો મેં મારા પુત્ર શાલિભદ્રની બત્રીસ પત્નીઓને પગ લૂછવા માટે આપી દીધી છે. એના ટુકડા થઈ ગયા છે!'
અનુચરે મહારાજાને વાત કરી. રાણી ચેલણાએ કટાક્ષની ભાષામાં સંભળાવ્યું: ‘જુઓ! તમારામાં અને એ વિણક સ્ત્રીમાં પિત્તળ અને સુવર્ણ જેટલું અંતર નથી?' રાણીને રીસ ચઢી.
મહારાજા શ્રેણિકને આશ્ચર્ય થયું. ‘મારા નગરમાં આવા શ્રીમંત વસે છે કે જેમની સ્ત્રીઓ રત્નકંબલોથી પગ સાફ કરે છે! મારે એ શાલિભદ્રને મળવું પડશે. હું એને બોલાવું!'
અનુચર શાલિભદ્રને બોલાવવા ગયો. પરંતુ ભદ્રા શેઠાણીએ વિનયથી કહેવરાવ્યું કે, ‘શાલિભદ્ર હવેલીની બહાર નીકળતો જ નથી. માટે મહારાજા સ્વયં મારી હવેલીને પાવન કરે! મારા આતિથ્યનો સ્વીકાર કરે.'
بها
સુલસા
શાલિભદ્રની હવેલીથી જ્યારે શ્રેણિક રાજમહેલમાં પાછા આવ્યા, ત્યારે ચેલણા રાણીની પાસે સુલસા પણ બેઠી હતી. ચેલણાએ સુલસાને બોલાવી હતી. શ્રેણિક આવતાં બંને સ્ત્રીઓ ઊભી થઈ. મહારાજાને પ્રણામ કર્યાં. મહારાજા સિંહાસન પર બેઠા. દાસીએ સોનાના પ્યાલામાં શીતલ પાણી
For Private And Personal Use Only
૧૫૭
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યું. શ્રેણિકે શ્રમ દૂર કરી, પાણી પીધું અને કહ્યું :
દેવી! આજે અભુત અનુભવ થયો. મને ભદ્રા શેઠાણીનું આમંત્રણ મળ્યું. હું ત્યાં ગયો. અભયકુમાર મારી સાથે હતો.
બહુ જ થોડા સમયમાં એ ભદ્રાએ રાજમહેલથી એની હવેલી સુધીનો રાજમાર્ગ શણગારી દીધો હતો! માર્ગ ઉપર સુગંધી જલનો છંટકાવ થયેલો હતો. ઠેર ઠેર સુંદર આકર્ષક તોરણો બંધાયેલાં હતાં. વિવિધ વાજિંત્રો વાગી રહ્યાં હતાં. અમે એની હવેલીમાં પ્રવેશ્યા ત્યાં સોનાના થાંભલા ઉપર ઇંદ્રનીલમણિનાં તોરણ ઝૂલતાં હતાં. મુખ્ય દ્વારની આગળ મોતીના સાથિયા રચેલા હતા. સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રોના ચંદરવા બાંધેલા હતા. આખી હવેલી સુગંધથી મઘમઘી રહી હતી.
ભદ્રા શેઠાણીએ અમારું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું. અમને એ હવેલીના ચોથા માળે લઈ ગઈ. ત્યાં અમને કહ્યું :
મહારાજા, આ સિંહાસન પર બિરાજો. હું મારા પુત્ર શાલિભદ્રને બોલાવવા સાતમા માળે જઈને આવું.”
જ્યારે તે પાછી આવી ત્યારે તેને એકલી જ જઈને મેં પૂછયું : “ભદ્ર, પુત્ર ન આવ્યો કે?’
મહારાજા, ક્ષમા કરજો, પણ મેં એને કહ્યું કે વત્સ! મહારાજા શ્રેણિક આપણા ઘરે આવ્યા છે. એમને જોવા નું ચોથે માળ આવ.” ત્યારે એણે મને કહ્યું: “માતા એ બાબતમાં તમે બધું જાણો છો. માટે જે મૂલ્ય આપવા યોગ્ય હોય તે તમે આપી દો. મારે ત્યાં આવીને શું કરવું છે?' મેં કહ્યું : “વત્સ, શ્રેણિક એ કોઈ ખરીદવાની વસ્તુ નથી, તેઓ તો આ દેશની પ્રજાના અને તારા-મારા સ્વામી છે! રાજા છે!'
મા, મારો પણ કોઈ સ્વામી છે? માલિક છે? તો પછી મારા આ વિપુલ ઐશ્વર્યનો અર્થ શો? એવા ઐશ્વર્યને હું ધિક્કારું છું મા...! આવા પરાધીન ભોગસુખો મને ના ખપે. હું તો મારા પિતાના માર્ગે જઈશ. પ્રભુ વીરનાં ચરણોમાં ચારિત્રધર્મ સ્વીકારીશ.'
વત્સ, પછી તારે જે કરવું હોય તે કરજે...હમણાં તો તું નીચે આવીને મહારાજાને મળ.’
હું તો ભદ્રાની વાત સાંભળીને અવાક થઈ ગયો! હું આગળ કંઈ વિચારું ત્યાં તો દેવકુમાર સદૃશ શાલિભદ્ર એની રંભા-ઉર્વશી જેવી બત્રીસ પત્નીઓ
૧૫૮
સુલાસા
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે મારી સામે આવીને ઊભો. એણે વિનયથી મને પ્રણામ કર્યા. મેં ઊભા થઈ એને આલિંગન કરી, પુત્રવત્ મારા ઉસંગમાં બેસાડ્યો. મારી આંખોમાં હર્ષનાં આંસુ ભરાઈ આવ્યાં.
ત્યાં ભદ્રા બોલી : “હે કૃપાવંત, હવે આપ એને છોડી દો, એ મનુષ્ય છે, છતાં મનુષ્યની ગંધ એનાથી સહન થતી નથી. તેના પિતા કે જેમણે પ્રભુ વીર પાસે દીક્ષા લીધી હતી, તેઓ અનશન વ્રત કરી, મૃત્યુ પામી દેવલોકમાં દેવ થયા છે. તેઓ પુત્રવાત્સલ્યથી પ્રેરાઈને રોજ નવાં નવાં દિવ્યા વસ્ત્ર, અલંકારો વગેરે આપે છે. અમારો આ પુત્ર એની બત્રીસ પત્નીઓ સાથે દેવના જેવાં દિવ્ય સુખો ભોગવે છે.'
મેં શાલિભદ્રને ખોળામાંથી મુક્ત કર્યો. એ મને નમન કરી, જેવો આવ્યો હતો, તેવો પત્નીઓ સાથે સાતમા માળે ચાલ્યો ગયો.
તે પછી ભદ્રાએ મને આગ્રહ કર્યો : “મહારાજા, આજે અહીં જ ભોજન લેવાની કૃપા કરો.” મેં એની વિનંતી સ્વીકારી. ભોજનપૂર્વે મને સ્નાનગૃહમાં મોકલ્યો. ત્યાં તેલ, ચૂર્ણ અને ગરમ-ઠંડા પાણીથી સ્નાન કર્યું. સ્નાન કરતાં કરતાં મારી આંગળીમાંથી એક વીંટી વાવડીમાં પડી ગઈ. હું એ શોધતો હતો ત્યાં ભદ્રા આવી. તેને મેં વીંટી પડી ગયાની વાત કરી. એણે દાસીને કહ્યું : “વાવડીનું પાણી બીજી તરફ કાઢી નાખ.” પાણી નીકળી ગયું તો વાવડીના તળિયે દિવ્ય આભૂષણોનો ઢગલો પડ્યો હતો. તેના ઉપર મારી વીંટી પડી હતી. પણ સાવ ફિક્કી લાગતી હતી. મેં પૂછ્યું : “હે ભદ્ર! આ ઢગલો. આટલા બધા દિવ્ય અલંકારો...આ બધું શું છે? ભદ્રાએ કહ્યું : હે નાથ, રોજ શાલિભદ્રનાં અને એની પત્નીઓનાં આભૂષણો જે કાઢી નાખવામાં આવે છે, તે આ છે!'
મેં વિચાર્યું : “ખરેખર શાલિભદ્ર મહાન પુણ્યશાળી છે. મારા રાજ્યમાં આવા ધનવાન અને ગુણવાન પુરુષો વસે છે...“એથી હું પણ ભાગ્યશાળી છું! અભયકુમાર વગેરેની સાથે ભોજન કરીને હું અહીં આવ્યો.”
બે દિવસ પસાર થઈ ગયા. સુલતાને શાલિભદ્રને જોવાની ઇચ્છા જાગી. તે શાલિભદ્રની હવેલીએ પહોંચી. ભદ્રા શેઠાણીએ સુલતાને આદર આપ્યો. બેસવા આસન આપ્યું. ભદ્રા કંઈ પૂછે એ પહેલાં જ સુલતાએ કહ્યું : “હે ભદ્રા, હું નાગ સારથિની
સુલસા
૧પ૯
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ની સુલસા છું.” મહારાજા શ્રેણિકના મુખે તમારા અને તમારા પુત્ર શાલિભદ્રનાં ગુણગાન સાંભળી, મારા મનમાં પ્રમોદ પ્રગટ્યો. હું તમને અને શાલિભદ્રને મળવા આવી છું.'
બહેન, મારો પુત્ર તો વૈરાગી થઈ ગયો છે. એ ગૃહવાસનો ત્યાગ કરવા તત્પર બન્યો છે. એ ગઈકાલે જ એના એક મિત્ર સાથે, બાહ્ય ઉદ્યાનમાં પધારેલા મન:પર્યવજ્ઞાની સાક્ષાત્ ધર્મસ્વરૂપ ધર્મઘોષ નામના મુનિવરને વંદન કરવા ગયો હતો. વર્ષો પછી એ પહેલી જ વાર હવેલીની બહાર નીકળ્યો હતો. રથમાંથી ઊતરી એ આચાર્યદેવ પાસે ગયો. તેમને વંદન કરી, બીજા ત્યાં બિરાજમાન સાધુઓને પણ વંદન કરી સૂરિદેવની સામે જઈ વિનયપૂર્વક બેઠો. તેણે વિનયથી પ્રશ્ન પૂછયો :
ગુરુદેવ, રાજાનું સ્વામીપણું ન જોઈતું હોય તો મારે શું કરવું જોઈએ?' “હે વત્સ, જેઓ ચારિત્રધર્મ સ્વીકારે છે તેમના કોઈ સ્વામી નથી હોતા. રાજા પણ એમને વંદે છે!”
તો પછી હું ઘેર જઈ, મારી માતાની અનુમતિ લઈ દીક્ષા ગ્રહણ કરીશ.”
એમ કહી શાલિભદ્ર ઘેર આવ્યો અને મારાં ચરણોમાં પ્રણામ કરી મને કહેવા લાગ્યો : “હે માતા, આજે મેં ધર્મર્દોષ નામના આચાર્યદેવનો ધર્મોપદેશ સાંભળ્યો. સંસારનાં સર્વ દુઃખોથી મુક્ત થવા માટે ધર્મનું જ શરણ લેવું જોઈએ, માટે મારી ઇચ્છા ચારિત્રધર્મ લેવાની છે.'
પુત્રની વાત સાંભળી મારી આંખો ભીની થઈ ગઈ. મારા હોઠ થરથરી ઊડ્યા. છતાં હૃદયને દઢ કરી મેં પુત્રને કહ્યું : “વત્સ, વ્રત લેવાનો તારો સંકલ્પ સારો છે. તું એવા પિતાનો પુત્ર છે કે જે પિતાએ પણ પ્રભુ વીરની પાસે દીક્ષા લીધી હતી. પરંતુ બેટા, ચારિત્રજીવન એટલે લોઢાના ચણા ચાવવાના છે! તારું શરીર સુકોમળ છે. દિવ્ય ભોગો ભોગવેલા છે. તે ચારિત્રધર્મનું કઠોર અને ઉગ્ર પાલન કેવી રીતે કરી શકીશ?'
શાલિભદ્રે કહ્યું : “હે મારી મા, જે ભોગી પુરુષ ભાગી ન થઈ શકે તે કાયર કહેવાય. બધા ભોગી પુરુષો કાયર નથી હોતા. હું સંયમધર્મનાં કષ્ટો સમતાથી સહન કરી શકીશ.'
મેં કહ્યું : “વત્સ, જો તારે દીક્ષા લેવી જ હોય તો ધીરે ધીરે ભોગોનો ત્યાગ કર. અણગમતા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો અભ્યાસ કર...'
૧૯o
સુલતા
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદ્રાએ સુલસાને કહ્યું : 'બહેન, એણે રોજ એક-એક પત્નીનો ત્યાગ કરવા માંડ્યો છે અને વૈરાગ્યને દૃઢ કરવા લાગ્યાં છે.’
સુલસાએ કહ્યું : ‘તમારા પુત્રને ધન્ય છે! અને તમને પણ ધન્ય છે! તમે એકના એક પુત્રને ચારિત્રના માર્ગે જવાની રજા આપી! તમારું હૃદય કેવું નિર્લેપ અને નિર્મોહ છે!'
‘સુલસા! બહેન, તમારા બત્રીસ પુત્રોએ મહારાજાની રક્ષા કરતાં પોતાના પ્રાણ આપી દીધા! અને તમારી બત્રીસે પુત્રવધૂઓએ દીક્ષા ગ્રહણ કરી, આ વાત હું જાણું છું...પુત્રો અને પુત્રવધૂઓનો વિરહ તમે સમતાભાવે સહન કરી રહ્યાં છો...તમને લાખ લાખ ધન્યવાદ!'
‘ભદ્રે! આ કૃપા મારા પરમ પ્રિય પરમાત્મા વીર પ્રભુની છે...એ જ મારા સર્વસ્વ છે...એમના અદ્રશ્ય સાંનિધ્ય જ મને ટકાવી રાખી છે...મારી દૃઢ શ્રદ્ધા છે કે હવે મારો પ્રત્યેક દિવસ એક એકથી ચઢિયાતો ઊગશે. મને પરમાનંદના સાગરની સહેલ કરાવશે. અધ્યાત્મ-અનુભવનાં ઊંચા શિખરોની યાત્રા કરાવશે...હે દેવી! પ્રભુ વીરની કૃપાથી, હવે કાલ કેવી ઊગશે એની ચિંતા રહી નથી. કાલ સુંદર ઊગશે એની હવે ખાતરી થઈ ગઈ છે. એનો પરમાનંદ છે. એ આનંદને વાણીમાં વ્યક્ત કરવાનું મારું ગજું નથી...શાલિભદ્ર એવો જ અવર્ણનીય આનંદ પામશે, જે એણે દિવ્ય ભોગસુખોમાં નથી અનુભવ્યો!'
'સુલસા, એક વાત કહું? પુત્ર આટલો મહાન ત્યાગ કરવા કટિબદ્ધ થયો છે છતાં મોહપિંજ૨માંથી મારું માથું બહાર નીકળતું નથી, જેમ લોહપિંજરમાં ઉંદર ફસાય છે તેમ!'
‘મારી પણ એ જ સ્થિતિ છે ને! મને પણ સર્વવિરતિમય સાધુતા લેવાની ભાવના જ નથી જાગતી...હા, પ્રભુ વીર પ્રત્યે મારો અવિહડ નેહ છે. મારું મન વિચારોનું અરણ્ય હતું. પ્રભુકૃપાથી હવે એ એક ઉદ્યાન બન્યું છે. અટવીમાં અટવાતી હતી, પણ હવે ઉદ્યાનમાં થઈ ધોરી રસ્તા ઉપર નીકળી આવી છું.'
આ વાતો ચાલતી હતી, ત્યાં એક સુંદર સ્ત્રી દોડતી અને રોતી રોતી આવી. ભદ્રાના ખોળામાં પડી...
‘બેટી, શું થયું? કેમ આટલું બધું રુદન? શાન્ત થા, અને વાત કર?' ‘મા, શું વાત કરું? તારા જમાઈ પણ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા છે.'
સુલસા
For Private And Personal Use Only
૧૭૧
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ બેટી, માંડીને વાત તો કર...કેવી રીતે તેઓ વૈરાગી થયા? મારી ભૂલના કારણે!” તારી ભૂલ?'
હા, મારી મા, તેમને અમે આઠય પત્નીઓ સ્નાન કરાવતી હતી. એમને ઠંડા પાણીથી સ્નાન કરવું ગમે છે. એટલે ઠંડા પાણીથી સ્નાનવિધિ ચાલતી હતી. ત્યાં મને મારો ભાઈ યાદ આવી ગયો. “એ બત્રીસ પત્નીઓનો અને વિપુલ ભોગસુખોનો ત્યાગ કરી દીક્ષા લેવાનો છે.” એ વિચાર આવતાં મારી આંખોમાં આંસુ ઊભરાયાં, અને એ ગરમ ગરમ આંસુનાં બિંદુ એમના શરીર પર પડ્યાં...તરત એમણે ઉપર જોયું. મારી આંખમાં આંસુ જોઈ એ ભડકી ગયા...'
કેમ રડે છે?' તેમણે પૂછ્યું.
મારો ભાઈ શાલિભદ્ર વૈરાગી થયો છે. રોજ એક-એક પત્નીનો ત્યાગ કરે છે. પછી એ દીક્ષા લેશે...!'
તાર ભાઈ શિયાળ જેવો બીકણ, નિ:સત્ત્વ અને કાયર છે! એક-એક પત્ની શા માટે છોડવાની? છોડવી હોય તો બધી એકસાથે છોડવી જોઈએ.”
ત્યારે મારી બીજી શોક્યોએ હસતાં હસતાં કહ્યું : “હે નાથ! જો દીક્ષા લેવી સહેલી છે તો તમે કેમ નથી લેતા?'
એમ છે? મને દીક્ષા લેવામાં તમે આઠ પત્નીઓ વિઘ્નરૂપ લાગતી હતી. આજે તમે અનુકૂળ બની છો તો હવે હું જરાય વિલંબ કર્યા વિના દીક્ષા લઈશ.' તેઓ ઊભા થઈ ગયા. સ્નાનવિધિ પતી ગઈ.
અમે આઠેય પત્નીઓએ કહ્યું : “હે પ્રાણેશ! અમે તો માત્ર ઉપહાસ કરતી હતી. નારાજ ન થાઓ. એમ કંઈ દીક્ષા ના લેવાય.'
તેમણે સૌમ્ય સ્વરમાં કહ્યું : “હું સમજું છું કે પુત્ર-પત્ની-પરિવાર અને ધન-સંપત્તિ-સંબંધો. બધું જ અનિત્ય છે. ત્યાગ કરવા યોગ્ય જ છે. માટે હું દીક્ષા લેવાનો જ!'
અમે આય સ્ત્રીઓએ પણ કહ્યું : “જો આપ દીક્ષા લેશો તો અમે પણ દીક્ષા લઈશ!' તેમણે કહ્યું : “ભલે! તમે પણ પ્રભુ વીરનું શરણ લો.' ભદ્રાએ પૂછયું : “બેટી, શું તમે સહુ સાથે ચારિત્ર ગ્રહણ કરશો?' હા, મા! પ્રભુ વીર વૈભારગિરિ ઉપર સમવસર્યા છે એવા સમાચાર
૧૬ર
લસા
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળ્યા છે. એટલે ત્યાં જઈશું. એ પહેલાં દીન-હીન-અપંગજનોને ખૂબ દાન આપવાનું શરૂ કરવાનું છે.”
ભદ્રા અને સુલસા, બંને સ્તબ્ધ થઈ ગયાં!
જ્યારે શાલિભદ્ર ધન્નાજીની વાત સાંભળી કે “ધન્નાજી પત્નીઓ સાથે પ્રભુ વીર પાસે વૈભારગિરિ ઉપર જાય છે...' એ પણ તરત જ હવેલીનાં પગથિયાં ઊતરી ગયો. ધાજીની સાથે થઈ ગયો.
બીજી બાજુ, ભદ્રાએ મહારાજા શ્રેણિકને આ બધી વાતની જાણ કરી. મહારાજા પૂરા પરિવાર સાથે વૈભારગિરિ ઉપર પહોંચ્યા. આખી રાજગૃહી રમણે ચઢી હતી. હજારો સ્ત્રી-પુરુષોથી વૈભારગિરિ ઊભરાઈ રહ્યો હતો. માત્ર મગધ દેશનો જ નહીં, માત્ર ભારતનો જ નહીં... વિશ્વનો એક શ્રેષ્ઠ દિવ્ય ભોગોને ભોગવનાર રૂપવાન, ગુણવાન અને બલવાન યુવક સર્વસ્વનો ત્યાગ કરી, પ્રભુ વીરના ચરણોમાં જીવન સમર્પિત કરતો હતો. ધન્નાજીએ પણ પોતાની આઠ પત્નીઓ સાથે દીક્ષા ગ્રહણ કરી... દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. દેવીઓએ નૃત્ય કર્યું. વિવિધ વાજિંત્રોથી આકાશ ગુંજી ઊઠ્યું. ધન્ય શાલિભદ્ર! ધન્ય ધન્નાજી! ના હર્ષધ્વનિ થવા લાગ્યા. શાલિભદ્ર મુનિ પ્રભુ વીરનાં ચરણોમાં મસ્તક મૂકી પ્રાર્થના કરે છે.
નાથ, હું સમગ્રતયા તારો થયો છું. આજ લગી મારી ભીતરના જે અંશો તારા થવાની આનાકાની કરતા હતા તે માની ગયા છે.
હવે સમગ્ર જગત મા થયું છે. હું સમગ્ર જગતનો થયો છું. આજ લગી જગતનાં જે સુખો મને લલચાવતાં હતાં તે છૂટી ગયાં છે. વળી, આજ હું ગંભીરતમ છતાં હલકોફૂલ આનંદપૂર્ણ થયો છું. મારા માથે પ્રભુ તું છે! છતાં તૃણ સાથેય મારે જુદાઈ નથી.
નાથ! તે મારો ઉદ્ધાર કર્યો છે. મારા અન્નના પિંડને આનંદના કુંભમાં તથા મારા ધૂમ્રાચ્છાદિત મૂમય પ્રાણને સ્ફટિક-સ્વચ્છ ચિન્મય જીવનશક્તિમાં પલટાવ્યો છે. પણ નાથ, તે મને કેવો ઉદ્ધર્યો છે, તે બીજાને બરાબર કહેવા માટે ખરેખર શબ્દો જ નથી! પ્રભો! તારા ચરણની રજમાં પણ જે ઐશ્વર્ય છે, તે મહિપતિઓના
સુલાસા
૧૩૩
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુગટમાં નથી. તારી નમણી આંખોમાં જે પ્રેમ છે તે, જગ જેને પ્રિયતમપ્રિયતમા શબ્દથી સંબોધે છે, તે તેમના ઉત્તમોત્તમ ભાવમાં ય નથી. તારી કૃપાના શૂન્ય અંશમાં પણ જે મબલખતા છે, તે બીજા અનંતોની હારમાળાઓમાં ય નથી!
હે પ્રભુ! મને તારાથી અધિક કોઈ વહાલું નથી. અને પ્રકૃતિમાં હજી રહેલી અપૂર્ણતાથી અધિક કોઈ અળખામણું નથી તેં મને બાથમાં લેવાની શરૂઆત કરી છે, તો મારે હવે એ બાથ ખોવી નથી તથા મારી નિમ્ન પ્રકૃતિએ એની ચૂડ ઢીલી કરી છે તો હવે મારે એ ચૂડમાં ફરી કદી ભીંસાઈ મરવું નથી.
ઊર્ધ્વતમ શક્તિ! તેં મને સહસ્સેદલની ઉપર રહેવા જગ્યા આપી છે તો હવે મારે મૂલાધારની નીચેના ઓરડામાંથી મારી બેઠક ઉપર ખસેડવી છે. જેટલું બની શકે તેટલું જલદી મારે તારી સાથે પૂર્ણતઃ એક બનીને નિરંતર રહેવું છે.'
૧૩૪
સુલાસા
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
L
૧૮
સુલસા
શ્રમણ ભગવાન મહાવીરે રાજગૃહીમાં ચાતુર્માસ વ્યતીત કર્યું. વર્ષાવાસ પૂર્ણ થતાં પ્રભુએ ચંપાનગરી તરફ વિહાર કર્યો. ચંપાના રાજા દત્તનો રાજકુમાર મહાચંદ્ર પ્રભુનો ધર્મોપદેશ સાંભળી પ્રભાવિત થયો. તેણે ગૃહસ્થધર્મનાં બાર વ્રત લીધાં. ભગવાન તો ત્યાંથી વિહાર કરી ગયા, પરંતુ રાજકુમાર મહાચંદ્રે ધર્મચિંતન કરતાં કરતાં વિચાર્યું કે ‘હવે જો પ્રભુ ચંપામાં પધારે તો હું દીક્ષા લઈ પ્રભુનાં ચરણોમાં સમર્પિત થઈ જાઉં!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ પુનઃ ચંપામાં પધાર્યા. રાજકુમારે દીક્ષા લઈ લીધી.
ત્યાંથી વિહાર કરી પ્રભુ સિંધુ-સૌવીર દેશની રાજધાની વીતભયનગરમાં પધાર્યા. ત્યાંનો રાજા ઉદ્યણ પ્રભુ વીરનો ઉપાસક હતો. એ ખૂબ આતુરતાથી પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યો હતો. પ્રભુ પધાર્યા. રાજા અને પ્રજા હર્ષથી નાચી ઊઠી. પ્રભુનાં દર્શન-વંદન કરીને, પ્રભુનાં ઉપદેશવચનો સાંભળીને સૌ કૃતાર્થ
થયા.
પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. તેઓ વાણિજ્યગ્રામ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પૂર્ણ કરી પ્રભુ વારાણસી પધાર્યા. વારાણસીમાં હજારો શ્રમણો સાથે પ્રભુએ કોષ્ટક-ચૈત્યમાં સ્થિરતા કરી, પ્રભુ પધાર્યાના સમાચાર જાણી વારાણસીનો રાજા જિતશત્રુ સપરિવાર પ્રભુને વંદન કરવા કોષ્ટક ચૈત્યમાં આવ્યો. વિનયપૂર્વક વંદના કરી પ્રભુનો ધર્મોપદેશ સાંભળ્યો.
તે વખતે ચુલ્લિની-પિતા અને એની પત્ની શ્યામા, પ્રભુના ઉપદેશથી અત્યંત પ્રભાવિત બન્યાં અને બંનેએ ગૃહસ્થધર્મનાં બાર વ્રત ગ્રહણ કર્યાં.
આ દંપત્તીની જેમ જ સુરાદેવ અને એની પત્ની ધન્યાએ પણ બાર વ્રત ગ્રહણ કર્યાં. ભગવાન મહાવીરના અનન્ય ઉપાસક દસ શ્રાવકોમાં આ બેફુલ્લિની પિતા અને સુરાદેવનાં નામ છે!
વારાણસીથી ભગવાન આલંભિયા પધાર્યા. પ્રભુ ત્યાં ‘શંખવન’ નામના ઉદ્યાનમાં ઊતર્યા. રાજા જિતશત્રુ પ્રભુને વંદન કરવા ગર્યા. ભગવંતનો ધર્મોપદેશ સાંભળી હર્ષિત થયો.
For Private And Personal Use Only
૧૬૫
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંખવનની નજીક જ “પગલ' પરિવ્રાજકનો મઠ હતો. તીવ્ર તપ કરવાથી એને વિર્ભાગજ્ઞાન થયું હતું. એ પ્રભુના પરિચયમાં આવે છે. પ્રભુની પરમ કરુણાથી અને અનંતજ્ઞાનથી પ્રભાવિત થાય છે. તે પ્રભુ પાસે દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી પણ ઘોર તપશ્ચર્યા કરી, સર્વ કર્મોનો નાશ કરી તે મુક્તિ પામે છે.
ત્યાં ચલણીશતક નામનો ધનાઢ્ય શ્રાવક પોતાની પત્ની બહુલા સાથે, પ્રભુ પાસે ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત ગ્રહણ કરે છે. એ દંપતી મન-વચનકાયાથી પ્રભુ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે...
પરંતુ રાજગૃહીમાં સુલસા પ્રભુના વિરહમાં અત્યંત વ્યથિત બનેલી છે. તેના આત્માના પ્રદેશેપ્રદેશે વીર...વિર...નો નાદ ઊઠી રહ્યો છે. પાણી વિનાની માછલી જેવો તરફડાટ એ અનુભવી રહી છે. રાણી ચેલણાને, અને અભયકુમારને પૂછે છે : “પ્રભુ રાજગૃહી ક્યારે પધારશે?” મન આનંદવિભોર થઈ જાય તેવો ઉત્તર મળતો નથી...એ નિરાશ થઈ જાય છે. એકલી એકલી ગુણશીલ-ચૈત્યના પરિસરમાં પહોંચી જાય છે. અને એનું હૈયું સંવેદનશીલ બની ગાવા લાગે છે :
અહીં માગ્યું'તું મિલન મધુરું એ જ “ગુણશીલ'નું સ્થાન, કાંઈ કશું પલટાયું નથી, આ રમ્ય એ જ ઉદ્યાન! અહીં તમારો અંશ? જાણે મળે એનું એંધાણ, અને કશું નહીં એવું કે જે ભૂલવે મારું ભાન! ધીર ગતિએ વૃક્ષો નમતાં જલનો એ હિલ્લોળ અને કશું એવું નહીં કે જે ભૂલવે મારું ભાન! ડાળઝાળથી ઊડી પંછી મચવે શો કિલ્લોલ! ઊડતા એ આનંદ રંગને નહીં શકું હું માણી? ચિત્તે મારા સાવ અચિંતી દિશા લીધી અણજાણી? પણ તવ દર્શને નવ કનડે કોઈ વંદના છાની, તવ વચનામૃત પાન કરીને દુનિયા છોડીશ ફાની! એનું એ “ગુણશીલ' છતાંય નથી પ્રભો તવ સાથ, એથી મને વસમો લાગે છે ઊંડેરો આઘાત! ક્ષણે ક્ષણે મારા હૈયામાં એવી થતી ધ્રુજારી, કંપી કંપી ઊડી રહી છે. આ રોમ તણી ફુવારી!
૧૬૩
સુલાસા
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભો! આ ઉપવન, અને સઘળી નિસર્ગ લીલા,
જોવું, માણું, કહ્યું અને મન મેલાં થઈ જાય ઊજળાં! જાણે સુલતાની પ્રાર્થના, સુલતાની પ્રેમયાચના સાંભળીને પ્રભુ રાજગૃહી પધાર્યા. “ગુણશીલ” ચૈત્યમાં સ્થિરતા કરી. દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુની દિવ્ય પ્રભાવવાળી વાણી સાંભળી અનેક સજ્જન-દુર્જનોએ પ્રભુની પાસે દીક્ષા લીધી. મંકાતી અને કિક્રમ જેવા મહાનુભાવોએ દીક્ષા લીધી તો અર્જુનમાળી જેવા કૂર પાપી પુરુષે પણ દીક્ષા લીધી. કાશ્યપ નામના શ્રીમંત ગૃહપતિએ પણ દીક્ષા લીધી. ૧૬ વર્ષ સુધી સાધુધર્મનું પાલન કરી, અંતે વિપુલ પર્વત ઉપર અનશન કર્યું અને મુક્તિ પામ્યા.
રાજા શ્રેણિકની આગ્રહપૂર્ણ વિનંતીથી પ્રભુએ રાજગૃહીમાં જ ચાતુર્માસ કર્યું. સુલસા જાણે આકાશમાં ઊડવા લાગી! એનો એક પગ ઘરમાં તો બીજો પગ ગુણશીલ ચૈત્યમાં સુલતાને કોઈ સ્નેહીએ પૂછયું : “સુલતા! તું આટલાં બધાં પ્રભુનાં ગીત કેમ ગાય છે?' સુલસા કહે છે :
જ્યારે કરું કામ પ્રભુ દેતા મને માન,
જ્યારે ગાઉ ગીત કરે પ્રેમ ભગવાન આમ તો આ સૃષ્ટિમાં મારું કોઈ પ્રયોજન નથી. દુન્યવી પ્રયોજનો તો આપણને આપણાથી અને પરમાત્માથી જોજનનાં જોજન દૂર ને દૂર લઈ જાય છે અને રસ્તાને વધુ ને વધુ વિકટ કરી મૂકે છે. હું તો અહીં કેવળ ગાવા આવું છું. અને મારે પ્રભુ સિવાય કોઈનું ગીત ગાવું નથી. મારો વિષય પણ પ્રભુ, મારો આશય પણ પ્રભુ અને મારી અભિવ્યક્તિ પણ પ્રભુ! ગાવું છે ખરું પણ શૂન્યાવકાશમાં ગાવું નથી. તમારા સમવસરણમાં એક અછડતું સ્થાન આપી દો! પછી હું ગાઈને તમારી સાથે સદાયે લયના તાંતણે બંધાયેલી રહીશ. તમારું સમવસરણ ભરેલું છે. એમાં મહત્તા પુરવાર થાય એવું કોઈ સત્તાનું સિંહાસન નથી જોઈતું, પણ એકાદ ખૂણે કે જ્યાં હું મારું મયૂરાસન રચી શકું! આ વિશાળ વિશ્વભવનમાં અનેક લોકો છે, એમને અનેક કામો છે, મારે તો તમને ગાવા છે, એ સિવાય કશુંય કામ નથી. તમને જોયા કરું! અકારણ સૂરથી છલકાયા કરું, એથી વિશેષ અને એથી અલ્પ મને કશુંય ન ખપે!
આખી દુનિયા સૂઈ ગઈ હોય, કોલાહલ શમી ગયો હોય, બજારો બંધ થઈ ગયાં હોય ત્યારે આખી રાત નીરવ મંદિર જેવી લાગે છે. આ નીરવ
સુલાસા
૧૩૭
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંદિરમાં માત્ર હું અને તમે, હું પણ નહીં. આ પૂજાની વેળા છે. અહંની શરણાગતિની વેળા છે. અને પરમ પિતાની ફરમાઈશથી ગીત ગુંજવાનો આનંદ કોઈ અનેરો હોય છે! પરમાત્માન એક અણસારો.- એ આંખ માથા પર ચઢાવવાની વાત છે. રાતથી જાણે, કે પૂજાનો પ્રકાર હોય તેમ પ્રારંભ પામેલું ગીત સવાર લગી પણ એના ઝીણા સૂર પારિજાતનાં ફૂલની જેમ ઝરતા રહેશે. આ ગીત તો તમને પામવા માટે નિમિત્ત છે! તમારો પાવન સંગ એ જ મોટામાં મોટું વરદાન
અહીં આવી છું કેવળ ગાવા પ્રભુ! તમારાં ગાન! મને દઈ દો સમવસરણમાં એક અછડતું સ્થાન! મને વિશાળ વિશ્વભવનમાં નહીં કશુંયે કામ, કોઈ અકારણ સૂરથી છલકે પ્રાણ અહો! અભિરામ! રાત્રિના નીરવ મંદિરમાં પૂજન-વેળા જ્યારે, અણસારે આદેશ મને દો ગીત ગુંજવા ત્યારે! પરોઢિયાને પવને રણકે ઝણકે સોનલ વીણા, ત્યારે પણ આ હૈયું ઝરતું ગીત સૂરમાં ઝીણા! મળે તમારો પાવનકારી સંગ, એ જ વરદાન,
મને દઈ દો સમવસરણમાં એક અછડતું સ્થાન! આ ગીતમાં સુલતાના હૃદયની તન્મયતા ને તલ્લીનતા જોવા મળે છે. આરજૂઅને આદ્રતા છે. એ કંઈક અલૌકિક ઝંખે છે. એના કંઠમાંથી ગીત સરી પડે છે. એનું હૈયું એ પ્રભુને સમર્પી દે છે.
વર્ષાવાસ પૂર્ણ થયા પછી પણ પ્રભુ રાજગૃહીમાં રહ્યા હતા.
એક દિવસ રાજા શ્રેણિક વગેરે ભગવાનની પાસે બેઠા હતા. ત્યાં એક કોઢી પણ બેઠો હતો. ભગવાનને છીંક આવી. પેલો કોઢી બોલી ઊઠયો: ‘આપનું વહેલું મૃત્યુ થાઓ!' પછી રાજા શ્રેણિકને છીંક આવી. કોઢી બોલ્યો: “ઘણા દિવસો જીવો!” થોડીવાર પછી અભયકુમારને છીંક આવી. કોઢી બોલ્યો : “તમે જીવો તો સારું અને મરો તો પણ સારું!' એટલામાં ત્યાં આવેલા કાલસૌરિક કસાઈને છીંક આવી. કોઢીએ કહ્યું : “તું જીવ પણ નહીં અને મર પણ નહીં.” કોઢીએ ભગવાનને મારવાની વાત કરી હતી તેથી શ્રેણિકને એના પર
૧૩૮
સુલાસા
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખૂબ ક્રોધ આવ્યો હતો. તેણે પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે : “કોઢી બહાર નીકળે ત્યારે તેને પકડી લો.' ભગવંતની દેશના પૂર્ણ થતાં એ કોઢી બહાર નીકળ્યો. રાજાના સૈનિકોએ એને ઘેરી લીધો; પરંતુ કોઢી તો આકાશમાર્ગે ઊડી ગયો!
શ્રેણિકે પ્રભુને પૂછયું : “હે નાથ! આપને છીંક આવી તે વખતે તે અમંગલ બોલ્યો અને બીજાઓની છીંકો આવી તે વખતે માંગલિક બોલ્યો, તેનું શું કારણ?'
પ્રભુએ કહ્યું : “એ દેવે મને કહ્યું : હજુ સુધી આપ આ સંસારમાં કેમ રહ્યા છો? શીધ્ર મોક્ષે જાઓ!' એવું ધારીને મને કહ્યું : “મૃત્યુ પામો!' હે રાજનું, તને કહ્યું કે, “જીવો!” કેમ કે તને આ જીવનમાં જ સુખ છે. મૃત્યુ પછી તું નરકમાં જવાનો છે. અભયકુમારને કહ્યું : “જીવો કે મર!' કારણ કે જીવનમાં એ ધર્મ કરશે અને મરીને તે અનુત્તર દેવલોકમાં જશે.
કાલસૌરિકને કહ્યું કે, “તું જીવ નહીં અને મર પણ નહીં!' કારણ કે એ જીવશે ત્યાં સુધી પાપ કરશે અને મરીને સાતમી નરકમાં જશે.'
ભગવાને દર્દશક દેવના વચનોનું સ્પષ્ટીકરણ કર્યું. શ્રેણિકે દીનભાવે પ્રભુને કહ્યું : “હે પ્રભુ! આપ જેવા જગત્પતિ મારા સ્વામી હોવા છતાં મારે નરકમાં જવાનું?'
શ્રેણિક, તેં મારા પરિચયમાં આવતાં પહેલાં નરકગતિનું આયુષ્યકર્મ બાંધેલું છે, તેથી તું અવશ્ય નરકમાં જઈશ. શુભ-અશુભ જેવાં કર્મ જીવે બાંધ્યાં હોય તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. અમે પણ પરિવર્તન ન કરી શકીએ! તો પણ તે નિરાશ ન થઈશ. આવતી ચોવીશીમાં તું પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થઈશ!'
“હે નાથ! આ સમવસરણમાં એવો બીજો કોઈ જીવ છે કે જે આગામી ચોવીશીમાં તીર્થકર થશે?'
હા શ્રેણિક, અહીં બેઠેલી સુલસા શ્રાવિકા આગામી ચોવીશીમાં પંદરમાં નિર્મમ નામના તીર્થંકર થશે!”
સલસાની આંખો વિસ્ફારિત થઈ ગઈ. શરીર રોમાંચિત થઈ ગયું. હૈયું ભાવવિભોર બની ગયું. તે ઊભી થઈ. પ્રભુને નમન કરી, ત્રણ પ્રદક્ષિણા દીધી. પ્રભુ સન્મુખ ઊભી રહી અને તેના મુખમાંથી સ્તવના સરવા માંડી:
સુલાસા
૧૬૯
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે મને દુર્ગતિની શી ભીતિ? અજબ બની છે પ્રભુ સાથે પ્રીતિ... પ્રભુ તારો દુર્લભ સ્નેહ જાણે વરસ્યો પુષ્કરાવર્ત મેહ! મને કરાવશો પૂરણ પ્રેમની પ્રતીતિ? હવે મને દુર્ગતિની શી ભીતિ? મારું ચિત્ત ચોરાયું તારે સંગ, ખરેખર મળ્યો તું ચઢતે રંગ! મને કહો તુમ સાથે પ્રેમ કરવાની રીતિ, હવે મને દુર્ગતિની શી ભીતિ? જિમ જિમ જોઉં તવ મુખનું નૂર, તેમ તેમ પાવું આનંદપૂર
સુણીને જનમુખે ગવાતી તવ સ્તુતિ,
રોમ રોમ ઉલ્લસે કરી મેં વીર સાથે પ્રીતિ!
મારું કેવું પરમ સૌભાગ્ય! પરમાત્માની મારા ઉપર કેવી અપાર કૃપા! તેઓ મને તેમની સમાન બનાવશે.. તેઓ તીર્થંકર છે, મને તીર્થંકર બનાવશે!
તીર્થંકરત્વ!
દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ!
‘સંસારના સર્વ જીવોને સર્વ દુઃખોથી મુક્ત કરું અને પરમ સુખમય મોક્ષદા પમાડી દઉં.’ આવી ઉત્કૃષ્ટ ભાવનાથી તીર્થંકર નામકર્મ બંધાય છે,’ એમ મેં મારા પ્રભુના મુખે સાંભળ્યું છે! એવું પણ સાંભળ્યું છે કે જે જીવ જેનું તન્મયતાથી ધ્યાન કરે, તે જીવ તેવો બની જાય છે! આ વાત મને ખૂબ સ્પર્શે છે. મારું મન પ્રભુની ચારે બાજુ ભ્રમર બનીને ગુંજારવ કરતું રહે છે. મને મારા પ્રભુ મારા પ્રાણથી પણ વધુ વહાલા લાગે છે. અહો! મારા એ આરાધ્યદેવને હું કેટલીય વાર અભેદ ભાવે મળી છું! ‘તું હી તું હી' નો ગંભીર નાદ મારા નાભિપ્રદેશમાંથી ઊઠ્યા કરે છે...મારા નાથ! તમે મારું શ્રેષ્ઠ ભાષ્ય ભાખ્યું...આપનાં વચનોમાં મને અખંડ શ્રદ્ધા છે, જે વાત ભાવિની ભીતરમાં નિશ્ચિત હોય , આપ એના ભેદ ખોલી નાખો છો...આપ પૂર્ણ જ્ઞાની છો...આપ પૂર્ણ દ્રષ્ટા છો.
મારા નાથ! કેવું આશ્ચર્યનું આશ્ચર્ય! આ મને શું મળી ગયું? તારી
સુલસા
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રેમનિશાનીની કેવી અલૌકિક ભેટ તેં આપી? કોઈ પુષ્પમાળા નહીં, કોઈ મધુર મુખવાસ નહીં, કોઈ સુગંધિત જલ નહીં...પણ તીર્થંકરત્વ! અત્યંત તેજસ્વી અને પરમ કલ્યાણકારી!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાતનાં કુમળાં કિરણો બારીમાંથી આવીને પૂછે છે. પક્ષીઓ મધુર કલરવ કરતાં પૂછે છે : અરે નારી, વિશ્વપતિએ તને કઈ ભેટ આપી? હું શું કહું? એ તીર્થંકરત્વને શું સમજે? હા, હું તીર્થંકર બનીને બધું એમને એમની ભાષામાં સમજાવી શકીશ!
હવે હું નિર્ભય બની દુનિયાને નિર્ભય કરીશ. મારાં બંધો તો તોડીશ જ, પણ જીવોનાં બંધનો પણ તોડીશ. આજથી હું મારા ક્ષુલ્લક શણગારો છોડું છું. ઓ મારા હ્રદયેશ્વર! હવે મારા માટે રાહ જોવાનું, રોવાનું, શરમાવવાનું કે મધુરતા ભરેલી રીતે વર્તવાનું જરૂ૨ નથી રહ્યું. તેં મને તીર્થંકરત્વ આપીને શણગારોનો પણ શણગાર આપી દીધો છે. એની સામે બીજું બધું જ ફિક્કું લાગે છે.
આજે સમજાયું. તારો મારા પ્રત્યેનો આનંદ કેમ આટલો ફુલ્લ-પ્રફુલ્લ છે, એ આજ સમજાયું, તારો મારામાં કેમ નિવાસ છે, તે આજ સમજાયું! ઓ વિશ્વસ્વામી! હું ન હોઉં તો તારી પ્રેમામૃતધારા ક્યાં વહે? એટલે તારા પ્રેમસાગરની સમૃદ્ધિમાં તેં મને ભાગીદાર બનાવી છે. મારા હૃદયમાં તારી આનંદોર્મિની અનંત તરંગમાલા ઊઠે છે. એ આ કારણે જ. મારા જીવનમાં તારી સ્ફુરણા અનેકાનેક કાવ્યો સર્જે છે! અને હવે મને સૌન્દર્યનું રહસ્ય સમજાયું. આ બધું કરવા માટે તેં, મારા હૃદયને આકર્ષવા માટે સૌન્દર્યસાગર સમા સમવસરણમાં બેઠક લીધી છે અને તારા પ્રેમીના પ્રેમસાગરમાં તું તારો પ્રેમ વહાવે છે. તારા ભક્તમાં તું તારી જાતને લીન કરીને, એની અને તારી વચ્ચેનું અંતર ટાળી દે છે. જાણે કે બંનેની એકતામાં તું સંપૂર્ણપણે પ્રગટે છે!
સુલસા
હે વીર! હે મારી મધુર મૂર્તિ! તારો જ્ઞાનપ્રકાશ મારા હૃદયના કેન્દ્રમાં બેસીને નૃત્ય કરે છે. આ જ્ઞાનપ્રકાશ જ પ્રેમની સારંગીના તારને સ્પર્શીને એને સ્વર આપે છે. આ પ્રકાશ જ વિશ્વને પ્રકાશિત કરે છે. પવનને ઉત્સાહથી ભરી દે છે. સમગ્ર ધરા પર આનંદને રેલાવી દે છે. પાંદડે પાંદડે આનંદ વહે છે. આ આનંદની કોઈ સીમા નથી. આ બધો જ પ્રતાપ તારા જ્ઞાનપ્રકાશનો છે, હૃદયમાં ઉદ્ભવેલા આનંદનો છે.
For Private And Personal Use Only
૧૭૧
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકરત્વની ભેટ આપી પ્રભુ મને એની સાથે જ જે મિત્રોને હું ઓળખતી જ ન હતી તે મિત્રોની સાથે તેં મારી પિછાન કરાવી દીધી! “જિત્તિ મે રધ્ધ ભૂરતુ' ને ચરિતાર્થ કરવાનું કાર્ય સોંપ્યું. મારું પોતાનું ન હતું એવું ઘરેઘર મારું ઘર બની ગયું. પ્રભુ! તેં દૂરનાને નજીક આસ્થા અને અણઓળખીતાઓને મારા પોતાના મિત્રો બનાવ્યા!”
પ્રાણનાથ! હવે તું જ મારો જનમોજનમનો પથપ્રદર્શક છે. તું જ મારી અનંત જીવનયાત્રાનો મિત્ર છે. તારે જ મારા હૃદયને કરુણા અને પ્રેમનાં બંધનોથી અપરિચિતો જોડે મને જોડવાની છે.
મહારાજા શ્રેણિકની એક આંખમાં હર્ષનાં આંસુ હતાં, તો બીજી આંખ ઘોર વિષાદથી ઘેરાઈ ગઈ હતી. તેણે ભગવંતને પૂછયું : “મારા નાથ, મારે નરકમાં ન જવું પડે, શું એવો કોઈ ઉપાય નથી?
છે રાજનું, કાલસૌરિક કસાઈ પાસે કસાઈનું કામ છોડાવી દે અને કપિલા નામની દાસી પાસે સાધુઓને ભિક્ષા અપાવી શકે, તો તારે નરકમાં ન જવું પડે...”
શ્રેણિક રાજા હતો. સત્તાધીશ હવો. મગધદેશનો સર્વેસર્વા હતો. ભગવાને બતાવેલા બે ઉપાયો એને સરળ લાગ્યા. તેણે મહેલમાં જઈને પહેલું કામ આ કર્યું. કપિલાને બોલાવીને તેને કહ્યું : “તું સાધુઓને શ્રદ્ધાથી ભિક્ષા આપ. હું તને ખૂબ ધન આપીશ.”
કપિલાએ કહ્યું : “મહારાજા, મને સોનાથી મઢી દો અથવા મારી નાખો, પણ હું સાધુઓને ભિક્ષા આપવાનું દુષ્કૃત્ય નહીં કરું, નહીં જ કરું.”
રાજાએ કપિલાને કાઢી મૂકી. કાલસૌરિક કસાઈને બોલાવીને કહ્યું : “જો તું કસાઈનો ધંધો છોડી દે તો હું તને ઘણું ધન આપું.”
કાલસૌકરિ કે કહ્યું : “મહારાજા, કસાઈના ધંધામાં શો દોષ છે? એનાથી તો અનેક માણસો જીવે છે, માટે હું કસાઈનો ધંધો નહીં છોડું.'
રાજાએ કસાઈને એક કૂવામાં લટકાવી દીધો. દિવસ ને રાત તેને લટકાવી રાખ્યો અને કહ્યું : “હવે તું કસાઈનો ધંધો કેવી રીતે કરીશ?' રાજા પ્રભુ વીર પાસે ગયો અને કહ્યું : “હે પ્રભો! મેં કસાઈને એક દિવસ-રાત કૂવામાં લટકાવી દીધો છે. તેથી- કસાઈનું કામ તેણે કર્યું નથી.' પ્રભુએ કહ્યું : “રાજનું, કૂવામાં પણ માટીના પાંચસો પાડા બનાવીને એણે
૧૭૨
સુલાસા
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માર્યા છે!' શ્રેણિકે કૂવામાં જોયું તો ભગવાનની વાત સત્ય લાગી. તેણે કસાઈને કૂવામાંથી બહાર કાઢી એના ઘેર મોકલ્યો.
શ્રેણિકે વિચાર્યું : “મેં જ અજ્ઞાન દશામાં પાપકર્મો બાંધ્યાં છે. રાચીમારીને બાંધ્યાં છે, એટલે એનું ફળ ભોગવવા માટે નરકમાં જવું જ પડશે. પરમાત્મા સર્વજ્ઞ-સર્વદર્શી છે. એ કહે તે યથાર્થ જ હોય.
શ્રેણિકે રાજગૃહીમાં અને પોતાના રાજ્યના તમામ ગામ-નગરોમાં ઘોષણા કરાવી : “જે કોઈ પ્રભુ વીર પાસે દીક્ષા લેશે, એને હું રોકીશ નહીં.”
ઘોષણા સાંભળીને સર્વપ્રથમ અભયકુમારે દીક્ષા લેવાની શ્રેણિકને જાણ કરી. અભયકુમારની સાથે શ્રેણિકના બીજા ૨૨ પુત્રો પણ દીક્ષા લેવા તત્પર થયા.
બીજી બાજુ રાણીવાસમાં પણ ખળભળાટ મચી ગયો. અભયકુમારની માતા રાણી નંદા પણ દીક્ષા લેવા તૈયાર થઈ. તેની સાથે નંદમતિ, નંદોત્તર, નંદસેના, મહયા, સુમરુતા, મહામતા, મરુદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના અને ભૂતદત્તા - એ શ્રેણિકની ૧૩ રાણીઓ પણ પ્રવજ્યા ગ્રહણ કરવા તત્પર બની.
સુલતાનો નંદા સાથે અને અભયકુમાર સાથે નિકટનો સંબંધ હતો. સુલતા રાજમહેલમાં પહોંચી. નંદાને મળી, ભેટી અને હર્ષનાં આસું વહાવ્યાં.
હે મહારાણી! તમે ધન્યાતિધન્ય છો. રાજમહેલ અને રાજસંપત્તિનો ત્યાગ કરી પ્રભુ વીરનાં ચરણોમાં સર્વસ્વ સમર્પિત કરી રહ્યાં છો. તમે આ ભવ અને પરભવને સાર્થક કરી રહ્યાં છો. હું અભાગી છું...સર્વવિરતિમય ચારિત્રજીવન જીવવાના અધ્યવસાય જ નથી જાગ્રત થતા. કેવું ગાઢ ચારિત્રમોહનીય કર્મ મેં બાંધ્યું હશે?”
સુલસા! તમે શોક ન કરો. તમે તો તીર્થંકરનો આત્મા છો! તમે તો ભવસાગર તરવાના, સાથે સાથે હજારો-લાખો જીવોને બુદ્ધ બનાવવાનાં. તમે મુક્ત બનવાનાં અને અસંખ્ય આત્માઓને મોક્ષ પમાડવાનાં છો! ભાવિ તીર્થકરના પર્યાયે હું તમને પ્રણામ કરું છું.' દેવી તમારો સંયમમાર્ગ નિર્વિઘ્ન હો !
ત્યાં અભયકુમાર આવી ગયા. અભયકુમારે સલસાનાં ચરણોમાં પ્રણામ કર્યા. સુલસાની આંખો ભરાઈ આવી. ગળે ડૂમો ભરાઈ ગયો. તે કંઈ ના બોલી શકી. માથે બે હાથ મૂકીને લથડતી જીભે બોલી – ‘તમારો માર્ગ શુભ હો!”
સુલતા
૧૭૩.
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભગવાન મહાવીરે રાજગૃહીંથી વિહાર કર્યો. પ્રભુ “આલંબિયા' નગરમાં પધાર્યા. ત્યાં ઋષિ ભદ્રપુત્ર નામના ધનાઢય શ્રાવકે પ્રભુ પાસે દીક્ષા લીધી.
ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશામ્બીમાં પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. કૌશામ્બીનો રાજા ઉદયન નાની ઉમરનો હતો. એની માતા મૃગાવતી દેવી રાજ્યનું સંચાલન કરતી હતી. ભગવંતના સમવસરણમાં એ ગઈ. પ્રભુનો ઉપદેશ સાંભળી તે સંસારથી વિરક્ત બની અને તેણે પ્રભુનાં ચરણોમાં સાધ્વીજીવન સ્વીકાર્યું.
ભગવાને એ ચાતુર્માસ વૈશાલીમાં વિતાવ્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કાકંદીનગરીમાં પધાર્યા, નગરીની બહાર સહસામ્રક ઉદ્યાનમાં સ્થિરતા કરી.
કાકંદીમાં “ભદ્રા' નામની શ્રીમંત સાર્થવાહ-પત્ની રહેતી હતી. તેને એક પુત્ર હતો, તેનું નામ હતું ધન્યકુમાર. એણે પુરુષની ૭૨ કલાઓ પ્રાપ્ત કરી હતી. તેનાં લગ્ન ૩૨ શ્રીમંત કન્યાઓ સાથે થયાં હતાં. માતા ભદ્રાએ ૩૨ પુત્રવધૂઓ માટે ૩૨ ભવનોનો વિશાળ કલાત્મક મહેલ બંધાવ્યો હતો. ધન્યકુમાર દેવોના જેવાં ઉત્તમ વૈષયિક સુખ ભોગવતો હતો.
ત્યાં નગરમાં ઘોષણા થઈ: “સહસ્રામક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીરનું સમવસરણ મંડાયું છે. મહારાજા જિતશત્રુ સપરિવાર ભગવાનને વાંદવા અને ઉપદેશ શ્રવણ કરવા જાય છે. સર્વે પ્રજાજનો પણ સમવસરણમાં જાય.
ધન્યકુમાર પણ સમવસરણમાં ગયો. પ્રભુને નમન-વંદન કરી ઉપદેશ સાંભળવા યોગ્ય સ્થાને બેઠો. ભગવંતના ધર્મોપદેશની અમૃતધારા વહેવા લાગી. ત્યાગ-વૈરાગ્ય અને અનાસક્તિની વાતો ધન્યકુમારના હૃદયને સ્પર્શ ગઈ. તેણે મનોમન નિર્ણય કર્યો : "હું પ્રભુ વીર પાસે દીક્ષા લઈશ.”
તેણે માતાની અનુજ્ઞા લીધી. પત્નીઓના મનનું સમાધાન કર્યું અને ખૂબ સંવેગ વૈરાગ્યથી તેણે પ્રભુનાં ચરણે દીક્ષા ગ્રહણ કરી.
૧૭૪
સુલાસા
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન જ્યારે રાજગૃહી પધાર્યા ત્યારે ધન્યકુમારની દીક્ષાના આઠ મહિના પસાર થઈ ગયા હતા અને એ મહામુનિ રાજગૃહીની પાસેના વૈભારગિરિ ઉપર જઈને અનશન કરી, કાયોત્સર્ગધ્યાનમાં રહ્યા હતા.
સમવસરણ ભરાયું હતું. ભગવંતની અમૃતમયી દેશના પૂર્ણ થઈ હતી. શ્રેણિક વગેરે શ્રાવકો અને સુલસા વગેરે શ્રાવિકાઓ બેઠી હતી ત્યાં શ્રેણિકે ભગવંતને પૂછ્યું :
હે જગપતિ! આપના ૧૪ હજાર શિષ્યો છે. એમાં પ્રતિક્ષણ ઉલ્લસિત વર્ધમાન અધ્યવસાયવાળા શ્રેષ્ઠ મુનિ કોણ છે? પ્રભુ, એ મહામુનિનું નામ બતાવવાની કૃપા કરો.'
પ્રભુએ કહ્યું : “શ્રેણિક! એવો ગુણવાન, ચારિત્રી અને ઉગ્ર તપસ્વી એક જ ધન્ય અણગાર છે! કાકંદીના શ્રેષ્ઠીપુત્ર ધન્યકુમારે દીક્ષા લઈને તરત જ પ્રતિજ્ઞા કરી હતી કે જીવનપર્યત છઠ્ઠ (બે ઉપવાસ)ના પારણે આયંબિલ કરીશ! શ્રેણિક આઠ મહિનામાં તો એનું સુકોમળ શરીર બળી ગયેલા બાવળના ઠૂંઠા જેવું થઈ ગયું છે. આયંબિલમાં પણ એ એવો આહાર લેતો કે જે આહાર ઉપર માખી પણ બેસવાનું પસંદ ના કરે! એવો નીરસ-વિરસ આહાર તે કરતો હતો. એ ઋષિનું માથું સુકાઈ ગયેલા તુંબડા જેવું થઈ ગયું છે. એની આંખો ઊંડી ચાલી ગઈ છે. જાણે બે તારા તગતગે છે. એની જીભ સુકાઈ ગયેલા પલાશપત્ર જેવી થઈ ગઈ છે.
હાથની બે કોણી માત્ર હાડકાં રહી ગયાં છે. એની બે જંઘા જીર્ણ તાડના લાકડા જેવી સૂકી અને પાતળી થઈ ગઈ છે. હાથની અને પગની આંગળીઓ જાણે સુકાઈ ગયેલી મગની શીંગ જેવી લાગે છે. આંગળીઓના એક એક ગાંઠા ગણી શકાય તેવી થઈ ગઈ છે. આયંબિલની ગોચરી વહોરવા જાય ત્યારે શરીરનાં હાડકાં ખખડતાં હતાં અને જ્યારે જમીન પર બેસે ત્યારે નીચે. જમીનમાં ખાડો પડી જતો હતો. પગની બે પિડી તો સાવ સૂકી અને કાળીમેશ પડી ગઈ છે. એ ચાલે છે આત્માની શક્તિથી! હવે એની કાયાની હામ જરાય રહી નથી.
ખરેખર શ્રેણિક, એ મહામુનિએ કાયાની માયા તોડી નાંખી છે. એણે લોહી અને માંસ સૂકવી નાંખ્યાં છે.' શ્રેણિકે પૂછ્યું : “હે પ્રભો, અત્યારે એ મહામુનિ ક્યાં બિરાજે છે?' શ્રેણિક, એ મહામુનિએ વૈભારગિરિ ઉપર એક મહિનાનું અનશન કર્યું
સુલાસા
૧૭૫
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તે કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે.'
ભગવંત! અમે એમનાં દર્શન કરવા જઈ શકીએ? જઈ શકો છો. એ મહામુનિના ધ્યાનમાં વિક્ષેપ ન પડે એ રીતે...” શ્રેણિકનું હૃદય તો એ મહામુનિનાં દર્શન-વંદન માટે અધીરું બની ગયું હતું. રાણી ચેલણા, સલસા વગેરે શ્રાવિકાઓ પણ એ મહામુનિનાં દર્શન કરી પાવન બનવા તત્પર બની ગઈ હતી. સહુ વૈભારગિરિ ઉપર પહોંચ્યાં.
મુનિને શોધતાં વાર લાગી. પણ પ્રભુએ મુનિનું જેવું વર્ણન કર્યું હતું તેવા જ મુનિને દીઠા. હૃદય ગદ્ગદ્ થઈ ગયાં. આંખો હર્ષના આંસુઓથી ઊભરાઈ ગઈ. પુનઃ પુનઃ વંદના કરી, સ્તવના કરી. સુલતા આંખો બંધ કરી શ્રેણિક પાછળ બેસી સ્તુતિ કરવા લાગી :
તમે એક જ મહામુનિ પ્રભુના હૃદયે વસ્યા... પ્રભુએ તમારા ગુણ ગાયા અને અમે સહુ અહીં ધસ્યાં... હે મહાશ્રમણ! તમારી શી પ્રશંસા કરવી? શી સ્તવના કરવી? તમે કાયાની માયા તોડી પ્રભુ સાથે પ્રીતિ જોડી લોહી-માંસ સૂકવીને આત્માની જ્યોતિ જગાડી.. હે મહાશ્રમણી તમારી શી પ્રશંસા કરવી? શી સ્તવના કરવી? તમે થયા મુક્તિની નિકટ અમે રહ્યા સંસારે નિપટ અણુ અણુમાં અમારે કપટ તમે ચર્ચા કર્મોના પટ હે મહાશ્રમણ! તમારી શી પ્રશંસા કરવી? શી સ્તવના કરવી? તમે માણી રહ્યા પરમાનન્દ,
૧૭
અલસા
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે માણીએ વિષયાનન્દ કરો કૃપા મળે પૂર્ણાનન્દ સર્વ જીવો પામે સદા આનન્દ હે મહાશ્રમણા તમારી શી પ્રશંસા કરવી? શી સ્તવના કરવી?
વંદના, સ્તવના કરી સહુ પાછા ગુણશીલ ચૈત્યમાં આવ્યાં. ત્યાં તો સમવસરણમાં બે મુનિવરોએ આવીને સમાચાર આપ્યા કે “ધન્ના અણગારનું અનશન પૂર્ણ થયું છે. તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.'
શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું : “ભગવંત, એ મહામુનિ કાળધર્મ પામીને ક્યાં ઉત્પન્ન થયા છે?’
ગૌતમ, અનુત્તર દેવલોકમાં “સર્વાર્થસિદ્ધ' નામના વિમાનમાં દેવ થયા છે. ત્યાં તે આત્મા વીતરાગ જેવી સ્થિતિમાં રહેશે. આયુષ્ય પૂર્ણ થશે એટલે એ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામશે. ત્યાંથી ચારિત્રધર્મ પાળી, સર્વ કર્મોનો નાશ કરી એ મોક્ષમાં જશે!'
ભગવાને ધન્ના અણગારનું ભવિષ્ય ભાખ્યું. સાંભળનારાઓના રોમેરોમ વિકસ્વર થઈ ગયા. સહુ શ્રોતાઓનાં મુખે ધન્ના અણગારની સાધનાની પ્રશંસા સરતી હતી. ભગવાનના ૧૪ હજાર શિષ્યોમાં શ્રેષ્ઠતમ શ્રમણ તરીકે પ્રભુએ જેમની પ્રશંસા કરી હતી, તે મહામુનિ પ્રત્યે સહુનાં મન મુગ્ધ બની ગયાં.
સુલતા પોતાના ઘેર આવી. નાગ સારથિને કુશળ પૃચ્છા કરી, તે પાસે બેઠી. આમે ય નાગ સારથિ ઓછું બોલતા હતા. જ્યારથી પુત્રોનું મૃત્યુ થયું અને પુત્રવધૂઓએ ચારિત્ર લીધું, ત્યારથી નાગ સારથિ વધુ ગંભીર રહેતા હતા. એ ગંભીરતામાં વિષાદ ઘોળાયેલો હતો. સુલસા અવાર-નવાર પ્રભુ વિરનાં વચનો ખૂબ પ્રેમથી સંભળાવતી. એમના ચિત્તને શાતા મળતી. સુલતા
સ્વયં નાગ સારથિની સેવા કરતી. એમના તન-મનને પ્રકૃલ્લિત રાખવા પ્રયત્ન કરતી. એ જાણતી હતી કે નાગને એના પ્રત્યે તીવ્ર અનુરાગ છે અને
જ્યાં અનુરાગ હોય ત્યાં અપેક્ષાઓ હોય જ. પતિની દરેક અપેક્ષાને સારી રીતે તે પૂર્ણ કરતી. પતિને એ દેવતુલ્ય માનીને, એમની સાથે વ્યવહાર કરતી.
સુલાસા
૧૭.
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૮
નાગ સારથિ પણ પ્રજ્ઞાવંત હતા. તેઓ સુલસાના પ્રભુ-પ્રેમને જાણતા હતા. એ પ્રભુ-પ્રેમને સારો માનતા હતા. પુત્રો વિનાની માતા પોતાનો પ્રેમ પ્રભુ પ્રત્યે અને પતિ પ્રત્યે ન વહાવે તો ક્યાં વહાવે? સુલસા તો પ્રેમમૂર્તિ હતી...એનો પ્રેમ નિરંતર પ્રભુ વીર તરફ વહેતો રહેતો હતો. નાગ સારથિ પ્રસન્ન હતા. સુલસાએ આજે નાગને, ધન્ના અણગારનો અથથી ઇતિ સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો...નાગ સારથિની આંખો આંસુથી ઊભરાતી હતી.
આવી અનાસક્તિ? આવો ભવ્ય વૈરાગ્ય? સ્વજન-પરિજન અને અઢળક વૈભવની આસક્તિ તો તોડી, શરીરની પણ આસક્તિ ન રહી? આવું ક્ષીણ કરી નાખ્યું શરીરને? શરીરના બંધનમાંથી આત્માને મુક્ત કરવાનો આવો ભગીરથ પુરુષાર્થ? ધન્યકુમાર ખરેખર ધન્ય બની ગયા. મનુષ્યજીવનને સફળ કરી ગયા... મુક્તિ પામવાનો આ જ માર્ગ છે દેવી! આપણે તો ગૃહવાસમાં પડ્યાં રહ્યાં છીએ... હજુ મને તમારા પ્રત્યે મમત્વ છે...હજુ મને આ હવેલી ગમે છે. સ્વજનો-પરિજનો આવે છે તો ગમે છે...હે પ્રભુ! અમારી મુક્તિ ક્યારે થશે? નાગનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો. સુલસાએ પોતાની સાડીના છેડાથી નાગની આંખો લૂછી...
ગદ્ગદ્ સ્વરે સુલસા બોલી : ‘નાથ! આપણો ઉદ્ધાર તો પ્રભુ વીર કરશે તો જ થશે... એમને આપણા જે ઘાટ ઘડવા હોય તે ભલે ઘડે. આપણે તો આપણાં તન, મન એમને સમર્પી દીધાં છે!'
હરફ ન કાઢું હોઠ થકી મને સુખમાં રાખો સ્વામી, મરજી હોય તો મ્હેર કરી મને દુ:ખમાં દેજો દાટી! તમને ઘાટ ગમે તે ઘડજો હું તો હરદમ પાયે પડી... જે મારગ મને ચીંધશો
તે મારગ જાઉં હાલી, પાછળ ન જાઉં કુણ આવે નજર ન નાખું ઠાલી...! ભાવઠ બધી તમને ભળાવી હરખે હું તો કાઢું ઠંડી....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સુલસા
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુલસા
મારા નાથ, નિરાશ ન થશો...ધન્ના અણગારે પહાડ પર અનશન કરી ઊર્ધ્વગતિ પ્રાપ્ત કરી, તો ભરત ચક્રવર્તીએ અરીસાભવનમાં કૈવલ્યની પ્રાપ્તિ કરી હતી. હે સ્વામી! આપણું હૃદય પ્રભુ વીરને સોંપી દઈએ! એમને એ હૃદયના જે ઘાટ ઘડવા હોય તે ઘડે! સુખ અને દુ:ખ, આનંદ અને ઉદ્વેગ... જે કાંઈ હૃદયમાં ભરવું ઘટે તે ભરે!
‘દેવી, તમારી વાત સાચી છે. આપણે એ જ કરી શકીએ... આપણે પ્રભુ સાથે પ્રેમ કરી શકીએ. એમની ભક્તિ કરી શકીએ...એ કહે એ માર્ગે ડગલું માંડી શકીએ. એ તો આપણા અન્તર્યામી છે ને! આપણી યોગ્યતા એ પ્રત્યક્ષ જાણે છે અને યોગ્યતાનુસાર જ એ આજ્ઞા કરે છે...'
‘ઓ મારા પ્રાણનાથ! એમનો બતાવેલો માર્ગ કાંટા-કાંકરાથી ભરેલો હોય, છતાં એ માર્ગે ચાલનારને કાંટા-કાંકરા વાગવાનો ભય નથી હોતો, પીડા નથી હોતી...પણ પ્રભુનાં ચીંધેલા માર્ગે ચાલવાનો આનંદ હોય છે! ઉત્સાહ હોય છે... ભલે શરીર લોહીલુહાણ થઈ જાય, આત્મામાં પ્રેમની હેલી ચઢેલી હોય છે!'
નાગ સારથિએ કહ્યું : 'સુલસા, તમે સાધારણ રૂપાળી સ્ત્રી જ નથી. વિદ્યા અને જ્ઞાનમાં વિશિષ્ટ છો. કવિ છો. મારા માટે તો તમે પત્ની જ નહીં, આરાધ્યદેવી છો!' બોલતાં બોલતાં નાગની આંખમાં આંસુ આવી ગયાં.
સુલસાએ કહ્યું : ‘મારા દેવ, જીવનમાં અશ્રુનું ઘણું પ્રયોજન છે. એવોય સમય આવે જ્યારે અશ્રુપાત ઉપરાંત મૂર્ચ્છ નાપાત પણ સંભવે છે. એટલે વાત-વાતમાં આંસુ સારવાં યોગ્ય નથી.’
આંખો લૂછીને નાગે સુલસા તરફ જોયું. સુલસાએ પણ નાગની સામે જોયું. મેઘ છવાઈ જવા છતાં આકાશની વિશાળતાને બાધા નથી આવતી. ઉદાસીનો સ્પર્શ થવા છતાં એનાથી એમનું સૌન્દર્ય તલમાત્ર ઓછું નથી થતું, પરંતુ વિષાદની કાલિમાના આછા સ્પર્શથી એમનું પૌરુષ વધુ ગંભીર મહિમામય થઈ ગયું. હું મુગ્ધ ભાવથી એમના મુખની શોભા જોઈ રહી.
નાગ સારથિ જરા હસીને બોલ્યા : ‘દેવી, તમારી કવિતા ખૂબ સરસ છે. પણ મહાવીર સિવાય બીજું કોઈ અભિપ્રેત હોત તો હું ક્ષમા ન કરત! ગમે તે હોય તમે પ્રભુ વીરને, મારા આરાધ્યને, મન-પ્રાણથી ચાહ્યા છે. કોણ જાણે એમનામાં શી કલા છે? કોઈ પણ સ્ત્રી પ્રથમ દર્શને જ પોતાને ખોઈ બેસે છે, ખરું ને?'
કવિતાની ચર્ચા કરતાં કરતાં બંને નિદ્રાધીન બની ગયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૭૮
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાજગૃહીના રાજમહેલમાં મહારાજા શ્રેણિકની અતિપ્રિય મહારાણી ચેલણા અસ્વસ્થ છે. એના મનમાં ધમાસણ મચ્યું છે. અભયકુમારે દીક્ષા લીધી છે અને રાણી નંદાએ પણ દીક્ષા લઈ લીધી છે. બીજી પણ રાણીઓએ અને રાજકુમારોએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી છે. હવે આ મહેલમાં મહારાજા છે, અને હું છું. મારા પુત્રો કોણિક અને હલ્લ-વિહલ્લ છે. કાળ, મહાકાળ વગેરે દશ રાજકુમારો અને એમની માતાઓ છે. અભયકુમારના સંસારત્યાગ પછી મહારાજા ઊંડા વિચારોમાં ખોવાયેલા રહે છે. તેમને હવે વૃદ્ધત્વ પણ સ્પર્શી ગયું છે. મનોમન કોઈ નિર્ણય કરીને, તેમણે મારા બે પુત્રો હલ્લ-વિહલ્લને અઢાર ચક્રનો હાર અને સેચેનક હાથી આપ્યો છે. મહારાણી નંદાએ પણ હલ્લ-વિહલ્લને બે દિવ્ય કુંડળ અને બે દિવ્ય વસ્ત્રો આપ્યાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેર્ચનક હાથી ઉપર બેસીને હલ્લ-વિહલ્લ રાજગૃહીના રાજમાર્ગો ઉપર આનંદ અનુભવતા ફરે છે. કોણિકની પત્ની પ્રભાવતીને આ ગમતું નથી. એ કોણિકને કહે છે : 'તમે તમારા ભાઈઓ પાસેથી સેચનક હાથી લઈ લો...’ આગ્રહ કરે છે. આ અને બીજી ઘણી વાતો મારા મનના સમાધાન માટે કહેવી છે. માણસ પોતાનું મન મોકળું કર્યા વિના હળવોફૂલ થઈ શકતો નથી. આથી જ હું મારી વાતો મોકળે મને કહેવા ઇચ્છું છું. કોને કહું? મારી માતા સમાન અને ગંભીર પ્રકૃતિની સુલસાને મારી વાતો કહું. મારા મનમાં કેટલાક ભય પણ છે...કેટલીક વ્યથાઓ પણ છે. અનેકવિધ લાગણીઓને કંપાવતો સંગ્રામ છે.
ચેલણાએ પોતાની અંગત દાસીને સુલસા પાસે મોકલી. આમેય ચેલણાનો સુલસા સાથે આત્મીય સંબંધ હતો. સુલસાના ૩૨ પુત્રોને એણે જોયા હતા અને મહારાજાની રક્ષા કરતા તેઓએ પોતાનાં પ્રાણોની આહુતિ આપી હતી. એ પુત્રોના કારણે જ ચેલણા શ્રેણિક સાથે રાજગૃહીમાં રાણી બનીને આવી હતી.
સુલસા રાજમહેલમાં આવી. ચેલણાએ સુલસાનો ચરણસ્પર્શ કર્યો અને એ બંને ચેલણાના શયનખંડમાં જઈને બેઠાં. દરવાજો બંધ કરી બહાર બે દાસીઓને બેસાડી દીધી.
૧૮૦
સુલસાએ પૂછ્યું : ‘કેમ અચાનક બોલાવી?’
‘માતા, મહેલમાં કોઈ ભૂત ધૂણતું હોય એવું મને લાગે છે. ચારે બાજુ
ભયના ઓળા દેખાય છે. મારી આંતરિક વ્યથાનો પાર નથી. મારી બધી
For Private And Personal Use Only
સુલસા
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ્યથા-વાર્તા તમને કહી દેવી છે...જેથી મારું મન હળવું બને...'
‘કહો દેવી, ગભરાયા વિના કહો...’
‘તમે જાણો છો કે કોણિક મારા પેટમાં હતો ત્યારે મને બહુ ખરાબ દોહદ થતા હતા. ‘આ પુત્ર એના પિતાનો શત્રુ થશે,' એમ લાગવાથી મેં ગર્ભપાતના અનેક ઉપાયો કર્યા હતા છતાં ગર્ભપાત થયો ન હતો. એનો જન્મ થયા પછી મેં એ બાળકને દાસી દ્વારા ગુપ્ત રીતે ઉકરડામાં ફેંકાવી દીધો હતો. હું નહોતી ઇચ્છતી કે મારો પુત્ર એના પિતાનો દુશ્મન હોય. પરંતુ મહારાજાને ખબર પડી ગઈ કે રાજકુમારને મેં ઉકરડામાં ફેંકાવી દીધો છે અને તેઓ જાતે દોડતા એ ઉકરડા પાસે ગયા. બાળક રોતું હતું. એના હાથની એક આંગળી, ઉકરડામાં ફરતી કૂકડીએ ચીરી નાંખી હતી. તેમાંથી લોહી નીકળતું હતું. મહારાજાએ બાળકને ઉપાડી લીધું. એની ચિરાયેલી આંગળી પોતાના મોઢામાં લઈ એને ચૂસવા લાગ્યા. બાળક રોતું બંધ થયું. મહેલમાં આવીને મને ઠપકો આપ્યો. મેં મૌનપણે સાંભળી લીધો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે દેવી! મને ક્યારેય કોણિક વહાલો નથી લાગ્યો. ક્યારેય એના તરફ મારા હૃદયમાં વાત્સલ્ય નથી ઊછળ્યું. જોકે એ બુદ્ધિમાન છે, યશસ્વી છે, શૂરવીર છે... અમારી મર્યાદા પણ જાળવે છે. પરંતુ અભયકુમારની દીક્ષા પછી એનું વર્તન બદલાયેલું લાગે છે. હલ્લ-વિહલ્લને સર્ચનક હાથી મળ્યો, એ એની રાણીને નથી ગમ્યું. એ હાથી પાછો મેળવવા કોણિકને ઉશ્કેરે છે.
બીજી બાજુ, મહારાજા મૌન છે. એ કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા રહે છે. કોણિક, કાળ-મહાકાળ વગેરે ભાઈઓની સાથે ગુપ્ત મંત્રણાઓ કરી રહ્યો છે. મને કોઈ અશુભના ભણકારા સંભળાય છે...'
મહારાજા કંઈ બોલતા નથી?’ સુલસાએ પૂછ્યું.
સુલસા
‘એમણે એકવાર કહેલું કે રાજ્ય કોણિકને સોંપીને, મારે તો પ્રભુ વીરની સેવા કરવી છે...’ પરંતુ આ વાત તેમણે કોણિકને નથી કરી. સંભવ છે કે કોણિકને રાજસિંહાસન પર બેસવાનો અભરખો જાગ્યો હોય...યુવાન છે...મહત્ત્વાકાંક્ષી છે અને પિતાનો દ્વેષી છે...એ શું ન કરે?
‘મહારાજાને સાવધાન કરવા જોઈએ...' સુલસા બોલી.
‘મહારાજાને કોણિક ઉપર પ્રેમ છે...કોણિક માટે જરાય ઘસાતું સાંભળવા તેઓ તૈયાર નથી. તેઓ નારાજ થઈ જાય છે...'
મહારાણી, રાજ્યમાં આવા કાવાદાવા અને છળકપટ થતાં જ રહે છે.
For Private And Personal Use Only
૧૮૧
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને જે બનવાકાળ હોય છે તે બનીને જ રહે છે. માટે તમે સ્વસ્થ રહો. જે થાય તે જોયા કરો અથવા મને કહો તો હું મહારાજાને સાવધાન કરું.”
ના, ના, તમે એમને કોઈ વાત ન કરશો. તેઓ સમજી જશે કે આ વાત તમારી પાસે કેવી રીતે આવી?”
દ્વાર ઉપર બે ટકોરા પડ્યા. ચેલણાએ દ્વાર ખોલ્યું. હલ્લ-વિહલ્લના મહેલની દાસીએ પ્રણામ કર્યા અને અંદર આવી. એ હાંફી રહી હતી. કેમ શું છે? આટલી બધી વ્યાકુળ કેમ છો?'
મહારાણી, હલ્લ-વિહલ્લ સેચનક હાથી ઉપર બેસી, પોતાના પરિજનો સાથે રાજગૃહી છોડીને પોતાના મોસાળ વૈશાલી ચાલ્યા ગયા છે!'
ચેલણાએ સુલસા સામે જોઈને કહ્યું : “સાંભળ્યું ને? કોણિકે સેચનક હાથી લેવા ધમપછાડા કર્યા હશે. એટલે એ ભાઈઓ વૈશાલી મારા પિતાના આશ્રયે ચાલ્યા ગયા... અને મારા પિતા મહારાજા ચેટક એ બે કુમારોને જરૂર આશ્રય આપવાના. એટલે કોણિક હવે મહારાજા ચેટકને શત્રુ સમજવાનો! પાકું વેર બંધાયું.”
મહારાણી, આ પતનની શરૂઆત થઈ. આ પતન ક્યાં જઈને અટકશે - એ હું અને તમે જાણતા નથી. પ્રભુ વીર રાજગૃહીમાં નથી. તેઓ વિહાર કરી ગયા છે. એટલે હવે તો જે કંઈ અશુભ ઘટે, તેમાં સ્વસ્થ રહેવાનું છે. ભવિતવ્યતાને કોઈ મિથ્યા કરી શકે નહીં.”
દરવાજે ટકોરા પડ્યા. ચેલાએ દરવાજો ખોલ્યો. મહારાજા શ્રેણિક સ્વયં પધાર્યા હતા. સુલસાએ પ્રણામ કર્યા. શ્રેણિકે સામા પ્રણામ કર્યા. કુશળ પૃચ્છા કરી. નાગ સારથિના સ્વાથ્ય અંગે પૂછયું. સુલસાએ કહતું :
મહારાજા, હવે આપના દેહ પર વૃદ્ધત્વની છાયા દેખાય છે!' “સાચી વાત છે સુલસા...” “મહારાજા, હવે શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ.'
મા કોઈ શત્રુ નથી. સર્વે જીવો મારા મિત્ર છે. સહુનું કલ્યાણ થાઓ. સહુ જીવો પ્રભુ વીરના માર્ગે ચાલો...એ જ ભાવના ભાવું છું.” સુલસાની આંખો હર્ષથી વિકસ્વર થઈ. તે ખંડમાંથી બહાર ચાલી ગઈ.
ક
૧૮૨
સુલાસા
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજકુમાર કોણિકે પોતાના ભાઈઓ કાળ, મહાકાળ આદિનો સાથ મેળવીને મહારાજા શ્રેણિકને પકડીને પાંજરામાં પૂરી દીધા. કારાવાસમાં બંધ કરી દીધા. તેમનું ખાવા-પીવાનું બંધ. ઉપરથી સવારે અને સાંજે કોણિક ચાબુક લઈને કારાવાસમાં જતો અને ૧૦૦/૧૦૦ ચાબુક મારવા લાગ્યો. કોઈને પણ મળવા માટે કોણિક કારાવાસમાં જવા દેતો ન હતો. માત્ર ચેલણા જતી હતી. કોણિક ચેલણાને રોકી શકતો ન હતો.
ચેલણા જાણતી હતી કે કોણિક, મહારાજાને સો-સો ચાબુક મારે છે અને ખાવા-પીવાનું આપતો નથી...ચેલણા, સો વાર ધોયેલી સુરાથી માથું ધોઈને અંબોડામાં અડદનો લાડવો છુપાવીને કારાવાસમાં જતી હતી. માથાના વાળમાં રહેલી સુરાનાં બિંદુઓ શ્રેણિક પોતાના મુખમાં લેતા હતા, જેમ મેઘનાં બિંદુ ચાતક પક્ષી લે તેવી રીતે અને ચેલણા ગુપ્ત રીતે અડદનો લાડવો શ્રેણિકને આપી દેતી હતી. સુરાનાં બિંદુઓ પીવાથી એને પછી તરસ લાગતી ન હતી અને અડદનો લાડવો ખાવાથી ક્ષુધા શાન્ત થઈ જતી હતી. સુરાનાં બિંદુઓ એના શરીર ઉપર ચેલણા છાંટતી હતી, તેથી ચાબુકનો માર એને હળવો લાગતો હતો.
ચેલણાનું મન કલ્પાંત કરતું હતું...કોણિક પ્રત્યે ભયંકર આક્રોશ એના દિલમાં ઊઠ્યો હતો. પણ તે મૌન હતી. ‘હું જો એને...કંઈ પણ કહેવા જઈશ તો એનો રોષ એ એના પિતા ઉપર ઢોળશે...કદાચ સોના બદલે બસો ચાબુક મારશે...' ચેલણાને વાતનો વિસામો એક જ હતો, સુલસાનો! ચેલણાની અપાર મનોવ્યથાને હળવી કરવા સુલસા પ્રયત્નશીલ હતી... અલબત્ત સુલસા, મહારાજા શ્રેણિકની થયેલી અતિ દયનીય સ્થિતિ પર ખૂબ દુઃખી હતી.
‘મારા પ્રભુ વીરના અનન્ય ભક્ત અને ઉપાસક મહારાજાનાં કેવાં પાપકર્મ ઉદયમાં આવ્યાં? જીવનનો કેવો કરુણ અંજામ આવ્યો? જે મહારાજા પ્રભુ વીરનું નામ સાંભળે અને રોમાંચિત થઈ જાય..સિંહાસન
સુલસા
For Private And Personal Use Only
૧૮૩
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરથી નીચે ઊતરી, જે દિશામાં પ્રભુ વિચરતા હોય એ દિશામાં થોડાં પગલાં ચાલી વંદના કરે, સોનાના અક્ષતથી સ્વસ્તિક રચે અને પ્રભુની વિહાર-યાત્રાના સમાચાર આપનારને સુવર્ણહાર ભેટ આપી દે! ગદ્ગદ્
સ્વરે પ્રભુની સ્તવના કરે... રાજગૃહીમાં પ્રભુ બિરાજમાન હોય ત્યારે એક પણ દિવસ ચૂક્યા વિના તેઓ પ્રભુની વાણી સાંભળવા જાય. મોરલી પર જેમ નાગ ડોલે તેમ પ્રભુની દિવ્ય વાણી સાંભળતાં ડોલી ઊઠે!
તેમણે રાણીઓને સાધ્વી થવા દીધી! રાજકુમારોને સાધુ થવા દીધા! અભયકુમાર જેવા તેજસ્વી, બુદ્ધિમાન અને સમર્પિત પુત્રને પણ દીક્ષા લેવા દીધી. પોતે દીક્ષા નથી લઈ શકતા, તેનું ભારોભાર દુઃખ અનેકવાર પ્રભુની સામે પ્રગટ કરતા રહ્યા.
ભવિષ્યની આગામી ચોવીશીના પહેલા તીર્થકર જે થવાના છે! પ્રભુએ જેમને ક્ષાયિક સમકિતી કહ્યા છે..એવા મહારાજા, પોતાના જ પાળેલા પુત્રના હાથે કારાવાસમાં પુરાયા અને એ પુત્રના જ હાથે રોજ સવાર-સાંજ ૧00૧૦૦ ચાબુકના ફટકા ખાઈ રહ્યા છે!
તે છતાં, મહારાણી ચેલણા કહે : “તેઓ ક્યારેય કોણિક પ્રત્યે આક્રોશ કરતા નથી. કોણિકનું અહિત વિચારતા નથી...' તેઓ કહે છે : “મને પ્રભુ વીરનાં વચનો યાદ આવે છે : અપરાધી ઉપર પણ ક્ષમા કરો. અપરાધીનું પણ અશુભ ન વિચારો...તમને દુખ આવે છે તમારાં જ પાપકર્મોના ઉદયથી. તમે સમતાભાવે દુ:ખોને સહન કરતા રહો. પાપકર્મોની નિર્જરા થતી જશે.” કણિકના ઘોર અત્યાચારમાં પણ તેઓ પોતાની સમતાને સાચવી રહ્યા છે.
તીર્થંકરનો આત્મા છે ને! તીર્થંકરના આત્મામાં સર્વે જી પ્રત્યે કલ્યાણની ભાવના ઊલસતી હોય છે. એમને મન કોઈ દુશ્મન નથી હોતું. સર્વે જીવોને એ મિત્ર માને છે! મારે તો સંસારના સહુ જીવોને મોક્ષમાર્ગ પર લઈ જવાના છે...એમને સંસારની ભડભડતી આગમાંથી બહાર કાઢવાના છે. મારે સહુ જીવોને સુખી કરવા છે. પરમ સુખી કરવા છે..!
કારાવાસમાં ઘોર વેદના સહન કરતા મહારાજાના આ વિચારો સાંભળીન રાણી ચેલણા ગદ્ગદ્ થઈ જાય છે. એના મનમાં પોતાના પતિનું એક નવલું રૂ૫ ઉજાગર થાય છે. તેણે સુલતાને કહ્યું : “હે મહાસતી, મેં મહારાજાના પરાક્રમને જોયું હતું. એમનું અપ્રતિમ રૂપ પણ જોયું હતું.
૧૮૪
સુલતા
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનો દિગંતવ્યાપી યશ અને પ્રભાવ જોયો હતો. તેમની મધુર વાણીની મોહિની પણ મને લાગી હતી, પરંતુ એમના અંતરાત્માની આ ઉજળામણ નહોતી જોઈ. એમનો આવો ઉચ્ચત આંતરવૈભવ નહોતો જોયો. ક્રૂર અપરાધી પ્રત્યે આવો અવિરત કરુણાનો પ્રવાહ વહેતો નહોતો જોયો. જીવનપર્યત જેમણે મગધ સમ્રાટનું સિંહાસન શોભાવ્યું હતું. અદ્દભુત માનસન્માન મેળવેલું હતું. તેમને કારાવાસનો કંટાળો નથી! કારાવાસની અકળામણ નથી.'
હે માતા! રોજ હું કારાવાસમાં જાઉં છું. મેં એમની આંખોમાં વિષાદ નથી જોયો. તેમના મુખ ઉપર કકળાટ નથી જોયો. હું આશ્વાસનના બે શબ્દ કહું તો તેઓ ગંભીરતાથી સાંભળી લે છે. તેમના મુખમાંથી “વીર... વિર... મહાવીર.. મહાવીર..’ શબ્દો સરતા રહે છે.'
સલમા આ બધું સાંભળીને હર્ષવિભોર થઈ જાય છે. એ શ્રેણિકને ધન્યવાદ આપતી ગાઈ ઊઠે છે :
ઓ રાજનું, તમને મારાં વંદન કારાવાસમાં પણ કરતા નથી કંદન અપરાધીનું પણ નથી ચાહતા નિકંદન સળગીને પણ સુગંધ આપે છે ચંદન. વીર પ્રભુના તમે અતિ પ્યારા. પામશો ભવસાગરના કિનારા, સુખ-દુઃખમાં તમે રાખી છે સમતા, પુત્રના જ હાથે તમે કષ્ટોને સહતા. કર્મોના સિદ્ધાન્તને અનુસરતા. તમે દુનિયાને વીસરતા, બનશો તીર્થકર શિવ કરતા ધન્ય! ધન્ય! શ્રેણિક! વીર ભજતા..
એક દિવસે સાંભળવા મળ્યું કે મહારાજા શ્રેણિકે કારાવાસમાં સ્વયં જ તાલપુટ વિષ ખાઈને મોત વહાલું કરી લીધું. મહારાજા પ્રત્યે અપાર શ્રદ્ધા અને માન ધરાવતા હજારો પ્રજાજનોએ આક્રંદ કર્યું. ભોજન ન કર્યું. મહારાણી ચેલણાના કલ્પાંતનો પાર ન રહ્યો. સુલસા ચલણા પાસે
સુલસી
૧૮૫
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહોંચી ગઈ. ચેલણાને ખૂબ સાત્ત્વના આપી. પણ જીવનની આવી પળોમાં શબ્દો કેટલું સાંત્વન આપી શકે? છતાંય જિનવચનોનો એ પ્રભાવ હોય છે કે બળબળતા રણમાં જેમ મીઠી વીરડીનું પાણી શીતલતા આપે, તેમ ધોર પીડામાં, ભયંકર દુ:ખોમાં જિનવચનો જ હૃદયને શાતા આપી શકે છે. એમાંય સુલસાના મુખે વીરવચનો સાંભળે એનાં બળતાં કાળજાં ઠરે જ. સુલસા વીરમયી હતી. પ્રભુ વીરનાં વચનો એણે આત્મસાત્ કર્યા હતાં. તેણે ચેલણાને તો સમતા પમાડી, પરંતુ સ્વયં ઊંડા વિચારોમાં ઊતરી ગઈ,
પ્રભુ વીર મગધમાં જ વિચરે છે. તેઓ કેવળજ્ઞાની છે. ચરાચર વિશ્વને પ્રત્યક્ષ જુએ છે જાણે છે. મહારાજા શ્રેણિક સાથે કોણિકે કરેલો દ્રોહ, વિશ્વાસઘાત અને તાડન-મારણ આદિ તેઓએ જાણ્યું હશે, જોયું હશે. તો પછી પ્રભુ રાજગૃહી કેમ ન પધાર્યા? શ્રેણિકની રક્ષા કેમ ના કરી? તેમની સેવામાં કરોડ-કરોડ દેવો હોય છે. દેવેન્દ્ર પણ તેમના ચરણોને સેવે છે...છતાં પ્રભુ કેમ દૂર રહ્યા? પ્રભુએ શ્રેણિક જેવા પરમ ભક્ત શ્રાવકની રક્ષા કેમ ન કરી? પ્રભુ ક્ષેમંકર કહેવાય છે. પરંતુ, એક વાત હું ભૂલી ગઈ...પ્રભુ વીતરાગ છે! તેમને કોઈના પ્રત્યે રાગ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી...તેમને શ્રેણિક પ્રત્યે રાગ ન હોય કે કોણિક પ્રત્યે દ્વેષ ન હોય, તે સ્વાભાવિક વાત છે. છતાં પ્રભુ કરુણાના તો સાગર છે જ! પ૨૬ રવિનાશિની '.
બીજાનાં દુઃખોનો નાશ કરવાની પ્રબળ ભાવનાથી તો તેમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું! અહીં દુઃખી-દુ:ખી થઈ ગયેલા શ્રેણિકનું દુઃખ દૂર કરવા માટે પ્રભુએ કેમ કોઈ ઉપાય ન કર્યો?
સુલસા મૂંઝવણમાં પડી. એણે આંખો બંધ કરી બે ક્ષણ પ્રભુ વીરનું ધ્યાન કર્યું અને જ્ઞાનનો પ્રકાશ વહી આવ્યો.
શ્રેણિકનાં નિકાચિત પાપકર્મોનો ઉદય હતો. નિકાચિત પાપકર્મો તો ભોગવવાં જ પડે. ભોગવવાથી જ ખપે! વળી, એની નિયતિ હતી નરકમાં જવાની! નિયતિ એટલે નિયતિ! ભવિતવ્યતા! ભવિતવ્યતાને તીર્થંકર પણ મિથ્યા ન કરી શકે. શ્રેણિકના માટે નરકમાં જવાનું નક્કી હતું. એટલે મૃત્યુ સમયે “કૃષ્ણલેશ્યા” આવે જ! હા, ક્ષાયિક સમકિતીને પણ કૃષ્ણલેશ્યા નરકમાં લઈ જાય! સમ્યગ્દર્શનના ચોથા ગુણસ્થાનકે કૃષ્ણલેશ્યા આવી શકે છે ને જીવને નરકમાં લઈ જઈ શકે છે! નરકગતિનું આયુષ્ય તો તેમણે
૧૮૬
સુલાસા
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલા ગુણસ્થાનકે જ બાંધી લીધું હતું. ભગવંતે કહ્યું હતું.
જિનધર્મ તો શ્રેણિક પછી પામ્યા! અનાથિ મુનિના સંપર્કમાં આવ્યા અને જિનધર્મ પર શ્રદ્ધા થઈ. અનાથિ મુનિએ શ્રેણિક અને એના પરિવારને ભગવાન મહાવીરના પરિચયમાં લાવ્યા હતા. જો કે શ્રેણિકના પિતા રાજા પ્રસેનજિત ભગવાન પાર્શ્વનાથના ધર્મશાસનમાં શ્રાવક બનેલા જ હતા. અનાથિ મુનિએ શ્રેણિકને નિગ્રંથ પ્રવચનના અનુરાગી બનાવ્યા હતા. પછી તો ભગવાન મહાવીરના પ્રથમ પરિચયમાં જ તેમને ક્ષાયિક સમકિત પ્રાપ્ત થઈ ગયું હતું.
તેઓ શ્રદ્ધાવાન હતા, પરંતુ તપ-ત્યાગ અને સંયમનું પાલન નહોતા કરી શકતા. છતાં રાણી નંદા અને રાણી ચેલણાના સહવાસમાં શ્રેણિક સંયમમાર્ગના અનુરાગી બન્યા હતા. સમગ્ર મગધ દેશમાં ભગવાન મહાવીરના ઉપદેશનો પ્રસાર કરીને, લોકોને, પ્રજાને સદ્ધર્મ તરફ આકર્ષિત કરી હતી. પ્રજાને પ્રભુએ બતાવેલા મોક્ષમાર્ગ પર ચાલવા બધી અનુકૂળતા કરી આપતા હતા.
પ્રભુએ સમવસરણમાં આ વાત કહેલી કે “શ્રેણિક, તારે નરકમાં જવું પડશે, કારણ કે માંસાહારના પાપે તે નરકગતિનું આયુષ્યકર્મ બાંધ્યું છે.” પરંતુ આ રીતે સગો પુત્ર, અતિપ્રિય પુત્ર પિતાનો છલ-કપટથી નિગ્રહ કરી કારાવાસમાં નાખશે અને અતિ ક્રૂર બની પિતાને સવાર-સાંજ સો-સો ચાબુક મારશે! આ વાત પ્રભુએ કહી ન હતી. નહીં કહેવાનાં કોઈ ગુપ્ત કારણો હશે. જ્ઞાની પુરુષોના ભેદોને અજ્ઞાની કેવી રીતે જાણી શકે?
અતિપ્રિય વ્યક્તિ જ્યારે અચાનક શત્રુ બની જાય છે અને તન-મન પર પ્રચંડ પ્રહારો કરે છે, ત્યારની વેદના કેવી અસહ્ય હોય છે એ તો ભોગવનાર જ જાણે! શ્રેણિકને કોણિક ઉપર અતિ સ્નેહ હતો, કોણિકને શ્રેણિક પ્રત્યે જન્મથી જ રોષ હતો, વેરભાવ હતો. આ વાત ચેલણા જાણતી હતી, એટલે પુત્ર-કોણિકનો જન્મ થતાં જ એને ઉકરડામાં ફેંકાવી દીધો હતો. શ્રેણિકને એણે અનેકવાર સાવધાન પણ કર્યા હતા કે “કોણિક ઉપર અતિ વિશ્વાસ ન રાખો. એને વધુ સ્વતંત્રતા ન આપો...' પણ કોણિક તરફનો તીવ્ર રાગ, ચેલણાની સલાહની ઉપેક્ષા કરાવતો હતો. ચેલણાએ તો મને પણ અનેકવાર કહેલું કે “આ કોણિક કાળો નાગ છે...' ક્યારેક એના બાપને દંશ મારશે જ! અને એણે દંશ માર્યો.
સુલાસા
૧૮૭
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘આવું બનવાનું હતું માટે બન્યું,' ‘આવી જ ભવિતવ્યતા હતી...', ‘નિયતિને કોઈ બદલી શકતું નથી...' આ બધી વાતોથી દુઃખમાં થોડું આશ્વાસન મળે છે એટલું જ. બાકી મનુષ્યે આવી ઘટનાઓમાંથી ભૂલો શોધી કાઢવી જોઈએ અને પુનઃ આવી ભૂલો ન થાય, એની સાવધાની રાખવી જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેલણાના કહેવા મુજબ, કારાવાસમાં સવાર-સાંજ ચાબુકના માર ખાતા શ્રેણિક સમતાભાવ ટકાવી શક્યા હતા! એમના મનમાં દ્વેષ કે ઉદ્વેગ જાગ્યા ન હતા, તો એ જ પ્રભુની કૃપા હશે. એ જ શક્તિ પ્રભુએ પોતાના એ પરમ ભક્તને આપી હશે? ‘મારો ભક્ત દુ:ખોમાં દીન ન બને અને સુખોમાં લીન ન બને.' આવું કંઈ ભગવાનના જ્ઞાનનું કિરણ શ્રેણિકને મળી ગયું!
ભગવાનના શ્રીમુખે મેં સાંભળ્યું છે કે ક્ષાયિક સમકિત જીવ નરકમાં પણ ઘોર દુઃખો સમતાભાવે ભોગવે છે! સમતાભાવે દુ:ખો સહન કરવાથી કર્મોની નિર્જરા-નાશ થઈ જાય છે. શ્રેણિક હજારો-લાખો વર્ષ સુધી નરકનાં ઘોર દુઃખો સમતાભાવે ભોગવીને કર્મોનો નાશ ક૨શે! પછી તેઓ નરકમાંથી નીકળીને તીર્થંકર થશે!
ફરીથી હું જ્યારે રાજમહેલમાં રાણી ચેલણાને મળવા ગઈ, ત્યારે મેં એને ઘોર ઉદાસીનતામાં ડૂબેલી જોઈ. એણે બધા જ અલંકારોનો ત્યાગ કર્યો હતો. શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. એના લલાટમાં તિલક ન હતું. એણે મને આદર આપ્યો. પોતાની પાસે બેસાડી.
૧૮૮
તેણે કહ્યું : ‘કદાચ હવે કોણિક રાજગૃહીમાં નહીં રહે. એ નવી રાજધાની વસાવવા વિચારે છે...’
‘કેમ?’
‘હવે એને પિતૃહત્યાનું પાપ ડંખે છે!'
‘કેવી રીતે?’
એવો એક પ્રસંગ બન્યો હતો. આ વાત છે મહારાજાના મૃત્યુ-દિવસની કોણિક જમવા બેઠો હતો. એના ડાબા સાથળ ઉપર એનો પુત્ર ઉદયન બેઠો હતો. તેણે ભોજનના થાળમાં મૂત્રની ધારા કરી. એ ધારા ભોજન ઉપર પડી. ‘પુત્રના પેશાબના-વેગનો ભંગ ન થાઓ,' એમ ધારી કોણિકે પોતાનો સાથળ હલાવ્યો પણ નહીં. બોલવા લાગ્યો. ‘પુત્રવાત્સલ્ય આવું હોય.'
સુલસા
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રથી ભીંજાયેલું ભોજન પોતાના હાથે દૂર કરી, બાકીનું ભોજન એ જ થાળમાં એ ખાવા લાગ્યો. પુત્રપ્રેમથી એવું ભોજન પણ એને ભાવ્યું! હું ત્યાં જ બેઠી હતી. કોણિકે મને પૂછ્યું : “હે માતા, કોઈને પોતાનો પુત્ર આવો પ્રિય હતો કે અત્યારે હશે?”
ત્યારે મેં એને આક્રોશભર્યા શબ્દોમાં કહ્યું : “અરે પાપી, અરે કુળાધમ, તું તારા પિતાને આના કરતાં પણ વધુ વહાલો હતો. તું જ્યારે મારા પેટે આવ્યો હતો ત્યારે મને ખૂબ ખરાબ દોહદ થતા હતા. સગર્ભા સ્ત્રીઓને ગર્ભ પ્રમાણે જ ઇચ્છાઓ થતી હોય છે. મારી ઇચ્છાઓના આધારે મેં નક્કી કરેલું કે આ પુત્ર જન્મીને એના પિતાનો વૈરી થશે. તેથી, મારા પતિના કલ્યાણની ઇચ્છાથી ગર્ભપાત કરવા અનેક ઉપાયો કર્યા હતા, પરંતુ તે બધાં
ઔષધીથી તું મર્યો તો નહીં, ઉપરથી પુષ્ટ થયો! કહેવાય છે કે બળવાન પુરુષોને બધું પથ્ય બને છે!' તારા પિતા, પુત્રમોહના લીધે મારા ખરાબ દોહદ પણ પૂર્ણ કરતા હતા.
પછી તું જ્યારે જન્મ્યો, ત્યારે મેં તને દાસી દ્વારા નગરની બહાર ઉકરડામાં નંખાવી દીધો હતો. “મારે મારા પતિનો વેરી પુત્ર ન જોઈએ...” એ મારો નિર્ણય હતો. પણ તારા પિતા તને પાછો લઈ આવ્યા. ઉકરડામાં કૂકડીએ તારી એક આંગળી વીંધી નાંખી હતી, તે પાકી ગઈ હતી. તેમાં જીવડાં પડ્યાં હતાં. તને અત્યંત પીડા થતી હતી અને તે જોરજોરથી રડતો હતો. એ વખતે તારા પિતા તારી એ વચલી આંગળી પોતાના મુખમાં રાખતા હતા અને ત્યાં સુધી તેને સારું લાગતું હતું. હે હીનચારિત્રી, આવી રીતે તારા પિતાએ કષ્ટ સહીને તને મોટો કર્યો...તેનો બદલો તેં તારા એ પુત્રવત્સલ પિતાને કારાવાસમાં નાખીને આપ્યો.'
કોણિકે મને પૂછ્યું : “હે માતા, મારા પિતાએ મને ગોળના મોદક મોકલ્યા હતા અને હલ્લ-વિહલ્લ ને ખાંડના મોદક મોકલ્યા હતા, તેનું શું કારણ?' મેં કહ્યું : “અરે મૂઢ, તું તારા પિતાનો દ્વેષી છે, એમ જાણીને મેં તને ગોળના મોદક મોકલ્યા હતા, તારા પિતાએ નહીં.”
કોણિક ઊભો થઈ મારા પગમાં પડી ગયો અને બોલ્યો : “મેં ખૂબ અવિચારી કાર્ય કર્યું છે. હું પાપ છું. હું મારી જાતને ધિક્કારું છું. હે માતા, હું હમણાં જ કારાવાસમાં જાઉં છું. પિતાજીની બેડીઓ તોડી, તેમની ક્ષમા માગી, રાજ્ય તેમને સોપી દઉં છું.
સલસી
૧૮૯
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું તો ચેલણાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. મેં પૂછયું : “પછી શું થયું?”
કોણિકે પુત્ર દાસીને સોંપી દીધો. પૂરું ભોજન ન કર્યું. હાથ ધોઈને તે ઊભો થઈ ગયો. હું મારા હાથે જ પિતાજીની બેડીઓ તોડીશ,” એમ વિચારી, હાથમાં લોહદંડ લઈ તે કારાવાસ તરફ દોડ્યો.
કારાવાસના ચોકીદારો મહારાજા પ્રત્યે અનુરાગી હતા. તેમણે દૂરથી કોણિકને લોહદંડ લઈને આવતો જોયો. તેમણે મહારાજાને વાત કરી : 'કોણિક લોહદંડ લઈને આવે છે!'
મહારાજાએ વિચાર્યું : “આજે જરૂર એ મને મારી નાંખશે.. એના કરતા હું જ વિષપાન કરીને મોતને વહાલું કરું!' તેમણે વીંટીમાં ભરેલું તાલપુટ ઝેર જીભ ઉપર મૂકી દીધું. તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું.
કોણિકે મહારાજાને મૃત્યુ પામેલા જોયા. તે ત્યાં જ પોતાની છાતી કૂટવા લાગ્યો. કલ્પાંત કરવા લાગ્યો. પિતાના મૃતદેહને વળગીને વિલાપ કરવા લાગ્ય: “હે પિતા! હું આવા ઘોર પાપકર્મથી આ પૃથ્વી પર અદ્વિતીય પાપી થયો... બહું જઈને પિતાને ખમાવું...” આ મનોરથ પણ પૂર્ણ ન થયો. પિતાજી! તમારી કૃપાનાં વચનો તો ઘણાં સાંભળ્યાં, પણ તિરસ્કારભરેલું એક વચન પણ સાંભળવા ન મળ્યું. કેવું મારું દુર્ભાગ્ય? હવે મારે જીવનનો કોઈ અર્થ નથી. હવે મારે મરવું જ જોઈએ. આગમાં સળગીને મરું કે પાણીમાં ડૂબીને મરું... ગળા પર તલવાર ચલાવીને મરું કે પર્વત પરથી પૃપાપાત કરીને મરું...'
હા, કોણિક મરવા તૈયાર થયો. પરંતુ મંત્રીઓએ એને ખૂબ સમજાવ્યો. મહારાજાના દેહનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો.
દિવસે દિવસે ઘણા શોક-વિલાપથી દેહ ક્ષીણ બનવા લાગ્યો. જાણે ક્ષયનો રોગ થયો હોય, મંત્રીઓ ચિંતા કરવા લાગ્યા : ‘જરૂર આપણો આ રાજા અત્યંત શોકથી મૃત્યુ પામશે. રાજ્ય વિનાશ પામશે.”
મંત્રીઓ બુદ્ધિમાન હતા. તેમણે એક ઉપાય શોધી કાઢ્યો. એક જીર્ણ તામ્રપત્ર ઉપર લખાણ કર્યું કે “પુત્રે આપેલા પિંડાદિક મૃત પિતા પણ મેળવી શકે છે. પછી એ તામ્રપત્ર કોણિકને વાંચી સંભળાવ્યું. રાજાએ એ વાત સત્ય માની અને પિતાને પિંડાડિદાન આપ્યું. “મારા આપેલા પિંડાદિકને મારા મૃત પિતા ભોગવે છે,' આવી મૂઢ બુદ્ધિથી ધીરે ધીરે કોણિક સ્વસ્થ
૧૯૦
સુલાસા
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયો. તો પણ કોઈ કોઈ વાર એના પિતાની શય્યા, આસન, શસ્ત્ર વગેરે જોતાં એના હૃદયમાં પિતાની યાદ આવવા લાગી અને વારંવાર હેકમગ્ન રહેવા લાગ્યો. તેને લાગ્યું કે, “હું હવે રાજગૃહીમાં નહીં રહી શકું. અહીં રેતીના એક-એક કણ સાથે, એક-એક વસ્તુ સાથે પિતાની યાદ રહેલી છે. માટે હવે મારે બીજું નગર વસાવવું જોઈએ.”
તેણે વાસ્તુવિદ્યામાં પારંગત પુરુષોને નગરને યોગ્ય ભૂમિ શોધવા મોહ્યા. ફરતાં ફરતાં તેમણે એક સ્થળે ચંપકનું મોટું વૃક્ષ જોયું. વાસ્તુશાસ્ત્ર-વિશારદો વિચારવા લાગ્યા : “આ વૃક્ષ કોઈ ઉદ્યાનમાં નથી, અહીં પાણી નથી, નીચે કચરામાં પણ પાણી નથી. તો પછી આ વૃક્ષ અભુત કેવી રીતે ખીલ્યું હશે? આની શાખાઓ કેટલી વિશાળ છે? પત્રલતા કેવી અદ્ભુત છે! નવાં પલ્લવો કેવાં ખીલ્યાં છે? પુષ્પોની સુગંધ કેવી આવે છે! કેવી સરસ શીતળ છાયા છે! અહો, આની નીચે વિશ્રામ કરવાની કેવી મજા છે!
“આ વૃક્ષને કેન્દ્રમાં રાખી નવું નગર અહીં વસાવવું જોઈએ.” વાસ્તુશાસ્ત્ર-વિશારદોએ કોણિકની પાસે જઈને બધી વાત કરી. હું પાસે જ બેઠી હતી. તેણે મારી સામે જોયું. મેં પણ સંમતિ આપી.
ચંપક વૃક્ષના નામથી “ચંપા' નામની નગરી વસાવવાનું કામ તાબડતોબ શરૂ થઈ ગયું છે. રાજમહેલો તૈયાર થઈ જશે એટલે મગધની રાજધાની ચંપા બનશે.' ચેલણાએ વાત પૂરી કરી. સુલતા વિચારોના વાવાઝોડામાં આથડતી પોતાના ઘેર પહોંચી.
સુલાસા
૧૯૧
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હું મગધસમ્રાટ કોણિક છું.
રાજગૃહવાસીઓ મારાથી ગભરાય છે. જગતમાં હોય ન હોય એવા સર્વ દુર્ગુણોનું જીવતુંજાગતું પૂતળું એટલે હું! અહંકારનું એક મોટું વટવૃક્ષ એટલે હું! મારી આંખોમાં જગતને ભસ્મીભૂત કરનારો મહાભયંકર અગ્નિ વસે છે. આ નગરવાસીઓની માન્યતા છે. એમની બોલચાલ પરથી મને અનેકવાર પ્રતીતિ થઈ છે.
૧૯૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ મારા મતે જગતમાં ફક્ત એક જ સદ્ગુણ શ્રેષ્ઠ છે. જગતમાં ફક્ત એક જ કલ્પના ચિરંતન છે, શાશ્વત છે! આ જગત અત્યાર સુધી ફક્ત એક જ સદ્ગુણને નમે છે અને તે છે બળ! બળ વિનાનો માણસ એટલે મૂળ વિનાનું વૃક્ષ અને મૂઠ વિનાની તલવાર! બળ! માત્ર બાહુબળ જ નહીં, બુદ્ધિબળ અને બાહુબળનો સમન્વય. હું આવા બળને મહત્ત્વ આપું છું. આવો બળવાન પુરુષ આકાશને ચીરી તારાઓનાં હીરા-માણેક પૃથ્વી પર ઉતારી શકે છે. હું એવા બળવાનનો પૂજક છું, તેથી લોકો મને ઘમંડી ગણે છે. અહંકારી અને પિતૃઘાતક માને છે. સમસ્ત રાજગૃહીમાં સૌ મારી પીઠ પાછળ નિંદા કરે છે. પણ કાયરો આથી વિશેષ શું કરી શકે? મને એની ૫૨વા નથી. કેમ કે હું સારી રીતે જાણું છું કે જગતમાં નમીને ચાલનારા અને સૌથી દબાનારા લોકોને સૌ નિર્બળ અને કાયર સમજે છે. જેનામાં પુરુષાતન નથી તે પુરુષ જ નથી. સંયમ, સહનશક્તિ, ઉદારતા, ત્યાગ, સહિષ્ણુતા આ સર્વ સદ્ગુણો સુંવાળા સંગેમરમરના મંદિરમાં પેટાવેલી અગરબત્તીની સુગંધ સમા છે. સારા તો લાગે, પણ વાસ્તવમાં નર્યા જડ પોકળ શબ્દો! નિરર્થક પુરાણ! કારણ કે જીવન એવું મંદિર નથી. તે એક નિરંતર પ્રજ્વલિત યજ્ઞકુંડ છે. જન્મમૃત્યુના શ્વાસોચ્છવાસથી ધબકતું તે એક રણાંગણ છે અને રણાંગણમાં એક જ વાત મુખ્ય હોય છે અને તે સામર્થ્ય! બળ! બળમાંથી પ્રગટતું સાહસ! આ વાત જે સ્થિતિપ્રિય હોય તે ન સ્વીકારે, ગતિપ્રિય હોય તે સ્વીકારે. મેં જીવનભર બળ અને સાહસનું અવલંબન લીધું છે. દઢતાથી
સુલસા
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ને નિશ્ચયાત્મકપણે! અને જીવનના અંત સુધી એનું જ અવલંબન રહેશે. લોકોને જે કહેવું હોય તે કહે.'
કોણિકે રાજપરિવાર સાથે રાજગૃહી છોડી ચંપાનગરી તરફ પ્રયાણ કર્યું. રાજમહેલો નિર્જન થયા. જાણે કે રાજગૃહીનો વૈભવ ચાલ્યો ગયો. રાણી ચેલણા પણ કોણિકની સાથે ચંપા ગયાં. આ રીતે રાજગૃહીમાં એક મોટો શૂન્યાવકાશ સર્જાયો.
મહારાજા શ્રેણિકનું મૃત્યુ થયું.
મગધદેશની રાજધાની ચંપાનગરી બની.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસા
સુલસાને બધું સૂનું સૂનું લાગ્યું. ચેલણા સાથે થયેલી વાતો ઉપર ખૂબ વિચારતાં એનું મન વિહ્વળ બની ગયું હતું.
‘અનુભવે મને સમજાયું હતું કે કેટલીક ઘટનાઓ અટલ હોય છે. જોકે એ પણ એટલું જ સત્ય છે કે કેટલીક ઘટનાઓનાં પરિણામ ટાળી શકાય છે. માત્ર એ માટે માથાસાટે પ્રયત્ન કરવો પડે. ઘટનાઓની અવનવી ધારા વરસતી હતી. પ્રશ્નોના નવા નવા અંકુરો ફૂટતા હતા. છતાં મનને શાન્ત રાખવું મારે જરૂરી હતું. હું સૂનમૂન થઈ ગઈ હતી. પહેલી વાર નિરાશાનાં પંખી મનના પ્રાંગણમાં ઊતરી આવ્યાં હતાં. હતાશ મનને શાંત કરવાનો એક જ ઉપાય હતો – પ્રભુ વીરની શરણાગતિનો.
પરંતુ શ્રાવસ્તિથી પણ અશુભ સમાચાર આવ્યા. હું ધ્રૂજી ઊઠી...મારા રોમેરોમે આગ લાગી ગઈ...મારા પ્રભુ ઉપર એમના જ એક વખતના શિષ્ય, અને પ્રભુએ જ શીખવેલી તેજોલેશ્યા, એણે પ્રભુ ઊપર મૂકી...પ્રભુના શિષ્યો સર્વાનુભૂતિ અને સુનક્ષત્રને તો તેણે તેજોલેશ્યાથી ભસ્મીભૂત કરી દીધા...પછી તેજોલેશ્યા પ્રભુ ઉપર છોડી...પરંતુ પ્રભુ તો તીર્થંકર છે! તેજલેશ્યાએ પ્રભુને પ્રદક્ષિણા દીધી અને તે ખુદ ગોાલકના શરીરમાં પ્રવેશી ગઈ. ઠીક છે, ગોશાલકનું જે થવાનું હશે તે થશે...પણ મારા પ્રભુના શરીરની કાન્તિ ઝંખવાઈ ગઈ છે અને તેમને લોહીના ઝાડા થાય છે...અરર...આ શું થયું? દુનિયાના રોગોને ઉપશાન્ત કરનારા પ્રભુને આવી અશાતા? દુનિયાને પરમસુખના માર્ગે દોરનારા મારા પ્રભુના શરીરે આવું ઘોર દુઃખ?'
જ્યારે પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં વિચરતા હતા, ગોશાલક તેમની સાથે હતો
For Private And Personal Use Only
૧૯૩
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારે વૈશ્યાયન નામના એક ઋષિએ ગોશાલક ઉપર તેજોવેશ્યા મૂકી હતી ત્યારે પ્રભુએ સ્વયં ગોશાલકને અનુકંપાથી શીતલેશ્યા દ્વારા બચાવ્યો હતો. એ દુષ્ટ ગોશાલકે પ્રભુ ઉપર તેજલેશ્યા મૂકી. કેવો કતન?
શ્રાવતિથી વિહાર કરી પ્રભુ મેંઢિયગ્રામ પહોંચ્યા. ગામની બહાર “સાણ કાષ્ઠક' ચૈત્યમાં પ્રભુએ સ્થિરતા કરી. ત્યાં પ્રભુને ભયંકર પીડા-તીવ્ર દાહ કરનારો પિત્તવર થયો. એ પિત્તવરની પીડા અસહ્ય હોય છે. પ્રભુને લોહીના ઝાડા તો ચાલુ જ હતા. પ્રભુની આવી શારીરિક સ્થિતિ જોઈને લોકો પરસ્પર દુ:ખી વચનોથી વાર્તાલાપ કરતા હતા : “મંખલિપુત્ર ગોશાલકના તપ તેજથી પરાભવ પામેલા તીર્થંકર મહાવીર, પિત્તવર અને તીવ્ર દાહથી છ મહિનામાં જ મૃત્યુ પામશે.”
પ્રજા શોકાકુલ બની હતી. યત્ર-તત્ર-સર્વત્ર આ એક જ ચર્ચા ચાલતી હતી. ત્યાં નજીકના જ “માલયાકચ્છ' વનમાં નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા અને સૂર્યની આતાપના લેતા પ્રભુના એક શિષ્ય સિંહઅણગાર રહેલા હતા, તેઓ પરમાત્માના પરમ ભક્ત હતા, સરલ અને વિનીત હતા. એક દિવસ ધ્યાન કરતાં કરતાં ભાસ થયો કે “મારા પ્રભુના શરીરમાં કોઈ ભયંકર રોગ થયો છે. અને તેમનું હૃદય દ્રવિત થઈ ગયું. “જો મારા પ્રભુ કાળધર્મ પામી જશે તો હું અનાથ થઈ જઈશ અને દુનિયા કહેશે કે મહાવીર છદ્મસ્થ અવસ્થામાં જ કાળધર્મ પામી ગયા...'
હું શું કરું? મારા પ્રાણનાથ. મારા જીવનાધાર...તમને આ શું થઈ ગયું?' સિંહઅણગાર પોકે-પોકે રોવા લાગ્યા. તેમની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી.
એ વખતે ભગવાન મહાવીરે શ્રમણોને બોલાવીને કહ્યું : “માલયાકચ્છપ્રદેશમાં ભદ્રપ્રકૃતિવાળા મારા શિષ્ય સિંહઅણગારને બોલાવી લાવો. તે ત્યાં કરુણ રુદન કરી રહ્યો છે.”
શ્રમણો માયા કચ્છ ભૂમિ પર ગયા અને સિહઅણગારને પ્રભુની આજ્ઞા કહી સંભળાવી. સિહઅણગાર પ્રભુ પાસે આવ્યા. પ્રભુના ક્ષીણ દેહને જોઈને, પ્રભુનાં ચરણોમાં મસ્તક મૂકી સિંહ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ભગવંતે આશ્વાસન આપતાં કહ્યું : “વત્સ! મારા ભાવિ અનિષ્ટની કલ્પનાથી તું રડી રહ્યો છે ને?'
“હા પ્રભુ...”
૧૯૪
સુલતા
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘સિંહ, એક વાત પૂર્ણ સત્ય છે કે મંખલિપુત્ર ગોશાલકની તેજોલેશ્યાથી હું છ મહિનામાં મૃત્યુ નહીં પામું. હું ગંધહસ્તીની જેમ તીર્થંકરરૂપે હજુ સોળ વર્ષ સુધી વિચરીશ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પરંતુ પ્રભુ આપનો દેહ કેવો શ્યામ અને ક્ષીણ થઈ ગયો છે? પ્રભુ, કોઈ ઉપાય બતાવો...કોઈ ઔષધ બતાવો...'
સુલસા, પ્રભુ પાસેથી આવેલા સંદેશવાહકના મુખે આ વૃત્તાંત સાંભળી રહી છે. તેનું મન અતિ વિહ્વળ, આર્દ્ર અને શોકગ્રસ્ત બન્યું છે. તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં છે...તેણે સંદેશવાહકને પૂછ્યું :
‘શું પ્રભુએ ઔષધ બતાવ્યું?'
‘હા, પ્રભુએ સિંહઅણગારને કહ્યું : ‘વત્સ! તું મેંઢિયગ્રામમાં ‘રેવતી’ નામની શ્રાવિકાને ઘેર જા. એણે મારા માટે એક પાક તૈયાર કર્યો છે, તે તું ના લાવીશ. પરંતુ એણે પોતાના માટે જે બિોરા-પાક તૈયાર કર્યો છે, તે લઈ આવજે. મારા રોગનું ઉપશમન એ ઔષધથી થશે...'
સિંહઅણગાર આનંદથી નાચી ઊઠ્યા. પ્રભુને વંદન-નમસ્કાર કરી તરત જ પાત્ર લઈને રેવતીના ઘરે ગયા. સાધુને પોતાના ઘરે આવેલા જોઈ રેવતી ઊભી થઈ ગઈ. બે હાથ જોડી નમસ્કાર કર્યા.
‘પ્રભુ, મારા ઘરે પધારવાનું પ્રયોજન?’
‘હે શ્રાવિકા, તેં જે પ્રભુ માટે ઔષધિ તૈયાર કરી છે, એની જરૂર નથી, પરંતુ જે બિજોરાપાક તારા માટે બનાવ્યો છે, એની આવશ્યકતા છે!'
રેવતીને આશ્ચર્ય થયું! આ ઔષધિની વાત મેં કોઈને કહી નથી, તો આ મુનિએ કેવી રીતે જાણી? તેણે કહ્યું : ‘હે મુનિવર, ક્યા જ્ઞાનીપુરુષે આ વાત આપને કહી?'
‘રેવતી, બીજું કોણ બતાવે? સ્વયં પરમાત્મા મહાવીર પ્રભુએ મને આ ઔષધ લેવા મોકલ્યો છે!'
‘પ્રભુએ સ્વયં આપને મોકલ્યા છે?'
‘હા, રેવતી! તું અતિ પુણ્યશાળી છો.' રેવતી નાચી ઊઠી. એના રોમરોમ વિકસ્વર થઈ ગયા. તેણે બિજોરાપાક સિંહઅણગારના પાત્રમાં વહોરાવી દીધો. સિંહઅણગાર ત્વરાથી હર્ષવિભોર થતા ભગવંત પાસે આવ્યા.
સુલસા
કોળાપાક-બિજોરાપાકના સેવનથી પ્રભુનો દાહજ્વર શાન્ત થઈ ગયો. લોહીના ઝાડા બંધ થઈ ગયા. ભગવાનને પરમ શાતા પ્રાપ્ત થતાં હજારો
For Private And Personal Use Only
૧૯૫
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ-શ્રમણીઓ સંતુષ્ટ બન્યા. દેવો-અસુરો અને રાજા-પ્રજા..સર્વે આનંદથી નાચવા લાગ્યાં. સુલતાએ પૂછ્યું : “ભગવંત પૂર્ણરૂપેણ નીરોગી થઈ ગયા?' હા દેવી, પ્રભુ પૂર્વવત્ સ્વસ્થ, ઉજ્વલ કાંતિવાળા અને પુષ્ટ થઈ ગયા છે.” સુલસાના મનમાં અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા હતા. “પ્રશ્નોના ઉત્તર ક્યાંથી મેળવવા?” એ પણ મોટો પ્રશ્ન હતો. એનું મન પ્રભુ વીરની આસપાસ ભમી રહ્યું હતું.
ત્યાં સમાચાર મળ્યા કે “ગુણશીલ ચૈત્યમાં પ્રભુ વીરના કેટલાક શ્રમણો પધાર્યા છે.' સુલસાએ દાસીને મોકલી તપાસ કરાવી. વાત સાચી હતી. સુલસી દાસીને પોતાની સાથે લઈ ગુણશીલ ચૈત્યમાં પહોંચી. તેણે વિધિપૂર્વક શ્રમણોને વંદના કરી અને વિનયપૂર્વક યોગ્ય જગાએ બેઠી.
હે શ્રમણ શ્રેષ્ઠ, આપ ક્યાંથી પધાર્યા તે કહેશો?' “હે શ્રાવિકા, અમે શ્રાવતિથી આવીએ છીએ.” તો તો તમને પ્રભુ ઉપર ગોશાલકે કરેલા ઉપસર્ગની જાણ હશે?” હા, ત્યારે અમે ત્યાં જ હતા!' હે મુનિરાજ, શું એ સાચી વાત કે ગોશાલકે પહેલાં સર્વાનુભૂતિ મુનિને અને નક્ષત્ર મુનિને તેજલેશ્યાથી મારી નાંખ્યા?'
“હા દેવી, સાચી વાત છે. જ્યારે ગોશાલક આવવાનો છે, એવા સમાચાર મહાશ્રમણ આનંદે પ્રભુને કહ્યા હતા ત્યારે પ્રભુએ આનંદને કહ્યું હતું:
“હે આનંદ, તમે ઇન્દ્રભૂતિ ગૌતમાદિ શ્રમણ-નિગ્રંથોની પાસે જાઓ અને એમને કહો કે મખલિપુત્ર ગોશાલકે શ્રમણ-નિગ્રંથો સાથે અનાર્ય વ્યવહાર શરૂ કર્યો છે એ અહીં આવે છે તો એની સાથે કોઈએ એના મતનું ખંડન ન કરવું, એની સાથે તિરસ્કારભર્યો વ્યવહાર ન કરવો.
આનંદે પ્રભુની આજ્ઞા મુજબ બધા ઉપસ્થિત શ્રમણ-નિગ્રંથોને કહી દીધું. ગોશાલક આવ્યો. ભગવાન સાથે અભદ્ર શબ્દોમાં ક્રોધથી અનુચિત બોલવા લાગ્યો ત્યારે ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ અણગાર ગોશાલક પાસે ગયા અને એને કહ્યું : “હે ગોશાલક, જે મનુષ્ય શ્રમણ-નિગ્રંથ પાસે એકાદ પણ ધાર્મિક સુવચન સાંભળે છે, તેને એ મનુષ્ય વંદન-નમસ્કાર કરે છે. દેવની જેમ એમની પર્યાપાસના કરે છે! પરંતુ હે ગોશાલક, તમે તો પ્રભુ પાસે દીક્ષા
૧૯૭
સુલાસા
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીધી, એમની પાસેથી વ્રત વગેરે જાણ્યાં, ભગવાને તમને શિક્ષિત કર્યા, બહુશ્રુત બનાવ્યા, અને તમે જ પ્રભુ સાથે અનાર્ય જેવો વ્યવહાર કરો છો? તમે આવું ના કરો. આવું કરવું ઉચિત નથી.'
સર્વાનુભૂતિની આ વાતથી ગોશાલકનો ક્રોધ પ્રજ્વલિત થયો અને તેજોલેશ્યાથી એણે સર્વાનુભૂતિને બાળી મૂક્યા. ભગવાને પછીથી કહેલું કે એ મુનિ કાળધર્મ પામીને આઠમાં દેવલોકમાં દેવ થયા છે. ત્યાં ૧૮ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને મોક્ષ પામશે.
હે દેવી, સર્વાનુભૂતિ મુનિ પછી સુનક્ષત્ર મુનિ, ભગવંત પ્રત્યેના અવિહડ રાગથી પ્રેરાઈને, મૃત્યુથી ડર્યા વિના ગોશાલક પાસે ગયા અને એને હિતવચન કહ્યાં. ગોશાલકે તેમને પણ તેજોલેશ્યાથી બાળી નાંખ્યા. બળી રહેલા મુનિએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી, પ્રભુને વંદન કર્યું. સ્વયમેવ પાંચ મહાવ્રત ઊચર્યા, સાધુ-સાધ્વીને ખમાવ્યાં, આલોચના-પ્રતિક્રમણ કરી સમાધિભાવમાં લીન બન્યા. કાળધર્મ પામી બારમા દેવલોકમાં દેવ થયા. ત્યાં ૨૨ સાગરોપમનું આયુષ્ય ભોગવી, મહાવિદેહમાં જન્મ પામશે, ત્યાંથી મોક્ષ જશે.
હે મુનિરાજ, ભગવાને એ બે અણગારોને શીતલેશ્યા દ્વારા કેમ બચાવી ન લીધા? પૂર્વે ગોશાલકને તો બચાવી લીધો હતો.'
“હે વિદુષી, પૂર્વે ભગવાન પ્રસ્થ અવસ્થામાં હતા. તેથી અનુકંપાનો ભાવ પેદા થયેલો અને ગોશાલકને બચાવી લીધો હતો. અત્યારે તો પ્રભુ વીતરાગ છે સર્વજ્ઞ છે પ્રત્યેક જીવાત્માના ભવિષ્યકાલીન પર્યાયોને જાણે છે. એમની દરેક પ્રવૃત્તિ એ મુજબની જ હોય છે.
હે શ્રાવિકા, પ્રભુએ સ્વયં તેજલેશ્યાનો પ્રતિકાર ન કર્યો! ગોશાલક પ્રત્યે જરા પણ દ્વેષ ન જાગ્યો. કારણ તેઓ વિતરાગ છે! ગંધહસ્તિ સમાન છે.”
હે અણગારશ્રેષ્ઠ! ગોશાલકનું શું થયું?'
ગોશાલકનું સમગ્ર તેજ નષ્ટ થઈ ગયું હતું. હતાશ અને પીડિત ગોશાલક “હાય મરી ગયો, હાય મરી ગયો..' બોલતો હાલાહલા કુંભારણને ઘેર ગયો. ત્યાં દારૂ પીવા લાગ્યો. નાચવા લાગ્યો, ગાવા લાગ્યો અને પાણીથી ભીની માટી શરીર પર ચોપડવા માંડ્યો, જ્યારે સાત રાત્રિ પસાર થઈ ત્યારે તેને સમ્પર્વની પ્રાપ્તિ થઈ. તેણે પોતાના આજીવક મતના સ્થવિરોને બોલાવીને કહ્યું :
સુલાસા
૧૯૭
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું માત્ર “જિન” કહેવરાવતો પ્રલાપી નથી પણ હું શ્રમણોનો ધાતા કરનારો છું. શ્રમણોને મારનારો છું. શ્રમણોનો વિરોધી છું. હું મખલિપુત્ર ગોશાલક છું. હું જિન નથી, છદ્મસ્થ છું. છદ્મસ્થ અવસ્થામાં મરી રહ્યો છું. જિન તો શ્રમણ ભગવાન મહાવીર છે. માટે હે દેવાનુપ્રિયો! હું મરી જાઉં એટલે મારા ડાબા પગે દોરડું બાંધી, મારા મોઢામાં ત્રણવાર થંકજો. તે પછી શ્રાવસ્તિ નગરીના રાજમાર્ગો પર મને ઘસેડજો. “ઘોષણા કરજો કે “હે પ્રજાજનો, ગોશાલક “જિન” ન હતો, પરંતુ પોતાને “જિન” મનાવતો વિચરતો હતો. શ્રમણનો ઘાત કરનાર મખલિપત્ર ગોશાલક છબસ્થ અવસ્થામાં જ મરી ગયો છે. શ્રમણ ભગવાન મહાવીર જ “જિન' છે!' આ રીતે મારા મૃતદેહને કાઢજો. ગોશાલકનું મૃત્યુ થયું. ભગવંતે કહ્યું : “ગોશાલક મરીને બારમા દેવલોકમાં દેવ થયો છે.'
તુલસી સ્વસ્થ બનીને ઘેર આવી. નાગ સારથિ અસ્વસ્થ હતા. તેમનું આરોગ્ય કથળ્યું હતું. સુલસા અને દાસીઓ એમની પૂરી કાળજી રાખતા હતાં. સુલસા અવારનવાર રાજપરિવારના સમાચાર એમને સંભળાવતી. વર્ષોથી તેઓ રાજપરિવાર સાથે સંકળાયેલાં હતાં ને! મહારાજા શ્રેણિકનું જે રીતે મૃત્યુ થયું, તે જાણીને તેમનો આત્મા કકળી ઉઠ્યો હતો. તેમાંય નવા મગધસમ્રાટ બનેલા કોણિકે નવી ચંપાનગરીને વસાવી, રાજધાની ત્યાં ખસેડી. પરંતુ ત્યાં ગયા પછી રાણી પ્રભાવતીએ નવો ઉત્પાત મચાવ્યો હતો. હલ્લ-વિહલ્લ સેચનક હાથીને લઈ, વૈશાલી પોતાના મોસાળ પહોંચી ગયા હતા. વૈશાલીના મહારાજા એ કાળે મહાન યોદ્ધા હતા. દેવાધિષ્ઠિત શસ્ત્ર તેમની પાસે હતાં. તેમણે હલ્લ-વિહલ્લને આશ્રય આપ્યો અને કોણિકે વૈશાલી સાથે યુદ્ધ છેડ્યું. એ વિચારતો હતો -
હું રાજપુત્ર હતો. આજે સમગ્ર મગધની લગામ મારા હાથમાં છે. મારી સેવામાં ઝંઝાવતી વાયુને શરમાવે તેવો રથ છે. મારા નિવાસ માટે ચંપામાં ગગનચુંબી ભવ્ય અને ભોગવિલાસયુક્ત પ્રાસાદ છે. બત્રીસ જાતનાં ભોજનવ્યંજન તૈયાર રહે છે. કોઈ મારી વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત કરે તો એને દબાવી દેવા એક સમ્રાટના રૂપે મારા હાથમાં મગધનો રાજદંડ છે. હું મગધનો સ્વામી છું. મારે કાલ-મહાકાલ જેવા પરાક્રમી યોદ્ધા ભાઈઓ છે.
૧૯૮
સુલાસા
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુશળ સલાહકારો છે. હું હલ્લ-વિહલ્લ પાસેથી સેચનક હાથી મેળવીશ જ. ભલે એ માટે માતાના પિતા સાથે યુદ્ધ કરવું પડે. મેં ભાવિનો ક્યારેય વિચાર કર્યો નથી. હું તો સ્વછંદી જ રહેવાનો. યુદ્ધ કરીશ.'
એ યુદ્ધમાં પહેલા જ દિવસે કાલ મરાયો. પ્રભુ વીર ચંપામાં બિરાજમાન હતા. પ્રભુ પૂર્ણભદ્ર ચૈત્યમાં રહેલા હતા. પરમાત્મા રોજ ઉપદેશ આપતા હતા. ઉપદેશના અંતે શ્રેણિકની પત્ની કાલી રાણીએ પ્રભુને પૂછયું : “યુદ્ધમાં કાલકુમારનું શું થયું?” ભગવાને કહ્યું “એનું મૃત્યુ થયું છે.' કાલી રાણી વિરક્ત થઈ, તેણે દીક્ષા લીધી. એ રીતે જેમ જેમ રાજકુમારોના મૃત્યુના સમાચાર આવતા ગયા તેમ તેમ તેમની માતા-રાણીઓએ દીક્ષા લીધી.
કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરફણા, રામકૃષ્ણા, પિતૃસેનષ્ણા અને મહાસેનકૃષ્ણા - આ દશેય રાણીઓના પુત્રો વૈશાલીના યુદ્ધમાં માર્યા ગયા અને રાણીઓએ દીક્ષા લઈ, વિશિષ્ટ આરાધના કરી, કર્મોનો ક્ષય કરી મોક્ષ પામ્યાં,
કોણિક અને ચેટક મહારાજાના યુદ્ધમાં બંને પક્ષે ભયંકર માનવસંહાર થયો. છળ-કપટ થયાં...દૈવી તત્ત્વો પણ ભળ્યાં...છેવટે વૈશાલીનું પતન થયું. મહારાજા ચેટકે તો છેલ્લે અનશન કરી સદ્ગતિ પ્રાપ્ત કરી. વૈશાલી વેરાન, ઉજ્જડ ભૂમિ બની ગઈ. કોણિકે એ ધ્વસ્ત નગરી પર હળ ફેરવીને પોતાની ઘાતકી લીલા પ્રદર્શિત કરી.
જેમના નિમિત્તે આ ભીષણ યુદ્ધ થયું હતું તે હલ્લ અને વિહલ્લ રાજકુમારો તો ભગવાન મહાવીર પાસે સાધુ થઈ ગયા. સત્ય કી નામના વિદ્યાધર વૈશાલીના પ્રજાજનોને નીલવાન પર્વત ઉપર સુખપૂર્વક લઈ ગયા. ચેટક રાજાએ અનશન કરી ઊંડા કૂવામાં પડતું મૂક્યું, ત્યાં નાગરાજ ધરણેન્દ્ર તેમને ઝીલી લીધા અને પોતાના ભવનમાં લઈ ગયા. ત્યાં ચેટક મહારાજાએ અંતિમ આરાધના કરી અને સ્વર્ગમાં દેવ થયા.
કોણિક, જ્યારે પ્રભુ વીર ચંપામાં આવ્યા ત્યારે સમવસરણમાં ગયો. નમીવંદીને તે યોગ્ય સ્થાને બેઠો. અવસર મળતાં તેણે ભગવાનને પૂછ્યું: “જેઓ જન્મથી મૃત્યુ સુધી ભોગને છોડી શકતા નથી, એવા ચક્રવર્તી મરીને કઈ ગતિમાં જાય?”
ભગવાને કહ્યું : “સાતમી નરકમાં..” કોણિકે પૂછ્યું : “હું કઈ ગતિમાં જઈશ?'
સુલાસા
૧૯૯
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાને કહ્યું : “છઠ્ઠી નરકમાં!' કોણિકે પૂછ્યું : “હું સાતમી નરકે કેમ નહીં જાઉં?” “કારણ કે તું ચક્રવર્તી નથી!' ભગવાને વિચાર્યું : “શ્રેણિકનો આ પુત્ર...કેટલી નીચી કક્ષાએ?' કોણિકે પૂછ્યું : “ભગવાન, હું ચક્રવર્તી કેમ નહીં? મારે ચક્રવર્તી જેવી સેના છે.'
સેના છે, પણ ચક્ર વગેરે ચૌદ રત્નો નથી, માટે તું ચક્રવર્તી ન બની શકે.” પરંતુ એ તો અહંકારનો પર્વત હતો.
એ સેના સાથે વૈતાઢચગિરિની તમિસા ગુફા પાસે પહોંચ્યો. તેણે ગુફાના દ્વાર પર દંડ વડે ત્રણ વાર તાડન કર્યું. ગુસ્સે ભરાયેલા કૃતમાળ દેવે કોણિકને તત્કાળ બાળીને ભસ્મ કરી દીધો. એ છઠ્ઠી નર કે ગયો. મગધના રાજપાટ પર કોણિકના પુત્ર ઉદયનને બેસાડવામાં આવ્યો.
આ બધી ઘટનાઓ સુલસાએ નાગ સારથિને કહેવી પડતી હતી. નાગ સારથિનું હૃદય દ્રવિત થઈ જતું હતું. સુલસા એમને સમજાવવા પ્રયત્ન કરતી રહેતી, પરંતુ ધીરે ધીરે એમનું સ્વાથ્ય કથળતું ચાલ્યું. વૈદ્યોને બોલાવ્યા. ઔષધોપચાર શરૂ કર્યા, પરંતુ સુલસાએ તો નાગને આત્મભાવમાં સ્થિર કરવા માટે જિનવચનો સંભળાવવા માંડ્યાં.
અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ અંગીકાર કરાવ્યું. છેદુષ્કૃત્યોની ગહ કરાવી. છે સુકૃત્યોની અનુમોદના કરાવી. જ પ્રભુ વીરનું પુનઃ પુનઃ સ્મરણ કરાવ્યું. એ ભાવથી તીર્થોની યાત્રા કરાવી. અને શ્રી નવકાર મંત્રનું સતત સ્મરણ કરાવ્યું. નાગ સારથિના મુખ પર પ્રકાશ પથરાયો.. નમો અરિહંતાણં' બોલતાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. સુલસા નાગ સારથિના મૃતદેહને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. નગરના પ્રમુખ નાગરિકો, શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠીપત્નીઓ હાજર હતી. સહુએ સુલતાને ખૂબ આશ્વાસન આપ્યું.
સુલસા એકલી પડી ગઈ. ,
૨00
સુલાસા
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ม
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ વીર ચંપામાં પધાર્યા હતા. ‘પૂર્ણચન્દ્ર' ચૈત્યમાં સ્થિરતા કરી હતી. દેવોએ સમવસરણની ભવ્ય રચના કરી હતી. ભગવંતે સમવસરણમાં બેસીને ધર્મદેશના આપી.
હે મહાનુભાવો! જન્મ-જરા-મૃત્યુરૂપી તરંગોથી ઊછળતા અને જેનો પાર પામી શકાય નહીં એવા સંસારસમુદ્રમાં અતિ દુર્લભ એવો મનુષ્યભવ મળ્યો છે. જેમ સર્વે ધાન્યમાં ઘઉં શ્રેષ્ઠ છે, સર્વ પ્રકારના જળમાં મેઘનું જળ ઉત્તમ છે, સર્વ કાષ્ઠોમાં જેમ સાગનું કાષ્ઠ શ્રેષ્ઠ છે, અને સર્વ ધાતુઓમાં જેમ સુવર્ણ શ્રેષ્ઠ છે, તેમ લાખો ને કરોડો ભવોમાં આ મનુષ્યભવ શ્રેષ્ઠ છે.
આ માનવજન્મમાં જ સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી શકાય છે. મનુષ્ય જન્મમાં ય આર્યદેશ, આર્યકુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગિતા આ બધું પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. આ બધી સામગ્રી અને સુવિધા મળવા છતાં મિથ્યાત્વરૂપ અંધકારથી અંધ બનેલાં જીવો, સમ્યકૃત્વરૂપ દીપક વિના સન્માર્ગને જાણી શકતા નથી. કુદેવને સુદેવ, કુગુરુને સદ્દગુરુ અને કુધર્મને સદ્ધર્મ માનતા મિથ્યાત્વમાં અંધ બનેલા જીવો સંસાર-અરણ્યમાં ભટકે છે. રાગી-દ્વેષી કુદેવોને પૂજનારા-માનનારા, મહાઆરંભી અને મહાપરિગ્રહી કુગુરુની ઉપાસના કરનારા, અને જીવહિંસારૂપ કુધર્મને અનુસરનારા જીવો સંસારની ચાર ગતિઓમાં અટવાયા કરે છે.
‘રાગ-દ્વેષ વિનાના વીતરાગ જ સાચા દેવ છે. પંચમહાવ્રતધારી નિગ્રંથ જ સાચા ગુરુ છે, અને દયામય ધર્મ જ સાચો ધર્મ છે.' આવું માનવું એ સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. મોક્ષનગરનું દ્વાર છે. સંસારસમુદ્રમાં જહાજ છે. સર્વે ગુણોનો આધાર છે. સર્વ સંપત્તિઓનો ભંડાર છે. ‘તીર્થંકર નામકર્મ' બાંધવાનું પ્રબળ નિમિત્ત છે. આવા સર્વોત્તમ સમ્યક્ત્વ ધર્મનું નિશ્ચલપણે જે પાલન કરે છે તે જીવાત્મા ખરેખર ધન્ય છે!
સુલસા
For Private And Personal Use Only
૨૦૧
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જેમાં સમ્યક્ત્વ જ સારરૂપ છે એવો ધર્મ જ મોક્ષસુખને આપે છે. જેનું મૂળ દૃઢ અને મજબૂત હોય, એ જ વૃક્ષ ફળ આપે છે. જેનાં મૂળ સુકાઈ ગયાં હોય એવાં વૃક્ષો ફળ નથી આપતાં. તેવી રીતે ધર્મના મૂળ અને પાયારૂપ સમ્યક્ત્વ ધર્મનો જ આશ્રય લેવો જોઈએ.
માટે હે ભવ્ય જીવો! કરોડો ભવોમાં દુર્લભ એવો મનુષ્યભવ પામીને સમ્યક્ત્વમૂલક સાધુધર્મ અને શ્રાવકધર્મનો આદર કરો, સ્વીકાર કરો.'
પ્રભુનો ઉપદેશ સાંભળીને રાજા શ્રેણિકના ૧૦ પૌત્રોએ સાધુ-વ્રતોનો સ્વીકાર કર્યો. પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, મહાભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ, નલિનીગુલ્મ, આનંદ અને નંદન આ દશેય રાજકુમારો હતા. એ સિવાય, જિનપાલિત આદિ અનેક સમૃદ્ધ નાગરિકોએ પણ પ્રભુ પાસે શ્રમણધર્મ અંગીકાર કર્યો.
૨૦૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુની ધર્મદેશના પૂર્ણ થયા પછી, સમવસરણમાં એક ભવ્યાકૃતિ યોગીપુરુષે પ્રવેશ કર્યો. તેના હાથમાં ત્રિદંડ અને કમંડલ હતું. તેણે ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં. માથે જટા બાંધેલી હતી. માથે છત્ર ધારણ કરેલું હતું. એનું નામ અંબડ પરિવ્રાજક હતું.
તે બ્રહ્મચારી હતો. તે કાંપિલ્યપુરમાં રહેતો હતો. તેના ૭૦૦ શિષ્યો હતાં. બાહ્ય વેશ પરિવ્રાજકનો હતો પણ ભગવાન મહાવીરનો પરમ શ્રાવક હતો. બાર વ્રતોનું પાલન કરતો હતો. તે કાંપિલ્યપુરમાં એકસાથે સો ધરમાં ભોજન કરતો હતો અને સો ઘરોમાં નિવાસ કરતો હતો! તે ભદ્રપ્રકૃતિનો છે, વિનીત છે. લગાતાર છઠ્ઠના પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરે છે. યોગ્ય સ્થાને ઊભા રહી, સૂર્યની સામે દૃષ્ટિ સ્થિર કરી, બે હાથ ઊંચા કરી આતાપના લે છે. આ તપશ્ચર્યા અને શુભ પરિણામના કારણે, પ્રશસ્ત અધ્યવસાય અને પ્રશસ્ત લેશ્યાઓની શુદ્ધિ થવાથી, તેને વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન પ્રગટ થયેલું છે. આ શક્તિઓના કારણે એ આકાશગમન કરી શકે છે. સો ધરોમાં જમે છે અને સો ધરોમાં નિવાસ કરે છે! વૈક્રિયલબ્ધિથી એટલાં એ પોતાનાં રૂપ વિકુર્તી શકે છે.
ગૌતમસ્વામીએ પ્રભુ વીરને પૂછ્યું : 'હે ભગવંત, શું આ અંબડ પરિવ્રાજક આપની પાસે અણગાર બનવા સમર્થ છે?'
ભગવાને કહ્યું : ‘હે ગૌતમ, તે અણગાર બનવા સમર્થ નથી. પરંતુ
સુલસા
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંબડ પરિવ્રાજક શ્રમણોપાસક બન્યો છે. જીવ-અજીવ, પુણ્ય-પાપ, આસવ-સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ નવ તત્ત્વોનો જ્ઞાતા છે. તે પોતાના આત્માને સમ્યજ્ઞાનથી ભાવિત કરી રહ્યો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે ગૌતમ! હું નિશ્ચિતપણે કહું છું કે અંબડ પરિવ્રાજક સ્ફટિક મણિના જેવો નિર્મળ છે. કાંપિલ્યપુરનાં બધાં ઘરોનાં દ્વાર અંબડ માટે ખુલ્લાં રહે છે. રાજાના અંતેપુરમાં પણ કોઈ રોકટોક વગર આવે-જાય છે. એટલો એ વિશ્વસનીય ચારિત્રશીલ મહાત્મા છે.
હે ગૌતમ! આ અંબડ પરિવ્રાજકે સ્થૂલપ્રાણાતિપાત-હિંસાનો જીવનપર્યંત પરિત્યાગ કર્યો છે. એવી જ રીતે સ્થૂલ મૃષાવાદનો, સ્થૂલ અદત્તાદાનનો, સ્થૂલ પરિગ્રહનો જીવનપર્યંત ત્યાગ કર્યો છે. એણે મૈથુનનો ત્યાગ માત્ર સ્થૂલરૂપે નથી કર્યો, મન-વચન-કાયાથી ત્યાગ કર્યો છે.
અંબડને ચારેય પ્રકારના અનર્થ દંડોનો ત્યાગ છે. ભોજન માટેના પણ ઘણા કઠોર નિયમ એ પાળે છે. અંબડ, અરિહંત અને એમની મૂર્તિઓને જ વંદન નમસ્કાર કરે છે.
ગૌતમસ્વામીએ પૂછ્યું : ‘હે ભદંત! આ અંબડ પરિવ્રાજક કાળધર્મ પામીને ક્યાં ઉત્પન્ન થશે?'
ભગવાને કહ્યું : ‘હે ગૌતમ! આ એંબડ અનેક પ્રકારનાં શીલ, વ્રત, ગુણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિ ધર્મઆરાધનાથી આત્માને ભાવિત કરતો અનેક વર્ષો સુધી શ્રમણોપાસક જીવન વ્યતીત કરશે. અંતકાળ નજીક આવતાં એક મહિનાની સંલેખના કરી, પછી અનશન કરી, પાપકર્મોની આલોચના કરી, સમાધિ પ્રાપ્ત કરશે. કાળધર્મ પામી પાંચમા બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાં એનું દશ સાગરોપમ આયુષ્ય હશે.
‘પ્રભુ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને અંબડનો આત્મા ક્યાં ઉત્પન્ન થશે?' ‘ગૌતમ, એ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. એ જે કુળમાં ઉત્પન્ન થશે તે કુળ ધનવાન, ઉજ્વલ, પ્રશંસિત, પ્રસિદ્ધ કુળ હશે. એ વિપુલ-વિશાળ ભવનોનો સ્વામી હશે. એની સેવામાં અનેક દસ-દાસીઓ હાજર રહેશે.
સુલસા
અંબડનો આત્મા ગર્ભમાં આવતાં જ એના પુણ્યપ્રભાવથી એનાં માતાપિતાને ધર્મમાં શ્રદ્ધા થશે. નવ મહિના ને સાડાસાત દિવસે એનો જન્મ થશે. એનું નામ ‘દૃઢપ્રતિજ્ઞ' રાખવામાં આવશે.
For Private And Personal Use Only
૨૦૩
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપુલ ભોગસુખો મળવા છતાં એ અનાસક્ત રહેશે. શ્રમણ બનશે, સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષે જશે.
અંબડ પરિવ્રાજ કે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી. તે હર્ષથી રોમાંચિત થઈ ગયો. મસ્તકે અંજલિ રચી અને પ્રભુની સ્તવના શરૂ કરી. પ્રભો! આપ સંજીવની ઔષધ સમાન છો અને મારા હૃદયના પ્રાણ છો! આધિ-વ્યાધિ ને ઉપાધિ-ભર્યા આ સંસારમાં કલ્યાણ કુંભ સમાન છો. અષ્ટપ્રતિહાર્યશોભિત ભગવંત, આપ આણંદો ગણધર-મુનિવર-સેવિત ચરણ, આપવા પરમાનંદો..પ્રભો, આપ. આપને મારા કોટિ નમસ્કાર, હે સૂર્ય-ચંદ્રસેવિત પ્રભો! આપનો છે અપાર ઉપકાર યાદ કરતો સદા હે વિભો! પ્રભો, આપ.
અજ્ઞાની આપ પૂર્ણ જ્ઞાની, આપની શું સ્તવના કરું? હું માત્ર શ્રદ્ધાભાવથી આ ભવસાગરને તરું..પ્રભો, આપ. નભે ચમકતા તારલા દેખાય ના મુજને અહો.. આંખો ઝાંખી ને જ્ઞાન પાંખું, બસ, આપ મુજને ચહો..પ્રભો, આપ. ભક્તિ-પ્રેરિત જીભ મારી ગુણ તવ ગાવા તલસે ઘણી આ માનવીનું મન છે..જાય દુર્ગમ પણ સ્થાનો ભણી... હે જિનવર! આપ પવિત્ર! માતા દેવાનંદાની કૂખે. શુચિ માસ છઠના દિવસે માટે અવતર્યા સ્વસ્થ યુએખે..પ્રભો, આપ. તેરસ સિદ્ધતિથિ કહેવાય! માટે ચૈત્ર સુદ તેરસના દિવસે ત્રિશલાની કુખે જન્મ્યા તમે સિદ્ધ થઈ ઇચ્છાઓ સર્વે..પ્રભો, આપ. અને વિચલિત થયો મેરુ જન્માભિષેકના સમયે ઘટના બની વિચિત્ર માટે જ માસ હતો ચૈત્ર?...પ્રભો, આપ. મૃગશીર દશમીના દિવસે શીર્ષસમ મોક્ષમાર્ગનો ચારિત્રધર્મ સ્વીકાર્યો તમે, સાર પામ્યા પરમાર્થનો...પ્રભો, આપ. વૈશાખ એટલે માધવ માસ! શુક્લા દશમીના દિવસે શ્રેષ્ઠ માસે પામ્યા શ્રેષ્ઠ જ્ઞાન, કૈવલ્ય આતમમાં વસે.પ્રભો, આપ. હું અજ્ઞાની અજાણ છું, નિર્વાણ પામશો કયા દિને
૨૦૪
સુલાસા
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ય હશે એ દિન-ઘડી, ખબર પડશે પ્રભો, મને?. પ્રભો, આપ. સિદ્ધાર્થનંદન! પરમાત્મા! કરી સ્તવના શુભ ભાવથી, બનવું અંતરશત્રુવિજેતા, તીર્થકર! આપના પ્રભાવથી... પ્રભો, આપ.
સ્તવના પૂર્ણ કરી, પરમાત્માને પ્રાર્થના કરી, નમસ્કાર કરી, મનમાં રાજગૃહી નગરીનું ધ્યાન કરી અંબડ પરિવ્રાજ ક ઊડ્યા, ત્યારે ત્રિકાળવેદી તીર્થંકર પરમાત્મા મહાવીર પ્રભુએ અંબડને કહ્યું : '
હે અંબડ! તમે રાજગૃહી જવાના છો, ત્યાં રહેલી સુલસી શ્રાવિકાને ઘેર જઈ, મારા વચનથી ધર્મલાભનો આશીર્વાદ કહેજો.'
અંબડે મસ્તક નમાવી પ્રભુને કહ્યું : “તહત્તિ.” આપનું વચન શિરોધાર્ય છે. આ પ્રમાણે કહીને સંબડ પરિવ્રાજક આકાશમાર્ગે સુરાજ્યથી શોભિત રાજગૃહી નગરીમાં પહોંચ્યો. એને પ્રભુનો સંદેશો યાદ હતો. પરંતુ એના પ્રજ્ઞાવંત મનમાં વિચારોની હારમાળા શરૂ થઈ ગઈ. “એ સૌભાગ્યવંતી સુલસા કોણ હશે?. જે એક સ્ત્રી છે. છતાં એનામાં પ્રભુએ એવા કોઈ વિશિષ્ટ ગુણો દેખ્યા હશે. તો જ આનંદિત થઈ વીતરાગ પરમાત્માએ તેને યાદ કરી “ધર્મલાભ” ના આશીર્વાદ મોકલ્યા. નહીંતર, વીતરાગ જેવા વીતરાગ, સુરાસુરો અને રાજા-પ્રજાની સભામાં, બીજા કોઈને નહીં, ફક્ત સુલતાને જ “ધર્મલાભ' નો સંદેશો મોકલાવે?
ભગવાન મહાવીરના શ્રીમુખે ચઢેલી વિશિષ્ટ ગુણવાળી સુલતાના ગુણો મારે ખાસ જાણવા જોઈએ.
નાગ સારથિનું મૃત્યુ થયા પછી સુલસા એકાકી બની ગઈ હતી. પરંતુ અચાનક એના દ્વારે ભિક્ષા માટે બે શ્રમણો આવી ચઢયા. તેઓ સુલતાને જાણતા હતા. નાગ સારથિનું મૃત્યુ થયું છે -એ વાત પણ જાણી હતી. સુલસાએ મુનિરાજોને નમસ્કાર કરી, ભિક્ષા માટે નિમંત્ર્યા.
મુનિરાજે કહ્યું : “હે મહાસતી! તું જે શોક કરે છે તે સાવ અઘટિત છે. એમાં કોઈ ઔચિત્ય નથી. તું જે પ્રભુના જ્ઞાનની વાત કરે છે તે શું કેવળ વાતો છે? તે શું કેવળ શબ્દોના સાથિયા છે? સાચો જ્ઞાની તો પ્રાણ ગયો કે રહ્યો, એ કશાનો શોક કરતો નથી. સાચો જ્ઞાની ભીતરથી એટલો સ્વસ્થ, એટલો પ્રસન્ન એટલો આનંદમય હોય છે કે આ સુખદુઃખમાં કદીય વિભાજિત થતો નથી. એની વિચારધારા
સુલસી
૨0૫
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોળાયેલી, ચૂંથાયેલી કે કાબરચીતરી ન જ હોય.'
સુલતાને મુનિરાજનાં વચનોથી શાન્તિ મળી. તેનો શોક તો હળવો થયો. છતાં એ નાગ સારથિને ભૂલી શકી નહીં. તે વિચારે છેઃ
સ્ત્રીનું જીવન એ પતિના ચરણોમાં ભક્તિભાવથી અને શ્રદ્ધાથી સમર્પણ કરેલું એક કમળપુષ્પ છે. પતિનું સુખ એ પોતાનું સુખ. પતિની અર્ધાંગના બની રહેવાના પવિત્ર સોગંદ સપ્તપદીના મંગલ અવસરે અગ્નિદેવની સાક્ષીએ લીધા હતા, આથી એને અધગના કહે છે. હું મારા પતિને સુખના શિખર પર રાખવાનો સતત પ્રયત્ન કરતી હતી. હું ખૂબ ભાગ્યશાળી હતી. ભલભલી સ્ત્રીને ઈર્ષ્યા થાય એવું મારા પતિનું રૂપસૌન્દર્ય હતું ને એથીય અધિક એ દિલના વિશાળ હતા. પોતાના સંપર્કમાં આવતી પ્રત્યેક વ્યક્તિને પ્રેમ-સ્નેહ આપવાનો તેમનો સ્વભાવ હતો. જોકે તેમને પોતાના રૂપનું સહેજે અભિમાન ન હતું. તેઓ મહારાજા પ્રસેનજિતના પ્રીતિપાત્ર સારથિ હતા, છતાં તેમની નમ્રતા જોઈને મારું હૃદય ગર્વ અનુભવતું. સુંદર અને સગુણી પતિ માટે કઈ સ્ત્રીને ગર્વ ન હોય! વિશાળ વટવૃક્ષ પર ઊગેલી વેલનું જીવન નશ્ચિત, નિર્ભય અને સુખી હોય છે તેવું જ જીવન મારા પતિના સહવાસમાં મારું હતું. અમારા જીવનમાં અનેક આઘાત-પ્રત્યાઘાતો આવ્યા છે, ત્યારે એવે વખતે એમના ખભે માથું ટેકવી દેવાનું મને મન થતું હતું. સૌ સાથેના સંબંધો શ્રદ્ધાથી જાળવે અને સાથે મારા પ્રત્યેના પ્રેમમાં સહેજ પણ ઊણપ ન આવવા દે એવા પતિ મેળવી હું ખૂબ ભાગ્યશાળી થઈ હતી. મારા જનમોજનમનાં પુણ્ય ફળ્યાં હતાં. એમની પત્ની હોવાના લીધે કેવળ એમના કુટુંબીજનોએ જ મારા પર પ્રેમ વરસાવ્યો નહોતો, પરંતુ મહારાણી નંદા, ધારિણી અને ચલણા – સૌએ મને પ્રેમમાં તરબોળ કરી દીધી હતી. મહારાજા શ્રેણિક અને મહામંત્રી અભયકુમાર મને સગી બહેનથી અધિક માનતા હતા. આ બધું કેવળ મારા પતિના કારણે હતું. આથી જ હું નિરંતર એમને સુખી રાખવા તત્પર રહેતી હતી. તેઓ એક પણ દુઃખદ ઘટનાનો મને અણસાર આવવા દેતા નહીં. પોતાના લીધે બીજાને દુઃખ પહોંચે એવું તેઓ કદી વિચારી પણ શકતા નહીં.
જ્યારે મહારાજા શ્રેણિક અને અભયકુમાર નિરાશ વદને અમારે ઘેર આવ્યા હતાં ત્યારે મેં ચિંતાતુર સ્વરે પૂછયું હતું : “આપણા બત્રીસ પુત્રો ક્યાં?' મારી આંખોમાં આંખ પરોવતાં એમના ગળે ડૂમો ભરાઈ આવ્યો
૨૦૬
સુલાસા
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨L
હતો. એમની નીલવર્ણી આંખોમાંથી ટપકી પડેલાં એ અશ્રુબિંદુ રક્તવર્ણા ગાલ પર થઈ મારા પગ પર સરી પડ્યાં, એ બળબળતા અંગારા સમાં હતાં. મોં ફેરવી લઈ, ઉત્તરીયથી આંસુ લૂછતાં તેમણે કહ્યું હતું : “બત્રીસે પુત્રો આપણને છોડીને ચાલ્યા ગયા. સુલસા, મારા પ્રાણ કેમ ચાલ્યા જતા નથી?' એ વખતે અભયકુમારે અમારું દુ:ખ હળવું કરવા કેટલી સારી વાતો કરી હતી!
અમારું દાંપત્યજીવન સુખી હતું. મને મહારાજા શ્રેણિક પ્રત્યે અને અભયકુમાર પ્રત્યે આદરભાવ હતો. કેમ કે એમની મહેરબાનીથી જ અમે ફાલ્યાંકૂલ્યા હતાં. પ્રત્યેક પ્રસંગે તેઓ મારા પતિને અને રાણીઓ મને યાદ કરતી. આ બધું હોવા છતાં મને એક વાત સતત ખટકતી હતી. મારા જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગતું હતું. ત્યાં પ્રભુ વીરનાં દર્શન થયાં. પ્રભુ મને મળ્યા અને જે ખટકતું હતું તે દૂર થઈ ગયું. મારા ભીતરમાં દીવા પ્રગટી ગયા! હું તો પહેલાં જ દર્શને એમના પર વારી ગઈ હતી.
વીરજીને આજ હું તો વારી ગઈ સખી! સૂરમાં આવે છે સાદ મનમાં હતું કે હાશ ઘરમાં રહીશ, મેલી વનમાં જવાનો ઉન્માદ ત્યાં તો જુઓને સંભળાયો ધ્વનિ મારું તે કેટલું ચાલે? એવું મેં સાંભળ્યું “ગુણશીલ માં વીર સમવસરણમાં મ્હાલે જાણો જો કોઈ તમે વીરજીનો મારગ, તો મુજને બતાવી દિયો દાદ, વિરજીને આજ હું તો વારી ગઈ સખી, સૂરમાં આવે છે સાદ! જઈને લપાઉં જરા “ગુણશીલ'ની કુંજમાં ને મુખડાનું જોઈ લઉં સ્મિત! કંઠે આરોપી દઉં માળા વનફૂલની ને ચૂમી લઉં ચરણો પુનિત કહીં દઉં કે વાગે તવ દુંદુભિ આ પ્રાણમાં, સાંભળી લે એનો તું નાદ વીરજીને આજ હું તો વારી ગઈ સખી! સૂરમાં આવે છે સાદ.
ફૂલ ઉપવનમાં ખીલે છે કે મનના આંગણામાં? સુવાસ ફૂલની પાંખડીમાં હોય છે કે મનની પાંખડીમાં? કુહૂની તાન કોકિલના સ્વરમાં હોય છે કે
સુલતા
૨૦૭
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનતંત્રીમાં બજે છે? વસંત વાસ્તવમાં હોય છે કે ભાવનામાં ચિત્રિત થાય છે?
પતિના અવસાનથી અને પ્રભુના દૂર ચાલ્યા જવાથી કોણ જાણે કેવી રીતે પ્રકૃતિની શોભા, સંગીતના ઝંકાર અને મનનું સ્વપ્ન-બધું ખોવાઈ ગયું. મારી આંખ સામેથી. પતિના વિરહથી તીર્થયાત્રા માટે જીવ વ્યાકુળ થતો હતો, ત્યાં હવેલીના ધારે ભગવા વસ્ત્રધારી, હાથમાં ત્રિદંડ અને કમંડળ, જટાધારી, છત્રધારી, ભવ્ય દેહાકૃતિવાળો યોગી આવીને ઊભો. સુલસા ઊભી રહી. તેણે યોગીને આદર ન આપ્યો. યોગીએ કહ્યું : “મા, મને ભોજન આપ.'
સુલતાએ દાસીને કહ્યું : “આ ભિક્ષુકને ભોજન આપ.” યોગીએ કહ્યું : “ના, આ રીતે હું ભોજન ગ્રહણ કરતો નથી. મારું પાદપ્રક્ષાલન કરીને પછી ભોજન આપ.”
સુલતાએ કહ્યું : “હું મારા વીર પ્રભુના ભક્તોનું જ પાદપ્રક્ષાલન કરું છું ને ભોજન આપું છું.'
અંબડ પરિવ્રાજક ચુપચાપ નગરની બહાર ચાલ્યો ગયો. એના મનમાં સુલતાનું જીવંત ચિત્ર દોરાઈ ગયું હતું.
એની આંખોમાં કેવી નિર્મળતા હતી! તેમાંથી તેજના ફુવારા છૂટતા હતા. તેનું મુખ બ્રહ્મતેજથી ચળકતું હતું. એની વાણી ચંદનથી પણ વધુ શીતલ હતી. ભોજન માટે ના ન પાડી, પણ પાદપ્રક્ષાલન માટે ના પાડી. છતાં એમાં કોઈ તિરસ્કારનો ભાવ ન હતો. એના મુખ પર જેમ આદરનો ભાવ ન હતો તેમ અનાદરનો પણ ભાવ ન હતો. ભગવાન અને ભગવાનના સંધ પ્રત્યે એની નિષ્ઠા જોવા મળી... જેમ હું જિનેશ્વર કે જિનેશ્વરની મૂર્તિ સિવાય કોઈને નમસ્કાર કરતો નથી, તેમ આ શ્રાવિકા પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનું જ પાદપ્રક્ષાલન કરે, એમને જ આદરસત્કાર આપે, તે સ્વાભાવિક છે. એની સૌમ્યતા કેવી હતી! શરીર પર આભૂષણ ન હતાં. મૂલ્યવાન વસ્ત્રો ન હતાં, માત્ર શ્વેત વસ્ત્રો પરિધાન કરેલાં હતાં, છતાં એનું વ્યક્તિત્વ પ્રભાતનાં અજવાળાં પાથરતું હતું. હવે મારે એની શ્રદ્ધાની-સમ્યગ્દર્શનની પરીક્ષા કરવાની છે. જો કે એને પ્રત્યક્ષ જોયા પછી મને વિશ્વાસ જાગે છે કે એ મારી પરીક્ષામાં સો ટકા ઉત્તીર્ણ થઈ જશે.
સુલસા માટે આ ઘટના સામાન્ય હતી. મોટી હવેલી સમજી સાધુ
૨૦૮
સુલાસા
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસી-બાવા-યાચકો આવતા રહેતા. સહુને આ હવેલીમાંથી ભોજન મળતું. પાણી મળતું. વસ્ત્રો મળતાં અને આશ્વાસન પણ મળતું. સુલસાએ અંબડ પરિવ્રાજકમાં બીજા સંન્યાસીઓ કરતાં કેટલીક વિશેષતાઓ જોઈ. તેની આંખોમાં અવિકારિતા જોઈ. તેના શબ્દોમાં સંયમ જોયો. તેના વ્યવહારમાં સરળતા જોઈ. એને એમ લાગેલું ખરું કે હું પગ ધોવાની ના પાડીશ એટલે એ ગુસ્સો કરશે! અથવા પગ પછાડી નારાજી વ્યક્ત કરશે! પરંતુ એણે એવું કંઈ ન કર્યું. બહુ સહજતાથી એ ચાલ્યો ગયો.
‘છતાં મને બરાબર યાદ છે કે એ મને નખશિખ ઓળખવા પ્રયત્ન કરતો હતો. તેના દેહની ઉજ્વલ કાંતિ અને એના ભવ્ય લલાટે દેખાતી રેખાઓ.. એની ઉત્તમતાની સાક્ષી પૂરતાં હતાં. છતાં હવે હું ઘરમાં એકાકી છું. દાસીઓ છે, પણ પુરુષ નથી એટલે આવા યોગી - સંન્યાસીઓને મારે ઘરમાં પ્રવેશ ન આપવો જોઈએ...”
આજે હું હવેલીની અટારીએ ઊભી છું. આસપાસ વૈભવ છે, મારા પ્રત્યેક આદેશને ઝીલવા તત્પર દાસીઓ છે. રાજગૃહીમાં સ્ત્રી-પુરુષો મને પ્રેમથી હાથ જોડે છે. બધું છે.. પણ પતિ ચાલ્યા ગયા...મન અસ્વસ્થ બની ગયું અને મન સ્વસ્થ હોય તો જ જીવને શાન્તિ વળે. ત્યારે જ જીવન સુખી કહેવાય, એક અનિવાર્ય ઘટનાના વિકૃત ઉંદરે મારા જીવનના ઉપવસ્ત્રને કેટલીય રાતોમાં કોતરી નાખ્યું છે.
જ્યારે જ્યારે આ હવેલીના ભવ્ય દ્વારને હું નિહાળું છું ત્યારે મારું જીવન પવનની આંધીમાં ઊડતાં સૂકાં પાનની જેમ ક્યાંય દૂર સુધી પહોંચી જાય છે. છેલ્લાં પચાસ વર્ષોની યાત્રા કરીને પાછું આ દેહના પિંજરામાં પુરાઈ જાય છે! પચાસ વર્ષોનો કાળ! મેં કેવી રીતે વિતાવ્યો? મારા મનના સઘન આકાશમાંથી અતીતની સ્મૃતિઓની વર્ષા ધારાઓ વરસવા લાગી! તેમાં એક ધારા હતી મારા પ્રાણપ્રિય- મારા જીવનાધાર પ્રભુ વીરની સ્મૃતિ! આ
સ્કૃતિ અને આનંદથી ભરી દે છે. એ પ્રભુ મળ્યા એટલે મારી બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ ગઈ! મારું સમગ્ર વ્યક્તિત્વ પ્રભુમાં વિલીન થઈ ગયું... અને હવે વૈધવ્ય-કાળમાં તો મારે મારા નાથનાં-પ્રભુનાં જ ગીત ગાવાં છે... એમની જ સ્તવના કરવી છે. એમનું જ ધ્યાન કરવું છે. એમના જ આપેલા જ્ઞાનના અજવાળે જીવવું છે...'
સુલાસા
૨૦૯
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે રાજગૃહી નગરીના તમામ માર્ગો સૂના હતા. સૌ નગરીના પૂર્વદિશાના દરવાજે પહોંચ્યાં હતાં. લોકો પોતાના હાથમાં ફળ-ફૂલ-નૈવેદ્ય લઈને દોડતા હતા. કેટલાક લોકો બૂમો પાડીને જાહેર કરતા હતા : પૂર્વ દિશાના દરવાજાની બહારના મેદાનમાં સ્વયં બ્રહ્માજી આવ્યા છે,
હંસનું વાહન છે. તેના પર પદ્માસને બ્રહ્માજી બેઠા છે. ચાર દિશામાં એમના ચાર મુખ છે. એક હાથમાં કમંડલ હતું, બીજા હાથમાં રૂદ્રાક્ષની માળા હતી.
બ્રહ્માજીની પાસે એમનાં પત્ની સાવિત્રીદેવી બિરાજેલાં હતાં. અદ્ભુત રૂપ...ને અનુપમ સૌન્દર્ય! લોકો જેટલી એકાગ્રતાથી બ્રહ્માજીને જોતા, એટલી જ એકાગ્રતાથી સાવિત્રીને જોતા હતા. બ્રહ્માજી લોકોને ત્યાં વેદમાર્ગ’ સમજાવતા હતા. બ્રહ્માજીના અનુયાયી ભક્તો રાજગૃહીની ગલીગલીમાં ફરતા બ્રહ્માજી પાસે જવા લોકોને કહેતા હતા.
સુલતાની કેટલીક સખીઓ બ્રહ્માજીનાં દર્શન કરી આવીને સુલતાને કહેવા લાગી : “સુલસા, તું કેમ બ્રહ્માજીનાં દર્શન કરવા, એમનો ઉપદેશ સાંભળવા નથી ગઈ? ચાલ, ચાલ, આપણે જિંદગીમાં ક્યારેય જોયું ન હોય તેવું બ્રહ્માજીનું રૂપ છે! બ્રહ્મદેવલોકમાંથી સ્વયં ઊતરી આવ્યા છે! રાજગૃહીનાં ભાગ્ય છે કે બ્રહ્માજી એને પવિત્ર કરી રહ્યા છે. તે ચાલ, એમનો ઉપદેશ સાંભળ, ધન્ય થઈ જઈશ...”
મારી સખીઓ, મને બ્રહ્માજીને જોવાનો કોઈ રસ નથી. પ્રભુ વીરને જોયા પછી...હવે બીજા કોઈ દેવને જોવા મન જરાય ઇચ્છા કરતું નથી...ત્યાં સુલતાના મુખમાંથી ગીત સરી પડ્યું :
મનમાં તમે વસ્યા છો સ્વામી કૂલમાં જેમ સુવાસ તમ રટણમાં રણઝણતા રહે મારા એક એક શ્વાસ...મનમાં ફૂલ ચહે ભમરાને, ચાહે ચંદ્રને જેમ ચકોર પળપળ પ્રાણમાં મારા કંઠે તારા નેહનો શોર...મનમાં
૨૧0
સુલતા
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરવર સરિતા રહે ઊભરાતાં બેઉ કાંઠે નીર પણ ઝંખે વર્ષો બિન્દુને ચાતકની આ કેવી પર...મનમાં. મેળા ને ટોળાથી ભર્યા આ જગમાં મારે એક તું
દૂરીની મજબૂરી ચૂરી...મળો મહાવીર રૂબરૂ...મનમાં. ત્યાં બ્રહ્માજીનો એક ઉપાસક આવી ચડ્યો. તેણે સુલતાને કહ્યું : “સુલસા, તું બ્રહ્માજીને ઓળખે છે? આ સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્માજીએ કરી છે!” કેમ?' સુલસાએ પૂછ્યું : એમને ઇચ્છા થઈ. માટે....' કેવી ઇચ્છા થઈ?” જોડ$ વહુરચા- હું એક છું, અનેક થાઉં?' શા માટે?” ઇચ્છા એટલે ઇચ્છા. સહજ રીતે ઇચ્છા પ્રગટી.”
ઈશ્વરને ઇચ્છા હોય? અને ઇચ્છા હોય તે ઈશ્વર કહેવાય? ઇચ્છા તો. અપૂર્ણતાની નિશાની છે. ઇચ્છા અપૂર્ણ જીવને થાય. તમારો ઈશ્વર અપૂર્ણ છે કે પૂર્ણ?'
અરે, બ્રહ્માજી તો સર્વશક્તિમાન છે. તેમને કંઈ અસાધ્ય નથી.” તુલસાએ કહ્યું : “બ્રહ્માજી સર્વશક્તિમાન હોય, તો તેમણે આવી દુ:ખપૂર્ણ, યાતનાપૂર્ણ, વેદનાપૂર્ણ સૃષ્ટિ કેમ રચી?'
સુખ-દુઃખ તો જીવ જેવાં કર્મ કરે તે પ્રમાણે પામે..” “જો જીવોને બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા હોય તો પાપકર્મ કરનારા માણસ કેમ પેદા કર્યા? પુણ્યકર્મ કરનારા જીવો ઉત્પન્ન કરવા જોઈએ ને? ખોટાં કામ કરનારા જીવોને ઉત્પન્ન કરનાર સર્વશક્તિમાન ન કહેવાય.' “તો પછી આ સૃષ્ટિ કોણે ઉત્પન્ન કરી?' કોઈએ નહીં! એટલે?”
આ સૃષ્ટિ અનાદિકાળથી છે. એની ક્યારેય ઉત્પત્તિ નથી થઈ! એને કોઈએ ઉત્પન્ન નથી કરી!'
શું ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે?'
હા, પ્રભુ વીર આ સૃષ્ટિને અનાદિ કહે છે અને અનંત કહે છે. સૃષ્ટિને આદિ નથી કે અંત નથી...!”
સુલાસા
૨૧૧
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તો પછી ઈશ્વર શું કરે?' ઈશ્વર સૃષ્ટિને બતાવે! બનાવે નહીં.' કેવી રીતે બતાવે?'
એમના કેવળજ્ઞાનમાં ચરાચર વિશ્વ દેખાય છે. જેવું દેખાય છે તેવું તેઓ જીવોને બતાવે, સમજાવે...'
શું ભગવાન મહાવીર એ રીતે સૃષ્ટિદર્શન કરાવે છે?' “હા, તેઓ સમગ્ર સૃષ્ટિનું સંપૂર્ણ દર્શન કરાવે છે.' સુલસાએ કહ્યું. આગળ વધતાં તેણે સમજાવ્યું :
“પ્રભુ વિર તો આ નિઃસાર દુઃખપૂર્ણ, દુઃખરૂપ અને દુ:ખદાયી સંસારમાંથી જીવોને મુક્ત કરવાના ઉપાયો બતાવે છે...આવું દુ:ખદાયી સર્જન ઈશ્વરનું હોય જ નહીં. આવી દુ:ખપૂર્ણ દુનિયાની રચના જો ઈશ્વરે કરી હોય તો એવા ઈશ્વરને સજા થવી જોઈએ! માટે તમે ઈન્દ્રજાલમાં ફસાઓ નહીં. આ બધી ઇન્દ્રજાલની વાતો છે.'
પણ તુલસા, સાચું કહેજે, તને બ્રહ્માનું રૂપ જોવાનું પણ મન નથી થતું? ભલે તું એમનો સિદ્ધાંત ન માને, પણ એક સ્ત્રી તરીકે તને તેમનું અદ્ભુત રૂપ જોવાની ઇચ્છા નથી થતી?'
મારી બહેનો, મને પહેલું ગમ્યું હતું પતિનું રૂપ, બીજું ગમ્યું જગપતિનું રૂપ! બસ, ધરાઈ ગઈ છે. હવે બીજાં રૂપો જોવાની કોઈ ઇચ્છા રહી નથી.”
પણ જોવામાં પાપ તો ન લાગે ને?' એક સખી બોલી. જોઈને મોહ જાગે તો પાપ લાગે, જોઈને વેષ જાગે તો પાપ લાગે!” “તો તો આંખો બંધ રાખીને જ જીવવાનું ને?'
ના, આંખો ખુલ્લી રાખીને અને હૃદયને સંભાળીને જીવવાનું જે દેવો પત્નીને સાથે રાખે છે, તેઓ ક્યો ઉપદેશ આપી શકે? રાગ-દ્વેષ અને મોહ ઉપર વિજય મેળવ્યા વિના કોઈ આત્મા પરમાત્મા બની શકતો નથી.
ખેર, એ કેવા છે ને શું કહે છે, એની સાથે મારે બહુ સંબંધ નથી. હું મન-વચન-કાયાથી પ્રભુ વીર સાથે પ્રીત બાંધીને બેઠી છું. મારી આ પ્રીતિ ગુણાતીત છે, મૂલ્યાતીત છે. મને પ્રભુ ગમી ગયા છે. મને એમના તરફથી કોઈ અપેક્ષાઓ નથી, કામનાઓ નથી. લાભની લાલચ નથી, લોભનાં હવાતિયાં નથી. પ્રેમની પ્રેમલ જ્યોત પ્રગટે એટલે પછી લાભ ને લોભ ટકી શકતા નથી. પ્રભુ સાથેના આ પ્રેમમાં હવે મને પરમાત્મા અને
૨૧૨
સુલાસા
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા વચ્ચે ઝાઝું અંતર લાગતું નથી. મારો પ્રભુપ્રેમ ક્ષણે ક્ષણે વધી રહ્યો છે, એવું મને લાગે છે. કદાચ હું પ્રભુમય બની જઈશ...મારી, પરમાત્મા પાસે પહોંચવાની આ યાત્રા અવિરામ છે. પ્રતિક્ષણ હું એ યાત્રામાં આગળ વધી રહી છું એમ મને સમજાય છે.'
સખીઓએ આગ્રહ છોડી દીધો. બ્રહ્માજીનો ભક્ત પણ હાલતો થઈ ગયો. બ્રહ્માજી તુલસાના આગમનની રાહ જોઈ રહ્યા હતા. પણ સુલતાને તેમણે ન જોઈ! એ મનોમન હરખાયા! “વાહ સુલસા! પ્રભુ વીર પ્રત્યેની તારી શ્રદ્ધા સાચી
બીજા દિવસે રાજગુહીના દક્ષિણ દિશાના દરવાજે લોકોની ભીડ જામી હતી. દરવાજાની બહાર મેદાન નંદનવન જેવું શણગારાયેલું હતું. ત્યાં સાક્ષાત્ વિષ્ણુ ભગવાન પધાર્યા હતા! કમળ સમાન નાભિ, ગરુડ પક્ષી પર આરૂઢ, પીતાંબરધારી, ચાર હાથમાં ગદા, શંખ, ચક્ર અને ધનુષ્ય! આસપાસ લક્ષ્મી દેવી આદિ અનેક રાણીઓનું વૃંદ! છાતી પર કૌસ્તુભ મણિ!
વિષ્ણુ ભગવાનના ઉપાસકો હર્ષથી ઉન્મત્ત થઈ નાચી રહ્યા હતા, અને ગાતા હતા. વિવિUT: વિષ્ણુ: પર્વતમસ્ત! સર્વ વિuાન Mાત!” પાણીમાં વિષ્ણુ છે, પૃથ્વી પર વિષ્ણુ છે અને પર્વતની ટોચે પણ વિષ્ણુ છે! આખું જગત વિષ્ણુમય છે! આવા વિષ્ણુ ભગવાન દક્ષિણ દરવાજે પધાર્યા છે... સૌ દર્શન કરવા ચાલો અને જીવન સાર્થક કરો!'
વિષ્ણુ ભગવાન પ્રત્યક્ષ આવ્યા હોય, ત્યાં જોવા કોણ ન જાય! રાજગૃહીનાં તમામ સ્ત્રી-પુરુષો ઊમટી પડ્યાં. સુલતાની સખીઓ સુલસા પાસે પહોંચી ગઈ. સુલતા, આજે તારે વિષ્ણુ ભગવાનનાં દર્શન કરવા આવવું જ પડશે!' “કેમ?' કેમ શું? એ આ સૃષ્ટિના પાલક છે! રક્ષક છે!”
તો પછી હમણાં જ થયેલો વૈશાલીનો વિનાશ તેમણે રોક્યો કેમ નહીં? વૈશાલી જેવી દેવનગરી...આજે ઉજ્જડ વેરાન થઈ ગઈ! ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં લાખો સૈનિકો માર્યા ગયા. વિષ્ણુ ભગવાને નગરની રક્ષા, પ્રજાની રક્ષા કેમ ન કરી? સૃષ્ટિના પાલક હોય, તે પણ સર્વશક્તિમાન હોય, તો સૃષ્ટિમાં કોઈ જીવ ભૂખ્યો રહે? તરસ્યો રહે? નાગો ફરે? દર્દીથી પીડાય?
સુલાસા
૨૧૩
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાથ-નિરાધાર બનીને ભટકતો રહે? આ બધું આ ભયાનક સંસારમાં દેખાય છે ને? કેમ વિષ્ણુ ભગવાન આ બધાંનાં દુઃખ દૂર કરતા નથી? કેમ પાલન કરતા નથી?
ખેર, એ ગમે તે હોય કે ગમે તેવા હોય, મારે તેમની સાથે કોઈ નિસબત નથી.'
પણ જોવા તો ચાલ...'
મેં ગઈ કાલે પણ તમને કહેલું કે મને પ્રભુ વીર સિવાય કોઈનેય જોવામાં રસ રહ્યો નથી.”
પરંતુ આ ભગવાન તો આત્માનો ઉપદેશ આપે છે.. જે ઉપદેશ ભગવાન મહાવીર પણ આપે છે...”
મારી બહેનો, ઉપદેશ-ઉપદેશમાં ફરક છે! ભગવાન મહાવીર કહે છે દરેક નાના-મોટા શરીરમાં સ્વતંત્ર આત્માઓ રહેલા છે. આત્મા અનંત છે! જ્યારે વેદોમાં કહ્યું છે “આત્મા એક જ છે અને સર્વવ્યાપી છે. જુદાજુદા જે આત્માઓ દેખાય છે તે પેલા બ્રહ્મસ્વરૂપ આત્માનાં ભિન્ન ભિન્ન પ્રતિબિંબો છે!”
એમ માનવામાં શું વાંધો?
મોટો વાંધો! સાંભળો, એક દૃષ્ટાંતથી આ વાત સમજાવું! આકાશમાં પૂર્ણિમાનો ચન્દ્ર ખીલ્યો છે.. ધરતી પરનાં સરોવરોમાં એનાં જુદાં જુદાં પ્રતિબિંબ પડે છે! પણ એ આકાશના ચંદ્ર ઉપર વાદળ આવી જાય તો કોઈ પ્રતિબિંબ દેખાય ખરું? નહીં ને? તો, એક આત્માની મુક્તિ થઈ જાય, તો બધા આત્માઓની મુક્તિ થઈ જવી જોઈએ ને? એક આત્મા નરકમાં જાય, તો બીજા બધા આત્માઓ નરકમાં જવા જોઈએ ને? નથી જતા ને? એમનાં શાસ્ત્રોમાં જ આવે છે. અમુક લોકો સત્કાર્ય, યજ્ઞ આદિ કરી સ્વર્ગે ગયા અને અમુક લોકો પાપ કરી નરકમાં ગયા! એક જ આત્મા હોય તો આ કેવી રીતે બને?
મહાવીર પ્રભુનું કથન સાચું છે. શંકા વિનાનું છે. દરેક આત્મદ્રવ્ય સ્વતંત્ર છે. તે આત્મા પોત-પોતાનાં પુણ્ય-પાપ મુજબ સ્વર્ગ કે નરક પામે છે. જે સર્વ કર્મોનો ક્ષય કરે છે તે મુક્તિ પામે છે. મારી બહેનો, મને તો વિર. પ્રભુની જ વાત સાચી લાગી છે, ગમી છે અને અંતરમાં ઊતરી છે.'
૨૧૪
સુલતા
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ સુલસા, લાખો માણસો વિષ્ણુ ભગવાનને માને છે. એમના ઉપદેશને માને છે, એ બધા શું અજ્ઞાની હશે?”
કોને કેટલા માને છે-એ તત્ત્વનિર્ણય કરવાનું માપ નથી. બુદ્ધિમાન પુરુષે સ્વયે સાચા-ખોટાન, તત્ત્વ-અતત્ત્વનો નિર્ણય કરવાનો હોય છે. ધર્મનું તત્ત્વ કુશાગ્ર બુદ્ધિથી સમજાય એવું તત્ત્વ છે. બાકી દુનિયા તો ગતાનુગતિક છે! આ આપણા મગધમાં કેટલા યજ્ઞ-યાગ થતા હતા? કેટલાં હજારો નિર્દોષ પશુઓ એમાં હોમાતાં હતાં? પછી તો પિતૃમધ યજ્ઞ” અને “માતુમેધ યજ્ઞ” પણ શરૂ થયા હતા ને? “જેને સ્વર્ગમાં જવું હોય તે યજ્ઞ કરે...' એવો ઘોર હિંસાનો ઉપદેશ ધર્મના નામે અપાતો હતો. સ્વાર્થી લોકો અજ્ઞાની ને ભોળા લોકો પોતાનાં વૃદ્ધ માતા-પિતાને સ્વર્ગમાં મોકલવા યજ્ઞ કરવા લાગ્યા હતા! માતા-પિતાને ભડભડતી આગમાં રોતાં-કકળતાં નાખતા હતા. એ તો ભગવાન મહાવીરે અહિંસા-ધર્મનો જોરશોરથી પ્રસાર કર્યો. રાજાઓને અહિંસક બનાવ્યા, શ્રેષ્ઠીઓને, બ્રાહ્મણોને અને ક્ષત્રિયોને અહિંસક બનાવ્યા, ત્યારે યજ્ઞ-યાગ ઓછા થયા.” સખીઓ સમજી ગઈ. ચાલી ગઈ.
વિષ્ણુ ભગવાન સુલતાને શોધે છે! પણ સુલસા દેખાઈ નહીં. મનોમન તેઓ ખૂબ આનંદિત થયા. ધન્ય સુલસા! તારો વીર પ્રેમ.તારી સદ્ધર્મ શ્રદ્ધા સાચી!
શરદઋતુના પૂર્ણ ચંદ્રનાં દર્શન કરીને સુતેલો પ્રવાસી. ગ્રીષ્મના સહસ્રરશ્મિ સૂર્યનાં દર્શન કરતો જાગે ને જેટલું આશ્ચર્ય અનુભવે, એટલું જ આશ્ચર્ય રાજગૃહીનાં હજારો સ્ત્રી-પુરુષો પશ્ચિમ દરવાજે પધારેલા મહેશ્વર-શંકરને બિરાજમાન થયેલા જોઈને અનુભવી રહ્યા.
આખા શરીરે ભસ્મનું વિલેપન! જટામાં ગંગા! મસ્તકે ચંદ્ર! પાસે પાર્વતી! કંઠમાં મનુષ્ય-ખોપરીઓની માળા! લલાટે જાજ્વલ્યમાન ત્રીજું નેત્રા હાથમાં ડમરું અને ત્રિશુળ! ચારે બાજુ નંદી, ચંડી આદિ ગણ! શરીર પર હાથીના ચામડાનું આવરણ! ડમક...ડમક ડમરુંનો ધ્વનિ! પૃથ્વીને ધણધણાવતા પાય અને પ્રચંડ પ્રલયકારી તેજથી ઝળહળતાં નેત્રો!
ભગવાન શંકર શૈવશાસ્ત્ર સંભળાવવા લાગ્યા. “હે નગરવાસીઓ, આ પૃથ્વી બ્રહ્માએ પેદા કરી, વિષ્ણુએ પાલન કર્યું....અને હવે હું એનો નાશ
સુલાસા
૨૧૫
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીશ. કોઈ ઘસઘસાટ ઊંઘતા હશે, કોઈ ખગોળ નિહાળતા હશે, કોઈ ગાવા-નાચવામાં મસ્ત હશે, કોઈ સુંદરીઓના સૌન્દર્યને જોવામાં લીન હશે...આસાએશની સુખદ પળોમાં સહુ ગરકાવ હશે એ વખતે ભયંકર વાવાઝોડાનો કોલાહલ સંભળાશે. ગાઢ તિમિર છવાઈ જશે. એકાએક વેગભર્યા વાયરા વાવા લાગશે. અંધકારમાંથી ભૂત ઊઠે, પાતાળમાંથી પ્રેત પ્રગટે, દિશાઓમાંથી દાનવ જાગે એમ એકાએક પૃથ્વી પર પ્રલય ફરી વળશે.. હું પ્રલય કરીશ. સમગ્ર સૃષ્ટિનો નાશ કરીશ. સૃષ્ટિમાં મૃત્યુની ભયંકર શાન્તિ પ્રસરી જશે...'
આજે રાજગૃહી માટે ત્રીજો અજબ-ગજબનો દિવસ હતો! રાજગૃહીના ઇતિહાસમાં ક્યારેય આવી ઘટના બની ન હતી. ક્રમશ: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રાજગૃહીમાં પધારે...એ કલ્પના બહારની વાત હતી. પરંતુ વાત હતી - એ નક્કી! શંકરને જોઈને, શંકરના ઉપદેશને સાંભળીને સુલસાની સખીઓ સુલસા પાસે પહોંચી ગઈ. સખીઓએ અંદરોઅંદર નિર્ણય કર્યો કે “આજે તો તુલસાને શંકર ભગવાનનાં દર્શન કરાવવાં જ છે.'
સુલસા સામાયિક વ્રત પૂર્ણ કરીને બેઠી હતી, ત્યાં સખીઓ આવી પહોંચી. સુલસાની ચારે બાજુ બેસી ગઈ. એક સખીએ તુલસાને કહ્યું :
તને ખબર છે સુલસા, પશ્ચિમ દરવાજે ભગવાન શંકર પધાર્યા છે. સાથે પાર્વતી પણ છે. શૈવમતનો ઉપદેશ આપે છે. આજે તો તું ચાલ. ભલે તારે હાથે ન જોડવા હોય તો ન જોડીશ, બેસવું ન હોય તો ન બેસીશ, પણ ઊભા ઊભા જોઈ તો લે! એ શું ઉપદેશ આપે છે, તે સાંભળી તો લે!'
મારી પ્રિય સખીઓ, મારે શા માટે શંકરને જોવા? ને શા માટે એમનો ઉપદેશ સાંભળવો? તમે સહુ જાણો છો કે મને વીર પ્રભુ સિવાય કોઈ જ દેવને જોવામાં રસ નથી, વીર પ્રભુના ઉપદેશ સિવાય કોઈ ઉપદેશ સાંભળવો મને ગમતો નથી. મને પ્રભુની વાણીથી જ એવી પરિતૃપ્તિ થઈ ગઈ છે કે હવે બીજા કોઈનાં વચન શ્રવણ કરવાની ઇચ્છા જ થતી નથી...”
“પણ તુલસા, ભગવાન મહાવીર તો સૃષ્ટિને અનાદિ અનંત કહે છે, જ્યારે શંકર ભગવાન તો સૃષ્ટિના પ્રલયની, સૃષ્ટિના નાશની વાત કરે છે. એ પોતે સૃષ્ટિનો નાશ કરશે, એમ કહે છે.'
તો તો એમને ભગવાન ન કહેવાય. દુર્જનોની સાથે સજ્જનોને પણ મારનાર શું ભગવાન કહેવાય? અશુભનો નાશ કરવાની સાથે શુભનો નાશ
૨૧૬
સુલાસા
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાય? અને, જે શાશ્વત છે એ સૂર્ય, ચન્દ્ર, ગ્રહો, નક્ષત્રો, દેવલોકો.. નરકાવાસો...વગેરે ક્યારેય નષ્ટ થયા નથી કે થશે નહીં. મેરુ પર્વત અને શત્રુંજય પર્વત જેવા શાશ્વતા પર્વતો, ગંગા-યમુના જેવી શાશ્વત નદીઓ અને જ્યાં અનંત સિદ્ધ ભગવંતોનું અવસ્થાન છે, એ સિદ્ધશિલા ક્યારેય નાશ પામે નહીં...હા, સંસારની ચાર ગતિઓમાં જીવોનાં જન્મમૃત્યુ થયા કરે, ક્યારેક મૃત્યુનું પ્રમાણ વધી શકે પણ સર્વે જીવો એકસાથે ક્યારેય મર્યા નથી કે મરશે નહીં.' તો પછી પ્રલયની વાત?'
અર્થ વિનાની છે. પ્રલયની વાતો કરનારા, પ્રલય પછી પુનઃ સૃષ્ટિના સર્જનની વાત કરે છે! એક પણ જીવાત્મા બચે જ નહીં, તો જન્મ કેવી રીતે થાય? કમ સે કમ એક પુરુષ અને એક સ્ત્રી તો હોવાં જોઈએ ને? એ રહે તો પ્રલયને પૂર્ણ પ્રલય કહેવાય નહીં!'
પ્રલય કેવી રીતે થાય?” પ્રલયની વાત કરનારા કહે છે : પૃથિવા અણુ - પૃથ્વીનો પાણીમાં પ્રલય ૩પ તેનસિ - પાણી તેજમાં ડૂબી જાય. છે તેઝર વીથી - તેજ વાયુમાં વિલીન થઈ જાય, વાયો વાશે - વાયુ આકાશમાં ભળી જાય.
વીચ નવા હૃારે - આકાશ જીવના અહંકારમાં. તરી રિખ્યામëારે - જીવનો અહંકાર હિરણ્યગર્ભના અહંકારમાં
ભળી જાય. તરચ ા વિદ્યાયામ- અને અવિદ્યામાં મળી જાય!
શું આ બધું સાચું છે?' “ના રે ના. માત્ર કલ્પનાનું ઉડ્ડયન છે. અને એમના જ સિદ્ધાંતથી વિપરીત છે. બ્રહ્મ સત્ય નાશ્મિા ' સૃષ્ટિમાં એક માત્ર આત્મા જ સત્ છે. બાકી બધું ખોટું છે! તો પછી “અવિદ્યા' સાચી છે કે ખોટી? બધું જ. અવિઘામાં જ સમાઈ જવાનું હોય તો “અવિદ્યા' નું સ્વતંત્ર અસ્તિત્વ માનવું જોઈએ ને? માટે આવી બધી અગડં-બગડે વાતોમાં પડવું નહીં, એવી વાતો સાંભળવી નહીં.
તમે મારી સખીઓ છો. તમને મારા પ્રત્યે સ્નેહ છે, માટે તમને એક
સુલાસા
૨૧૭
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત કહેવી છે...તમે શાન્તિથી પછી મારી વાત પર વિચાર કરજો.
તમે જે દેવ આવે તેની પાસે જાઓ છો. ભલે ભક્તિથી નહીં, તો કુતૂહલથી જાઓ છો. જુઓ છો અને સાંભળો છો. દરેક દેવ પોતપોતાનું ગાણું ગાય છે. કોની વાત સાચી ને કોની વાત ખોટી - તમે દ્વિધામાં પડી જાઓ. પછી ક્યારેક કંટાળો આવી જાય. દેવ તરફ, ધર્મ તરફ...ગુરુ તરફ અરુચિ થઈ જાય. માટે દરેકને ન સાંભળો, હા, તમારી બુદ્ધિ પરિપક્વ હોય, તમારું જ્ઞાન વિશદ હોય, સાચું-ખોટું પારખવાની વેધક દૃષ્ટિ હોય તો તમે ભલે બધાનું સાંભળો! નહિતર શાન્તિથી ઘરે બેસી પ્રભુ નામનું સ્મરણ કરો.
વિશેષમાં, રાજગૃહી તો પુણ્ય ધરા છે. અહીં ભગવાન મહાવીર કેટલો દીર્ઘ સમય રહ્યા છે? અવારનવાર વર્ષાવાસ કર્યા છે. રોજ ધર્મની દેશના આપી છે. લોકોના મનની શંકાઓ દૂર કરી છે. એકએક તત્ત્વને સુપેરે સમજાવ્યું છે! શું નથી સમજાવ્યું પ્રભુએ? હું તો એક માત્ર મારા પ્રભુને વરી છું
મારો તમારો પ્રેમ થયો છે નિભાવશો તો ખરા ને? કારણ -- હું રાગી, તમે વીતરાગી છો. દુનિયા આ પ્રેમની હાંસી તો નહીં કરે? મારો તમારો પ્રેમ થયો છે બોલાવશો તો ખરા ને? ભલે તમે વીતરાગી, કશું ભલે તમે ન આપો, મને જરાય દુઃખ નથી, માત્ર મારાં બંધન કાપો. મારો તમારો પ્રેમ થયો છે. પાસે બેસાડશો તો ખરા ને? પ્રભુ! તમારો સ્વભાવ હું જાણું છું.... પ્રેમીનાં તમે દુઃખ હરો છો, એ હું પ્રમાણું છું. મારો તમારો પ્રેમ થયો છે
મને પંપાળશો તો ખરા ને? સખીઓના મનનું સમાધાન થયું. તેઓ પોતપોતાના ઘરે ચાલી ગઈ. ત્યાં મેદાનમાં બિરાજેલા શંકર ભગવાન ભક્તોની ભીડમાં. સુલતાને શોધે
૨૧૮
સુલતા
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે! સુલસી દેખાતી નથી... “ન આવી એ પ્રભુ વીરની પરમ શ્રાવિકા! સાચે જ એનું સમ્યગ્દર્શન નિર્મળ છે. એ સત્યનિષ્ઠ છે. ભગવાન મહાવીરે કહ્યું છે: __'न कप्पए से परतित्थियाणं तहेव तेसिं चिय देवयाणं ।
परिग्गहे ताण य चेइयाणं परिभावणा-वंदण-पूयणाई।।' સમ્યગ્દષ્ટિ જીવે અન્ય મતવાળાઓને વંદન ન કરવું જોઈએ. મિથ્યાષ્ટિઓને, એમના દેવોને કે એમણે ગ્રહણ કરેલા જિનચૈત્યોની પણ પ્રશંસા ન કરવી જોઈએ. પૂજા-યાત્રા કે પ્રણામ ન કરવાં જોઈએ.
સમ્યગ્દષ્ટિ આત્મા, જિનવાણી જ સાંભળે. કારણ કે જિનવાણી બુદ્ધિના મોહને હરે છે. કુમાર્ગેથી પાછા વાળે છે, સંવેગ પેદા કરે છે. જિનવર પ્રત્યે અનુરાગ પેદા કરે છે. હૃદયને હર્ષાન્વિત કરે છે.
તે પછી એ સમ્યગ્દષ્ટિ મહાત્મા જ્ઞાન-દર્શન-ચારિત્રમાં પ્રગતિ સાધે છે. સમતા-સમાધિ આદિ ગુણો પ્રાપ્ત કરે છે.. ગુણાનિધિ બનીને મોક્ષમાં જાય છે! 'पार्वति कल्लाण परंपराओ गुणंधरा हुंति वयंति सिद्धिं ।' “કલ્યાણોની પરંપરા પ્રાપ્ત કરી, ક્રમશઃ એ ગુણધર આત્માઓને સિદ્ધિ વરે છે!'
ખરેખર, તુલસા ગુણનિધિ છે. દઢ સમ્યગ્દષ્ટિ છે! મારી ત્રણ-ત્રણ પરીક્ષાઓમાં એ ઉત્તીર્ણ થઈ છે. બસ, હવે એક પરીક્ષા લઈને, એની પાસે જઈ, પ્રભુ વીરનો ધર્મલાભ' સંભળાવીશ!'
સુલાસા
૨૧૯
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.આ
છે
રાજગૃહી નગરીની ઉત્તર દિશામાં ગગનચુંબી ભવ્ય વૈભારગિરિ ઊભો છે. જાણે આકાશ અને પૃથ્વીને માપવા માટે મોટો માપદંડ હોય તેવો શોભે છે. આ પહાડ વિવિધ ઔષધિઓનો ભંડાર છે. એ ઔષધિઓ રાત્રિદીપકની જેમ પ્રકાશ આપનારી છે અને સ્થિર તેજવાળી છે. જે પ્રકાશમાં મનુષ્ય શાસ્ત્રવાચન કરી શકે!
આ વૈભારગિરિની ગુફાઓમાં સિંહોના નિવાસ હતા. પહાડ પરનાં મેદાનોમાં હાથીઓનાં વૃંદ જોવા મળતાં હતાં. આ પહાડ ઉપર વિપુલ પ્રમાણમાં તાલવૃક્ષો હતાં. એ તાલવૃક્ષોનાં પત્રોમાંથી વસ્ત્રો બનતાં હતાં. એ વસ્ત્રો બન્યા પછી જે પત્રો વધતાં તેના ઉપર શાહીથી મુનિઓ અને લહિયાઓ શાસ્ત્રો લખતા હતા.
આજે આ વૈભારગિરિ પર ભવ્ય રમણીય સમવસરણ મંડાયું છે. ચારેય ધારો, ત્રણય ગઢ, ગઢ પર સુંદર કાંગરાઓ...અશોક વૃક્ષ...! આઠય પ્રતિહાર્યથી શોભતા ચતુર્મુખ તીર્થકર મધુર દેશના આપી રહ્યા હતા! જાણે વસંત ખીલી હતી. એક યોજનાનો પહાડવિસ્તાર જનપદોથી ભરાઈ ગયો હતો. લોકો જાણે વસંતોત્સવ માણી રહ્યા હતા!
તીર્થકર ભગવાન પધાર્યા હતા. સિદ્ધિઓના નિધાન! ભૂત-ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા! અપૂર્વ રૂપ! અદ્ભુત પ્રભાવ! બ્રહ્મા-
વિષ્ણુ અને મહેશ કરતાં ય વિશેષ આકર્ષણ! શરીર પર એકેય વસ્ત્ર નહીં અને પાસે પત્ની નહીં! કોઈ શસ્ત્ર નહીં કે કોઈ વાજિંત્ર નહીં! બધું જ દિવ્ય
આમ તો રાજગૃહીના પ્રજાજનો માટે સમવસરણ નવું ન હતું. અનેકવાર શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં પધારેલા હતા અને ત્યાં દેવો સમવસરણ રચતા હતા. લોકોએ સમવસરણમાં બેસીને ધર્મનો ઉપદેશ સાંભળેલો હતો. એક વાર નહીં, અનેકવાર!
લોકો હોંશે હોંશે બોલે છે : રાજગૃહીના ભાગ્ય મહાન છે! દુનિયાની શ્રેષ્ઠ વિભૂતિઓ રાજગૃહીને પાવન કરી રહી છે.
૨૨૨૦
સુલસા
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે તો સુલતાને બોલાવવા માટે રાજગૃહીના સન્માન્ય શ્રેષ્ઠીજનો સુલતાની હવેલીએ આવ્યા. સુલતાએ સહુનું ઉચિત સ્વાગત કર્યું. એક શ્રેષ્ઠીએ કહ્યું : “હે ધર્મનિષ્ઠ મહાસતી, વૈભારગિરિ ઉપર પધારેલા તીર્થકર ભગવાનના દર્શન-વંદન કરી તારાં કર્મોનો નાશ કર.' “હે મહાનુભાવો! શું એ ચોવીસમા તીર્થંકર પ્રભુ મહાવીર છે?' ના, આ તો પચ્ચીસમા તીર્થંકર છે!
હે સુજ્ઞપુરુષો, તીર્થકરો ઉત્સર્પિણીકાળમાં ચોવીસ હોય અને અવસર્પિણી કાળમાં પણ ચોવીસ જ તીર્થંકર થાય. પચ્ચીસમા તીર્થંકર હોય જ નહીં!” “તો પછી આ બધું શું છે? સમવસરણ અને બધું જ છે!”
આ તો કોઈ ઇન્દ્રજાલિકની ઇન્દ્રજાળ છે! માયા જાળ છે! લોકોને ઠગવા માટે, લોકોને પોતાની શક્તિથી આશ્ચર્યચકિત કરી દેવા માટે આ પ્રપંચ રચ્યો છે! એની ધર્મદેશના પણ કોઈ સ્વાર્થથી પ્રેરિત હશે!'
બીજા શ્રેષ્ઠીએ કહ્યું : “હે દેવી સુલસા, આ રીતે પણ કોઈ જિનશાસનની પ્રભાવના કરે છે ને? જિનશાસનનું ગૌરવ વધારે છે ને? આ જ રીતે જિન શાસનની ઉન્નતિ થાય!”
"ના, ના, આવી કૂડકપટથી ભરેલી ઘટનાઓથી જિનશાસનની પ્રભાવના નથી થતી, પરંતુ ઘોર અપભ્રાજના થાય છે. સમજો, આ જે કોઈ ચમત્કારિક પુરુષે તીર્થકરનું રૂપ કર્યું છે, તે વાસ્તવમાં તો તીર્થંકર નથી જ! એ ઇન્દ્રજાલિક છે. જ્યારે લોકોને ખબર પડશે કે ખરેખર આ તીર્થકર ન હતા, માત્ર તીર્થકરનું નાટક જ હતું તો લોકોની સાચા તીર્થકર ઉપરની શ્રદ્ધા પણ તૂટી પડશે. એ વિચારશે કે “મહાવીર પણ તીર્થકર હોવાનું નાટક જ કેમ નહીં કરતા હોય?' માટે આપણે આ માયાવી-ઇન્દ્રજાલિક લોકોથી દૂર રહીએ એ જ સારું!' આમ વિચારીને અબુધ લોકો ધર્મતીર્થથી દૂર થઈ જાય. - જિનશાસનની પ્રભાવનાનો સાચો માર્ગ આ નથી, ધર્મમાં સંશય પેદા કરે, તેવી ઘટનાને પ્રભાવના ન કહેવાય. લોકો પૂછશે - “ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સાચા કે આ પચ્ચીસમા તીર્થકર સાચા? ધર્મમાર્ગમાં આવો સંશય સમ્યગ્દર્શનને, શ્રદ્ધાને દૂષિત કરે છે.
सावोचननकूट कोटिघटनैः संटीकते भावना, किंतु प्रत्युत धर्मसंशयकारी सैषा ह्यपभ्राजना।।
સુલતા
૨૨૧
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાનુભાવો, જે જીવો જિનધર્મ પામ્યા નથી, જેમણે તીર્થકર પરમાત્માનાં દર્શન કર્યા નથી, એમની અમૃતમયી દેશના સાંભળી નથી, એવા લોકોને એમના જ આત્મકલ્યાણ માટે, આત્મહિત માટે જિનધર્મ તરફ યથાર્થ રીતે આકર્ષવાના ઉપાયો કરવા જોઈએ. સમુચિત ઉપાયો કરવા જોઈએ અને એ કામ આઠ પ્રકારના મહાન ગીતાર્થ મુનિરાજો કરી શકે છે. એમના માર્ગદર્શન મુજબ શ્રદ્ધાવાન શ્રાવકો કરી શકે છે. એનો શ્રેષ્ઠ ઉપાય છે દાન! ઉદારતાથી તમે દાન આપો! પ્રભુ વીરની જય બોલીને દાન આપો! દવા આપો..અન્ન આપો, વસ્ત્ર આપો, સ્નેહ આપો, આશ્વાસન આપો...એમનાં એવાં ઉચિત કાર્યો કરી આપો કે જેથી તેઓ જિનધર્મ પ્રત્યે અહોભાવથી જુએ! અરિહંતને નમે, વંદે ને સ્તવે.” સુલતાની વાતો શ્રેષ્ઠીઓને ગમી ગઈ! આ તીર્થકર ખરેખર નથી! કોઈ ઇન્દ્રજાલિકે કોઈ પ્રયોજનથી સમવસરણ રચ્યું છે અને એમાં તીર્થકર બનીને બેઠો છે! ભગવાન મહાવીરનું જ અનુકરણ કર્યું છે!' શ્રેષ્ઠીઓ સુલસાના શ્રદ્ધાભાવની ખૂબ ખૂબ પ્રસંશા કરી ચાલ્યા ગયા...
વૈભારગિરિ ઉપર સમવસરણમાં બેઠેલા પચ્ચીસમા તીર્થંકર સુલતાને શોધી રહ્યા છે! “સુલસા નથી આવી...” એ નિર્ણય થઈ જતાં એ જાદુગર મનોમન રાજીનો રેડ થઈ ગયો! “ધન્ય સુલતા! ધન્ય મહાસતી! તું તારા ધર્મની બનાવટમાં પણ ભોળવાણી નહીં! તું ધીમંત છે! તું શ્રદ્ધાત છે! તું મહા બલવંત છે!' તેણે માયા સંકેલી લીધી. પહાડ હવે પહાડરૂપે હતો!
અંબડ પરિવ્રાજકના રાજગૃહીમાં ચાર દિવસ પસાર થઈ ગયા હતા. પાંચમો દિવસ ઊગ્યો, કૌતુકભરી રાત્રિ હમણાં આથમી ગઈ હતી. દિવાકર મૂરઝાયેલાં કમળોને પોતાના મૃદુ પ્રકાશથી પ્રફુલ્લિત કરી રહ્યો હતો. અસૂર્યપશ્યા કુમુદિની સુર્યપુરુષને નિહાળી, અંતઃપુરની કોઈ રમણીની જેમ લજ્જાવંત બની મુખ ઢાળી ગઈ હતી.
મગધની રાજધાનીમાં વસનારા ખરેખર બડભાગી હતા! નિત્ય નવો સૂર્ય ઊગે અને કંઈક અનેરા ઉત્સવની વધામણી હોય જ! આજે એ ઉત્સવોની પૂર્ણાહુતિ હતી. શ્રમણ ભગવાન મહાવીરનો સંદેશવાહક અંબડ પરિવ્રાજક
૨૨૨
સુલાસા
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે સાચો શ્રાવક બની ગયો. પ્રભુપૂજાનાં શ્વેત વસ્ત્રો એણે પહેરી લીધાં. હાથમાં ફૂલ-ફળને નિવેદનો કરંડિયો લઈ એ સુલતાની હવેલીના દ્વારે જઈ ઊભો. મુખ પર નમ્રતા! નેત્રોમાં ભક્તિભાવ! સુંદર રૂપવાન શરીર!
હું પ્રભુપૂજા માટે આપના ગૃહમંદિરના દ્વારે આવ્યો છું દેવી!' હે ધર્મબંધુ! પધારો પધારો! હું આપનું સ્વાગત કરું છું. હે બંધુ, આપની જીવનયાત્રા સુખમય છે ને? આપના પધારવાથી મારું ઘર પવિત્ર બન્યું. આજનો માર દિવસ ધન્ય બન્યો..પ્રભાતે પ્રભાતે સાધર્મિક બંધુનો મેળાપ થયો.. આજનો મારો દિવસ ધન્ય બન્યો. આજનું પ્રભાત મંગલકારી. બન્યું.
આજે જ મારી બારી પાસે ગ્રીષ્મ ઋતુની પવન-લહેરખી પોતાનો કલરવ લઈને આવી હતી અને પ્રભુના રાજદરબારમાં કાવ્યગુંજન કરવા સંગીતમર્મજ્ઞ ભ્રમરો પણ આવ્યા હતા! મને લાગ્યું બીજાં કામો તો પછી થશે, પણ આજે આપની હાજરીમાં આવાં દૃશ્યો જોવા નહીં મળે. માટે મારા ભ્રાતા, પ્રભુના સાનિધ્યમાં શાન્તિ ભરીને બેસવાનો આ અવસર છે. ભરી ભરી આ આરામપળોમાં જીવન-સમર્પણનું ગીત ગાઈ લેવાનો આ સમય છો!'
સુલસાએ અંબડના માટે પોતે જ આસન બિછાવ્યું. દાસીઓએ કહ્યું : રહેવા દો માતા, અમે પાથરીએ છીએ...”
ના, ના, મારા બંધનું આસન તો હું જ બિછાવવાની! અને હું એમના પગ ધોવાની.'
સુલસાએ અંબડને આસન પર બેસાડી, જેમ માતા પુત્રના પગ ધુએ તેમ પોતે જ એબડના પગનું પ્રક્ષાલન કર્યું. કે પછી દાસીઓ દ્વારા પ્રભુપૂજનની બધી તૈયારી કરાવી દીધી.
અંબડે ભાવપૂર્વક ભગવંતની પૂજા કરી. તે હર્ષથી ઉલ્લ બન્યો. પછી સુલતાને કહ્યું : “હે વિવેકી સુલસા, સાંભળો! શાશ્વતા અને અશાશ્વતા બધાં જિનબિંબોને મેં નમસ્કાર કર્યા છે. હમણાં, તું પણ નમસ્કાર કર.”
સુલતાએ લલાટે અંજલિ જોડી ભાવપૂર્વક નમસ્કાર કર્યા. પછી તેણે અંબડને કહ્યું : હવે આપણે પ્રભુની ભાવસ્તવના કરીએ - કલાપૂર્ણ ને જ્ઞાનપૂર્ણ હા કરશો પૂર્ણ મમ આશ? પૂર્ણદષ્ટિથી જુઓ અમને, ચિત્ત ધરો અમ અરદાસ.. કરી કર્મોનો નાશ થયા અવિનાશ, કર્યો મુક્તિપુરીમાં વાસ,
સુલતા
૨૨૩
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને ભલી, ભટકતી રહી ભવ વને ક્યારે થશે તમ સહવાસ? ઘણાને તાર્યા, પાર ઉતાર્યા, આપની છે જગતારક પદવી ઘણા અપરાધીને તમે ઉગાર્યા, મને તારવામાં વાર કેવી? મોહ-મદથી ઉન્મત્ત ને બેહાલ નહીં શુદ્ધિ લગાર આવા ડૂબવાના સમયે નાથ. શું નહીં લો મમ સંભાળ? અને હું જ નિર્મોહી બની તરી જઈશ સંસાર તો પછી ઉપકાર શો તમારો? માટે કહું છું કરો ન વાર.... સુખમાં તો સ્વજન ઘણા દુઃખમાં વિરલા કોય આપ શરણ છો મમ સદા કરો કૃપા દુઃખ મુજ જોય. એક વાત ખરી કહું તમને તુમ દર્શને પ્રગટ્યો હૃદયપ્રકાશ અનુભવ અપૂરવ મુજ થયો હોય સવિ કર્મોનો નાશ... કર્મકલંક નિવારવું મારે રમવું નિજ શુદ્ધ સ્વરૂપ, વિશ્રામ પામવો તુજ પદક ભાવ અપૂર્વ પ્રગટો ચિપ.. તમે જ સુખદાતા ને જ્ઞાનદાતા ત્રિશલાનંદન! આપ મનમાં સદા મન-વચન-કાયાથી વિનવું અભેદ ભાવે રહો સર્વદા... પૂજા-ભક્તિથી પરવારી, સુલસા અંબાને પોતાના મંત્રણાગૃહમાં લઈ ગઈ. ત્યાં બેસીને આંબડે સુલતાને કહ્યું:
હે મહાસતી! તું ખરેખર જિનધર્મનું ગૌરવ ધારણ કરનારી છે...તે જિનધર્મને સમજ્યો છે, જીવનમાં જીવ્યો છે અને તારા સમસ્ત વ્યક્તિત્વ પર જિનધર્મ છવાઈ ગયેલો છે. તું સાક્ષાત્ ધર્મમૂર્તિ છો.
હે સુલસા, તારો વિવેકવૈભવ અપાર છે. તું સાર-અસારનો ભેદ કરી શકે છે. હેય-ઉપાદેયને સમજી શકે છે. પાપ-પુણ્યના ભેદ જાણે છે. કર્તવ્યઅકર્તવ્યને તું સમજે છે. ખરેખર, વિવેકની આરાધના તારા એક-એક વચનમાં સંભળાય છે ને એક-એક પ્રવૃત્તિમાં દૃષ્ટિગોચર થાય છે.
– ધન્યા! સુલસા, સાચે જ તે ધન્ય છે. ધન્યવાદને પાત્ર છે. હું તને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે! મારા હૃદયમાં તારા પ્રત્યે નિર્મળ સ્નેહનો સાગર ઘૂઘવી રહ્યો છે. મેં ઘણાં ગામ-નગરોમાં હજારો સ્ત્રીઓ જોઈ છે, પરંતુ તારી તોલે કોઈ ના આવે!
હે દેવી! તવૈવ સક નિરખન્મ ! તારું મનુષ્યજીવન સફળ બન્યું છે. ભગવાન મહાવીરદેવે જે નરજન્મના ગુણ ગાયા છે, જે નરજન્મને અતિ
૨૨૪
સુલાસા
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભ કહ્યો છે, તે વાતને તેં સાર્થક કરી છે. તપ-ત્યાગથી અને પરમાત્મભક્તિથી તેં તારું જીવન સુવાસિત કર્યું છે. દાન અને શીલથી ત તારા જીવનને સુંદર શણગાર્યું છે.
હે પરમ શ્રાવિકા! હું અંબડ પરિવ્રાજક છું. હું આકાશમાર્ગે ગમનાગમન કરું છું. એકસાથે સો રૂપ કરી, સો ઘરોમાં ભોજન કરી શકું છું. હું આ દેશમાં ખૂબ ફર્યો છું. ઘણી વ્યક્તિઓ મારા પરિચયમાં આવી છે, પણ તારા જેવી વિશિષ્ટ દક્ષ સન્નારી મેં બીજી જોઈ નથી! તારી દક્ષતા મેં પ્રથમવાર જ્યારે પરિવ્રાજકના વેશમાં અજાણ્યા સંન્યાસીરૂપે આવેલો ત્યારે પણ જોઈ હતી અને આજે પણ જોઈ રહ્યો છું. મને તો લાગે છે કે આ તારો જન્મજાત ગુણ છે અને આ ગુણે તને લોકપ્રિય જ નહીં, પ્રભુપ્રિય બનાવી છે!
અને તારી બુદ્ધિ! જિનભાષિત તત્ત્વોથી રસાયેલી છે. બુદ્ધિ પ્રજ્ઞા બની ગઈ છે...સુક્ષ્મ પ્રજ્ઞાને ધારણ કરનારી હે મંગની! તું એટલી જ વિનમ્ર છે. નમ્રતાથી તારી ભક્તિ ઉમદા બની છે. તે પરમેશ્વરને આત્માથી ઓળખ્યા છે. પ્રજ્ઞાથી જાણ્યા છે. આત્મીયતાથી અનુભવ્યા છે. માટે જ ભવ ભવનો આંતરવૈભવ પ્રગટ થયો છે.
તારી ભક્તિ, પ્રભુભક્તિ, વીરભક્તિ અદ્દભુત છે. ભક્તિ જેવું બીજું કોઈ તત્ત્વ નથી. ભક્તિ જ્ઞાન-વિજ્ઞાનથી પર છે. ભક્તિ અસીમ છે. પરમ ભગવાનના તત્ત્વનું તને જ્ઞાન પણ થયું છે! તારું મન પ્રભુમાં લાગ્યું છે. તેં પ્રભુનો જ આશ્રય લીધો છે. તું પ્રભુ સાથે એકત્વ અનુભવે છે. તું પ્રભુમય બની ગઈ છે. પ્રભુ સાથે તારી જે યુતિ રચાઈ છે તે એક ક્ષણની નહીં પણ એનું અનુસંધાન પ્રત્યેક ક્ષણ સાથે છે અને માટે જ તું ભૌતિક પદાર્થોથી મુક્ત છે, અનાસક્ત છે.
હે ભગની! હું સાચી વાત કહું છું. તારો આત્મા ઊંચો છે. તું તારા જ્ઞાન અને ભક્તિના યોગે, દાન અને શીલના યોગે આ ભવમાંથી સદાકાળ છૂટી જઈશ. હવે તારા માટે લખચોર્યાસીનો ચકરાવો નથી. લખચોર્યાસીનો ચકરાવો શું છે? બીજું કશું નહીં પણ દુઃખનાં ધામ છે. આ દુ:ખમાંથી,
આ ચકરાવામાંથી તું છૂટીને પરમધામમાં પહોંચી જઈશ. એ પરમધામ આમ તો અગમ છે, પરંતુ તારા માટે સુગમ છે. જે અનન્ય પ્રભુપ્રીતિ કરે છે તેને કોઈ મુશ્કેલી નથી હોતી.
હે સતીશિરોમણિ! સર્વ સારભૂત ગુણોથી તારું વ્યક્તિત્વ ઘડાયેલું છે.
સુલસા
For Private And Personal Use Only
૨૨૫
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમાંય તારી પરમાત્મપ્રીતિ-ભક્તિ તો અનન્ય છે. તું અતિ વિરલ વિભૂતિ છે. “મહાવીર સિવાય કોઈ નહીં!' આ તારી સહજ પ્રીતિ છે, સહજ ભક્તિ છે. એમાં પછી કોઈ બીજાનો પ્રવેશ નહીં! પોતાના ભીતરમાં જે દેવ સ્થાપ્યા તે સ્થાપ્યા! તારી ભક્તિમાં ભીનાશ છે, આદ્રતા છે. ભક્તિનો પ્રદેશ ભીનો છે. એમાં રસ છે, શુષ્કતા નથી. ભક્તિ એટલે નરી ભાવસમાધિ!
મારી ભગિની! તારામાં ભક્તિભાવની નમ્રતા છે અને ભક્તિભાવની ઉત્કૃષ્ટતા છે. તે પૂર્ણરૂપેણ મહાસતી છે. તે અવિકારી બની ગઈ છે. જન્મમૃત્યુ, જરા-વ્યાધિના દુઃખના ચકરાવામાંથી મુક્ત થવું હોય અને મોક્ષ મેળવવો હોય તો સંસાર પ્રત્યે અવિકારી-અનાસક્ત બનવું જ પડે. તું બની છો. તારું મન પ્રભુમાં એકાગ્ર છે, અચળ છે ને અવિચળ છે.
દેવી, મહાસતી, હું રાધાના કૃષ્ણપ્રેમ કરતાં પણ તારો વીરપ્રેમ ચઢિયાતો માનું છું, કૃષ્ણ રાધાને પ્રેમ કરતા હતા અને રાધા કૃષ્ણને પ્રેમ કરતી હતી,
જ્યારે અહીં તો પ્રભુ વીતરાગ છે, એ તારી સાથે પ્રેમ નથી કરતા, છતાં તું એમને અપાર પ્રેમ કરે છે! તારો પ્રેમ એકપક્ષીય છે! | હે મહાશ્રાવિકા, હું ચંપાનગરીમાં ગયો હતો. હું પ્રભુનાં ચરણોનો દાસ
છું...એમનાં ચરણોની રજ છું. એમનો જ ચાહક છું. પ્રભુ સમવસરણમાં બિરાજેલા હતા. સમવસરણમાં દેવો હતા, દેવેન્દ્ર અને નરેન્દ્ર હતા. હજારો સ્ત્રીપુરુષ હતાં. ત્યાં મેં ધર્મની દેશના સાંભળી. પછી ઊભા થઈ ત્રણ પ્રદક્ષિણા દઈ, પ્રભુને નમસ્કાર કરી ઊભો રહ્યો. મારા મનમાં રાજગૃહી આવવાનો વિચાર હતો. ભગવંત તો અંતર્યામી! એમણે મને કહ્યું : “હે અંબડ, તું રાજગૃહી જવાનો છે ત્યાં રહેલી સુલસા શ્રાવિકાને ઘેર જઈને, મારા વચનથી એને “ધર્મલાભ' ના આશીર્વાદ આપજે. હું ‘તહત્તિ” કહીને ત્યાંથી નીકળી આકાશમાર્ગે અહીં આવ્યો. “હે સુલસા, તું શ્રેષ્ઠ પુણયશાળી છે! તને પ્રભુએ શ્રીમુખે ધર્મલાભ કહેવરાવ્યા!'
અંબડના મુખે પ્રભુના “ધર્મલાભ' સાંભળી, સુલસાના રોમેરોમે દીવા પ્રગટી ગયા... નસેનસમાંથી વીણાના સૂરો વહેવા લાગ્યા. તેની આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાવા લાગી. તે ઊભી થઈ ગઈ અને મેઘગર્જના સાંભળી મયૂરી નાચી ઊઠે તેમ સુલસા નાચી ઊઠી. તેનું મુખકમળ ખીલી ઊડ્યું અને ત્યાં જ તેના મુખેથી સ્તવના વહેવા લાગી.
૨૨૬
સુલાસા
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારવા મોહમલ્લને તું જ મહામલ્લ છે. પાપપંક પ્રક્ષાલવા તું જ અમલ વિમલ જલ છે કર્મરજને દૂર કરવા તે જ દિવ્ય સમીર છે જય પામો જિનરાજ શ્રી મહાવીર છે! દેવેન્દ્ર ને નરેન્દ્ર પૂજે આપનાં ચરણો સદા મેરુ કંપ્યો પદસ્પર્શથી આશ્ચર્ય માનું હું મુદા કેવલ્યનેત્રે દેખતા ભાવો સદા વિશ્વના દ્રવ્યને પર્યાય જોતા વીતરાગ ભાવે વિશ્વના... રૂપ વિજેતા જગજનનેતા હે વીર જિનવર વિભો! જયવંત છે જયવંત હો! પાવન હો અમ આતમ પ્રભો! આપ છો નિર્મળ સરોવર જલભર્યા જગત્પતિ જે સ્નાન કરતા બનતા નિર્મળ દેહને બુદ્ધિ-મતિ. દેવેન્દ્રને રાજા-પ્રજા સૌ આપના ચરણે નમે એવા ચરણ મારા શિરે સ્થાપવાનું ગમે. જેના લલાટે સ્પર્શ થાયે આપનાં ચરણો તણો તેઓ તરી આધિ-ઉપાધિ પાર પામે ભવ તણો. જે ભાવપૂર્વક જિનાર્ચા કરે છે માનવી સંસારસાગરને તરી જાય છે તે માનવી મોક્ષમાર્ગે પહેલું પગલું આપના ચરણે રહ્યું ત્યાં જે નમે તે જ ઉત્તમ અંગ જ્ઞાની કહ્યું. તેઓ જ બનતા ધન્ય ને ઉત્તમ જનો દેવો ને દાનવ નમતા ભાવે, જો ઉત્તમ બનો. પુષ્પો સુગંધિત ગૂંથી માળા આપને કંઠે મૂકે ને અંગરચના ભવ્ય કરતા ભાવને તે લૂંટે રાજ્ય પામે લક્ષ્મી પામે, સત્તા યૌવન પામતા. સૌભાગ્ય ને યશ પામે તે મુક્તિનાં સુખ પામતા. હે પ્રભો! જે જીવો તમને પ્રભાત વેળા પૂજતા તે પુરુષોને સજન લોકો માનથી મત પૂછતા પરલોકે પૂજનીય દેવ બને કે માનવ શ્રેષ્ઠ બને ચક્રવર્તી કે રાજેશ્વર વિશાળ પૃથ્વી ભોગી બને.
સુલાસા
૨૨૭
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ્ય જીવો! નિરંતર સ્મરજો, નામ પ્રભુનું મંગલકારી પાપકર્મોનો મેલ બળીને થઈ જાશે આતમ શુભકારી મારા મનના માનસરવરમાં ચરણકમલરૂપ હંસયુગલ સદેવ ક્રીડા કરતું રહો - બની રહે મન મારું વિમલ... આ રીતે શ્રેષ્ઠ કાવ્યરચનાથી ભરપૂર પ્રભુસ્તુતિ કરીને પ્રફુલ્લિત બનેલી સુલતાએ ભૂમિતલ પર મસ્તક નમાવી વંદન કર્યું.
૨૨૮
સુલતા
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિ ભક્તિનાં ચરણોમાં નમી પડી.
અંબડ પરિવ્રાજક સુલતાને ગદ્ગદ્ સ્વરે અભિનંદી રહ્યો. તેણે સુલતાને પૂછ્યું :
“હે ભાગ્યશાલિની! તારી મહાવીર-નિષ્ઠાની, તારી જિનધર્મ-શ્રદ્ધાની પરીક્ષા કરવા મેં જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પચ્ચીસમા તીર્થંકરનાં રૂપ ધારણ કર્યા હતાં. મારે તને ચકાસવી હતી. તારી કસોટી કરવી હતી.. અને મેં કરી. તું પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ. પરંતુ મારે તને પૂછવું છે કે તું કૌતુકથી પણ જોવા કેમ ન આવી? સ્ત્રીમાં કૌતુક જોવાની તો સહજવૃત્તિ હોય છે!”
સુલતાએ કહ્યું : “મારા ધર્મભ્રાતા, તમે તો જ્ઞાનીપુરુષ છો, ગુણસમૃદ્ધ છો..તમે કેવો પ્રશ્ન પૂછયો! હે મનીષી, તીર્થકર પ્રભુ વીરને જોયા પછી, એમને મનમાં સ્થાપ્યા પછી, પૂજ્યા પછી બીજા દેવોને કૌતુકથી પણ જોવાની ઇચ્છા થાય ખરી? મારું મન તો પ્રભુ વીરમાં જ રમે છે. પ્રભુએ મારા પર કામણ કર્યું છે!
સ્વામી! તમે કામણ કર્યું ને ચિત્ત મમ ચોરી લીધું, કરશું અમે પણ એવું કામણ ભક્તિભાવે મેં કીધું હે દેવી મારા શુદ્ધ હૃદયે આપ આવ્યા મેં ચહ્યા, ઋદ્ધિ-સિદ્ધિ ને સમૃદ્ધિ આવી મુજ કરમાં ગ્રહ્યા... દૂર હો કે પાસ હો મારા હૃદયમાં સ્થિર છો, કર્મો હણ્યાં, શક્તિ અનંતી, આપ જિન મહાવીર છો. હે પ્રભુ! મારા તમે છો ને તમારી હું સદા, કોઈ છો ભરમાવે પણ હું ભ્રમિત થઉ ના સર્વદા, વાત સાચી માનજો મુજ જૂઠ બોલું નહીં કદા જનમોજનમ તવ ચરણસેવા હોજો મુજને જયપ્રદા. રંગ લાગ્યો, પ્રેમ થઈ ગ્યો સહજ ભાવે હે પ્રભો!
ક્ષીર-નીર સંયોગ જેવો યોગ ચાહું છે વિભો! સુલસા
૨ ૨૯
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હે ગુણનિધિ, સત્ય વસ્તુ હાથમાં આવ્યા પછી, અસત્યને લેવાનું મન થાય ખરું? જો એવું મન થાય તો સત્યને સત્ય તરીકે સમજ્યા જ ન કહેવાઈએ. સત્ય જો ગમે છે, સત્ય પ્રિય લાગે છે, તો પછી અસત્ય ગમે તેવાં રૂપ ધારણ કરીને આવે, છતાં એના પ્રત્યે કોઈ પ્રકારનું આકર્ષણ ન થવું જોઈએ. કૌતુક જોવું એ પણ એક પ્રકારનું આકર્ષણ જ છે. તમે કહ્યું એમ ભલે કૌતુક જોવા સ્ત્રીની સહજવૃત્તિ હોય, પણ જ્યારે આત્મા ઊંચો ઊઠે છે ત્યારે મોહજન્ય સહજવૃત્તિઓ છૂટી જાય છે. ભલે પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય.
હે પ્રજ્ઞાવાનું! મારા માટે પ્રભુ વીર જ પરમ સત્ય છે! પરમ સખા છે. એમને પામ્યા પછી, એમની દિવ્ય વાણી સાંભળ્યા પછી દુનિયાનાં કૌતુકો...નાટકો જોવાનું મન થાય જ નહીં, મારું મન બીજે જતું નથી કે લોભાતું નથી. વળી તમને પૂછું છું કે તમે જંગલમાં મુક્તપણે ફરતા ગંધહસ્તીને જોયો છે ને? એના ગંડસ્થળમાંથી ઝરતા મદની સુવાસ લેતા ભ્રમરને તમે જોયો છે? એ ભ્રમર શું લીમડાનો રસ પીવા જાય ખરો? મેં પ્રભુના કમલની સુગંધ જેવા શ્વાસોચ્છવાસને, એમને પ્રદક્ષિણા દેતાં અનુભવ્યો છે!
૨૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના જન્મજાત ચાર અતિશય આપ જાણો છો ને? શ્વાસને ઉછ્વાસ જિનના કમલપુષ્પની ગંધ સમ માંસ ને રુધિર ઉજ્જ્વલ શ્વેત દુગ્ધધારા સમ, તન નીરોગી, રૂપ સુંદર નિત્ય થનગન યૌવન આહાર ને નિહાર અદશ એવું છે જિનજીવન! એવી જ રીતે નર્મદા-નદીના કાંઠે ઊગેલાં વૃક્ષોનાં પુષ્પોની મકરંદમાં મસ્ત બનેલો ભમરો મરુભૂમિ પર ઊગેલા કેરડાના ઝાડ પર બેસવા જાય ખરો? કે વિચક્ષણ બંધુ! સમવસરણમાં બેસીને જેમણે પ્રભુની વાણીના શ્રવણમાં મસ્તી માણી છે...એ બીજા છળ-પ્રપંચ કરનારા દેવોની પર્ષદામાં જાય ખરો? રાજગૃહીમાં જ્યારે જ્યારે દેવોએ સમવસરણ રચ્યાં, દેવદેવેન્દ્રો અને માનવ-મહારાજાઓ, સ્ત્રીઓ ને પુરુષો, સાધુઓ અને સાધ્વીઓ, પશુઓ ને પક્ષીઓ એ સમવસરણમાં જતાં હતાં, પ્રભુના દિવ્ય ઉપદેશને સાંભળી પરમ શાન્તિ-રસ પીતાં હતાં, તેઓ બીજા દેવોની પાસે જાય જ શા માટે? મેં તો એ અમૃત એટલું પીધું છે કે, હવે મને બીજાં
સુલસા
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભેળસેળિયાં શરબત પીવાની ઇચ્છા થતી જ નથી.
હે બુદ્ધિધન! તમે જ કહો, માનસરોવરમાં ઊગેલાં સુગંધથી મઘમઘતાં કમળ ઉપર નિવાસ કરનાર ભ્રમર, ખાખરાના ઝાડ પર રહેવા જાય ખરો? મેં એવા જ પ્રભુના સુગંધભરપૂર ચરણકમલમાં વાસ કર્યો છે! તમે તો પ્રભુને વિહાર કરતા પણ જોયા જ હશે? તેઓ ચાલે છે પણ સ્વર્ણકમલો ઉપર! ચરણકમલ જેવા અને ચરણ પડે કમલ ઉપર એવાં ચરણ કમળ પામીને હવે હું બીજાઓના પાષાણવત્ પગને પૂજવા શા માટે જાઉં? મારે તો પ્રભુનાં ચરણ જ શરણ!
બીજી વાત કહું તમને, નર્મદાના, ગંગાના શીતલ સ્વચ્છ જળમાં કીડા કરવા ટેવાયેલો ગજરાજ, કાંઠા ઉપર રહેલા છીછરા જળમાં ઝાંકે પણ ખરા? ગંગાજલનું પાન કરનાર એવું છીછરું ને ગોબરું પાણી પીએ ખરો? મારા ધર્મસ્નેહી ભ્રાતા! ખરું કહો, પ્રભુની પરમ કરુણાના શાન્ત-શીતલ જળમાં સ્નાન કરનારી હું અને એમની આંખોનું અમૃત પીનારી હું અન્ય દેવના રાગ-દ્વેષભર્યાં છીછરાં અને ગોબરાં પાણી પીવા જાઉં ખરી? મને ક્રોધ અને માનભરી દષ્ટિ જોવી ગમે ખરી? હું તો કહું છું :
મિત્રો અને યાત્રિકો! જિનધર્મને ભૂલશો નહી, ને ધર્મનો જ્યાં છાંટો નહીં ત્યાં ભટકશો નહીં
જ્યાં દેવ રમણીવશ રહ્યા ને શસ્ત્ર ધારણ કરતા સદા ઉન્માર્ગનો ઉપદેશ આપી કામ વસમું કરતા સદા.. ૧ મિત્રો અને યાત્રિકો એ ધર્મની ખાજો દયા,
જ્યાં સત્યનો છાંટો નહીં છતાં તે ફેલી રહ્યા. માંસ ખાતા, મદ્ય પીતા, ધર્મનામે હિંસા કરે, ને વાસનાઓનાં નૃત્ય ચાલે કાળરાજા શિર ફરે.... ૨ મિત્રો અને યાત્રિકો! એ ધર્મની ખાજો દયા
પંથના ને પોથીતણા ઘણા ભેદો જ્યાં સદા ફાલી રહ્યા વળી, હે ગુણનિધાન પરિવ્રાજ ક! હમેશાં ગંગાજલનું પાન કરી રહેલા શ્વેત રાજહંસ, કીચડ અને કાદવથી ભરેલી નાની નદીઓનું જળ ક્યારે પણ પીવાની શું ઇચ્છા કરે? ન જ કરે ને! પ્રભુ વીરની ન્યાય-નીતિપૂર્ણ દેશના સાંભળ્યા પછી બીજાઓની કપોલકલ્પિત નીરસ વાતો સાંભળવાની મને જરા પણ ઇચ્છા થતી નથી. હે શક્તિનિધાન! મારા પ્રભુની વાણી ક્વી છે?
સુલાસા
૨૩૧
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાણી મારા વીરની ઉદાત્ત ને ઉદાર સરળ, ગંભીર ને અર્થ કહે વિસ્તાર, મેઘ જિમ ગંભીર
મધુ જિમ મધુર
માલકૌંસમાં વદે વીર એ શિષ્ટ અને રસાળ, સંદેહ નહીં, વિભ્રમ નહીં, કરુણાની રસધાર વૈવિધ્યની પૂર્ણતા દોષોની અપૂર્ણતા
સાહસથી તે સત્ય પ્રકાશે, પ્રસંગને અનુરૂપ સ્પષ્ટ કથન કરવા છતાં કો નહીં શત્રુરૂપ સામે સાચું રૂપ ત્રણ બાજુ પ્રતિરૂપ
ચાર દિશામાં સમાન રૂપે દેખાતા એકરૂપ નિરાકરણ કરે સહુ પ્રશ્નોના તે તેને અનુરૂપ વિસ્તાર નહીં, વિષયાન્તર નહીં,
કરે નહીં પોતાની પ્રશંસા અને નહીં પરનિંદા પૂર્વાપર વિરોધ નહીં, દેવો કરતા જયનંદા! શબ્દો થોડા, અર્થ મહાન વિસ્તરે એક યોજન માન
ન કોઈનો મર્મ હણે પ્રેમ એમના કણે કણે હિંસક ને અહિંસક જીવો બેસે છે કનેકને આવી મારા જિનની વાણી
એ તો લાગી અમી સમાણી.
હે મહાશ્રાવક! હું જે કોઈ દેવોનો અસ્વીકાર કરું છું, ઉપેક્ષા કરું છું, મોં ફેરવી લઉં છું., એ મારો અવગુણ નથી એમ હું માનું છું. હકીકતમાં હું કોઈની અવગણના નથી કરતી, ઘૃણા નથી કરતી. હું કોઈના દિલને ઠેસ પહોંચે એવું પણ નથી કરતી. કોઈનો પણ તિરસ્કાર ક૨વાની પ્રભુએ ના પાડી છે...પરંતુ બધાનો સ્વીકાર કરવાની પણ ના પાડી છે. હું બને ત્યાં સુધી બીજા મતના દેવો કે ગુરુઓની ટીકા-આલોચનાથી પર રહું છું.
સુલસા
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છતાં એમની યોગ્ય આત્માઓને ઓળખાણ કરાવવામાં મને વાંધો લાગતો નથી. ઉન્માર્ગે જતાને સન્માર્ગે વાળવા માટે સત્ય સમજાવવું તો પડે.
બીજા દેવોને કૌતુકથી પણ જોવા જવાથી કે સાંભળવાથી ‘કાંક્ષા' પ્રગટે છે! ચિત્ત અસ્થિર હોય, સભ્યજ્ઞાન હોય નહીં, એટલે અન્ય દેવો અને દર્શનોમાં એ ધસડાઈ જાય છે, અટવાઈ જાય છે. શું સાચું ને શું ખોટું એનો નિર્ણય કરી શકતો નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે તેજસ્વી તપસ્વી! ભગવાન મહાવીરે એમના ઉપદેશમાં, આ વિષયમાં એક દૃષ્ટાંત આપ્યું હતું. ઇન્દ્રદત્ત નામનો એક બુદ્ધિશાળી રાજમંત્રી હતો. રાજા તેને અનેક રાજ્યોમાં અને નગરમાં પોતાનાં કાર્યો માટે મોલતો હતો.
ઇન્દ્રદત્તની પત્ની ઇન્દ્રાએ પોતાના આવાસમાં દેવાલય બનાવી તેમાં એક યક્ષરાજની પ્રતિમા સ્થાપી. તે યક્ષની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છેઃ
હે યક્ષરાજ, મારા પતિજે, માર્ગમાં અને નગરોમાં જ્યાં જાય ત્યાં એમની રક્ષા કરો. આપ મહાપ્રભાવશાળી છો. સર્વત્ર મારા પતિનું સાંનિધ્ય કરજો. આપ આપના ભક્તો ઉપર વાત્સલ્યવાળા હોવ છો.'
સુલસા
ઇન્દ્રાની ભક્તિસભર પ્રાર્થનાથી યક્ષરાજ ઇન્દ્રદત્તનું સાંનિધ્ય કરે છે. એક દિવસ ઇન્દ્રદત્ત રાજકાજ પતાવી પોતાના વતન ઉજ્જૈની આવે છે, ત્યાં માર્ગમાં નદી આવી. તે નદી ઊતરવા લાગ્યો, ત્યાં નદીમાં પૂર આવ્યું. તે પૂરના પાણીમાં તણાવા લાગ્યો ત્યારે માથે મુગટ, કાને કુંડલ, છાતી પર હાર,એવા યક્ષરાજ આવ્યા અને ઇન્દ્રદત્તને હથેળીમાં ઊંચકી લઈને પાર ઉતારી દીધો. યક્ષ અદૃશ્ય થઈ ગયા.
ઇન્દ્રદત્તને આ ઘટના સ્વપ્ન જેવી લાગી. તેણે ઘરે આવીને પોતાની પત્નીને વાત કરી, પત્નીએ કહ્યું : ‘એ યક્ષરાજ હતા, જેમને મેં ઘરના દેવાલયમાં સ્થાપિત કર્યા છે ને રોજ તમારી રક્ષા કરવાની એમને પ્રાર્થના કરું છું. એમની આરાધના કરું છું.'
ઇન્દ્રદત્ત પૂછે છે : ‘એ યક્ષરાજ ક્યાં છે?' પત્નીએ યક્ષરાજની મૂર્તિ દેખાડી. એ રાજી થયો, પણ એના મનમાં બીજો વિચાર આવ્યો. તેણે પત્નીને કહ્યું : ‘જો એક દેવનો આટલો પ્રભાવ છે તો બીજા બધા દેવોની પ્રતિમાઓ લાવી, દેવાલયમાં બેસાડીને આરાધના કરે. તો બધા દેવો આપણી વધુ રક્ષા કરશે.'
પત્ની તો ભોળી હતી. એણે તો જ્યાં ત્યાંથી પ્રતિમાઓ લાવીને
For Private And Personal Use Only
૨૩૩
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દેવાલયમાં સ્થાપી દીધી અને રોજ પૂજવા લાગી. એકવાર ફરી વર્ષાકાળ આવ્યો. ઇન્દ્રદત્તને રાજાનાં કાર્યો માટે બહારગામ જવાનું હતું. તેણે પત્નીને કહ્યું : ‘તું વિશેષ રૂપે દેવોની પૂજા કરજે.' પત્ની પૂજા કરવા લાગી. ઇન્દ્રદત્ત જ્યારે કાર્યો કરીને પાછો ફર્યો ત્યારે નદીમાંથી ઊતરતાં પૂર આવ્યું, તે તણાવા લાગ્યો...કોઈ દેવે એની રક્ષા ન કરી...છતાં એ મર્યો નહીં, તણાતો તણાતો કિનારે પહોંચ્યો.
ઘેર આવી ક્રોધથી ધમધમતો પત્નીને ગાળો દેવા લાગ્યો. ‘હે દુષ્ટા, તે દેવોની પૂજા નહીં કરી હોય, જેથી કોઈ દેવે મારી રક્ષા ન કરી.' ક્રોધમાં ને ક્રોધમાં એ બધી દેવપ્રતિમાઓને તોડવા ઘણ લઈને તૈયાર થયો, ત્યારે પેલા મૂળ યક્ષરાજે એને રોક્યો અને કહ્યું : 'આવું ન કર, પહેલાં તું મને એકને જ પૂજતો હતો એટલે મારે તારી રક્ષા કરવી પડતી હતી પણ હવે મેં વિચાર્યું આ બીજા દેવો રક્ષા કરશે! બીજા દેવોએ વિચાર્યું કે પહેલો દેવ રક્ષા કરશે...' એટલે બધાએ તારી ઉપેક્ષા કરી.' એ યક્ષરાજના બોધથી, ઇન્દ્રદત્તે એ યક્ષરાજની મૂળ સ્થાને સ્થાપના કરી બીજા દેવોની મૂર્તિઓ જ્યાંથી લાવેલો, ત્યાં ત્યાં મૂકી આવ્યો!'
હે મહાશ્રાવક! આ એક લૌકિક કથા દ્વારા પ્રભુએ કેવો સરસ બોધ આપી દીધો! એક જ દેવાધિદેવને હૃદયના મંદિરમાં સ્થાપો...એની જ આરાધના, એની જ ઉપાસના કરો...એને જ સર્વસ્વ માનો!
હે વૈક્રિયલબ્ધિધારક વીરપુરુષ! તમે તીર્થંકરનું રૂપ કર્યું. વૈભારગિર ઉપર સમવસરણ રચ્યું. તમે ધર્મદેશના આપી! નગરજનો મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું હતું. ‘સુલસા, આજે તો ચાલ વૈભારગિરિ પર. તીર્થંકર પધાર્યા છે! તું તીર્થંકરને તો માને છે ને?' ત્યારે મેં એમને કહ્યું હતું :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હે નગરજનો, આ તીર્થંકર, દેવ-દેવેન્દ્રવંદિત પ્રભુ મહાવીર નથી. જો એ પધાર્યા હોય તો મારો દેહ રોમાંચિત થયા વિના ન રહે!' ત્યારે નગરજનો બોલ્યા હતા : 'સુલસા! આ તો પચ્ચીસમા તીર્થંકર છે!' મેં કહેલું : તીર્થંકર્ચો તો ચોવીસ જ છે!'
૨૩૪
અંબડે પૂછ્યું : ‘હે ભક્તિશાલિની, શું ભગવાન મહાવીર રાજગૃહીના પરિસરમાં પધાર્યા હોય, તેં એમનાં દર્શન પણ ન કર્યાં હોય, તને એમના પધારવાની જાણ પણ ન હોય, છતાં તારા શરીરે રોમાંચ થઈ જાય?’
સુલસા
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા, અને શરીર રોમાંચિત થાય એટલે મને પ્રભુ પધાર્યાનો આભાસ થાય. આવું અનેકવાર બન્યું છે.”
અદ્ભુત્! અદ્ભુત! હે તુલસા, તારો આત્મભાવ પરમાત્મા સાથે પ્રગાઢપણે બંધાઈ ગયો હોય ત્યારે જ આવી ઘટના બને! આમ તો હું પણ પ્રભુનો જ ભક્ત છું. તેમનો જ ઉપાસક છું. તેમના બતાવેલા ગૃહસ્થધર્મને પાળું છું. બાર વ્રતો મેં ધારણ કરેલાં છે, છતાં મેં તારા જેવું સંવેદન ક્યારેય અનુભવ્યું નથી. આ તારા આત્માની અદ્વિતીય વિશેષતા છે. આવા અગમઅગોચર પ્રેમે જ પ્રભુને પ્રેરિત કર્યા હશે ને તને “ધર્મલાભ' કહેવડાવ્યા હશે. બાકી, આ જ રાજગૃહીમાં પ્રભુના હજારો ભક્તો છે. એમાંથી કોઈને “ધર્મલાભ' ન કહેવડાવ્યા, તને જ કહેવડવ્યા, એનું સાચું કારણ સમજાયું!”
હે મહાશ્રાવક, મારે તો એક જ નિર્ધાર છે : પ્રભુમય બની જવું! વીરની વાટે વાટે જાવું હો આતમા વીરની વાટે વાટે જાવું. ભીતરનો સૂર ઘરો હેજ મળે જો વિકસે છે મારાં રોમરોમ. ભલે ને હોય ઘણાં વમળો વિષાદનાં જાયે ના મારું મન-જોમ. મારે તો તુમ સમ થાવું ઓ આતમા! વીરની વાટે વાટે જાવું. પ્રાણ મુજ જાગ્યા, સફળ મુજ જિંદગી પણ હું પૂછું કે તડપાવશો ક્યાં લગી? મારે તો નામ તુમ હાલું ઓ આતમા, વીરની વાટે વાટે જાવું... નથી કોઈ આશા દુનિયાના સુખની, મારી આશા છો તમે એક નથી કોઈ ભય મને કર્મોનાં દુઃખનો, મારી તો આપ એક ટેક! નિશદિન હું તમને ધ્યાવું હો આતમા વીરની વાટે વાટે જાવું....
અંબડને સુલસાનું સૌમ્ય, શીતલ અને સુશીલ વ્યક્તિત્વ ગમી ગયું. તેણે મનોમન પ્રભુ મહાવીરનો મહાન ઉપકાર માન્યો, આવી પરમ શ્રાવિકાના દ્વારે મોકલીને! પ્રભુએ પોતાને સંદેશવાહક બનાવીને મોકલ્યો, તેને એક અપૂર્વ ઘટના માની ખૂબ પ્રસન્ન થયો. “શ્રદ્ધાનું પરમ તત્ત્વ સમજાવવા જ જાણે પ્રભુએ મને અહીં મોકલ્યો છે! આ વાત તો નિશ્ચિત લાગે છે. સુલસાની પ્રેમસભર શ્રદ્ધા અદ્વિતીય છે. મારું મસ્તક નમી પડે છે...”
શું ગંભીર વિચારમાં પડી ગયા?' સુલસાએ અંબડની વિચારધારા તોડી, તમારા જ વિચાર! હા, તમારા! પ્રભુએ મને તમારી પાસે મોકલીને મારા પર કેવો મહાન
સુલાસા
૨૩૫
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપકાર કર્યો? ખરેખર, તમારી પાસેથી મને ‘શ્રદ્ધાનું' સાચું સ્વરૂપ જાણવા મળ્યું. પ્રીતિસભર, ભક્તિસભર શ્રદ્ધાની તમે સાક્ષાત્ મૂર્તિ છો સુલસા! પ્રીતિ-ભક્તિની સાથે સાથે તમારી પાસે સમ્યજ્ઞાન પણ છે...તમારી શ્રદ્ધા જ્ઞાનપૂત છે...છતાં તમે એટલાં જ વિનમ્ર અને વિવેકી છો. કહો, હું તમારી શી સેવા કરું? શી ભક્તિ કરું?
‘હૈ ભ્રાતા! આપણો સેવ્ય-સેવક ભાવ નથી. આપણો સંબંધ ભાઈબહેનનો છે. તમે મારા સહોદર સમાન છો. વળી, તમે પણ મારા પ્રભુના હૃદયમાં વસેલા છો! ત્યારે જ પ્રભુએ મારી પાસે તમને મોકલ્યા! મારું પરમ ભાગ્ય છે કે તમારા જેવા પ્રભુપ્રિય મને ભ્રાતારૂપે મળ્યા...
તમે ગુણોના ભંડાર તો છો જ, વિશેષ રૂપે ગુણાનુરાગી છો! તમે મહાન શક્તિઓના ધારક હોવા છતાં મારા જેવી શક્તિહીન નારીની પ્રશંસા કરો છો. પરંતુ તમે કરેલી બધી જ પ્રશંસાનાં પુષ્પો હું આપણા પ્રભુ વીરનાં ચરણોમાં ચઢાવી દઉં છું!
હવે ભોજનની વેળા થઈ ગઈ છે. ભોજન કરવા પધારો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસા સુંદર સુશોભિત આસન પર અંબડને બેસાડી, તેની સામે સોનામઢેલો પાટલો મુકે છે. સોનાની થાળીમાં ભોજન પીરસે છે. પાસે બેસીને આગ્રહ કરી કરીને વિભિન્ન પક્વાનો અને વિવિધ વ્યંજનોથી ભક્તિ કરે છે. એની આંખોમાંથી હેતની ધારા વહે છે. વાત્સલ્યની સરવાણી વહે છે.
ભોજન પૂર્ણ થતાં સુવાસિત તાંબૂલ આપે છે, કે જે બાર વ્રતધારી શ્રાવકને ખપે છે. અંબડ ભોજનાદિથી નિવૃત્ત થઈ કહે છે : ‘હે ભગિની! હવે મને વિદાય આપો...હું અહીંથી કાંપિલ્યપુર જઈશ.
અને એક વાત કહું? જ્યારે તમે મને યાદ કરશો, મારા શરીરે રોમાંચ પ્રગટશે દેવી! આ આપણો આત્માથી આત્માનો પ્રેમ જોડાર્યો છે.
૨૩૩
મારી બહેન, તમે મને યાદ કરશો કે હું આકાશમાર્ગે અહીં પહોંચી . જઈશ. એટલે હવે જ્યારે પણ વિશિષ્ટ ધર્મપુરુષાર્થ ક૨વાનો પ્રારંભ કરો ત્યારે ભૂલ્યા વિના મને બોલાવજો...
જોકે હું સંન્યાસી છું. સાતસો તાપસોનો ગુરુ છું. મારામાં હવે મોહમદ-માયા ને કામ રહેલાં નથી, હું સંસાર પ્રત્યે વિરક્ત છું. છતાં હે બહેન! હું તારા પ્રત્યે આસક્ત છું. તું મારા પ્રભુનાં પ્રાણોમાં વસેલી છે અને મારા હૃદયમંદિરમાં વસેલી છે માટે!
For Private And Personal Use Only
સુલસા
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું કાંપિલ્યપુરમાં રહું છું. છતાં હું સર્વત્ર છું. મને કોઈ ક્ષેત્રનું બંધન નથી...મને આજ્ઞા આપ મારી બહેની,
સુલસાએ અંબડના ભવ્ય લલાટે કુમકુમનું તિલક કરી, અક્ષતથી તેને વધાવ્યો. તેનાં ઓવારણા લીધાં. ઉત્તમ કલ્પનીય વસ્ત્રો ભેટ આપ્યાં. ઉત્તમ રત્નકુંડલ આગ્રહ કરીને આપ્યાં.
વૈરાગી અંબડની આંખે પ્રેમનાં...નિર્મળ સ્નેહનાં આંસુઓથી ઊભરાઈ ગઈ. બહેનના મસ્તકે બે હાથ મૂકી, વિશિષ્ટ શક્તિ સંક્રમિત કરી સુલતાનાં ચરણે નમીને આકાશમાર્ગે ચાલ્યો ગયો.
સુલસા, આકાશમાં જતા અંબડને જોઈ રહી. એની હિતકામના કરતી રહી ને મનોમન બોલી : “મારા ભાઈ! મારા ધર્મબંધુ! હું જરૂર મારા અનશન સમયે તમને યાદ કરીશ! મને લાગે છે કે તમે મને અંતિમ સમાધિના દાતા બનશો! તમારું કુશળ હો...”
સુલતા
૨૩૭
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીના “પૂર્ણભદ્ર' ચૈત્યમાં પધાર્યા હતા ત્યારે વિદેહની રાજધાની વૈશાલીમાં યુદ્ધ ચાલી રહ્યું હતું. મગધસમ્રાટ કોણિક અને વિદેહના અધિપતિ મહારાજા ચેટકનું ભયાનક યુદ્ધ ચાલતું હતું. તે યુદ્ધમાં મહારાજા શ્રેણિકના પુત્રો, કોણિકની વિમાતાઓના દશ પુત્રો કાલ, સુકાલ, મહાકાલ વગેરે માર્યા ગયા. પુત્રોના મૃત્યુથી વિરક્ત થયેલી દસ રાણી-માતાઓએ પ્રભુ વીરના ઉપદેશથી દીક્ષા લીધી. સાધ્વી બની. આર્યા ચંદનાની શિષ્યાઓ બની.
જ્યારે એ સુકાલી, મહાકાલી વગેરે સાધ્વીઓ રાજગૃહીમાં આવી ત્યારે સુલતા તેમને વંદન કરવા ગઈ. ત્યારે ખબર પડી કે સાધ્વી બનેલી રાજમાતાઓએ તો ઘોર તપશ્ચર્યાના ચરણે જીવન ધરી દીધાં છે! - સાધ્વી કાલીએ રત્નાવલિ-તપ કર્યું હતું. આ તપશ્ચર્યામાં તેમને કુલ એક વર્ષ, ત્રણ મહિના અને ૨૨ દિવસ લાગ્યા હતા. તેમાં ૩૮૪ દિવસ તપ કર્યો હતો અને ૮૮ દિવસ પારણાના થયા હતા. આ પહેલી પરિપાટી પૂરી કર્યા પછી બીજી ત્રણ પરિપાટી પણ પૂર્ણ કરી. એમ ચાર પરિપાટીમાં પાંચ વર્ષ, છ મહિના અને ૨૮ દિવસ લાગ્યા. આવી ઘોર તપશ્ચર્યા કરવાથી સાધ્વી કાલીનું શરીર કુશ થઈ ગયું હતું. લોહી ને માંસ સુકાઈ ગયાં હતાં. ઊઠતાં-બેસતાં હાડકાં ખડખડતાં હતાં. - સાધ્વી સુકાલીએ કનકાવલિ-તપ કર્યું હતું. એની એક પરિપાટીમાં એક વર્ષ, પાંચ મહિના અને ૧૮ દિવસ લાગે છે. આવી ચાર પરિપાટી કરી. ઉગ્ર તપશ્ચર્યાથી સાધ્વી અત્યંત કૃશકાય બની ગયાં હતાં. - સાધ્વી મહાકાલીએ ‘લઘુ સિંહનિષ્ક્રીડિત' નામનું તપ કર્યું હતું. આ તપની એક પરિપાટીમાં પાંચ મહિના ને ચાર દિવસ તપના હોય છે અને ૩૩ દિવસ પારણાના હોય છે. આવી કુલ ચાર પરિપાટીમાં તપ કર્યું. બે વર્ષ અને ૨૮ દિવસમાં આ તપ પરું થયું. પછી પણ બીજી તપશ્ચર્યા કરી. શરીર અને કષાયોની સંલેખના કરી. શરીરની સાથે કષાયો પણ કૃશ થઈ ગયા.
૨૩૮
સુલાસા
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- સાધ્વી કૃષ્ણાએ મહા સિંહનિષ્ફીડીત તપ કર્યું. આ તપમાં પહેલી પરિપાટીમાં ૪૭૯ દિવસ તપશ્ચર્યાના હોય છે અને ૬૧ દિવસ પારણાનાં હોય છે. આવી ચાર પરિપાટીમાં તપ પૂર્ણ કર્યું. છ વર્ષ, બે મહિના અને બાર દિવસમાં તપ સંપૂર્ણ થયું.
એ સાધ્વી સુકૃષ્ણાએ સપ્તસપ્તિકા ભિક્ષ-પ્રતિમા તપ, અષ્ટ-અષ્ટમિકા ભિક્ષુપ્રતિમા તપ, નવ-નવમિકા ભિક્ષપ્રતિમા તપ કર્યું.
- સાધ્વી વીરકૃષ્ણાએ મહા સર્વતોભદ્ર તપ કર્યું. ક સાધ્વી રામકૃષ્ણાએ “ભદ્રોત્તર-પ્રતિમા' તપ કર્યું. - સાધ્વી પિરાણાએ ઘણા ઉપવાસ કર્યા.
- સાધ્વી મહાસણકષ્ણાએ “વર્ધમાન આયંબિલ તપ કર્યું. આ તપમાં તેમને ૧૪ વર્ષ, ૩ મહિના, ૨૦ દિવસ લાગ્યા.
સુલતા તો આ વૃત્તાંત જાણીને દંગ થઈ ગઈ. “રાજમાતાઓ સાથ્વી બનીને આવી ઘોર તપશ્ચર્યા કરી અનંત કર્મોની નિર્જરા કરી શકે છે, તો હું શ્રાવિકાના જીવનમાં તપશ્ચર્યા કેમ ન કરી શકું? હું પણ તપશ્ચર્યા કરી આ શરીરનું મમત્વ તોડું, કષાયોને ઉપશાંત કરું. ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે.
હવે જ્યારે વૃદ્ધાવસ્થા નિકટ છે અને શરીરબળ તપ કરવા માટે પર્યાપ્ત છે, તો મારે તપશ્ચર્યા કરી લેવી જોઈએ. મને હવે સ્વજન-પરિજનોનું કોઈ મમત્વ રહ્યું નથી. વૈભવ-સંપત્તિનો મોહ રહ્યો નથી. શરીરની આસક્તિ રહી નથી તો શા માટે ઉગ્ર તપ ન કરું? તપ કરીને પણ સ્વસ્થ રહેવાનું મારામાં પૈર્ય છે. મારા પ્રભુ વીરની મારા ઉપર અપરંપાર કૃપા છે. મારે મારું શેષ જીવન તપશ્ચર્યામાં વિતાવી દેવું છે.'
સુલસાનું મન તપશ્ચર્યા કરવા ઉલ્લસિત બન્યું. તેણે વિવિધ તપશ્ચર્યા શરૂ કરી.
જેમ જેમ તપશ્ચર્યા થતી રહી, તેમ તેમ એનું ધર્મધ્યાન વૃદ્ધિ પામતું રહ્યું. એના કૃશ થતા જતા દેહ પર તપનું તેજ પથરાવા લાગ્યું. તેના મુખ પર સૌમ્યતા-શીતલતા અને પ્રસન્નતા વિકસિત થઈ. પરમાત્માના ધ્યાનમાં લીનતા વધવા લાગી. સહજ ભાવે તપ થવા લાગ્યું...
મહિનાઓ વીત્યા અને કેટલાંક વર્ષો વીત્યાં. મનુષ્યનું આયુષ્ય પર્વતીય નદીના ઝરણાની જેમ નિરંતર ગતિશીલ હોય
સુલાસા
૨૩૯
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છે. સુલસાએ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો. તેને મૃત્યુનો ભય ન હતો, પણ એ મૃત્યુનો સમય જાણવા ઇચ્છતી હતી. એને મૃત્યનો મહોત્સવ મનાવવો હતો. સમાધિમૃત્યુ પામવાની એની આંતર ઇચ્છા હતી.
એ પોતાના ગૃહમંદિરમાં ગઈ. વિધિપૂર્વક ભગવંતને નમસ્કાર કરી તે પ્રભુના ધ્યાનમાં બેસી ગઈ. ભાવાલોકમાં અનેકવાર એણે પ્રભુનું સાંનિધ્ય માણેલું તો હતું જ. એણે સમવસરણ જોયું. સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરને જોયા. ભાવાત્મક એકતા સાધી. શરીર રોમાંચિત થઈ ગયું. આંખોમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યાં. અંતિમ આરાધના કરી લેવાનો સંકેત મળ્યો! સમાધિમૃત્યુનો વિશ્વાસ મળ્યો! અનશન કરવાની શક્તિ મળી! તે નાચી ઊઠી...ગાવા લાગી.
૨૪૦
ના, હવે ભય નથી ! કોઈ સંશય નથી!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોતના ભૈરવી ઘોર યમદૂત છો આવે સર્વનાશી મૃત્યુ ઝપાટા ભલે તે લાવે... શાન્તિનો આ ધ્વનિ ક્યાંથી?
ભગવન્! તમારો નાદ ક્યાંથી?
મીટ માંડી રહી, શું કહું? પ્રભુ પધારો... નયન મારાં નમે હૃદય-ઉત્તાપ વિસારો. પ્રભુ તવ નામ ગુંજે. અંતરનો તાર ગૂંથે.
હજુ ગાન ગુંજ્યા કરે છે ભીતરમાં
તમે જે ગાયુંતું આત્માનું એ જ અંતરમાં મન રંગાયું રગેરગ
મારગ મારે છે સરગ
ના, હવે કોઈ ભય નથી દુનિયાનો કોઈ લય નથી...
મૃત્યુ? મૃત્યુ અંગે પ્રભુના મુખે મેં ઘણું સાંભળ્યું છે. મૃત્યુ એ અંત નથી. આત્માની એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની એક પ્રક્રિયા માત્ર છે. આત્માની ગતિનું પૂર્ણવિરામ તો સિદ્ધશિલા છે, મુક્તિધામ છે! એટલે હું તો કહું છું :
For Private And Personal Use Only
સુલસા
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોત નહીં માનવીનો છેલ્લો મુકામ જાવું જ્યાં છે પૂરણ કેરાં ધામ પગને જો ફૂટે પાંખો તો જાવું છે ત્યાં અમૃત ઝરે જ્યાં જિનનાં અખંડ પીવા તે અમૃતના પ્યાલા નિશદિન કર્મોનાં બંધન થાયે ખંડ-ખંડ પ્રભુને પિછાણ્યા મેં તો પ્રેમથી નાની આ જિંદગી બની કિલ્લોલ, મૃત્યુ અને પ્રભુ પામવા સોપાન સમતા-સમાધિ મળે અણમોલ! મોતને ન માનું શોકનું ટાણું એને તો ઉત્સવરૂપ જ માણું! હવે કરવો છે મુક્તિમાં આરામ
મોત નહીં માનવીનો છેલ્લો મુકામ. અનશન કરવા માટેની પૂર્વતૈયારી મેં કરી લીધી છે. ઇન્દ્રિયવિજય અને કષાયજય મેં પ્રાપ્ત કર્યો છે. અંતિમ આરાધના કરીને મારે સમાધિમય અનશન કરવું છે. મને મારા પ્રભુની અનુજ્ઞા મળી ગઈ છે. આ જીવનની વિદાયવેળા આવી ગઈ છે. હવે તો વિદાયવેળાનાં ગીત ગાવાનાં છે.
સુલસાની ઉગ્ર તપશ્ચર્યાની વાત રાજગૃહીના ઘરેઘરે પહોંચી ગઈ છે. સુલસાની કુશળ પૃચ્છા કરવા સ્ત્રી-પુરુષોની સતત અવર-જવર ચાલુ થઈ ગઈ છે. સુલતાના તન-મનને જરા ય શ્રમ ન પહોંચે એ રીતે નગરજનો દર્શન કરી, અનુમોદના કરીને જાય છે. સલસાની સખીઓ સુલસાની વૈિયાવૃત્યમાં તત્પર છે. રાજગૃહીમાં પધારેલાં સાધ્વીજી પણ સુલસાને ધર્મલાભ” ના આશીર્વાદ આપવા આવે છે.
સુલતાની હવેલી સ્ત્રી-પુરુષોથી ભરાયેલી છે. સુલસી સુખાસન પર બેઠી છે. તપનું તેજ છે. સૌમ્યતાનો શીતલ પ્રકાશ છે. પ્રેમ અને ભક્તિનો પ્રવાહ સ્ત્રી-પુરુષનાં હૃદયમાંથી સુલસા તરફ વહી રહ્યો છે. રાજગૃહીમાં સુલસાની લોકપ્રિયતા ચારેય દિશામાં ફેલાયેલી હતી. એના અવિરત દાનધર્મે એને લોકોના હૃદયમાં સ્થાપિત કરી હતી. એના પ્રભુપ્રેમે રાજગૃહીને ગાંડી કરી દીધી હતી. એના શીલધર્મની ઉત્કૃષ્ટ સુવાસ વ્યાપક બનાવી હતી. એની
સુલતા
૨૪૧
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મીઠી-મધુર વાણીએ લોકોનાં મન જીતી લીધાં હતાં. એના સુપાત્રદાને સાધુ
સાધ્વીઓને આકર્ષ્યા હતાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખચોખચ ભરાયેલા ખંડમાં સુલસાના મુખેથી ગીત સરી પડ્યું : હવે વિદાયવેળા આવી, સમતા અંતર ભાવી પ્રભુ મારા છે પ્રભાવી, કૃપાને મેં અનુભાવી હવે દ્વાર ખુલો અનહદનાં, ગયાં વળગણ સહુ સરહદનાં, તૂટ્યાં બંધન મોહ-મદનાં, કરો ઉત્સવ જિનમતના. મળજો એવું જીવન મને, મળો ભવાંતરમાં તમે શું શક્ય છે? ના તમે, મોક્ષે જશો ને સંસારે અમે. બાકી આપનું છે, જીવોને ઉદ્ઘારવાનું આપના દિવ્ય સહારે શક્ય અન્યથા સર્વથા અશક્ય! વિસામો હતો આ જિંદગીનો ને અવકાશ તો બંદગીનો કરી જિંદગીમાં ખૂબ બંદગી સ કર્મોની ગંદકી
ફામ
છે .
ટળી
હવે
વિદાયવેળા
આવી...
મૈત્રી
ભાવના ભાવી.
સુલસાને જાણ થઈ કે પ્રભુ વીરના પરમ પ્રિય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ સાધુ સમુદાય સાથે ગુણશીલ ચૈત્યમાં પધાર્યા છે. સુલસા આનંદિત થઈ. ઉલ્લસિત થઈ. ‘હું ગણધર ભગવંત પાસે જાઉં અને એમને વિનંતી કરું કે, ‘હે પ્રભો, આપ મારી હવેલીમાં પધારો અને મને જીવનની અંતિમ આરાધના કરાવો. પછી મને અનશન કરાવો...ગણધર ભગવંત અવશ્ય મારી વિનંતીને માન્ય કરશે જ! અને હા, સંભવ છે કે પૂર્ણદ્રષ્ટા, પૂર્ણજ્ઞાની મારા પ્રભુએ જ મારા મૃત્યુને મહોત્સવરૂપ બનાવવા માટે જ કેમ ન મોકલ્યા હોય! અવશ્ય તેઓ મારા માટે જ પધાર્યા છે!'
૨૪૨
સ્નાન કરી, શુદ્ધ શ્વેત વસ્ત્ર ધારણ કરી, સાથે એક સખીને લઈ રથમાં બેસી સુલસા ‘ગુણશીલ' ચૈત્યમાં આવી! પ્રભુ વીરની મધુર સ્મૃતિઓથી એનું મન ભરાઈ આવ્યું.
For Private And Personal Use Only
સુલસા
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસાએ શ્રી ગૌતમસ્વામીને ભાવપૂર્વક વંદના કરી અને વસ્ત્રથી પ્રમાર્જિત કરી યોગ્ય ભૂમિભાગ પર બેઠી. ગૌતમસ્વામીએ “ધર્મલાભ' ના આશીર્વાદ આપીને, મધુર-કોમલ વચનોથી કહ્યું :
“હે મહાશ્રાવિકા સુલતા! તું ખરેખર ધન્ય છે. તારું જીવન ધન્ય છે. તું પ્રભુના મનમાં વસી! અને તેં પ્રભુની પ્રીતિ-ભક્તિ કરી. હવે તે પ્રભુની આજ્ઞા મુજબ શરીર સંલેખના અને કષાય સંખના કરી તારા આત્માને ધીરવીર બનાવ્યો છે!”
“હે પ્રભો! હવે મારા ઉપર કૃપા કરો. મારી હવેલીએ પધારો. મને અંતિમ આરાધના કરાવો. હવે મારું આયુષ્ય થોડું જ બાકી છે. આપ જ્ઞાની છો..ચાર જ્ઞાનના ધારક છો. આપ જાણો છો. તે પછી, મારી ઇચ્છા અનશન કરવાની છે. ચારેય આહારનો ત્યાગ કરવો છે. હવે ગુરુદેવ, આપ મોક્ષમાર્ગના દીપક છો. આપ મને એવી સુંદર આરાધના કરાવી આ સંસારસાગરથી પાર ઉતારો.'
ગૌતમસ્વામી તુલસાની હવેલીમાં પધાર્યા. સાથે સાધુ-સાધ્વી ગણ પણ આવ્યો. સુલતાને વિશુદ્ધ સંસ્મારક ઉપર બેસાડવામાં આવી. તપથી એની કાયા અતિ કુશ બની ગઈ હતી. છતાં એની આંખો તેજસ્વી હતી. એના કાન સરવા હતા. થોડા જ અંતરે કાષ્ઠાસન ઉપર શ્રી ગૌતમસ્વામી આરૂઢ થયા. સાધુઓ એમની પાછળ બેસી ગયા. સાધ્વીઓ સુલસાની બે બાજુ બેસી ગઈ. ગૌતમસ્વામીએ સુલસાને કહ્યું :
ભાગ્યશાલિની, હે સુલતા! તું વિવેકી છે. તારામાં ગુણોની ગરિમા છે. તે પરલોકને જાણ્યો છે. તારી નિશ્ચલ અને નિર્મળ બુદ્ધિ તારું પારલૌકિક હિત કરનારી છે. સુલસા, સમગ્ર જીવનમાં કરેલાં બધાં જ ધર્મકાર્યોનું જો કોઈ વિશિષ્ટ ફળ છે તો તે “સમાધિમરણ” છે. જીવન જો મંદિર છે તો સમાધિમૃત્યુ મંદિર ઉપરનો સ્વર્ણકળશ છે.
હે મહાશ્રાવિકા, સંસારમાં જીવોને જન્મ અને મરણ તો નિયત જ છે, પણ મૃત્યુને જે મહોત્સવ બનાવે છે તે પંડિત છે! મૃત્યુનો સમાધિ મહોત્સવ બનાવવા માટે : ૧. તે લીધેલાં અણુવ્રતો, ગુણવ્રતો ને શિક્ષાવ્રતોને પુનઃ અંગીકાર કર. ૨. વ્રતોને લાગેલા અતિચારોની શુદ્ધિ કર,
સુલાસા
૨૪૩
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩. સુલસા, જીવનમાં થઈ ગયેલા અપરાધોને યાદ કરી ક્ષમાપના કર.
ક્ષમા માંગ અને ક્ષમા આપ.
૪. તારાં સુકૃત્યોની અનુમોદના કર.
૫. દુષ્કૃત્યોની નિંદા કર.
૬. અરિહંતાદિ ચાર શરણ અંગીકાર કર.
૭. શુભ ભાવોને હૃદયમાં ધારણ કર.
૮. આહાર-પાણીનો ત્યાગ કર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. મનમાં પંચ પરમેષ્ઠીનું સ્મરણ કર.
આ વાતોના પાલનથી તારો મોક્ષમાર્ગ સરળ બનશે.
હવે સર્વપ્રથમ, તારા જીવનમાં ‘જ્ઞાનાચાર' આદિ પાંચ પ્રકારના આચારમાં સૂક્ષ્મ પણ અતિચાર લાગ્યો હોય, તેની દેવ-ગુરુ-ધર્મની સાક્ષીએ મન-વચન-કાયાની શુદ્ધિથી આલોચના ક૨ે. શાસ્ત્રોનો અભ્યાસ કરતાં અને બીજા જીવોને કરાવતાં ૧. અકાલ પઠન-પાઠન કર્યું હોય, ૨. અવિધિપૂર્વક અને અવિનયથી ભણ્યું-ભણાવ્યું હોય, ૩. જ્ઞાનનો અનાદર કર્યો હોય. ૪. ભણીને અભિમાન કર્યું હોય. ૫. જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરી હોય. ૬. ભણનારાને અંતરાય પાડ્યો હોય. ૭. પુસ્તકો આદિ જ્ઞાનનાં સાધનોનો તેં નાશ કર્યો હોય, ૮. તારી શક્તિ અનુસાર ભણનાર અને ભણાવનારની વસ્ત્ર-ભોજનાદિથી ભક્તિ ન કરી હોય, આ બધા અતિચારોનો મન-વચન-કાયાથી મિચ્છામિ દુક્કડં આપ.’
સુલસા બોલી : ‘મિચ્છામિ દુક્કડં.'
ગૌતમસ્વામી બોલ્યા : ‘સુલસા, તેં કરેલાં પુણ્યકાર્યોમાં ફળની શંકા કરી હોય, ‘મેં આ ધર્મારાધના કરી છે, એનું ફળ મને મળશે કે નહીં?' આવી શંકા, કાંક્ષા આદિ અતિચારોથી સમ્યક્ત્વને મલિન કર્યું હોય, ભક્તિપૂર્વક પરમાત્માની પૂજા-સેવા ન કરી હોય, ભગવંતની આજ્ઞાનું સુંદર રીતે પાલન ન કર્યું હોય, શક્તિ હોવા છતાં દ્રવ્યનો સદુપયોગ ન કર્યો હોય, પરમાત્મતત્ત્વની અને ગુરુતત્ત્વની નિંદા કરી હોય, આશાતના કરી હોય... વગેરે દર્શનાચારમાં લાગેલા અતિચારોની મન-વચન-કાયાથી શુદ્ધિ કર. એનો મિચ્છામિ દુક્કડં' આપ.
૨૪૪
સુલસા બોલી : ‘મિચ્છામિ દુક્કડં...'
ગૌતમસ્વામીએ કહ્યું : ‘હે મહાસતી, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિપૂર્વક
સુલસા
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશવિરતિનું સમ્યફ પાલન ન કર્યું હોય પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને વનસ્પતિકાય વગેરે એકેન્દ્રિય જીવોને હણ્યા હોય, કૃમિ-પોરા-શંખ-છીપ વગેરે બેઇન્દ્રિય જીવોને હણ્યા હોય, ધૃણ-મંકોડા-કીડી-કુંથુઆ વગેરે
ઇન્દ્રિય જીવોને માર્યા હોય, ભમરા-ભમરી-કતિકા-મધમાખી-વીંછીકરોળિયા વગેરે ચઉરિન્દ્રિય જીવોની હિંસા થઈ હોય, તેમજ જલચર, સ્થલચર, ખેચર પંચેન્દ્રિય જીવોને માર્યા હોય, આ રીતે સંસારમાં રહેલા સૂક્ષ્મ-બાદર, ત્ર-સ્થાવર જીવોની અભિઘાત આદિ દક્ષ પ્રકારે વિરાધના થઈ હોય, તે બધાં પાપોનો હે તુલસા, મન-વચન-કાયાથી “મિચ્છામિ દુક્કડું” આપ, સુલસા બોલી : “મિચ્છામિ દુક્કડ.'
ગૌતમસ્વામીએ કહ્યું : “હે મહાશ્રાવિકા, ક્રોધ-લોભ-ભય-હાસ્યથી અસત્ય બોલી હો, બીજાની વસ્તુ પોતાની કરી લીધી હોય, દેવવિષયક, મનુષ્યવિષયક અને તિર્યંચવિષયક મૈથુન-સેવન કર્યું હોય, ધન-ધાન્યાદિ. નવા પ્રકારનો પરિગ્રહ કર્યો હોય, મમત્વ બાંધ્યું હોય અને રાત્રિભોજનના ત્યાગમાં કોઈ દોષ લાગ્યો હોય, તે બધાં પાપોનો “
મિચ્છામિ દુક્કડે' આપ.' સુલસા બોલી : “
મિચ્છામિ દુક્કડું.' ગૌતમસ્વામીએ કહ્યું : “હે મહાસતી, જિનેશ્વર ભગવંતે બતાવેલા બાર પ્રકારનાં તપ, શક્તિ હોવા છતાં જીવનમાં કર્યા ન હોય, તેમ જ મોક્ષના સાધનરૂપ ધર્મકાર્યમાં ઉદ્યમ ના કર્યો હોય, તેની આત્મસાક્ષીએ નિંદા કર. અને તેં જે બાર વ્રતો ગ્રહણ કર્યા છે, તે વ્રતોમાં કોઈ અતિચાર-દોષ લાગ્યો હોય, તેની ગુરુસાક્ષીએ ગર્ચા કર, અને હવે એ વ્રતોનું નિરતિચારદોષરહિત પાલન કરવા તત્પર બન.
સુલતા બોલી : “હું નિંદા-ગહ કરું છું, અને વ્રતોનું હવે દોષરહિત પાલન કરીશ.'
ગતમસ્વામી બોલ્યા : “હે સાધ્વી, તે સર્વે જીવોના અપરાધોને માફ કરી દે, અને તારાથી થયેલા અપરાધોની ક્ષમા માંગ. આ રીતે સર્વે જીવો સાથેના વૈરભાવ દુર્ભાવનો ત્યાગ કરી, હૃદયમાં મૈત્રીભાવની સ્થાપના કર, અને શમ-સંવેગરૂપ સુધારસનું પાન કર.'
સુલતા બોલી : “હે પ્રભો! સર્વે જીવોને હું ખમાવું છું. સર્વે જીવો મને ક્ષમા આપો.”
તુલસી
૨૪૫
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૌતમસ્વામી બોલ્યા : “હે ભાગ્યશાલિની, તું હિંસા આદિ અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કર.” સુલતાએ કહ્યું : “હે પ્રભો! હું અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કરું છું.' ગૌતમસ્વામીએ કહ્યું : “હે સુભગે, જન્મ–જરા-મૃત્યુનો નાશ કરનારા અરિહંત પરમાત્માનું શરણ સ્વીકાર. નામ-સ્થાપના દ્રવ્ય અને ભાવ તીર્થકરનું શરણ સ્વીકાર.'
સુલસા બોલી : “હું ચાર નિક્ષેપે અરિહંત પરમાત્માનું શરણ ગ્રહું છું.”
ગૌતમસ્વામીએ કહ્યું : “હે સાધ્વી, તપશ્ચર્યાથી આઠેય કર્મોને ભસ્મીભૂત કરી પરમાત્મસ્વરૂપ પામેલા સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકાર.” સૂલસા બોલી : “હું સર્વે સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારું છું.'
ગૌતમસ્વામીએ કહ્યું : “હે પુયશાલિની, મોક્ષમાર્ગના સાધક, પાંચ ઇન્દ્રિયોના વિજેતા મનુષ્યક્ષેત્રમાં રહેલા સર્વે ક્ષમાશીલ સાધુઓનું શરણ ગ્રહણ કર.”
સુલસા બોલી : “હે ભગવંત, હું સર્વે સાધુઓનું શરણ સ્વીકારું છું.”
ગૌતમસ્વામીએ કહ્યું : “સંસારસમુદ્રને પાર કરાવવા સમર્થ, સર્વે જીવોનું હિત કરનારા, મોક્ષસુખને આપનારા જિનધર્મનું શરણ ગ્રહણ કર.”
સુલતા બોલી : “હે ભગવંત, મને ભવોભવ જિનધર્મનું શરણ હોજો.”
ગૌતમસ્વામીએ કહ્યું : “હે સુલસા, ભવનપતિ-દેવલોકમાં, વ્યંતરદેવલોકમાં, જ્યોતિષ્ક-દેવલોકમાં અને વૈમાનિક-દેવલોકમાં જે શાશ્વત જિનચૈત્યોમાં અસંખ્ય જિનપ્રતિમાઓ છે, તેમને ભાવપૂર્વક નમસ્કાર કર.'
સુલાએ કહ્યું : “હું એ સર્વે જિનપ્રતિમાઓને ભાવથી નમું છું.' ગૌતમસ્વામી બોલ્યા : “હે પરમ શ્રાવિકા, તું શ્રી ઋષભદેવ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાનસ્વામીને નમન કર. જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સીમંધરસ્વામી, યુગમંધરસ્વામી, બાહુજિન અને સુબાહુજિનને વંદન કર. ધાતકીખંડમાં વિચરતા આઠ તીર્થકરો - સુજાન, સ્વયંપ્રભુ, ઋષભાનન, અનંતવીર્ય, સૂરપ્રભ, વિશાલ, વજધર અને ચન્દ્રાનનને વંદન કર. પુષ્કરવર-દ્વીપ પર વિચરતા આઠ તીર્થકર-ચન્દ્રબાહુ, ભુજંગાસ્વામી, ઈશ્વર, નેમિપ્રભ, વીરસેન, મહાભદ્ર, દેવયશ અને અજિતવીર્યને વંદન કર.
સુલસા બોલી : “પ્રભો! હું ઋષભદેવ આદિ ચાર તીર્થકરોને અને વીસ વિહરમાન તીર્થકરોને ભાવપૂર્વક વંદન કરું છું.'
૨૪૬
સુલાસા
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગૌતમસ્વામીએ કહ્યું : ‘સુલસા, નંદીશ્વર દ્વીપ, અષ્ટાપદ, ગિરનાર, શત્રુંજય અને સમ્મેતશિખર આદિ તીર્થોની ભાવયાત્રા કર.' સુલસા બોલી : ‘પ્રભો, હું ભાવયાત્રા કરું છું.'
ગૌતમસ્વામીએ કહ્યું : 'હે વિદુષી, કોઈપણ કારણથી કુધર્મ આચર્યો હોય, બીજાઓનાં સત્કાર્યોમાં અંતરાય કર્યો હોય, જીવોને પાપકાર્યોમાં પ્રેરિત કર્યા હોય, પ્રમાદભાવથી દેશકથા, રાજકથા, સ્ત્રીકથા, ભોજનકથા કરી હોય...એ બધાં પાપોની આત્મસાક્ષીએ અને ગુરુસાક્ષીએ નિંદ્ય-ગર્હા કર.' સુલસા બોલી : ‘ભગવંત, એ બધાં પાપોની નિંદા-ગર્હા કરું છું.' ગૌતમસ્વામીએ કહ્યું : ‘હે ભાગ્યશાલિની, જિનમંદિર, જિનમૂર્તિ, જિનાગમ, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ સાત ક્ષેત્રોમાં તેં તારી શક્તિ મુજબ ધનનો સદ્વ્યય કર્યો હોય, દાનધર્મનું પાલન કર્યું હોય. તેં તારા જીવનમાં જે કોઈ તપશ્ચર્યા કરી હોય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*તેં જે કોઈ અનુકંપાદાન આપ્યું હોય,
જીવોને અભયદાન આપ્યું હોય,
* બીજા જીવોને ધર્મકાર્યમાં સહાય કરી હોય, કરાવી હોય, * જે પ્રભુસેવા-ભક્તિ કરી હોય,
* જે સુપાત્રદાન આપ્યું હોય.
આવાં બીજાં જે કાંઈ સત્કાર્ય તેં કર્યાં હોય, તેની અનુમોદના કર. સુલસા બોલી : ‘પ્રભો, હું અનુમોદના કરું છું.'
ગૌતમસ્વામીએ કહ્યું : ‘સંસારના લોહપિંજરમાંથી મુક્ત કરવા સમર્થ એવી શમ-સમતા-સમાધિ અને કરુણાથી સભર એવી અનિત્યાદિ બાર ભાવનાઓથી તારા મનને ભાવિત કર.'
સુલસા બોલી : ‘હે પ્રભો, હું ભાવનાઓથી મારા આત્માને ભાવિત કરું છું.' ગૌતમસ્વામીએ કહ્યું : ‘હે સુલસા, પૂર્વજન્મોમાં દેહાદિના પ્રમાદથી જે અધિકરણો આજ સુધી વોસિરાવ્યાં ન હોય, તે બધાં અધિકરણોને પાપસાધનોને અને કષાયોને વોસિરાવી દે.’
સુલસા
સુલસા બોલી : ‘પ્રભો, હું ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું.’
ગૌતમસ્વામીએ કહ્યું : ‘જે કાંઈ ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિ મન-વચન-કાયાથી કરી હોય. તેને મિચ્છામિ દુક્કડં આપ.'
સુલસા બોલી : ‘મિચ્છામિ દુક્કડં’
For Private And Personal Use Only
૨૪૭
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૌતમસ્વામીએ કહ્યું : “હે દેવી, અત્યારે સર્વે ગ્રહો, નક્ષત્રો, શકુનો પ્રસન્ન છે. તું તારા હૃદયમાં ત્રિભુવનનું મંગલ કરનારા જિનેશ્વર ભગવંતને, વીર પ્રભુને તારા હૃદયમાં ધારણ કર, અને ચારેય આહારના ત્યાગરૂપ, જિનશાસનમાં જેનો અતિ મહિમા છે એવા અનશન વ્રતનો વિધિપૂર્વક સ્વીકાર કર.”
સુલસા ગદ્ગદ્ સ્વરે બોલી : “હે પ્રભો! આપે મારા પર પરમ અનુગ્રહ કર્યો. આપ મને વિધિપૂર્વક અનશન કરાવો.'
શ્રી ગૌતમસ્વામીએ સુલસાને અનશન-વ્રત આપ્યું. સુલસાની પાસે બે પ્રાજ્ઞ આર્યાઓને મૂકી અને તેઓ ગુણશીલ ચૈત્યમાં પધારી ગયા.
સુલતાને અનશન સ્વીકાર્યો પૂર્વે જ સહોદર તુલ્ય અંબડ પરિવ્રાજકની સ્મૃતિ આવી ગઈ હતી. અંબડે સુલસાને કહ્યું હતું : “હે ભગિની! જ્યારે તું વિશિષ્ટ ધર્મપુરુષાર્થ કરે ત્યારે મને યાદ કરજે. બસ, આંખો બંધ કરીને યાદ કરજે, મને સંદેશ મળી જશે, હું જરૂ૨ તારી પાસે આવી જઈશ.'
સુલસા તો આ વિચાર કરે છે, ત્યાં તો હવેલીના દ્વાર પર જટાધારી, બ્રહ્મચારી, આકાશચારી, ભગવાં વસ્ત્રધારી, પ્રભાવશાળી અંબડ પરિવ્રાજક હાથમાં ત્રિદંડ અને કમંડળ સાથે ઉપસ્થિત થયો!
હવેલીના દ્વારે ઊભેલી દાસીઓએ ભાવપૂર્વક સ્વાગત કર્યું. અંબડ અવિલંબ સુલસા પાસે પહોંચી ગયો. ત્રિદંડ-કમંડળ બાજુ પર મૂકી બે હાથે મસ્તકે અંજલિ રચી સુલસાને પ્રણામ કર્યા, અને સ્તુતિ કરી
હે દેવી, તવ નામ પાપ હરતું હોઠે ચડ્યું હેતથી, હે બહેના, શ્વેત સુહામણા પોટા સમી ઊજળી. ધ્યાન ધરો સચિનું વરસતી બ્રહ્મરંધ્ર સુધા, પ્રજ્ઞાએ નિરખ્યો પ્રભાવને ખીલી મુજ મનમંજરી. શ્રદ્ધાની પ્રતિમા તું આ જગમાં, ન ડગે તું કદી, હોયે બ્રહ્મા-વિષ્ણુ કે શંકર, તને ડગાવી ન શકે, લય પામી જતા બધા દેવો તારા સ્વરૂપમાં તું કોઈ અચિંત્ય ગૂઢ પરમા શક્તિ જગે. પ્રેમે પ્રાણ પરોવી સૂક્ષમ મતિથી સુજ્ઞ કરે આ સ્તુતિ,
૨૪૮
સુલાસા
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઘુતા મુજ દઢપણે હું માનતો તવ થકી,
ક્યું અનશન વ્રત થકી થાજો પ્રયાણ મુદા હું પણ ચાલું તવ પથ પર હવે, વાત ના થઈ શકી. કરો શુદ્ધિ, આત્મરક્ષા, તવ પૂર્ણ સામર્થ્યથી પ્રભુ વરની તું શ્રાવિકા કે કહું પ્રેમિકા? ભગિનીા આવ્યો તવ કુશળતા પૂછવા,
કરી સ્મૃતિ મારી વચન પાળ્યું હે દીપિકા! અંબડ પરિવ્રાજકનું શરીર રોમાંચિત થઈ ગયું હતું. એનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો હતો. ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચર્યાથી અતિ કૃશકાય સુલતાને જોઈને એની આંખો ભીની થઈ ગઈ હતી.
સુલસાએ એકવાર અંબડને મૈત્રીભાવભરી દૃષ્ટિથી જોઈને આંખો બંધ કરી દીધી હતી. સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલરૂ૫, સર્વે પાપોનો નાશ કરનાર, સર્વ સુખોને આપનાર પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનું એ પોતાના મનમાં પૂર્ણ એકાગ્રતાથી સ્મરણ કરતી રહી.
અંબડ પરિવ્રાજક શ્રી ગૌતમસ્વામીને વંદન કરવા ગયો, વંદન કરીને એ ગુરુચરણે બેઠો. અંબડના મનના ભાવ જાણીને ગૌતમસ્વામીએ અબડને કહ્યું : “અંબડ, સુલતાએ આત્મસાક્ષીએ અને ગુસાક્ષીએ નિર્ધામણા કરી, ઉત્કૃષ્ટ ધર્મારાધના કરી...એ કરતાં કરતાં એના સમભાવમાં ભરતી આવી, એના મનના અધ્યવસાયો વિશુદ્ધ થયા છે અને હમણાં એણે તીર્થકર નામકર્મ બાંધી લીધું છે!
અંબડ આશ્ચર્યચકિત થયો...સંભ્રમથી તે ઊભો થઈ ગયો! ‘ભગવંત! એ ક્યારે ને કયાં તીર્થકર થશે?'
હે પરમ શ્રાવક, તુલસીનું હૃદય વૈરાગ્યભાવથી છલકાઈ રહ્યું છે. અત્યારે તે વીર પરમાત્માના ચરણ-કમલનું પોતાના હૃદયમાં ધ્યાન કરી રહી છે. તેનો શ્રદ્ધા ગુણ ઉત્કૃષ્ટ બન્યો છે. એનું અનશન પૂર્ણ થશે. આ માનવદેહના જીર્ણ ફ્લેવરનો ત્યાગ કરી, મનુષ્યજન્મનું આયુષ્ય પૂર્ણ કરશે. એનો આત્મા સર્વ સુખોના સ્થાનરૂપ દેવગતિમાં પ્રભાવશાળીદેવ બનશે.
દેવભવમાં દિવ્ય સુખ ભોગવીને, ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં આ જ ભરતક્ષેત્રમાં આવતી ચોવીશીમાં (ઉત્સર્પિણી કાળમાં) પંદરમા “નિર્મમ” નામના તીર્થકર થશે. એમનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ
સુલતા
૨૪૯
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પાંચ કલ્યાણક ઊજવાશે. તીર્થકરરૂપે પૃથ્વી પર વિચરી લાખો-કરોડો જીવોને પરમસુખનો માર્ગ બતાવશે. આયુષ્ય પૂર્ણ થતાં તેમનું નિર્વાણ થશે!” ગૌતમસ્વામીએ કથન પૂર્ણ કર્યું, ત્યાં જ બે આર્યાઓ નગરમાંથી આવી, ગૌતમસ્વામીને વંદન કરી નિવેદન કર્યું :
હે પ્રભો, મહાશ્રાવિકા સુલતાનું અનશન પૂર્ણ થયું. તેમણે મૃત્યુનો મહોત્સવ ઊજવ્યો. સમાધિમૃત્યુ પામ્યાં, અને અમે અહીં આવ્યાં છીએ.”
અંબડ પરિવ્રાજક તુલસાની જ્વલંત ચેતનાને પ્રણામ કરી, એના ધર્મપૂત દેહ ઉપર પુષ્પાંજલિ મૂકી આકાશમાર્ગે સ્વસ્થાને ચાલ્યો ગયો.
પરમ શ્રાવિકા, પ્રભુ વીરના હૃદયમાં વસેલી મહા પ્રેમિકા સ્વર્ગલોકમાં પહોંચી ગઈ.
૨૫૦
સુલાસા
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંબડ પરિવ્રાજક (અંતિમ આરાઘના)
ગ્રીષ્મકાળ હતો. જ્યેષ્ઠ માસ હતો. ગરમાગરમ હવા વહી રહી હતી. ધરતીમાંથી તાપની વરાળો નીકળતી હતી, ત્યારે કાંપિલ્યપુરમાં મહાશ્રાવક શક્તિનિધાન પરમ વિરક્ત અંબડ પરિવ્રાજક પોતાના ૭૦૦ શિષ્યો સાથે પુરિમતાલ-પ્રયાગતીર્થ તરફ જવાની તૈયારી કરતા હતા.
તેમણે પદયાત્રા શરૂ કરી. જે અટવીમાંથી પસાર થવાનું હતું તે અટવી નિર્જન હતી અને અન્ય વન્યપશુઓથી માર્ગ વિકટ હતો. સંન્યાસીઓ પીવા માટે પાણી સાથે લઈને નીકળ્યા હતા, પરંતુ આઠ-દસ ગાઉ જતાં જતાં પાણી ખૂટી ગયું. સંન્યાસીઓને તીવ્ર તૃષા લાગી. તૃષાથી સહુ વ્યાકુળ બન્યા.
અંબડ પરિવ્રાજ કે કહ્યું : “હે સત્ત્વશીલ સાધકો, આ નિર્જન અટવી હજુ તો આપણે થોડી જ પાર કરી છે. આપણું લાવેલું પાણી ખલાસ થઈ ગયું છે, તો તે દેવાનુપ્રિય, એ જ સુખકારી છે કે આ અટવીમાં ચારેય દિશામાં આપણે જળદાતાને શોધીએ.' પરિવ્રાજ કો અટવીની અંદર ફરી વળ્યા, કોઈ પણ જલદાતા ન મળ્યો.
અંબડે કહ્યું : “હે દેવાનુપ્રિયો, પહેલી વાત તો એ છે કે આ અટવીમાં કોઈ જલદાતા આપણને મળ્યો નથી. બીજી વાત, આપણાથી અદત્ત જળ ગ્રહણ કરાય નહીં! કારણ કે અદત્ત જળ પીવું એ આપણી મર્યાદાની બહારની વાત છે. આપણો એ દઢ નિશ્ચય છે કે ભવિષ્યમાં પણ અદત્ત જળ ગ્રહણ નહીં જ કરીએ. પાન નહીં કરીએ. જો આપણે અદત્ત જળ ગ્રહણ કરી તેનું પાન કરીએ તો આપણું ધર્માચરણ નષ્ટ થઈ જશે.
માટે હે આરાધક આત્માઓ, આપણે ગંગાને પાર કરી, એની પવિત્ર રેતીનો સંથારો બિછાવી “પાદપોપગમન' અનશન કરીએ. એ માટે ગંગાના આ કિનારે, આપણી પાસે જે ચૌદ વસ્તુઓ છે તેનો ત્યાગ કરી ગંગાની સામે પાર જઈએ.
આપણે ૧. ત્રિદંડ, ૨, કમંડલ, ૩. રૂદ્રાક્ષમાલા, ૪, માટીનું પાત્ર, ૫.
સુલસી
૨૫૧
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેસવા માટેનું કાષ્ઠાસન, ૬. છ નાળચાનું કાષ્ઠપાત્ર, ૭. દેવાર્શન માટે વૃક્ષ પરથી પુષ્ય ઉતારવાનું સાધન અંકુશ, ૮, ભૂમિપ્રમાર્જન માટેનું વસ્ત્ર, ૯. પવિત્ર તામ્રપાત્ર, ૧૦. હાથે પહેરવાનું સ્વર્ણકંકણ, ૧૧. છત્ર, ૧૨. ચાખડી, ૧૩. પાદુકા અને ૧૪. ભગવા વસ્ત્ર. આ ચૌદ વસ્તુઓ ત્યાગીને પવિત્ર ગંગાની સામે પાર જઈએ.'
બધાંજ-૭૦૦ તાપસીએ વાત સ્વીકારી. દરેકે પોતપોતાની ૧૪-૧૪ વસ્તુઓ ત્યજી દીધી. મમત્વ છોડી દીધું, અને ગંગાના કિનારે આવી ઊભા. સૌ નિશ્ચલ અને શાંત હતા. શ્વેત શુભ્ર આકાશ ટમટમતા તારાઓથી ખીચોખીચ હતું. વાયુની ઠંડી લહેર દેહને વીંટળાઈ વળતી હતી. નદીનાં ઊછળતાં પાણીનો વિશાળ પટ અતિશય શાંત અને ગંભીર લાગતો હતો. દિવસે આકાશને આંબતો આ વિશાળ પટ અંધકારના સામ્રાજ્યમાં એકદમ લીન થઈ ગયો હતો. કિનારા પરના પથ્થર અને રેતી સાથે અફળાતાં મોજાના ધ્વનિ માત્ર સંભળાતા હતા. આ ધ્વનિઓથી ત્યાંનું વાતાવરણ અતિ ગંભીર બની ગયું હતું. ત્યાં ઊભા રહીને અંબડ અને એના શિષ્યો ગંભીર શાંતિને માણવા લાગ્યા,
પૂર્વ દિશામાં પ્રભાતનું વ્હો ફાડ્યું. અંધકારનું સામ્રાજ્ય દૂર થતાં ગંગા નદીનો પટ જાણે ફરી નીલ આકાશના કરમાં સોંપીને ઊભો હતો. ધીરે ધીરે અંકુર ફૂટે તેમ દૂર ગંગામાતાના ઉદરમાંથી સૂર્યદેવ જાણે ઉપર આવતા હતા.
એ વખતે સાતસો તાપસો સાથે અંબડે ગંગાને પાર કરી. સામે કિનારે પહોંચ્યા. સૌને ચાર આહારનો ત્યાગ કરાવી અંબડે કહ્યું : “હવે અહીં આપણે આ ગંગાની પવિત્ર રજનો સંથારો બિછાવી, કપાઈને પડેલા વૃક્ષની જેમ નિચ્ચેષ્ટ બનીને, મૃત્યુની ઇચ્છા વિના સૂઈ જવાનું છે.”
ક, સહુ પર્યકાસને બેસી ગયા. જ ન હાલવાનું, ન ચાલવાનું, ન બોલવાનું!
કોઈ શારીરિક ક્રિયા નહીં. * તેઓ આંખો બંધ કરી મસ્તકે અંજલિ જોડી બોલ્યા :
‘णमोत्थु णं अहिरंताणं जाव संपत्ताणं ।' । 'समणस्स भगवओ महावीरस्स जाव संपाविउकामस्स नमोथ्यु णं।' મુક્તિને પ્રાપ્ત કરેલા શ્રી અર્હત પ્રભુને અમારા નમસ્કાર હો.
ઉપર
સુલાસા
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઓ મુક્તિ પામવાના કામી છે તે શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર હો. 'धम्मोवदेसगस्स धम्मायरियस्स अम्हं परियावगस्स अम्बडस्स नमोत्थु णां।' ધર્મના ઉપદેશક અમારા ધર્માચાર્ય ગુરુ અંબડને નમસ્કાર હો. સાતસો શિષ્ય-તાપસ આત્મસાક્ષીએ અને ગુરુસાક્ષીએ કહે છે:
પૂર્વે અમે અંબડ પરિવ્રાજક પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું વાવજીવ પ્રત્યાખ્યાન કર્યું હતું, એવી રીતે સમસ્ત સ્થૂલ મૃષાવાદનો, સ્થૂલ, અદત્તાદાનનો જીવનપર્યત ત્યાગ કર્યો હતો. સમગ્ર મૈથુનનો જીવનપર્યંત ત્યાગ કર્યો હતો. સ્થૂલ પરિગ્રહનો પાવજીવ ત્યાગ કર્યો હતો.'
હવે આ અનશન-સમયે અમે શ્રમણ ભગવાન મહાવીરની પાસે [ભાવથી પુનઃ જીવનપર્યત આ બધાં પ્રત્યાખ્યાન કરીએ છીએ. આ જ રીતે પ્રભુ વીરની સાક્ષીએ સમસ્ત ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પર-પરિવાદ, રતિ-અરતિ, માયા-મૃષાવાદ તથા મિથ્યાત્વશલ્ય - આ અઢાર પાપસ્થાનકોનો અકરણીય અશુભ યોગોનો ત્યાગ કરીએ છીએ.
સમગ્રતયા અશન-પાન-ખાદિમ-સ્વાદિમ – આ ચાર આહારનો યાવજીવ ત્યાગ કરીએ છીએ.
ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ પોતાનું શરીર અધિક પ્રિય હોય છે. હવે એ શરીર પર કોઈ પણ ઉપસર્ગ-પરિસહ આવે તેને અંતિમ શ્વાસ સુધી સમતાભાવે સહન કરીશું.
આ પ્રમાણે સંલેખના કરી, અનશન સ્વીકારી તૂટેલા વૃક્ષની જેમ નદીની માટીના સંથારા પર નિચ્ચેટ થઈને સૂઈ ગયા. ગંગાના કિનારે પથરાયેલી ભીની રેતીના પટ પર ૭૦૧ યોગીપુરુષ શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં નિમગ્ન બની ગયા.
કાળના સમયે મહાકાળ આવી ગયો. અંબડ પરિવ્રાજક સાથે સાતસો તાપસ સમાધિમૃત્યુ પામીને “બ્રહ્મદેવલોક' માં ઉત્પન્ન થયા.
અંબડ પરિવ્રાજકનો વૃત્તાંત પપાતિક મૂત્ર સરક-મૂત્ર ૪૦માં આવે છે, તેમજ ભગવતીસૂત્ર સટીક શતક-૧૪, ઉદ્દેશ ૮, સુત્ર પર૯માં પણ આવેલ છે.)
સુલાસા
૨૫૩
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आचार्य श्री भद्रगुप्तसूरि (प्रियदर्शन) रचित व सर्जित साहित्य और विश्वकल्याण प्रकाशन, महेसाणा द्वारा प्रकाशित उपलब्ध पुस्तकें (अब श्री महावीर जैन आराधना केन्द्र, कोबातीर्थ से उपलब्ध व प्रकाश्यमान)
हिन्दी पुस्तकें प्रवचन १. पर्व प्रवचनमाला
२५.०० २-४. श्रावकजीवन (भाग २, ३, ४)
१५०.०० शांतसुधारस (भाग १)
५०.०० कथा-कहानियाँ शोध-प्रतिशोध (समरादित्य : भव-१)
३०.०० द्वेष-अद्वेष (समरादित्य : भव-२)
३०.०० विश्वासघात (समरादित्य : भव-३)
३०.०० वैर विकार (समरादित्य : भव-४)
५०.०० स्नेह संदेह (समरादित्य : भव-६)
५०.०० संसार सागर है
३०.०० प्रीत किये दुःख होय
५०.०० व्रतकथा
१५.०० कथादीप
१०.०० फूलपत्ती
८.०० छोटी सी बात
८.०० १२. कलिकाल सर्वज्ञ
२५.०० १३. हिसाब किताब
१५.०० १४. नैन बहे दिन रैन
३०.०० सबसे ऊँची प्रेम सगाई
३०.०० तत्त्वज्ञान ज्ञानसार (संपूर्ण)
५०.०० * समाधान
५०.०० मारग साचा कौन बतावे
३०.०० पीओ अनुभव रस प्याला
२०.०० __ शान्त सुधारस (अर्थ सहित)
१२.०० मोती की खेती
५.०० प्रशमरति (भाग - २)
२५.००
૨૫૪
સુલાસા
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निबंध : मौलिक चिंतन स्वाध्याय
રૂ૦ ૦૦ २. चिंतन की चाँदनी
રૂ૦.૦૦ ३. जिनदर्शन
૧૦.૦૦ शुभरात्रि
૬.૦૦ ૬.
सुप्रभातम् વનો નિg (વિત્ર) ૧-રૂ. વિજ્ઞાન સેટ (રૂ પુરત)
ર૦.૦૦ ગુજરાતી પુસ્તકો પ્રવચનો ૧-૪. ધમ્મ મરણ પવન્જામિ ભાગ ૧ થી ૪
૨00.00 પ-૭. શ્રાવક જીવન ભાગ ૨, ૩, ૪
૧૫૦.00 ૮-૧૦, શાંત સુધારસ ભાગ ૧ થી ૩
૧૫0.00 ૧૧. પર્વ પ્રવચનમાળા
૫૦.૦૦ ૧૨. મનને બચાવો
૧૫.00 કથા-વાર્તા સાહિત્ય ૧૩-૧૫.*સમરાદિત્ય મહાકથા ભાગ ૧ થી ૩
૪૦૦.૦૦ *પાંપણે બાંધ્યું પાણિયારું
૪૦.૦૦ ૧૭. *પ્રીત કિયે દુ:ખ હોય
ડી.-૧૬૫-૦૦/જ.-૬૦.૦૦ ૧૮. એક રાત અનેક વાત
૩0.00 ૧૯. નીલ ગગનનાં પંખેરુ
૩૦.૦૦ ૨૦. મને તારી યાદ સતાવે
૩૦.૦૦ ૨૧. દોસ્તી
રપ.૦૦ ૨૨. સર્વજ્ઞ જેવા સુરિદેવ
૩૦.૦૦ ૨૩. અંજના
૨૦.૦૦ ૨૪. ફૂલ પાંદડી
૮.૦૦ ૨૫. વ્રત ધરે ભવ તરે
૧૫.૦૦ ૨૬, શ્રદ્ધાની સરગમ
૩૦.૦૦ ૨૭. શોધ પ્રતિશોધ
૩૦.૦૦ ૨૮. નિરાંતની વેળા
૨૦.૦૦ ૨૯. વાર્તાની વાટે
૨૦.૦૦ ૩૦. વાર્તાના ઘાટે
૨૦.૦૦ ૩૧. હિસાબ કિતાબ
૨૦.૦૦
સુલાસા
૨૫૫
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦.CO
૩૨. રીસાયેલો રાજકુમાર
૨૦.00 ૩૩. સુલતા.
પ૦.૦૦ ૩૪-૩૬ *જૈન રામાયણ ભાગ-૧ થી ૩ ડી.-૪૬પ-૦૦જ.-૧૯૫.૦૦ તત્ત્વજ્ઞાન-વિવેચન ૩૭. મારગ સાચા કૌન બતાવે
30.00 ૩૮. સમાધાન
૪૦.૦૦ ૩૯. પીઓ અનુભવ રસ પ્યાલા ૪૦. *જ્ઞાનસાર
ડી-૨૨૦-૦૧૪.૧ ૧૫.૦૦ ૪૧. *પ્રશમરતિ
ડી.-૩૦૧-૦૦૪-૧૧૫.00 મૌલિક ચિંતન નિબંધ ૪૨. હું તો પલ પલમાં મુંઝાઉં
30.00 ૪૩. તારા દુ:ખને ખંખેરી નાંખ
૪૦.00 ૪૪. ન ખ્રિયતે
૧૦.૦૦ ૪૫. ભવના ફેરા
૧૫.૦૦ ૪૬. જિનદર્શન (દર્શન વિધિ)
૧૦.૦૦ ૪૭. માંગલિક (નિત્ય સ્વાધ્યાય)
૮.૦૦ ૪૮. સ્વાધ્યાય
૩૦.૦૦ ૪૯. તીર્થયાત્રા
૮ 00 ૫૦. ત્રિલોકદર્શન
૨૫.૦૦ ૫૧, લય-વિલય-પ્રલય
૫૦.૦૦ ૫૨. સંવાદ
૪૦.૦૦ ૫૩. હું મને શોધી રહ્યો છું
૪0.00 ૫૪. હું તને શોધી રહ્યો છું
૪૦.૦૦ બાળકો માટે રંગીન સચિત્ર પ૫, વિજ્ઞાન સેટ (૩ પુસ્તકો)
૨૦.૦૦ વિવિધ ૫૬. ગતગંગા (ગીતો)
૨૦.GO ૫૭. સમતા સમાધિ
પ.૦૦ English Books The Way Of Life [Part 1 to 4]
160.00 Jain Ramayana [Part 1 to 3].
130.00 Bury Your Worry
30.00 Children's 3 Books Set
20.00 A Code of Conduct
6,00 The Treasure of mind
5.00 *The Guide Lines Of Jainism
60.000 * श्री महावीर जैन आराधना केन्द्र, कोवा द्वारा पुनः प्रकाशित ૨૫૩
સુલતા
dmitrion
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा तीर्थ Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kendra Koba Tirth, Gandhinagar-382 007 (Guj.) INDIA Website : www.kobatirth.org E-mail: gyanmandir@kobatirth.org ISBN 81-89177-17-6 ARYA GRAPHICS 209925801930 For Private And Personal Use Only