________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીડી લીધા. સમ્રાટને એક અજગરે સસલાના બચ્ચાની જેમ પોતાના અંકમાં દબાવી દીધો હતો. માથા પરથી મુગટ સરીને મેદાનની ધૂળમાં ગબડી પડ્યો હતો. જલ વિના માછલી તરફડે તેમ સમ્રાટ એની પકડમાંથી છૂટવા તરફડતા હતા. પરંતુ જેમ જેમ એ છૂટવાના પ્રયત્ન કરતા હતા તેમ તેમ અજગર પોતાની ભીંસ વધારતો જતો હતો. બંને ઘાસમાં ગડથોલિયાં ખાતા હતા. મૃત્યુના ભયથી મહારાજા “બચાવો...બચાવો..'ની ચીસ પાડતા હતા. દાંત કરડતા હતા. પોતાના હાથમાં રહેલા બાણની ધારદાર અણી અજગરના દેહમાં સપસપ ઘોંચતા હતા. મૃત્યુના પાશમાંથી છૂટવા સમ્રાટ પગ પછાડતા બરાડા પાડતા હતા.
આટલા મહાન શક્તિશાળી સમ્રાટને આ અજગરે જોતજોતામાં લાકડીની ભારીની જેમ પોતાના પાશમાં જકડી લીધો હતો. જીવનની આશા છોડી દઈ શ્રેણિક ગગનભેદી હૃદયવિદારક આખરી ચીસો પાડી ઊઠ્યા, અંતે થાકીને મૂર્ણા ખાઈને ઢળી પડ્યા. હું વામદેવ...
દિમૂઢ બની મેં અજગર તરફ જોયું. ત્યાં કેવળ ચંચળતા હતી, ભક્ષ્ય માટે તડપતી! મારી પાસે બાકી રહેલાં બાણ સિવાય કોઈ શસ્ત્ર ન હતું. હું બેબાકળો બની ગયો. હાથમાં માથું પકડી વિચાર કરતો એક શિલા પર બેસી પડ્યો. સંધ્યા નમતી હતી. એક એક પળ મહત્ત્વની હતી. મને શસ્ત્રકલામાં ગુરુ માનનારા મારા પ્રિય સમ્રાટ આજે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા હતા.
હું સફાળો ઊભો થયો. હાથમાંથી ધનુષ્ય ફેંકી દઈ, મેં અજગર સહિત મહારાજાને ઊંચકીને મારે ખભે મૂક્યા. આ પાણીદાર અજગરનો સ્પર્શ એટલે સાક્ષાત્ મૃત્યુ મૃત્યુ કેવા અવનવાં રૂપ ધારણ કરી જીવન પાછળ આદુ ખાઈને પડે છે! એ જન્મ-મરણનું ૯૬ ખભે ઊંચકીને, અસ્ત પામતાં કિરણોમાં ટેકરી પરથી, જાતને જાળવતો નીચે ઊતરવા લાગ્યો. અડગપણે મેદાનમાં ચાલતો ચાલતો હું આગળ જઈ રહ્યો હતો. ઘોડેસવારો દૂરથી દેખાતા હતા. ગમે તેમ કરીને એમના સુધી પહોંચવું જરૂરી હતું.
હું ખભે કંઈક ઊંચકીને આવું છું એ જોઈને કોઈ મોટો શિકાર હશે.” એમ સમજીને મેદાનમાં એકત્રિત થયેલા બધા ઘોડેસવારો હાથ ઊંચા કરી આનંદથી કિકિયારી કરતા નાચી ઊઠ્યા. પરંતુ હું એમની નજીક પહોંચ્યો ત્યારે તેઓ આંખ ફાડીને મને જોઈ જ રહ્યા! તેઓ ઘોડાઓ ઉપરથી ઊતરી
સુલાસા
૬૭
For Private And Personal Use Only