________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે ખરી? જ્યારે બત્રીસ પુત્રીનો જન્મ થયો. એ નાના બાળકોના કિલકિલાટથી જ્યારે હવેલી ગુંજતી હતી, અમે પતિ-પત્ની આનંદવિભોર હતાં, ત્યારે શું અમને કલ્પના પણ હતી કે યુવાનીના આંગણે પગલાં પાડીને...એ પુત્રો એકસાથે મૃત્યુ પામી જશે? ખરેખર, જિંદગી એ સારાનરસા અનુભવોનું વિચિત્ર મિશ્રણ છે. એમાં આભાસી વિજય અને પરાજયો છે. વિજયની પાછળ પરાજય પગ દબાવીને આવતો હોય છે.
ખેર, હવે મારે તો ગૃહસ્થ ધર્મના વ્રતો-નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરવું જ રહ્યું અને સારથિના તન-મનને સાચવવાનાં રહ્યાં. હવે મને આ સંસારનાં કાલ્પનિક-મિથ્યા સુખોનું કોઈ આકર્ષણ રહ્યું નથી. હવે તો મારે આ ભવ અને પરભવને ઉજ્જવલ કરવાનો જ પુરુષાર્થ કરવો છે.
સુલસાના મુખ પર સ્મિતનાં સૂરજમુખી ઝળહળવા લાગ્યાં. એના હૈયામાં સળગતો જ્ઞાનનો દીવો વિશેષ પ્રજ્વલિત થયો.
ભગવંતને વંદના કરી. કુશલપૃચ્છા કરી નાગ સારથિ સાથે સુલસા ઘેર આવી.
સંબંધનો પાયો શ્રદ્ધામાં હોય છે. શ્રદ્ધામાં શંકાને સ્થાન નથી હોતું. પ્લાસ્ટિકનાં ફૂલ બહારથી રૂપાળાં હોય છે, પણ હુંફાળા નથી હોતાં. બે વાસણ સાથે હોય તો ખખડે, એમ પતિ-પત્ની વચ્ચે છમકલાં થાય, પણ સમરાંગણ ન થાય! એકમેકનો ભરોસો હોય તો કશું વેરવિખેર નથી થતું, પણ હેમખેમ રહે છે. સંજોગવશાત્ માણસ આકળો થઈને ઊકળી ઊઠે એ સ્વાભાવિક છે પણ એ ઉકળાટમાં લાગણીની ઉષ્મા હશે તો ભડકો નહીં થાય. સંબંધો મહત્ત્વના હોય છે. જીભાજોડી નહીં. જે વ્યક્તિને પોતાના સાથે મેળ ન હોય એનો મનમેળ બીજે થવો શક્ય નથી.
તર્કના તરાપા પર તરવાનો પ્રયત્ન કરનારે સંબંધોના સઢ પર ભરોસો રાખવો જોઈએ. “વહાણ વિશ્વાસે ચાલે છે.” એ કહેવત સાચી પાડવી હોય તો આપણો શ્વાસ પણ વિશ્વાસ પર ચાલવો જોઈએ! નાગ સારથિને સુલસા પર એવો વિશ્વાસ હતો. સુલતાને નાગ સારથિ પર પૂર્ણ ભરોસો હતો.
જ્યારે લગ્ન પછી કેટલાંક વર્ષો સુધી પુત્રપ્રાપ્તિ ન થઈ, નાગની પુત્રેચ્છા પ્રબળ હતી ત્યારે સુલતાએ નાગને બીજી કન્યા સાથે લગ્ન કરી લેવા કહ્યું હતું. પરંતુ નાગે ઘસીને ના પાડી હતી. “મારે પુત્ર જોઈએ છે, પણ તારાથી
૧૫૪
સુલાસા
For Private And Personal Use Only