________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ જોઈએ છે. બીજી સ્ત્રી નથી જોઈતી!' આનાથી વધીને શ્રદ્ધા.. પ્રેમ... ભરોસો બીજો કયો હોઈ શકે? અને સુલસા પણ પતિની ઇચ્છાપૂર્ણ કરવા કેટલું ઝઝૂમી હતી. તપ-ત્યાગ, જાપ-ધ્યાન-ઉપાસના...બધું કરીને દેવને પ્રસન્ન કર્યા હતા! અને દેવીકૃપા પ્રાપ્ત કરી. બત્રીસ પુત્રોને જન્મ આપી, પતિના મનને આનંદ-ઉલ્લાસથી ભરી દીધું હતું.
કોઈ માણસ એક ક્ષણે આપણને ન ગમે પણ બીજી ક્ષણે વિચાર કરતાં એના સારા ગુણો યાદ આવી શકે છે. દરેક માણસમાં બધું ગમવા જેવું નથી હોતું અને બધા માણસની દરેક ખાસિયત ધિક્કારવા જેવી પણ નથી હોતી. માણસના ગમા-અણગમાની સતત ચાલતી વારાફેરીનો સ્વીકાર કરી લઈએ તો બધા લોકો સાથે મનમેળ રહી શકે.
અણબનાવનું મૂળ અણગમામાં હોય છે. સુલતાને નાગ સારથિ પ્રત્યે અણગમો ન હતો. નાગ સારથિને સુલસા પ્રત્યે અણગમો ન હતો. પછી અણબનાવને અવકાશ જ ક્યાં રહે છે?
જોકે માણસે દરેકને કાયમ પ્રેમ કરવો જ જોઈએ એવી વાત માની શકાય નહીં. એવી વાત માનવી એ જાતને છેતરવા જેવી છે. પ્રેમ પરાણે કરાતો નથી. ચાહત કે સ્નેહ કાયમી હોય તો એની કિંમત પણ રહેતી નથી! પ્રેમીના ગમા અને અણગમાં બંને પ્રત્યે માન જોઈએ! હૃદયની આદત છે પ્રેમ કરવાની પ્રેમનું અમીરસ બનીને વહેવું એટલે જ હૃદય! આવા હૃદયમાં વિલસે છે આનંદ!
આપણા મનને, મિજાજને, ઇચ્છાને, અણગમાને સાંભળવા થોભવું પડે, પણ એના ઈશારે નાચી શકાય નહીં. સૂર્યના ઉદય વખતે જે ક્ષણ છે, તે અસ્ત ભણી દોરી જાય છે. દરેક ક્ષણ સાંજ છે! આમ છતાં સૂર્ય પ્રેમરૂપી પ્રકાશ આપે છે, એમ આપણે આથમવાની ક્ષણ આવે તે પહેલાં પ્રત્યેક પળે પ્રેમની આભા પ્રગટાવીએ! લાગણીથી પ્રેમ શોભે છે એવી જ રીતે પ્રેમથી લાગણી શોભે છે. પાણીથી કમળ અને કમળથી પાણી શોભે છે.
સુલસાથી નાગ સારથિ સંતુષ્ટ છે. નાગ સારથિથી સુલસા પરિતૃપ્ત છે!
સુલાસા
૧૫૫
For Private And Personal Use Only