________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. એ હવે પાછા આવવાના જ નથી. પોતપોતાનાં કર્મોના અનુસારે તેઓ તે તે ગતિમાં જન્મ પામ્યા હશે. હવે તમે કલ્પાંત ન કરો. આ સંસારને એક ઇન્દ્રજાળ જ સમજો.
હું તમને ભગવાન અજિતનાથના સમયની - એક વાર્તા કહું છું. અજિતનાથના ભાઈ હતા સગર ચક્રવર્તી. સગર ચક્રવર્તીના ૬૦ હજાર
પુત્રો, અષ્ટાપદ તીર્થની રક્ષા કરવા જતાં અગ્નિકુમાર દેવની પ્રચંડ ક્રોધઆગમાં હોમાઈ ગયા. ૬૦ હજાર પુત્રો મૃત્યુ પામ્યા. આ સમાચાર સાંભળી સગર ચક્રવર્તી કેવા વિહ્વળ, શોકાકુલ અને વિષાદગ્રસ્ત બની ગયા હશે - એની કલ્પના કરો. એમને સ્વસ્થ કરવા માટે મોટા મોટા બુદ્ધિમાન મંત્રીઓએ વિવિધ ઉપાયો કર્યા હતા.
‘આ
સુબુદ્ધિ નામના એક મહામંત્રીએ ચક્રવર્તીને કહ્યું : ‘હે રાજેશ્વર, સંસાર એક ઇન્દ્રજાળ છે,' એમ સમજો. હું આપને એક કથા કહું છું. આપ શાન્તિથી સાંભળો. વિલાપ ન કરો.
આ ભરતક્ષેત્રમાં એક માયાનગરી હતી. એમાં વિદ્યાપતિ રાજા હતો. તે જિનેશ્વરોનો અનુયાયી હતો. સદાચારી હતો. પ્રજાવત્સલ હતો. મર્યાદાશીલ હતો. દયાળુ અને શીલવાન હતો. તેની કીર્તિ ચારેય દિશાઓમાં ફેલાયેલી હતી.
એક દિવસની વાત છે. રાજા રાજસભામાં રાજસિંહાસન પર બેઠા હતા, ત્યાં દ્વારપાલે રાજા પાસે આવીને, નમન કરીને વિનયપૂર્વક કહ્યું : ‘હે રાજેશ્વર કોઈ પુરુષ હાથમાં પુષ્પમાળા લઈને આવ્યા છે. એ આપનાં દર્શન કરવા ઇચ્છે છે. એને આવવા દઉં?' રાજાએ આવવાની આજ્ઞા આપી.
એક પ્રતાપી પુરુષ રાજસભામાં પ્રવેશ્યો. જાણે બુધ સૂર્યમંડલમાં પ્રવેશ કરે, તેમ તેણે રાજસભામાં પ્રવેશ કર્યો. તેણે પુષ્પમાળા રાજાને અર્પણ કરી. યોગ્ય આસને તે બેઠો. રાજાએ જરા ભ્રકુટી ઊંચી કરી, હાસ્યથી હોઠ ફૂલાવી પ્રેમથી પૂછ્યું : ‘હૈ દ્વિજશ્રેષ્ઠ, તમારો પરિચય આપશો?'
બ્રાહ્મણે નમસ્કાર કરી વિનયથી પ્રત્યુત્તર આપ્યો. ‘હે રાજેશ્વર, જળનો આધાર જેમ સમુદ્ર હોય છે, ને તેજનો આધાર સૂર્ય હોય છે, તેમ સર્વે મનુષ્યોના તમે આધાર છો. આપે મારો પરિચય પૂછ્યો, માટે નમ્રપણે કહું છું કે હું ચારેય વેદોને જાણું છું. ધનુર્વિદ્યા વગેરેમાં ગુરુઓનો પણ ગુરુ છું. સર્વ પ્રકારની કારીગરીમાં પ્રત્યક્ષ વિશ્વકર્મા સમાન છું. ગાન-જ્ઞાન-નૃત્ય આદિ કળાઓમાં સાક્ષાત્ દેવી સરસ્વતીતુલ્ય છું! રત્ન-મણિ-માણેકના
સુલસા
For Private And Personal Use Only
૧૩૧