________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહારમાં મોટા મોટા વેપારીઓના પિતાના સ્થાને છું! વાણીવિલાસમાં મોટામોટા ભાટ-ચારણોનો હું ઉપાધ્યાય છું! બાકી તરણસ્પર્ધા વગેરે કળાઓમાં મારી કુશળતા અદ્વિતીય છે, પરંતુ અત્યારે તો હું એક માત્ર ઇન્દ્રજાળના પ્રયોગ માટે આપની પાસે આવ્યો છું.
ઇન્દ્રજાળમાં હું આપને અહીં બેઠાં બેઠાં અતિ સુંદર ઉદ્યાનો બતાવી શકું છું. વસંત, ગ્રીષ્મ, શિશિર આદિ ઋતુઓનું પરિવર્તન કરીને બતાવી શકું છું. આકાશમાં ગંધર્વોનાં ગીત-સંગીત પ્રગટ કરી શકું છું. ક્ષણમાત્રમાં હું અદશ્ય થઈ, પુનઃ દૃશ્યમાન થઈ શકું છું. ખેરના સળગતા અંગારા મીઠાઈની જેમ ખાઈ શકું છું. તપેલા લોઢાના ટુકડા સોપારીની જેમ ચાવી જઈ શકું છું. તમે કહો તે જલચર, સ્થલચર કે ખેચર જીવોનાં રૂપ કરી શકું છું. હું દૂરથી પણ ઇચ્છિત વસ્તુ અહીં લાવી શકું છું. પદાર્થોનાં વર્ણ-રૂપ તત્કાલ બદલી શકું છું! આવા બીજા અનેક આશ્ચર્યકારી જાદુ-પ્રયોગો બતાવી શકું છું. તમે મારો કલા-વૈભવ જોઈને જીવન સફળ કરો, અને મને કૃતાર્થ કરો!'
રાજાએ જરા નફરતભર્યા સ્વરે કહ્યું : “હ કલાકાર! પરમાર્થને પામવાની યોગ્યતાવાળા તારા આત્માને તેં આવી ક્ષુલ્લક કળાઓ પ્રાપ્ત કરવામાં કદર્શિત કર્યો છે. તારી આ તુચ્છ વિદ્યાઓ-જાદુઓ જોનાર પુરુષોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય! આ તો, જેમ ઉંદર પકડવા કોઈ મૂળમાંથી પહાડ ખોદે, માછલાં પકડવા કોઈ આખું સરોવર સૂકવી નાંખે, લાકડું મેળવવા જેમ કોઈ આમ્રવન છેદી નાંખે, ચૂનો મેળવવા જેમ કોઈ ચંદ્રકાન્ત મણિને બાળી નાંખે. શરીર પર પડેલા ઘા ઉપર પાટો બાંધવા જેમ કોઈ દેવદુષ્યને ફાડી નાખે, એક ખીલી કાઢવા માટે કોઈ મોટું દેવાલય તોડી નાંખે, તેમ શુદ્ધ ફટિક જેવા આત્માને પામવાના બદલે તું ઇન્દ્રજાળ રચી લોકોનું મનોરંજન કરવા નીકળ્યો છે? ઠીક છે, તમે બ્રાહ્મણ છો, યાચક છો, તમારે જોઈએ તેટલું ધન આપું...મારી પાસે આવેલો યાચક ખાલી હાથે પાછો જતો નથી.'
પેલો કલાકાર, રાજાના શબ્દો સાંભળી ભીતરમાં સમસમી ઉઠશો, છતાં શાન્ત સ્વરે તેણે કહ્યું : “હું આંધળો, લૂલો લંગડો કે નપુંસક નથી. હું દયાપાત્ર નથી. તમે દાન આપવામાં કલ્પવૃક્ષ સમાન છો, પણ હું મારી કળા બતાવ્યા વિના દાન લઈશ નહીં. આપને મારા નમસ્કાર!' એમ કહીને એ ઇન્દ્રજાલિક રાજસભામાંથી બહાર નીકળી ગયો. થોડા દિવસો વીત્યા. એ જ ઇજાલિક બ્રાહ્મણનો વેશ કરીને હાથમાં
૧૩૨
સુલાસા
For Private And Personal Use Only