________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભેટ લઈને એ જ રાજાની રાજસભાના દ્વારે આવીને ઊભો. રાજાની આજ્ઞાથી દ્વારપાલે તેને રાજસભામાં પ્રવેશવાની સંમતિ આપી.
રાજાની સામે ઊભા રહી, બંને હાથ ઊંચા કરી આશીર્વાદના વેદમંત્રો બોલ્યો. રાજાએ એની સામે કૃપાદૃષ્ટિથી જોયું. તે આસન પર બેઠો. રાજાએ પૂછયું : “તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો?”
બ્રાહ્મણે મસ્તકે અંજલિ જોડીને કહ્યું : “હે મહારાજા, હું નૈમિત્તિક છું. મૂર્તિમંત જ્ઞાનસમાન સદ્ગુરુની ઉપાસનાથી હું આઠ અધિકરણીના ગ્રંથ, ફળાદેશના ગ્રંથ, જાતક અને ગણિતના ગ્રંથો જાણું છું. આ બધા ગ્રંથો મને કંઠસ્થ છે. હે રાજન, તપ સિદ્ધ યોગીની જેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન અર્થને હું સારી રીતે કહી આપું છું.”
રાજા વિદ્યાપતિએ કહ્યું : “હે દ્વિજ શ્રેષ્ઠ, વર્તમાન સમયમાં તરત જ જે કાંઈ નવીન થવાનું હોય તે કહો. કારણ કે તો જ તમારા જ્ઞાનની અમને પ્રતીતિ થાય.'
મહારાજા, આજથી સાતમે દિવસે સમુદ્ર પૃથ્વીનો પ્રલય કરશે. સમગ્ર જગત સમુદ્રમાં ગરકાવ થઈ જશે.”
રાજા આ કથન સાંભળીને ક્ષોભ પામ્યો. વિસ્મય પામ્યો. રાજાએ પોતાની રાજસભામાં બેઠેલા નૈમિત્તિકો સામે પ્રશ્નાર્થ દૃષ્ટિએ જોયું. નૈમિત્તિકો પેલા નવાગજુક બ્રાહ્મણ નૈમિત્તિકની સામે ઉપહાસ કરતાં બોલ્યા : “હે સ્વામી, આ કોઈ નવો જોષી થયેલો લાગે છે! અથવા એના જ્યોતિષશાસ્ત્રો નવાં લખાયા લાગે છે! તેથી જ એ “જગતનો પ્રલય થશે” એવું અશ્રાવ્ય વચન બોલે છે. જે જ્યોતિષશાસ્ત્રો છે તે બધાં જ તીર્થકરોના શિષ્ય ગણધરોએ રચેલી દ્વાદશાંગીના આધારે જ બનેલાં છે. તે પ્રમાણે વિચારતાં આવું પ્રલયનું અનુમાન થતું નથી. સૂર્ય, મંગળ આદિ ગ્રહોના આધારે પણ અમે પ્રલયની વાત માની શકતા નથી. જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર ક્યારે પણ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. હા, આકાશમાંથી કોઈ નવો સમુદ્ર ઊતરી આવે કે પૃથ્વીમાંથી નવો સમુદ્ર પ્રગટ થાય અને પ્રલય થાય તો ભલે!
મહારાજા, આ નવાગંતુક નૈમિત્તિક બહુ સાહસિક લાગે છે અથવા પિશાચાધિષ્ઠિત હોવો જોઈએ. મત્ત કે ઉન્મત્ત લાગે છે...સ્વભાવથી વાચાળ લાગે છે અથવા એ અકાળે જ્યોતિષશાસ્ત્ર ભણ્યો હશે! કેવો ઉછૂખલ છે, કેવું ઢંગધડા વિનાનું બોલે છે? મહારાજા, આપ તો મેરુપર્વત જેવા સ્થિર
સુલતા
૧૩૩
For Private And Personal Use Only