________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હું મગધસમ્રાટ કોણિક છું.
રાજગૃહવાસીઓ મારાથી ગભરાય છે. જગતમાં હોય ન હોય એવા સર્વ દુર્ગુણોનું જીવતુંજાગતું પૂતળું એટલે હું! અહંકારનું એક મોટું વટવૃક્ષ એટલે હું! મારી આંખોમાં જગતને ભસ્મીભૂત કરનારો મહાભયંકર અગ્નિ વસે છે. આ નગરવાસીઓની માન્યતા છે. એમની બોલચાલ પરથી મને અનેકવાર પ્રતીતિ થઈ છે.
૧૯૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ મારા મતે જગતમાં ફક્ત એક જ સદ્ગુણ શ્રેષ્ઠ છે. જગતમાં ફક્ત એક જ કલ્પના ચિરંતન છે, શાશ્વત છે! આ જગત અત્યાર સુધી ફક્ત એક જ સદ્ગુણને નમે છે અને તે છે બળ! બળ વિનાનો માણસ એટલે મૂળ વિનાનું વૃક્ષ અને મૂઠ વિનાની તલવાર! બળ! માત્ર બાહુબળ જ નહીં, બુદ્ધિબળ અને બાહુબળનો સમન્વય. હું આવા બળને મહત્ત્વ આપું છું. આવો બળવાન પુરુષ આકાશને ચીરી તારાઓનાં હીરા-માણેક પૃથ્વી પર ઉતારી શકે છે. હું એવા બળવાનનો પૂજક છું, તેથી લોકો મને ઘમંડી ગણે છે. અહંકારી અને પિતૃઘાતક માને છે. સમસ્ત રાજગૃહીમાં સૌ મારી પીઠ પાછળ નિંદા કરે છે. પણ કાયરો આથી વિશેષ શું કરી શકે? મને એની ૫૨વા નથી. કેમ કે હું સારી રીતે જાણું છું કે જગતમાં નમીને ચાલનારા અને સૌથી દબાનારા લોકોને સૌ નિર્બળ અને કાયર સમજે છે. જેનામાં પુરુષાતન નથી તે પુરુષ જ નથી. સંયમ, સહનશક્તિ, ઉદારતા, ત્યાગ, સહિષ્ણુતા આ સર્વ સદ્ગુણો સુંવાળા સંગેમરમરના મંદિરમાં પેટાવેલી અગરબત્તીની સુગંધ સમા છે. સારા તો લાગે, પણ વાસ્તવમાં નર્યા જડ પોકળ શબ્દો! નિરર્થક પુરાણ! કારણ કે જીવન એવું મંદિર નથી. તે એક નિરંતર પ્રજ્વલિત યજ્ઞકુંડ છે. જન્મમૃત્યુના શ્વાસોચ્છવાસથી ધબકતું તે એક રણાંગણ છે અને રણાંગણમાં એક જ વાત મુખ્ય હોય છે અને તે સામર્થ્ય! બળ! બળમાંથી પ્રગટતું સાહસ! આ વાત જે સ્થિતિપ્રિય હોય તે ન સ્વીકારે, ગતિપ્રિય હોય તે સ્વીકારે. મેં જીવનભર બળ અને સાહસનું અવલંબન લીધું છે. દઢતાથી
સુલસા
For Private And Personal Use Only