________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયો. તો પણ કોઈ કોઈ વાર એના પિતાની શય્યા, આસન, શસ્ત્ર વગેરે જોતાં એના હૃદયમાં પિતાની યાદ આવવા લાગી અને વારંવાર હેકમગ્ન રહેવા લાગ્યો. તેને લાગ્યું કે, “હું હવે રાજગૃહીમાં નહીં રહી શકું. અહીં રેતીના એક-એક કણ સાથે, એક-એક વસ્તુ સાથે પિતાની યાદ રહેલી છે. માટે હવે મારે બીજું નગર વસાવવું જોઈએ.”
તેણે વાસ્તુવિદ્યામાં પારંગત પુરુષોને નગરને યોગ્ય ભૂમિ શોધવા મોહ્યા. ફરતાં ફરતાં તેમણે એક સ્થળે ચંપકનું મોટું વૃક્ષ જોયું. વાસ્તુશાસ્ત્ર-વિશારદો વિચારવા લાગ્યા : “આ વૃક્ષ કોઈ ઉદ્યાનમાં નથી, અહીં પાણી નથી, નીચે કચરામાં પણ પાણી નથી. તો પછી આ વૃક્ષ અભુત કેવી રીતે ખીલ્યું હશે? આની શાખાઓ કેટલી વિશાળ છે? પત્રલતા કેવી અદ્ભુત છે! નવાં પલ્લવો કેવાં ખીલ્યાં છે? પુષ્પોની સુગંધ કેવી આવે છે! કેવી સરસ શીતળ છાયા છે! અહો, આની નીચે વિશ્રામ કરવાની કેવી મજા છે!
“આ વૃક્ષને કેન્દ્રમાં રાખી નવું નગર અહીં વસાવવું જોઈએ.” વાસ્તુશાસ્ત્ર-વિશારદોએ કોણિકની પાસે જઈને બધી વાત કરી. હું પાસે જ બેઠી હતી. તેણે મારી સામે જોયું. મેં પણ સંમતિ આપી.
ચંપક વૃક્ષના નામથી “ચંપા' નામની નગરી વસાવવાનું કામ તાબડતોબ શરૂ થઈ ગયું છે. રાજમહેલો તૈયાર થઈ જશે એટલે મગધની રાજધાની ચંપા બનશે.' ચેલણાએ વાત પૂરી કરી. સુલતા વિચારોના વાવાઝોડામાં આથડતી પોતાના ઘેર પહોંચી.
સુલાસા
૧૯૧
For Private And Personal Use Only