________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું તો ચેલણાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. મેં પૂછયું : “પછી શું થયું?”
કોણિકે પુત્ર દાસીને સોંપી દીધો. પૂરું ભોજન ન કર્યું. હાથ ધોઈને તે ઊભો થઈ ગયો. હું મારા હાથે જ પિતાજીની બેડીઓ તોડીશ,” એમ વિચારી, હાથમાં લોહદંડ લઈ તે કારાવાસ તરફ દોડ્યો.
કારાવાસના ચોકીદારો મહારાજા પ્રત્યે અનુરાગી હતા. તેમણે દૂરથી કોણિકને લોહદંડ લઈને આવતો જોયો. તેમણે મહારાજાને વાત કરી : 'કોણિક લોહદંડ લઈને આવે છે!'
મહારાજાએ વિચાર્યું : “આજે જરૂર એ મને મારી નાંખશે.. એના કરતા હું જ વિષપાન કરીને મોતને વહાલું કરું!' તેમણે વીંટીમાં ભરેલું તાલપુટ ઝેર જીભ ઉપર મૂકી દીધું. તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું.
કોણિકે મહારાજાને મૃત્યુ પામેલા જોયા. તે ત્યાં જ પોતાની છાતી કૂટવા લાગ્યો. કલ્પાંત કરવા લાગ્યો. પિતાના મૃતદેહને વળગીને વિલાપ કરવા લાગ્ય: “હે પિતા! હું આવા ઘોર પાપકર્મથી આ પૃથ્વી પર અદ્વિતીય પાપી થયો... બહું જઈને પિતાને ખમાવું...” આ મનોરથ પણ પૂર્ણ ન થયો. પિતાજી! તમારી કૃપાનાં વચનો તો ઘણાં સાંભળ્યાં, પણ તિરસ્કારભરેલું એક વચન પણ સાંભળવા ન મળ્યું. કેવું મારું દુર્ભાગ્ય? હવે મારે જીવનનો કોઈ અર્થ નથી. હવે મારે મરવું જ જોઈએ. આગમાં સળગીને મરું કે પાણીમાં ડૂબીને મરું... ગળા પર તલવાર ચલાવીને મરું કે પર્વત પરથી પૃપાપાત કરીને મરું...'
હા, કોણિક મરવા તૈયાર થયો. પરંતુ મંત્રીઓએ એને ખૂબ સમજાવ્યો. મહારાજાના દેહનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો.
દિવસે દિવસે ઘણા શોક-વિલાપથી દેહ ક્ષીણ બનવા લાગ્યો. જાણે ક્ષયનો રોગ થયો હોય, મંત્રીઓ ચિંતા કરવા લાગ્યા : ‘જરૂર આપણો આ રાજા અત્યંત શોકથી મૃત્યુ પામશે. રાજ્ય વિનાશ પામશે.”
મંત્રીઓ બુદ્ધિમાન હતા. તેમણે એક ઉપાય શોધી કાઢ્યો. એક જીર્ણ તામ્રપત્ર ઉપર લખાણ કર્યું કે “પુત્રે આપેલા પિંડાદિક મૃત પિતા પણ મેળવી શકે છે. પછી એ તામ્રપત્ર કોણિકને વાંચી સંભળાવ્યું. રાજાએ એ વાત સત્ય માની અને પિતાને પિંડાડિદાન આપ્યું. “મારા આપેલા પિંડાદિકને મારા મૃત પિતા ભોગવે છે,' આવી મૂઢ બુદ્ધિથી ધીરે ધીરે કોણિક સ્વસ્થ
૧૯૦
સુલાસા
For Private And Personal Use Only