________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૌતમસ્વામીએ કહ્યું : “હે દેવી, અત્યારે સર્વે ગ્રહો, નક્ષત્રો, શકુનો પ્રસન્ન છે. તું તારા હૃદયમાં ત્રિભુવનનું મંગલ કરનારા જિનેશ્વર ભગવંતને, વીર પ્રભુને તારા હૃદયમાં ધારણ કર, અને ચારેય આહારના ત્યાગરૂપ, જિનશાસનમાં જેનો અતિ મહિમા છે એવા અનશન વ્રતનો વિધિપૂર્વક સ્વીકાર કર.”
સુલસા ગદ્ગદ્ સ્વરે બોલી : “હે પ્રભો! આપે મારા પર પરમ અનુગ્રહ કર્યો. આપ મને વિધિપૂર્વક અનશન કરાવો.'
શ્રી ગૌતમસ્વામીએ સુલસાને અનશન-વ્રત આપ્યું. સુલસાની પાસે બે પ્રાજ્ઞ આર્યાઓને મૂકી અને તેઓ ગુણશીલ ચૈત્યમાં પધારી ગયા.
સુલતાને અનશન સ્વીકાર્યો પૂર્વે જ સહોદર તુલ્ય અંબડ પરિવ્રાજકની સ્મૃતિ આવી ગઈ હતી. અંબડે સુલસાને કહ્યું હતું : “હે ભગિની! જ્યારે તું વિશિષ્ટ ધર્મપુરુષાર્થ કરે ત્યારે મને યાદ કરજે. બસ, આંખો બંધ કરીને યાદ કરજે, મને સંદેશ મળી જશે, હું જરૂ૨ તારી પાસે આવી જઈશ.'
સુલસા તો આ વિચાર કરે છે, ત્યાં તો હવેલીના દ્વાર પર જટાધારી, બ્રહ્મચારી, આકાશચારી, ભગવાં વસ્ત્રધારી, પ્રભાવશાળી અંબડ પરિવ્રાજક હાથમાં ત્રિદંડ અને કમંડળ સાથે ઉપસ્થિત થયો!
હવેલીના દ્વારે ઊભેલી દાસીઓએ ભાવપૂર્વક સ્વાગત કર્યું. અંબડ અવિલંબ સુલસા પાસે પહોંચી ગયો. ત્રિદંડ-કમંડળ બાજુ પર મૂકી બે હાથે મસ્તકે અંજલિ રચી સુલસાને પ્રણામ કર્યા, અને સ્તુતિ કરી
હે દેવી, તવ નામ પાપ હરતું હોઠે ચડ્યું હેતથી, હે બહેના, શ્વેત સુહામણા પોટા સમી ઊજળી. ધ્યાન ધરો સચિનું વરસતી બ્રહ્મરંધ્ર સુધા, પ્રજ્ઞાએ નિરખ્યો પ્રભાવને ખીલી મુજ મનમંજરી. શ્રદ્ધાની પ્રતિમા તું આ જગમાં, ન ડગે તું કદી, હોયે બ્રહ્મા-વિષ્ણુ કે શંકર, તને ડગાવી ન શકે, લય પામી જતા બધા દેવો તારા સ્વરૂપમાં તું કોઈ અચિંત્ય ગૂઢ પરમા શક્તિ જગે. પ્રેમે પ્રાણ પરોવી સૂક્ષમ મતિથી સુજ્ઞ કરે આ સ્તુતિ,
૨૪૮
સુલાસા
For Private And Personal Use Only