________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગૌતમસ્વામીએ કહ્યું : ‘સુલસા, નંદીશ્વર દ્વીપ, અષ્ટાપદ, ગિરનાર, શત્રુંજય અને સમ્મેતશિખર આદિ તીર્થોની ભાવયાત્રા કર.' સુલસા બોલી : ‘પ્રભો, હું ભાવયાત્રા કરું છું.'
ગૌતમસ્વામીએ કહ્યું : 'હે વિદુષી, કોઈપણ કારણથી કુધર્મ આચર્યો હોય, બીજાઓનાં સત્કાર્યોમાં અંતરાય કર્યો હોય, જીવોને પાપકાર્યોમાં પ્રેરિત કર્યા હોય, પ્રમાદભાવથી દેશકથા, રાજકથા, સ્ત્રીકથા, ભોજનકથા કરી હોય...એ બધાં પાપોની આત્મસાક્ષીએ અને ગુરુસાક્ષીએ નિંદ્ય-ગર્હા કર.' સુલસા બોલી : ‘ભગવંત, એ બધાં પાપોની નિંદા-ગર્હા કરું છું.' ગૌતમસ્વામીએ કહ્યું : ‘હે ભાગ્યશાલિની, જિનમંદિર, જિનમૂર્તિ, જિનાગમ, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ સાત ક્ષેત્રોમાં તેં તારી શક્તિ મુજબ ધનનો સદ્વ્યય કર્યો હોય, દાનધર્મનું પાલન કર્યું હોય. તેં તારા જીવનમાં જે કોઈ તપશ્ચર્યા કરી હોય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*તેં જે કોઈ અનુકંપાદાન આપ્યું હોય,
જીવોને અભયદાન આપ્યું હોય,
* બીજા જીવોને ધર્મકાર્યમાં સહાય કરી હોય, કરાવી હોય, * જે પ્રભુસેવા-ભક્તિ કરી હોય,
* જે સુપાત્રદાન આપ્યું હોય.
આવાં બીજાં જે કાંઈ સત્કાર્ય તેં કર્યાં હોય, તેની અનુમોદના કર. સુલસા બોલી : ‘પ્રભો, હું અનુમોદના કરું છું.'
ગૌતમસ્વામીએ કહ્યું : ‘સંસારના લોહપિંજરમાંથી મુક્ત કરવા સમર્થ એવી શમ-સમતા-સમાધિ અને કરુણાથી સભર એવી અનિત્યાદિ બાર ભાવનાઓથી તારા મનને ભાવિત કર.'
સુલસા બોલી : ‘હે પ્રભો, હું ભાવનાઓથી મારા આત્માને ભાવિત કરું છું.' ગૌતમસ્વામીએ કહ્યું : ‘હે સુલસા, પૂર્વજન્મોમાં દેહાદિના પ્રમાદથી જે અધિકરણો આજ સુધી વોસિરાવ્યાં ન હોય, તે બધાં અધિકરણોને પાપસાધનોને અને કષાયોને વોસિરાવી દે.’
સુલસા
સુલસા બોલી : ‘પ્રભો, હું ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું.’
ગૌતમસ્વામીએ કહ્યું : ‘જે કાંઈ ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિ મન-વચન-કાયાથી કરી હોય. તેને મિચ્છામિ દુક્કડં આપ.'
સુલસા બોલી : ‘મિચ્છામિ દુક્કડં’
For Private And Personal Use Only
૨૪૭