________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છે. સુલસાએ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો. તેને મૃત્યુનો ભય ન હતો, પણ એ મૃત્યુનો સમય જાણવા ઇચ્છતી હતી. એને મૃત્યનો મહોત્સવ મનાવવો હતો. સમાધિમૃત્યુ પામવાની એની આંતર ઇચ્છા હતી.
એ પોતાના ગૃહમંદિરમાં ગઈ. વિધિપૂર્વક ભગવંતને નમસ્કાર કરી તે પ્રભુના ધ્યાનમાં બેસી ગઈ. ભાવાલોકમાં અનેકવાર એણે પ્રભુનું સાંનિધ્ય માણેલું તો હતું જ. એણે સમવસરણ જોયું. સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરને જોયા. ભાવાત્મક એકતા સાધી. શરીર રોમાંચિત થઈ ગયું. આંખોમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યાં. અંતિમ આરાધના કરી લેવાનો સંકેત મળ્યો! સમાધિમૃત્યુનો વિશ્વાસ મળ્યો! અનશન કરવાની શક્તિ મળી! તે નાચી ઊઠી...ગાવા લાગી.
૨૪૦
ના, હવે ભય નથી ! કોઈ સંશય નથી!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોતના ભૈરવી ઘોર યમદૂત છો આવે સર્વનાશી મૃત્યુ ઝપાટા ભલે તે લાવે... શાન્તિનો આ ધ્વનિ ક્યાંથી?
ભગવન્! તમારો નાદ ક્યાંથી?
મીટ માંડી રહી, શું કહું? પ્રભુ પધારો... નયન મારાં નમે હૃદય-ઉત્તાપ વિસારો. પ્રભુ તવ નામ ગુંજે. અંતરનો તાર ગૂંથે.
હજુ ગાન ગુંજ્યા કરે છે ભીતરમાં
તમે જે ગાયુંતું આત્માનું એ જ અંતરમાં મન રંગાયું રગેરગ
મારગ મારે છે સરગ
ના, હવે કોઈ ભય નથી દુનિયાનો કોઈ લય નથી...
મૃત્યુ? મૃત્યુ અંગે પ્રભુના મુખે મેં ઘણું સાંભળ્યું છે. મૃત્યુ એ અંત નથી. આત્માની એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની એક પ્રક્રિયા માત્ર છે. આત્માની ગતિનું પૂર્ણવિરામ તો સિદ્ધશિલા છે, મુક્તિધામ છે! એટલે હું તો કહું છું :
For Private And Personal Use Only
સુલસા