________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ ઉપવાસ કરવા લાગ્યા અને ભગવાન મહાવીર સાથે ગામે-ગામ, નગર-નગર વિહાર કરવા લાગ્યા. મન વિષયવિચારોમાં ન જાય તે માટે સૂત્રોનું પારાયણ અને અર્થોનું ચિંતન કરવા લાગ્યા.
ભોગેચ્છાનો, ઇન્દ્રિયવિકારોનો પરાભવ કરવા તેઓ કૃતનિશ્ચયી હતા. તેમણે મહિના-મહિનાના ઉપવાસ કર્યા. ઉપવાસોમાં તેઓ રાત્રિના સમયે ક્યારેક સ્મશાનમાં જઈ કાયોત્સર્ગ ધ્યાન કરતા, ક્યારેક કોઈ ખંડિયેરમાં કે શૂન્ય ઘરમાં જઈ ધ્યાનસ્થ દશામાં ઊભા રહેતા. ભૂખ અને તરસ સહન કરતા. વન્યજંતુઓ એમના હાથે, પગે કરડતા, તેઓ સમતા ભાવે સહન કરતા. માન-અપમાનથી તેઓ અલિપ્ત હતા. તેમને તો ભીતરની વેદમોહનીય કર્મમાંથી ઉત્પન્ન થતી કામવાસના સામે ઝઝૂમવું હતું. એ વાસના પર વિજય મેળવવો હતો.
જ્યારે તપથી, ધ્યાનથી, સ્વાધ્યાયથી...વાસનાઓ શાન્ત ન થઈ, ત્યારે મુનિરાજે, ભગવાનથી અલગ થઈ જુદો વિહાર કરવા માંડ્યો. હવે તેમને જીવસટોસટની લડાઈ કરવી હતી. એમનો જીવ ક્ષણે ક્ષણે ઘુંટાતો હતો. હૃદય કામવાસનાથી ભર્યું હતું. સામે કાળોમેશ અંધકાર હતો. વાસના અને અંધકાર! ચારે બાજુ વાસનાનાં તમરાં જોરજોરથી ત્રમત્રમ કરી રહ્યાં હતાં. એમનું મન બોલી ઊઠ્યું, “અરે, ક્યાં જાઉં? શું કરું? આ હૃદયને બાળનારી વ્યથા કોને કહું? ડગલે ને પગલે વાસનાનું ભૂત!' એમનું હૃદય વ્યાકુળ બની ગયું. હૃદયમાં સૂનકાર વ્યાપી ગયો. એકેય દિશા જડતી ન હતી. પાછળ ફરીને જોવાનું મન થતું નહોતું. એમનું હૃદય સળગતું હતું. એમના બળતા હૃદયમાંથી અનેક ઉત્તેજિત વિચારોની વાળા ઊડતી હતી. ખરેખર! જીવન એ સમરાંગણ છે.” જીવન એક દાવાનળ છે. કોઈને પણ દઝાડનારો એ દાવાનળ આજે સળગી રહ્યો છે...
અસ્વસ્થ મનના નગારા પર તડાતડ અવાજ કરનારી દાંડી ક્ષણે ક્ષણે નંદીષેણને વિષુબ્ધ કરતી હતી વિચારોના અવિરત મંથનમાંથી કેવળ એક જ નિર્ણય થયો - આત્મહત્યા!
અને એ એક અરણયમાં પહોંચ્યા. તેમણે એક વૃક્ષ નીચે ઊભા રહી, પોતાના ઉત્તરીય વસ્ત્રને ફાડી, તેનો ગાળિયો બનાવી પોતાના ગળામાં નાંખ્યો, અને બે હાથે તેણે એ ગળાને ભીંસવા માંડ્યું. તેમની આંખો ઉપર ચઢી ગઈ...ત્યાં “નંદીષેણ ઊભો રહે! નંદીષણ ઊભો રહે!” અવાજ આવ્યો
સુલાસા
For Private And Personal Use Only