________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને તેની સાથે જ ગળા પરનો ગાળિયો તૂટીને જમીન પર પડી ગયો.. સામે જ એક જ્યોત પ્રગટ થઈ! જ્યોતમાંથી એ જ દેવ પ્રગટ થયા!
નંદીષણ, હું તને મરવા નહીં દઉં...તારે વૈષયિક સુખો ભોગવવાનાં જ છે.'
દેવના આ શબ્દોએ, શબ્દઘાતે મારા આશાવાદી મનનાં ચીંથરાં ઉડાડ્યાં. કોઈએ તલવારના એક ઝાટકે મારું મસ્તક ધડથી જુદું કરી દીધું હોત તો મને આટલું દુઃખ ન થયું હોત. આટલી અસહ્ય વેદના મને ના થાત. સહનશીલતા એ સદ્દગુણ છે, પણ વિવશ સ્તબ્ધતા એ દુર્ગણ નથી? મારા તપ્ત મસ્તકની નસો તણાવા લાગી. આંખમાં યજ્ઞકુંડ પ્રવળી ઊઠ્યો. તમામ શક્તિ એકઠી કરીને હું જોરથી બરાડ્યો - હે દેવ! તમે મને કેમ રોકો છો? જન્મ દેવો એ કર્મોના હાથમાં છે પણ પુરુષાર્થ મારા હાથમાં છે. હું કામવાસનાને પરવશ થવા કરતાં મોતને વધારે પસંદ કરું છું!'
દેવે હસતાં હસતાં કહ્યું : “નંદીષેણ, હું તને મરવા નહીં દઉં! હજુ તને કહું છું. મરવાનો એક પણ ઉપાય સફળ નહીં થવા દઉં!”
નંદીષણે ઉગ્ર અવાજે કહ્યું : “ભલે, તમે દેવ છો, જે કરવું હોય તે કરજો.’ દેવ જ્યોતિમાં ભળી અદૃશ્ય થઈ ગયા. નંદીષેણ મુનિ મનોમન બોલ્યા : “હવે મને કાઈનો ઉપદેશ જોઈતો નથી.' તેઓ વૈભારગિરિ તરફ ચાલ્યા. સૂર્યાસ્તનાં દીર્ઘ સોનેરી કિરણોમાં મુનિ વૈભારગિરિનાં ઊંચાં ચડાણ ચડવા લાગ્યા. કિંશુક, પુન્નાગ, તમાલ, સાંતવાણું, કંકણી વગેરે વૃક્ષો પર બાંધેલા માળામાં પહોંચવા માટે ચિત્તર, સારંગ, લાક, ચંડોળ, ચક્રવાત આદિ પક્ષીનાં ઝુંડ પાંખો ફફડાવતાં, કિકિયારી કરતાં પાછાં ફરી રહ્યાં હતાં. ઢોળાવ પર પશુઓને ચરાવીને ગોવાળો ગાયોની ઘંટડીના નાદના તાલે વાંસળીના સૂર છેડતા હતા. એક માત્ર નંદીષેણ મુનિ સિવાય સમસ્ત સૃષ્ટિ વિશ્રામ લેવા આતુર હતી!
નંદીષેણ મુનિ પર્વતની એક પર્ણકૂટીમાં આવ્યા. પર્ણકૂટી એક શિખરની ધાર ઉપર હતી. નીચે ઊંડી ખીણ હતી. નંદીષેણે વહેલી સવારે ભગવાનનું સ્મરણ કરી ખીણમાં ઝંપાપાત કરવાનો નિર્ણય કર્યો. રાત્રિ વલોપાતમાં પસાર કરી. પ્રભાતે ભગવાન મહાવીરનું સ્મરણ કરી ઝપાપાત કર્યો. પરંતુ એ રસ્તામાં જ કોમળ હાથોમાં ઝિલાઈ ગયો...પળવારમાં પર્ણકૂટીમાં આવી ગયો. એક ખડખડાટ હાસ્ય સંભળાયું. દિવ્ય જ્યોત પ્રગટી...દેવ
૭ર
સુલાસા
For Private And Personal Use Only