________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગટ થયા!
‘અરે, તમે જ પાછા આવ્યા?'
‘હા મુનિરાજ! મેં કહ્યું છે ને હું તમને મરવા નહીં દઉં!'
મન ઉદ્વિગ્ન થઈ ગયું. મેં અરણ્ય તરફ પગ ઉપાડ્યા. બે પ્રહર વીતી ગયા હતા. દૂર ક્યાંક આગ લાગી હતી. એના ધુમાડાના ગોટેગોટા મને વૈભારગિર પરથી સ્પષ્ટ દેખાતા હતા. મને વિચાર આવ્યો કે એ આગમાં કૂદી પડીને જીવનને સમાપ્ત કરું. હું આગની પાસે ગયો, જેવો આગમાં ઝંપાપાત કરવા છલાંગ મારી, કે કોઈ તત્ત્વે મને પોતાના બે હાથમાં ઝીલી લીધો અને મને દૂર એક વૃક્ષ નીચે લઈને ઊભો કરી દીધો!
દેવ પ્રગટ થયા. એ હસતા હતા.
મારા મનમાં એક જ વિચાર દૃઢ હતો, મૃત્યુ! વાસનાથી તરફડતા જીવને સદાયના માટે શાંત કરવા એક મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ મને સૂઝતો ન હતો. મૃત્યુ! મરણમય માનસિક વેદનાનો અંત લાવનાર મૃત્યુ! સંસારનાં સઘળાં કાળાં દૃશ્યોને પોતાની શ્યામ જીભથી પચાવી જનાર મૃત્યુ! મનની આવી વ્યગ્ર દશામાં મૃત્યુ સિવાય બીજો કર્યો આરોવારો છે?
દેવ મારા વિચારો વાંચતો હતો. અવધિજ્ઞાની હતો ને! તેણે ધીરેથી મારી પીઠ પસવારીને કહ્યું : ‘નંદીષેણ, તું એક ક્ષત્રિય રાજકુમાર છે, એ તું ભૂલતો નહીં.'
‘એટલે જ કહું છું મારા દેવ, તમે મને હમણાં ને હમણાં સંસારનું સૌથી હળાહળ ઝેર લાવી આપો. મારા માટે એ જ માર્ગ છે!’
‘મુનિ, મારે તો તમને જિવાડવા છે, મારવા નથી! ઝેર હું શા માટે લાવું?’
‘ભલે, તો તમે જઈ શકો છો!'
દેવ જ્યોતિસ્વરૂપ બની અદૃશ્ય થઈ ગયા.
હું પહાડ ઊતરી ગયો. રાજગૃહીનો બાહ્ય પ્રદેશ મારો જાણીતો હતો. હું એવા એક ઉદ્યાનમાં ગયો ત્યાં રાજકુમારો શસ્ત્રો ખેલવા આવતા હતા. તેઓ શસ્ત્રો ખેલીને જતા હતા, ત્યાં એક તલવાર જમીન પર પડી રહી. કુમારો જતા રહ્યા. મેદાન ખાલી થયું હતું. મેં તલવાર ઉપાડી મારે કેટલાય ઉપવાસ થઈ ગયા હતા. મને વેદનાથી અંધારાં આવતાં હતાં. ભયથી મારું શરીર ધ્રૂજી ઊઠ્યું. મેં તલવારની ધાર તપાસી ચારે બાજુ નિઃશબ્દ શાંતિ
સુલસા
For Private And Personal Use Only
૭૩