________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. હું પણ શાન્ત પડી જવાનો હતો. મારી વાસનાની ભૂતાવળ પણ શાન્ત પડી જવાની હતી. મેં આસપાસ જોઈને તલવાર મારા ગળા પર મૂકી, તેની સાથે જ તલવારની ધાર બુઠ્ઠી થઈ ગઈ. કુંઠિત થઈ ગઈ અને દેવ પ્રગટ થયા.
નંદીષણ! તમે હઠાગ્રહી છો. તમે મારું કહ્યું માનતા નથી. એ બરાબર નથી. તીર્થંકર પણ ભોગ્ય કર્મનાં ફળને ભોગવ્યા વિના ચારિત્ર નથી લેતા. તો તમે શા માટે પ્રતિદિન આવા અપમૃત્યુથી મરવાના વૃથા પ્રયત્નો કરો છો?'
મહામુનિ નંદીષેણે આંખોની કીકીને સતેજ કરી આકાશ તરફ જોયું. પેલાં નિર્દય વાદળોનું આવરણ હજી હર્યું ન હતું. પાંખો તૂટેલા અસહાય પંખીની જેમ તેમનું મન તરફડવા લાગ્યું. મન રડી પડ્યું. “હે વીર પ્રભો! એકવાર તો દર્શન આપો! પ્રાણના ભોગે વાસનાઓને જીતવાનો આ એક જ દિવસ છે. માત્ર એકવાર આપના આ પ્રિય શિષ્ય તરફ આપની કરુણામયી આંખોથી જોઈ કૃપાદૃષ્ટિ કરો...માત્ર એકવાર.. જોકે આપ પણ આ દેવની જેમ મને ભોગ્ય કર્મો ભોગવવાના બાકી છે, માટે દીક્ષા લેવાની ઉતાવળ કરવાની ના પાડી હતી! છતાં આપ તો નિયતિને, ભવિતવ્યતાને જાણનારા! મારા દૃઢ આગ્રહના કારણે આપે મને દીક્ષા આપી! પ્રભો! આપ સર્વશક્તિમાન છો, અનંત કરુણાના સાગર છો. સર્વજીવ હિતકારી છો. ભગવંત! મને મારી વાસનાઓને બાળીને ભસ્મ કરી દેવાની શક્તિ આપ...ક્યાંક મારા પુરુષાર્થનો અંત ન આવી જાય. મને બસ, એક જ આ ભય સતાવે છે. મને મૃત્યુનો ભય નથી. મને કામવાસનાનો ભય છે. મારે એ વાસનાને પરવશ થવું નથી. ભલે મરી જવું પડે! પરંતુ પેલો દેવ મને મરવા ય ક્યાં દે છે? એ મારી પાછળ પડી ગયો છે! શા માટે? હું જાણતો નથી. હું મરી જાઉં, એમાં એ દેવને શી લેવાદેવા? એ મારો કોઈ સગો તો નથી જ. છતાં એ મને મરવા દેતો નથી...કેવાં મારાં ભારે કર્મો છે? મારી ઇચ્છાથી હું મરી પણ શકતો નથી! વાસનાઓ ઉપર વિજય પણ મેળવી શકતો નથી...કેવું મારું ઘોર દુર્ભાગ્ય?
વૈભારગિરિની ગુફાના દ્વારે રોજની જેમ શિલા પર બેઠો. પાસે રહેલા ઘટાદાર કદંબ વૃક્ષ પર એક મોટું પક્ષી ક્યારેક પાંખ ફફડાવતું મર્મભેદી ચિત્કાર કરતું હતું. પરંતુ બીજી જ ક્ષણે એનો અવાજ ગુફાના નીરવ,
સુલાસા
For Private And Personal Use Only