________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિઃશબ્દ શાંત વાતાવરણમાં ઘૂમીને ક્યાંક ખોવાઈ જતો હતો. આકાશનું નીલરંગી પારિજાત વૃક્ષ નાનાં નાનાં તારકપુષ્પોથી ગીચોગીચ ભરેલું હતું. ઘણીવાર સુધી એ શિલા પર બેસી રહ્યો, પરંતુ મનનો કોલાહલ અને ભ્રમણ ક્યારે શમી જશે, એનો એક પણ પ્રત્યુત્તર જડતો ન હતો. છેવટે ખિન્ન મને ગુફામાં પ્રવેશ્યો. વિચારોથી તરફડતો કોણ જાણે ક્યારે નિદ્રાવ થઈ ગયો! નિદ્રા જ સૌથી વધુ ઉદારહૃદયી માતા છે! પ્રત્યેક વ્યક્તિનાં વિભિન્ન દુઃખોને તે સમભાવે મમતાથી ભલે થોડા સમય માટે પણ નિશ્ચિતપણે પોતાના હૃદયમાં સમાવી લે છે!
ma
બે દિવસથી નંદીષેણ મુનિને ઉપવાસ હતા. આજે પારણું કરવાનું હતું. મધ્યાહ્નકાળે તેઓ ભિક્ષા લેવા નગરમાં ગયા. તેમને જાણ ન હતી કે ‘આ વેશ્યાનું ગૃહ છે,' તેઓ એ ઘરમાં પ્રવેશ્યા. ‘ધર્મલાભ!' નો આશીર્વાદ આપ્યો. ત્યાં આંખોને નચાવતી હસતી હસતી વેશ્યા બોલી : ‘મુનિરાજ! મારે ધર્મના લાભની જરૂર નથી. મારે તો કેવળ અર્થલાભ જોઈએ!'
નંદીબેણ મુનિએ વિચાર્યું : ‘આ રાંક સ્ત્રી મને શું સમજે છે? હું ધારું તો આકાશમાંથી રત્નોનો વરસાદ વરસાવી દઉં!' અને એમણે પાસે પડેલું એક તણખલું હાથમાં લઈ આકાશમાં ઉછાળ્યું! તરત જ રત્નોનો ઢગલો થઈ ગયો! લબ્ધિ પ્રગટી હતી મુનિરાજના આત્મામાં! ઘોર અને ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવે લબ્ધિ પ્રગટે છે.
સુલસા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘આ લે અર્થલાભ! બસ? તું શું મને નિર્ધન સમજે છે?' એમ કહીને મુનિ ઘરની બહાર નીકળવા જાય છે, ત્યાં વેશ્યા આડી ઊભી રહે છે, ‘તમે મારા પ્રાણનાથ છો. આ દુષ્કર વ્રત છોડી દો. આવો, મારી સાથે ભોગ ભોગવો...નહીંતર હું પ્રાણત્યાગ કરીશ...’
નંદીષેણે દીર્ઘ નિઃશ્વાસ મૂક્યો. તેણે વેશ્યાની વાત સ્વીકારી, પણ એક શરત કરી : ‘હું પ્રતિદિન અહીં આવનારા પુરુષોમાંથી દશ કે તેથી વધારે પુરુષોને પ્રતિબોધ પમાડી ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવા મોકલીશ. પછી જ ભોજન કરીશ. જે દિવસે માત્ર નવ પુરુષો જ પ્રતિબોધ પામશે તે દિવસે દશમો હું ફરીથી દીક્ષા લઈશ.'
તેમણે મુનિવેશનો ત્યાગ કર્યો.
વેશ્યા કામલતા નંદીષણને પોતાની ચિત્રશાળામાં લઈ આવી, નંદીષેણે
For Private And Personal Use Only
૭૫