________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કામલતા સામે જોયું. તે અતિ સુંદર લાગતી હતી. તાજા સ્નાનની ભીનાશ એના ગૌર અને માંસલ દેહ પર ચમકતી હતી. તેમાંથી ઉત્પન્ન થતી મીઠી સ્નિગ્ધતા જોનારનાં નેત્રોને લોભાવી દેતી હતી. દીપકમાંથી વેરાતો રંગબેરંગી છાયાપ્રકાશ એને સ્વર્ગની પરી બનાવતો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામલતાએ કમર પર બેદરકારીથી એક રેશમી વસ્ત્ર પહેર્યું હતું. એણે વક્ષસ્થળને સુવર્ણના તારોથી ગુંફિત એક નાનકડા વસ્ત્રપટથી બાંધ્યું હતું. એનો ઘનશ્યામ લાંબો કેશકલાપ કલામય રીતે ગૂંથેલો હતો. એમાં પારિજાતની વેણી પહેરી હતી. એના ગૌર અને ઉન્નત વક્ષસ્થળ ઉપર એક મહામૂલ્ય હાર પડ્યો હતો. કમર પર લાંબી ટિમેખલા પહેરેલી હતી.
એણે પોતાનાં અણિયાળાં નેત્રોમાં કાજળ આંજ્યું હતું. રાતા ફૂલ જેવા બે કર્ણ ૫૨ લાંબા રત્નજડિત કુંડળો લટકતાં હતાં. લાંબા સેંથામાં સિંદૂર તરબતર હતું. કેસરની મોટી આડ કપાળે શોભતી હતી. નખ, હાથ અને છાતી પર સુંદર ચિતરામણ કરેલું હતું.
તાંબૂલનાં બીડાં એના ઓષ્ઠની લાલાશને ભડકે જગાવી રહ્યાં હતાં. મીઠી મુગ્ધ કરનારી અત્તરની સુવાસ આખા દેહમાંથી ભભક જગાવતી હતી.
નંદીષેણનું ભોગાવિલ-કર્મ ઉદયમાં આવ્યું. એ સૂધબૂધ વીસરી ગયો. કામલતાએ નંદીષેણનો હાથ પકડ્યો. તેને વિરામાસન પર બેસાડ્યો. એના ખભા સાથે પોતાના ખભા અડાડી કામલતા બેઠી. નંદીષેણ આ રૂપના જાદુ પાસે બાહ્ય દુનિયા વીસરી ગયો. તેણે કહ્યું :
‘કામલતા, શું આ સાક્ષાત્ સ્વર્ગ છે અને તું સ્વર્ગની સાચેસાચ અપ્સરા છે?
‘હા, યુવાન! તું સાચું કહે છે!' કામલતાએ એક ભંગ રચતાં નંદીષેણના ખોળામાં માથું મૂકી શરીર ઢાળી દીધું. મુખના તાંબૂલની અને કેશમાં મઘમઘી રહેલાં તેલ-અત્તરની સુગંધ નંદીષેણના નાકમાં ભભકી ઊઠી.
વેશ્યાના સ્પર્શથી નંદીષેણના દિલમાં, એના રોમરોમમાં કદી ન અનુભવેલી એક કંપારી જન્મી. એનું હૃદય ધડક ધડક થવા લાગ્યું. અનંગનો અશ્રાવ્ય ધોષ રગેરગમાં વહેવા લાગ્યો. વેશ્યા નંદીષેણના આજાનબાહુને પોતાના કોમળ કિસલય જેવા હસ્તસંપુટમાં દબાવી રહી હતી.
58
મગધસમ્રાટનો પુત્ર, ભગવાન મહાવીરનો શિષ્ય સાન, ભાન ને આન ભૂલ્યો. સરિતાની સેર તૂટી, સાગરનો બંધ તૂટ્યો...
For Private And Personal Use Only
સુલસા