________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પ્રાણાધાર.. પ્રિય સખા..” બોલતી વેશ્યા દેહસમર્પણ કરતી રહી. તેણે યોગીને ભ્રષ્ટ કર્યો.
દીપકો હજીય બળી રહ્યા હતા. કોકિલાનો ટહુકાર હજીય ઉન્મત્ત હતો. ચંદ્રનાં અમીકિરણો ચિત્રશાળાને હજુય માદક રીતે અજવાળી રહ્યાં હતાં.
નંદીષેણ અને કામલતા શ્રમિત થઈ પાછલી રાતની મીઠી નિદ્રા માણી રહ્યાં હતાં.
વેશ્યાના નિવાસમાં નંદીષેણની રસોત્સવભરી અનેક દિવસ-રાત્રિઓ વહી રહી હતી. નિતનિત નવાનવા રંગરાગ ને નવનવા ભોગવિલાસ...પળેપળ, ક્ષણેક્ષણ દિવસે દિવસે એક દીર્ઘ ઉલ્લાસનો અંત વગરનો સૂત્રપાશ એને વીટાયે જતો હતો.
રોજ રાત પડતી, અને અતૃપ્તિની છાયા સાથે લેતી આવતી. નંદીષણ ક્યારેક મૂંઝાઈ જતો. “રસ-વિલાસના સાગરો પેટ ભરીને ભરીને પીધા છતાં, આટઆટલી અનંત તૃષા કેમ? શું વિલાસ એ કોઈ અનંતકાલીન ભૂખ્યું ભિક્ષાપાત્ર છે?'
સંતોષ, સાંત્વન કે પ્રસન્નતાનું આ સુંદર સ્વર્ગસમી દુનિયામાં નામોનિશાન ન હતું. દરેક પ્રભાત નવી પ્રેમપિપાસા લઈને ઊગતું. પ્રત્યેક રાત્રિ અનેરી ભોગાકાંક્ષા સાથે ઝળહળી રહેતી. છતાં નંદીષણ પોતાની પ્રતિજ્ઞા ભૂલ્યો ન હતો. વેશ્યાના ઘરે આવનારા ભોગી ભ્રમરોને એ ત્યાગ અને વૈરાગ્યનો ઉપદેશ આપતો! એની પાસે “વચન-લબ્ધિ” હતી! રોજ દશ-દશ પુરુષોને ત્યાગ-વૈરાગ્યના રંગે રંગી, ભગવાન મહાવીર પાસે મોકલતો. તે દર્શદશ પુરુષો દીક્ષા લેતા હતા!
સંસારની વિચિત્ર ઘટમાળ જેવું નંદીષણનું જીવન હતું! એને દેવલોકના પેલા દેવનાં વચનો યાદ આવતાં હતાં. ભગવાન મહાવીર પણ યાદ આવતા હતા..એને લાગતું હતું કે “હું ખોટા માર્ગ છું.” પણ આ જીવન છોડાતું ન હતું. પ્રાતઃકાળે બુઝાયેલો દીપક સાંજે નવા તેજથી ઝળહળી ઊઠે એમ પ્રભાતે શ્રમિત લાગતી લાલસા, સાયં કાલ થતાં ફરીથી ઝબકીને જાગતી હતી.
કામલતાની અણબૂઝ અનંત તૃષા એક અનંત સૂત્રપાશ બની નંદીષણને વીંટળાઈ વળી હતી, નંદીષણે એને બધા પુરુષોને ભુલાવી દીધા હતા.
સુલાસા
For Private And Personal Use Only