________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતરદેવો પશ્ચિમ દ્વારેથી પ્રવેશીને પ્રદક્ષિણા વંદન આદિ વિધિ કરીને વાયવ્ય દિશામાં બેઠા.
વૈમાનિક દેવો, મનુષ્યો અને મનુષ્ય-સ્ત્રીઓ ઉત્તર દ્વારેથી પ્રવેશી, પ્રદક્ષિણા આદિ વિધિ કરીને ઈશાન દિશામાં બેઠાં
સમવસરણમાં જે કોઈ આવે તેઓ પોતાના પહેલાં આવેલા મહાનુભાવોને નમન કરીને પોતાને સ્થાને બેસતા.
પ્રભુના સમવસરણમાં કોઈ પણ આવી શકે! ત્યાં કોઈ વિકથા કરે નહીં! પરસ્પર વિરોધવાળા જીવો ત્યાં નિર્વિરોધ બની જતા! પરસ્પર વૈર રહે નહીં. કોઈને કોઈનો ભય નહીં, સહુ નિર્ભય!
બીજા ગઢ ાં પશુ-પક્ષી આદિ તિર્યંચ જીવો આવીને બેઠા. ત્રીજા ગઢની મધ્યમાં વાહનો મૂકવામાં આવ્યાં. કે ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાક તિર્યંચો, મનુષ્યો અને દેવો જતા-આવતા દેખાતા હતા. આ
આ પછી, સૌધર્મેન્દ્ર જગત્પતિને નમસ્કાર કરી, રોમાંચિત થઈ સ્તુતિ કરે છે : “હે ભગવન્! હું તો બુદ્ધિનો દરિદ્ર છું. આપ ગુણોના પર્વત છો! હું ક્યા શબ્દોમાં આપની સ્તુતિ કરું? પ્રભો! આપની ભક્તિથી મારું મન વાચાળ બની ગયું છે એટલે હું આપની સ્તવના કરું છું.
હે જગત્પતિ! રત્નોથી જેમ રત્નાક શોભે છે તેમ આપ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અપાર આનંદથી શોભો છો! હે નાથ, આપના મહાભ્યની કોઈ અવધિ નથી, હે પરમપિતા! અનુત્તર વિમાનમાં રહેલા દેવોના મનનાં સમાધાન આપ અહીં બેઠાં બેઠાં કરો છો!
હે પરમપુરુષ! સ્વર્ગ એ તમારી ભક્તિનું ફળ છે! આપની ભક્તિ વિના કરેલાં મોટા તપ-ત્યાગ પણ વ્યર્થ છે. માત્ર દેહદમન છે. હે વીતરાગ! આપને મન સ્તુતિ કરનાર અને દ્વેષ કરનાર બંને સમાન હોય છે! ન રાગ, ન દ્રષ! હે પ્રભો, “મને સ્વર્ગનાં સુખ નથી જોઈતાં, મને તો આપના પ્રત્યે અક્ષય-અપાર ભક્તિ મળી, બસ, એટલું જ માગું છું.'
આ પ્રમાણે સ્તુતિ કરીને, સૌધર્મેન્દ્ર સમવસરણમાં સહુને નમસ્કાર કરી, અગ્રસ્થાને વિનયથી બેઠો. ભગવાન મહાવીરે દેશના શરૂ કરી :
છે “આ સંસાર ભડભડતી આગ જેવો છે. તે આગમાંથી આધિ-વ્યાધિ, જરા અને મૃત્યુની જ્વાળાઓ ઊઠી રહી છે. આવા સંસારમાં પ્રાજ્ઞ પુરુષોએ
સુલાસા
૧૪૯
For Private And Personal Use Only