________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરાય પ્રમાદ કરવા જેવો નથી. આ આગમાંથી જલદી બહાર નીકળી જવું જોઈએ.
જ આ સંસાર સમુદ્ર જેવો છે. ચોર્યાશી લાખ જીવયોનિરૂપ આવર્તાથી આ સમુદ્ર આકુળ છે. આવા ભવસાગરમાં ભ્રમણ કરતા જીવોને મનુષ્યજન્મ પ્રાપ્ત થવી ઘણો જ દુર્લભ છે. જેમ સાગરમાંથી રત્નો મળવા દુર્લભ હોય છે તેમ. માટે દુર્લભ માનવજીવનને સફળ કરવા, પરલોકનું હિત સાધી લેવું જોઈએ. પાંચ ઇન્દ્રિયોના વિષયો કે જે પ્રારંભમાં મધુર હોય છે અને પરિણામે અત્યંત દારુણ હોય છે, તે વિષય પ્રત્યે વિરક્ત બનવું જોઈએ. આ પ્રિય વિષયોનો સંયોગ અંતે વિયોગમાં પરિણમે છે.
હે મહાનુભાવો! તમને મળેલા આયુષ્ય, ધન અને યૌવન નાશવંત છે. આ ત્રણેય ગમે ત્યારે જઈ શકે છે. માટે તેના પર ભરોસો ન રખાય.
સંસારની ચારેય ગતિમાં સુખ નથી! શાન્તિ નથી! નરકગતિમાં પરમાધામી દેવો નારકીના જીવોને ઘોર દુઃખ આપે છે. ત્યાં તીવ્ર શીત, તીવ્ર તાપ, તીવ્ર સુધા, તીવ્ર તૃષા અને વધ, બંધન આદિ અપાર વેદનાઓ ભોગવવાની હોય છે. ત્યાં સુખ ક્યાંથી હોય? એવી રીતે તિર્યંચો-પશુપક્ષીઓને પણ વધ-બંધન-ભય-સુધા-તૃષા આદિના ભારે દુઃખ હોય છે. તેમને સુખ કેટલું મળે?
ત્યારે શું દેવો સુખી હોય છે? ના, પરસ્પર ઈર્ષ્યા, અમર્ષ, કલહ, મૃત્યુભય આદિ દુઃખો તેમને હોય જ છે.
મનુષ્યોને ગર્ભાવાસ, વૃદ્ધાવસ્થા, દરિદ્રતા, વ્યાધિઓ અને મૃત્યુપર્યંતનાં દુઃખો હોય છે,
માટે હે ભવ્યાત્માઓ! અજ્ઞાની જીવો અજ્ઞાનના કારણે વારંવાર સંસારના જ માર્ગે ચાલ્યા કરે છે અને દુઃખી થાય છે. આવા જીવો જેમ સર્પને દૂધ પાઈને એનું પોષણ કરવામાં આવે તેમ મનુષ્યજન્મથી સંસારનું પોષણ કરે છે! હે વિવેકી જનો! તમે સંસારની દુઃખમયતાનો વિચાર કરી, આત્માને કર્મોથી મુક્ત કરવાનો વિચાર કરો. કર્મનાં બંધનો તોડવાનો ભવ્ય પુરુષાર્થ કરો. મુક્તિ પામો, મોક્ષ પામો.
હે ભવ્ય જીવો! મોક્ષમાં નથી ગર્ભાવાસનું દુઃખ કે નથી નારકીના જીવોનું કુંભીમાંથી પ્રસવ પામવાનું ઘોર દુઃખ. ત્યાં નથી આધિ-વ્યાધિ કે ઉપાધિનાં દુ:ખ! ત્યાં નથી જન્મ, નથી મૃત્યુ ત્યાં આત્મા અજર ને અમર રહે છે.
૧પ૦
સુલતા
For Private And Personal Use Only