________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કરી દીધી છે! હવે શું કરવું કંઈ સમજાતું નથી. મન માનતું નથી. સુલસા, મને તું કોઈ રસ્તો દેખાડ...મારે એને દીક્ષા લેવા દેવી નથી...'
સૂલસા ઊંડા વિચારમાં પડી ગઈ. થોડી ક્ષણ વિચાર કરીને કહ્યું : “મહારાણી! તમે મેઘકુમારને ચાહો છો ને? એને પ્રેમ કરો છો ને?' “હા.' રાણી, એટલે તમે એને તમારી પાસે રાખવા ઇચ્છો છો. બરાબર ને?'
“હા.'
તો, તમારો લાડકવાયો હવે પ્રભુ વરને ચાહે છે! પ્રભુ વીરની સાથે પ્રેમની ગાંઠ બાંધી બેઠો છે. એને જો તમે રોકશો તો રોકાશે, પણ એ પ્રભુના વિરહને સહન નહીં કરી શકે. એને ખાવાનું પીવાનું...હરવા-ફરવાનું કંઈ જ નહીં ગમે...એનું મન દુ:ખી દુ:ખી થઈ જશે. તમે માતા છો. તમે એનો તરફડાટ...વેદના..આંસુ જોઈ શકશો? નહીં જોઈ શકો..માટે હું તો એમ કહું છું કે પુત્રના સુખમાં, પુત્રના આનંદમાં આપણે આનંદ મેળવવાનો.
‘દેવી, આમેય મહારાજાએ રાજ્યાભિષેક પછી દીક્ષા લેવાની અનુમતિ આપી જ છે! તમે પતિપરાયણ પત્ની છો, તમે મહારાજાની આજ્ઞાથી વિપરીત નથી જ જવાનાં. માટે પુત્રમોહને તોડો. એ જે મોક્ષમાર્ગે જાય છે, એનો આનંદ મનાવો. એ પ્રભુ વીરનો લાડકવાયો તરુણ શિષ્ય બનશે. પરમાત્માની એના પર પરમ કરુણા વરસતી રહેશે. અને એક ખાનગી વાત પૂછું?'
પૂછો!” ધારિણીના મુખ પર સ્મિત આવી ગયું.
કહો, રાણી, તમને, તમારા હૃદયમાં પ્રભુ વીરના પ્રત્યે પ્રેમ જાગ્યો છે કે નહીં? તમને મહાવીર ગમ્યા છે ને? એ પણ એક રાજ્યના રાજકુમાર હતા...
આપણી પ્રિય વ્યક્તિ પાસે આપણો સ્વજન જાય અને રહે - તેમાં આનંદ જ પામવાનો છે! દેવી! મહાવીર, મહારાજા પાસે રાજ્ય માંગે ને તો એક ક્ષણમાં એમના ચરણે રાજ ધરી દે! જુઓ છો ને મહારાજાને ભગવાન પ્રત્યે કેવો અનન્ય ને અગાધ પ્રેમ છે! પ્રેમીને સર્વસ્વ ન્યોચ્છાવર કરી શકાય...'
સુલાસા
૨૭
For Private And Personal Use Only