________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલતાં બોલતાં ધારિણી રડી પડી. સુલસા આશ્વાસન આપતાં બોલી : “મહારાણી, રડો નહીં. તમારો પુત્ર માતૃભક્ત છે, પિતૃભક્ત છે. તમારા બન્નેની અનુમતિ લીધા વિના એ દીક્ષા નહીં લે!”
“અરે આજ સવારે જ એ અહીં આવ્યો હતો. મહારાજા પણ અહીં જ હતા. તેણે અમને બંનેને ભક્તિથી અંજલિ જોડી, મધુર વચનોથી વિજ્ઞપ્તિ કરી : “હે માતા-પિતા, તમે ચિરકાળપર્યત મારું લાલન-પાલન કર્યું છે. હું કેવળ તમને શ્રમ આપનારો થયો છું. હવે હું પ્રભુ વીરનાં વચનો સાંભળીને આ દુ:ખદાયી સંસારથી વિરક્ત થયો છું. સંસારસાગરના તારક શ્રી વીર પ્રભુ સ્વયમેવ અહીં પધાર્યા છે. તો, જો તમે મને આજ્ઞા આપો તો હું વીર પ્રભુનાં ચરણોમાં દીક્ષા લઉં!”
મેઘકુમારની આ વાત સાંભળીને મહારાજે કહ્યું : “વત્સ, આ વ્રત પાળવું સહેલું નથી. અરે તારું શરીર તો કોમળ છે, મુલાયમ છે. તે સંયમજીવનનાં કષ્ટ કેવી રીતે સહન કરી શકીશ?'
હે પૂજ્ય, હું સુકુમાર છું, છતાં સંસારથી ભયભીત થયેલો હોવાથી, તે દુષ્કર વ્રતને ધારણ કરી શકીશ. માટે મારા ઉપર કૃપા કરો, મને અનુમતિ આપો. હે માતા, હે પિતા, જે મૃત્યુ માતા-પિતાના ઉત્કંગમાંથી પુત્ર-પુત્રીને ઉપાડી જાય છે, તે મૃત્યુ પર હું વિજય મેળવીશ. પ્રભુની આજ્ઞાને અનુસરવાથી મૃત્યુ જ મરી જાય છે!
મહારાજાએ કહ્યું : “વત્સ, જે કે તું સંસારથી વિરક્ત થયો છે, તો પણ મારી એક ઇચ્છા પૂર્ણ કર.'
આજ્ઞા કરો પિતાજી!'
એક વાર રાજસિંહાસન પર તારો રાજ્યાભિષેક કરવાની મારી તીવ્ર ઇચ્છા છે. મારે તને મગધાધિપતિના રૂપે જોવો છે! મારી આંખો ઠરશે. મારું હૈયું ઠરશે!'
આપની આજ્ઞા શિરોધાર્ય છે. પિતાજી, પણ પછી બીજા જ દિવસે હું પ્રભુ વીરનાં ચરણોમાં દીક્ષા લઈશ...
મહારાજાએ અને મારે અનુમતિ આપવી પડી. હવે હું શું કરું? આવતી કાલે જ મહારાજા, મેઘકુમારનો ભવ્ય રાજ્યાભિષેક મહોત્સવ આયોજિત કરવાના છે. અભયકુમારને મહોત્સવ-આયોજનની આજ્ઞા
સુલાસા
For Private And Personal Use Only