________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી ભૂમિકા સાથે એમ કહું છું કે મહાવીરના જીવનકાળમાં ચંદના, સુલસા, રેવતી, ગૌતમસ્વામી, સિંહ અણગાર, સુક્ષત્રમુનિ, સર્વાનુભૂતિ મુનિ સાથેના અપ્રદૂષિત માનવસંબંધોમાં ગૌરી-શંકરની ઊંચાઈ જોવા મળે છે.
નાગ સારથિને જેમ મહારાજા શ્રેણિક સાથે, મહામંત્રી અભયકુમાર સાથે ઘનિષ્ઠ સંબંધ હતા, તેમ સુલતાને મહારાણી ધારિણી અને નંદા સાથે નિકટના સંબંધ હતા. બંને રાણીઓએ સલમાને - એ ગર્ભવતી થઈ - તેનાં અભિનંદન આપ્યાં. પ્રસન્નતા વ્યક્ત કરી. સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી સહુ વિસર્જિત થયાં. જતાં જતાં ધારિણીએ સુલતાને મહેલે મળવા આવવાનું આમંત્રણ આપ્યું.
વસ્ત્ર-આભૂષણોનો શણગાર સજી, રથમાં બેસી સુલસા રાજમહેલમાં પહોંચી. એ સીધી રાણીવાસમાં પહોંચી ગઈ. રાણી ધારિણીએ સુલતાના હાથ પકડી, પ્રસન્નતાપૂર્વક ભદ્રાસન પર બેસાડી. દાસી સુવર્ણના પ્યાલામાં પાણી મૂકી ગઈ. પાણી પીને સુલસાએ પૂછ્યું : કેમ છો મહારાણી? તન-મન નિરાકુલ છે ને?”
ધારિણીએ બાજુના આસન પર બેસતાં જ ડૂસકું ભર્યું. બે હાથે મોટું ઢાંકી દીધું. સુલસાએ ઊભા થઈ ધારિણીના માથે હાથ ફેરવ્યો.
દેવી! આપની આંખોમાં આંસુ?' મૌન, કોઈ કારણ હશે ને?' તે કહેવા જ તને બોલાવી છે!' કહો, મન ખોલીને કહો.”
મારો પુત્ર મેઘકુમાર...હઠ લઈને બેઠો છે કે મારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવી છે...'
ઓહો! મેઘકુમાર સાંભળીને વૈરાગી થઈ ગયો પ્રભની વાણી?'
ના, વૈરાગી નથી થયો, એ મહાવીરને મોહી પડ્યો છે! મહાવીરના રૂપ ઉપર પતંગિયાની જેમ નાચે છે. મહાવીરની વાણી સાંભળતાં ડોલી ઊઠે છે! બહેન, મહાવીરે એના ઉપર કામણ કર્યું છે! હવે શું કરે? મારો એકનો એક કુમાર. હું એના વિના કેવી રીતે જીવી શકીશ?”
સુલાસા
૨૫
For Private And Personal Use Only