________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુ
લગ્નજીવનની પરિપૂર્ણતા પુત્રસુખમાં સમાયેલી છે. પુત્રનું મોં જોતાં પિતાને પોતાનું જીવન ધન્ય લાગે છે. એક અવર્ણનીય આનંદાનુભૂતિ એને પ્રાપ્ત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભવતી સુલસા અનેક દુર્લભ ફળોની અને વિચિત્ર વસ્તુઓની માગણી કરતી. નાગ સારથિ એની દરેક ઇચ્છા પૂર્ણ કરતા. એની બધી ઇચ્છાઓ પૂરી કરવા હવેલીની બધી દાસીઓ ખડે પગે ઊભી રહેતી. અને સખીઓ એની પાસે જ વીંટળાયેલી રહેતી. સુલસા હિત-મિત અને પથ્ય ભોજનથી સુખપૂર્વક ૩૨ ગર્ભોનું પોષણ કરતી હતી.
નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થયા. સુલસા શુભ ભાવનાઓમાં રમતી હતી. નાગ સારથિ વગેરે સમગ્ર પરિવાર હવેલીમાં ઉપસ્થિત હતો. શુભ મુહૂર્તે સુલસાએ બત્રીસ પુત્રોને જન્મ આપ્યો. કોઈ કષ્ટ વિના, સમાધિપૂર્વક જન્મ આપ્યો.
બત્રીસ પુત્રો જાણે વ્યંતરનિકાયના બત્રીસ ઇન્દ્રો ન હોય! તેવા તેજસ્વી લાગતા હતા. બત્રીસ લક્ષણોથી યુક્ત જાણે ૩૨ અધિષ્ઠાયક દેવો ન હોય! તેવા પ્રભાવશાળી લાગતા હતા. દેવલોકનાં બત્રીસ વિમાનોના તેજસ્વી વૈમાનિક દેવો ન હોય! તેવા ભવ્ય લાગતા હતા. જાણે કે નાગ સારથિની હવેલીમાં બત્રીસ તેજસ્વી તારલા પ્રગટ થયા હતા!
સુલસા
પ્રિયંકા દાસીએ નાગ સારથિ પાસે જઈ પુત્રજન્મની વધામણી આપી. નાગ સારથિએ દાસીને સુવર્ણ અને ૨ર્જાથી ભરી દીધી!
નાગ સારથિએ પુત્રજન્મનો મહોત્સવ આયોજિત કર્યો.
ભેરી, ભૂંગળ, મૃદંગ અને શંખના નાદથી દિશા-વિદિશાઓને ભરી દીધી. હવેલીની આગળ વારાંગનાઓ નૃત્ય કરવા લાગી. નવા નવા વેષ ધારણ કરી વિદૂષકો પ્રજાજનોનાં મન પ્રસન્ન કરવા લાગ્યા. સૌભાગ્યવતી સ્ત્રીઓ માંગલિક ગીત-ગાન કરવા લાગી.
નાગ સારથિએ પ્રેમથી-હર્ષથી છૂટા હાથે દાન દેવા માંડ્યું. મંદિરોમાં
For Private And Personal Use Only
૩૯