________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંબડ પરિવ્રાજક શ્રમણોપાસક બન્યો છે. જીવ-અજીવ, પુણ્ય-પાપ, આસવ-સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ નવ તત્ત્વોનો જ્ઞાતા છે. તે પોતાના આત્માને સમ્યજ્ઞાનથી ભાવિત કરી રહ્યો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે ગૌતમ! હું નિશ્ચિતપણે કહું છું કે અંબડ પરિવ્રાજક સ્ફટિક મણિના જેવો નિર્મળ છે. કાંપિલ્યપુરનાં બધાં ઘરોનાં દ્વાર અંબડ માટે ખુલ્લાં રહે છે. રાજાના અંતેપુરમાં પણ કોઈ રોકટોક વગર આવે-જાય છે. એટલો એ વિશ્વસનીય ચારિત્રશીલ મહાત્મા છે.
હે ગૌતમ! આ અંબડ પરિવ્રાજકે સ્થૂલપ્રાણાતિપાત-હિંસાનો જીવનપર્યંત પરિત્યાગ કર્યો છે. એવી જ રીતે સ્થૂલ મૃષાવાદનો, સ્થૂલ અદત્તાદાનનો, સ્થૂલ પરિગ્રહનો જીવનપર્યંત ત્યાગ કર્યો છે. એણે મૈથુનનો ત્યાગ માત્ર સ્થૂલરૂપે નથી કર્યો, મન-વચન-કાયાથી ત્યાગ કર્યો છે.
અંબડને ચારેય પ્રકારના અનર્થ દંડોનો ત્યાગ છે. ભોજન માટેના પણ ઘણા કઠોર નિયમ એ પાળે છે. અંબડ, અરિહંત અને એમની મૂર્તિઓને જ વંદન નમસ્કાર કરે છે.
ગૌતમસ્વામીએ પૂછ્યું : ‘હે ભદંત! આ અંબડ પરિવ્રાજક કાળધર્મ પામીને ક્યાં ઉત્પન્ન થશે?'
ભગવાને કહ્યું : ‘હે ગૌતમ! આ એંબડ અનેક પ્રકારનાં શીલ, વ્રત, ગુણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિ ધર્મઆરાધનાથી આત્માને ભાવિત કરતો અનેક વર્ષો સુધી શ્રમણોપાસક જીવન વ્યતીત કરશે. અંતકાળ નજીક આવતાં એક મહિનાની સંલેખના કરી, પછી અનશન કરી, પાપકર્મોની આલોચના કરી, સમાધિ પ્રાપ્ત કરશે. કાળધર્મ પામી પાંચમા બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાં એનું દશ સાગરોપમ આયુષ્ય હશે.
‘પ્રભુ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને અંબડનો આત્મા ક્યાં ઉત્પન્ન થશે?' ‘ગૌતમ, એ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. એ જે કુળમાં ઉત્પન્ન થશે તે કુળ ધનવાન, ઉજ્વલ, પ્રશંસિત, પ્રસિદ્ધ કુળ હશે. એ વિપુલ-વિશાળ ભવનોનો સ્વામી હશે. એની સેવામાં અનેક દસ-દાસીઓ હાજર રહેશે.
સુલસા
અંબડનો આત્મા ગર્ભમાં આવતાં જ એના પુણ્યપ્રભાવથી એનાં માતાપિતાને ધર્મમાં શ્રદ્ધા થશે. નવ મહિના ને સાડાસાત દિવસે એનો જન્મ થશે. એનું નામ ‘દૃઢપ્રતિજ્ઞ' રાખવામાં આવશે.
For Private And Personal Use Only
૨૦૩