________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જેમાં સમ્યક્ત્વ જ સારરૂપ છે એવો ધર્મ જ મોક્ષસુખને આપે છે. જેનું મૂળ દૃઢ અને મજબૂત હોય, એ જ વૃક્ષ ફળ આપે છે. જેનાં મૂળ સુકાઈ ગયાં હોય એવાં વૃક્ષો ફળ નથી આપતાં. તેવી રીતે ધર્મના મૂળ અને પાયારૂપ સમ્યક્ત્વ ધર્મનો જ આશ્રય લેવો જોઈએ.
માટે હે ભવ્ય જીવો! કરોડો ભવોમાં દુર્લભ એવો મનુષ્યભવ પામીને સમ્યક્ત્વમૂલક સાધુધર્મ અને શ્રાવકધર્મનો આદર કરો, સ્વીકાર કરો.'
પ્રભુનો ઉપદેશ સાંભળીને રાજા શ્રેણિકના ૧૦ પૌત્રોએ સાધુ-વ્રતોનો સ્વીકાર કર્યો. પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, મહાભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ, નલિનીગુલ્મ, આનંદ અને નંદન આ દશેય રાજકુમારો હતા. એ સિવાય, જિનપાલિત આદિ અનેક સમૃદ્ધ નાગરિકોએ પણ પ્રભુ પાસે શ્રમણધર્મ અંગીકાર કર્યો.
૨૦૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુની ધર્મદેશના પૂર્ણ થયા પછી, સમવસરણમાં એક ભવ્યાકૃતિ યોગીપુરુષે પ્રવેશ કર્યો. તેના હાથમાં ત્રિદંડ અને કમંડલ હતું. તેણે ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં. માથે જટા બાંધેલી હતી. માથે છત્ર ધારણ કરેલું હતું. એનું નામ અંબડ પરિવ્રાજક હતું.
તે બ્રહ્મચારી હતો. તે કાંપિલ્યપુરમાં રહેતો હતો. તેના ૭૦૦ શિષ્યો હતાં. બાહ્ય વેશ પરિવ્રાજકનો હતો પણ ભગવાન મહાવીરનો પરમ શ્રાવક હતો. બાર વ્રતોનું પાલન કરતો હતો. તે કાંપિલ્યપુરમાં એકસાથે સો ધરમાં ભોજન કરતો હતો અને સો ઘરોમાં નિવાસ કરતો હતો! તે ભદ્રપ્રકૃતિનો છે, વિનીત છે. લગાતાર છઠ્ઠના પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરે છે. યોગ્ય સ્થાને ઊભા રહી, સૂર્યની સામે દૃષ્ટિ સ્થિર કરી, બે હાથ ઊંચા કરી આતાપના લે છે. આ તપશ્ચર્યા અને શુભ પરિણામના કારણે, પ્રશસ્ત અધ્યવસાય અને પ્રશસ્ત લેશ્યાઓની શુદ્ધિ થવાથી, તેને વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન પ્રગટ થયેલું છે. આ શક્તિઓના કારણે એ આકાશગમન કરી શકે છે. સો ધરોમાં જમે છે અને સો ધરોમાં નિવાસ કરે છે! વૈક્રિયલબ્ધિથી એટલાં એ પોતાનાં રૂપ વિકુર્તી શકે છે.
ગૌતમસ્વામીએ પ્રભુ વીરને પૂછ્યું : 'હે ભગવંત, શું આ અંબડ પરિવ્રાજક આપની પાસે અણગાર બનવા સમર્થ છે?'
ભગવાને કહ્યું : ‘હે ગૌતમ, તે અણગાર બનવા સમર્થ નથી. પરંતુ
સુલસા
For Private And Personal Use Only