________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ม
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ વીર ચંપામાં પધાર્યા હતા. ‘પૂર્ણચન્દ્ર' ચૈત્યમાં સ્થિરતા કરી હતી. દેવોએ સમવસરણની ભવ્ય રચના કરી હતી. ભગવંતે સમવસરણમાં બેસીને ધર્મદેશના આપી.
હે મહાનુભાવો! જન્મ-જરા-મૃત્યુરૂપી તરંગોથી ઊછળતા અને જેનો પાર પામી શકાય નહીં એવા સંસારસમુદ્રમાં અતિ દુર્લભ એવો મનુષ્યભવ મળ્યો છે. જેમ સર્વે ધાન્યમાં ઘઉં શ્રેષ્ઠ છે, સર્વ પ્રકારના જળમાં મેઘનું જળ ઉત્તમ છે, સર્વ કાષ્ઠોમાં જેમ સાગનું કાષ્ઠ શ્રેષ્ઠ છે, અને સર્વ ધાતુઓમાં જેમ સુવર્ણ શ્રેષ્ઠ છે, તેમ લાખો ને કરોડો ભવોમાં આ મનુષ્યભવ શ્રેષ્ઠ છે.
આ માનવજન્મમાં જ સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી શકાય છે. મનુષ્ય જન્મમાં ય આર્યદેશ, આર્યકુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગિતા આ બધું પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. આ બધી સામગ્રી અને સુવિધા મળવા છતાં મિથ્યાત્વરૂપ અંધકારથી અંધ બનેલાં જીવો, સમ્યકૃત્વરૂપ દીપક વિના સન્માર્ગને જાણી શકતા નથી. કુદેવને સુદેવ, કુગુરુને સદ્દગુરુ અને કુધર્મને સદ્ધર્મ માનતા મિથ્યાત્વમાં અંધ બનેલા જીવો સંસાર-અરણ્યમાં ભટકે છે. રાગી-દ્વેષી કુદેવોને પૂજનારા-માનનારા, મહાઆરંભી અને મહાપરિગ્રહી કુગુરુની ઉપાસના કરનારા, અને જીવહિંસારૂપ કુધર્મને અનુસરનારા જીવો સંસારની ચાર ગતિઓમાં અટવાયા કરે છે.
‘રાગ-દ્વેષ વિનાના વીતરાગ જ સાચા દેવ છે. પંચમહાવ્રતધારી નિગ્રંથ જ સાચા ગુરુ છે, અને દયામય ધર્મ જ સાચો ધર્મ છે.' આવું માનવું એ સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. મોક્ષનગરનું દ્વાર છે. સંસારસમુદ્રમાં જહાજ છે. સર્વે ગુણોનો આધાર છે. સર્વ સંપત્તિઓનો ભંડાર છે. ‘તીર્થંકર નામકર્મ' બાંધવાનું પ્રબળ નિમિત્ત છે. આવા સર્વોત્તમ સમ્યક્ત્વ ધર્મનું નિશ્ચલપણે જે પાલન કરે છે તે જીવાત્મા ખરેખર ધન્ય છે!
સુલસા
For Private And Personal Use Only
૨૦૧