________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલી, તેણે ત્રણ વાર પ્રભુને વંદના કરી.
પ્રભો! દેવનું વરદાન એ આપનું જ વરદાન છે. આપની જ પરમ કૃપાનું ફળ છે. મારા નાથ! આપ સદેવ મારા હૃદયમાં રહો!'
ઋતુકાળના દિવસો આવ્યા. સુલતા વિચારે છે : “દેવે મને ૩૨ પુત્રોનું વરદાન આપ્યું છે, એ સત્ય છે, પરંતુ બત્રીસ પુત્રોનો કાફલો મારા આત્મકલ્યાણના માર્ગમાં, મારા પ્રભુભક્તિના માર્ગમાં વિષ્ણભૂત બનશે. મારે બત્રીસ પુત્રો નથી જોઈતામારે તો બત્રીસ લક્ષણવાળો એક જ પુત્ર હોય તો બસ! પુત્ર ગુણવાન, પરાક્રમી અને સ્વજનપ્રિય જોઈએ. મારે તો મહાન પિતૃભક્ત પુત્ર જોઈએ છે.
ગગનમાં એક ચંદ્ર જ અંધકારનો નાશ કરે છે. સર્વ દિશાઓને પ્રકાશિત કરે છે. જ્યારે તારાઓ ભલે નવ લાખ હોય, તે દિશાઓને પ્રકાશિત કરી શકતા નથી.
સદૈવ ઇચ્છિત દાન આપનારી શ્રેષ્ઠ એક જ કામધેનુ સારી, પરંતુ ઘાસ ખાનારી વૃદ્ધ અને વસૂકી ગયેલી હજારો ગાયોને શું કરવાની?'
ચિંતિત કાર્યો કરનાર તેજ:પુંજ ચિંતામણિ રત્ન ભલે એક જ હોય, તે શ્રેષ્ઠ છે. જ્યારે કાચના ઊજળા ટુકડાઓના હારને શું કરવાનો?
સંકલ્પોને સિદ્ધ કરનાર એક જ કલ્પવૃક્ષને આંગણામાં રોપવું સારું! તાડ, લીમડો...ધતૂરો વગેરે ઘણાં વૃક્ષો શા કામનાં?
લક્ષણવંતો ચાર દાંતવાળો ઐરાવત હાથી હોય પછી લક્ષણરહિત નીચ કુલોત્પન્ન અને નિર્માલ્ય એવા અનેક હાથી શું કરવાના?
ઇન્દ્રના અશ્વસમાન જાતવંત શ્રેષ્ઠ વેગવાળો અને યશ ફેલાવનારો એક જ અશ્વ બસ છે! લક્ષણહીન, ઘાસ ખાનાર અને સંધ્યા સમયે ઘૂ..ઘૂ..ઘૂ અવાજ કરનારા ઘણા ઘોડા શા કામના?
ઘણા હાથીઓના ટોળાનો નાશ કરનાર સમર્થ શક્તિશાળી એવો એક જ સિંહ સારો! પરંતુ શિયાળિયા જેવા નિર્બળ અને કુતરાથી પણ ડરનારા એવા પુત્રોને શું કરવાના?
બધાં ભોગસુખ અને અંતે મુક્તિસુખ આપનારા એક જ જિનેશ્વર વીર પ્રભુની આરાધના કરવી ફળવતી છે. ઘણા-ઘણા પ્રયાસોથી સંતોષ પામતા રાગ-દ્વેષી દેવો શા કામના?
૨૦
સુલાસા
For Private And Personal Use Only