________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભગવાન મહાવીર કૌશામ્બીથી વિહાર કરી, અનેક ગામ-નગરોને પાવન કરતા વાણિજ્યગ્રામ પધાર્યા હતા. વાણિજ્યગ્રામમાં “જિતશત્રુ” નામના રાજા હતા. તેઓ શ્રાવક હતા. એ ગામમાં ‘આનંદ’ નામનો મોટો શ્રીમંત રહેતો હતો. તેણે ભગવાનનો ઉપદેશ સાંભળી શ્રાવકજીવનમાં બાર વ્રત ગ્રહણ કર્યા હતાં. એ વ્રતગ્રહણનો વૃત્તાંત લઈને મહારાજા શ્રેણિકનો દૂત રાજસભામાં આવ્યો હતો. ભગવાન જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં મહારાજા શ્રેણિકના દૂતો ભગવાનની સુખશાતા પૂછવા પહોંચી જતા હતા. વાણિજ્યગ્રામથી આવેલા દૂત મહારાજાને પ્રણામ કરીને વૃત્તાંત સંભળાવવો શરૂ કર્યો ત્યારે પડદા પાછળ રાણીઓની સાથે હું પણ બેઠી હતી.
મહારાજા, પ્રભુ વાણિજ્યગ્રામ પધાર્યા. “દૂતિપલાશ' નામના ચૈત્યમાં બિરાજમાન થયા. ત્યાં દેવોએ સમવસરણની રચના કરી. ભગવંતનું આગમન જાણી રાજા જિતશત્રુ પરિવાર સાથે મોટા આડંબર સહિત ભગવંતને વંદન કરવા આવ્યા. તેવી રીતે આનંદને ખબર પડતાં એણે પણ પ્રભુ પાસે જવાની તૈયારી કરી, તેણે સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્રો પહેર્યા. સુંદર આભૂષણ પહેર્યા, અને અનેક સ્વજન-પરિજનો સાથે ચાલતો એ સમવસરણમાં આવ્યો. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈ, વંદના કરી ઉચિત સ્થાને બેઠો.
ભગવંતે માલકોશ રાગમાં વૈરાગ્યભરી ધર્મદેશના આપી. ઉપદેશ સાંભળી રાજા અને પ્રજા નગરમાં ચાલ્યાં ગયાં. આનંદે ભગવંતને વંદના કરી કહ્યું : “હે ભગવન્! આપનો ધર્મોપદેશ સાંભળી મારું મન પ્રસન્ન થયું, સંતુષ્ટ થયું. ભગવંત, હું આપના નિગ્રંથ પ્રવચનમાં વિશ્વાસ કરું છું. નિગ્રંથ પ્રવચનથી હું સંતુષ્ટ છું. નિગ્રંથ પ્રવચન જ સત્ય છે. પરંતુ હે વીતરાગી! હું શ્રમણ બનવા શક્તિમાન નથી, પરંતુ ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત સ્વીકારવાની મારી શક્તિ છે, મારી ભાવના છે.'
ભગવાને કહ્યું : “મહાનુભાવ! આવા શુભ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ.”
દૂતે કહ્યું : “મહારાજા, બાર વ્રતો તો આપ જાણો છો, પરંતુ પાંચમું પરિગ્રહ પરિમાણ નામનું અણુવ્રત એ આનંદે જે પ્રમાણે લીધું તે સાંભળો.
ચાર ક્રોડ સોનામહોરો મારા ભંડારમાં રહેશે. ચાર ક્રોડ સોનામહોરો વ્યાજમાં રહેશે અને ચાર ક્રોડ સોનામહોરો ધન-ધાન્ય આદિ વ્યાપારમાં
સુલાસા
For Private And Personal Use Only