________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોકાશે. એ સિવાયના સોના-રૂપાનો હું ત્યાગ કરું છું.”
મારી પાસે ગાયોના ચાર વ્રજ છે. દરેકમાં દશ હજાર ગાયો છે. આ ચાર વ્રજ સિવાય હું પશુઓનો સંગ્રહ નહીં કરું.’
દેશાત્તરમાં જવા યોગ્ય પ૦૦ વાહનો અને બીજાં પ૦૦ વાહનો રાખીશ. એથી વધારે વાહનો નહીં રાખું.”
એ પછી એ શ્રાવકે ભોગ-ઉપભોગની વસ્તુઓનો ઘણો ત્યાગ સ્વીકાર્યો. ચાર પ્રકારના અનર્થદંડનો પણ ત્યાગ કર્યો.
વ્રતો ધારણ કર્યા પછી, ભગવંતે આનંદને કહ્યું : “હે આનંદ! જે જીવઅજીવ આદિ તત્ત્વોને જાણે છે અને જે પોતાની મર્યાદામાં રહેનારો શ્રમણોપાસક છે, એણે વ્રતોના અતિચારો જાણવા જોઈએ અને એ અતિચારદોષો નહીં સેવવા જોઈએ.'
ભગવંતે વ્રતોના અતિચાર સમજાવ્યા. ત્યાર પછી આનંદે કહ્યું : “હે ભગવંત, રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, ગુરુનિગ્રહ અને વૃત્તિકાંતારયોગ, આ છ પ્રસંગોને છોડીને, હું આજથી અન્ય તીર્થિકોને, અન્ય ધાર્મિકોના દેવોને, અન્ય ધાર્મિકોએ ગ્રહણ કરેલી અરિહંત-પ્રતિમાને વંદન-નમન નહીં કરું.'
ત્યાર પછી આનંદે ભગવંતને પ્રશ્નો પૂછયા. ભગવંતે ઉત્તરો આપ્યા. પછી આનંદે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દીધી અને વંદન કરી દૂતિપલાશ ચૈત્યની બહાર આવી નગરમાં પોતાના ઘેર ગયો.
ઘેર જઈને એણે પોતાની પત્ની શિવાનંદાને હર્ષથી ઉલ્લસિત બનીને કહ્યું : હે દેવાનુપ્રિયે, આજે મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મનું શ્રવણ કર્યું, અને એ ધર્મ મને ગમ્યો. મને ખૂબ રચ્યો છે. દેવાનુપ્રિયે, માટે તમે પણ ભગવાન મહાવીર પાસે જાઓ. એમને વંદના કરો. એમની પર્યાપાસના કરો અને ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત ગ્રહણ કરો.”
આનંદ શ્રાવકની વાત સાંભળી શિવાનંદા હર્ષિત થઈ, પુલકિત થઈ. તેણે સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્ર પહેર્યા. થોડા પણ અતિમૂલ્યવાન અલંકારોથી શરીરને શણગાર્યું. દાસીઓની સાથે એ સુંદર રથમાં આરૂઢ થઈ. વાણિજ્યગ્રામની વચ્ચેથી પસાર થઈ એ દૂતિપલાશ ચૈત્યમાં પહોંચી. એ પહોંચી ત્યારે પણ સમવસરણમાં પર્ષદા બેઠેલી જ હતી. ભગવંતે ધર્મદેશના આપી. શિવાનંદાએ પણ ભગવાન પાસે ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત માંગ્યાં. પ્રભુએ એક-એક વ્રત
સુલાસા
For Private And Personal Use Only