________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજાવીને, વ્રતોના અતિચાર સમજાવીને પ્રત્યાખ્યાન આપ્યું. શિવાનંદા આનંદવિભોર થઈ ગઈ. તેણે ભગવંતને વંદન કરીને કહ્યું : “હે ત્રિભુવનનાથ! મને ધર્મનું ઉત્તમ દાન આપીને આ સંસારસાગરથી મારો ઉદ્ધાર કર્યો...' શિવાનંદા હૃદયમાં આનંદ-ઉલ્લાસ ભરીને ચાલી ગઈ.
મહારાજા શ્રેણિક, અભયકુમાર, મંત્રીગણ, અંતેપુર, નગરશ્રેષ્ઠીઓ સહુ દૂતના મુખે વૃત્તાંત સાંભળવામાં લીન હતા...સહુનાં હૃદયમાં જુદાં જુદાં સંવેદનો જાગી રહ્યાં હતાં. દૂતે વાતને આગળ વધારતાં કહ્યું :
શિવાનંદાના ગયા પછી, ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું : “હે ભગવનું, શું આનંદ શ્રાવક આપની પાસે શ્રમણ બનવા સમર્થ છે?'
હે ગૌતમ! આનંદ શ્રાવક ઘણાં વર્ષો સુધી શ્રાવકધર્મનું પાલન કરશે. એની પત્ની શિવાનંદા પણ વર્ષો સુધી શ્રાવકધર્મનું પાલન કરશે. એ બંને દંપતી જીવ-અજીવ આદિ તત્ત્વોનું ચિંતન-મનન કરતાં રહેશે. દાન દેતાં રહેશે. શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિ ધર્મઆરાધનાથી પોતાના આત્માને ભાવિત કરતાં રહેશે. એમ કરતાં ચૌદ વર્ષ પસાર થઈ જશે. પંદરમું વર્ષ ચાલતું હશે. એક સમયે રાત્રિના પાછલા પ્રહરમાં ધર્માનુષ્ઠાન કરતાં કરતાં આનંદ શ્રાવકના મનમાં એક પવિત્ર સંકલ્પ ઉત્પન્ન થશે. એ વિચારશે. “વાણિજ્યગ્રામમાં હું ઘણા લોકોને આધાર આપું છું. રાજા અને પ્રજા પ્રત્યેનાં કર્તવ્યના પાલનમાં મારું મન વ્યગ્ર રહે છે. માટે હું શ્રમણ ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મની યથાર્થ આરાધના નથી કરી શકતો. માટે મને એમ ઉચિત લાગે છે કે “પ્રભાતે સર્વે સ્વજનોને ઘરે બોલાવી, તેમને મિષ્ટાન્ન ભોજન કરાવી, મારા મોટા પુત્રને મારા ઘરની અને વ્યાપારની બધી જ જવાબદારી સોંપી દઉં અને પછી પુત્ર-મિત્રો વગેરેને જાણ કરીને “કોલ્લાસન્નિવેશમાં જે જ્ઞાતકુલની પૌષધશાળા છે, તેમાં જઈને રહું અને ભગવાન મહાવીરના નિર્દેશલા ઉચ્ચ કોટિના શ્રાવકધર્મની આરાધના
પ્રભાતે સ્વજન-પરિજનોને આનંદ બોલાવશે. તેમને મિષ્ટાન્ન-ભોજન કરાવશે. પછી પુષ્પોના હાર પહેરાવી સહુને સુંદર વસ્ત્રો, અલંકારો અર્પણ કરી સત્કાર-સન્માન કરશે. તે પછી જ્યેષ્ઠ પુત્રને બોલાવી કહેશે : “હે વત્સ! હવે કુટુંબ પરિવારનો ભાર તને સોંપીને હું કોલ્લાગસન્નિવેશની
૯૮
સુલાસા
For Private And Personal Use Only