________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર પ્રભુના મુખે સાંભળેલું છે. વૈરાગ્ય વિના ધર્મ નહીં, વૈરાગ્ય વિના આત્મકલ્યાણ નહીં.
આમેય, જ્યારથી પ્રભુ વીર મળ્યા છે, તેમને જોયા છે, તેમને સાંભળ્યા છે તે પછી મારું મન આ સંસારના સુખભોગોમાં આસક્ત નથી રહ્યું. ઇન્દ્રિયોના ઉન્માદ નથી રહ્યા...વૈષયિક સુખોનું આકર્ષણ પણ નથી રહ્યું. છતાં મારે પતિને અને પુત્રોને પ્રેમ આપવો પડે છે. એમને વાત્સલ્ય આપવું પડે છે. એમના ગમા-અણગમાનો ખ્યાલ રાખવો પડે છે. એમની ઇચ્છાઓ પૂર્ણ કરવી પડે છે. કરું છું...પણ સાંજે ..રાત્રે જ્યારે એકાંત મળે છે ત્યારે વિચારું છું : “આજનું નાટક પૂરું થયું!”
હું પત્ની તરીકેનો અભિનય કરું છું! હું માતા તરીકેનો અભિનય કરું છું. હવે હું સાસુનો અભિનય કરીશ. માત્ર અભિનય! સાચું કાંઈ નથી. હું નથી પત્ની કે માતા નથી સાસુ નથી કે નથી વેવાણ! હું તો શુદ્ધ આત્મદ્રવ્ય છું! અનંતજ્ઞાન. અનંતદર્શન મારા ગુણો છે. હું વીતરાગી છું. અરૂપી અને અનામી છું! પરંતુ અનાદિકાલીન કર્મોથી આત્મા લેપાયેલો છે, આવૃત્ત છે. એ કમ આ સંસારમાં જાત-જાતને અભિનય કરાવે છે...હસાવે છે ને રડાવે છે! દીન-હીન બનાવે છે ને ઉન્મત્ત-ઉદંડ બનાવે છે.રક બનાવે છે ને રાજા બનાવે છે...
મારા પ્રભુએ કહેલું મને યાદ છે. સંસારના બધા જ સંબંધો ક્ષણિક છે. ક્ષણભંગુર છે. બોદા છે. જીવન પાણીના પરપોટા જેવું..વીજળીના ચમકારા જેવું અને હાથીના કાન જેવું ક્ષણિક છે. એવા મનુષ્યજીવનમાં આત્માને જાણવો, આત્માને શુદ્ધ કરવો ને પાપોથી આત્માને બચાવી લેવો, એ સુજ્ઞ મનુષ્યનું લક્ષ્ય હોય.
હે મારા પ્રભુ! જીવનની વિદાયવેળાએ જો હું આટલું બોલી શકું, કે સંખ્યાતીત આકારો અને નામોથી ભરેલી આ રંગભૂમિમાં મેં પણ મારું નાટક ભજવ્યું છે. એમાં કેટલીક પળોમાં, જે નિરાકાર છે, જે અનામી છે, એની મને ઝાંખી મળી ગઈ છે!' તો મારા માટે બસ છે!
મારા તારણહાર! તમે સ્પર્શાતીત છો! પરંતુ કોઈ પળે ભાવાત્મક સ્પર્શથી મારું ચૈતન્ય થનગની ઊંડ્યું છે!' આટલું જો હું વિદાયવેળાએ કહી શકું...તો ભલે આ પળ જ મારી વિદાયવેળા બની જાઓ!”
સુલાસા
૯૫
For Private And Personal Use Only