________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમનાં તેજવલયોને હું અનિમેષ નયને જોઈ રહી. શું આ મારી કાલ્પનિક મૂર્તિ હતી? ના, ના, એ બત્રીસ પુત્રોની ભેટ આપનારા મારા પ્રિયતમ દેવ જ હતા! જાણે કહેવા આવ્યા હતા : પુત્રોને પરણાવી દીધા ને? જીવનનો લહાવો લઈ લીધો ને?” આ અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે સ્ત્રી-પુરુષના વિવાહની સંસ્કૃતિ સ્થાપિત કરી હતી.
સાચે જ, વિશ્વમાં વિવાહનું તત્ત્વ ન હોત તો માણસનું જીવન કેવું હોત? આ વિશ્વ કેવળ મભૂમિ હોત! નદી, ઝરણાં, પશુ-પક્ષી, વિવિધ રંગી સુંદર ફૂલોથી આચ્છાદિત હોવા છતાં પૃથ્વી મભૂમિ જેવી હોત! પ્રેમની તરસ છિપાવવા માણસ મરભૂમિમાં વન-વન ભટક્યો હોત અને અંતે વ્યાકુળ બનીને વૃક્ષવેલીને આલિંગન કર્યું હોત. એના તરફડતા જીવને આત્મહત્યા સિવાય શાંતિ મળત નહીં. સ્ત્રીમાં, પુરુષના સંતપ્ત મનને શાંત કરવાની પ્રચંડ શક્તિ હોય છે. સ્ત્રીના પ્રેમાળ સંગાથમાં માણસ સંસારની કૂરતાને પણ ભૂલી શકે છે. અપમાનના કડવા ઘૂંટ પણ ધીરજથી પચાવી શકે છે, અવનવાં પરાક્રમોના પર્વત ઊભા કરી શકે છે. જીવનયાત્રામાં વિવાહનું સ્થાન અતિ મહત્ત્વનું છે! યુવાનોનું મન એના તરફ હમેશાં આકર્ષાયેલું રહે છે.
પુત્રોને પરણાવી દીધા. પિતાને ખૂબ સંતોષ થયો, ખૂબ આનંદ થયો. એમની પુત્રઝંખના હરિણગમૈષી દેવે પૂર્ણ કરી. પુત્રોને પરણાવવાની મોટી જવાબદારી મહારાજા શ્રેણિકે ઉઠાવી! વૈવાહિક જીવન એ બે પૈડાનો રથ છે. પતિ-પત્ની એ બે પૈડાં. આ બે પૈડાં સમતોલ હોય તો જ રથ બરોબર ચાલે! નહિતર છેવટે ધરતીમાં ખૂંપી જાય
મારી ક્યાં પુત્રેચ્છા જ હતી? સારથિની તીવ્ર પુત્રેચ્છા હતી! મેં તો એમને બીજી કન્યા સાથે લગ્ન કરી લેવા માટે સમજાવ્યા હતા, પરંતુ તેઓ માન્યા ન હતા. કારણ કે પુત્રેચ્છા કરતાંય વિશેષ પ્રેમ એમને મારા ઉપર હતો. પ્રેમ તો હતો જ, અને શ્રદ્ધા પણ વિશેષ હતી...મારે જીવનરથને સમતોલ રાખવો હતો, એટલે એમની પુત્રેચ્છા પૂર્ણ કરવા મેં તપશ્ચર્યા દ્વારા, બ્રહ્મચર્ય દ્વારા અને દેવધ્યાન દ્વારા એમની ઇચ્છા પૂર્ણ કરી! એક પુત્ર જ નહીં, બત્રીસ પુત્રો આપ્યા! સુંદર સંસ્કારી અને પરાક્રમી!
જોકે મારા મનની મથામણ તો જુદી જ છે. દુન્યવી વ્યવહારોની ભૂમિકા નિભાવવી એક વાત છે, આત્મકલ્યાણની આરાધના બીજી વાત છે. એ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશવા સર્વપ્રથમ સંસાર પ્રત્યે વૈરાગ્ય જોઈએ! મેં મારા
૯૪
સુલાસા
For Private And Personal Use Only