________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નથી અને વેશ્યાની જેમ જ્યાં સુધી સર્વસ્વ ગ્રહણ કરનારી લક્ષ્મી વિરામ પામી નથી, ત્યાં સુધી આ ઘર-બાર, ધન-સંપત્તિ, સ્વજન-પરિજન સર્વનો ત્યાગ કરી આત્મકલ્યાણ સાધી લેવું જોઈએ. જે પુરુષ આ અસાર શરીરથી મોક્ષ મેળવે છે, તે પુરુષ કાચના ટુકડાથી રત્ન મેળવે છે! કાળો કાગડો આપીને સુંદર મોર મેળવે છે! કમળની માળા આપીને રત્નહાર પામે છે. તુચ્છ ધાન્ય આપીને ઉત્કૃષ્ટ દૂધપાક મેળવે છે. ગર્દભ આપીને અશ્વ મેળવે છે! હે મારા વીરા! તેં મારા ઉપર મોટો ઉપકાર કર્યો. મને શોકસાગરથી પાર ઉતારી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેણિકને સંબોધીને સુલસાએ કહ્યું : ‘મહારાજા, આપ જરાય ઉદ્વેગ ન પામશો. એકસાથે મારા બત્રીસે બત્રીસ પુત્રોના મૃત્યુમાં ખરેખર તો હું જ કારણભૂત છું...'
‘એ કેવી રીતે બહેન?' અભયે આશ્ચર્યથી પૂછ્યું.
૧૨૬
‘તમને ખબર છે કે આ પુત્રો દેવના દીધેલા હતા. દેવરાજ ઇન્દ્રના સેનાપતિ હરિણગમૈષી દેવે મને ૩૨ ગુટિકાઓ આપીને કહેલું કે, ‘આ ગુટિકા ક્રમશઃ ગળી જવાની છે. તેથી તને ૩૨ પુત્રો થશે!' મેં ત્યારે વિચારેલું કે મારે બત્રીસ પુત્રોની જંજાળ નથી જોઈતી...ભલે, એક પુત્ર હોય, પણ બત્રીસ લક્ષણવાળો હોય તો સારું! એમ સમજીને હું એકસાથે બત્રીસ ગુટિકાઓ ગળી ગઈ...
મારા પેટમાં ૩૨ ગર્ભ રહ્યા. ધીરે ધીરે મારી પેટ-પીડા વધવા લાગી. મેં હરિણગમૈષી દેવને યાદ કર્યાં. તેમનું ધ્યાન કર્યું. તેઓ આવ્યા. મેં મારી વાત કરી. તેઓ નારાજ થઈને બોલ્યા : ‘સુલસા, તેં ભારે ભૂલ કરી. આ ૩૨ પુત્રો એકસાથે જનમશે, જીવશે એકસરખું...એકનું મૃત્યુ થશે એટલે બત્રીસેય મોતને પામશે...બત્રીસે બત્રીસ પુત્રોનું આયુષ્ય એકસરખું રહેશે.' મહારાજા! આ વાત મેં આપને નહોતી કરી. મહામંત્રીને પણ નહોતી કરી. દેવ તો મારી ગર્ભપીડા દૂર કરીને ચાલ્યા ગયા હતા...તેમની વાત સાચી પડી! તીર એક પુત્રને વાગ્યું...એ મરાયો એની સાથે બીજા ૩૧ પણ મરાયા. એટલે હે રાજેશ્વર! તમે ખેદ ના પામશો. એમની ભવિતવ્યતા જ એવી હતી. ભવિતવ્યતાને કોણ મિથ્યા કરી શકે? હે રાજેશ્વર! હું ચારિત્ર તો નહીં લઈ શકું. મારે સારથિને સાચવવા પડશે. એમને સમતા-સમાધિ અને સ્વસ્થતા આપવી પડશે. પરંતુ હું બાર
For Private And Personal Use Only
સુલસા