________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ્રતમય ગૃહસ્થધર્મના પાલનમાં તત્પર રહીશ.'
અભયકુમારે કહ્યું : ‘મોટી બહેન, હમણાં આઠ-દશ દિવસ રોજ તમારી પાસે આવીશ. આપણે વીર પ્રભુનાં વચનો ૫૨ ચિંતન-મનન કરીશું. એથી ચિત્ત સમત્વ ધારણ કરશે અને આત્મા જિનવચનોથી ભાવિત થશે.' ‘તમે આવશો કુમાર, તેથી મને ઘણો સહારો મળશે, હૂંફ મળશે અને જીવનમાં સાચું માર્ગદર્શન મળશે.'
સુલસા
મહારાજા શ્રેણિકે અને અભયકુમારે વિદાય લીધી.
સુલસા પોતાની બત્રીસ પુત્રવધૂઓ પાસે આવીને બેઠી. તેણે કહ્યું :
‘હવે તમે જ મારા પુત્રો છો અને તમે જ પુત્રવધૂઓ છો. હું તમારામાં મારા પુત્રોનાં દર્શન કરીશ. ધીરે ધીરે શોક-ઉદ્વેગ અને સંતાપનાં ઘનઘોર વાદળો વિખરાતાં જશે. જ્ઞાનનો સૂર્ય પ્રકાશતો જશે.
મારી પુત્રીઓ! આપણું એક પ૨મ સૌભાગ્ય છે કે પ્રાણોથી પણ અધિક પ્યારા ભગવાન મહાવીર રાજગૃહીમાં પધારી રહ્યા છે! જાણે કે આપણાં શોક સંતપ્ત હૃદયો ઉપર શીતલ ચંદનનું વિલેપન કરવા જ આવી રહ્યા છે. તેઓ સર્વજ્ઞ છે. તેઓ બધું જાણે છે. સુલસાના બત્રીસ પુત્રો મૃત્યુ પામ્યા છે, બત્રીસ પુત્રવધૂઓ વિધવા બની ગઈ છે, સારથિ શૂન્યમનસ્ક થઈ ગયા છે...મારા કૃપાસિન્ધુ પરમ ગુરુ આ બધું જ જાણે છે. એ આપણા માટે જ આવે છે! હે ગુણવંતી પુત્રીઓ, તમે સ્વસ્થ થાઓ. શોક દૂર કરો...સ્નાનાદિ કરી શુદ્ધ શ્વેત વસ્ત્રો ધારણ કરો.
તમારા વહાલા પ્રીતમનો તમને વિયોગ થયો છે...પરંતુ પરમ પ્રિયતમ પ્રભુ મહાવીરનો સંયોગ થવાનો છે. એ સંયોગ શાશ્વત છે. એ સંયોગ જનમોજનમનો છે...એ સંયોગ પરમ સુખમય મુક્તિ તરફ લઈ જનારો છે.
હું સમજું છું, મને જેમ મારા પુત્રોની સ્મૃતિ ખળભળાવતી રહેશે તેમ તમને પણ એમની સ્મૃતિ વ્યથિત કરતી રહેશે. છતાં એ વ્યથા-કથા આપણા પરમેશ્વર સાંભળશે...જરૂ૨ સાંભળશે અને રમ્ય કથા કહીને આપણાં હૃદયને નિરાકુલ, સ્વસ્થ અને સમતા-સમાધિયુક્ત બનાવી દેશે.
બત્રીસે બત્રીસ પુત્રવધૂઓ સાસુ-સુલસાનાં ચરણોમાં પ્રણામ કરી પોતપોતાના કક્ષમાં ચાલી ગઈ.
35
Acharya Shri Kailassagarsuri Gyanmandir
98
For Private And Personal Use Only
૧૨૭