________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે બહેન, પિતા, માતા, પત્ની, પુત્ર, મિત્ર - આ બધું જ સંસારના સ્વપ્ન જેવું છે. જે સવારે દેખાય છે, તે મધ્યાન્ને નથી દેખાતું. અને જે મધ્યાહુએને દેખાય છે તે રાત્રિમાં નથી દેખાતું. આ રીતે સંસારમાં સર્વ પદાર્થો અનિત્ય છે.
‘દેવી, તમે પોતે જ તત્ત્વવેત્તા છો. માટે ધર્મ ધારણ કરો. કારણ કે વિશ્વને સૂર્ય પ્રકાશિત કરે છે, પણ સૂર્યને પ્રકાશિત કરનાર કોઈ હોતું નથી. હે ભગિની, ક્યારેક સમુદ્ર પોતાની મર્યાદા છોડી દે, ક્યારેક પર્વતો કંપાયમાન થાય, ક્યારેક પૃથ્વીમાં પ્રકંપ આવે, પરંતુ તમારા જેવી સુજ્ઞ શ્રાવિકા, ભગવાન મહાવીરની શ્રાવિકાને મોટું દુઃખ આવે તો પણ જરાય વિચલિત કે વિકલ થાય નહીં, આ સંસારમાં ક્ષણ પૂર્વે દેખાતા અને ક્ષણ પછી નાશ પામતા એવા સર્વ સંબંધો જાણીને, વિવેકી એવી તું મહાશ્રાવિકા તારે મહાક્રાન્ત ન બનવું જોઈએ.
હે સુજ્ઞ શ્રાવિકા! શું તમે ભગવાન મહાવીરની વાણીમાં નથી સાંભળ્યું કે સંસાર એક ઇન્દ્રજાળ છે! આ સંસારમાં સર્વ પદાર્થો પ્રગટ થઈને નાશ પામનારા છે? કહો, આ સંસાર સાથે શું પ્રીતિ કરવી?
આ સંસારમાં જોવામાં આવતી વસ્તુઓ પાણીના પરપોટા જેવી છે. જોતજોતામાં નાશ પામનારી છે!'
આ સંસાર એક માયા-પ્રયોગ છે...પરદ્રવ્યોનું નાટક માત્ર છે. તેમાં તમે શોકગ્રસ્ત ન થાઓ. તમારા પોતાના આત્મકલ્યાણની સિદ્ધિ માટે પ્રયત્ન કરો.”
સુલસા કંઈક સ્વસ્થ બની. તેનો વિલાપ બંધ થયો, આંખોમાં આંસુ સુકાઈ ગયાં. અભયકુમારનાં વચનોને જાણે મનમાં વાગોળતી હોય તેમ આંખો બંધ કરી ઊંડા વિચારમાં સરી પડી. મહારાજા અને અભયકુમાર શાન્તિથી બેઠા હતા...સુલતાએ આંખો ખોલીને અભયકુમાર સામે જોઈને કહ્યું : “કુમાર, તમે મને બહુ સારી વાતો કહી. જીવાત્માઓ પોતપોતાનાં કર્મ પ્રમાણે જ જીવે છે અને મરે છે. બાળ, યુવાન કે વૃદ્ધ એવું ઉમરનું કોઈ પ્રમાણ હોતું નથી. સ્વજનોનો સંગમ સ્વપ્ન જેવો હોય છે. લક્ષ્મી, હાથીના કાના જેવી ચંચળ હોય છે. યૌવન, પર્વતમાંથી નીકળતી નદીના જેવું વહી જનારું છે. જીવન, દર્ભના અગ્રભાગ ઉપર રહેલા જલબિંદુ સમાન છે. જ્યાં સુધી યૌવન ગયું નથી, રાક્ષસીની જેમ આયુષ્યનો અંત કરનારી વૃદ્ધાવસ્થા જ્યાં સુધી આવી નથી, સંનિપાતની જેમ ઇન્દ્રિયોની વિકળતા જ્યાં સુધી થઈ
સુલાસા
૧૨૫
For Private And Personal Use Only