________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવસ્વરૂપ જાણું છું. પણ પુત્રોના થયેલા વિરહથી હું શોકાકુલ બની છું. તેથી તત્ત્વજ્ઞાન ભુલાઈ જાય છે. જ્યાં સુધી ઇષ્ટવિયોગ, પ્રિયવિયોગ થતો નથી ત્યાં સુધી જ મનુષ્યને ધીરજ રહે છે. હે અભયકુમાર, તમે અરિહંતના ઉપદેશનું અમૃતપાન કરીને તમારું ચિત્ત નિર્મળ કરેલું છે. તમારા જેવા વૈર્યવાળા, વિવેકી પુરુષો વિરલ જ હોય છે.' બોલતી બોલતી સુલસા આકંદ, કરવા લાગી. એની સાથે બત્રીસ પુત્રવધૂઓ પણ અંજલિથી મુખ ઢાંકીને મોટા સ્વરે રુદન કરવા લાગી. દાસ-દાસીઓ પણ પૃથ્વી પર આળોટી, પડી વિલાપ કરવા લાગ્યાં.
પુત્રવધૂઓનાં નેત્રોમાંથી નીકળતાં આંસુઓ સાથે કાજળ પણ વહેતું હતું. કાજળથી એમનાં વસ્ત્રો મલિન થતાં હતાં. એમના વાળના મોટા અંબોડા ખૂલી ગયા હતા. વાળથી એમનાં મુખ ઢંકાઈ ગયાં હતાં. બધી સ્ત્રીઓ છાતી ફૂટતી હતી. તેથી તેમના ગળામાં રહેલા રત્નહાર તૂટીને જમીન પર વેરાઈ ગયા હતા. શોકાગ્નિના ધુમાડા જેવા દીર્ઘ નિશ્વાસ છોડવાથી તેમના કિંઠ અને ઓષ્ઠ સુકાઈ ગયા હતા. ન રહ્યું ધૈર્ય, ન રહી લજ્જા કે ન રહ્યો વિવેકા
સુલસા રડતા રડતા બોલવા લાગી : “હે વત્સો, તમારું આવું લજ્જાકારી મૃત્યુ કેમ થયું? હે પુત્રો, અરણ્યમાં ઊગેલાં વૃક્ષોના દોહદ પૂરા ન થાય તેમ તમારી સ્વેચ્છાવિહારની ઇચ્છાઓ હજુ પૂરી થઈ ન હતી. ઉદય માટે થયેલો પૂર્ણચન્દ્ર દેવયોગે રાહુથી ગ્રસ્ત થયો. ફલિભૂત થયેલું વૃક્ષ હાથીએ ભાંગી નાંખ્યું. કાંઠે આવેલું વહાણ તટના કિનારે રહેલા પર્વતે તોડી નાંખ્યું. ચડી આવેલાં નવાં વાદળોને દુષ્ટ પવને વેરવિખેર કરી નાંખ્યાં. પાકેલી ડાંગરનું વન દાવાનળથી બળી ગયું.. તેવી રીતે ધર્મ, અર્થ અને કામને યોગ્ય બન્યા અને તમે હણાઈ ગયા. તમે ચાલ્યા ગયા...હવે મારે આ ધન-સંપત્તિની...આ હાટ-હવેલીની...આ હાથી-ઘોડાઓની શી જરૂર છે? પ્રાણથી પણ પ્યારા પુત્રો વિનાનું જીવન નિસાર છે...”
અભયકુમારે ખૂબ મધુર શબ્દોમાં કહ્યું : “દેવી તુલસા! જગતની મોહનિદ્રાનો નાશ કરવા સૂર્ય સમાન શ્રી મહાવીર પ્રભુ તમારા પરમ ગુરુ છે.. એવા તમને મારે શું બોધ આપવાનો હોય? શું આ લજ્જાસ્પદ નથી? “આ સંસાર અસાર છે,” આ જિનવચન સામાન્ય માણસોને સમજાય છે. તો તમે તો વર્ષોથી સર્વજ્ઞનાં રાગી છો, ભક્ત છો, એટલે તમારે તો સંસારની અસારતા વિચારવી જ જોઈએ.
૧૨૪
સુલાસા
For Private And Personal Use Only