________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાનો આદેશ આપ્યો, અને સ્વયં રાજા અને મંત્રી નાગદંપતી પાસે બેઠા. બત્રીસ પુત્રવધૂઓનો વિલાપ હૃદયવિદારક હતો...એક ક્ષણ તો બુદ્ધિનિધાન અભયકુમાર કિંકર્તવ્યમૂઢ બની ગયા... “દુઃખી અને ઘવાયેલાં હૃદયોને શબ્દો સાંત્વના આપી શકશે? હા, ભગવાન મહાવીરની વાણીના શબ્દો અવશ્ય સંતપ્ત હૃદયને શાન્તિના જલથી શીતલ કરે છે. હું આ બધા શોકસંતપ્ત આત્માઓને વીરનાં વચનોથી શાન્તિ આપવા પ્રયત્ન કરું.”
જોકે નાગ સારથિ તો જાણે નિદ્રાવશ થયા હોય, જાણે ખંભિત થઈ ગયા હોય...અને જાણે શૂન્ય થઈ ગયા હોય તેમ નિ:સ્પદ નેત્રવાળા થઈ ગયા હતા. જ્યારે ક મૂછિત થઈ જતા, ક્યારેક જાગતા...પરંતુ તેઓ બોલવા કે સાંભળવાની સ્થિતિમાં ન હતા. એટલે અભયકુમારે વિષાદગ્રસ્ત સુલતાને સંબોધીને કહ્યું :
‘તમે મારાં મોટાં બહેન સમાન છો. તમે ભગવાન મહાવીરનાં વચનો સાંભળેલાં છે. તમે તત્ત્વજ્ઞ છો, શ્રદ્ધાવાન છો...દેવી! પ્રત્યેક જીવાત્મા, ભલે યશવંત હોય, ગુણવંત હોય કે ધનવંત હોય, આખરે નાશવંત છે. મૃત્યુ દુરતિક્રમ્ય છે. મૃત્યુ પિશુનની જેમ નુકસાનકારી છે, અગ્નિની જેમ સર્વભક્ષી છે, અને પાણીની જેમ સર્વભેદી છે. શું કોઈના ય ઘરમાં કોઈપણ પૂર્વજ મૃત્યુ ન પામ્યા હોય, તેવું બને ખરું? તમારા બત્રીસ પત્રો મૃત્યુ પામ્યા, તે મહાકાળની વક્રગતિમાં સ્વાભાવિક છે. બાળક હોય કે વૃદ્ધ હોય, દરિદ્ર હોય કે શ્રીમંત હોય, મૃત્યુ સહુના માટે નિશ્ચિત જ છે. સંસારનો એવો સ્વભાવ જ છે! નદીમાં પાણીના તરંગોની જેમ, અને આકાશમાં શરદઋતુનાં વાદળોની જેમ કોઈ સ્થિર રહેતું નથી.
વળી, હે ભગિની! આ સંસારમાં માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રવધૂ વગેરે સંબંધો પરમાર્થિક નથી, સાચા નથી. જેમ ધર્મશાળામાં મુસાફરો જુદી જુદી દિશાઓમાંથી આવીને ભેગા થાય છે અને પછી પોતપોતાના ગંતવ્ય તરફ ચાલ્યા જાય છે, તેમ જેને આપણે “ઘર” કહીએ છીએ તેમાં જુદી જુદી ગતિમાંથી જીવો આવીને ભેગા થાય છે, પોતપોતાનાં કર્મો અનુસાર પાછા તેઓ બીજી-બીજી ગતિમાં ચાલ્યા જાય છે! તેમાં શોક કેમ કરાય? કોઈ પહેલાં જાય, કોઈ પછી જાય....તમે શોક-સંતાપ ન કરો. તમે સાત્ત્વિક છો, વીર પ્રભુની શ્રાવિકા છો...શોક તો મોહનું પ્રતીક છે...તમે વિવેકી બનો.' આંસુઝરતી આંખે.. ડૂસકાં ભરતી સુલસા બોલી : “મહામંત્રી! હું
સુલાસા
૧૨૩
For Private And Personal Use Only