________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેણિકે પોતાની પાસે બેસાડ્યા. કોઈ બોલતું નથી. ત્યાં શ્રેણિકે કહ્યું :
હે નાગ! વૈશાલીથી પાછા ફરતાં, દુમનોએ તમારા બત્રીસ પુત્રોને હણી નાખ્યા છે. જોકે તીર તો એક જ પુત્રને વાગ્યું છે, મૃત્યુ બત્રીસે બત્રીસ પામ્યા છે.'
હવેલીના બાહ્ય ભાગમાં બત્રીસ પુત્રોના મૃતદેહ શ્વેત વસ્ત્રોથી આવૃત્ત ગોઠવાયેલા હતાં. નાગ સારથિ અને સુલસા પુત્રોના મૃતદેહો પાસે દોડતા ગયા. ત્યાંનું દૃશ્ય જોઈને શરીરનું લોહી થીજી ગયું. બંને મછિત થઈને ભૂમિ પર ઢળી પડ્યાં. જીવનના સુખ-દુઃખના એક માત્ર સાથીદાર બત્રીસે બત્રીસ પુત્રો અચેતન પડ્યા હતા. એમનાં ગૌરવર્ણા શરીર, પાકીને ખરી પડેલાં ગુલાબનાં ફૂલ જેવાં પડ્યાં હતાં.
જેમ તેમ કરીને, હવા નાંખીને, પાણી છાંટીને નાગ અને સુલતાને ભાનમાં લાવ્યા. તેમણે નીચે બેસીને એક-એક પુત્રનું મસ્તક ખોળામાં લીધું. અશ્રુની ધારા આંખમાંથી વહેવા લાગી.
મારી ૩૨ પુત્રવધૂઓનો સૌભાગ્યનો ચાંલ્લો ભૂસવા હું ક્યાંથી ધીરજ લાવીશ? કોની સાથે જીવનનાં સુખ-દુ:ખોની વાત કરીશ? હવે હું કોને વત્સ! બેટા...! પુત્ર...કહીશ? આજે અમે એકલાં પડી ગયાં.. જીવન નશ્વરતાના મહાસાગર જેવું લાગ્યું...અર્થશૂન્ય કલહના અનંત અર્ણવ સમું ભાસવા લાગ્યું..હૃદયમાં આકાશ જેટલો શૂન્યાવકાશ પથરાઈ ગયો. જીવનનું મહાપૂર અશ્રુરૂપે આંખોનાં બંધ તોડીને વહેતું હતું.
મારા પુત્રોની અર્ધબીડેલી આંખોને મેં આંગળીથી સદા માટે બંધ કરી દીધી. આપણું અશુભ, અમંગલ. અસમર્થતા ન જુએ એ માટે, બહારથી સુંદર દેખાતું આ ક્રૂર જગત ફરી એમની દૃષ્ટિમાં ન પડે તે માટે! નિસ્તેજ પડી જતી, કાળી પડી જતી એમની ભાવપૂર્ણ વિશાળ આંખો મેં બંધ કરી દીધી.”
નાગ સ્તબ્ધ બની અપલક દૃષ્ટિએ જોઈ રહ્યા હતા. તે મૂક થઈ ગયા હતા. જ્યારે સુલતાના અંગઅંગમાં વિષ વ્યાપી ગયું. હૃદય સંતાપથી થરથરતું હતું...એની જાણે એક-એક નસ તૂટતી હતી. એ પુત્રોના ઢાંકેલા વસ્ત્ર ઉપર માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી...એનું ઘોર આક્રંદ સહુને રડાવી રહ્યું હતું.
સુલતાની અનુજ્ઞા લઈ અભયકુમારે બત્રીસ મૃતદેહનો અગ્નિસંસ્કાર
૧૨૨
સુલાસા
For Private And Personal Use Only