________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આક્રમણ કરી વેરનો બદલો લઉં, તો પણ આ યુવાનો પાછા તો આવવાના નથી...હું સુલસાને નાગ સારથિને મારું મોઢું કેવી રીતે દેખાડીશ? એમને સમાચાર કેવી રીતે આપીશ? શું એ દંપતી અને ૩૨ પુત્રવધૂઓ આઘાત સહન કરી શકશે? હે ભગવાન...તું મને સાચો માર્ગ બતાવ. શું કરું? ક્યાં જાઉં?...' શ્રેણિક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
છેવટે અભયકુમાર મન મારીને સ્વસ્થ થયા. તેમણે શ્રેણિકના બે હાથ પકડી, સિંહાસન પર બેસાડ્યા. નંદારાણી પાણી લઈ આવી. શ્રેણિકે બે ઘૂંટડા પાણી પીધું...અભયકુમારે કહ્યું :
પિતાજી, બે કામ મહત્ત્વનાં છે. બત્રીસ મૃતદેહોને નાગ સારથિની હવેલીમાં લઈ જવાના અને નાગ તથા સુલસાને, આઘાત ન લાગે તે રીતે સમાચાર આપવાના.'
‘અભય, તારે અને મારે જ જવું પડશે. એમને સમાચાર આપ્યા પછી એમના કરુણ કલ્પાંતને સાંભળવો પડશે...એમના હૃદયને સાત્ત્વના આપવી પડશે, આઘાતને જીરવવાની શક્તિ હજુ દેવી સુલસામાં હશે, પણ નાગ સારિથ ભાંગી જ પડશે...'
રથને દૂર ઊભો રાખી, મહારાજા અને અભયકુમાર નાગ સારથિની હવેલીનાં પગથિયાં ચઢવા લાગ્યા. બહાર કામ કરતી દાસીએ બંનેને જોયા, એ હવેલીમાં દોડતી સુલસા પાસે ગઈ... ‘મા, મહારાજા અને મહામંત્રી હવેલીનાં પગથિયાં ચઢી રહ્યા છે!'
'હેં?' સુલસા જેવી બેઠી હતી, ઊભી થઈને સામે દોડી. હવેલીના પ્રવેશદ્વારમાં જ સુલસાએ રાજા-મંત્રીને પ્રણામ કર્યા. રાજા-મંત્રીએ સુલસાના ચરણોને સ્પર્શ કર્યો. સુલસા એક પગલું પાછું હટી ગઈ. કંઈ પણ બોલ્યાચાલ્યા વિના રાજા-મંત્રી સુલસાની હવેલીના મધ્ય બેઠકખંડમાં
આવ્યા.
‘નાગ સારથિ ક્યાં છે?’
‘આવે છે...’ સુલસાએ જિજ્ઞાસાભરી આંખે મહારાજા સામે જોયું. મહારાજાની આંખો નીચી હતી, બિડાયેલી હતી. અભયકુમાર પણ ગંભીર અને નતમસ્તક હતા.
‘આ સારથિ આવી ગયા...' સુલસા બોલી. નાગ સારથિનો હાથ પકડી
સુલસા
For Private And Personal Use Only
૧૨૧