________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું થયું જલદી બોલ...” બત્રીસે બત્રીસ સુલસા-પુત્રો મૃત્યુ પામ્યા છે...'
અશ્વસેને કહ્યું : “મહારાજ, આપનો રથ સુરંગમાંથી બહાર આવીને રાજગૃહી તરફ દોડવા લાગ્યો, ત્યારે અમે સહુ ઘોડેસવાર સૈનિકો સાવધ થઈ ગયા હતા. અમે ધારતા હતા કે આપની પાછળ જ બત્રીસ અંગરક્ષકોના રથ હમણાં જ આવશે. પણ એક ઘડી સુધી ન આવ્યા એટલે મને ચિંતા થઈ. હું એક ઘોડેસવાર સૈનિકને લઈ સુરંગમાં પ્રવેશ્યો. ધનુષ્ય ઉપર તીર ચઢાવેલું જ હતું. સુરંગના મધ્યભાગમાં પહોંચ્યા ત્યાં એક રથને ઊભેલો જોયો. હું ઘોડા ઉપરથી ઊતરી રથ પાસે ગયો. ત્યાં જોયું તો એક સુલતા-પુત્રનો મૃતદેહ પડ્યો હતો. મેં મારી સાથેના ઘોડેસ્વારને કહ્યું : ‘તારા ઘોડાને પાછો રવાના કર. તું રથને હંકારીને સુરંગની બહાર નીકળી જા. પછી બીજા બે ઘોડેસવારોને મોકલ.”
હું આગળ વધ્યો. બીજા રથને જોયો. એ રથમાં પણ સુલસા પુત્રનો મૃતદેહ પડેલો હતો, આવનાર ઘોડેસવારને બીજા રથ બહાર લઈ જવાની આજ્ઞા કરી હું આગળ વધ્યો. ત્રીજા રથમાં પણ સુલતા-પુત્રનો મૃતદેહ પડેલો હતો...
મને લાગ્યું કે બત્રીસે બત્રીસ અંગરક્ષકો માર્યા ગયા છે. એટલે એક પછી એક એમ બધા જ રથ અમે સુરંગમાંથી બહાર કાઢ્યા અને સુરંગનું દ્વાર પથ્થરોથી બંધ કરી દીધું. ત્યાં જ મહામંત્રી આવ્યા...એમની સાથે હું આપની પાસે આવ્યો છું.'
શ્રેણિક જમીન પર બેસી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...અભયકુમાર પણ પોક મૂકીને રોવા લાગ્યા. રાણીઓને ખબર પડી. રાણીઓ ત્યાં આવી. તે પણ હૈયાફાટ રુદન કરવા લાગી. તુલસા-પુત્રો આખા રાજમહેલમાં સહુને પ્રિય હતા, મનગમતા હતા. કોણ કોને સાંત્વન આપે? ચેલણાને પણ જ્યારે આ સમાચાર મળ્યા..તે કલ્પાંત કરવા લાગી.
મહારાજાએ કહ્યું : “મારા આ અતિપ્રિય સુલસા પુત્રોના મૃત્યુનો અપરાધી હું છું. હું રાજકુમારીના મોહમાં અંધ બન્યો...કોઈપણ રીતે એને મેળવવાની મારી નિર્લજ્જ પ્રવૃત્તિએ એ યુવાન પુત્રોના પ્રાણ લીધા...શું કરું? ગંભીર-અક્ષમ્ય અપરાધ મારાથી થઈ ગયો છે. કદાચ હું વૈશાલી પર
૧૨0
સુલાસા
For Private And Personal Use Only