________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ
O
‘દેવી સુજ્યેષ્ઠા રથમાંથી નીચે ઊતરો.”
“મહારાજા, હું સુજ્યેષ્ઠા નથી. મારું નામ ચેલણા છે. હું સુજ્યેષ્ઠાની નાની બહેન છું...”
“એમ તો સુજ્યેષ્ઠાનું શું થયું?' “મહારાજા, એ મને રથમાં બેસાડી, પોતાનાં રત્નાભરણોનો દાબડો લેવા મહેલમાં ગઈ હતી, એ આવે એ પહેલાં આપણે ત્યાંથી નીકળી ગયાં...એટલે મોટી બહેન ત્યાં જ રહી ગઈ..'
ભલે, મારે મન તો તું જ સુજ્યેષ્ઠા છે ને તું જ ચલણા છે!' શ્રેણિકે અભયકુમારને કહ્યું : “અભય, ચેલણાને રાણીવાસમાં મૂકીને જલદી પાછો આવ.' શ્રેણિકના મુખ પર અકળામણ હતી. કારણ કે સુલતા-પુત્રોના રથ હજુ રાજગૃહીમાં પહોંચ્યા ન હતા.
અભયકુમારના આવતાં જ શ્રેણિકે કહ્યું : “વત્સ, હજુ સુલસા-પુત્રોના રથ આવ્યા નથી. તેઓ મારી પાછળ હતા. શું ચેટક મહારાજાના સૈનિકો સાથે યુદ્ધ કરતા હશે? કે સુરંગના દ્વારને બંધ કરવા રોકાયા હશે? અભય, તું તરત જ ઘોડા ઉપર જઈને પાકી તપાસ કરી આવ.'
શ્રેણિક રાજા મહેલમાં ગયા, પણ એક ક્ષણ એમને ચેન ન હતું. મારા પ્રિય ૩૨ સુલસા-પુત્રોનું અમંગલ તો નહીં થયું હોય ને?” મહારાજાની છાતી ધડકતી હતી. તેઓ મહેલના મંત્રણાખંડમાં આંટાફેરા મારવા લાગ્યા. અશુભની આશંકા મનુષ્યને ચંચળ, ભયાકુલ અને બાવરો બનાવી દે છે.
મારતે ઘોડે અભયકુમાર અને અશ્વસેનાના સેનાપતિ અશ્વસેન રાજમહેલના પ્રાંગણમાં પ્રવેશ્યા. દોડતા તેઓ મહેલમાં મહારાજા પાસે પહોંચ્યા. અભયકુમારનો શ્વાસ ભરાઈ ગયો હતો.. આંખોં ભીની હતી અને હોઠ ધ્રુજતા હતા...મહારાજાએ અભયના બે ખભા પકડીને પૂછ્યું : “શું સમાચાર છે અભય?'
મહારાજા...'
સુલાસા
૧૧૯
For Private And Personal Use Only